Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨ ઢાળ–૧ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ મોટો કહ્યો છે. ને મટકું શુદ્ધાદીપતિ સાથે સ્વાધ્યાયનું જ છછું કારણકે ૪૨ દોષરહિત શુદ્ધ આહારાદિક લેવા. તે પણ સ્વાધ્યાયનું જ સાધન છે. સાધન અને સાધ્યમાં સાધ્યના ભોગે સાધનની રક્ષા કરવી એ શુભમાર્ગ નથી. પરંતુ સાધનને ગૌણ કરીને પણ સાધ્યને પ્રધાન કરવું, એ જ શુભ માર્ગ છે. જેમ કે- કારણવશાત ગ્રામાન્તર જવું પડે તે સાધ્ય છે. અને પ્લેન ટ્રેન કાર વિગેરે સાધન છે. પ્લેન ન મળે તો ટ્રેન, ટ્રેન ન મળે તો બસ. બસ ન મળે તો ટેક્ષી. અને ટેક્ષી ન થઈ શકે તેમ હોય તો પગપાળા. પરંતુ બહારગામ જવાનું જે પ્રયોજન ઉપસ્થિત થયું છે. તેના કારણે તે કામ બંધ રખાતું નથી. તેવી રીતે અભ્યાસ કરવો એ સાધ્ય છે. ભણાવનાર, પુસ્તક, અનુકૂળ ક્ષેત્ર, અને અનુકૂળ કાળ વિગેરે સાધન છે. ભણાવનાર આદિની પ્રતિકૂળતાએ જો ભણવાનું સાધ્ય સિદ્ધ થતું ન હોય તો ભણાવનાર આદિ સાધન સામગ્રી બદલી શકાય છે. પરંતુ ભણવાનું સાધ્ય ન બદલી શકાય, તેમ અહીં સાધ્યભૂત દ્રવ્યાનુયોગને ગૌણ કરાય નહીં.
બને યોગો જો સાધ્ય-સાધનરૂપે અનુક્રમે ગોઠવાઈ જતા હોય તો તો તે ઘણો જ ઉત્તમ માર્ગ છે. પરંતુ એકને જતો કરીને (ગૌણ કરીને) બીજાને પ્રધાન કરવો પડે એવો સમય જો આવે તો સાધ્યભૂત દ્રવ્યાનુયોગને ગૌણ કરવો અને સાધનભૂત ચરણકરણાનુયોગને પ્રધાન કરવો તે ઉત્તમ માર્ગ નથી. પરંતુ સાધ્યભૂત દ્રવ્યાનુયોગને મુખ્ય કરવો અને સાધનભૂત ચરણકરણાનુયોગને ગૌણ કરવો એ જ એક શ્રેષ્ઠ માર્ગ છે. દ્રવ્યાનુયોગને પ્રધાન કરવો એટલે જ્ઞાનમાર્ગને પ્રધાન કરવો. તેથી ઉત્તમોત્તમ અધ્યાત્માદિ શાસ્ત્રોના જ્ઞાનાભ્યાસ માટે સાધક આત્માએ ગુરુકુલવાસાદિમાં જ રહેવું જોઈએ. ગુરુકુલવાસમાં વસવાથી ઘણા સાધુસંતોની મોટી સંખ્યા સાથે હોવાથી આધાકર્માદિદોષ રહિત શુદ્ધાહારાદિકની પ્રાપ્તિ, નિહાર માટે શુદ્ધભૂમિની પ્રાપ્તિ ઈત્યાદિ ચારિત્રગુણની (ચરણકરણાનુયોગની) વિશિષ્ટ પ્રકારે સેવના કદાચ શક્ય ન પણ બને. તો પણ ગુરુ આજ્ઞાનું પાલન, શાસ્ત્રાભ્યાસ, તપસ્વીઓની અને વૃદ્ધોની વૈયાવચ્ચ, વડીલો સાથે હોવાથી વિનય, વિવેક, સંસ્કારી જીવન ઈત્યાદિ ઘણા ગુણો આવવાનો સંભવ છે. જે એકલવાયા જીવનમાં શક્ય નથી. તેથી જે આત્માઓ આધાકર્માદિ દોષોના જ ત્યાગમાત્ર રૂપ ચારિત્રની પ્રધાનતા કરીને ગુરુકુલવાસ અને જ્ઞાનમાર્ગાદિ ત્યજી દે છે. તે આત્માઓ શુભમાર્ગ નથી. આ વાતમાં પૂર્વ ગ્રંથોની સાક્ષી આપે છે.
સgિ ૩પશપત્ર ગ્રંથરું ત્રીજું શુમiઈ-૩૫મff રાત્નો. આ બાબતમાં સાક્ષીભૂત એવા ઉપદેશપદ વિગેરે ગ્રંથોની સાક્ષી લઈને ઉત્તમ માર્ગમાં તમે ચાલો. આ વિષયમાં પૂ. હરિભદ્રસૂરિજીકૃત ઉપદેશપદની ગાથા ૬૭૭ થી ૬૮૨ સુધીની જોવી.