Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮
ઢાળ-૧ : ગાથા—૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
અકલ્પ્ય બને છે અને અશુદ્ધ આહાર પણ સંયમની સાધનાનું અંગ બને ત્યારે કલ્પ્ય બને છે. માટે આહારની બાબતમાં શુદ્ધાશુદ્ધ અને કલ્પ્યાકલ્પ્સનો અનેકાન્ત સમજવો. અશુદ્ધ આહાર છે તેથી અકલ્પ્ય અને શુદ્ધ આહાર છે તેથી કલ્પ્ય એમ માની લેવું જોઈએ નહીં આ બાબતમાં પંચકલ્પ નામના શાસ્ત્રમાં ગાથા ૧૬૧૫ તથા ૧૬૧૬ વિગેરેમાં જોઈ લેવું.
તથા સૂયગડાંગ (બીજા નંબરના આગમ અંગ) ના ૨૧મા અધ્યયનમાં કહ્યું છે કે—
आहागडाईं भुंजंति, अण्णमण्णे सकम्मुणा । उवलित्ते वियाणिज्जा, अणुवलित्ते वा पुणो ॥ પારૢિ રોહિં ગોહિં, વવહારો ન વિજ્ઞરૂ | एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणाए ॥
આધાકર્માદિ દોષો વાળો આહાર જે મુનિઓ સ્વીકારે છે. અને જે દાતાઓ આપે છે. તે બન્ને આત્માઓ કર્મબંધોની સાથે લેપાય છે એમ પણ જાણવું. અને કર્મબંધોની સાથે નથી લેપાતા એમ પણ જાણવું (મોહાધીનતાથી જો લે અને આપે તો લેપાય છે. અને અશક્યપરિહારતાના કારણે લે તથા આપે તો ન લેપાય.)
આધાકર્માદિ દોષોવાળો આહાર લેનાર મુનિઓ કર્મોથી લેપાય જ છે. અથવા નથી જ લેપાતા, એમ આ બે સ્થાનોમાંથી કોઈ પણ એક સ્થાન માત્ર વડે વ્યવહાર થઈ શકતો નથી. (કારણ કે તેમ કરવાથી તે એકાન્તમાર્ગ થાય છે.) તેથી આ બે સ્થાનોમાંથી એકાન્ત એવા કોઈપણ એકમાર્ગની પ્રરૂપણા કરવી તે અનાચાર જાણવો. (ઉત્સૂત્ર પ્રરૂપણા સમજવી.) પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજશ્રી પણ પ્રશમરતિપ્રકરણમાં આ પ્રમાણે જણાવે છે–
किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात्, स्यादकल्प्यमपि कल्प्यम् । પિણ્ડ: શય્યા વસ્ત્ર પાત્ર, સૌષધં મેષનામાં વા ॥૪॥ देशं कालं पुरुषमवस्थामुपयोग शुद्धि परिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं, नैकान्तात् कल्प्यते कल्प्यम् ॥१४६॥
આહારનો પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર, ઔષધ અથવા ભેષજ (દવા) વિગેરે કોઈ પણ વસ્તુઓ શુદ્ધ હોય તો પણ કલ્પ્ય પણ છે અને અકલ્પ્ય પણ છે, તેવી જ રીતે જે વસ્તુ અકલ્પ્ય હોય તે પણ કલ્પ્ય હોઈ શકે છે. ૧૪૫
તેથી કલ્પ્યવસ્તુ પણ દેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગશુદ્ધિ, અને ભાવિ પરિણામ =ભાવિમાં આવનાર ફળ (અથવા ભાવાત્મક પરિણામ) વિગેરે ભાવો જોઈને જ કલ્પ્ય બને છે. પરંતુ કલ્ચવસ્તુ છે. તેટલામાત્રથી તે કલ્પ્ય જ બને એવો એકાન્તમાર્ગ નથી. ૧૪૬.