Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧ : ગાથા-૫
૧૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ પણ અધ્યાત્મસારમાં કહ્યું છે કેजिनैर्नानुमतं किञ्चित्, निषिद्धं वा न सर्वथा । कार्ये भाव्यमदम्भेन, त्वेषाज्ञा पारमेश्वरी ॥
જિનેશ્વર ભગવંતોએ સર્વથા કોઈની અનુમતિ આપી નથી અને સર્વથા કોઈનો નિષેધ કર્યો નથી. પરંતુ દંભ વિના સર્વ કાર્યો કરવાં. આ જ પરમેશ્વરની આજ્ઞા છે.
પંચકલ્પભાષ્ય, સૂયગડાંગ સૂત્ર અને પ્રશમરતિ આદિના સાક્ષીપાઠો જોતાં અવશ્ય સમજાશે કે કષ્ય વસ્તુ પણ જો વિકારક થાય તેમ હોય, આરોગ્યને બાધા પહોંચાડે તેમ હોય, વાસના વધારે તેમ હોય તો અકથ્ય જ બને છે. અને અકથ્ય વસ્તુ હોય પરંતુ સંયમભાવની વૃદ્ધિ પુષ્ટિ-રક્ષા કરનાર હોય, અશક્યપરિહાર દશા હોય, આરોગ્યવર્ધક હોય, જ્ઞાનાદિયોગો સાધવામાં ઉપકારક હોય અથવા મોહસંજ્ઞાને તોડનાર હોય તો તે અકથ્ય પણ કબ્ધ બને છે. આ બાબતમાં તે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે તે તે ગીતાર્થ જ્ઞાની ગુરુઓની આજ્ઞા જ પ્રમાણભૂત ગણાય છે.
“અસંગસેવા” એવો જે શબ્દ ટબામાં જણાય છે તે અધ્યાત્મદશાના યોગગ્રંથોનો એક પારિભાષિક શબ્દ છે. આ આત્માનો ચૈતન્યમય જે ઉપયોગ છે તે કાં તો બહિર્મુખી હોય અથવા કાં તો અન્તર્મુખી હોય, આમ બે પ્રકારનો હોય છે. એટલે કે પરદ્રવ્યોમાં અર્થાત્ પર એવા પુદ્ગલદ્રવ્યો અને પર એવાં જીવદ્રવ્યોની પ્રીતિ-અપ્રીતિમાં અને તેના ઉપરની ઈષ્ટાનિઝ બુદ્ધિને અનુસાર પ્રાપ્તિ તથા પરિહારમાં જ રમતો હોય ત્યારે તે બહિર્મુખી ઉપયોગ કહેવાય છે અને જ્યારે પરના સંયોગથી વિમુખ થઈને અંતર્મુખી થયો છતો નિજાત્મસ્વભાવદશામાં રમતો હોય ત્યારે તે અન્તર્મુખી ઉપયોગ કહેવાય છે. આમ ઉપયોગ બે પ્રકારે છે. તે બેમાંથી જ્યારે અંતર્મુખ ઉપયોગ હોય, ત્યારે એટલે કે જ્યારે આત્માનો ચૈતન્યમય ઉપયોગ પરથી વિમુખ થઈ અંતર્મુખદશાવાળો બની નિજસ્વભાવમાં રમતો હોય છે. ત્યારે આત્માની તે ઉપયોગદશાને અસંગસેવા કહેવાય છે. || ૪ || બાહ્યક્રિયા છઈ બાહિરયોગ, અંતરક્રિયા દ્રવ્ય અનુયોગ | બાહ્યહીન પણિ જ્ઞાન વિશાલ, ભલો કહિયો મુનિ ઉપદેશમાલ // ૧-૫ છે.
ગાથાર્થ–બાહ્ય ધર્મક્રિયા કરવી (ચરણકરણાનુયોગ) તે બાહ્યયોગ છે. અને દ્રવ્યાનુયોગ એ અંતગ છે. બાહ્ય યોગમાં હીન એવા પણ મુનિ જો જ્ઞાનદશાની તન્મયતામાં (દ્રવ્યાનુયોગમાં) અધિક (વિશાળ) હોય તો ધર્મદાસગણિજીએ પોતાની ઉપદેશમાલામાં તે આત્માને ભલો (શ્રેષ્ઠ-સારો) કહ્યો છે. તે ૧-૫