Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
पुण भणइ रयण चूडो, तुठेणं माउलेण मम दिन्ना, ता चूयमंजरी परिणिया मए सा इमा भद्द. ३३ तत्तो य अचलचवला, कुविया नय मं चयंति परिहविड, भूयव्य छिद्दमग्गण, पउणमणा निग्गमति दिणे. ३४ छलघाय जाणणत्थं, फुडवयणो नियचरो पउत्तो मे, सो अन्नदिणे सहसा, आगंतुं मम इय कहित्था. ३५ जह देव तेसि सिद्धा, काली विज्जा तह त्थि इय मंतो, जुज्झिहिइ तुह सहेगो, वीओ पुण तुह पियं हरिही. ३६ को बंधवेहि सरिसं, जुज्झिस्सइ चिंतिऊण एव महं, अवि तेसि निग्गहखमो, इत्थ निलीणु म्हि लयगेहे. ३७ ते दोवि मए जिणिया, नय हणिया भायरु ति काऊण, इत्तो य परं तुम्हवि, पायं सव्वंपि पच्चकखं. ३८
ફરીને રત્નચૂડ બેલ્યો કે, મારા મામાએ ખુશી થઈને આ ચૂતમંજરી મને આપી, તેથી હું તેને પરણે છું. ૩૩
ત્યારે અચળ અને ચપળ કે ધે ભરાયા છતાં મને કશું પરાભવ કરી શકતા નહિ, તેથી ભૂતના માફક છિદ્રો જેતા થકા દિવસો ગાળવા લાગ્યા. ૩૪
તેમના છળભેદ જાણવા ખાતર મેં એક પુટવક્તા જાસુસ જોડી રાપે હતું, તે એક દિવસે ઓચિંતે આવી મને આ રીતે કહેવા લાગ્યો. ૩૫
કે હે દેવ, તેમને કાળી વિદ્યા સિદ્ધ થઈ છે અને તેમણે એવો છાને મંત્ર (ઠરાવો કર્યો છે કે, એકે તારી સાથે લડવું અને બીજાએ તારી સ્ત્રી હરવી. ૩૬
ત્યારે હું વિચારવા લાગ્યો કે, ભાઇઓ સાથે કોણ લડે? એમ ધારીને હું તેમને નિગ્રહ કરવા સમર્થ છતાં આ લતાઘરમાં સંતાઈ રહ્યો. ૩૭.
- તે બનેને મેં જીત્યા છે છતાં ભાઈઓ ગણીને મારી નાખ્યા નથી. આ ઉપરાંત તે પ્રાયે બધું તમને પ્રત્યક્ષ જ છે. ૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org