Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૨૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
गरुयाणं संमाणो, मुच्चिय जो माणसो पसाओ त्ति, बहिपडिवत्तीओ पुण, मायावीणपि दीसंति. ८१ तत्तो भूसन्नाए, रन्ना सिरिनंदणो समाइठो, तं वुत्तंतं कहिउं, कुमरं पइ जंपए एवं. ८२ धीरवर चिंतिउणं, इत्य उवायं करेसु तं किंपि, जं अम्हे सयलजणो, देवो य सुनिव्वुओ होइ. ८३ परकज्ज करणसज्जो, कुमरो वि पवज्जिऊण तं कज्जं, पत्तो नियंमि भवणे, विहिणा सुमरेइ तं विजं. ८४ सा पच्चक्खी भूया, पुठा कुमरेण कहसु निवधूया, केणं हरिय त्ति तओ, सा भणइ इह त्थि वेयढे. ८५ गंध समिद्धा भिहपुर, सामी विज्जाहरो मणिकिरीडो, नंदीसरवर चलिओ, बंधुमइं इह निएसी य. ८६
મોટા પુરૂષોના મનની મહેરબાની છે તે જ સન્માન છે, બાહેરની આગતા સ્વાગત તો કપટીઓ પણ કરે છે. ૮૧
ત્યારે આંખના પાંપણના ઈશારાથી રાજાએ સૂચિત કરાયેલે શ્રીનદન તે સઘળો વૃત્તાંત જણાવીને કુમારને આ રીતે કહેવા લાગ્યા. ૮૨ ,
' હે બુદ્ધિશાળી, તું વિચાર કરીને આ બાબત કંઈ એવો ઉપાય કર કે જેથી અમે સર્વ જન તથા રાજા નિશ્ચિત બનીયે. ૮૩
ત્યારે પરકાજુ કુમાર તે વાત માન્ય કરીને પિતાના મુકામે આવી તે વિદ્યાને વિધિપૂર્વક સંભારવા લાગે. ૮૪ . તે વિદ્યા પ્રત્યક્ષ થઈ એટલે કુમાર તેને પૂછવા લાગે કે જાની પવી કે હરણ કરી છે? ત્યારે તે કહેવા લાગી કે અહીં વિતાઠય પર્વતમાં ગધ સમૃદ્ધ નામના નગરને સ્વામી મણિકિરીટ નામે વિદ્યાધર છે. તે નં. દીશ્વર દ્વીપ તરફ જતો હતો તેવામાં તેણે ઈહાં બધુમતીને જોઈ. ૮૫-૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org