Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૫૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ. तित्थयर सिद्ध कुलगण, संघकिरिय धम्मनाण नाणीणं, आयरिय थेरु वज्झाय, गणीण तेरस पयायाई. ९ अणा सायणा य भत्ती, बहुमाणो तहय वत्त संजणणो, तित्थयराई तेरस, चउग्गुणा हुँति बावन्ना. १०
તીર્થકર, સિધ્ધ, કુળ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાન, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, અને ગણું એ તેર પદની આશાતના કરવાથી દૂર રહેવું, ભક્તિ કરવી, બહુ માન કરવું, તેમજ પ્રશંસા કરવી એમ ચાર પ્રકારે તેર પદ ગણતાં બાવન પ્રકાર થાય છે. ૯-૧૦
एवंविध श्च विनयः सर्वगुणानां मूलं वर्तते. આવા પ્રકારને વિનય સર્વ ગુણનું મૂળ રહેલ છે.
तथाचोक्तं विणओ सासणे मूलं, विणीओ संजओ भवे,
विणयाउ विपमुकस्स, कओ धम्मो को तवो.
વિનયજ જિન શાસનનું મૂળ છે, માટે સંયત સાધુએ વિનીત થવું જોઈએ, કારણ કે, વિનયથી રહિત જનને ધર્મ અને તપ શેના હેય.
कतमाना मित्याह-सज्ञान दर्शनादीनां
સર્વ ગુણે કયા તે કહે છે કે, સમ્યફ જ્ઞાનદર્શન વગેરે ગુણે તેમનું મૂળ વિનયજ છે.
उक्तंच विणया नाणं, नाणाउ, दंसणं, दंसणाउ चरणं तु,
चरणाहिंतो मुक्खो, मुक्खे सुक्खं अणा बाई.
વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે, દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને મોક્ષ પ્રાપ્ત થતાં અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org