Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦
ઢાળ-૧ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ટબો- બાહ્યયોગ, આવશ્યકાદિરૂપ બાહ્યયોગ છઈ, દ્રવ્ય-અનુયોગ સ્વસમય પરિજ્ઞાન, તે અંતરંગક્રિયા છે. બાહ્મક્રિયાઈ હીન, પણિ જે જ્ઞાનવિશાલમુનીશ્વર, તે ઉપદેશમાલા મધ્ય ભલો કહિયો છઈ. યત –
नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावंतो । ण य दुक्करं करंतो, सुठु वि अप्पागमो पुरिसो ॥ ४२३ ॥
તથા
हीणस्सवि सुद्धपरूवगस्स, नाणाहिअस्स कायव्वं । (-ચિત્તાપલ્થ, રતિ લિંગાવ વિ) રૂ૪૮
તે માટે ક્રિયાહીનતા દેખીનઈ પણિ જ્ઞાનવંતની અવજ્ઞા ન કરવી. તે જ્ઞાનયોગઈ કરી પ્રભાવક જાણવો. 1 ૧-૫ ||
વિવેચન- વાઈયોન-વચક્ષાદ્રિરૂપ વાદાથોન છ ગાથામાં જે બાહ્યયોગ કહ્યો છે તે છ આવશ્યકોની ક્રિયા કરવા આદિ રૂપ બાહ્યયોગ સમજવાનો છે. એટલે કે સામાયિકચઉવિસત્થો, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચકખાણ એમ છ આવશ્યક કરવાં તથા આદિ શબ્દથી દેવવંદન, વિહાર, વૈયાવચ્ચ આદિ ધાર્મિક શુભક્રિયાઓ જે કરવી તે સઘળો ચરણકરણાનુયોગ છે. તે સકલક્રિયાઓ કાયા અને વચન દ્વારા કરાતી હોવાથી તથા બહારથી લોકગમ્ય હોવાથી બાહ્યક્રિયા અથવા બાહ્યયોગ કહેવાય છે. આ સર્વે ધર્મક્રિયાઓ વિશેષ કરીને વચન અને કાયાની શુદ્ધિથી થાય છે. તથા વચન અને કાયાની વિશેષ શુદ્ધિ કરનાર પણ છે.
દ્રવ્યાનુયોગ-સ્વસમપરિજ્ઞાન, તે અંતરંથિ છે. = અને જે દ્રવ્યાનુયોગ છે. એટલે કે વીતરાગ તીર્થંકર પરમાત્માઓ વડે કહેવાયેલી દ્વાદશાંગીરૂપ શ્રત છે. તથા તેના આધારે પૂર્વાચાર્યોએ બનાવેલાં પ્રાકરણિક જે શાસ્ત્રો છે.જેને સ્વસમય = જૈન શાસનનું શ્રુત કહેવાય છે. તેવા શાસ્ત્રોનું નિરંતર શ્રવણ, મનન, ચિંતન અને નિદિધ્યાસન કરવું. આ સઘળો દ્રવ્યાનુયોગ એટલે કે શાસ્ત્રોનું ચિંતન-મનન અને નિદિધ્યાસન આત્માની અંદર મન દ્વારા થાય છે, બહાર કંઈ દેખાતું નથી, લોકગમ્ય પણ નથી, તેથી તેને અંતર્યોગ કહેવાય છે. આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ મનદ્વારા થતો હોવાથી અંતરંગક્રિયા સ્વરૂપ છે. મનની શુદ્ધિ કરનાર છે. આત્માના હૃદયની (એટલે કે આશયવિશેષની) શુદ્ધિ કરનાર છે. ક્રિયામાર્ગ એ બાહ્યયોગ છે. અને જ્ઞાનમાર્ગ એ અંતર્યોગ છે. આ બને યોગી સાધન-સાધ્યદાવવાળા હોવાથી પરસ્પર ઉપકારી છે અને ઉપયોગી છે.