Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
(મૂળ ગાથા.) वुढो परिणय बुद्धीपावायारे पवत्तई नेव, वुढाणुगो वि एवंसंसग्गकिया गुणा जेण. २४
(મૂળ ગાથાનો અર્થ.) વૃદ્ધ પુરૂષ પાકી બુદ્ધિવાળા હોવાથી પાપાચારમાં નહિજ પ્રવર્તે, એ રીતે તેની પાછળ ચાલનાર હોય તે પણ પાપાચારમાં નહિ પ્રવર્ત. કેમકે સબત પ્રમાણે ગુણ આવે છે. ૨૪
(ટીકા.) वृद्धः प्रवयाः परिपक्कधिषणः परिणामसुंदरमतिः सद्विवेकादिगुण समन्वित इत्यर्थः
* વધુ એટલે અવસ્થાવાન પુરૂષ પરિપકવ બુધ્ધિવાળ એટલે પરિ ણામ સુંદર બુદ્ધિવાળા અર્થાત્ વિવેક વગેરે ગુણેથી સહિત હોય છે.
(તથા ) તઃ સુત-વૃત્તિ-ચાર-વ--સંમા, ये वृद्धा स्ते त्र शस्यंते, न पुनः पलितां कुरैः १
જેઓ તપ, વ્યુત, ધર્મ, ધ્યાન, વિવેક, યમ, અને સંયમથી વધેલા હેય તેઓ વૃધ્ધ જાણવા, નહિ કે જેમને ધોળા વાળ આવ્યા હોય તે વૃદ્ધ લેખાય. ૧ -
सत्तत्वनिकषोद तं, विवेकालोक वद्धितं,
येषां बोधमयं तत्त्वं, ते वृद्धा विदुषां मताः २ " ખરા તત્વરૂપ કસોટીથી પ્રગટેલું અને વિવેકરૂપ પ્રકાશથી વૃધ્ધિ પામેલું જ્ઞાનમય તત્ત્વ જેમણે મેળવ્યું હોય તેમને પંડિત જને વૃધ્ધ ગણે છે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org