________________ 20 ભીમસેન ચરિત્ર નજર કરી રહ્યો હતો. પ્રિયદર્શનાને પ્રસવ માટે લઈ ગયા તે સમયથી જ તેનું મન ચંચળ બની ગયું હતું અને વારે ઘડીએ રાણુની ખબર કઢાવી રહ્યો હતો અને મનોમન નવકાર મંત્ર જાપ જપી રહ્યો હતો. ત્યાં જ શ્વાસભેર દોડતા દોડતા આવીને દાસીએ ગુણસેનને પ્રણામ કર્યા અને એકીશ્વાસે વધાઈ ખાતા કહ્યું : “પુત્રનો જન્મ થયે છે...” આ સાંભળી ગુણસેનનું હૈયું નાચી ઊઠયું. તેને આત્મા હરખાઈ ઊઠયો. એ ખુશમિજાજમાં તેણે વધાઈ ખાનાર દાસીને પિતાના ગળાને રત્નહાર બક્ષીસમાં આપી દીધું. ' જોત જોતામાં તો નગર આખામાં પુત્ર જન્મની વાત પ્રસરી ગઈ. સૌ નગરવાસીઓએ એ દિવસે જન્મત્સવ મનાવ્યો. ઘરે ઘરના રસોડે તે દિવસે મિષ્ટાન્ન બન્યાં. અને મંદિર તેમજ દેરાસરોમાં તે દિવસે આંગીઓ થઈ પૂજા ભણાવવામાં આવી અને પ્રભાવના કરવામાં આવી. સૈએ પિત પોતાની રીતે રાજપુત્રને આશીર્વાદ આપ્યા. ગુણસને પણ તે દિવસે પુત્ર જન્મની ખુશાલીમાં નગર આખાના ગુરુકુળ અને શાળામાં પતાસાં વહેચ્યાં, સાધુ, સંતો અને ફકીરને રાજ રસોડે તેડી જમાડયા. શ્રમણ ભગવંતોને ભાવથી ગેચરી હેરાવી નગરના મુખ્ય દેરાસરમાં હીરાજડિત ભવ્ય આંગી કરાવી, પૂજા ભણાવી અને સોના મહોરની પ્રભાવના કરી. રાજદરબારમાં કર્મચારીઓ અને અનુચરેનું ચોગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust