Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૦૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
भूरिगुणा विरल च्चिय, एकगुणो वि हु जणो न सव्वत्थ, निदोसाण वि भदं, पसंसिमो थोवदोसे वि. ३
ઘણુ ગુણવાળા તો વિરલાજ નીકળે–પણ એક એક ગુણવાળો પુરૂષ પણ બધા સ્થળે મળી શકતું નથી. (છેવટે નિર્ગુણી છતાં પણ) જે નિર્દોષ હોય તેનું પણ ભલું થશે, અને છેલ્લે જેઓ થોડા દોષવાળા છે તેમની પણ અમે પ્રશંસા કરીયે છીયે. ૩ .. इत्यादि संसार स्वरूप मालोचय नसौ निर्गुणानपि न निंदति, किंतू पेक्षते मध्यस्थभावेना स्त इत्यर्थः
ઉપરની રીતે સંસાર સ્વરૂપ વિચારતો થકે ગુણરાગી પુરૂષ નિર્ગને પણ નિદત નથી, કિંતુ ઉપેક્ષા ધરે છે અર્થાત્ તે તરફ મધ્યસ્થ ભાવે રહે છે.
तथा गुणानां संग्रहे समुपादाने-प्रवर्त्तते यतते, संप्राप्त मंगीकृतं सम्यग् दर्शन विरत्यादिकं न मलिनयति सातिचारं करोति, पुरंदर राजवत्.
વળી ગુણેના સંગ્રહ એટલે ગ્રહણ કરવામાં પ્રવર્તે છે એટલે યત્ન રાખે છે અને સંપ્રાપ્ત થએલા એટલે અંગીકાર કરેલા સમ્યકત્વ તથા વ્રતાદિકને મેલાં નથી કરતે, એટલે કે તેમાં અતિચાર નથી લગાવત, પુરંદર રાજાની માફક
तच्चरितं त्विदं. अत्थि सयलाम रहिया, नयरी वाणारसी हरिपुरि व्व, निद्दलिय सत्तुसेणो, तत्थ नरिंदो विजयसेणो. १
પુરંદર રાજાની કથા આ પ્રમાણે છે. અમરાવતીના માફક સકળ અમર (દેવતાઓ)ને હિતકારી વારાણસી નામે નગરી છે, ત્યાં શત્રુના સૈન્યને ચૂરનાર વિજયસેન નામે રાજા હતે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org