Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
| પ્રાક કથન | જૈનશાસનમાં ચાર પ્રકારના અનુયોગ જણાવ્યા છે. તેમાં સર્વથી મહત્ત્વનો ચરણકરણાનુયોગ છે. કારણકે અજ્ઞાન-મોહવશ આત્મામાં પડેલા અનાદિના કુસંસ્કારોને ચરણકરણાનુયોગ જ શુભક્રિયાઓના વારંવાર સેવનના બલથી દૂર કરી આત્મિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે.
પરંતુ જે આત્માઓએ આત્મિક ઘડતરની ભૂમિકા તૈયાર કરી લીધી છે તેવા આત્માઓને તે ભૂમિકા ઉપર સંસ્કારોનું દઢ મંડાણ કરવામાં દ્રવ્યાનુયોગ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.
એટલે કે ચરણકરણાનુયોગની સફળતા માટે દ્રવ્યાનુયોગની જ પ્રધાનતા છે.
તેથી દ્રવ્યાનુયોગ માટે યોગદષ્ટિ, પ્રમાણનયતત્ત્વ, નયકર્ણિકા, કર્મગ્રન્થો, દ્રવ્યગુણ-પર્યાયનો રાસ આદિ તાત્ત્વિક ગ્રન્થોનું અધ્યયન જરૂરી છે. કેમકે જ્યાં સુધી કર્મના સંસ્કારોની પ્રબળતા ઘટતી નથી ત્યાં સુધી ચિત્તની સ્થિરતા = સમાધિ પ્રાપ્ત થતી નથી. એ ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે દ્રવ્યાનુયોગપૂર્વકની શુભક્રિયાઓ સમર્થ બને છે.
ઉપા. શ્રી યશોવિજયજી મ.સાહેબે ધર્મપરીક્ષા ગાથા-૧૦૩માં જણાવ્યું છે કેअण्णे पुग्गलभावा, अण्णो एगो य नाणमित्तो हं। . सुद्धो एस वियप्पो, अवियप्पसमाहिसंजणओ॥
(દેહાદિ) પૌગલિકભાવો મારાથી ભિન્ન છે અને જ્ઞાનમાત્ર સ્વરૂપવાળો હું (આત્મા) તેનાથી ભિન્ન છું. શુદ્ધ (નયસાપેક્ષ) આ વિચાર નિર્વિકલ્પ સમાધિને ઉત્પન્ન કરનાર છે.
જ્યાં સુધી પુગલ અને આત્મા-આદિનું સ્વરૂપ જાણીએ નહિ ત્યાં સુધી આ શુદ્ધ (નયસાપેક્ષ) વિચાર ઘટી શકતો નથી. માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ જરૂરી છે.
આ જ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કહ્યું છે કેદ્રવ્યાદિક ચિંતાઈ સાર, શુક્લધ્યાન પણ લહિઇ પાર, તે માર્ટિ એહ જ આદરો, સગુરુ વિણ મત ભૂલા ફરો (૧-૬
(દ્રવ્યાનુયોગ દ્વારા) દ્રવ્ય-ગુણ-પર્યાયની ભેદ વિચારણા દ્વારા શુક્લધ્યાનનો પ્રથમ પાયો અને અભેદ વિચારણા દ્વારા શુક્લધ્યાનનો બીજો પાયો અને શુદ્ધ દ્રવ્યગુણાદિના ચિંતન દ્વારા શુક્લધ્યાનનું ફળ પણ પ્રાપ્ત કરાય છે. માટે આ દ્રવ્યાનુયોગનો આદર કરો. પરંતુ સદ્ગુરુની હાજરી વિના સ્વમતિકલ્પના દ્વારા ભટકતા ન રહેશો.