Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૬૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
इय सोउ भद्दनंदी, नंदियहियओ गहित्तु जिणपासे, समत्तमूल मणहं, गिहिधम्मं स गिह मणुपत्तो. २४ अह पुच्छइ सिरिगोयम, सामी सामियदुहं महावीरं, पहु एस भद्दनंदी, कुमरो अमरो इव सुरूवो. २५ सोमुव्य सोममुत्तो, सोहग्ग निहीय सयल जणइठो, साहूणं पि विसेसेण, समओ केण कम्मेण. २६ जंपइ जिणो विदेहे, आसी पुंडरिगिणीइ नयरीए, विजओ नाम कुमारो, सणंकुमारो इव मुरूवो. २७ सो कइआवि सभवणे, भवणगुरुं गुरुगुणोह कयसोहं, जुग बाहुं जिणनाहं, भिकरखाइकए नियइ इंतं. २८ तो झत्ति चत्तवित्ता, सणो गो संमुहं सगठपए, तिपयाहिणी करित्ता, वंदइ तं भूमि मिलियसिरो. २९
તે સાંભળીને ભદ્રનંદી આનંદિત મનથી વીર પ્રભુ પાસે સમ્યકત્વ મૂળ નિર્મળ ગૃહિ ધર્મ સ્વીકારીને પોતાને મુકામે આવ્યું. ૨૪ - આ અવસરે ગતમ સ્વામિ દુખ શમાવનાર મહાવીર પ્રભુને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, આ ભદ્રનંદી કુમાર દેવની માફક રૂપવાનું છે, ચંદ્રની માફક સેમ્ય મૂત્તિવાન છે, સૌભાગ્યનું નિધાન છે, સકળ જનને પ્રિય છે, અને સાધુઓને પણ વિશેષ કરીને સંમત છે, તે શા કર્મ કરીને તે થયે છે? ૨૫-૨૬
જિનેશ્વર બોલ્યા કે, મહા વિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં વિજય નામે કુમાર હતો તે સનકુમારની માફક રૂપવાન હતા. ૨૭
તેણે એક વેળા પ્રવરગુણ શોભિત જગરૂ યુગબાહુ જિન નાથને પિતાના ઘર તરફ ભિક્ષા માટે પધારતા જોયા. ૨૮
ત્યારે તે ઝટ નેતરના આસનથી ઊઠીને સાત આઠ પગ સામે જઈ. ત્રણ પ્રદક્ષિણા આપીને ભૂમિમાં માથું નમાવી તેમને વાંદવા લાગ્યું. ૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org