Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ–૧ : ગાથા-૪
૧૫ ગાથાર્થ– આ દ્રવ્યાનુયોગમાં જો રંગ (પ્રીતિ) લાગી જાય. તો આધાકર્માદિ ભંગ (દોષ) લાગતા નથી. આ પ્રમાણે પંચકલ્પભાષ્યમાં કહેલું છે. અને મેં સદ્ગુરુઓ (ધર્મગુરુઓ) પાસે સાંભળેલું પણ છે. / ૧-૪ |
ટબો- એ યોગિ- દ્રવ્યાનુયોગવિચારરૂપ જ્ઞાનયોગઈ, જો રંગ-અનંગસેવારૂપ લાગઇ. સમુદાયમણે જ્ઞાનાભ્યાસ કરતાં કદાચિત્ આધાકર્માદિ દોષ લાગઈ. તો હિ ચાત્રિભંગ ન હોઈ. ભાવશુદ્ધિ બળવંત છઈ, તેણઈ. ઇમ પંચકલ્યભાષ્યધું ભણિઉં તથા સદ્ગુરુ પાસઇ સાંભલિઉં. ગત શવ કથાકયનો અનેકાન્ત શાસ્ત્રઇ કહિઓ છઈ.
आहागडाई भुंजंति, अण्णमण्णे सकम्मुणा । उवलित्ते वियाणिज्जा, अणुवलिते त्ति वा पुणो । २-५-८ । एएहिं दोहिं ठाणेहिं, ववहारो न विज्जइ । एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥ २-९ ॥
(સૂયગડાંગ-૨ અંગે) ૨૧ અધ્યયને किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात्, स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं पात्रं औषधं भेषजाद्यं वा ॥ १४५ ॥ देशं कालं पुरुषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं, नैकान्तात् कल्प्यते कल्प्यम् ॥ १४६ ॥
પ્રશમરતૌ ૨-૪ વિવેચન- સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓ શરીર ટકાવવાના આશય માત્રથી જ જે આહાર ગ્રહણ કરે છે તેમાં ગોચરીના ૪૨ દોષો ન લાગે તેની પરિપૂર્ણ સાવધાની રાખે છે. આ ૪૨ દોષોમાં “આધાર્મિક દોષ” સવિશેષ પ્રધાન છે. સાધુ સાધ્વીજી મહારાજશ્રીના જ નિમિત્તે બનાવેલો આહાર તે આધાર્મિક દોષવાળો આહાર કહેવાય છે. આધાર્મિકદોષના ઉલ્લેખથી બાકીના ૪૨ દોષો પણ સ્વયં સમજી લેવા. આહાર બનાવતી વેળાએ ગૃહસ્થ લગાડેલા જે દોષો તે ઉગમના ૧૬ દોષો કહેવાય છે. અને આહાર ગ્રહણ કરતી વેળાએ સાધુએ મોહસંજ્ઞાથી લગાડેલા જે દોષો તે ઉત્પાદના ૧૬ દોષો કહેવાય છે. અને આહાર બનાવતી વેળાએ તથા આહાર ગ્રહણ કરતી વેળાએ ગૃહસ્થ વડે તથા સાધુ વડે એમ બન્ને વડે લગાડાયેલા જે ૧૦ દોષી છે. તે એષણાના ૧૦ દોષ કહેવાય છે. આમ ગોચરીના ૪૨ દોષો છે. વિશેષાધિકાર સાધુસમાચારીથી જાણવો.
આત્મતત્ત્વની સાધના કરનારા મુનિમહારાજાઓ હંમેશાં ઉપરોક્ત ૪૨ દોષ રહિત આહારગ્રહણ કરે છે. શરીર એ પૌદ્ગલિક હોવાથી, અશુચિમય હોવાથી અને મોહહેતુ