Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૧
चरणकरणानुयोग-आचारवचन, आचाराङ्गप्रमुख १. गणितानुयोग - संख्याशास्त्र. ચન્દ્રપ્રજ્ઞપ્તિ પ્રમુä. ૨. પ્રથમ ચરણકરણાનુયોગ છે. તેનો અર્થ-ચરણસિત્તરી અને કરણસિત્તરી રૂપ આચારોના સ્વરૂપને સમજાવનારાં જે જે શાસ્ત્રવચનો છે, તેને ચરણકરણાનુયોગ કહેવાય છે. આ વિષયને સમજાવનારાં આચારાંગ સૂત્ર અને પ્રભુ શબ્દથી દશવૈકાલિક આદિગ્રંથો જાણવા. તથા બીજો ગણિતાનુયોગ છે. તેનો અર્થ સંખ્યાના ગુણાકાર-ભાગાકાર-સરવાળાબાદબાકી-વર્ગમૂળ-વર્ગ વિગેરે દ્વારા શાસ્ત્રોનાં વચનોને સમજાવનારા જે જે ગ્રંથો છે તે. જેમકે ચંદ્રપ્રજ્ઞપ્તિ વિગેરે. અહીં પણ પ્રમુદ્ઘ શબ્દથી સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ક્ષેત્રસમાસ, લોકપ્રકાશ વિગેરે ગ્રંથો જાણવા.
૫
=
ધર્માથાનુયોગ = આબ્રાયિાવશ્વન, જ્ઞાતા પ્રમુä. ૩. દ્રવ્યાનુયોગ = ષવ્યવિચાર, સૂત્રમધ્યે સૂત્રકૃતાંશ, પ્રજ્ઞામર્થ્ય સમ્મતિ તત્ત્વાર્થપ્રમુદ્ઘ મહાશાસ્ત્ર ૪. = ત્રીજો ધર્મકથાનુયોગ છે. તેનો અર્થ એ છે કે આખ્યાયિકા એટલે ધર્મકથાઓ, પૂર્વે થઈ ગયેલા અનેક સંત મહાત્માપુરુષો તથા ધર્મમયપરિણતિવાળા જીવો, તેઓનાં ચરિત્રો (કથાઓ)ને કહેનારાં વચનો-શાસ્ત્રો તે ધર્મકથાનુયોગ કહેવાય છે. જેમકે જ્ઞાતાધર્મકથા તથા પ્રભુ શબ્દથી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, સમરાઈચ્ચકહા તથા ઉપદેશ પ્રાસાદ વિગેરે ગ્રંથો જાણવા. ચોથો દ્રવ્યાનુયોગ છે. તેનો અર્થ છ એ દ્રવ્યોના સ્વરૂપને ઝીણવટપૂર્વક સમજાવનારા જે જે ગ્રંથો છે તે. જેમ કે ગણધરભગવંતકૃત સૂત્રોની અંદર બીજું અંગ સૂત્રકૃતાંગ. (સૂયગડાંગ). અને પછીના ૨૫૦૦ વર્ષના ગાળામાં થયેલા શાસનપ્રભાવક ગીતાર્થ મહાન આચાર્યોના બનાવેલા પ્રાકરણિક ગ્રંથોમાં સમ્મતિતર્ક તથા તત્ત્વાર્થધિગમસૂત્ર વિગેરે મહાન અને ગંભીરગ્રંથો છે. તે દ્રવ્યાનુયોગ જાણવો. પ્રમુદ્ધ શબ્દથી વિશેષાવશ્યક ભાષ્ય કર્મગ્રંથો-કમ્મપયડી ધર્મસંગ્રહણી વિગેરે ગ્રંથો પણ દ્રવ્યાનુયોગના જાણવા. તથા દિગંબરાસ્નાયમાં સમયસાર પ્રવચનસાર નિયમસાર ગોમ્મટસાર વિગેરે ગ્રંથો પણ દ્રવ્યાનુયોગના જાણવા.
આ ચારે અનુયોગો જીવોને ધર્મમાર્ગમાં પ્રવેશ કરાવવામાં ઘણા જ ઉપકારી છે. બાલજીવો અને અજ્ઞાત અવસ્થામાં રહેલા જીવોનો ધર્મકથાઓથી પ્રથમ ધર્મમાર્ગમાં પ્રવેશ થાય છે. ધર્મ તરફ રૂચિ વધે છે. ચરણકરણાનુયોગથી ચારિત્ર નિર્મળ બને છે. જીવન પવિત્ર થાય છે. ધર્મસંસ્કારો સુદૃઢ બને છે અને નિરતિચાર જીવન તરફ જીવ આગળ વધે છે. ગણિતાનુયોગથી બુદ્ધિ સ્થિર, સૂક્ષ્મ, તીક્ષ્ણ અને તન્મયતાવાળી બને છે. તથા દ્રવ્યાનુયોગથી વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ જણાય છે અજ્ઞાન નાશ પામે છે. અવિસંવાદી યથાર્થજ્ઞાન પ્રગટ થાય છે. આ જ્ઞાન સંવેગ-નિર્વેદ-વૈરાગ્ય અને મુક્તિપ્રાપ્તિનું અવન્થ બીજરૂપ કારણ બને છે.