Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
વીશમે ગુણ.
देव नृप देववंदित, पदारविंदोऽरविंद मुनिराजः, . भूरि विणय समेओ, पत्तो कुसुमाकरुज्जाणे. ९ . तत् श्रुत्वा भूभर्ता, दत्वा दानं महन् मुदा तस्मै, .. बहुमंति कुमार जुओ, पत्तो गुरूचरण नमणत्थं. १० विधिना तिततिसहितं, यतिपति मभिवंद्य नृपति रासीनः, दुंदुभि उद्दामसरं, गुरुवि एवं कहइ धम्म. ११ विफलं पशो रिवायु, नरस्य नित्यं त्रिवर्गशून्यस्य, तत्रापि वरो धर्मो, य तमृते स्तो न कामाझे. १२ स रजः कनक स्थाले, क्षिपति स कुरूतेऽमृतेन पदशौचं, गृण्हाति काच शकलं, चिंतारत्नं स विक्रीय. १३ वाहयति जंभशंभन, कुंभिन मिंधनभरं स मूढात्मा, स्थूलामल मूक्ताफल, मालां विदलयति सूत्रार्थ. १४
હે દેવ, રાજા અને દેવાથી વંદાયેલા છે પદારવિંદ જેના એવા અરવિદ નામે મુનીશ્વર ઘણા શિષ્યો સાથે કુસુમાકર ઉદ્યાનમાં પધાર્યા છે. ૯
તે સાંભળીને રાજા હર્ષથી તેને મોટું દાન આપી ઘણા મંત્રિ તથા કુમારને સાથે લઈ ગુરૂના ચરણે નમવા આવ્યા. ૧૦
ત્યાં તે ઘણું યતિઓથી પરિવરેલા તે યતીશ્વરને વિધિથી વાદીને. બેઠે, એટલે ગુરૂએ દુંદુભિ જેવા ઊંચા સ્વરે આ રીતે ધર્મ સંભળાવ્યું. ૧૧
જે માણસ હમેશાં ત્રિવર્ગ શૂન્ય રહેતું હોય તેનું આયુષ્ય પશુ માફક નિષ્ફળ છે. તે ત્રણ વર્ગમાં પણ ધર્મ સાથે મુખ્ય છે, જે માટે તેના શિવાય કામ અને અર્થ થતા નથી. ૧૨
જે માણસ ધર્મથી વેગળો રહી મનુષ્ય જન્મને ફક્ત કામ અને અર્થમાં પૂરું કરે છે, તે મૂઢ સોનાના થાળમાં ધૂળ નાખે છે, અમૃતથી પગ પખાળે છે, ચિંતામણિને સાટે કાચને કટકો ખરીદે છે, અંબાડીથી શોભતા હાથી પાસેથી લાકડાંના બેજા ઊપડાવે છે, સૂતરના તાંતણા માટે મેટા નિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org