________________ 22 ભીમસેન ચરિત્ર રમ્યા જ કરતું. જેનાર સૌને પરાણે હાલ કરાવે તે એ બાળક હતો. આવા બાળકના ઉછેરમાં શી કમીના હેય ? એક તો રાજપુત્ર ને તેમાંય સ્વભાવે શાંત ને હસમુખે. આથી સૌ કોઈ એને હોંશે હોંશે રમાડતું. તેની તહેનાતમાં અનેક દાસ-દાસીઓ હાજર રહેતાં અને તેના ઉછેરમાં પૂરેપૂરી કાળજી રખાતી. પ્રિયદર્શન અને ગુણસેન તો તેને જોઈને હરખઘેલાં બની જતાં હતાં. તેના હસવા માત્રથી તેમનું લેહી શેર શેર ચડતું. રાજકાજની અનેક ધમધમતી પ્રવૃત્તિમાંથી પણ સમય કાઢી ગુણસેન આવીને ભીમસેનને અચૂક રમાડી જતો. તેના કાનમાં નવકાર મંત્ર સંભળાવતો અને વહાલની ચૂમીએ ભરી જતો. ભીમસેન અઢળક સુખ અને સાહ્યબીમાં ધીમે ધીમે ઉછરી રહ્યો હતો. પ્રથમ જ ગાદી ઉપર છતો સૂઈ રહેતો હતો તે ઊંધ પડવા લાગ્યો. ઊધ પડીને એ ખસતાં શી . પિતાની મેળે બેસવા લાગ્યો. ને મા....આ....મા... વગેરે બોલવા પણ લાગ્ય, સમય જતાં પોતાની મેળે ઊભો પણ રહેવા લાગ્યું. અને વરસ વરસમાં તે ઘૂંટણિયા તાણતાં તાણતાં એ નાનાં નાનાં પગલાં પણ ભરતો થઈ ગયો. બે વરસમાં તો એ પ્રિયદર્શનાની આંગળી પકડી ધીમે ધીમે દેર–ઉપાશ્રયે પણ જવા લાગ્યો. ગુણસેનની સાથે રાજ દરબારમાં જ થઈ ગયે. એકલો એકલે પણ નિદોષ રમતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust