Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૦.
ઢાળ-૧ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તેઓની સાથેના રાગાદિ ભાવો, સ્વમતિકલ્પનાકૃત સૂત્રાર્થો, અહંભાવ. અન્ય પ્રત્યે તિરસ્કારભાવ ઈત્યાદિ ભાવશત્રુઓના શિકાર બનવાનો પ્રસંગ આવે.
પ્રશ્ન- ગીથાર્થ કોને કહેવાય ?
ઉત્તર- ગીત-પ્રાપ્ત કર્યો છે. મર્થ સૂત્રોનો ઐદંપર્ય અર્થ જેઓએ તે ગીતાર્થ. જે મહાત્મા પુરુષો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના, ઉત્સર્ગ અપવાદના જાણ છે. તથા મહાપુરુષો વડે રચાયેલાં આગમશાસ્ત્રો તથા તેના ગંભીર સૂક્ષ્મ ભાવાર્થો જેઓએ અવગાહ્યા છે. તેઓ ગીતાર્થ કહેવાય છે. તે ગીતાર્થતા બે રીતે વિચારાય છે. એક ચરણકરણાનુયોગની અપેક્ષાએ, અને બીજી દ્રવ્યાનુયોગની અપેક્ષાએ. ત્યાં પ્રથમ ચરણકરણાનુયોગની અપેક્ષાએ જઘન્યમધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના ગીતાર્થ સમજાવે છે.
एटलो विशेष-जे चरणकरणानुयोगदृष्टिं-निशिथ-कल्प-व्यवहार दृष्टिवादाध्ययनइं નીચ-મધ્યમોદ તાઈ ના વા. ગીતાર્થપણામાં આટલી વિશેષતા છે કે જે ચરણકરણાનુયોગ છે. તેની દૃષ્ટિએ ત્રિવિધ (ત્રણ પ્રકારે) ગીતાર્થ છે.
૧. નિશિથ સૂત્રના જાણકાર મહાત્માઓ જઘન્ય ગીતાર્થ જાણવા. ૨. કલ્પવ્યવહારસૂત્રના જાણકાર મહાત્માઓ મધ્યમ ગીતાર્થ જાણવા. ૩. દૃષ્ટિવાદ નામના અધ્યયનના (બારમા અંગના) જાણકાર ઉત્કૃષ્ટગીતાર્થ જાણવા.
द्रव्यानुयोगदृष्टि (ए) ते सम्मत्यादि तर्कशास्त्रपारगामी ज गीतार्थ जाणवो. तेहनी નિશ્રામીતાર્થનડું વારિત્ર વરિયું દ્રવ્યાનુયોગની દૃષ્ટિએ સમ્મમિતર્ક તથા તત્ત્વાર્થસૂત્ર આદિ મહાતર્કશાસ્ત્રો જૈન દર્શનમાં જે છે. તેનો પારગામી જે આત્મા બન્યો હોય, તે જ આત્મા ગીતાર્થ જાણવો. જૈન-જૈનેતર દર્શનશાસ્ત્રોમાં નિષ્ણાત, મહાતર્કશાસ્ત્રોના જ્ઞાતા પુરુષ જ ગીતાર્થ કહેવાય છે. આવા જીવો પોતાના જ્ઞાનયોગે આરાધક જાણવા. અને આવા પ્રકારના ગીતાર્થની નિશ્રાએ જ વર્તનારા અગીતાર્થ આત્માઓ પણ આરાધક જાણવા. તેથી આવા પ્રકારના અગીતાર્થ આત્માને પણ (હિતાહિતમાં પ્રવર્તક નિવર્તિક એવા ગુરુની નિશ્રા હોવાથી) ચારિત્ર હોય છે. એમ કહેવું. હાલ વર્તમાનકાળે ઠાણાંગ-સૂયગડાંગ આદિ સૂત્રોના જ્ઞાતા પુરુષને પણ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ મધ્યમગીતાર્થ કહેવાય છે. એમ ગુરુગમથી જણાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૨ ગાથા પાંચમીમાં આવું જ જણાવ્યું છે કે
न वा लभेजा निउणं सहायं, गुणाहियं वा गुणतो समं वा । एक्को वि पावइ विवजयंतो, विहरेज कामेसु अ सज्जमाणो ॥
(ઉત્તરાધ્યયન સૂત્ર-૩૨-૫)