Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૨૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ. अत्रांतरे तदंगेभ्यो, निर्गतैः परमाणुभिः, घटितं वर्णतः श्वेतं, डिंभ मेक मदंभकं. ११९ रक्षितानि मया यूयं, ब्रुवाण मिति चो च्चकैः, पश्यद्गुरो मुखांभोज, सर्वेषां पुरतः स्थितं. १२० (युग्मं) द्वितीयं कृष्णवर्णाभं, डिंभ तदनु निर्ययो, ततो जातं महाकृष्णं, डिंभरूप तृतीयकं. १२१. . आहत्य तच्च शुक्लेन, वर्द्धमानं निवारितं, ततो द्वे अपि ते कृष्णे, निर्गते गुरुपर्षदः १२२ गुरुः प्रोवाच भो भद्रा, न दोषो वोत्र कश्चन, अज्ञान पापाभिधयोः, किंत्वसौ कृष्णभियोः १२३
(તથા) यत्तावदिद मज्ञानं, युष्मदेहा द्विनिर्गतं, एतदेव समस्तस्य, दोपदस्य कारणं. १२४
એ અવસરે તેમના અંગમાંથી નીકળેલા ધેળા પરમાણુથી બનેલું એક નિષ્કપટી બાળક નીકળી પડ્યું. તે બોલ્યું કે મેં તમને બચાવ્યા છે, એમ કહી તે ગુરૂના મુખને જેતું થયું બધા આગળ ઊભું રહ્યું. ૧૧૯-૧૨૦
ત્યારબાદ તેમના શરીરમાંથી એક કંઈક કાળા વર્ણવાળું બાળક નીકળ્યું, તથા ત્યારબાદ ત્રીજું અતિશય કાળું બાળક નીકળી પડ્યું. ૧૨૧
તે ત્રીજું બાળક પિતાનું શરીર વધારવા માંડયું, એટલે ધોળા બાળકે તેને ધ૧પો મારીને અટકાવ્યું. બાદ તે અને કાળા બાળકો ગુરૂની ૫ર્ષદામાંથી રવાને થયા. ૧૨૨
ગુરૂ બોલ્યા કે હે ભદ્રો, આ બાબતમાં તમારે દેષ મુદ્દલજ નથી. કિંતુ આ અજ્ઞાન અને પાપ નામના કાળા બાળકને જ દેષ છે. ૧૨૩
તે આ રીતે કે તમારા શરીરમાંથી જે આ પહેલાં અજ્ઞાન નીકળ્યું, તેજ સમરત દેનું કારણ છે. ૧૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org