________________
૧૫
આ પ્રસ્તુત સંગ્રહમાં અભયકુમારને મહાવીરે દીક્ષા આપી તેથી શ્રેણિક રાજાને કેટલું બધું સહન કરવું પડયું, કેણિકે કે ભયંકર ઉત્પાત મચાવ્ય ઈત્યાદિ પાપના ભાગીદાર જાણે મહાવીર ન હોય એમ રજૂઆત કરી, એને સચોટ રદિયે આગમે દ્ધારકે આપ્યો છે, અને સાથે સાથે “સાચે ભક્ત કેને કહેવાય ?' તે પણ દર્શાવ્યું છે.
તીર્થકર એટલે દ્રવ્ય-દષ્ટિએ માંસના લોચા અને ભગવાનની પ્રતિમા એટલે પથ્થરને ટૂકડે એમ કહી એ બન્નેની વાસ્તવિક મહત્તા એમણે નિર્દશી છે.
વ્યાવહારિક બોધ-આગમ દ્ધારક દુનિયાદારીની બાબતેથી પણ પરિચિત છે. એથી તે ટટ્ટ, વાંદર, ઉંદર, વીંછી વગેરે કેમ વતે તેનું ઝીણવટભર્યું વિવેચન એમણે કર્યું છે. “ઘરમાં કેળણ લાવી બેસાડ કેળણ”, લવાદ અને ન્યાયાધીશનાં વર્તન, વાંઢા અને વિધુર વચ્ચે ભેદ, શત્રુને શત્રુ તે મિત્ર, ભેળાવનારાની શબ્દછળમાં ઉસ્તાદી, કાયટિયાની મદશા, ફરિયાદી તરીકે સિપાઈ, ઘેનું વાઘરીવાડે ગમન, આસામી તૂટે તે શું ? કણબીનું વર્તન, વ્યાજના પ્રકારે, ઈત્યાદિ બાબતો પણ આ વાતની સાક્ષી પૂરે છે.
અંગ્રેજી શબ્દનો પ્રયોગ–મુસલમાની રાજ્ય દરમ્યાન કેટલાક ફારસી અને અરબી શબ્દો ગુજરાતી ભાષામાં અપનાવાયા તેમ અંગ્રેજોના અમલ દરમ્યાન અંગ્રેજી શબ્દો ઘરગથ્થુ બન્યા. આવી પરિસ્થિતિમાં આગાદ્વારકને હાથે પોલીસ, મેમ્બરશિપ, કાર્ડ–હોલ્ડર, થિયરી ઈત્યાદિ શબ્દો વપરાયા છે, તે સ્વાભાવિક છે.
| મુખ્ય સૂર–સમગ્ર વ્યાખ્યાને–દેશના પાછળ એક જ ઉદ્દેશ ૨ખાય છે કે કર્મનું સ્વરૂપ સમજાવી સંસારી જીવોને મુક્તિનો માર્ગ બતાવ કે જેથી એ સદાને માટે દુઃખથી મુક્ત બની શાશ્વત સુખના ભકતા બને.
હીરાલાલ ર. કાપડિયા