Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
पर मिह पाणच्चाओ, लज्जिकधणाण पवरपुरिसाण, भठपइन्नाण कलंकियाण, न जियंपि जं भणियं. ३१ लज्जां गुणौघ जननी जननी मिवा या, . मत्यंत शुद्ध हृदया मनुवर्तमानाः तेजस्विनः मुख मम् नपि संत्यजंति, सत्यव्रत व्यसनिनो नपुनः प्रतिज्ञां. ३२ इइ चिंताभरविहुरं, कुमरं को वि हु सुरो सुकंतिल्लो, जंपइ आहरणपहा, उज्जोइय सयलदिसिचको. ३३
मा कुणमु कुमर खेयं, सेयं एवं मुणेहि महवयणं इयरो वि भणइ तुह वयण, सवणपवणा य मे सवणा. ३४ आह सुरो वीरपुरे, पुरंमि जिणदास नामवर सिठी, कय गुरुजण अणुसिठी, अइधम्मिठी विमलदिठी, ३५
લજાવાનું મહા પુરૂષ પ્રાણ ત્યાગ કરે એ સારું છે, પણ ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળા કલંક્તિ જનોનું જીવવું નકામું છે. ૩૧
અત્યંત પવિત્ર હૃદયવાળી આર્યા માતાની માફક ગુણ સમૂહની ઉ. ત્પાદક લજજાને અનુસરતા તેજસ્વી જનો પોતાના પ્રાણને સુખે મૂકી આપે છે, પણ તે સાચા વ્રતની ટેકવાળા જેને પોતાની પ્રતિજ્ઞા મેલતા નથી. ૩૨
આ રીતે ચિંતામાં પડેલા કુમારને કેઈક કાંતિવાળો દેવ પિતાના આભરણની પ્રભાથી બધી દિશાઓને ઝળકાવતા થકે કહેવા લાગ્યો. ૩૩
હે કુમાર તું ખેદ મ કર, પણ આ મારૂં કલ્યાણકારી વચન સાંભળ. ત્યારે કુમાર બોલ્યો કે મારા કાન તારૂં વચન સાંભળવા તૈયાર છે. ૩૪
દેવતા બોલ્યો કે વીરપુર નગરમાં જિનદાસ નામે ઉત્તમ શેઠ છે, તે તેના ગુરૂજનથી શિક્ષા પામેલ છે અને અતિધર્મિષ્ટ તથા નિર્મળ દ્રષ્ટિવાળા છે. ૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org