Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૭
જાય છે. પોતાના આત્માને આરાધક માની લે છે. તેવા આત્માઓને પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રી હિતશિક્ષા અર્થાત્ ચેતવણી આપતાં કહે છે કે “હનો-દ્રવ્યાનુયોગનો નેળડું તાપ પામિઓ, સમ્મતિ પ્રમુદ્ધ તર્કશાસ્ત્ર મળીનડું ને ગીતાર્થ થયો તે.'' આ દ્રવ્યાનુયોગનો જે જીવે તાગ (પાર-છેડો ઉંડાણ પૂર્વક અંત) પ્રાપ્ત કર્યો છે. સમ્મતિતર્ક વિગેરે તર્કશાસ્રો ભણીને જે મહાત્મા ગીતાર્થ બન્યા છે. તે મહાત્મા પ્રથમ સાધક છે. તથા ગોષડ્=સામાન્યપ્રાડું, પન્નુનો-દ્રવ્યાનુયોગનો બેહનડું રાગ છડું, તે ગીતાનિશ્રિત. તથા ઓઘે ઓધે એટલે કે સામાન્ય રીતિએ આ દ્રવ્યાનુયોગનો જે જે આત્માઓને (તે સંબંધી જ્ઞાનપ્રાપ્તિનો) હૈયામાં રાગ વર્તે છે. અને તેના કારણે દ્રવ્યાનુયોગના અભ્યાસ માટે જે સતત પ્રયત્નશીલ છે. તે ગીતાર્થનિશ્રિત નામે બીજા સાધક જાણવા. ૫ ને વિના ત્રીનો સાધુ ( સાધ) નહીં. ‘આ બેમાં પ્રથમ ગીતાર્થ અને બીજા ગીતાર્થનિશ્રિત એમ બે પ્રકારના સાધક સિવાય અન્ય કોઈ ત્રીજા પ્રકારના આત્માઓ સાચા સાધક નથી. અર્થાત્ આત્મતત્ત્વના સાચા સાધક નથી.” ત્ત્તવો અર્થ અર્થ સમ્મતિમધ્યે માષિઓ છરૂં. તે માટડું જ્ઞાન વિના ચારિત્ર ન ન હો=આવો ભાવાર્થ અગાધ અર્થવાળા સમ્મતિતર્કની અંદર કહેલો છે. તે માટે ઉત્તમ પ્રકારના જ્ઞાનયોગ વિના (વિવેકબુદ્ધિ ન પ્રગટવાના કારણે અને અહંકાર તિરસ્કાર આદિ ભાવો જન્મવાના કારણે) ચારિત્ર જ ન હોય.
જીવતં ચ-વ્યવહાર સૂત્ર કે જેને છેદસૂત્ર કહેવાય છે. તેના બીજા અધ્યયનની ૩૦મી ગાથામાં પણ આ જ હકીકત વર્ણવેલી છે. તેનો સાક્ષીપાઠ આ પ્રમાણે છે.
શીયો ય વિહારો પહેલો ગીતાર્થ વિહાર, વીઓ નીયનિસ્તિઓ મળિઓ અને બીજો ગીતાર્થનિશ્રિત વિહાર. આ બે જ વિહાર સાધક છે. ો તવિજ્ઞારો નાળુબાયો બિળવોદું-આ બેથી ત્રીજા કોઈપણ પ્રકારના વિહારની જિનેશ્વરપરમાત્માઓ વડે અનુજ્ઞા કરાઈ નથી. ॥ ૨-૩૦ ||
સંસારમાં પણ સામાન્ય નિયમ એવો છે કે જે વસ્તુ મેળવવી હોય, તે વસ્તુના કાંતો જાણકાર થવું પડે અથવા તે વસ્તુના જાણકારને સાથે રાખવો પડે છે. તો જ ભૂલા ન પડીએ. જેમ કે હીરા ખરીદવા હોય તો ઝવેરી થવું પડે અથવા ઝવેરીને સાથે રાખવા પડે. સોનાચાંદી ખરીદવાં હોય તો પણ તે જ રીતે અનુભવી થવું પડે અથવા અનુભવીને સાથે રાખવા પડે. એક ગામથી બીજે ગામ જવું હોય તો રસ્તો જાણવો પડે અથવા ભોમીયાને સાથે રાખવો પડે. અન્યથા છેતરાઈ જવાય. તેવી જ રીતે જો શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત કરવું હોય તો કાંતો મોહાદિ આત્મશત્રુઓના નાશ માટે પોતે જ ગીતાર્થ થવું જોઈએ અથવા ગીતાર્થ થયેલા બીજા જ્ઞાનીની નિશ્રા સ્વીકારવી જોઈએ. અન્યથા પોતે અજ્ઞાની હોય અને એકાકી વિહાર કરે અથવા અજ્ઞાનીઓના ટોળામાં રહીને વિહાર કરે તો સ્વચ્છંદતા, લોકસંપર્ક,