Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૧૭.
સાતમ ગુણ. साभाव कइयवेहि, जायामित्तीइ ते सिमन्नोनं, पुवकय कम्म दोसा कयावि चिंतइ पुरोहिसुओ. ३३
कहए मचक देवी, इमाउ अत्तुच्छ लच्छि विच्छदु, पाविहिइ फुडंभंसं, हुं नायं अथिइह उवाओ. ३४
चंदण सत्थाहगिहं मुसिउं दविणं खिवित्तु एयगिहे, कहि निवस्सपुरओ भंसिस्सं संपयाउ इमं. ३५
काउं तहेवस भणइ वयंसगोवेमुमज्झदविणमिणं, नियगेहेसो वितओ एवंचियकुणइ सरलमणो. ३६ वत्ता पुरेपवत्ता मुद्रं चंदणगिहंतितो पुट्ठो, सस्थाहसु एणेसोदविणमिणं कस्स भोमित्त. ३७
તે બે જણ વચ્ચે એકની ખરા ભાવથી અને બીજાની કપટ ભાવથી દોસ્તી બંધાઈ બાદ પૂર્વકૃત કર્મના દેષથી પુરોહિતને પુત્ર એક વેળા આ પ્રમાણે વિચારવા લાગે. ૩૩
તેણે વિચાર્યું કે આ ચકદેવને આવી મેટી લક્ષ્મીના વિસ્તાર પરથી શી રીતે ભ્રષ્ટ કરે એમ વિચાર કરતાં કરતાં તેને એક ઉપાય સૂજે. ૩૪ તે તેણે નિશ્ચય કર્યો કે ચંદન સાર્થવાહનું ઘર લૂંટીને તેનું ધન આ ચકદેવના ઘરે રાખવું અને પછી રાજાને કહીને એને પકડાવી એની સઘળી મિલ્કત પડાવવી. ૩૫
પછી તેણે તે પ્રમાણે કરીને ચકદેવ પાસે આવીને કહ્યું કે હે મિત્ર આ મારૂં દ્રવ્ય તું તારા ઘરમાં સંભાળી રાખ ત્યારે સરળ હૃદયવાળા ચકદેવે તે પ્રમાણે જ કર્યું. ૩૬
એવામાં નગરમાં વાત ચાલી કે ચંદન સાર્થવાહનું ઘર લુંટાયું છે, તે સાંભળી ચકદેવે યજ્ઞદેવને પૂછ્યું કે હે મિત્ર આ દ્રવ્ય કોનું છે? ૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org