Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બારમે ગુણ.
૩૨૯
अत्रांतरे क्षितिपतेः, सविनय मुद्यानपालका एत्य, श्री विमलबोध मुगुरो, रागमन मचीकरन्नुच्चैः १२१ तत् श्रुत्वा धरणिधव स्तेभ्यो दत्वा च दान मतिमानं, युवराज पौरसामंत, सचिवशुद्धांत परिकलितः १२२ उद्दामगंधसिंधुर, मधिरुनः प्रौढ भक्तिसंभारः, यतिपति विनति निमित्तं, निरगच्छ दतुच्छपरिवार १२३ हृदयाकर्षित निर्मथित, राग रस रंजित रिव प्रसभं, सिंदुर सुपूरारुण, करचरण तलै विराजतं. १२४ पुरपरिघ प्रतिमभुजं, सुरशैल शिला विशाल वक्षस्कं, पार्वण मृगांकवदनं; राजा मुनिराज मैक्षिष्ट. १२५
( ) तत उत्तीर्य करींद्रा, दुन्मुच्च च चामरादि चिन्हानि, नत्वा गुरुपद कमलं, प्रोवाच मुवाच मिति हृष्टः १२६
એ અવસરે ઉદ્યાનપાળકેએ આવી વિનય સહિત રાજાને નિવેદન કર્યું કે ત્યાં શ્રી વિમળબોધ નામના આચાર્ય પધાર્યા છે. ૧૨૧
તે સાંભળીને રાજાએ તેમને બહુ દાન આપ્યું. બાદ રાજા યુવરાજ, નગરલેક, સામંત, તથા રાણીઓના સંઘાતે ઊંચા ગંધહસ્તિપર ચવને પ્રોઢ ભક્તિથી તે યતીશ્વરને નમવા માટે મેહેટા પરિવાર સહિત ત્યાં આવ્યું, ૧૨૨-૧૨૩
ત્યાં તેણે હદયથી ખેંચીને મસળી નાખેલા રાગરૂપ રસથી જ 'જાણે રંગાયા હેય નહિ એવા સિંદુર માફક રાતા હાથપગથી વિરાજમાન, નગર દ્વારની અર્ગલાઓ જેવી લાંબી ભુજાવાળા, મેરૂની શિલા સમાન વિશાળ છાતીવાળા, અને પૂનમના ચંદ્ર જેવા મુખવાળા મુનીશ્વર જોયા. ૧૨૪-૧૨૫
ત્યારે હાથથી ઊતરી ચામરાદિક ચિહે દૂર કરી ગુરૂના ચરણે નમી હર્ષિત થઈ રાજ આ પ્રમાણે બેજો. ૧૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org