________________
પ્રવચનના પ્રકાશ
કાળના પ્રવાહ અનાદિ કાળથી સતત વહેતા રહેલ છે, તે પ્રવાહ આઘાત-પ્રત્યાઘાત ઝીલતા, સહતા, પોતાના કાંઠાને સમૃદ્ધિ, સુખમય, શાંતિમય બનાવે છે.
આ અગાધ પ્રવાહમાં આગમા-વીતરાગ પરમાત્માના વાણીના ધેધ છે. તે ધોધને ઝીલવા, સમજવા, આત્મસાત્ કરવા ને સામાન્ય બુદ્ધિશાળીને આપવા તે સરળ ને સહજ કાર્યાં નથી. તેવુ કાર્ય કરનાર ભગીરથ જેવાની મહાન અને પુરુષાર્થની અજોડ સ ́શેાધન શક્તિ ને પારાવાર સહનશીલતાની આવશ્યકતા છે. અને આવું જ સાંપડે છે એક આનદ સાગરજીમાં...
તેઓ નીડર, પ્રતાપી, પ્રભાવી, સંશાધક ને પ્રવચનકાર હતા. ગીતામાં શ્રી કૃષ્ણે પ્રરૂપેલ વચનને સાક્ષાત્કાર શ્રી સાગરજીએ કર્યાં. ભારત પર પરદેશીઓનાં આક્રમણેા થયા, અંગ્રેજોનું શાસન આવ્યું ને ભારતીય બધું તે પરદેશના પારકા પ્રકાશમાં કથીર કંચન લાગ્યું, ને અજ્ઞાનતા ને અરાજકતાના વાતાવરણમાં લેાકેાને પરદેશી સત્તામાં સમૃદ્ધિ લાગી.
આવા વિકૃત વંટોળમાં વિચારતા લેાકેાને એક મહર્ષિએ સંસ્કારના અને સંસ્કૃતિના તેમજ સન્માના સોનેરી મા દર્શાવ્યેા. લેાકેાની શંકા પર સત્ય-અસત્યને ભેદ પારખવા માટે છીણી વડે ઘા કર્યાં, પ્રશ્ના ઉપસ્થિત કર્યો ને પ્રશ્નોના ઉત્તર આપ્યા.
તેઓશ્રીનુ... પ્રવચન એટલે પ્રશ્નોત્તરી. તે સમજવા માટે જવલંત માનસ શક્તિ, કુશાગ્ર બુદ્ધિ અને પ્રખર અભ્યાસ ને સતેજ સ્મરણુ શક્તિ જોઇએ.
પૂ. આગમાદ્ધારક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. તેના ઉત્તર શેટ અને સ્વીટ આપે છે, પણ તેની અસર જેમ નચુ. કવીનાઈન દેહના મેલેરિયા તાવ તાત્કાલિક દૂર કરે તેમ આ પ્રશ્ન–પ્રવચને નચું કિવનાઈન છે, જે તાત્કાલિક સંસાર ભવના તાપ ને તાવને દૂર કરવા સમર્થ છે.
પૂ. સાગરજીનાં પ્રવચનાને ગ્રંથસ્થ કરવાની શુદ્ધ, સાત્ત્વિક, તાત્ત્વિક માલ લેવાની અને તે જિજ્ઞાસુને આપવાની કમર કસી છે આગમાદ્વારક પ્રવચન પ્રકાશન સમિતિએ.