Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
દશમો ગુણ.
૨૪૯
हेम धेनुधरा दीनां, दातारः सुलभा भुवि, दुर्लभः पुरुषो लोके, यः प्राणिष्वभयप्रदः ५२
महता मपि दानानां, काळेन क्षीयतें फळं, भीताभय प्रदानस्य, क्षय एव न विद्यते. ५३
.
दत्त मिष्टं तप स्तप्तं, तीर्थसेवा तथा श्रुतं, सर्वा ण्यभयदानस्य, कळां नार्हति षोडशी. ५४
एकतः क्रतवः सर्वे, समग्रा वरदक्षिणाः एकतो भयभीतस्य, प्राणिनः प्राणरक्षणं. ५५ सर्वे वेदान तत्कुयुः, सर्वे यज्ञा यथोदिताः सर्वे तीर्थाभिषेका श्च, यत् कुर्यात् प्राणिनां दया. ५६ .....
જગતમાં સોના, ગાય તથા પૃથ્વીના દાતાર ઘણું મળશે પણ પ્રાણિઓને અભય દેનાર પુરૂષ તે કોઈ વિરલે જ જડશે. પર
મોટા દાનનું ફળ પણ કાળે કરી ક્ષીણ થાય છે. પરંતુ ભયભીતને અભય આપ્યાનું ફળ કદાપિ ક્ષય નથી પામતું. ૫૩
દાન,હેમ, તપ, તીર્થસેવા, તથા શાસ્ત્રશ્રવણ, એ બધાં અભયદાનની શાળમી કળા જેટલાં પણ નથી થતાં. ૫૪
એક બાજુ સઘળા યા અને સઘળી મહા દક્ષિણાઓ છે અને એક બાજુ એક ભયભીત પ્રાણીનું રક્ષણ કરવું એ બરાબર છે. ૫૫
| સર્વ વેદ તેટલું નથી કરી શકતા, તેમજ સર્વે યજ્ઞ તથા સર્વ તીર્થભશેક પણ તેટલું નથી કરી શકતા કે જેટલું પ્રાણની દયા કરી શકે " છે. ૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org