Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ચરણકરણાનુયોગ I
ક્રિયામાર્ગ
I
સાધનભૂત
વ્યવહારમાર્ગ
ઢાળ-૧ : ગાથા-૩
મુક્તિપ્રાપ્તિના ઉપાયો
દ્રવ્યાનુયોગ
જ્ઞાનમાર્ગ
સાધ્યભૂત
નિશ્ચયમાર્ગ
૧૧
જ્યારે જ્યારે આત્માર્થી આત્માઓ દ્રવ્યાનુયોગનું લક્ષ્ય રાખીને તેની સાધના જીવનમાં વધારે ને વધારે કેમ થાય ? તે રીતે ચરણકરણાનુયોગનું સેવન કરે છે. ત્યારે તો'કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે કે જે સાધક આત્મા સાધનને સાધ્યસાધવામાં જોડે અને સાધ્યનું પુરેપુરૂ લક્ષ્ય રાખીને તે સાધ્યની સિદ્ધિ થાય એ રીતે સાધનને પ્રયુંજે ત્યારે તો કોઈ સવાલ જ ઉઠતો નથી. પરંતુ કોઈ કોઈ આત્માઓ આ બે યોગોમાંથી એકના ભોગે બીજાને પ્રધાન કરે ત્યારે ત્યાં કયો માર્ગ ઉપકારક થાય ? આવો પ્રશ્ન ઉઠે છે. દ્રવ્યાનુયોગને જતો કરીને ચરણકરણાનુયોગ સેવે તે યથાર્થમાર્ગ કહેવાય ? કે ચરણકરણાનુયોગને જતો કરીને તેના ભોગે દ્રવ્યાનુયોગની ઉપાસના કરે તે યથાર્થમાર્ગ કહેવાય ? સારાંશ કે આ બન્ને યોગમાં કયો યોગ લઘુ (નાનો) અને કયો યોગ ગુરૂ (મોટો) કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
૫ હિડં, તેદુ ન દર્ફે છડ્-‘દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના ચરણકરણાનુયોગનો કોઈ સાર (ફળ) નથી' એવું જે બીજી ગાથામાં કહ્યું છે. એ જ વાતને ગ્રંથકારશ્રી વધારે દૃઢ કરતાં=સંપૂર્ણ સત્ય છે એમ સિદ્ધ કરતાં જણાવે છે કે
शुद्धाहार- ४२ दोषरहित आहार, इत्यादि योग छइ ते "तनु" कहेतां नान्हा कहिइं-शुद्ध આહાર લેવો. એટલે કે ગોચરીના આધાકર્માદિ ૪૨ દોષોથી રહિત આહાર લેવો. ત્યાવિ શબ્દથી તપશ્ચર્યા કરવી. પ્રતિક્રમણ-પડિલેહણ આદિ ધર્મ ક્રિયાઓ કરવી, એવા પ્રકારનો જે યોગ (ચરણકરણાનુયોગ) છે. તે તનુ યોગ છે. અર્થાત્ નાનો યોગ છે. લઘુ યોગ છે. જેટલો દ્રવ્યાનુયોગ મહાન યોગ છે. તેટલો તે ચરણકરણાનુયોગ મહાન નથી. અને દ્રવ્યાનુયોગને સ્વસમય-પરસમયપરિજ્ઞાન તે મોટો યોગ હિગો-જે દ્રવ્યાનુયોગ છે કે જે સ્વકીય જૈન આગમોનો અને પરકીય ઈતરદર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરવો અથવા સ્વભાવદશા અને પરભાવદશાનો ઉપાદેય અને હેયપણે યથાર્થ પરિણામયુક્ત બોધ થવો તે યોગ જૈનશાસ્ત્રોમાં