Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૭ વિના પોતાની પ્રતિકલ્પના પ્રમાણે ભૂલા ન ફરશો. આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કઠીન છે. દુર્ગમ છે. અને બહુ નયસાપેક્ષતાવાળો હોવાથી ગંભીર છે. તેથી તેની પ્રાપ્તિ માટે અવશ્ય સદ્ગુરુની નિશ્રામાં જ રહેજો. તેઓની પાસે જ સ્થિરબુદ્ધિ કરીને ભણજો. પરંતુ પોતાની મતિકલ્પના પ્રમાણે શાસ્ત્રોના અર્થો કરવાની ભૂલ કરીને આ અનંતસંસારમાં ભૂલા ન ફરશો.
જે આત્મા આરાધક હોય, શુદ્ધધર્મનું વિધિપૂર્વક પાલન કરતો હોય પરંતુ માત્ર ગુરુની નિશ્રામાં ન રહેતો હોય તો તે આત્મા આરાધક નથી પણ વિરાધક છે. કારણ કે પરમાત્મા વીતરાગદેવની ગેરહાજરીમાં ગુરુમહારાજશ્રી પોતે તેઓની આજ્ઞાનું પાલન કરનારા છે અને શિષ્યો પાસે પાલન કરાવનારા છે. વીતરાગવાણી પોતાના હૈયામાં ઉતારનારા છે અને અન્યના હૈયામાં ઉતરાવનારા છે. તેથી સાચે જ ગુરુમહારાજશ્રી તીર્થંકરપરમાત્માના પ્રતિનિધિ છે. તેથી ગુરુમહારાજશ્રીની નિશ્રાનો અભાવ એટલે તેમના પ્રત્યે અનાદરભાવ થયો. ગુરુમહારાજશ્રી પ્રત્યે અનાદરભાવ એટલે તીર્થંકરભગવાન પ્રત્યે અનાદરભાવ થયો. અને તીર્થકર ભગવાન પ્રત્યે અનાદરભાવવાળો આત્મા આરાધક ન કહેવાય પણ વિરાધક કહેવાય. વળી ગુરુની નિશ્રા ન સ્વીકારતાં આત્મામાં સ્વચ્છંદતા, અહંભાવ અને પ્રતિકલ્પના પ્રમાણે સૂત્રાર્થ કરવાની પાપિષ્ટ વૃત્તિ વિગેરે ઘણા દૂષિતભાવો જન્મે છે. કાળાન્તરે પોતાના દોષોના બચાવવાળા અર્થો કરવાની ભાવના પ્રગટે છે. તથા વૈયાવચ્ચ કરવાના લાભનો અભાવ, વિનય વિવેકનો અભાવ, જ્ઞાન ગોષ્ઠી દ્વારા અનુભવ પ્રાપ્ત કરવાનો અભાવ ઈત્યાદિ દોષો જીવનમાં આવે છે. આવા આવા દોષો ન આવે અને ગુણો આવે તેટલા માટે સગુરુની નિશ્રા જ ઉપકારક છે. આરાધક આત્માએ સંયમમાં આધાકર્માદિક થોડાક દોષો કદાચ લાગતા હોય તો પણ ગુરુનિશ્રા કદાપિ ત્યજવી નહીં. એમ પૂ. ઉપાધ્યાયજી મ. શ્રી ગંભીર હિતશિક્ષા અને ચેતવણી પણ આપે છે. આ વિષયનો વધારે વિસ્તાર સાડાત્રણસો ગાથાના સ્તવનમાં પાંચમી ઢાળમાં છે. ત્યાંથી જાણવો. I ૬ . એહનો જેણઈ પામિઓ તાગ, ઓઘઈ એહનો જેહનઈ રાગી એ બેવિણ ત્રીજો નહીંસાધ, ભાખિઓ સમ્મતિ અરથ અગાધ ૧-૭
ગાથાર્થ– આ દ્રવ્યાનુયોગનો જે આત્માઓ તાગ (છેડો-પાર) પામ્યા છે. અથવા ઓલ્વે ઓથે (સામાન્ય પણે) જે આત્માઓને આ દ્રવ્યાનુયોગ ભણવાનો (જાણવાનો) અદમ્ય ઉત્સાહ (રાગ) વર્તે છે. આ બે પ્રકારના જીવો વિના ત્રીજો કોઈ સાચો સાધક (સાધુ) નથી. એવું અગાધઅર્થવાળા સમ્મતિતર્કમાં કહ્યું. છે. / ૧-૭ //