Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૮ શંકા “ગુણોમાં આપણાથી અધિક અથવા સમાનગુણવાળા એવા નિપુણપુરુષનો યોગ ન જ મળે તો વિષયોમાં આસક્ત ન બની જવાય અને પાપોથી દૂર રહેવાય તેવી રીતે એકાકી વિહાર કરવો” તે આ ગાથાથી અગીતાર્થ મહાત્માને પણ એકાકી વિહાર કરવાની અનુજ્ઞા હોવાથી અગીતાર્થ મુનિ એકાકી વિહાર કરે તો આરાધક કેમ ન કહેવાય ?
ઉત્તર- આ ગાથા અગીતાર્થ માટે નથી પરંતુ ગીતાર્થ માટે છે. ગીતાર્થ મુનિએ પણ ગુણોની વૃદ્ધિ માટે અધિકગુણી અથવા સમાનગુણીની સાથે જ વિચરવું જોઈએ. જેથી મોહરાજાના સૈનિકો આ આત્માને મલીન ન કરે. પરંતુ જો અધિકગુણી કે સમાનગુણીનો યોગ ન જ મળે તો સ્વયં પોતે ગીતાર્થ હોવાથી ગીતાર્થ વડે એકાકી પણ વિહાર કરી શકાય. પરંતુ વિષયોમાં અનાસક્ત રહેવું અને પાપોથી દૂર રહેવું. એમ ગીતાર્થને પણ આ ગાથામાં લાલબત્તી ધરી છે. એકાકી વિચરવાની ગીતાર્થને અનુજ્ઞા જરૂર આપી છે. પરંતુ સજાગ રહેવાની ચેતવણી પણ સાથે સાથે આપી છે. આ રીતે આ ગાથા ગીતાર્થને એકાકી વિહારની અનુજ્ઞા આપનાર છે. આ ગાથા અગીતાર્થ માટે નથી. અગીતાર્થને તો એકાકી વિહાર થાય જ નહીં. સ્વતંત્ર વિચરવામાં ઘણા દોષો છે.
આ પ્રમાણે જે આત્માઓ આ દ્રવ્યાનુયોગનો તાગ પામીને ગીતાર્થ બન્યા છે તે, તથા જેઓને ઓથે ઓથે પણ આ દ્રવ્યાનુયોગનો રાગ છે અને તે જાણવા માટે ગીતાર્થની સાથે રહે છે એવા જે ગીતાર્થનિશ્ચિત છે કે, આવા બે જ પ્રકારના મુનિઓ શુદ્ધ આત્મ તત્વની. પ્રાપ્તિના આરાધક છે. સાધુ છે. સાચા સાધક છે. / ૭ | એ કારર્ણિ ગુરુચરણ-અધીન, સમય સમય ઇણિ યોગઇ લીન ! સાથું જે કિરિયા વ્યવહાર, તેહ જ અખ્ત મોટો આધાર / ૧-૮ |
ગાથાર્થ– આ કારણે ગુરુજીના ચરણોમાં આધીનપણે રહીને પ્રતિસમયે આ જ્ઞાનયોગ પ્રાપ્ત કરવામાં અમારી જે લયલીનતા છે અને સાધુને ઉચિત સર્વધર્મ ક્રિયાઓને પાલન કરવાનો વ્યવહાર જે અમે કરીએ છીએ. તે (જ્ઞાન અને ક્રિયા એમ ઉભયની આરાધના) જ અમારા જેવા જીવોને માટે મોટા આધારભૂત છે. / ૧-૮ ||
ટબો- “એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાપ્તિ પોતાના આત્માનઇ કૃતકૃત્યતા કહઈ છઈ'- તે કારર્ણિ દ્રવ્યાનુયોગની બળવત્તાનઇં હેતઇ ગુરુચરણનઇ અધીન થકા, એણઇ કરી મતિકલ્પના પરિહરી-સમય સમય ઇણિ યોગઇ દ્રવ્યાનુયોગઇ, લીન-આસક્ત થકા, જે ક્રિયાવ્યવહાર સાધું છું તેહિ જ અહનઇ મોટો આધાર છઇં, જે માર્ટિ-ઇમ ઇચ્છાયોગ સંપનઈં. તનક્ષપામ્