Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪
ઢાળ–૧ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
વ્રત-નિયમ અને સંયમાદિ લેવાની તીવ્ર મહેચ્છા હોવા છતાં પણ અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી તથા સાંસારિક બંધનોના કારણે જે વ્રત-નિયમ-સંયમાદિ લઈ ન શકે પરંતુ લેવાની તીવ્ર રૂચિ હોય તે રોચકસમ્યક્ત્વ કહેવાય છે. જે જીવને જિનાજ્ઞા રૂચતી ન હોય, પરમાત્માનાં વચનો પ્રત્યે પ્રીતિ-
વિશ્વાસ ન હોય. પરંતુ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના લીધે શાસ્ત્રાભ્યાસ સારો હોય, બોલવાની વાપટુતા સારી હોય, સમજાવવાની શૈલી સારી હોય, તેના બળે શ્રોતાવર્ગમાં મિથ્યાત્વરૂપી અંધકાર ટાળીને સમ્યકત્વરૂપી દીપક પ્રગટાવે તેવા મિથ્યાત્વી જીવને (પછી ભલે તે ભવ્ય હોય કે અભવ્ય હોય એમ બન્ને પ્રકારના જીવને) દીપક સમ્યક્ત્વ વાળા કહેવાય છે. અહીં પોતાનામાં સમ્યકત્વ નથી. પરંતુ પરને પ્રગટાવી આપે છે. તેથી પોતાનામાં તેનો ઉપચાર કરાયો છે. કારકસમ્યકત્વવાળા જીવો પાંચમાથી ઉપરના ગુણસ્થાનકવાળા છે. રોચકસમ્યકત્વવાળા ચોથા ગુણસ્થાનકે છે અને દીપકસમ્યકત્વવાળા જીવો પહેલા ગુણઠાણે છે. એમ જાણવું. તથા શાસન પ્રભાવક=૧ પ્રાવચનિક. ૨ ધર્મકથી. ૩ વાદી. ૪ નૈમિત્તિક. ૫ તપ ૬ વિદ્યા. ૭ સિદ્ધ. અને ૮ કવિ પ્રભાવક એમ આઠ પ્રકારના પ્રભાવક જાણવા. આ આઠ પ્રભાવકનું સ્વરૂપ પૂ. શ્રી હરિભદ્રસૂરિજીકૃત સમ્યકત્વસપ્તતિકા અને પૂજ્ય ઉ. યશોવિજયજી મ. કૃત સમ્યત્વની સડસઠબોલની સઝાયમાંથી જાણી લેવું.
ઉત્તર– ઉપર કરેલી શંકાનો ઉત્તર ગ્રંથકારશ્રી આપે છે કે– જ્ઞાનમાર્ગ જ વધારે ઉપકારક છે. જીવ અજીવ પુણ્ય પાપ આદિ નવતત્ત્વ અને છ દ્રવ્યોનું જૈન શાસ્ત્રાનુસાર પ્રાપ્ત કરેલું જ્ઞાન જીવને શુક્લધ્યાન પ્રાપ્ત કરાવનારૂ છે. અને તેના દ્વારા મુક્તિપ્રાપ્તિનું અસાધારણ કારણ બને છે. માટે જ્ઞાનમાર્ગ જ સવિશેષ આદરણીય (ઉપાદેય) છે. છએ દ્રવ્યો અને નવે તત્ત્વો સંબંધી દ્રવ્ય ગુણ પર્યાયના ભેદની પ્રધાનતાએ ચિંતવના આ જીવ જ્યારે કરે છે. ત્યારે શુક્લધ્યાનનો પ્રથમ પાયો, અને અભેદની પ્રધાનતાએ જ્યારે ચિંતવણા કરે છે. ત્યારે શુક્લધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. શુક્લધ્યાન એ કેવલજ્ઞાન અને મુક્તિનું પ્રધાનતમ કારણ છે. ક્રિયામાર્ગ પણ અવશ્ય શાસન પ્રભાવક છે. પરંતુ તે અલ્પ પ્રમાણમાં છે. જ્ઞાનમાર્ગ સવિશેષ પ્રમાણમાં પ્રભાવક છે. આઠ પ્રભાવકમાં પણ લગભગ બધા ભેદો (તપ પ્રભાવકને છોડીને) જ્ઞાન પ્રભાવકતાના છે. તેથી ચરણકરણાનુયોગ કરતાં દ્રવ્યાનુયોગ એ સવિશેષે આદરણીય (ઉપાદેય) છે. ટબામાં ઉપાધ્યાયજી મહારાજશ્રી જણાવે છે કે
દ્રવ્યાતિની ચિંતાડું ગુસ્નધ્યાનનો પUT પાર પામડું દ્રવ્ય-ગુણ-પર્યાયની વિચારણા કરતાં કરતાં આ જીવ શુક્લધ્યાનનો પણ પાર પામે છે. ને મટિં આત્મદ્રવ્ય નુ પર્યાય મેચિંતા શુક્સાનનો પ્રથમે હો કારણકે આત્મદ્રવ્ય તથા તેના ગુણ પર્યાયોની ભેદપ્રધાન વિચારણા દ્વારા શુક્લધ્યાનનો પ્રથમભેદ આવે છે. મનડું તેની મેચિંતાડું