________________
વિશેષ મહત્તા છે; એ બાબત દાખલા-દલીલપૂર્વક રજૂ કરાઈ છે. વિશેષમાં આ દ્વારા, સમભાવી હરિભદ્રસૂરિએ અષ્ટક–પ્રકરણ મહાદેવાષ્ટકથી કેમ શરૂ કર્યું તે દર્શાવાયું છે. સુદેવના ધ્યેયને અને એમણે અકેલા માર્ગને અનુસરવું એ સદ્દગુરુનું કર્તવ્ય છે. એ વાત અહીં વિસ્તારથી સમજાવાઈ છે.
અન્ય વ્યાખ્યાનના પ્રારંભમાં “સર્વ જીવોનું સાધ્ય સુખ છે એમ પ્રતિપાદન કરાયું છે. આના પછીના વ્યાખ્યાનને કમાંક જે કે પૃથફ અપાયે છે, છતાં વિષયની દષ્ટિએ તો એ બે મળીને એક દેશના પૂરી થાય છે. વાત એમ છે કે બીજા વ્યાખ્યાનમાં “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ ક બદલ્યાની જે હકીકત દર્શાવાઈ છે તેના અનુસંધાનરૂપ વક્તવ્ય પછીના વ્યાખ્યાનમાં છે.
આવી રીતે એક વ્યાખ્યાન બીજા વ્યાખ્યાન સાથે સંલગ્ન છે–એ બે મળીને એક દેશના બને છે. એક વ્યાખ્યાનમાં મેક્ષ મેળવનારની સંખ્યા સમજાવાઈ છે. બીજામાં ચાર ભાવનાનું બૌદ્ધ દર્શનમાં ઉલ્લેખાયેલ બ્રહ્મવિહારનું સ્વરૂપ વિચારાયું છે. કોઈ વ્યાખ્યાન મનુષ્ય-ભવની દુર્લભતાને સ્પર્શે છે તે કઈ (અંતિમ) - વ્યાખ્યાન મનુષ્યભવની મહત્તા સમજાવે છે. એક સ્થળે આર્તધ્યાનનું
સ્વરૂપ નિરૂપાયું છે અને મનને વશ રાખવાને બોધ અપાયો છે. -તેમજ એ વાતને નિર્દેશ છે કે તીર્થકર ધર્મ બતાવે છે, નહિ કે બનાવે છે. આ તઅને “ન” વચ્ચેનો ભેદ સમજવા જેવું છે.
એક વ્યાખ્યાનને પ્રારંભ હરિભદ્રસૂરિકૃત પંચાસગને લક્ષીને કરાયો છે. એવી રીતે બીજાનો રત્નશેખરસુરિત સિરિસિરિવાલકહાને ઉદ્દેશીને અને ત્રીજાને “કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિકૃત ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રને ઉદ્દેશીને કરાય છે.
અગ્નિપરીક્ષા-આગમેદ્ધારકની દેશના એટલે સામા પક્ષના વકીલને હાથે સાક્ષીની કરાતી ઊલટ તપાસ. એઓ જૈન દર્શનનાં સંત કેવળ રજૂ કરે છે એમ નહિ, પરંતુ એના વિરોધી પણ જે