Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦ ઢાળ-૧ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બનાવે, ભોગીને પણ યોગી બનાવે, વિચારધારાનું સમૂલ પરિવર્તન લાવી દે. એટલા માટે આ દ્રવ્યાનુયોગના અભ્યાસ અર્થે કોઈ કોઈ મુનિઓને કોઈ કોઈ ગામમાં સ્થિર વાસ કરવો પડે અથવા શુદ્ધ આહારાદિની પ્રાપ્તિના સંજોગો ન હોય ત્યારે આધાકર્માદિ દોષવાળો આહાર લેવો પડે. તો પણ “મોહના દોષો ન લાગે” એટલા માટે શાસ્ત્રમાં તેને શ્રેષ્ઠમાર્ગ છે એમ કહ્યું છે. જે વાત ગ્રંથકારશ્રી પોતે જ હવે પછીની ગાથામાં જણાવે છે. જરા શુદ્ધ આહારાદિક તનુયોગ, મોટો કહીઓ દ્રવ્ય અનુયોગ | એ ઉપદેશપદાદિક ગ્રંથિ, સાખી લહી ચાલો શુભપંથિ / ૧-૩ ||
ગાથાર્થ– આહારાદિની શુદ્ધિ જાળવવી એ નાનો યોગ છે. અને દ્રવ્યાનુયોગ મેળવવો એ મોટો યોગ છે. આ બાબતમાં ઉપદેશપદ વિગેરે ગ્રંથોનો આધાર લઈને (સાક્ષીભૂત કરીને) શુભમાર્ગે ચાલો. તે ૧-૩ /
ટબો- એકહિઉં. તેહ જદુઈ છઈ. શુદ્ધાહાર=૪૨ દોષરહિત આહાર, ઈત્યાદિક યોગ છઈ. તે તનુ કહેતાં-નાન્હા કહીઈં. દ્રવ્યાનુયોગ- જે સમય પરસમય પરિજ્ઞાન, તે મોટો યોગકહીઓ. જે માટઇં-શુદ્ધાહારાદિક સાધન સ્વાધ્યાયનું જ છઈ. એ સાખિ ઉપદેશપદાદિક ગ્રંથઈ લહીનઈ શુભપંથિ-ઉત્તમમાર્ષિ ચાલો. બાહ્યવ્યવહાર પ્રધાન કરીનઈ જ્ઞાનની ગૌણતા કરવી, તે અશુભ માર્ગ. જ્ઞાન પ્રધાનતા રાખવી, તે ઉત્તમ માર્ગ. મત પુત્ર જ્ઞાનાદિક ગુણહેતુગુરુકુલવાસ છાંડી શુદ્ધાહારાદિક યતનાવંતનઇ મહાદોષઇ ચારિત્રહાનિ કહી છઇં.
गुरुदोषारम्भितया लध्वकरणयत्नतो निपुणधीभिः । નિશ્ચ તથા જ્ઞાતે પનિયોન | ૧-૯ ષોડશકે / ૧-૩ ||
વિવેચન– વિશિષ્ટ આત્માઓ માટે ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એમ બે યોગ વિશેષ ઉપકારક છે. બેંતાલીસ દોષ રહિત આહાર-પાણી લેવા, તપશ્ચર્યા કરવી. પ્રતિક્રમણ, પડિલેહણ, તપ અને વિહારાદિ ધર્મક્રિયાઓ કરવી તે સઘળો ચરણકરણાનુયોગ છે. અને શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિનું લક્ષ્ય રાખીને છએ દ્રવ્યોના ગુણધર્મોનો અને લક્ષણાદિનો અભ્યાસ કરવો, તેનું ચિંતન મનન કરવું. સ્વદ્રવ્ય-પદ્રવ્યના ભેદને જાણવો. પરદ્રવ્યને પરદ્રવ્ય જાણી દેહાધ્યાસ ત્યજી તેના તરફનો મોહ તોડવો તે સઘળો દ્રવ્યાનુયોગ છે..
ચરણકરણાનુયોગ એ ક્રિયામાર્ગ છે. દ્રવ્યાનુયોગની પ્રાપ્તિનું સાધન છે. તેથી તેને વ્યવહાર માર્ગ કહેવાય છે. અને દ્રવ્યાનુયોગ એ જ્ઞાનમાર્ગ છે. ચરણકરણાનુયોગનું તે સાધ્ય છે. તેથી તેને નિશ્ચયમાર્ગ કહેવાય છે. આ બન્ને યોગ અનુક્રમે ક્રિયા અને જ્ઞાનરૂપ છે. સાધન અને સાધ્યરૂપ છે તથા વ્યવહાર માર્ગ અને નિશ્ચયમાર્ગ સ્વરૂપ છે.