Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ–૧ : ગાથાપ એટલે જે મહાત્માઓમાં આ બન્ને યોગો હોય છે. તેઓના જીવન વિષે તો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. તેઓ તો વિશેષ આરાધક અને સાધક છે જ.
પરંતુ કોઈ એક મુનિએ ક્રિયામાર્ગમાં વિકાસ સાધ્યો હોય અને જ્ઞાનમાર્ગમાં આગળ ન વધ્યા હોય, તેવા હોય. તથા બીજા કોઈ એક મુનિએ જ્ઞાનમાર્ગમાં વિકાસ સાધ્યો હોય અને ક્રિયામાર્ગમાં એટલા આગળ ન વધ્યા હોય તેવા હોય, તો આ બન્ને મુનિઓમાં કયા મુનિ ભલા (સારા-શ્રેષ્ઠ-ઉત્તમ) કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર આ ગાથામાં આપ્યો છે કે હંમેશાં બાહ્યશુદ્ધિ કરતાં અત્યંતરશુદ્ધિ ચઢીયાતી હોય છે. ક્રિયાયોગ એ બાહ્યયોગ છે. અને જ્ઞાનયોગ એ અત્યંતર યોગ છે. આ માટે બન્નેમાં
ક્યારેક એકની પ્રધાનતા કરવાનો સમય આવે તો દ્રવ્યાનુયોગની (જ્ઞાનયોગની) સદા પ્રધાનતા કરવી. તે કારણથી
बाह्यक्रियाइ हीन, पणि जे ज्ञानविशाल मुनीश्वर, ते उपदेशमालामध्ये भलो દિયો છે, યતઃ- જે મુનિઓ બાહ્યક્રિયામાં હીન છે. (જ્ઞાનાભ્યાસને કારણે તથા શારીરિક પરિસ્થિતિ આદિના કારણે ક્રિયામાં ન્યૂનતા હોય), તો પણ જો તેઓ જ્ઞાનાભ્યાસમાં વિશાળ હોય, જ્ઞાનયોગમાં આગળ વધ્યા હોય તેવા મુનીશ્વરો ભલા છે. (ઉત્તમ છે) એમ ઉપદેશમાલા નામના ગ્રંથમાં ધર્મદાસગણિજીએ કહ્યું છે. ધર્મદાગણિજી ઉપદેશમાલા ગ્રંથના કર્તા છે. પરમાત્મા મહાવીર પ્રભુના હાથે દીક્ષિત થયેલા અવધિજ્ઞાની મહાત્મા છે. તેઓશ્રીએ ઉપદેશમાલા ગ્રંથમાં કહ્યું છે કે
नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावंतो । ण य दुक्करं करंतो, सुठु वि अप्पागमो पुरिसो ॥४२७ । हीणस्सवि सुद्धपरूवगस्स, नाणाहिअस्स कायव्वं । (જ્ઞાન-વિજ્ઞ-હત્યેિ, શત્તિ ત્નિાવસ વિ ૩૪૮ •
ચરમકરણાનુયોગમાં હીન પણ જ્ઞાનદશામાં અધિક એવા મુનિ જૈન શાસનની પ્રભાવના કરતા છતા વરતર (શ્રેષ્ઠ) છે. પરંતુ દુષ્કર એવા તપાદિ અનુષ્ઠાનોને કરતા મુનિ પણ જો અલ્પ આગમવાળા હોય તો તે શ્રેષ્ઠ નથી. ! ૪૨૩ ||
ચારિત્રમાં હીન એવા પણ મુનિ શાસનની શુદ્ધ પ્રરૂપણા કરનારા જો હોય તો તેઓની વૈયાવચ્ચ અવશ્ય કરવી. (લોકોના ચિત્તને રંજિત કરવા માટે એટલે કે લોકઅપવાદ નિવારવા માટે ઉત્તમપુરુષો લિંગધારકની પણ વૈયાવચ્ચ કરે છે.) Il૩૪૮
ते माटिं-क्रियाहीनता देखीनई पणि ज्ञानवंतनी अवज्ञा न करवी. ते ज्ञानयोगई करी પ્રભાવ નાખવો. તે માટે જે મુનિઓના જીવનમાં જ્ઞાનાભ્યાસ તથા શારીરિક પરિસ્થિતિ