Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ–૧ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જ્ઞાનદાન કર્યું છે. કરાવ્યું છે. તેથી ઉપકારી વડીલોને ગ્રંથના પ્રારંભમાં સ્મૃતિપથમાં લાવવા તે મંગળાચરણ થયું. તથા તેઓ પાસેથી જ પરંપરાએ આવેલું જ્ઞાન મને મળ્યું છે. અને તે જ આ ગ્રંથમાં હું કહેવાનો છું. આમ ગુરુ પરંપરાનો સંબંધ પણ થયો. આ બધા મુનિઓ પૂજ્ય હીરસૂરીશ્વરજી મ. સા. ની પાટપરંપરામાં થયેલા છે. ટબામાં જૂની ગુજરાતી ભાષા છે. એટલે વર્તમાન ગુજરાતી ભાષામાં જ્યાં જ્યાં જ બોલાય છે. ત્યાં ત્યાં પ્રાચીન ગુજરાતી ભાષામાં કહુ બોલાતો હશે એમ લાગે છે. તેથી જ ટબામાં મને ને બદલે મનડું છે. અને અને એવા પદને બદલે નફ છે. હવે પછી આગળ સર્વત્ર આમ સમજવું. અમે ટબાની તે રચનાને યથાવત્ સાચવી રાખવા તે ભાષા રૂપે જ ટબો અહીં પ્રદર્શિત કર્યો છે.
માતાર્થી = નવિનીવની ૩૫રન દેત$ = આ પ્રયોજન સૂચકપદ છે. જે જે આત્માર્થી જીવો છે. એટલે કે આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાની રૂચિવાળા જીવો છે. તેઓના જ ઉપકારને હેતુએ મેં આ ગ્રંથ બનાવ્યો છે. આ ગ્રંથમાં આચારસંહિતાની કે ગણિત ગણવાની કે કોઈ ધર્મ કથાઓની વાતો નથી. દ્રવ્ય-ગુણ અને પર્યાયની ઝીણવટભરી ધર્મચર્ચા છે આ ચર્ચા તે જ જીવોને રૂચે તેમ છે કે જે જીવો સમ્યજ્ઞાનના રસીયા છે. સાંસારિક સુખના રાગનો અને દુઃખના દ્વેષનો નાશ કરે એવું જે જ્ઞાન તે જ સમ્યજ્ઞાન કહેવાય છે. એટલે સુખ-દુઃખના રાગ-દ્વેષને ત્યજી ફક્ત આત્મતત્ત્વની નિર્મળતાની સાધના જેને પ્યારી છે. એવા મુમુક્ષુ આત્માથી અધ્યાત્મપ્રેમી જીવોનો જ આ ગ્રંથથી ઉપકાર થવાનો છે. માટે હું તેઓના ઉપકાર અર્થે આ ગ્રંથ બનાવું છું. આ પ્રયોજન સૂચવ્યું છે.
દ્રવ્યાનુયોરાનો વિચાર કરું છું = આ વિષયસૂચક પદ છે. આ ગ્રંથમાં હું દ્રવ્યાનુયોગના જ વિચારો જણાવીશ. અનુયોગ શબ્દનો અર્થ વ્યાખ્યાન-વિવેચન-વિસ્તૃત પ્રરૂપણા થાય છે. દ્રવ્યોનો અનુયોગ એટલે કે છએ દ્રવ્યોનું વિસ્તૃત વિવેચન કરવું. તે છએ દ્રવ્યોને ઉત્પાદવ્યય-ધ્રુવથી સમજાવવું, ભિન્નભિન્ન રીતે સમજાવવું. લક્ષણોથી અને ગુણ પર્યાયોથી સમજાવવું તે દ્રવ્યાનુયોગ કહેવાય છે. આવો વિષય આ ગ્રંથમાં હું કહીશ. આ વિષય અર્થાત્ અભિધેય સૂચવ્યું છે. આ પ્રમાણે અહીં અનુબંધચતુષ્ટય સમજાવ્યા છે. મૂળ ગાથાના પ્રથમ બે પદમાં મંગલાચરણ અને સંબંધ છે. ત્રીજા પદમાં પ્રયોજન છે. અને ચોથા પદમાં વિષય છે.
૩નુયો દિડું = સૂત્રાર્થવ્યાધ્યિાન, તેદના ૪ મે શાસ્ત્ર દિયા. દ્રવ્યાનુયોગ શબ્દમાં જે અનુયોગ શબ્દ છે. તેનો અર્થ “સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું” તે કહેવાય છે. સૂત્રોના અર્થો સ્પષ્ટપણે સમજાવવા. જૈન શાસ્ત્રોમાં આ અનુયોગના ચારભેદો કહ્યા છે. ૧. ચરણકરણાનુયોગ. ૨. ગણિતાનુયોગ. ૩. ધર્મકથાનુયોગ. અને ૪. દ્રવ્યાનુયોગ.