Page #1
--------------------------------------------------------------------------
________________
સરળ
ગુજરાતી
વ્યાકરણ
ડૉ. ભરતકુમાર ઠાકર
‘ફૂલ સુગંધ આપે છે, માટે ખીલે છે
Page #2
--------------------------------------------------------------------------
________________
) 2
.
છે
a)
( a
શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજા
કલિકાલસર્વજ્ઞા મહાન જ્યોતિર્ધર
| By:) :).CD (O) 0.લ
Page #3
--------------------------------------------------------------------------
________________
શાસન સમ્રાટ ૫. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ .
પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય વિજ્ઞાનસૂરિશ્વરજી
મહારાજ સાહેબ
પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરિશ્વરજી
મહારાજ સાહેબ
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
સ૨ળ ગુજરાતી વ્યાકરણ
ડૉ. ભરતકુમાર ઠાકર
આશિષ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ચંદ્રોદયસૂરિજી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અશોકચંદ્રસૂરિજી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સોમચંદ્રસૂરિજી
આવૃત્તિ પ્રેરક મુનિ શ્રી સંવેગચંદ્રવિજય
પ્રાપ્તિસ્થાન
અશ્વિનભાઈ એસ. સંઘવી કાયસ્થ મહોલ્લા, ગોપીપુરા, સુભાષચોક પાસે, સુરત ૩૯૫ ૦૦૩
પ્રકાશક
શબ્દલોકપ્રકાશન ૧૭૬૦/૧, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ ૩૮૦૦૧
Page #6
--------------------------------------------------------------------------
________________
Saral Gujarati Vyakaran
by Dr. Bharatkumar Thakar Pub. By Adarsh Prakashan, Ahmedabad 380 001
2004
પ્રકાશક એમ. કે. મદ્રાસી
શબ્દલોક પ્રકાશન ૧૭૬૦/૧, ગાંધીમાર્ગ, બાલા હનુમાન પાસે,
અમદાવાદ ૩૮૦ ૦૦૧
પ્રથમ આવૃત્તિ : ૧૯૯૯ પુનઃમુદ્રણ : ૨૦૦૪
લખાણનાં © લેખકનાં પ્રકાશનનાં © આદર્શ પ્રકાશન
મૂલ્ય : સદ્ભાવના
મુદ્રક
ચંદ્રિકા પ્રિન્ટરી મીરઝાપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૧
Page #7
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
“જિજ્ઞાસુ અને મુમુક્ષુગણને’ સાશ્વત સુખના અભિલાષી ભવ્ય આત્માઓને
તથા જ્ઞાનપિપાસુઓને
મુનિ સંવેગચંદ્રવિજયજી (ઉ. વર્ષ ૯૦)
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રયોજન અને અપેક્ષા ભારતીય પ્રાચીન સાહિત્ય વિશ્વભરમાં મોખરે છે. જેને તેમજ જૈનેતર દર્શનોના ગ્રંથો સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. તે ભાષાઓનું વ્યાકરણ શીખવામાં રસ પડે, સરળતા થાય તે માટે માતૃભાષા ગુજરાતીના વ્યાકરણનો બોધ જરૂરી છે. ત્રણ-ચાર મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન થઈ જાય તો સંસ્કૃતપ્રાકૃતનાં જુદાં જુદાં પ્રકરણો સહેલાઈથી સમજી શકાય જેથી અભ્યાસ કરવામાં સમય ઘણો બચી જાય.
આ ઉપરાંત પ્રાકૃતવિશારદ પ. પૂજ્ય આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિશ્વરજી મહારાજની પ્રાકતભાષાના ઉચ્ચ કક્ષાના અભ્યાસના પ્રસારની અંતરેચ્છા સાકાર કરવા ગુજરાતી વ્યાકરણનો પ્રથમ અભ્યાસ મારી દૃષ્ટિએ જરૂરી લાગ્યો. તે અભ્યાસ કરવાથી તેઓ શ્રીએ રચેલ
પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા નો અભ્યાસ કરવામાં ઉત્સાહ, ઉમંગ જરૂરથી વધશે એવી મારી દ્રઢ માન્યતા છે.
તે માટે ખૂબ તપાસ કરતા અમારા હાથમાં ડો. ભરતકુમાર ઠાકરે તૈયાર કરેલ “સરળ ગુજરાતી વ્યાકરણ' પુસ્તક આવ્યું. તે પુસ્તક અભ્યાસમાં સર્વગ્રાહી, સંપૂર્ણ લાગતા તેનું પુનર્મુદ્રણ કરાવવા વિચાર કર્યો.
અમારા સંસારી સંઘવી પરિવારના આઠ-આઠ સંયમીઆત્માઓનું જીવન-કવન અહીં અપ્રસ્તુત હોવા છતાં પુસ્તક જેઓના હાથમાં જશે તેઓને અનુમોદનીય અને સંયમ માટે પ્રેરણારૂપ બને તે જ માત્ર શુભાશય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય વડીલોના આશીર્વાદ અને મંગળકામનાથી પૂ. સાધુ-સાધ્વી સમુદાયમાં તથા ઘર-ઘરમાં ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ વધે, તેવી અમારી અપેક્ષા અવશ્ય સફળ થશે. જ્ઞાનિઓની ભક્તિ સેવાનો અવશ્ય લાભ મળશે.
:
અવિનય, અવિવેક, ભૂલચૂક માટે ક્ષમા · મિચ્છામિ દુક્કડમ '.
મુનિશ્રી સંવેગચંદ્રવિજયજી (ઉ. વર્ષ ૯૦)
-
ઋણસ્વીકાર
તા ‘સરળ ગુજરાતી વ્યાકરણ'ના લેખક શ્રી ભરતભાઈ ઠાકર. 7 આદર્શ પ્રકાશનના સંચાલકો શ્રી કમલેશભાઈ, શ્રીકૃષ્ણકાંતભાઈ જેમણે બધી ગોઠવણ કરી આપી.
7 પોતાના સુદીર્ધ અનુભવ પ્રમાણે જાણકારી સભર લખાણ લખી આપનાર પંડિતવર્ય શ્રી કે. કા. શાસ્ત્રીજી.
TM તેમજ પંડિતજી શ્રી ધીરુભાઈ, પંડિતજી શ્રી રસિકભાઈ... TM આ ઉમદા કાર્યમાં શરૂઆતથી ખંતપૂર્વક, પુસ્તક શોધવાથી લઈ દરેક કામમાં સહાયક થયેલ પ્રોફેસર શ્રી રાજનભાઈ વાસણવાળા, પૂજ્ય દાદીમા કમળાબહેન ચીમનલાલ સંઘવી...
7 પૂજ્ય માતૃશ્રી કળાવતીબહેન શાંતિલાલ સંઘવી... T લાભ લેનાર ગુરુ ગુણાનુરાગી ભક્ત પરિવાર 7 રાજારામ, શાંતારામ, પ્રેમજી, નામી-અનામી સર્વે...
સાદર અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી
Page #10
--------------------------------------------------------------------------
________________
આશીર્વાદ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય દેવસૂરિશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરિશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય સૂર્યોદયસૂરિશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય જયચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રબોધચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય અજિતચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ સંસારી પિતાશ્રી પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પ્રસન્નચંદ્ર વિજયજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પુષ્પચંદ્ર વિજયજીગણી મહારાજ પ્રખર મુનિ શ્રી કુશલચંદ્ર વિજયજી મહારાજ પૂજ્ય મુનિ શ્રી શશીચંદ્ર વિજયજી મહારાજ પૂજ્ય મુનિ શ્રી નિર્વેદચંદ્ર વિજયજી મહારાજ તથા સહવર્તી સર્વે મુનિ ભગવંતો.
પરમ પૂજ્ય આચાર્યશ્રી માણિજ્યસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પ્રવીણ વિજયજી (શ્રી લબ્ધિસૂરિશ્વરજી મ.) ગણી
, મહારાજ સાહેબ
પૂજ્ય સાગરજી મહારાજના સમુદાયના સાધ્વીજી શ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજના પ્રશિષ્યા સાધ્વીજી શ્રી પ્રશાંતશ્રીજી મહારાજ, સાધ્વીજી શ્રીયશસ્વિની શ્રીજી મહારાજ સાધ્વીજી શ્રી ઉપશાંતશ્રીજી મહારાજ
મુનિશ્રી સંવેગચંદ્ર વિજયના વંદના - અનુવંદના
Page #11
--------------------------------------------------------------------------
________________
સમાદર ડૉ. ભરતકુમાર ઠાકરનું ‘સરળ ગુજરાતી વ્યાકરણ જોઈ ગયો. વાંચી મને આનંદ થયો. ભાષાના ઊંડાણમાં જઈને એમણે વ્યાકરણને લગતી ઝીણામાં ઝીણી વસ્તુ સરળ ભાષામાં રજૂ કરી આપી છે. અત્યાર સુધી રચાયેલાં નાનાં-મોટાં વ્યાકરણોમાં આટલી સૂક્ષ્મતા જોવા મળતી નથી. આમ લખું છું ત્યારે હું મને પણ સાથે ગણી લઉં છું. એક વિશેષતા છે કે ગુજરાતી ભાષા ઉપર જ માત્ર નહિ, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર કાબૂ અનુભવાય છે. શબ્દોના આઠ પ્રકાર એ અંગ્રેજી ભાષાના વ્યાકરણની દેન છે, જ્યારે એ આપતાં “અવ્યય” શું છે એ પણ એમના લક્ષ્ય બહાર નથી. સ્વર-વ્યંજનોના ઉચ્ચારણ પાછળ અંગ્રેજી ભાષાશાસ્ત્રીઓએ જે ઝીણવટ તેમ ઊંડાણ આપણને આપ્યું છે તેનો સરળ ભાષામાં - સરળ પરિભાષામાં પરિચય અભ્યાસ કરનારાઓને કરવામાં કોઈ શ્રમ પડે નહિ એ રીતે એમનું પ્રદાન થયું છે. સમગ્ર વ્યાકરણ સરળ હોવા સાથે તદ્દન શાસ્ત્રીય છે.
વિરામચિહ્નો” તેમજ “વાક્યના પ્રકારો વિશેની એમની રજૂઆત અંગ્રેજી પ્રકારની છે અને એ ગુજરાતી ભાષા-લેખન માટે આજે અનિવાર્ય છે, તેમ સમાસ વિશેની રજૂઆત સંસ્કૃત વ્યાકરણની છતાં ગુજરાતી ભાષા લેખન માટે ઘણી જ જરૂરી છે..
હું ડૉ. ભરતકુમાર ઠાકરના આ પ્રયત્નનો સમાદર કરું છું. ઝીણવટથી માપીને એમણે ઉચ્ચ વ્યાકરણ લેખકોમાં આદરપૂર્વક સ્થાન લીધું છે એ માટે ધન્યવાદ સાથે સુભાશીર્વાદ આપી આનંદ અનુભવું છું.
પ. પૂ. મુનિ સંવેગચંદ્રવિજયજી, અશોકચંદ્રસૂરિજી મહારાજ તથા સોમચંદ્રસૂરિજી મહારાજે આ પુસ્તકમાં રસ લીધો તે અત્યંત આનંદની ઘટના છે, વંદન સાથે મધુવન”, એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦૦૦૬
-
૩
- ૨
)
Page #12
--------------------------------------------------------------------------
________________
શાસનસમ્રાટ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિભ્યો નમઃ । यद्यपि बहु नाधीषे, तथापि पठ पुत्र ! व्याकरणम्
પૂજ્ય મુનિ શ્રી સંવેગચંદ્ર વિજયજી મહારાજ (અમારા સંસારી પિતાશ્રી) પહેલેથી જ વ્યાકરણના અભ્યાસના હિમાયતી. યાદ આવે છે તે દિવસો, જ્યારે અમે બાળપણમાં હતા ત્યારે અમને વ્યાકરણ ભણાવવા બેસાડતા, પોતે સાથે બેસતા... જ્યારે તેઓ થોડો પાઠ કરવાનો બતાવી આમતેમ જાય ત્યારે અમે પણ રફુચક્કર..., અમારા બેન મહારાજ સાધ્વીજી શ્રી યશસ્વિનીશ્રીજી તો બેસવાના સમયે જ છટકી જાય. હવે સમજાય છે, તે સમયે અમે ભણવામાં કાચા હતા પરંતુ અભ્યાસની બાબતમાં તેઓ સાચા
હતા...
આજે જ્યારે અંગ્રેજી અભ્યાસના જ વાયરા વાયા છે, ત્યારે કદાચ એવો સમય આવીને ઊભો રહેશે કે સંસ્કૃત-પ્રાકૃત આદિ આપણી મૂળ ભાષાની જેમ માતૃભાષા ગુજરાતી પણ લુપ્તપ્રાયઃ થઇ જાય !!!
વ્યાકરણનું જ્ઞાન પાયા સ્વરૂપ છે, ભાષાપ્રયોગ ઇમારત છે, જેટલો પાયો મજબૂત તેટલી ઇમારત મજબૂત, પાયો કાચો તો મકાન તકલાદી; તેથી ગુજરાતી વ્યાકરણનો ઊંડાણપૂર્વક અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવવો જોઈએ, જેથી પ્રચલિત-સહજદોષો દૂર થાય. શબ્દાદીના પ્રયોગો ક્યાં ? કેવી રીતે થાય છે તેનો પૂરો ખ્યાલ આવે. ભાષાકીય જ્ઞાન દેઢ બને... છે
જ્યાં જ્યાં ધાર્મિક પાઠશાળાઓ ચાલતી હોય ત્યાં ત્યાં રોજ દસ મિનિટ અથવા અઠવાડિયે એક કે બે દિવસ ધાર્મિક અભ્યાસની સાથે ગુજરાતી વ્યાકરણનો પાઠ લેવો. જેથી આ વ્યાકરણ પાઠના સંસ્કાર ભાવીમાં બાળકને બીજી કોઈપણ ભાષાના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી નીવડે.
‘ડૉ. ભરતકુમાર ઠાકર' દ્વારા તૈયાર થયેલ આ સરળ ગુજરાતી
8
Page #13
--------------------------------------------------------------------------
________________
વ્યાકરણ’નું પુસ્તક વ્યાકરણના પાયાના જ્ઞાનમાં ઉપયોગી દેખાવાથી મુનિ શ્રી સંવેગચંદ્ર વિજયજીએ ૮૯ વર્ષની બુઝર્ગવયે ખંતપૂર્વક મુદ્રિત કરાવેલ છે. તેમની અંતરેચ્છા મુજબ પુ. સાધુ-સાધ્વીજી મહારાજ; વિદ્વાનો, ધાર્મિક શિક્ષકશિક્ષિકાઓ સાચીલાગણીથી આ વ્યાકરણનો અભ્યાસ કરાવશે તો ગુજરાતી ભાષા માત્ર જીવંત જ નહી બની રહે પણ તેની જ્યોત જગમાં ઝળહળતી રહેશે.
અભ્યાસીઓ અક્ષરની આરાધનાથી અનક્ષરપદને અનુક્રમે આંબી જશે તેવી અભ્યર્થના ...
લિ.
૫.પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરિજી મહારાજના ગુરુબંધુ પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરિજી મહારાજના ચરણકિંકર સોમચંદ્રવિજય
વિ.સં. ૨૦૬૦, કાર્તક સુદ ૧૪, શુક્રવાર તા.૭-૧૧-૨૦૦૩ પૂ. બા મહારાજ સાધ્વીજી શ્રી ઉપશાંત. શ્રી જન્મદિન,
સુંદરબા આરાધના ભવન, રાંદેર રોડ,
સુરત ૩૯૫ ૦૦૩
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિમહારાજશ્રી સંવેગચંદ્રવિજયજી
શ્રી ભરતકુમાર ઠાકરનું લખેલું ગુજરાતી વ્યાકરણ જોયું. ગુજરાતમાં જન્મેલા ભાઈ-બહેનોની માતૃભાષા જ ગુજરાતી હોવાથી કેટલુંક વ્યાકરણ તો જન્મસિદ્ધ જ હોય છે, છતાં ભાષાશુદ્ધિ માટે અને યથાર્થ અર્થ બોધ માટે આ વ્યાકરણ ભણવું જરૂરી છે. તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષા ભણતાં પહેલાં જો આ ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ કર્યો હોય તો તે ભાષામાં પ્રવેશ ઘણો જ સુકર બને છે. તથા તે તે ભાષાની વાસ્તવિક નિપુણતા પ્રાપ્ત થાય છે.
આ ગુજરાતી વ્યાકરણ બહુજ સંગીન અને સુંદર લખાણવાળું છે. કિર્તા, કર્મ, ક્રિયાપદ તથા સર્વ વિભક્તિઓનો સુંદર ખ્યાલ આપ્યો છે. ત્રણ કાળ તથા એકવચન, બહુવચનના પ્રયોગો સારી રીતે સમજાવ્યા છે. પરંતુ સાથે સાથે હવે ગુજરાતી ભાષા પણ લોપાતી જાય છે. ઈંગ્લીશ ભાષાનું એવું ઘેલું લાગ્યું છે કે સંસ્કારવાળી ભાષાઓ લુપ્તપ્રાયઃ થઈ રહી છે.
તેથી સંસ્કારવાળી ભાષાઓનો અભ્યાસ ઘણો જ જરૂરી છે. તે તે ભાષાઓના વ્યાકરણના અભ્યાસથી શબ્દપ્રયોગો શુદ્ધ અને સાચા બને છે. બોલતી વખતે વક્તાના ભાષણમાં પણ પદલાલિત્ય અને ભાષાનું ગૌરવ જળવાય છે માટે આ વ્યાકરણ ભણવું ઘણું જ જરૂરી અને ઉપયોગી છે. - આ પુસ્તકના પ્રકાશનથી સમાજને અને ખાસ કરીને જૈન સમાજને) ભાષાકીય ઘણો જ લાભ મળશે. ૭૦૨, રામસાટાવર, અડાજણ પાટિયા,
એજ લિ. ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે,
ધીરુભાઈની વંદના પ-૧૧-૨૦૦૩ -
16
સુરત
Page #15
--------------------------------------------------------------------------
________________
પ.પૂ. સંવેગચંદ્રવિજયજી મહારાજ સાહેબ
વિ. આપે આપેલ “સરળ ગુજરાતી વ્યાકરણ' નામનું પુસ્તક જોયું. સરળભાષામાં ગુજરાતી ભાષાને લગતા વિભક્તિ કૃદન્ત - તદ્ધિતના વિષયનું ઘણું જ્ઞાન થાય તેમ છે.
સંસ્કૃત અને પ્રાકૃતભાષાનું જ્ઞાન મેળવતા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને જો આ ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન કરાવવામાં આવે તો સંસ્કૃત અને પ્રાકૃત વાક્યરચના, શબ્દપ્રયોગો, જોડણી - સમાસ વગેરેમાં તે જ્ઞાન બહુ ઉપયોગી થાય.
સંસ્કૃત ભાષા અને પ્રાકૃતભાષા ભણતાં પહેલા ગુજરાતી ભાષાને જાણનારાઓએ આ વ્યાકરણનું જ્ઞાન મેળવવું ઘણું જરૂરી છે. સંસ્કૃત ભાષાના પ્રવેશમાં બહુ સુલભતા રહેશે. .
આ સમયમાં સ્કૂલોમાં ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન બહું ઓછું આપવામાં આવે છે. તેથી નામ-સર્વનામનો ઉપયોગ, વિભક્તિના પ્રત્યયો, વાક્યરચનામાં સંસ્કૃત ભાષાના પ્રવેશમાં ઘણી તકલીફો જણાય છે.
આપશ્રી આ ગુજરાતી વ્યાકરણના પુસ્તકને પ્રકાશિત કરાવી જૈન ધર્મના વિશિષ્ટ અભ્યાસીઓને આપવામાં આવશે તો સંસ્કૃત-પ્રાકૃતભાષાના જ્ઞાનમાં સહાયક બનશે. પરંપરાએ આગમો વિગેરેના જ્ઞાનમાં પણ ઉપયોગી બનશે.
એજ લિ. પં. રસિકલાલ શાન્તિલાલની કોટી કોટી વંદના
સં. ૨૦૬૦, નાકા,ચુ.૧૧ બુધવાર
11
'
Page #16
--------------------------------------------------------------------------
________________
Oી .
પરમ પૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરિજી મહારાજ સાહેબા
શા. ખીમચંદ સ્વરૂપચંદ ઝવેરચંદ ફતેચંદ કીકાભાઈ સંઘવી પરિવારે પાલીતાણા ગિરિરાજ ઉપર નવા આદેશ્વર ભગવાન પ્રતિષ્ઠિત કરાવ્યા છે. તે પૂર્વજોના કુટુંબમાંથી છ સાધુ અને બે સાધ્વીજીઓ મળી કુલ આઠ વ્યક્તિઓએ પ્રવજ્યા (દીક્ષા) અંગીકાર 'કરી છે. જેમાં જિનશાસન શણગાર પ.પૂ. આચાર્ય
ભગવંતુ શ્રીમદ્ વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી છે. જેમનું સંસારી નામ હતું સુરવિંદચંદ, સોળ વર્ષની ભર યુવાનવયે દેદીપ્યમાન એવા એમને સં. ૨૦૦૦ની સાલમાં શાસન સમ્રાટ પપૂ.આ.ભ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજીના પટ્ટધર વાત્સલ્યવારિધિ પ.પૂ. આ.ભ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજીના પટ્ટધર ધર્મરાજા પ્રાકૃત વિશારદ્ પ.પૂ.આ.ભ.ભ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજીના શિષ્ય બન્યા. લાલા મહારાજના હુલામણા નામથી પ્રસિદ્ધ થયા. વ્યાખ્યાનની નૂતન શૈલી વર્ષો પૂર્વ બોરસદથી શરૂઆત કરી હતી.
૬૦ વર્ષના સંયમજીવનમાં સવાસોથી વધુ પ્રભુપ્રતિષ્ઠા તથા અંજનશલાકા એમના લલાટે લખાયેલ છે. પાલીતાણામાં એમના પૂ. ગુરુદેવની સ્વપ્નસૃષ્ટિમાં આવેલ સમવસરણની બેનમૂન પ્રતિકૃતિ શ્રી ૧૦૮ સમવસરણ મહામંદિરનું નિર્માણ કરાવવાનું ભાગ્ય સાંપડ્યું.
પરમવિનયી ભક્ત જૈનશાસનરત્ન શ્રી રજનીભાઈ દેવડી તથા શ્રી શાંતિચંદ બાલુભાઈએ એમના વડપણ હેઠળ અને પ.પૂ.આ.ભ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા. સહિત અનેકવિધ પૂ.આ.ભ. અને સેંકડો સાધુસાધ્વીજી સમુદાય સહિત લાખેકની સંખ્યામાં અદ્વિતીય રીતે શ્રી શત્રુંજય મહાતીર્થના મહાભિષેક કરાવ્યા છે. ભાવનગરમાં વિશ્વવિક્રમ એવા સામુદાયિક આઠસો સિદ્ધિતપ એમની નિશ્રામાં થયા છે.
12
Page #17
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્ અશોકચંદ્રસૂરિજી મહારાજ સાહેબ
અમારા પૂર્વજોના કુટુંબમાંથી વિ. સં. ૨૦૦૭ની સાલમાં બીજા પૂણ્યશાળી શાસનરત્ન સતત પચીસ વખત સૂરિમંત્રના પાંચમા પ્રસ્થાનની ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરી સમગ્ર જૈન શાસનમાં ગુરુ ગૌતમનું નામ પુનઃ જીવીત કરનાર સૂરીમંત્ર સમારાધક પ.પૂ.આ.ભ. શ્રી અશોકચંદ્રસૂરિ બન્યા. સંસારી અમરચંદભાઈએ માતા કમળાબહેનની અનન્ય સેવા કરી હતી. સંસારમાં રહ્યા ત્યાં સુધી અળસી અને સરસિયાના તેલને સ્વહસ્તે કથરોટમાં ફીણીને દાઝ્યાનો મલમ બનાવતા જે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ બન્યો હતો. દીન-દુ:ખિયાની સેવા એમનો જીવનમંત્ર બન્યો હતો. ગુરુવર્ય પ.પૂ.આ.ભ. શ્રી કસ્તૂરસૂરીશ્વરજીની અપ્રમત્તભાવે અનન્ય સેવા કરી હતી. જ્યોતિષશાસ્ત્રનો ઊંડાણથી અભ્યાસ કરી શાસનનાં અનેકવિધ કાર્યો માટેના મુહૂર્તદાતા બન્યા. મુહૂર્ત ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં અમેરિકા, જાપાન, દક્ષિણ આફ્રિકા, લીસ્ટર, લંડનમાં પણ આપ્યા. એમના લલાટે પણ એકસો પચીસથી વધુ પ્રભુપ્રતિષ્ઠા-અંજનશલાકાના ભવ્યાતિભવ્ય પ્રસંગો લખાયા છે.
સુરતના ચાતુર્માસ દરમ્યાન સૌ પ્રથમવાર સમગ્ર ભારતમાં સામૂહિક ચારસોથી અધિક સિદ્ધિતપ એમની નિશ્રામાં થયા અને જગબત્રીશીએ ચઢ્યા. અઠ્ઠાઇની સંખ્યા પણ આઠસોથી અધિક થઈ હતી. ગોપીપુરાની ધરતી તપોભૂમિ બની હતી. ત્યારથી તપશ્ચર્યાના પચ્ચકખાણદાતા બન્યા. અમેરિકામાં તપશ્ચર્યા કરતા પહેલાં વ્યક્તિ એમની પાસે પચ્ચકખાણ લઈ તપની આરાધના શરૂ કરે એવી એમની છાયા. દર બેસતા મહિને વાસક્ષેપના શુભઆશીર્વાદ મેળવવા શ્રીસંઘ તલપાપડ બને છે. તેઓશ્રી દાદાના હુલામણા નામે પ્રસિદ્ધ બન્યા છે. અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રત કે જે પૂ.આ.ભ.શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી મ.સા.એ સંપાદિત કરેલ જે શ્રમણ સમૂદાયમાં અતિ મૂલ્યવાન સાબિત થઈ છે.
13
Page #18
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય આચાર્યભગવંત વ્યાકરણાચાર્ય શ્રીમદ્ વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ સાહેબ
સંવત ૨૦૨૫ની સાલમાં માત્ર તેર વર્ષની બાળવયે શાંતિલાલ ચીમનલાલ સંઘવી અને ઢબલીબહેન-વિરમતિબહેનના પનોતાપુત્ર શ્રી હેમંતકુમારે ગિની નયનાબેન (ઉ. પંદર) સાથે એક જ દિવસે પૂ. કાકા તથા પૂ.દાદાજીના પગલે મોક્ષમાર્ગના પ્રવેશદ્વાર એવી ભાગવતી પ્રવજ્યા સૌ કુટુંબીજનોની સજળ સંમતિએ ગ્રહણ કરી. મુનિ સોમચંદ્ર બન્યા. ભણવામાં હોશિયાર અને સંસ્કૃત સાથેની માયાએ
વિજય મુંબઈની ભારતીય વિદ્યાભવન વિદ્યાલયમાંથી વ્યાકરણના ગંભીર વિષયો સાથે પરીક્ષા આપી. પ્રત્યેક પ્રશ્નપત્રમાં હાઇએસ્ટ માર્ક્સ સાથે વિદ્યાલયનો સો વર્ષનો રેકોર્ડ તોડી સુવર્ણચંદ્રક સાથે વ્યાકરણાચાર્ય બન્યા. ગુરુ શ્રી પ.પૂ.આ.ભ. અશોકચંદ્રસૂરિજીની છત્રછાયામાં ગુરુસમર્પણ ભાવે ઉત્કૃષ્ટ આરાધના અને પ્રાકૃત પ્રત્યેની લગનથી પ્રાચીન હસ્તલિખિત પ્રતો અને સંશોધનકાર્ય કરતા પ્રસિદ્ધ અને અનેક ભાષાઓના જાણકાર એવા પૂ.જંબુવિજયજી મહારાજ સાહેબના સથવારે વિવિધ ગ્રંથોના અને જ્ઞાનભંડારોના મહામૂલા પુસ્તકો તથા પ્રતોની આધુનિક ટેકનીકલ સ્કેનિંગ પદ્ધતિથી સંરક્ષણ, સંશોધન અને માવજતકર્તા બન્યા. સં. ૨૦૫૨માં સુરત મુકામે આચાર્ય પદવી પ્રાપ્ત કરી. આચાર્યપદ પ્રદાનની આમંત્રણપત્રિકા હસ્તલેખિત પોસ્ટકાર્ડ છાપી નવો ઇતિહાસ રચ્યો. તથા નેત્રયજ્ઞ, રક્તદાન, જયપુર ફૂટ કેમ્પ, વિવિધ રોગ નિદાન કેમ્પના આયોજન થયા. પૂ. ગુરુભગવંતની આજ્ઞા શીરોમાન્ય રાખી આચાર્યપદવી પછી સતત નવ વાર સૂરિમંત્રના પાંચેય પ્રસ્થાનોની વિધિપૂર્વક પુલકિત હૃદયે આરાધના પૂર્ણ કરી. પરમ ઉપકારી માતાપિતાને સં. ૨૦૫૩માં સંયમ માર્ગે પ્રસ્થાન કરાવ્યાં અને ‘બા’ મહારાજના હુલામણા નામે પ્રસિદ્ધ બની ફક્ત ચાર વર્ષના દીક્ષા પર્યાયમાં સંયમની ઉત્કૃષ્ટ શ્રેણીની આરાધના કરી પ.પૂ.સા.શ્રી ઉપશાંત શ્રીજી કાળધર્મ પામ્યા.
14
Page #19
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય
શ્રી પ્રશાંતમૂર્તિ શ્રી પ્રસન્નચંદ્રવિજયજી મહારાજ સાહેબ
સં. ૨૦૧૪ની સાલમાં બબ્બે દિવ્ય આત્માઓ પ.પૂ.આ.ભ. શ્રી ચંદ્રોદયસૂરિજી તથા પ.પૂ.આ.ભ. શ્રી અશોકચંદ્રસૂરિજીએ પોતાના પિતાશ્રી ચીમનભાઈને ચોસઠ વર્ષની પાકટ ઉંમરે મોક્ષ માર્ગની વાટે લઈ જવા પરમ ઉપકારીને ઉગાર્યાં. એમના જીવનમાંગલ્યને ઉત્કૃષ્ટ સાધનાના માર્ગે જોડી સાત વર્ષના દીક્ષાપર્યાય દરમ્યાન સરળસ્વભાવી એવા પ.પૂ.પ્રસન્નચંદ્રવિજયજીને આંતરભાવનામાં મશગુલ બનાવી શ્રી સિમંધર સ્વામીની ઉત્કૃષ્ટ ભાવયાત્રામાં જોડી ખંભાત મુકામેથી મહાવિદેહક્ષેત્રની વાટે જવા પુણ્યશાળી બન્યા.
કુટુંબવાત્સલ્યના ભેખધારી એવા શ્રી ચીમનભાઈ એમના જમાનામાં ચોર્યાસી બંદરોના વાવટા જ્યાં લહેરાતા હતા એવા રાંદેર ગામે દરરોજ નિયમિત રૂ. ૧/-ના રોજે મોતી પરોણીના કામે જતા હતા.
વર્ષો સુધી બાળકો સહિત સમગ્ર કુટુંબને રેલમાર્ગે પાલીતાણા શ્રી શત્રુંજ્ય મહાતીર્થની યાત્રા કરાવતા હતા. જાત ઘસીને કુટુંબના કલ્યાણાર્થે પ્રવૃત્તિ કરતા. પુત્રવધૂઓને પુત્રથી વધુ ગણતા અને માયાળુ વર્તન અને શબ્દોથી તેમને વધાવતા. ગૃહજીનાલયમાં નિયમિત પહેલી પૂજા અને પછી બીજું બધું એવી એમની પ્રકૃતિ હતી.
નાનાભાઈ શ્રી ચુનીભાઈની સાથે (રામ-લક્ષ્મણની જોડી તરીકે ખ્યાતિ પામેલા).
સંપ ત્યાં જંપ, મન મોટું રાખવું, કુટુંબીઓ વચ્ચે ઈર્ષાભાવનો અણગમો. એવી સમજણ રૂંવાડે રૂંવાડે તેઓને હતી. મળી-સંપી સાથે રહેતું એકત્ર કુટુંબ જોઈ તેઓ આનંદિત થતા.
15
Page #20
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય મુનિરાજ શ્રી સંવેગચંદ્રવિજયજી મહારાજ સાહેબ
સંવત ૨૦૫૩માં સંઘવી પૂર્વજોના કુટુંબમાં એક અનોખો ઇતિહાસ સર્જાયો. એક સાથે ત્રણ-ત્રણ કુળરત્નોએ મોટી ઉંમરે પ્રભુએ દર્શાવેલ આત્મકલ્યાણની ઉન્નતિને માર્ગે પ્રયાણ કર્યું.
શ્રી ચીમનલાલ ખીમચંદ સંઘવીના જ્યેષ્ઠ પુત્ર શ્રી શાંતિલાલભાઈએ બ્યાસી વર્ષની પાકટ ઉંમરે લઘુબંધુ શ્રી જયંતીભાઈ (ઉં. સડસઠ વર્ષ) તથા ધર્મપત્ની શ્રી વિરમતિબેનની (ઉં.વ. સડસઠ) સાથે દીક્ષા લઈ પ્રાયઃ કરીને છેલ્લી સદીમાં બ્યાસી વર્ષની ઉંમરે દીક્ષા લેનાર પ્રથમ વ્યક્તિ હશે અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દેવસૂરિજીના શિષ્ય બન્યા અને મુનિરાજશ્રી સંવેગચંદ્રવિજયજી બન્યા.
વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિના પ્રથમ કોમર્સ ગ્રેજ્યુએટ એટલે કે બી.કોમ. એકચ્યુરીયલ સાયન્સ સાથે બ્રિટિશ શાસનકાળમાં સને ૧૯૩૪માં
થયા.
આજે પણ નેવુ વર્ષની વયે સક્રિય છે અને સર્વ શ્રમણ-શ્રમણી વર્ગ તથા હાલમાં તેમાં સફળતાં મળી. રસ ધરાવનાર ભાષાના અભ્યાસીઓની માતૃભાષા ગુજરાતીના વ્યાકરણના જાણકાર થાય. તેના ફળરૂપે સંસ્કૃતપ્રાકૃત ભાષાઓના અભ્યાસ કરવામાં સરળતા રહે તે વિદ્વાનોની ભાષાના અભ્યાસમાં શીઘ્રતાથી પ્રવેશ કરી શકે તે હેતુથી સરળ અને લગભગ સર્વગ્રાહી ગુજરાતી વ્યાકરણ અન્ય પુસ્તકની શોધ ચાલુ રાખી.
આ કાર્યમાં પ્રો. રાજનભાઈ વાસણવાળાએ રસ લઈ ‘સરળ ગુજરાતી વ્યાકરણ' શોધી આપ્યું પરિણામે આ નવી આવૃત્તિ પ્રગટ થાય છે.
16
Page #21
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નિર્વેદચંદ્રવિજયજી મહારાજ સાહેબ
સંઘવી પૂર્વજોના શા. ચીમનલાલ ખીમચંદ સંઘવીના છઠ્ઠા સુપુત્ર શ્રી જયંતીભાઈએ સંયમપંથે વિહરવાનો નિર્ણય કર્યો તેવા ભાવનિર્ણયથી પ્રેરણા પામી વડીલબંધુ શ્રી શાંતિભાઈ ને વિરમતિબહેન સાથે સજોડે દીક્ષાના પરિણામ જાગ્યા.
સંવત ૨૦૫૩ના વર્ષ દરમિયાન પોતાના ધર્મપત્ની શ્રીમતિ મંજુલાબહેન, સુપુત્ર ચિ.
નિકેશભાઈ, પુત્રવધૂ અ.સૌ. રાગિણીબહેનની સજળ નયને અનુમતિ મળી. લાડકા પૌત્ર પ્રિયંક તથા લાડકી પૌત્રી ફોરમને સંયમના મહાલાભદાયી અને સ્વઆત્માના સાચા કલ્યાણમાર્ગની વાતો લાક્ષણિક રીતે સમજાવી ઊજળા ઉમંગ સાથે ભાવભીની વિદાય માટે સજ્જ
કર્યા.
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અશોકચંદ્રસૂરિજીના શિષ્યરત્ન તરીકે મુનિરાજશ્રી નિર્વેદચંદ્રવિજયજી નામકરણ પામ્યા.
પ્રતિવર્ષ પર્યુષણપર્વ દરમિયાન પૂર્વકાળમાં ઉપધાનતપની અપૂર્વ આરાધના દરમિયાન કંઠસ્થ કરેલી વિવિધ પ્રાચીન સ્તવનો સકળ શ્રીસંઘને મધુર કંઠે સંભળાવતા. એ જ પરંપરાચિ. નિકેશને કોકિલ કંઠે સ્થાપિત કરાવી અને અને દેશ-પરદેશમાં ભાવના પંડીત બનાવ્યા. | સર્વ ધાર્મિક પ્રસંગોએ અનોખી શૈલીમાં ગીતોની રચના બનાવે છે તેમજ ઘણા ધાર્મિક પ્રસંગોની આમંત્રણપત્રિકાના સર્જક બન્યા છે. સંયમજીવનના ટૂંકા ગાળામાં પૂજ્ય ગુરુભગવંતની અસીમ કૃપાથી સ્વતંત્ર ચોમાસા કરી વ્યાખ્યાનમાં સૌને હસતારમતા રાખી જિનભક્ત બનાવવાની અનેરી રીતથી સૌને પ્રીતિપાત્ર બન્યા છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ઉપશાંતશ્રીજી “બા” મહારાજ
સંસારી ઢબલીબહેન/વિરમતિબેન અડસઠ વર્ષની જૈફ વયે હાર્ટ, પ્રેશર, ડાયાબિટીશની ત્રીપીડા છતાં દિયેર જયંતીભાઈ તથા પતિદેવ શ્રી શાંતિભાઈ (બ્યાસી વર્ષના)ની સાથે ભગવાને મોક્ષમાર્ગ માટે દર્શાવેલ રસ્તે સિંહની જેમ નીકળી પડ્યાં. ગણિતમાં હોશિયાર, હાઇએસ્ટ માર્ક્સ મેળવનારા, ૧૦૦માંથી ૯૯ માર્ક્સ આવે તો ગણિતશિક્ષકને જવાબ આપતા પસીનો છૂટે એવા પાકા ગણતરીબાજ જીવનની ફીલસૂફીમાં પણ એમને પાકી ગણતરી કરી લીધી હોવી જોઈએ. જેથી જે થવાનું હોય તે થાય અને ‘બા’ મહારાજ બની બધાને બોધ આપતા કે શાશ્વત સુખ માટે સતત અભિલાષા કરો અને તેને માટે સતત પ્રયત્ન કરો. આ વાતનું સમર્થન આપતા હોય તેમ પોતાની કુક્ષીમાં આવેલ બાળકો સંસારી બની સંસાર વધારનારા બને એના કરતાં સંયમી બની સંસારને સીમિત કરી મુક્તિ નિશ્ચિત કરનારા બને એવા શુભ વિચારથી અને ધર્મભાવનાથી પોતાના ઘડપણની પરવા કર્યા વિના પોતાના વ્હાલસોયા બે બે સંતાનો શ્રી હેમંતકુમાર (ઉં.વ. બાર) હાલ પૂ. આચાર્ય સોમચંદ્રસૂરિજી અને કુ. નયનાબેન (ઉ.વ. ચૌદ) હાલ પૂ. સાધ્વીજી યશસ્વિનીશ્રીજીને સં. ૨૦૨૫માં હસીખુશીથી પ્રભુના પ્રવજ્યાના પાવન પંથના પ્રવાસી બનાવી માતા તરીકેની સર્વોત્કૃષ્ટ ફરજ નિભાવી. સં. ૨૦૫૩ વૈ.સુ.૬ના રોજ સંયમ લઈ ચાર વર્ષના ટૂંકા ગાળામાં અપ્રમત ભાવે સંયમ પાલન કરતા તેઓશ્રીની સાધના સુગંધ ચારે તરફ ફેલાઈ અને તેમનો સિદ્ધાંત કે “શ્રાવક રહે ઘરમાં પણ કાળધર્મ તો ઉપાશ્રયમાં જ”ને સાર્થક કરી બતાવ્યો. નવકાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા સં. ૨૦૫૭ના (પ્રભુવીરના ૨૬૦૦મા જન્મકલ્યાણક દિને) ચૈત્ર સુદ ૧૨/૧૩ની રાત્રીએ ૧૨-૧૨ કલાકે નશ્વર કાયાનું પિંજર છોડી પરમપદ પામવાના પગથીયે પગલાં પાડ્યાં અને પોતાનું જીવન મહાન તો હતું જ પણ મૃત્યુને એનાથી પણ મહાન બનાવ્યું.
d
Page #23
--------------------------------------------------------------------------
________________
I a
,
કટ,
વિકી
છે. ર્ડ કહે કે
પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી યશસ્વિનીશ્રીજી મહારાજ સાહેબ
સ્વનામ ધન્ય યશ' સંસારમાં સિનેમા વગેરેના શોખીન, જીદ્દી અને રમતિયાળ એવા અમારી આ કુળદીપિકા નયનાબહેન પંદર વર્ષની યુવાવસ્થામાં છે ભોગવિલાસને તિલાંજલી આપી શાસનસેવામાં | સમૃદ્ધ થવા લઘુબંધુ શ્રી હેમંતકુમાર (ઉં. તેર વર્ષ)
સાથે સં. ૨૦૨૫માં મહાભિનિષ્ક્રમણ તરફ આગળ
વધ્યા અને પૂ. સાગરાનંદસૂરીજીના સમુદાયના વિશાળ સાધ્વીજી સમુદાયના વડા પૂ.સા.શ્રી મૃગેન્દ્રશ્રીજીના સુશિષ્યા પૂ.સા.શ્રી નિર્વેદશ્રીજીના શિષ્યા યશસ્વિનીશ્રીજી બન્યા.
ગુરુભક્તિની સાથે સમગ્ર સમુદાયની વૈયાવચ્ચમાં અગ્રેસર રહી હસતા હસતા સૌના પ્રીતિપાત્ર બન્યા.
જ્યાં જ્યાં ચોમાસાં કર્યા ત્યાં ત્યાં વિશાળ ભક્તવર્ગ બન્યો. માસક્ષમણ, સિદ્ધિતપ, બે વર્ષિતપ કર્યા. બાળકાઓ તથા પ્રૌઢોની શિબિરો યોજી સામાયિકના મહત્ત્વતા સાથે સાથે સૌના સમકિત નિર્મળ બને તેવા ઉપદેશો આપી ધર્મમાર્ગમાં સ્થિર કર્યા.
સં. ૨૦૧૩માં પરમ ઉપકારી માતા વિરમતિબહેનને ઘણાં વર્ષોથી તારવાની પ્રબળ ઇચ્છા પરિપૂર્ણ થઈ અને “બા” મહારાજને ડાયાબિટીશ, પ્રેશર અને હાર્ટની બીમારી હોવા છતાં સંયમ જીવનના યશસ્વી ચાર વર્ષ અનન્ય સેવા કરી શ્રમણી વૃંદમાં સૌના સંગાથે ઘણાં વર્ષો સમયજીવનમાં વિતાવ્યાં હોય તેવા લાગણીભર્યા સંજોગો ઉપસાવ્યા અને સં. ૨૦૧૭માં પ્રભુ મહાવીર સ્વામીના ૨ ૬૦૦મા જન્મકલ્યાણકને દિવસે પૂ.સા.ઉપશાંતશ્રીજી “બા” મહારાજ કાળધર્મ પામી સ્વર્ગે સિધાવ્યા.
લિ.
આજ્ઞાતિક સેવક સહકુટુંબ અશ્વિન સંઘવીની ૧૦૦૮ વંદના
Page #24
--------------------------------------------------------------------------
________________
લાભ લેનાર ભાગ્યશાળીનાં નામો:
નકલ શ્રી શેઠ નગીનભાઈ ચુનીલાલ મહેતા, જામનગર
- ૧૦૦ શ્રી હર્ષાબહેન રમેશભાઈ ગાઠાણી, અમદાવાદ
100 શ્રી કાંતિલાલ લલુભાઈ ઝવેરી, મુંબઈ
૧૦૦ શ્રી શાંતિચંદભાઈ બાલુભાઈ ઝવેરી, મુંબઈ
100 શ્રી કમલાબહેન ચીમનલાલ સંઘવી, સુરત
. 100 શ્રી કલ્યાણચંદ દેવચંદ જરીવાલા, સુરત
- ૧૦૦ શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી, સુરત
* ૧૦૦ શ્રી વાડીલાલ રવચંદ મહેતા, હસ્તે જણાબહેન વસંતલાલ(અમેરિકા)
- તથા વર્ષાબહેન શરદભાઈ મહેતા શ્રી નિલેશભાઈ રજનીકાંત દેવડી, મુંબઈ , શ્રી વ્રજલાલ પોપટલાલ બાબરિયા, મુંબઈ શ્રી જીવનચંદ જેચંદ, હસ્તે નવીનભાઈ તથા દિનેશભાઈ શ્રી જયંતીલાલ છોટાલાલ શાહ, મુંબઈ શ્રી મંગલચંદભાઈ બાપુભાઈ ઝવેરી, મુંબઈ - મલાડ શ્રી પાનાચંદ રામચંદ શાહ પરિવાર, રાંદેર રોડ, સુરત શ્રી પાનાચંદ લલ્લુભાઈ સુખડિયા, હસ્તે અભયભાઈ-મુકેશભાઈ શ્રી પુખરાજભાઈ સુમેરમલજી શ્રી ભરતભાઈ લક્ષ્મીચંદ, મુંબઈ શ્રી કુમારભાઈ અમરલાલ દોશી, મુલુંડ - મુંબઈ શ્રી હીરાચંદ ફકીરચંદ ઝવેરી, સુરત શ્રી ગોપાલજીભાઈ ચત્રભૂજ, હસ્તે કીર્તિભાઈ, રાંદેર રોડ, સુરત શ્રી મહેન્દ્રભાઈ નેમચંદ ઝવેરી, સુરત શ્રી વિજયભાઈ મોતીચંદ હીરાચંદ શ્રી પુષ્પાબહેન કુસુમચંદ સંઘવી શ્રી સુમતિચંદ સુગનચંદ ઝવેરી શ્રી સૌભાગચંદ ઉત્તમચંદ ચોક્સી શ્રી ચુનીલાલ ખીમચંદ સંઘવી શ્રી મહેન્દ્રભાઈ જીવનચંદ શ્રી હેમંતકુમાર અમરચંદ નેમચંદ, અમૃતસર
Page #25
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
•••••
૧. ભાષા એટલે શું?..............
૧. ભાષાનું પ્રયોજન (કાયે) Function : ૧૪ ૨. ગુજરાતી ભાષાના ધ્વનિઘટકોનું વર્ગીકરણ
૧. ગુજરાતી ભાષાના સ્વર : ૧૬ - ૨. જેકચર : ૧૮
૩. અર્ધસ્વર : ૧૯
૪. વ્યંજન : ૨૦ ૩. વર્ણવિચાર : સ્વર-વ્યંજન.
૧. ગુજરાતી વર્ણમાળા : ૨૪ ૨. સ્વર : ૨૬
૩. વ્યંજન : ૨૭ ૪. સંધિ....... - ૧. સ્વરસંધિ : ૩૨
૨ વ્યંજન સંધિ : ૩૪
૩. અન્ય ઉદાહરણો : ૩૫ ૫. સમાસ..........
૧. બહુવ્રીહિ સમાસ : ૩૬ ૨. અવ્યયીભાવ સમાસ : ૩૮ ૩. દ્વન્દ સમાસ : ૩૯ ૪. કર્મધારય સમાસ : ૩૯ ૫. તપુરુષ સમાસ : ૩૯ ૬. મધ્યમપદલોપી સમાસ : ૪૧ ૭. દ્વિગુ સમાસ : ૪૧ -
૮. અન્ય ઉદાહરણો : ૪૧ તત્સમ, તભવ અને દેશ્ય શબ્દો...
૪૪ લિંગ અને વેચન.
..... ૪૬ 1. સંજ્ઞા : લિંગ અને વચન : ૪૬
(અ) સંજ્ઞાનું લિંગ : ૪૬
(બ) સંજ્ઞાનું વચન : ૪૮ . ૧૨. વિશેષણ : લિંગ અને વચન : પ૧
૩. સર્વનામ : લિંગ અને વચન : પર ૪. ક્રિયાવિશેષણ અને ક્રિયાપદ : લિંગ અને વચન : ૫૩
૩૬
Page #26
--------------------------------------------------------------------------
________________
૮.
૯.
વિભક્તિ... વિરામચિહ્નો. ૧૦. પૂર્વ પ્રત્યય..
૧૧. પર પ્રત્યય ઃ તદ્ધિત અને કૃત્ પ્રત્યય.
૧. તષ્ઠિત પ્રત્યય : ૭૦
૨. કૃતુ પ્રત્યય : ૭૫ નામ (સંજ્ઞા).. ૧૩. સર્વનામ..
૧૨.
૧. પુરુષવાચક સર્વનામ : ૮૩ ૨. દર્શક સર્વનામ : ૮૪ ૩. સાપેક્ષ સર્વનામ : ૮૫ ૪. પ્રશ્નવાચક સર્વનામ : ૮૫ ૫. અનિશ્ચિત સર્વનામ : ૮૫ ૬. સ્વવાચક સર્વનામ : ૮૭ ૭. સર્વનામ-વિશેષણ તરીકે : ૮૭
૧૪. સર્વનામ : જાતિ, વચન અને વિભક્તિ.
૧૬.
૧૭. ધાતુ-ક્રિયાપદ : પ્રકાર..
૧. સકર્મક અને અકર્મક ક્રિયાપદ : ૧૧૨ ૨. કૃદંત ઃ ૧૧૩ ૩. કાળ : ૧૧૩ ૧૮. નિપાત, સૈંયોજકો, અનુગો, નામયોગીઓ, મૂળભેદ
૧. જાતિ : ૮૯ ૨. સર્વનામનાં વચન : ૮૯ ૩. સર્વનામની વિભક્તિ : ૯૦
૧૫. ક્રિયાપદ (ધાતુ) : તેના કાળ, અર્થ અને પ્રયોગ.............. ૯૩
૧. ક્રિયાપદના કાળ : ૯૩ ૨. ક્રિયાપદના અર્થો : ૧૦૦ ૩. ક્રિયાપદના પ્રયોગ : ૧૦૩ ધાતુના(ક્રિયાપદના) પ્રયોગો.......... ૧. મૂળ ભેદ અને પ્રેરક ભેદ : ૧૦૫ ૨. કર્વેરિ પ્રયોગ : ૧૦૬
૩. કર્મણિ પ્રયોગ : ૧૦૭ ૪. ભાવે પ્રયોગ : ૧૦૮
૧. નિપાત : ૧૧૮ ૨. સંયોજકો : ૧૧૮
૫૫
૬૧
૬૭
૭૦
૮૧
૮૩
૩. અનુગો અને નામયોગીઓ : ૧૧૯ ૪. મૂળભેદ અને પ્રેરકભેદ : ૧૨૦
૯
૧૦૫
૧૧૨
અને પ્રેરકભેદ.......... ૧૧૮
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૯. વ્યુત્પત્તિ....... ૨૦. વાક્યરચના-રૂપાંતર...... ૧. વાક્યરચના : ૧૨૮ ૨. વાક્યરૂપાંતર : ૧૨૯ ૨૧. છંદ........
૨૨.
૨૩.
૧. સામાન્ય સમજ : ૧૩૫
૨. મુખ્ય બંદનાં માપ અને ઉદાહરણ : ૧૩૯
અલંકાર.
૧. અલંકાર એટલે શું ? : ૧૪૭ ૨. અલંકારના પ્રકા૨ : ૧૪૮
અવ્યય : પ્રકાર.
૧. અવ્યય એટલે શું ? : ૧૭૦ ૨. ક્રિયાવિશેષણ અવ્યય : ૧૭૦ ૩. નામયોગી અવ્યય ઃ ૧૭૨ ૪. ઉભયાન્વયી અવ્યય : ૧૭૨. ૫. કેવળપ્રયોગી અવ્યય : ૧૭૩
૨૪. વિશેષણ : પ્રકાર..
૧. વિશેષણ એટલે શું ? : ૧૭૪ ૨. ગુણવાચક વિશેષણ : ૧૭૪ ૩. સંખ્યાવાચક વિશેષણ : ૧૭૪ ૪. પરિમાણવાચક વિશેષણ : ૧૭૫ ૫. દર્શક વિશેષણ : ૧૭૫ ૬. પ્રશ્નવાચક વિશેષણ : ૧૭૬ ૭. સાપેક્ષ વિશેષણ : ૧૭૬ ૮. વિશેષણનું વિશેષણ : ૧૭૬ ૯. વિકારી અને અવિકારી વિશેષણ': ૧૭૭ ૨૫. રૂઢિપ્રયોગો અને કહેવતો...........
૧. રૂઢિપ્રયોગો : ૧૭૮ ૨. કહેવતો : ૧૮૦
૨૬. કૃદંતના પ્રકાર.
*******..............
૧. કૃદંત એટલે શું ? : ૧૮૨ ૨. વર્તમાન કૃદંત ઃ ૧૮૨ ૩. ભૂત કૃદંત ઃ ૧૮૨ ૪. ભવિષ્ય કૃદંત : ૧૮૨ ૫. સામાન્ય કૃદંત ઃ ૧૮૩ ૬. સંબંધક ભૂતકૃદંત ઃ ૧૮૩
:
૧૨૧
૧૨૮
૧૩૫
૧૪૭
૧૭૦
૧૭૪
૧૭૮
૧૮૨
Page #28
--------------------------------------------------------------------------
________________
૭. હેત્વર્થક કૃદંત : ૧૮૩ ૮. કૃદંતના ઉપયોગ : ૧૮૩ ૯. કૃદંતનાં જાતિ અને વચન : ૧૮૫. ૧૦. કૃદંતની વિભક્તિ : ૧૮૬
૧૧. કૃદંતનાં કર્તા અને કર્મ : ૧૮૬ ૨૭. ક્રિયાવિશેષણના પ્રકાર..........
. ૧૮૯ ૧. ક્રિયાવિશેષણ એટલે શું ? : ૧૮૯
૨. પ્રકાર : ૧૯૦ ૨૮. પદપ્રકારોની કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓ.................. ૧૯૨
૧. સંજ્ઞા-પદોનો અન્ય પદપ્રકાર તરીકે પ્રયોગ : ૧૯૨ ૨. વિશેષણ-પદોનો અન્ય પદપ્રકાર તરીકે પ્રયોગ : ૧૯૩
૩. ક્રિયાવિશેષણનો અન્ય પદપ્રકાર તરીકે પ્રયોગ : ૧૯૪ ૨૯. વાક્ય : પ્રકારો અને પરિવર્તન........
૧૯૮ ૧. વિધાનવાક્ય અને પ્રશ્રવાક્ય : ૧૯૮ ૨. વિધાનવાક્ય, પ્રશ્રવાક્ય અને ઉગારવાક્ય : ૧૯૯ ૩. વિધિવાક્ય અને નિષેધવાક્ય : ૨૦૦ ૪. વર્તમાનકાળ અને ભૂતકાળની રચના : ૨૦૨ ૫. સાદી અને પ્રેરક વાક્યરચના : ૨૦૩
૬. કર્તરિ, કર્મણિ અને ભાર્યે રચનાઓ : ૨૦૫ ૩૦. વાક્ય : વિશ્લેષણ અને સંયોજન.
- ૨૦૭ ૧. સાદું વાક્ય : ૨૦૭ . ૨. સંયુક્ત વાક્ય : ૨૦૭. ૩. સંકુલ અથવા મિશ્ર વાક્ય : ૨૦૮ ૪. વાક્ય-વિશ્લેષણ કે વાક્ય-પૃથ્થકરણ : ૨૦૮
૫. વાક્ય-સંયોજન : ૨૧૦ ૩૧. જોડણી...
૧. જોડણીના નિયમો : ૨૧૪ ૨. જોડણીદોષ : ૨૧૬
૩. અગત્યના શબ્દોની જોડણી : ૨૨૦ ૩૨. શબ્દસમૂહ માટે એક શબ્દ
. .. ૨૨૯ ૧. ભૂમિકા : ૨૨૮
૨. કેટલાક સામાસિક શબ્દો : ૨૨૮ ૩૩. સમાનાર્થી (પર્યાયવાચી) શબ્દો.........
૨૩૬ ૩૪. વિરુદ્ધાર્થી શબ્દો
- ૨૪૪
•••• ૨૧૪
•
Page #29
--------------------------------------------------------------------------
________________
૧. ભાષા એટલે શું ?
આપણે સૌ ભાષાનો ઉપયોગ કરીએ છીએ. ભાષા દ્વારા આપણે વિચારોની આપ-લે કરીએ છીએ, મૈત્રી બાંધીએ છીએ, જુદી જુદી વસ્તુઓનો અભ્યાસ કરીએ છીએ. અત્યાર સુધીમાં તમે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી જેવી ભાષાઓ બોલતાં ને લખતાં તો શીખ્યા જ હશો. વાતચીતમાં પણ આપણે ‘આ અંગ્રેજી ભાષાની શ્રેષ્ઠ નવલકથા છે.' કે ‘આ હિન્દી ભાષાનું ઉત્તમ્ સર્જન છે.` કે ‘આ ગુજરાતીભાષી કવિ છે.’ જેવા પ્રયોગો ય કરીએ છીએ. પણ જ્યારે આપણે ભાષાવિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરીએ છીએ ત્યારે ‘ભાષા’ એટલે શું તે સમજી લેવું ખૂબ જ જરૂરી છે. માનવીની સર્વોત્તમ શોધ છે તે ભાષા છે અને માનવીએ તેની પ્રાકૃત અવસ્થામાંથી અત્યાર સુધી જે પ્રગતિ .સાધી છે અને ભવિષ્યમાં તે હજુ વધુ ને વધુ વિકાસ સાધશે તેના મૂળમાં પાયારૂપ તો ભાષા જ રહેલી છે.
આપણે ભાષાની વાત તો કરીએ છીએ, પણ ‘ભાષા કઈ રીતે જન્મી ?’ એ પ્રશ્ન આપણને મૂંઝવે તે સ્વાભાવિક છે. ભાષાની ઉત્પત્તિ અંગે વિદ્વાનોમાં વિવિધ મતો પ્રવર્તે છે. માનવસંસ્કૃતિની શરૂઆતની દશામાં ભાષાનો વિકાસ થયા પછી માનવસંસ્કૃતિનું તે એક વિશિષ્ટ અંગ બની ગયેલ છે. તેથી જ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્રના અભ્યાસમાં ભાષા પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આપણે ભાષા માટે એટલું કહી શકીએ કે આપણા એકબીજાના વિચારોની આપલેનું અગત્યનું સાધન તે ભાષા છે. અમે પણ ભાષાના માધ્યમ દ્વારા જ તમને ‘ભાષા એટલે શું ?' સમજાવી રહ્યા છીએ ને ! પણ આ તો અમે વર્ણન કર્યું કહેવાય. આપણે ખ્યાલમાં રાખવું જોઈએ કે ‘વર્ણન’ અને ‘વ્યાખ્યા બંને જુદી બાબતો છે. વર્ણનમાં વિસ્તાર હોય, જ્યારે વ્યાખ્યા ટૂંકી અને સંપૂર્ણ હોય. ભાષાની ઉત્પત્તિ પહેલાં માનવી પોતાના વિચારોના વિનિમય માટે અભિનય, ઇશારા કે હાવભાવનો ઉપયોગ કરતો. આજે પણ સ્કાઉટ અને એન.સી.સી. વગેરેમાં આ પ્રકારની સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે જ. પરંતુ આ સંજ્ઞાઓ તો બાહ્ય વ્યવહારને પ્રગટ કરે છે, જ્યારે
૨
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૦
સરળ ગુજરાતી વ્યાકરણ
માનવી તો બે જગતમાં વસે છે : બાહ્ય જગત અને આંતર જગત. બાહ્ય જગત સાથે તે આ પ્રકારની સંજ્ઞાઓથી ફામ લઈ શકે, પણ આંતર જગત સાથે કામ લેવું મુશ્કેલ છે. આંતર જગતમાં જન્મતાં વિચારલાગણીને અભિવ્યક્ત કરવા માટે આ શારીરિક સંજ્ઞાઓ અપૂરતી છે. સંજ્ઞા તો એવી હોવી જોઈએ કે તે વધુ ને વધુ સરળ, સ્પષ્ટ, સૂક્ષ્મ અને વ્યાપક હોય. સંજ્ઞાના આ ચાર ગુણોને સહારે માનવીની અભિવ્યક્તિ અને તેનું સંક્રમણ સારી રીતે થઈ શકે છે. ભાષા એ સંકેતોની યોજના છે. આ સંકેતો સરળ, સ્પષ્ટ, સૂક્ષ્મ અને વ્યાપક છે. આને લીધે આપણા સૌના વિચારોના વિનિમયનું તે અમૂલ્ય સાધન બની રહે છે. આ કારણે સૅપિરે (Sapir) યોગ્ય જ કહ્યું છે :
"Language is primarily a system of phonetic symbols for the expression of commuricable thoughts and feelings." એટલે પિરના મત મુજબ ‘માનવીના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા તે ભાષા.’
પ્રો. સ્તુર્તવાં (Sturtvant) ભાષાને ‘યાદચ્છિક ધ્વનિરૂપ સંજ્ઞાઓની વ્યવસ્થા’ તરીકે ઓળખાવે છે. પ્રો. સ્તુર્તવાંના શબ્દોમાં કહીએ તો ‘A Language is a system of arbitrary vocal symbols by which members of social group co-operate and interect.'
પ્રો. સ્તુર્તવાંની વ્યાખ્યાને વિગતે તપાસીએ.
ભાષા એ યાદૈચ્છિક ધ્વનિરૂપ સંજ્ઞાઓની વ્યવસ્થા છે. દરેક ભાષાને પોતપોતાની આગવી ધ્વનિવ્યવસ્થા હોય છે. દરેક ભાષામાં ધ્વનિઓ અમુક ક્રમમાં, અમુક યોજનામાં આવતા હોય છે અને એમાં વ્યવસ્થા હોય છે. પરિમિત ઘટકો દ્વારા આપણે ભાષામાં વ્યવહાર કરીએ છીએ. એ ઘટકોનું સ્વરૂપ કઈ જાતનું છે, એ ઘટકો કયા પ્રકારના છે તેનો અભ્યાસ કરવો જોઈએ. એક ભાષાનો Marginal Sound બીજી ભાષાનો Marginal Sound ન પણ થાય. ભાષા ગળામાંથી ઉત્પન્ન થયેલ કોઈ પણ પ્રકારના ધ્વનિઓની વ્યવસ્થા છે. વાચિક ધ્વનિઓથી ગમે તેમ બોલાએલા કે ઉચ્ચારાએલા શબ્દોમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે ભાષા બને નહિ. વ્યવસ્થા એ માટે
Page #31
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૧ જરૂરી છે. વ્યવસ્થા એટલે કોઈ પણ એક ઘટનાનો બીજી ઘટનાઘટનાઓ સાથેનો સંબંધભાવ. જો આવી વ્યવસ્થા ન હોય તો ડચકારાને ને તાળીના અવાજને જુદા કેવી રીતે પાડી શકીએ ? તાળીનો કે ડચકારાનો અવાજ “ક” કે “ગ” જેવા અવાજ સાથે મળી શકતો નથી. તે ગમે તે ધ્વનિની પહેલાં કે પછી આવી શકે, પણ “ક” કે “ગ” પછી અમુક જ ધ્વનિ આવી શકે એવા નિયમો છે. એટલે કે “ક” કે “ગ” પછી ક્યા શબ્દો આવે જેથી આકાંક્ષા ઊભી કરી શકાય. પણ ડચકારા કે તાળી પછી કોઈ આકાંક્ષા ઊભી કરી શકાય નહિ. ભાષામાં જો ભાષાકીય શબ્દો હોય તો તેનો અર્થ અવશ્ય થવો જોઈએ.
ભાષા પોતે જ વ્યવસ્થા છે અને તેમાં પણ કેટલીક પેટા વ્યવસ્થા છે. ક્રમ એ પણ વ્યવસ્થાનો ઘટક છે. જેમ કે અમુક ભાષામાં વિશેષણ વિશેષ્ય પછી આવે છે. આમ વ્યાકરણી ઘટકોની પણ વ્યવસ્થા હોય છે.
ભાષાનો વિચાર કરતાં આપણે આપોઆપ લિપિનો વિચાર કરવાનો રહે છે. ભાષા અને લિપિને કાંઈ જ સંબંધ નથી, કેમ કે તે તો માત્ર આકસ્મિક સંબંધ છે. લિપિ એ તો ભાષાને માત્ર દશ્ય સંજ્ઞાઓ (visible marks) વડે રજૂ કરવાનું સાધન છે. એકની એક ભાષાને જુદી જુદી લિપિમાં લખી શકાય. દા.ત. “મારે ઘેર જવું છે.' 'Mare ghar javun chhe.” “મારે ઘેર જવું છે !' આમ, 'Writing is not a language. It is a way of recording language by means of visible marks.' બીજી દલીલ એ છે કે, ફારસી અને ઉર્દની લિપિ એકસરખી છે. લખવાની ગમે તેટલી રીતો હોય છતાં ભાષા તો એક જ હોય. માનવી એક હોય છતાં તેના જુદા જુદા ફોટાઓ લઈ શકાય છે તે રીતે આપણે ભાષાને જુદી જુદી લિપિમાં લખીએ છીએ. જાપાનીઝ ભાષામાં લખવાની ત્રણ રીતો છે અને ચોથી રીત જાપાનીઓ વિકસાવી રહ્યા છે. ભાષામાં શિક્ષિતોની વસ્તી અલ્પ છે છતાં વાન્ગવ્યવહાર ચાલી રહ્યો છે. માટે ભાષાના અભ્યાસ માટે લખાણ-એટલે કે લિપિત્રના અભ્યાસની જરૂર નથી. નિરક્ષર માણસ લિપિ જાણ્યા સિવાય પણ ભાષા સારી રીતે જાણી શકે છે.
આરોહ અવરોહ પણ ભાષાની વ્યવસ્થાનું અંગ છે. આકાંક્ષા એ જ ભાષાવ્યવસ્થા છે. આરોહઅવરોહના ક્રમથી ગુજરાતી ભાષામાં અર્થ
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૨
સરળ ગુજરાતી વ્યાકરણ ફરી શકે છે. જેમ કે તમારે ખાવું છે. તમારે ખાવું છે ?" ધ્વનિ સાથે વ્યવસ્થા જોડાય ત્યારે જ અર્થબોધ થાય છે. પ્રાણીસૃષ્ટિમાં અવાજની વ્યવસ્થાની કોઈ ઘટમાળ નથી. પ્રાણીઓ અવાજ કરે, પણ એ અવાજ સૂચક છે. એ અવાજોની કોઈ વ્યવસ્થા થઈ શકે એવી નથી. એ ઘટના જ જુદી છે. લાગણીસૂચક અવાજોને ભાષાવ્યવસ્થા સાથે સંબંધ નથી. પ્રાણીઓના અવાજમાં પ્રાચર્ય, વૈવિધ્ય કે સૂક્ષ્મના કોઈ દિવસ આવી શકે નહિ. આપણે શબ્દોની નવી વ્યવસ્થિત યોજના દ્વારા નવો અર્થબોધ કરાવી શકીએ. આમ, ભાષામાં વ્યવસ્થા અને વૈવિધ્ય બને છે.
પણ એ ખ્યાલમાં રાખવાનું છે કે ભાષા વાચિક ધ્વનિરૂપ યાચ્છિક સંજ્ઞાઓની વ્યવસ્થા છે, ચિત્રરૂપ સંજ્ઞાઓની વ્યવસ્થા નથી. ધ્વનિ એટલે જેનું વહન અવાજ દ્વારા થઈ શકે છે. આ પ્રકારના અવાજો પ્રતીકો ઊભા કરે છે. પ્રત્યેક ભાષાના ઉદ્ગમમાં આ સૂત્ર રહેલું છે. પ્રત્યેક ભાષા પોતાના સંકેતો અથવા પ્રતીકોની બનેલી છે અને ભાષા ધ્વનિરૂપ સંજ્ઞાઓની બનેલી વ્યવસ્થા છે.
મનોવિજ્ઞાનમાં સંજ્ઞાના ત્રણ પ્રકાર છે. (૧) પદાર્થના જેવી જ સંજ્ઞા, મૂળ વસ્તુને તતૂપ સંજ્ઞા. દા.ત. મૂર્તિ, ફોટો. (૨) થોડે અંશે ચિત્રને મળતી હોય અથવા તો મૂળ વસ્તુને માત્ર સૂચવતી હોય તેવી સંજ્ઞા. દા.ત. બોર્ડ પરનું ખભે દફતર ભરાવીને જતા શાળાના વિદ્યાર્થીનું ચિત્ર. આ ચિત્ર એવું સૂચવે છે કે આગળ શાળા છે તેથી વાહન ધીમે હાંકો અથવા રેલવે ક્રોસિંગ આગળનું # આવું ચિત્ર પણ વાહન ધીમ હાંકવાનું સૂચક હોઈ શકે, આમાં મૂળ વસ્તુ સાથે તો સામ્ય હોય છે. (૩) મૂળ વસ્તુ સાથે કાંઈ જ સામ્ય હોતું નથી, પરંતુ mutual contacથી નક્કી કરવામાં આવે છે કે અમુક સંજ્ઞા હોય તો અમુક અર્થ ઘટાવવો. ભાષા ત્રીજા પ્રકારની સંજ્ઞા છે. કોઈ પણ અવાજને પદાર્થ સાથે આંતરિક સંબંધ નથી. માત્ર mutual contactથી યાચ્છિક રીતે નક્કી કરવામાં આવે છે. સમાજવ્યવસ્થા માટે યદેચ્છાથી સંજ્ઞાઓ નક્કી કરવામાં આવે છે. જેમ કે લાલ લીલી ઝંડીને અકસ્માત સાથે. કાળી પટ્ટી કે કાળા સાડલાને શોક સાથે કોઈ જ સંબંધ નથી. એ તો માત્ર યદચ્છા જ છે. આ સંજ્ઞાઓ સમયાનુસાર બદલાય છે. ઝાડ' શબ્દમાં ' અને હું
Page #33
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ ધ્વનિને ડાળી, પાંદડાં કે થડમૂળ સાથે કાંઈ જ સંબંધ નથી. માત્ર વ્યવહારથી જ નક્કી કરવામાં આવે છે કે ‘ઝાડ શબ્દ બોલવાથી અમુક જ વનસ્પતિ સમજવી. આ વ્યવસ્થા અગાઉથી નિયત કરેલી છે. “ઘોડોએ બેસવા માટેનું ચારપગું પ્રાણી છે. તેને આપણે ઘોડો' કે થોટ: કહીએ છીએ. પણ તેને ઘોડો કે પોટ:” જ શા માટે કહીએ છીએ ? ‘બિલાડી કે નકુલ શા માટે ન કહ્યો ? તેનું કારણ કશું નથી. કારણ એ પ્રાણીમાં એવું અંતર્ગત તત્ત્વ નથી, જેને લીધે એને “ઘોડો' જ કહેવો પડે. આ તો માત્ર એક યદચ્છા જ છે.
જે વાત નામને લાગુ પડે છે તે જ વાત ક્રિયાપદ અને વિશેષણને લાગુ પડે છે. હોવું'ના અર્થમાં અતિ કે છે” જ શા માટે વાપરવું ? એને માટે ને કે not કેમ ન વાપરી શકાય ? એને જ આપણે “ઘોડો' કે પોટ: શા માટે કહી ન શકીએ ? આપણી યદચ્છા જ છે. સફેદ પદાર્થ કે લાલ, લીલા, પીળા પદાર્થમાં એવું કશું તત્ત્વ નથી કે જેને લીધે એમને શ્વેત-સફેદ અથવા white. green, yellow કે red કહેવા જોઈએ. બીજાં કોઈક નામ આપ્યાં હોત તો પણ એટલી જ સારી રીતે કામ ચાલત. કોઈ ગરમ પાણીને ઠંડું કે “ઠંડા પાણીને ગરમ કહે તે તે એને માટે એ સંકેતો અપૂર્ણપણે સાચા છે, અને બીજાઓ એ સંકેતો સ્વીકારે તો એમાં તાત્ત્વિક દૃષ્ટિએ કશું જ અયોગ્ય નથી.
ભાષા જેમ યાદચ્છિક છે. તેમ ભાવાત્મક પણ છે. ‘હાથી અથવા ‘આલ્પસ બંને માટેનું શબ્દપ્રતીક હાથી અથવા “આઘૂસના ઐક્યના અંશો ધરાવતું નથી. માત્ર રૂઢિ પડી છે. એટલે ચોપગા અમુક કદ અને રંગના પ્રાણીને હાથી અને ઉત્તેગ-વિશાળ મૃ-પુંજને ‘આલ્પસ પર્વત કહીએ છીએ. આ તો માત્ર સાંકેતિક પ્રતીકો છે.
આમ, ભાષા કોઈ પણ પ્રકારના આત્યંતિક સંબંધ વગરની વ્યવહારથી. યદચ્છાથી, સંકેતથી કે mutual contacથી નક્કી થયેલી વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં એટલું ખરું કે સંજ્ઞા સાથે મૂળ પદાર્થનું અસ્તિત્વ હોય જ. મૂળ પદાર્થના અસ્તિત્વ વિના સંજ્ઞા ન સંભવે. ‘ઝાર્ડ, ‘હાથી કે “આલ્પસ છે તો તે વૃક્ષ, પ્રાણી અને પર્વતની સંજ્ઞાઓ નક્કી થાય છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૪
સરળ ગુજરાતી વ્યાકરણ ભાષાનું પ્રયોજન (કાર્ય) (Function) • •
ભાષા વડે સામાજિક વ્યવહાર થઈ શકે છે. 'Language is a means of communication. પરંતુ માત્ર ભાષા વડે જ સામાજિક વ્યવહાર કરે છે એવું નથી. દા.ત. અવાજોથી, સ્કાઉટની માફક અસ્ફટ શબ્દો કે સંજ્ઞા કે ઝંડીથી પણ વ્યવહાર શક્ય છે. પરંતુ મુખ્યત્વે વ્યવહાર ભાષા વડે થાય છે.
વ્યવહાર માટે ભાષાની અસર મોટી પડે છે અને આ જ વસ્તુ માનવીને અન્ય પશુઓથી અલગ પાડે છે. સંજ્ઞાઓનું વહન પારસ્પરિક છે. બે વ્યક્તિ કે વધારે વ્યક્તિઓ સાથે આ માધ્યમ દ્વારા સંબંધ જોડાય છે. સમાજની વ્યવસ્થા આ ધ્વનિરૂપ સંજ્ઞાઓ પર નિર્ભર છે. 'Language enables one person to make a reaction when another person had the stimulas.” આમ, ‘stimulas અને reaction' પૂરતી ભાષાની અગત્ય છે. ભાષામાં ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોય તો જ તે કામ આપી શકે. એકલો માણસ હોય તો તે સંક્રમણના માધ્યમ તરીકે કંઈ કામ કરી શકતી નથી. બ્લમફીલ્ડ કહે છે તે પ્રમાણે ભાષા એ બીજા પાસે કામ કરાવવા માટે છે.
ભાષાવ્યવહારનો ક્રમ નીચે પ્રમાણે બાતવી શકાય : (અ) પહેલાં આપણા ચિત્તમાં ઇચ્છા stimulas–જાગ્રત થાય છે. (બ) એ ઇચ્છાને આપણે શબ્દો દ્વારા વ્યક્ત કરીએ છીએ. (ક) આપણાં ધ્વનિનાં મોજાંઓ શ્રોતાના કાનના પડદા પર જઈ અથડાય છે. (૩) શ્રોતાના જ્ઞાનતંતુઓ એના મગજને અર્થ સમજાવે છે. (ઈ) આ અર્થ સમજાવાનું કારણ સામાન્ય રૂઢ સંકેતો છે. (ફ) અને અર્થ સમજવાને પરિણામે શ્રોતા આપણી ઇચ્છા મુજબ કાર્ય કરે છે.
આ રીતે ભાષા વડે આપણે બીજા પાસે કાર્ય કરાવી શકીએ છીએ. CHLAL Z aizslas azul . 'We do not inherit language, we learn it as we learn behaviour.” ભાષા એ આનુવંશિક સંસ્કાર નથી. બાળક પર સમાજ દ્વારા ભાષાનું આધિપત્ય સ્થપાય છે. ટૂંકમાં, વક્તાને પક્ષે વિચાર ભાષા દ્વારા વ્યક્ત થાય છે અને શ્રોતાને પક્ષે ભાષા દ્વારા વિચારનું ગ્રહણ થાય છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૨. ગુજરાતી ભાષાના ધ્વનિઘટકોનું વર્ગીકરણ
ભાષાની સમસ્ત પ્રક્રિયા ઘણી સંકુલ છે. તેને સમજવા માટે આપણે સૌ પહેલાં ધ્વનિને સમજવા પડશે. ભાષાનો એકમ ધ્વનિ છે. ધ્વનિની વિવિધ પ્રકારની મેળવણીથી વાચ્યવહાર ચાલી શંકે છે.
જગતમાં અસંખ્ય અવાજો છે. મોં વાટે પણ આપણે અસંખ્ય અવાજો કાઢી શકીએ છીએ. આ બધા અવાજ ભાષાના નથી. આ બધા અવાજોમાંથી ભાષાના અવાજને આપણે અલગ તારવવા પડશે.
ભાષાનો અવાજ તે વાચિકધ્વનિ.
વાચિકધ્વનિ ભાષાની યોજનામાં મહત્ત્વ ધરાવે છે. શબ્દમાં તેને આગળપાછળ કે વચ્ચે ગોઠવી શકાય છે. વાચિકધ્વનિના ઉચ્ચારણ પછી અન્ય ધ્વનિ આવશે તેવી શ્રોતામાં અપેક્ષા જાગે છે. સામાન્ય ધ્વનિ અને વાચિકધ્વનિ વચ્ચે આ મહત્ત્વનો ભેદ છે.
5-4-2
ટ-પ-ક
પટ–ક
આ દરેક ધ્વનિ ગુજરાતી ભાષાની યોજનામાં મહત્ત્વ ધરાવે છે. તેથી તેને આપણે વાચિકધ્વનિ કહીશું. છીંક ખાતાં થતો ધ્વનિ, ડચકારાનો
ધ્વનિ વગેરેને આપણે વાચિકધ્વનિ નહિ ગણીએ કારણ કે ભાષાની
યોજનામાં તેનું કોઈ સ્થાન નથી. દરેક ભાષાને પોતાની યોજના છે અને એ યોજના પ્રમાણે તેના વાચિકધ્વનિઓ નક્કી થયેલા હોય છે.
ધ્વનિ સાથે અનેક બાબતોનું મિશ્રણ હોય છે. એક જ ધ્વનિ જુદા જુદા સ્થાન પરથી ઉચ્ચારાતો હોય તેને કારણે લિપિમાં જુદો સંકેત ન અપાય, ધ્વનિઘટકો તારવવાની રીત વધારે સંકુલ છે. દા.ત. ‘અમદાવાદ', ‘અસારવા’. આ બંને ‘અ’ જુદા સ્થાન પરથી ઉચ્ચારાય છે. ‘કીકુ’. આ બંને ‘ક' જુદા સ્થાન પરથી ઉચ્ચારાય છે. જુદા સ્થાન પરથી ઉચ્ચારાય છે એટલા માત્રથી તેમને જુદા ઘટક ગણી શકાય નહિ. એક ભાષાના બે શબ્દોમાં બધું જ સમાન હોય પણ કોઈ એક જ ધ્વનિના ફે૨ને કારણે બે શબ્દ જુદા બનતા હોય, તેમના અર્થમાં તફાવત પડતો હોય તો આવા
૧૫
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૬
સરળ ગુજરાતી વ્યાકરણ ધ્વનિને જુદા ઘટક ગણવા પડે. દા.ત.
‘સાકર’–‘સાગર
આ બે શબ્દમાં “ક” અને “ગ” ધ્વનિની હેરફેરને કારણે અર્થ જુદો પડે છે. ગુજરાતી ભાષામાં “ક” અને “ગ બંનેને સ્વતંત્ર ધ્વનિઘટકનો દરજ્જો આપવો જોઈએ.
ભાષાના ધ્વનિસ્વરૂપને આ રીતે બહાર લાવી શકાય. આ માટે કેટલીક પદ્ધતિઓ છે. કોઈ ભાષકનાં ઉચ્ચારણો સાંભળવા. ભાષામાં અનેક બોલીભેદ હોય છતાં નજર તો ભાષાના ધ્વનિસ્વરૂપ ઉપર જ રાખવી જોઈએ. ઉચ્ચારણો નોંધી, તેના ગુણધર્મોની તારવણી કરી અને ભેદક સંબંધોવાળા ધ્વનિઘટકો તારવવા જોઈએ. ગુજરાતી ભાષાના સ્વર :
સ્વરની પ્રકૃતિ નક્કી કરવા માટે હવા જે વિસ્તારમાંથી પસાર થાય છે તે વિસ્તારનું કદ કેટલું છે તે અગત્યનો મુદ્દો ગણાય છે. કોઈ પણ તંતુવાદ્યમાં તેની સાથે જોડેલું તુંબડું અવાજની પ્રકૃતિ નક્કી કરી આપે છે. ગળાનું પોલાણ સ્વરના ઉચ્ચારણમાં આવો જ ભાગ ભજવે છે.
જલતરંગના જુદા જુદા અવાજ જુદા જુદા કદની વાટકીને આભારી છે. વાટકી ધ્રુજવાથી જેટલા કદમાં હવાનો જથ્થો આંદોલિત થાય તે પરથી અવાજની પ્રકૃતિ નક્કી થાય છે. અમુક અવાજ થાળીનો છે કે વાટકાનો તે આપણે જોયા વિના જ નક્કી કરી શકીએ છીએ.
| સ્વરની સાદી વ્યાખ્યા આ રીતે આપી શકાય. ફેફસાંમાંથી બહાર નીકળેલી હવા અનવરુદ્ધ રીતે મુખ વાટે બહાર નીકળે અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે સ્વર. આ વાયુ-મોજા પર રોકાણ કરવાથી – અવરોધ કરવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય તે વ્યંજન. | ગુજરાતી સ્વરના ભેદક ધર્મો છે અગ્રત્વ અને પૃષ્ઠત્વ. સ્વરના ઉચ્ચારણમાં જીભ પણ સહેજ ઊંચી થઈ અને ભાગ ભજવે છે. સ્વરની પ્રકૃતિ નક્કી કરવામાં મધ્ય, ઉચ્ચ અને નિમ્ન સ્થાનો પણ ભાગ ભજવે છે. આ સાથે હોઠનો આકાર પણ ધ્યાનમાં રાખવો જોઈએ. તેના આકારની બે સ્થિતિ છે : ગોળ અને ચપટી. અલબત્ત, હોઠની આ સ્થિતિ સ્વરમાં ભેદક ધર્મ તરીકે કામ કરતી નથી. પરંતુ અમુક ઉચ્ચારણ
Page #37
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
વખતે હોઠનો અમુક આકાર તેની સાથે સંકળાઈ ગયો છે. અગ્રસ્થાન પર ત્રણ સ્વરો છે ઃ ઈ : વીર, એ : વેર, ઍ : વૅર. ઈ : અગ્ર-ઉચ્ચ, એ ઃ અગ્ર-મધ્ય અને ઍ ઃ અગ્ર-નિમ્ન. વીર - વેર વૅર જેવી ઉક્તિઓના ભેદક ધર્મથી. આ સ્વરો તારવવામાં આવ્યા છે.
એ જ રીતે પૃષ્ઠસ્થાનના પણ ત્રણ સ્વરો છે. હોઠનો વર્તુળ આકાર તેની સાથે સંકળાયેલો હોય છે.
::
પૃષ્ઠસ્થાનના ત્રણ સ્વરો આ પ્રમાણે છે : ૩ : પુર, ઓ : પોર, ઑ : પૉર.
ઉ : પૃષ્ઠ-ઉચ્ચ, ઓ : પૃષ્ઠ-મધ્ય અને ઔં : પૃષ્ઠ-નિમ્ન. અગર અને પૃષ્ઠસ્વરોની ત્રણ કોટિઓ ભેદક છે, જ્યારે મધ્યસ્વરોને માટે આ પરિભાષા બરાબર નહિ ઠરે કારણ કે મધ્યસ્વરોની ઊંચાઈની બે જ કોટિ છે. અગ્ર અને પૃષ્ઠસ્વરોની ઊંચાઈની કોટિના પ્રમાણમાં મધ્યસ્વરોની ઊંચાઈની કોટિમાં થોડી હેરફેર છે.
અ ઃ તર, આ : તાર.
૨ ઃ મધ્ય-અનિમ્ન, આ ઃ મધ્ય-નિમ્ન.
ગુજરાતી ભાષામાં સ્વરના ઘટકો આ પ્રમાણે થશે :
મધ્ય
અગ્ર
ઈ
એ
ઉચ્ચ :
એ
મધ્ય
નિમ્ન ઃ
આ
આ રીતે સ્વરના ઘટકો કુલ આઠ છે. સાનુનાસિક સ્વરોના છ ઘટકો મળે છે.
ઈ
પૃષ્ઠ
J @ 7 '
3
૧૭
(a)
અં
ૐ
આં
સંવૃત્ત અને સાનુનાસિક એ-ઓના ઘટકો ગુજરાતી ભાષામાં નથી. અનુનાસિકત્વ આવતાં જ તે વિવૃત બની જાય છે.
સ્વર અને વ્યંજનમાં કાલમાન અસર કરી શકે છે. ઉચ્ચારણનો
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૮
સરળ ગુજરાતી વ્યાકરણ સમય વધતાં ધ્વનિની દૃષ્ટિએ તે એકવડા કે બેવડા થઈ શકે છે. લિપિમાં તે સંકેત બેવડો લખી યુક્તિથી દર્શાવાય છે. | ‘ઈ’ અને ‘ઉના લિપિમાં સામાન્ય રીતે બે સંકેતો બતાવવામાં આવે છે. આ દ્વારા એવું સૂચન થાય છે કે કાલમાન ગુજરાતી સ્વરો પર અસર કરે છે. વાસ્તવિક પરિસ્થિતિ આનાથી જુદી છે, ગુજરાતીમાં વ્યંજનનું બેવડાપણું છે, પરંતુ સ્વરનું બેવડાપણું આ અર્થમાં મહત્ત્વનું
નથી.
જંક્યર :
ઉક્તિની સીમા પર થતા સ્વતંત્ર ધ્વનિવ્યાપારોને જંક્યર દ્વારા સમજાવી શકાય છે. સ્વરોનું કાલમાન જંક્યરથી નિયત થયેલું છે તેથી કાલમાનનું વર્ણન સ્વર માટે જરૂરી નથી.
વાક્યમાં આરોહ-અવરોહ હોય છે. કોઈ ઉક્તિ ઊંચા સૂરથી શરૂ થઈ મંદ સરથી પૂરી થાય છે. વાક્યમાં વચ્ચે આવતો વિરામ (pause) પણ નવી તપાસ માગે છે. આરોહ-અવરોહ અને વિરામ તદન ભિન્ન ભિન્ન બાબતો છે. ઉક્તિની સીમા પ૨ આવતા વિરામને “જંક્યર” તરીકે સ્વીકારી અને તે દ્વારા થતા કેટલાક વ્યાપાર સમજવા જેવા છે. જંક્યર એ કોઈ ભૌતિક અસ્તિત્વ ધરાવતી બાબત નથી, પરંતુ ધ્વનિવ્યાપારમાં થતા ફેરફારની તે એક સમજ છે. ઉક્તિની સીમા પર આવતું જંક્યર અને ઉક્તિની મધ્યમાં આવતું જંક્યર એવી તેની બે એક ઉપસ્થિતિ કળી શકાય છે.
શ્રીપ્રકાશ શ્રી + પ્રકાશ છોકરાઓ + નજીક આવો. છોકરાઓ નજીક + આવો.
ઉક્તિના જ્યાંથી ભાગ પડે છે તેનો આગલો અક્ષર મંદગતિ બને છે અને સ્વર દીર્ધ બને છે.
| ગુજરાતી ભાષામાં સ્વરનું હ્રસ્વત્વ અને દીર્ઘત્વ બને છે. સ્વર જો જંક્યરની પૂર્વે આવે તો તે હંમેશાં દીર્ઘ હોય છે અને એ સિવાયની પરિસ્થિતિમાં હ્રસ્વ હોય છે. વ્યંજન જો જંક્યરની પહેલાં આવે તો તેનો
Page #39
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ સ્ફોટ પૂરેપૂરો થાય છે. ' ઉક્તિમાં શ્રાવ્યતની પરાકાષ્ઠાનું વહન સ્વર કરે છે. સ્વર પાસે ઉક્તિની શ્રાવ્યતા સૌથી વધારે હોય છે. અર્ધસ્વર :
શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરનાર એક જ સ્વર હોય તો તે સાદો સ્વર simple syllable કહેવાય છે. પરાકાષ્ઠાનું વહન ઘણી વાર બે સ્વર પણ કરતા હોય છે. તેમાં એક પ્રધાન રહે છે અને બીજો અપ્રધાન. સ્વર ઉપરાંત અર્ધસ્વર પણ પરાકાષ્ઠાનું વહન કરે છે અને તે અપ્રધાન રહે છે.'
હું અને વું અપ્રધાન રહેવાથી તે અર્ધસ્વર કહેવાય છે. પડિયો – પડ્યો સ્વર + ય
સ્વર + વ પાયરી
જીવડું કૉયલો
પાવડી વની બે ઉપસ્થિતિ છે. ઉક્તિના આદિસ્થાનમાં આવે ત્યારે દંત્યોષ્ઠ સંઘર્ષો હોય છે, જ્યારે સ્વર અને વ્યંજન વચ્ચે આવે ત્યારે ઓક્ય જ હોય છે.
‘યું અને ‘વું પરંપરાથી અર્ધસ્વર તરીકે ઓળખાય છે. આ ઉપરાંત શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરનારા બીજા બે ધ્વનિઘટકોને પણ સ્થાન આપવું પડશે. એક છે ‘હ અને બીજું અનુનાસિક માટે પરંપરાથી મુકાતું બિન્દુ.
દહાડો કહોડ.
પૉક હીને મહાપ્રાણ ગણવામાં આવે છે અને સામાન્ય રીતે તેને વ્યંજનના ખાનામાં મૂકવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ‘હની કામગીરી વિશિષ્ટ છે. હું જ્યારે વ્યંજન પછીથી આવે છે ત્યારે તેનું કાર્ય વ્યંજનને મળતું છે, પરંતુ સ્વર પછી જ્યારે તે આવે છે ત્યારે તેની કામગીરી સ્વરના જેવી છે. તે સ્વર સાથે અપ્રધાન રીતે પરાકાષ્ઠાનું વહન કરે છે તેથી તેને અર્ધસ્વર ગણવો પડશે.
ભીંત
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૦
સરળ ગુજરાતી વ્યાકરણ જોડણીમાં પરંપરાથી મુકાતું બિંદુ વ્યંજન અને સ્વર પર (‘અ” અને “ઓ સિવાય) આવી શકે છે. અનુનાસિત્વ જ્યારે સ્વરમાં ભળેલું હોય છે ત્યારે તે પણ અપ્રધાનપણે શ્રવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરે છે.
ઈટ, ઊંટ, આંખ, વૈત.
ટૂંકમાં, સ્વર પછી અનુનાસિકત્વ હોય તો તે પરાકાષ્ઠાનું વહન કરે છે તેથી તેને પણ અર્ધસ્વરની ગણતરીમાં લેવું પડશે. વ્યંજન :
ફેફસાંમાંથી બહાર નીકળતી હવા પર મુખમાં અલગ અલગ સ્થળે અવરોધ કરી શકાય છે. વ્યંજનની પ્રકૃતિ આ અવરોધનું સ્થાન અને અવરોધની માત્રા પર આધાર રાખે છે.
ફેફસાંમાંથી શરૂ થયેલી હવા મુખ વાટે બહાર નીકળે ત્યાં સુધીમાં અનેક ધ્વનિ નીકળી શકે. તેમાંથી ભાષાની આકૃતિ અને વ્યવસ્થા પ્રમાણે વાચિક ધ્વનિ બની શકે. ધ્વનિઓનું વર્ગીકરણ કરતાં પહેલાં ઉચ્ચારણના અવયવોનો ટૂંકમાં પરિચય કરી લઈએ.
ફેફસાં : ફેફસાં બે છે. તેમાં હવા ભરાય છે જે ધ્વનિઉચ્ચારણ માટે સતત હવા પૂરી પાડે છે. તેમનું કામ ધમણને મળતું છે.
નાદતંત્રીઓ: બન્નેના સમૂહમાં તે બે ભાગમાં વહેંચાયેલી છે. બે ધ્વનિતંત્રી વચ્ચેની જગ્યાને Glottis (કાકલ) કહે છે. ઉચ્ચારણ વખતે આ ધ્વનિતંત્રીઓ સહેજ તંગ બને છે. જ્યારે તેમાંથી પસાર થતી હવા આંદોલિત થાય છે ત્યારે ઘોષ ધ્વનિ સંભળાય છે.'
પડજીભ (Uvula) : શ્વાસનળી પર લટકતો તે એક પોચો સ્નાયુ છે. ફેફસાંમાંથી બહાર નીકળતી હવાને તે નાક વાટે જતી અટકાવે છે. કેટલાક ઉચ્ચારણમાં બહાર નીકળતી હવાનો પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ જાય છે. અનુનાસિકના ઉચ્ચારણ(મન વગેરેમાં)માં આમ બને છે.
તાળવું ઃ સગવડ ખાતર તાળવાના ત્રણ ભાગ થઈ શકે. સૌથી પાછળનો ભાગ તે પોચું તાળવું. વચ્ચેનો ભાગ મૂર્ધન્ય અને આગળનો ભાગ તે વર્લ્સ. જીભ આ સ્થાનો પર અથડાઈ કેટલાંક ઉચ્ચારણો કરે છે.
જીભ : ધ્વનિના ઉચ્ચારણમાં જીભ મહત્ત્વનો ભાગ ભજવે છે. ક્યાંક હવાને રોકવાની કે આંદોલિત કરવાની કામગીરી તે કરે છે. સ્વરની
Page #41
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૧ પ્રકૃતિ નક્કી કરવામાં જીભની જુદી જુદી ઊંચાઈ મહત્ત્વનું કામ કરે છે.
હોઠ : હોઠ પાસે હવાનું પૂર્ણ દબાણ થઈ શકે છે. પસાર થતી હવાને તે ઘર્ષણ પણ આપી શકે છે.
ફેફસાંમાંથી નીકળેલી હવા મુખ દ્વારા બહાર નીકળે ત્યાં સુધીમાં તેને ઘણે ઠેકાણે રોકી શકાય કે ઘર્ષણ આપી શકાય. બધા ધ્વનિઓ અવરોધના જુદા જુદા પ્રકાર પર આધાર રાખે છે.
જુદા જુદા ભાગોમાં વર્ગીકૃત કરી શકાતા ગુજરાતી ભાષાના વ્યંજનો જોઈએ.
સ્ફોટક (stop) : સ્ફોટકનું મુખ્ય લક્ષણ એ કે તેમાં ધડાકા સાથે હવા બહાર નીકળે છે. તે
જીભ, હોઠ અને કાકલની એવી સ્થિતિ રાખીએ કે હવા એકઠી થાય અને ત્યાર બાદ એને એકદમ માર્ગ આપીએ તો હવા થોડા અવાજ સાથે બહાર આવે છે. આ રીતે પેદા થતો ધ્વનિ તે સ્ફોટક. હોઠ પર, તાળવાના કેટલાક ભાગ પર હવાનું પૂર્ણ રોકાણ થઈ શકે છે. સ્ફોટક ધ્વનિ ઘોષ અને અઘોષ બંને પ્રકારના હોઈ શકે. .
૫, ટ, ક – ધ્વનિઓ ઘોષ છે. બ, ડ, ગ – ધ્વનિઓ અઘોષ છે.
સ્ફોટક ધ્વનિની એક વિશેષતા એ છે કે તેને લંબાવી શકાતા નથી. દવાનું પૂર્ણ રોકાણ કરી તે જથ્થો એક વાર મુક્ત કરી દીધો પછી આ ધ્વનિને લંબાવી શકાય નહિ. સ્ફોટક ધ્વનિઓ નીચેના સ્થાન પરથી નીકળી શકે :
૫, બ, ભ - ઓષ્ઠ સ્થાન પરથી. ત, થ, દ, ' – વર્લ્સ સ્થાન પરથી. ટ, ઠ, ડ, – તાલુ સ્થાન પરથી. ક, ગ – મૂર્ધન્ય સ્થાન પરથી.
સંઘષઓ (spirants કે Fricatives) : જેટલે સ્થળે હવાનું રોકાણ થઈ શકે તેટલે સ્થળે ઘર્ષણ પણ ઉત્પન્ન થવાનું. હવાને જવાનો રસ્તો સાંકડો થતાં તેમાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને તે ઘર્ષણજન્ય ધ્વનિને સંઘર્ષ કહેવામાં આવે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
સંઘર્ષી ઘોષ અને અઘોષ બંને પ્રકારના હોઈ શકે. ‘ક્’ ઘોષ સંઘ
છે, જ્યારે ‘વ્’ અઘોષ સંઘર્ષી છે.
પાર્થિક (Laterals) : જીભ ઉપરના તાળવાને અડકી હવાને રોકવાનો પ્રયાસ કરે છે. આ દરમ્યાન જીભની એક કે બંને બાજુ પરથી હવા પસાર થઈ જાય છે. બહાર જતી હવા જતાં જતાં ઘર્ષણ ઉત્પન્ન કરે છે. હવાનું ઘર્ષણ સંઘર્ષી ધ્વનિઓમાં હોય છે તેટલું તીવ્ર હોતું નથી. . આવા ધ્વનિને પાર્થિક ધ્વનિ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં પાર્થિક ધ્વનિઘટકો બે છે પાર્થિક ‘લૂ’ કૃત્ય : અને મૂર્ધન્ય પાર્થિક ‘ગૂં’. ‘લ’ ઉક્તિના આદિ, મધ્ય અને અંત એમ ગમે તે સ્થાનમાં આવી શકે છે જ્યારે 'ળ'ની ઉપસ્થિતિ પર એક નિયમન છે. તે ઉક્તિના આદિ સ્થાનમાં આવી શકતો નથી, અર્ધસ્વર ‘ય’ની હાજરીમાં તેનું કાલમાન અર્ધું હોઈ શકે છે જ્યારે તે બેવડો આવી શકતો નથી.
૨૨
પ્રકંપી (Thrill) : જીભનો થોડો ભાગ ઊંચો થાય છે તેથી બહાર નીકળતી હવા સહેજ કંપિત થાય છે, રોકાતી નથી. ગુજરાતી ‘૨’ થડકારાવાળો છે.
આ વર્ગમાં ગુજરાતી ભાષાના બે ધ્વનિઘટકો છે ઃ ‘૨’ અને ‘’. ફૂ’એ ‘ડ’નો એક ભિન્ન આવિષ્કાર છે. બે સ્વરની વચ્ચે તેની ઉપસ્થિતિ કળી શકાય છે. ઉક્તિના આદિસ્થાનમાં તે આવી શકતો નથી. ‘દડો’, ‘ઘોડો’ વગેરેમાં તે બોલાય છે.
અનુનાસિકો : મુખ વાટે બહાર આવતી હવા બે ભાગમાં વહેંચાઈ જાય છે. હવાનો એક જથ્થો મુખ વાટે બહાર આવે છે અને બીજો જથ્થો નાક વાટે બહાર આવે છે. અનુનાસિકને ઘોષ-અઘોષનો ભેદ લાગી શકે નહિ.
ગુજરાતીમાં અનુનાસિકના ચાર ધ્વનિઘટકો છે ઃ પરંપરાથી મુકાતું અનુનાસિક બિંદુ. ‘ણ' : મૂર્ધન્ય, ‘ન' : દંત્ય અને ‘મ' : ઓબ્લ્યૂ.
ગુજરાતી ભાષામાં અનુનાસિકની સ્થિતિ વિશિષ્ટ છે. બધા અનુનાસિકો સ્થાનીય વ્યંજનો છે. હવાના એક જથ્થા પર જુદા જુદા સ્થાન પર અવરોધ કરવાથી આમ બને છે. બધા અનુનાસિકોની
Page #43
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૩ ઉપસ્થિતિના નિયમો એકસરખા નથી.
જેમ કે “ણ આદિસ્થાનમાં આવી શકતો નથી. તેમ જ તે બેવડો હોઈ શકે નહિ. “મ' અને ન' બંને બેવડા આવી શકે છે - એટલે કાલમાન તેના પર અસર કરે છે. સ્વર અને વ્યંજન બંને અનુનાસિક હોઈ શકે. અનુનાસિક સ્વર તે અનુસ્વાર - આંખ, ઊંટ, ઈટ, રેંટ બધા અનુસ્વારો છે.
ધ્વનિઘટકોની આ પાયારૂપ બાબતો છે. ગુજરાતી ભાષાના ધ્વનિઘટકોને આ રીતે ગોઠવી શકીએ.
સ્વરો અગ્ર . મધ્ય ઉચ્ચ ઈ મધ્ય એ નિમ્ન ઍ
અનુસ્વારો
એ અર્ધસ્વર : . યુ. હું. ફોટક : અઘોષ : ૫. ટ, ત. ક.
- ઘોષ : બ. ડ. દ, ગ. સંઘર્ષ : અઘોષ : ફ. સ.
ઘોષ : વ. જ. સ્પર્શસંઘર્ષો . : ચ. જ. પાર્થિક : લ. ળ. . પ્રકંપ
: ૨, ડે. અનુનાસિક : મ. ન. ણ.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩. વર્ણવિચાર : સ્વર-વ્યંજન ૧. ગુજરાતી વર્ણમાળા :
આપણા વિચારો બીજા આગળ રજૂ કરવા આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. વાક્ય એ આપણા વિચારો રજૂ કરવા માટેનું એકમ છે. વાક્ય શબ્દોનું બને છે. શબ્દ અક્ષરોનો બને છે. શબ્દ એક અક્ષરનો પણ હોય છે અને વધારે અક્ષરોનો પણ હોય છે. દા.ત. 'હા' એ એક અક્ષરનો શબ્દ છે. “પ્રાર્થના એ એક કરતાં વધારે અક્ષરોનો શબ્દ છે, અક્ષર માટે વર્ણ શબ્દ પણ વપરાય છે. આમ તો અક્ષર એટલે વર્ણ અને વર્ણ એટલે અક્ષર એમ નક્કી હોવા છતાં અક્ષર અને વર્ણ બાબત નીચેની રીતે ભેદ થાય છે.
“હા એક અક્ષર પણ એ જ ‘હા’ ‘હ + આ’ મળીને બન્યો છે માટે બે વર્ણ. “પ્રાર્થના ચાર અક્ષર પણ એ જ પ્રાર્થના ૫+૨+ આ + ૨ + શ્ + અ + ન્ + આ’ મળીને બન્યો છે માટે આઠ વર્ણ.
અક્ષર કે વર્ષમાં કેટલાક સ્વર હોય છે અને કેટલાક વ્યંજન હોય છે. જે અક્ષરનો ઉચ્ચાર કરવામાં બીજા અક્ષરની મદદની જરૂર પડતી નથી – એટલે કે જે એકલો હોય તો પણ બોલી શકાય છે - તે સ્વર કહેવાય છે.
સ્વર ૧૧ છે : અ આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ, ઓ, ઔ.
જે અક્ષરનો ઉચ્ચાર કરવામાં સ્વરની મેળવણી કરવી પડે છે એટલે કે જેની સાથે સ્વરની મેળવણી કરવામાં આવે તો સહેલાઈથી બોલી શકાય છે તે વ્યંજન કહેવાય છે. વ્યંજન ૩૪ છે : કુ, ખ, ગૂ, ચૂં, હું, શું છે, જઝ, મું, ટુ, હું, ડું, ત્,
, , તું, યૂ. ૬, ૬, નું, ૫, ફ, બ, ભૂ. મું, યુ. ૨.
. શું. ૫. સુ. હુ, ગૂ. ગુજરાતી વર્ણમાળામાં ૧૧ સ્વર અને ૩૪ વ્યંજન મળી કુલ ૪૫ વર્ણ છે.
બારાખડીના ‘એ અને આ માટે વ્યાકરણશાસ્ત્રીઓએ “સ્વરાદિ (સ્વર જેના આરંભે હોય છે તે) શબ્દપ્રયોગ કર્યો છે. ભાષાશાસ્ત્રની
૨૪
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૫
સરળ ગુજરાતી વ્યાકરણ દૃષ્ટિએ આ વર્ણોને સ્વતંત્ર ન ગણતાં “અ અને અનુસ્વાર કે “અ ને વિસર્ગનું સંયોગરૂપ જ કહેવું રહ્યું.
ક્ષુ” અને “સુને સ્વતંત્ર વ્યંજન ગણવામાં આવતા નથી. કારણ સ્પષ્ટ છે. શબ્દમાં વ્યંજનોને સ્વર સાથે મેળવીને વપરાય છે. દા.ત. મોતિયો' = મ્ + ઓ + તુ + $ + યુ + ઓ. *
ક્યારેક સ્વર સાથે ભળ્યા વગરનો વ્યંજન વપરાય છે. આવા વ્યંજનને ખોડ કે અર્ધ વ્યંજન કહેવામાં આવે છે. દા.ત. “અર્થાતુમાં “તું.
કેટલીક વાર બે કે ત્રણ વ્યંજનો સ્વરની મેળવણી વિના સાથોસાથ આવી જાય છે ત્યારે તે જોડાક્ષર કે સંયુક્તાક્ષર કહેવાય છે. દા.ત. શું (કુ + ૫), સ્ (ન્ + ), ત્ર (ત્ + ૨), છ (૬ + ૮ + ૨), સ્ત્ર (સ્ + ત્ + ૨).
દરેક જોડાક્ષર ક્યા ક્યા વ્યંજનોનો બનેલો છે અને તે કેવી રીતે લખાય છે તે આપણે જાણી લેવું જોઈએ. નીચેના જોડાક્ષરો ક્યા વ્યંજનના બનેલા છે તે જો બરાબર ખ્યાલમાં હશે તો બોલવામાં કે લખવામાં ભૂલ પડશે નહિ.
દ્ર (દ્ + ૨+ અ) ૮ (દ્ + + અ) & (ક્ + યુ + 1) દ (દ્ + ઋ) ઘ (દ્ + યુ + અ) હ્ન ( + ન + 1) ૮ (દ્ + + અ) ૫ (૬ + + અ) ધ્ધ (ધુ+ વ્ + અ) ૬ (દ્ + ૬ + અ) હ્મ (હુ+મ્ + અ) % (સ્ + ૬ + 1) શ્વ ( + સ્ + અ) ૮ (હું + ઋ) – (તુ + 8) શ્ર (સ્ + ૨ + અ) હું (૯ + ૨ + અ) – (તુ + ૨ + ૧) સ (સ્ + ૨ + અ) (તુ + ત્ + અ) સ્ (સ્ + ઋ) – (તુ + યુ + 1)
દ, સુ, હૃ. તૃ વ્યંજન સાથે સ્વર જોડાઈને બનેલા છે એટલે એ જોડાક્ષર ન કહેવાય. જોડાક્ષરમાં (વ્યંજન સાથે સ્વર નહિ પણ) વ્યંજન સાથે વ્યંજન જોડાયેલો હોય છે. અહીં તો લિપિની દૃષ્ટિએ જ આ અક્ષરો પણ સમાવ્યા છે.
નીચેના અક્ષરોના ભેદ પણ નોંધપાત્ર છે : જી - જિ ઋ – (૨) – () .
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૬
સરળ ગુજરાતી વ્યાકરણ અનુસ્વાર કે વિસર્ગ સીધેસીધા લંજન પછી આવી શકતા નથી. અનુસ્વાર સ્વરની પછી કે વ્યંજનમાં સ્વર ઉમેરાયા પછી આવે છે. દા.ત. સંપત્તિ, સુંદર, સ્વરની પછી (અનુ” એટલે પછી કે પાછળ ) એનો ઉચ્ચાર થાય છે માટે તે અનુસ્વાર કહેવાય છે. સંસ્કૃત શબ્દોના અનુનાસિકોની જગ્યાએ ગુજરાતીમાં ઘણુંખરું આગલા સ્વર પર અનુસ્વાર લખવામાં આવે છે. દા.ત. સંસ્કૃતમાં – સમ્પત્તિ, સુર. પણ ગુજરાતીમાં - સંપત્તિ, સુંદર, ગુજરાતીમાં પણ સંસ્કૃતની જેમ સમ્પત્તિ કે સુન્દ્રા લખીએ તો તે ખોટું નથી.
વિ (વિશેષ) + સુજુ (છોડવું) મળીને વિસર્ગ શબ્દ બન્યો છે. જેનો ઉચ્ચાર કરતાં શ્વાસને વિશેષ છોડી દેવામાં આવે છે તે વિસર્ગ. વિસર્ગ એકલા સ્વર પછી આવી શકતો નથી, પણ વ્યંજન સાથે મળેલા સ્વર પછી જ આવે છે. દા.ત. મનઃસૃષ્ટિ, દુઃખ. ૨. સ્વર :
સ્વરના મુખ્ય બે પ્રકાર છે. હ્રસ્વ અને દીર્થ.
અ, ઇ. ઉં, ઋ – આ ચાર સ્વરનો ઉચ્ચાર હ્રસ્વ (ટૂંકો) છે માટે તે હ્રસ્વ સ્વર કહેવાય છે.
આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ – આ સાત સ્વરનો ઉચ્ચાર દીર્ઘ (લાંબો) છે માટે તે દીર્ઘ સ્વર કહેવાય છે.
* આ સ્વરોમાંના એ. એ. ઓ. ઔ - આ સ્વતંત્ર સ્વર નથી. પણ જુદા જુદા સ્વરની મેળવણીથી બન્યા છે. અં કે “આ ની સાથે ‘ઈ’ કે ‘ઈ’ મળતાં “એ'; “અં કે “આની સાથે “એ” મળતાં ઐ; “અ કે “આની સાથે ઉ’ કે ‘ઊ મળતાં ‘ઓ'; “અ” કે “આની સાથે ‘ઓ મળતાં ‘ઓ થાય છે. એટલે એ “સંયુક્ત દીર્ધસ્વર' નામથી પણ ઓળખાય છે. - આ ચાર (એ, ઐ, ઓ, ઔ) અને બીજા ત્રણ આ, ઈ. ઊ મળી સાત સ્વર માટે (સાધિત અથવા) સંધિસ્વર એવો શબ્દપ્રયોગ પણ થાય છે. જે સ્વર મૂળ સ્વર ઉપરથી સાબિત થયેલા (એટલે કે બનેલા) હોય તે સાધિત સ્વર. પહેલા ચાર સ્વર કયા કયા સ્વર જોડાઈને બનેલા છે તે આપણે ઉપર જોયું છે. બાકીના આ. ઈ. ઊ એ ત્રણ સ્વર અ, ઇ.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨
૭
સરળ ગુજરાતી વ્યાકરણ ઉ – એ મૂળ સ્વરોને બેવડાવવાથી બન્યા છે.'
આ સિવાય બીજી રીતે પણ સ્વરના બે પ્રકાર પાડવામાં આવે છે :
(૧) સજાતીય અને (૨) વિજાતીય. એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરો આપ આપના સંબંધે સજાતીય કે સવર્ણ કહેવાય છે. દા.ત. અ” અને “આ”, “ઇ” અને “ઈ', “ઉ” અને “ઊ'. “અ”નું કંઠસ્થાન છે “ઈ. અને આનું પણ કંઠસ્થાન છે. “ઈનું તાલુસ્થાન છે અને “ઈનું પણ તાસ્થાન છે. ઉનું ઓષ્ઠસ્થાન છે અને ઊનું પણ ઓષ્ઠસ્થાન છે.
જુદાં જુદાં સ્થાનોમાંથી બોલાતા સ્વરો આપ આપસના સંબંધ વિજાતીય (કે અસવર્ણ) કહેવાય છે. દા.ત. “અ-આના વિજાતીય સ્વરો ઈ. ઈ, ઉ, ઊ; ઇ-ઈના વિજાતીય સ્વરો અ. આ. , ઊ; “ઉ-ઊના વિજાતીય સ્વરો અ. આ, ઇ. ઈ.
સ્વરોનાં ઉચ્ચારસ્થાન આ પ્રમાણે છે : “અ-આ– કંઠ, ઇ-ઈ – તાલુ, ‘ઋ–મૂર્ધા,- “ઉ-ઊ– ઓષ્ઠ, એ-ઐ-કંઠતાલુ, “ઓ-ઔ-કંઠઓષ્ઠ.
સ્વરોના ઉચ્ચારસ્થાન નીચે પ્રમાણે દર્શાવી શકાય : સ્વર | ક્યાંથી બોલાય છે? સ્થાન
કેવો કહેવાય ? અ-આ ગુગળામાંથી-કંઠમાંથી કિંઠસ્થાન
કચ ઇ-ઈ |તાળવામાંથી તાલુસ્થાન
તાલવ્ય ઉ-ઊ |હોઠમાંથી
ઓષ્ઠસ્થાન
ઓક્ય 28 |મૂર્ધામાંથી
મૂળસ્થાન
મૂર્ધન્ય એ-ઐ કિંઠ અને તાળવામાંથી કિંઠ અને તાલુ0ાન |
કેક્યતાલવ્ય ઓ-ઔ| કંઠ અને હોઠમાંથી કિંઠ અને ઓષ્ઠસ્થાન કંઠૌક્ય ૩. વ્યંજન : -
સ્પર્શની દૃષ્ટિએ વર્ણના મુખ્ય બે પ્રકાર છે : સ્પર્શ ને અસ્પર્શ. વ્યંજન સ્પર્શ વર્ણ છે; સ્વર અસ્પર્શ વર્ણ છે.
વ્યંજનના મુખ્ય બે પ્રકાર છે : વર્ગીય અને અવર્ગીય.
કુ થી મુ. સુધીના પચીસ વ્યંજનોને નીચે પ્રમાણે પાંચ વર્ગમાં વહેંચી શકાય છે માટે તે વર્ગીય વ્યંજન કહેવાય છે. આ વ્યંજનોનો
Page #48
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૮
ઉચ્ચાર કરતી વખતે જીભ મોંના જુદા જુદા ભાગોને બરાબર અડે છે. માટે એ સ્પર્શ વ્યંજન નામથી પણ ઓળખાય છે.
વર્ગીય અથવા સ્પર્શ વ્યંજનો ઉચ્ચારસ્થાન | કંઠ(ગળા)માંથી બોલાય છે.
| બોલતાં જીભ તાલુને (તાળવાન) અડે છે. બોલતાં જીભ મૂર્ધા (દાંતના મૂળના ઉપરના ભાગને અડે બોલતાં જીભ દાંતને
ક્રમ વ્યંજનો
૧. |, ખ્, ગુ, વ્, ગ્
૨. |‚ ‚ જૂ, ઝૂ, ગ્
૩. | ચ્, , ડ્. , ગ્
૪. | તુ, થ્‚ . ‚ ન્
પ. | પ્、 ફ્, બ્‚ ભ્‚ મ્
વ્યંજન
યૂ. શ્ र षू णू લૂ, સ્
અડે છે.. બોલતાં હોઠ એકબીજાને અડે છે.
ઉચ્ચારસ્થાન
તાલુ (તાળવું)
છે.
મૂળ દાંતનું મૂળ દાંત અને ઓઠ
Śó
પ્રકાર કંઠ્ય .
વર્ગ
દંત્ય
--
તાલવ્ય ચ - વર્ગ
મૂર્ધન્ય ટ
વગ
ઉપરોક્ત સિવાયના નીચેના વ્યંજનોનો ઉપરના પાંચ વર્ગો પૈકી કોઈ પણ વર્ગમાં સમાવેશ થઈ શકતો નથી તેથી તે અવર્ગીય વ્યંજનો કહેવાય છે. આ વ્યંજનોનો ઉચ્ચાર કરતી વખતે જીભ ઉચ્ચારસ્થાનોને બરાબર સ્પર્શ કરતી નથી. આ વ્યંજનો પ્રબળ નહિ પણ ઇષતુ - આછા - સ્પર્શવાળા છે. માટે આ ઇષત્ સ્પર્શ વ્યંજન તરીકે પણ ઓળખાય છે. અવર્ગીય વ્યંજનોનાં ઉચ્ચારસ્થાન આ પ્રમાણે છે :
અવર્ગીય અથવા અસ્પર્શ (ઇષત્ સ્પર્શ) વ્યંજનો
વર્ગ
ત - વર્ગ
ઓત્ઝય ૫ - વર્ગ
પ્રકાર
તાલવ્ય
મૂર્ધન્ય
દંત્ય
દંત્યૌછ્ય
કંઠ્ય
Page #49
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૯
વ્યંજનોના આ ઉપરાંત (૧) અલ્પપ્રાણ અને (૨) મહાપ્રાણ એ જાતના પણ પ્રકાર પાડવામાં આવે છે. જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે તે અલ્પપ્રાણ અને વધારે પ્રાણવાયુની જરૂર પડે છે તે મહાપ્રાણ, બીજી રીતે કહીએ તો અલ્પપ્રાણ વ્યંજનમાં સહેજ ‘· ઉમેરીને બોલાય છે ત્યારે એ મહાપ્રાણ થાય છે. જેમ કે ક્રૂ' એ અલ્પપ્રાણ પણ એમાં ‘હ્’ ઉમેરીને બોલતાં ‘ખ’ બોલાય ત્યારે તે મહાપ્રાણ બની જાય.
દરેક વર્ગના પહેલા, ત્રીજા અને પાંચમા વ્યંજનો તથા યૂ. ૨. સ્. વ્ બ્ એ અલ્પપ્રાણ વ્યંજનો અને દરેક વર્ગના બીજા, ચોથા તથા શ્ બ્રૂ. સ્、 હૂઁ એ મહાપ્રાણ વ્યંજનો છે. સ્થાન પ્રમાણે અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનોને આપણે આ પ્રમાણે કોઠામાં ગોઠવી શકીએ :
સ્થાન અલ્પ મહા અલ્પ મહા અલ્પ અલ્પ મહા મહા પ્રાણ પ્રાણ પ્રાણ પ્રાણ પ્રાણ પ્રાણ
પ્રાણ પ્રાણ
ગ્
हू
કંઠ
તાલુ
મૂર્ધા
દંત
थू
दू
ખૂ
छू
६
थू
तू
ઓષ્ઠ यू ई બૂ દંતઓ
धू
जू
م کر
ભ
متر از تر
સૂ
| Jay |
ઊં
\ * * * ।
11 1
‘અનુનાસિક’ અને ‘અનુસ્વાર’ અંગે પણ અહીં જ સ્પષ્ટતા કરી લઈએ. ફ્ ્ ગ્ ગ્ ્ ન, મ્ આ પાંચેય સ્પર્શ વ્યંજન છે. એમનો ઉચ્ચાર કરતાં વાયુનો થોડોક ભાગા નાસિકા(નાક)માંથી પણ પસાર થાય છે. આ કારણથી એ નાસિકાના વ્યંજનો એટલે કે ‘અનુનાસિક વ્યંજનો’ કહેવાય છે. આપણે લખતી વખતે ‘અંગ' કે 'અઙ્ગ', 'દંડ' કે ‘દણ્ડ’, ‘મંત્ર’ કે ‘મન્ત્ર’, ‘લંબ’ કે ‘લમ્બ' બંને રીતે લખીએ છીએ. આ દરેક શબ્દમાં પહેલી વાર લખાયેલ છે ત્યાં બધે સ્વરને માથે (એટલે કે સસ્વર વ્યંજનને માથે) નાનકડું બિંદુ કર્યું છે. આ બિંદુને અનુસ્વાર નામથી ઓળખવામાં આવે છે. આ બિંદુ નિઃસ્વર અનુનાસિક છે. આ દરેક શબ્દમાં બીજી વાર
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૦
સરળ ગુજરાતી વ્યાકરણ
લખાયેલ છે ત્યાં બધે અનુસ્વારનું અનુનાસિકમાં રૂપાંતર કર્યું છે. ઇ, ઉં, ઋની સાથે યિ, વુ, રુનું પણ ઉચ્ચારણ કરી જોઈએ. અહીં સ્વર અને વ્યંજન બંનેના ઉચ્ચારણમાં અત્યંત મળતાપણું છે. આનું કારણ એ છે કે આ યૂ. વ્ અને ર્ એ ત્રણ વ્યંજનોમાં અનુક્રમે ઇ, ઉ અને ઋ એ ત્રણ સ્વરોનો અલ્પાલ્પ અંશ રહેલો છે. ઇ, ઉ, ઋ (અને લૂ) એ ચાર વર્ણ અર્ધસ્વર છે અને અર્ધવ્યંજન છે- એટલે કે એ ચારે વર્ણ સ્વર અને વ્યંજન બેને મધ્યભાગે આવેલા છે. વ્યાકરણમાં એને ‘અર્ધસ્વર' અથવા ‘અંતઃસ્થ' (‘અંતઃ’ એટલે,‘વચ્ચે અને 'સ્વ' એટલે ‘સ્થાન પામેલા') નામથી ઓળખવામાં આવે છે. ('ળ'ને આપણે અંતઃસ્થ કહીશું.)
શ્, પ્ નું ઉચ્ચારણ કરી જોઈએ. આ ત્રણે વર્ણોનું ઉચ્ચારણ કરતાં મોંમાંથી સૂસવાતો વાયુનો પ્રવાહ ધસે છે. આ પ્રવાહ ‘ઉષ્મા’ કહેવાય છે. આ કારણથી વ્યાકરણમાં આ વ્યંજનોને ‘ઉષ્માક્ષર' નામથી ઓળખવામાં આવે છે. (‘હૂ’ને પણ આપણે ઉષ્માક્ષર કહીશું.)
વ્યંજનોના સ્થાન અને સ્પર્શના ભેદ ઉપરાંત આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણ એવા ભેદ પણ પાડ્યા- એમાંથી ઊઠતા ઘોષ(નાદરણકાર)ની દૃષ્ટિએ પણ આપણે એમના વળી પાછા બે વધુ ભેદ પાડી શકીએ. આ બે ભેદુ છે : (૧) ઘોષ અને (૨) અઘોષ એક વાર ક્ ્ બ્ બોલીએ ને બીજી વાર ગુ, વ્, પ્ બોલીએ. એક વાર ચૂ ્ બ્ બોલીએ ને બીજી વાર જૂ, ઝૂ ઝૂ બોલીએ. એક વાર ટૂ, ડ્ બોલીએ ને બીજી વાર ડ્, ઢ, ણ, બોલીએ. એક વાર તૂ, થ્ બોલીએ ને બીજી વાર . . ન્ બોલીએ. એક વાર પુ ્ ફ્ બોલીએ ને બીજી વાર બ્‚ ભૂ ્ મ્ બોલીએ. એક વાર શ્. પૂ. સ્ બોલીએ ને બીજી વાર યૂ. ૨, લ, વ, ડ્ બ્ બોલીએ
એક વાર બોલીએ છીએ ત્યારે કઠોર અવાજ નીકળે છે. બીજી વાર બોલીએ છીએ ત્યારે કોમળ કે મૃદુ અવાજ નીકળે છે. કઠોર અવાજવાળા વ્યંજનો અઘોષ વ્યંજન નામથી ઓળખાય છે. કોમળ અવાજવાળા વ્યંજનોને ઘોષ નામથી ઓળખવામાં આવે છે. ક્, પ્ ચ્ . 2. . તૂ, થ્, પૃ. . શ્, પ્, સ્ એ ૧૩ અઘોષ વ્યંજનો છે. ગૂ, ધ્ ક્રૂ, જૂ, ઝૂ ગૂ, ડ્. . શૂ. ૬. ધૂ, ન્, બૂ, ભૂ, મ્, યૂ, રૂ, લૂ, વૂ, હૂઁ, ગ્ એ
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૧
|ا
સરળ ગુજરાતી વ્યાકરણ ર૧ ઘોષ વ્યંજનો છે.
ઘોષ અને અઘોષ વ્યંજનોને કોઠામાં આ રીતે દર્શાવી શકાય : સ્થાન | અઘોષ | ઘોષે | ઘોષ | અઘોષ | ઘોષ | કંઠ 1કુ ખૂ
જ ઝ २६ દંત | તું શું
લું – ઓષ્ઠ | છું બૂ ભૂ મૂ બધા સ્વરો ઘોષ વર્ગો છે.
તાલુ
يمر عر لمر
||
Page #52
--------------------------------------------------------------------------
________________
૪. સંધિ સ્વરસંધિ :
સ્વરોનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે છે. જે વર્ણ કે અક્ષરનો ઉચ્ચાર બીજા અક્ષરોની મેળવણી વિના થાય છે તેને સ્વર કહે છે. અ, આ, ઇ, ઈ ઉં, ઊ, ઋ. એ, ઐ, ઓ, ઔ – એ સ્વરો છે.
પુસ્તક + આલય (સ્થળ) = પુસ્તકાલય હિમ + આલય = હિમાલય
જ્યારે બે સ્વર ભેગા મળીને તેમનો ઉચ્ચાર ભેગા થાય ત્યારે તેને સ્વરસંધિ કહે છે. '
જુદા જુદા સ્વરોની સંધિ કેવી રીતે થાય છે તે જોઈએ ? (૧) અ + આ = આ દા.ત. દેવ + આલય = દેવાલય,
નળ + આકાર = નળાકાર, ફળ + આહાર = ફળાહાર,
વિવેક + આનંદ = વિવેકાનંદ. (૨) આ + અ = આ દા.ત. કદા + અપિ = કદાપિ,
તથા + અપિ = તથાપિ.
મિથ્યા + અભિમાન = મિથ્યાભિમાન. (૩) અ + અ = આ દા.ત. સૂર્ય + અસ્ત = સૂર્યાસ્ત,
ઉત્તર + અયન = ઉત્તરાયન. દેશ + અટન = દેશાટન.
દેશ + અવર = દેશાવર. (૪) આ + આ = આ દા.ત. મહા + આત્મા = મહાત્મા.
સદા + આનંદ = સદાનંદ,
ચિંતા + આતુર = ચિંતાતુર. (૫) ઇ + ઈ ઈ = ઈ દા.ત. હરિ + ઈશ = હરીશ. ”
સતી + શ = સતીશ, કવિ + ઈશ્વર = કવીશ્વર, મહી + શ = મહીશ. ૩૨
Page #53
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૬) ઇ ! ઈ + ઈ + 6 = ઈ દા.ત. હિર + ઈન્દ્ર
(૭) અ | આ + ૩ | ઊ
(૮) અ | આ + ઇ ઈ
(૧૧) ૩ : ઊ + 3 | ઊ
=
=
યોગી + ઇંદ્ર યોગીન્દ્ર, જતિ + ઇંદ્ર = જતીન્દ્ર,
=
ઓ દા.ત. સૂર્ય + ઉદય = સૂર્યોદય, શાળા + ઉપયોગી શાળોપયોગી,
આનંદ + ઊર્મિ = આનંદોર્મિ,
J
=
મહોર્મિ.
મહા + ઊર્મિ એ દા.ત. શુભ + ઇચ્છા = શુભેચ્છા, મહા + ઇન્દ્ર = મહેન્દ્ર, પરમ + ઈશ્વર = પરમેશ્વર, મહા + ઈશ = મહેશ.
એક = એક,
=
ગંગૌથ,
(૯) અ આ + એ ! એ = ઐ દા.ત. એક + સદા + એવ = સદૈવ, માનવ + ઐક્ય = માનવૈક્ય. (૧૦) અ હું આ + ઓ ઔ = ઔ દા.ત. વન + ઔષધિ = વનૌષધિ, જલ + ઓથ = જલૌઘ, ગંગા + ઓઘ મહા + ઔષધિ ઊ દા.ત. ભાનુ + ઉદય રઘુ + ઉત્તમ રદૂત્તમ. + અર્ દા.ત. સપ્ત + ઋષિ = સપ્તિર્ષિ, મહા + ઋષિ = મહર્ષિ (૧૩) ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો ઇ નો યૂ થાય છે અને પાછળનો વિજાતીય સ્વર ઉમેરાય છે. દા.ત. અતિ + અંત અત્યંત, વિ + ઉત્પત્તિ વ્યુત્પત્તિ, અભિ + આગત = અભ્યાગત્, પ્રતિ + એક = પ્રત્યેક.
=
ભાનૂદય,
=
(૧૨) અ આ = 8
=
=
-
(૧૪) ૩ પછી કોઈ વિજાતીય સ્વર સાથેનો ઉ નો વ્ થાય છે અને પાછળનો વિજાતીય સ્વર ઉમેરાય છે. દા.ત. સુ + અલ્પ = સ્વલ્પ, સુ + આગત સ્વાગત, સાધુ + ઈ = સાધ્વી, અનુ + એષણ = અન્વેષણ.
=
હરીન્દ્ર,
-***
-
મહૌષધિ.
૩૩
=
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૪
સરળ ગુજરાતી વ્યાકરણ
=
(૧૫) ઋ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો ઋનો રૂ થાય છે અને પાછળનો વિજાતીય સ્વર ઉમેરાય છે. દા.ત. પિતૃ'+ અર્થે પિત્રર્થે, પિતૃ + આદેશ પિત્રાદેશ, વિધાતૃ + ઈ = વિધાત્રી. (૧૬) એ, ઐ, ઓ, ઔ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો એનો અય, ઐનો આય, ઓનો અવ, ઔનો આવ થાય છે અને તેમાં પાછળનો વિજાતીય સ્વર ઉમેરાય છે. દા.ત. ને + અન = નયન, ગૈ + અક ગાયક, ભો + અન = ભવન, પૌ + અક પાવક, નૌ + ઈક = નાંવિક.
==
1
વ્યંજન સંધિ :
=
(૧) શ્ + કઠોર વ્યંજન = ક્ + કઠોર વ્યંજન
દા.ત. દિગ્ + પાલ = દિક્પાલ (૨) શ્ + મૃદુ વ્યંજન કે સ્વર
=
દિગ્ગજ
(૩)
(૪)
(૫)
=
(૬)
(૭)
=
દા.ત. દિલ્ + ગજ઼ ચૂ + કઠોર વ્યંજન = ક્ + કઠોર વ્યંજન દા.ત. વાગ્ + પતિ = વાક્ષિત ગ્ + મૃદુ વ્યંજન કે સ્વર = દા.ત. વાચુ + દેવતા વાદેવતા પ્ + કઠોર વ્યંજન = ટ્ + કઠોર વ્યંજન
=
ગ્ + મૃદુ વ્યંજન કે સ્વર
ડ્ + મૃદુ વ્યંજન કે સ્વર
દા.ત. ષણ્ + પ = ષટ્પદ ૧ + મૃદુ વ્યંજન કે સ્વર = દા.ત. ષણ્ + આનન ષડાનન સ્પર્શીય કઠોર વ્યંજન + મૃદુ વ્યંજન કે સ્વર = કઠોર વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન + મૃદુ વ્યંજન કે સ્વર દા.ત. જગત્ + ગુરુ
જગદ્ગુરુ, સત્ + આચાર = સદાચાર.
(૮) અનુનાસિક વિનાનો વર્ગીય મૃદુ વ્યંજન + કઠોર વ્યંજન = મૃદુ વ્યંજનના વર્ગનો પહેલો વ્યંજન + કઠોર વ્યંજન. દા.ત. સંપદ્ + કાલ = સંપતકાલ,
કકમ્ + પ્રાન્ત = કફપ્રાન્ત.
=
=
ગ્ + મૃદુ વ્યંજન કે સ્વર
Page #55
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૩૫ અન્ય ઉદાહરણો : પુરુષ + ઉત્તમ = પુરુષોત્તમ કરુણા + આનંદ = કરુણાનંદ નીલ + અંબર = નીલાંબર પરમ + ઈશ્વર = પરમેશ્વર ધંધા + અર્થે = ધંધાર્થે
નવ + ઊઢા = નવોઢા સુ + અચ્છ = સ્વચ્છ
બ્રહ્મ + અંડ = બ્રહ્માંડ પ્રણય + ઊર્મિ = પ્રણયમિ સમ + અંતર = સમાંતર પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ
પરિ + ઇક્ષા = પરીક્ષા વૃદ્ધ + અવસ્થા = વૃદ્ધાવસ્થા લોક + અપવાદ = લોકાપવાદ ચિંતા + આતુર = ચિંતાતુર કલ્પ + અંત = કલ્પાંત વિ + અવતાર = વ્યવહાર સિદ્ધ + અંત = સિદ્ધાંત પ્રતિ + એક = પ્રત્યેક
પુરુષ + અર્થ = પુરુષાર્થ વિ + આયામ = વ્યાયામ વિવેક + આનંદ = વિવેકાનંદ દક્ષિણ + ઈશ્વર = દક્ષિણેશ્વર | નર + ઇન્દ્ર = નરેન્દ્ર દેવ + ઇન્દ્ર = દેવેન્દ્ર
ભુવન + ઈશ્વરી = ભુવનેશ્વરી વિ + આખ્યાન = વ્યાખ્યાન વેદ + અંતર = વેદાંત વાર્તા + આલાપ = વાર્તાલાપ સુ + આગત = સ્વાગત હિમ + આલય = હિમાલય જળ + ઉદર = જળોદર સદા + વ = સદૈવ " વિ + આયામ = વ્યાયામ ચરિત + અર્થ = ચરિતાર્થ . * શબ્દ + અર્થ = શબ્દાર્થ મહત્ત્વ + આકાંક્ષા = મહત્ત્વાકાંક્ષા વિદ્યા + અભ્યાસ = વિદ્યાભ્યાસ વિદ્યા + અર્થી = વિદ્યાર્થી તખ્ત +‘ઈશ્વર = તખેશ્વર સ્મરણ + અર્થે = સ્મરણાર્થે પર + ઉપકાર = પરોપકાર પ્ર + અર્થના = પ્રાર્થના
સત્ય + આગ્રહ = સત્યાગ્રહ ઉપ + આલંભ = ઉપાલંભ રાજા + ઇન્દ્ર = રાજેન્દ્ર
Page #56
--------------------------------------------------------------------------
________________
૫. સમાસ આપણા લખાણને ટૂંકું અને સચોટ બનાવવાના ઉદેશથી આપણે સમાસનો ઉપયોગ કરીએ છીએ.
બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને તેને સમાસ કહે છે. સમાસના બહુવ્રીહિ, અવ્યયીભાવ, દ્વન્દ્ર, તપુરુષ, કર્મધારય, દ્વિગુ વગેરે પ્રકારોને આપણે સમજીએ. ૧. બહુવતિ સમાસ :
નીચેના સમાસો જુઓ : કમળનયન : કમળ જેવાં નયન શ્વેતાંબર : શ્વેત (સફેદ) અંબર (વસ્ત્ર) વજહૃદય : વિજ જેવું હૃદય આ સમાસોમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય છે. એટલે તે કર્મધારય સમાસ છે. બહુવ્રીહિ સમાસમાં પણ પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. એટલે ઉપરના શબ્દોને બહુવ્રીહિ સમાસમાં મૂકી શકાય. ફેર માત્ર એટલો કે કર્મધારય સમાસ હંમેશાં નામ (સંજ્ઞા) તરીકે જ આવે છે. જ્યારે બહુવ્રીહિ સમાસનો પ્રયોગ હંમેશાં વિશેષણ તરીકે થાય છે. દા.ત. નીચેના વાક્યો જુઓ :
તેણે નાહીને શ્વેતાંબર ધારણ કર્યા.
શ્વેતાંબર જૈન મૂર્તિને પૂજે છે. પહેલા વાક્યમાં “શ્વેતાંબર’ સમાસ નામ (સંજ્ઞા) તરીકે આવે છે અને બીજા વાક્યમાં એ જ શબ્દ વિશેષણ તરીકે આવે છે. પહેલા વાક્યમાં એનો વિગ્રહ ‘શ્વેત (સફેદ) અંબર (વસ્ત્ર)' એવો થાય છે.
જ્યારે બીજી વાક્યમાં “શ્વેત છે અંબર જેનાં એ એવો થાય છે. આમ, સમાસના નામ કે વિશેષણ તરીકે થયેલ પ્રયોગ પરથી તેને અનુક્રમે કર્મધારય કે બહુવ્રીહિ તરીકે ઓળખી શકાય છે.
બહુવ્રીહિ શબ્દ જ આ સમાસનું દૃષ્ટાંત છે. બહુ છે વ્રીહિ (ડાંગર) જેને એમ એનો વિગ્રહ થાય છે. .
૩૬
Page #57
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
બહુવ્રીહિના પ્રકારો :
નીચે આપેલાં બહુવ્રીહિનાં બીજાં ઉદાહરણો જુઓ : તપોધન : તપ છે ધન જેનું તે.
કૃતાર્થ
ઃ કૃત (થયો) છે અર્થ (હેતુ) જેનો તે. ત્રિનેત્ર : ત્રણ છે નેત્રો જેને.
કમતાકાત : ઓછી છે તાકાત જેની તે.
68
અહીં સમાસનાં બંને પદો (તપ અને ‘ધન, ધૃત અને અર્થ વગેરે) એક જ વિભક્તિમાં છે. તેથી તેને સમાનાધિકરણ બહુવ્રીહિ કહે છે. (સમાનાધિકરણ એટલે વિભક્તિ).
હવે આ દૃષ્ટાંતો જુઓ :
વીણાપાણિ : વીણા છે પાણિ(હાથ)માં જેના તે. દામોદર : દામ (દોરડું) છે ઉદર જેનું તે. અહીં પૂર્વ અને ઉત્તર પદ (વીણા અને પાણિ, દામ અને ઉદ૨) જુદી જુદી વિભક્તિમાં છે. માટે તેને ત્યધિકરણ બહુવ્રીહિ કહે છે. આ પ્રકારના બહુવ્રીહિ પ્રયોગ જવલ્લે જ થાય છે.
નીચેનાં દૃષ્ટાંતો જુઓ :
નાહિંમત : જેને હિંમત નથી તે. અલય : જેને ભય નથી તે.
અનુત્તમ : જેનાથી ઉત્તમ નથી તે. નાસ્તિક : જે આસ્તિક નથી તે.
અહીં ‘અ', ‘અન’, ‘ના', ‘ન', ‘ને' વગેરે નિષેધાત્મક અન્વયો પૂર્વપદ તરીકે આવ્યાં છે. આ પ્રકારને નમ્ બહુવ્રીહિ કહે છે. નીચેનાં દૃષ્ટાંતો જુઓ :
નિર્દય : નિર્ગત છે દયા જેમાંથી તે. પ્રબળ
: પ્રકૃષ્ટ (પુષ્કળ) છે બળ જેનું તે. વિધવા : વિગત છે ધવ (પતિ) જેનો તે. ઊંચો છે. કંઠ જેનો તે.
ઉત્કંઠ
:
બેનમૂન : જેનો નમૂનો નથી તે.
અહીં ‘નિસ્', ‘પ્ર’, ‘વિ’, ઉત્` વગેરે ઉપસર્ગો પૂર્વપદ તરીકે
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૮
આવ્યાં છે. આ પ્રકારને પ્રાદિ બહુવ્રીહિ કહે છે. નીચેનાં દૃષ્ટાંતો જુઓ : સહેતુક : હેતુ છે જેની સાથે તે. સહકુટુંબ : કુટુંબ છે જેની સાથે તે. સતેજ : તેજ છે જેની સાથે તે.
આ રીતે જેનું પૂર્વપદ ‘સ’ કે ‘સહં હોય તેને સહબહુવ્રીહિ કહે છે. મારામારી, ધક્કામુક્કી, હોંસાતૂસી, દોડાદોડી, તડાફડી, બાથુંબાથા. રોકકળ, હસાહસ, નાસાનાસ વગેરે શબ્દો ક્રિયા વારંવાર થતી બતાવે છે. આ સમાસોને કર્મવ્યવહાર બહુવ્રીહિ કહે છે.
કહે છે.
સરળ ગુજરાતી વ્યાકરણ
સમશીતોષ્ણ : સરખાં છે શીત અને ઉષ્ણ જેમાં તે. દ્વિતીયકર્મપ્રધાન : બીજું કર્મ છેં જેમાં પ્રધાન (મુખ્ય) તે. ઉભયપદપ્રધાન : ઉભય પદ છે જેમાં પ્રધાન (મુખ્ય) તે. આ સમાસોમાં ત્રણ પદ આવેલાં છે. માટે તેને ત્રિપદી બહુવ્રીહિ
૨. અવ્યયીભાવ :
નીચેના સમાસોના પૂર્વપદ જુઓ : : અર્થ પ્રમાણે
યથાર્થ
આજીવન : જીવન સુધી ઉપરવાડ : વાડ ઉપર
અધોમુખ : મુખ નીચું રાખીને
અહીં પૂર્વપદમાં ‘યથા’, ‘આ’, ‘ઉપર’, ‘અધો' જેવા અવ્યયો છે. આ અવ્યય જ સમાસમાં મુખ્ય હોય છે. તેની અસર સમસ્ત પદ ઉપર એવી પડે છે કે આખા સમાસને તે અવ્યય બનાવી દે છે. એટલે આવા સમાસને અવ્યયીભાવ કહે છે.
અવ્યયીભાવ સમાસમાં કેટલીક વાર
(૧) ઉપરનાં ઉદાહરણોમાં છે તેમ પૂર્વપદ અવ્યય અને ઉત્તરપદ નામ (સંજ્ઞા) હોય છે. પ્રતિપળ, નિરંતર, દરરોજ વગેરે તેનાં બીજાં દૃષ્ટાંતો છે.
(૨) પૂર્વપદ અવ્યય અને ઉત્તરપદ વિશેષણ હોય છે. દા.ત.
Page #59
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૩૯ યથાપૂર્વ : પહેલાં મુજબ
યથાયોગ્ય : યોગ્ય હોય તેમ (૩) દ્વન્દ સમાસ :
નીચેના સમાસો જુઓ : ભાઈબહેન : ભાઈ અને બહેન માતાપિતા : માતા અને પિતા હારજીત : હાર અને જીત બેએક : બે કે એક
અહીં સમાસોનાં પદો ‘અને, “અથવા', કેથી જોડાયાં છે. જો સમાસોનાં પદો અને”, “અથવા. “કેથી જોડાયાં હોય તો તે સમાસને વંદ્વ સમાસ કહે છે. લંદ એટલે જોડકું. પતિપત્ની, નરનારી, રાતદિવસ, રાયક, રાધાકૃષ્ણ, શાળાકૉલેજ વગેરે તેનાં ઉદાહરણો છે. (૪) કર્મધારય સમાસ :
જે સમાસનાં બે પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય તે સમાસને કર્મધારય કહે છે. દા.ત.
મહાદેવ : મહાન દેવ નીલામ્બર : નીલ અંબર સજ્જન : સારો માણસ મહર્ષિ : મહાઋષિ ઉષ્ણોદક : ઉષ્ણ ઉદક(પાણી)
નરાધમ : નર અધમ વગેરે (પ) તત્પરુષ સમાસ :
નીચેના સમાસો જુઓ : કળાધર : કળાને ધારણ કરનાર - બીજી વિભક્તિ વિધિનિર્મિત : વિધિથી નિર્મિત - ત્રીજી વિભક્તિ કમરપટ્ટો : કમર માટે પટ્ટો - ચોથી વિભક્તિ રોગમુક્ત : રોગથી મુક્ત - પાંચમી વિભક્તિ ઘરધણી : ઘરનો ધણી - છઠ્ઠી વિભક્તિ કાર્યકુશળ : કાર્યમાં કુશળ - સાતમી વિભક્તિ
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૦
સરળ ગુજરાતી વ્યાકરણ આ સમાસનાં પદો કોઈ ને કોઈ વિભક્તિના સંબંધથી જોડાયેલાં છે. આ રીતે વિભક્તિના સંબંધથી જોડાયેલા સમાસને તંત્પષ સમાસ કહે છે. આ સમાસના છ પ્રકાર છે. ' | (ક) દ્વિતીયા તપુરુષ : અહીં બંને પદો દ્વિતીયાના પ્રત્યય
નેથી જોડાયેલાં હોય છે. દા.ત. રાજાશ્રિત : રાજાને આશ્રિત અશ્વારૂઢ : અશ્વને આરૂઢ
દેવાધીન : દેવને આધીન (ખ) તૃતીયા તપુરુષ : અહીં બંને પદો તૃતીયાના પ્રત્યયો
‘થી’, ‘થકી', ‘વડે થી જોડાયેલાં હોય છે. દા.ત. મુખપાઠ : મુખથી પાઠ હતભયો : હેતથી ભર્યા
કરુણાર્ક : કરુણાથી આર્ટ (ગ) ચતુર્થી તસ્કુરુષઃ અહીં બંને પદો ચતુર્થીના પ્રત્યયો ને,
“માટે થી જોડાયેલાં હોય છે. દા.ત. યજ્ઞવેદી : યજ્ઞ માટે વેદી કુમારશાળા: કુમાર માટે શાળા વાટખચ : વાટ માટે ખર્ચ પંચમી તપુરુષ : અહીં બંને પદો પંચમીના પ્રત્યયો થી’, ‘થકીથી જોડાયેલાં હોય છે. દા.ત. સ્થાનભ્રષ્ટ : સ્થાનથી ભ્રષ્ટ ભયભીત : ભયથી ભીત
પ્રાણપ્યારુ : પ્રાણથી પ્યારું (૬) ષષ્ઠી તપુરુષ : અહીં બંને પદો ષષ્ઠીના પ્રત્યયો નો', “ની’, ‘નું, ‘નાથી જોડાયેલાં હોય છે. દા.ત.
દેવાલય : દેવનું આલય નગરપતિ : નગરનો પ્રતિ
યોગાભ્યાસ : યોગનો અભ્યાસ (ચ) સપ્તમી તપુરુષ : અહીં બંને પદો સપ્તમીના પ્રત્યયો
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૧
સરળ ગુજરાતી વ્યાકરણ
‘માં, ‘એ વગેરેથી જોડાયેલાં હોય છે. દા.ત.
' કલાનિપુણ : કલામાં નિપુણ • વ્યવહારકુશળ : વ્યવહારમાં કુશળ
પુરુષોત્તમ : પુરુષોમાં ઉત્તમ (૬) મધ્યમપદલોપી સમાસ :
શબ્દનાં બે પદોનો વિગ્રહ કરતાં. બે પદો અલગ પાડતાં, વચ્ચેના ત્રીજા પદના લોપનો ખ્યાલ આવે ત્યારે તે સમાસને મધ્યમપદલોપી સમાસ કહે છે. દા.ત. મહત્ત્વાકાંક્ષા : મહત્ત્વપૂર્ણ આકાંક્ષા
ચિત્રકળા : ચિત્ર દોરવાની કળા (૭) દ્વિગુ સમાસ :
બે પદોના વિગ્રહથી સમૂહનો અર્થ બનાવે તે દ્વિગુ.સમાસ કહેવાય છે. દા.ત. પંચપાત્ર : પંચ પાત્રોનો સમૂહ
| નવરાત્ર : નવ રાત્રિઓનો સમૂહ અન્ય ઉદાહરણો : ચતુર્ભુજ થાય છે ભુજા (હાથ) જેને તે બહુવ્રીહિ જગજીવન જગનું જીવન
સંબંધ તપુરુષ રામનારાયણ રામ અને નારાયણ
હૃદ્ધ અંતરજામી અંતરમાં પ્રવેશનાર
ઉપપદ કાગવાણી કાગની વાણી -
સંબંધ તપુરુષ તુલસીકાષ્ઠ તુલસીનું કાષ્ઠ
સંબંધ તપુરુષ પિતાપુત્રી * પિતા અને પુત્રી નબાપાં નથી બાપ જેમનો તે ' બદ્ધતિ મર્મવચન મર્મથી ભરેલાં વચન
મધ્યમપદલોપી વડસાસુ વડી સાસુ
કર્મધારય વસંતકુંજ વસંતમાં ખીલેલી કુંજ (ઘટા) - મધ્યમપદલોપી અમરસુંદરી અમરો(દેવો)ની સુંદરી
સંબંધ તપુરુષ માયાભરી માયા વડે ભરી
કિરણ તપુરુષ અન્નપૂર્ણા અન્ન પૂરનારી
ઉપપદ તપુરુષ ઘેરઘેર ઘેર અને ઘેર
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૨
ઉપપદ
સરળ ગુજરાતી વ્યાકરણ વણવાળ્યો ન વાળ્યો
નગ્ન તપુરુષ નભવિતાન નભરૂપી વિતાન (ચંદરવો) કર્મધારય જલરંગ જલ સાથે મેળવીને વાપરવાના રંગ મધ્યમપદલોપી જલપરી જલમાં રહેતી પરી વાદળપોતું વાદળરૂપી પોતું
કર્મધારય ઝાકળબુંદ ઝાકળનું બુંદ
સંબંધ તપુરુષ મૃગજળ મૃગને લોભાવતું જળ
મધ્યમપદલોપી. જનકજનની જનક અને જનની પ્રિયવચન પ્રિય છે વચન જેનાં તે
બદ્ધતિ હિમભર્યો ' હિમ વડે ભર્યો
કરણ તપુરુષ કૃષિ કરનાર
ઉપપદ રસહીના રસ વડે હીન
કરણ તપુરુષ અંતર્યામી અંતરમાં પ્રવેશનાર અનુપમ નથી ઉપમા જેને માટે તે
બદ્ધતિ વિમલમુખ વિમલ છે મુખ જેનું તે, મહામૃત્યુ મહાન એવું મૃત્યુ
કર્મધારય અસત્ય સત્ય નહિ તે
નગ્ન તપુરુષ રાતદિન રાત અને દિન લયલીન - લયમાં લીન
અધિકરણ તપુરુષ અજાણતાં ન જાણતાં
નગ્ન તપુરુષ ઠામઠેકાણું ઠામ કે ઠેકાણું સ્ટેશનછાપરું સ્ટેશનનું છાપરું
સંબંધ તપુરુષ મિતભરી સ્મિત વડે ભરી
કરણ તપુરુષ વૃદ્ધાવસ્થા વૃદ્ધ એવી અવસ્થા
કર્મધારયા રાજીનામું રાજીથી લખેલું નામું
મધ્યમપદલોપી નિરાધાર નિર્ગત (નીકળી ગયેલો) છે આધાર જેનો તે –બહુવ્રીહિ અઠવાડિયું સાત વારનો સમૂહ
કર્મધારયા નનામી નથી નામ જેમાં તે
બહુવ્રીહિ મિષ્ટાન્ન મિષ્ટ એવું અન્ન
કર્મધારય સેવાપૂજા સેવા અને પૂજા
Page #63
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૪૩ કમનસીબ કમ એવું નસીબ
કર્મધારય વગરલાડુએ લાડુ વગર *
અવ્યયીભાવ બેફિકર નથી ફિકર જેને તે
બહુવ્રીહિ ખીચડીખાઉ ખીચડીનો ખાઉ (ખાનાર) સંબંધ તપુરુષ રૂંવેરૂંવે રૂંવે અને રૂંવે પ્રત્યક્ષ અક્ષિ (આંખ) સામે
અવ્યયીભાવ નચિંત નથી ચિંતા જેને તે
બહુવ્રીહિ અણદીઠી દીઠી નહિ તે
નમ્ તપુરુષ કાગળકાયા કાગળ જેવી કાયા
કર્મધારયા અનિષ્ટ ઇષ્ટ નહિ તે
નગ્ન તસ્કુરુષ મનોરથ મનરૂપી રથ
કર્મધારય ભયંકર ભય ઉપજાવનાર
અલંક તપુરુષ સુપુત્ર સારો પુત્ર
પ્રાદિ તપુરુષ ખરાબ ગુણ વિખ્યાત વિશેષ ખ્યાલ સજ્જન 'સારો જન ગુરુદેવ ગુરુ એ જ દેવ
કર્મધારય નવયુગ નવો યુગ - કવિરાજ કવિ એ જ રાજા ભોળાનાથ ભોળા એવા નાથ તૈલચિત્ર : તલવાળા રંગોથી દોરેલું ચિત્ર • મધ્યમપદલોપી ગગનભેદી ગગનને ભેદનાર
ઉપપદ તપુરુષ ઘોડેસવારી ઘોડે (ઘોડા ઉપર) સવારી
અલુક તપુરુષ નવદસ નવ કે દસ નિરાશાજનક નિરાશાનો જનક
સંબંધ તરુષ ધૂપસળી ધૂપ માટે સળી
સંપ્રદાન તપુરુષ સભાગૃહ
સભા અને ગૃહ - તાપીનદી તાપી અને નદી
કર્મધારય પૂર્વદિશા પૂર્વ એ જ દિશા
કર્મધારય
Page #64
--------------------------------------------------------------------------
________________
૬. તત્સમ, તદ્ભવ અને દૃશ્ય શબ્દો
ભાષામાં શબ્દનું સ્થાન મહત્ત્વનું છે.. શબ્દ ન હોય તો ભાપા ન બને, અને ભાષા ન હોય તો આપણે આપણા વિચારો વ્યક્ત કરી શકીએ નહિ.
ભાષા આપણામાંના ઘણાખરા માણસોને મન વિચાર વ્યક્ત કરવાનું માત્ર સાધન છે. એટલું જ નહિ પણ એ ભણેલાં, અભાર. માંદાં, ખોડખાંપણવાળાં, દેશી, પરદેશી, બધાં જ માણસોનાં મોઢાંમાં રમતી હોવાથી, એની શુદ્ધિ સ્વાભાવિક રીતે જ જળવાતી નથી અને એના ઉચ્ચારોમાં પણ ઘણો ફેરફાર થયા કરતો હોય છે. પરિણામે, ભાષામાં કેટલાક શબ્દોનું મૂળ અને શુદ્ધ રૂપ જળવાઈ રહ્યું હોય છે તો કેટલાક શબ્દો મૂળ શબ્દોમાં ફેરફાર થતાં તૈયાર થયેલા હોય છે.
આપણી ગુજરાતી ભાષા મરાઠી, હિન્દી, બંગાળી વગેરે બીજી કેટલીક ભાષાઓની જેમ સંસ્કૃતમાંથી ઊતરી આવી છે. એટલે એમાં કેટલાક શબ્દો મૂળ સંસ્કૃતમાં છે તે જ સ્વરૂપમાં જળવાઈ રહ્યા છે અને કેટલાક શબ્દો સંસ્કૃત શબ્દોમાં ફેરફાર થતાં તૈયાર થયેલા છે. દાખલા તરીકે, સંસ્કૃત, મનુષ્ય, યત્ન, પ્રસંગ, કવિતા, વાચન વગેરે શબ્દોનું મૂળ સંસ્કૃતમાં છે તે જ સ્વરૂપ જળવાઈ રહ્યું છે. એટલે તેને તત્સત્ શબ્દો કહેવામાં આવે છે. તતું એટલે તે, સંસ્કૃત: સમ એટલે જેવા. તત્સમ એટલે સંસ્કૃત જેવા જ.
કામ, મારગ. આંખ, હાથ, ગુજરાતી, આંગળી વગેરે કેટલાક શબ્દો એ રીતે. શુદ્ધ સંસ્કૃત રૂપના નથી : પણ કોઈ ને કોઈ સંસ્કૃત શબ્દ ઉપરથી ઊતરી આવેલા છે. દાખલા તરીકે કામ ર્ન પરથી, મારગ મા પરથી, તો હાથ હસ્ત પરથી ઊતરી આવ્યા છે. સંસ્કૃત પરથી એ ઊતરી આવ્યા હોવાથી એને તમવ શબ્દો કહેવામાં આવે છે. તદું એટલે તે. સંસ્કૃત: મવ એટલે ઉત્પન્ન થયેલા. ઊતરી આવેલા. ભવ એટલે સંસ્કૃતમાંથી ઊતરી આવેલા. તદ્દભવ શબ્દો, અલબત્ત. ફાવે તેમ ઊતરી આવતા નથી. પણ ભાષાશાસ્ત્રના કેટલાક ર્નિયમો પ્રમાણે જ મૂળ શબ્દોમાં વિકાર-ફેરફાર થતાં બનતા હોય છે.
૪૪
Page #65
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૪૫ આ તદ્દભવ શબ્દોમાંના કેટલાક સંસ્કૃતમાંથી વાગૂવ્યાપારના નિયમો પ્રમાણે ફેરફાર થતાં, પ્રાકૃતોમાં થઈને ગુજરાતીમાં ઊતરી આવ્યા હોય છે. તેને પ્રાચીન તદ્દભવ કહેવામાં આવે છે. દાખલા તરીકે સંસ્કૃત સર્વનું પ્રાકૃતમાં જન્મ થઈ ગુજરાતીમાં કામ થયું. એ જ પ્રમાણે પ્રારબ્ધ-ર-રાન, હસ્ત-હલ્થ-હાથ વગેરે શબ્દો પ્રાચી તદુભવ કહેવાય છે.
કેટલાક શબ્દો એ રીતે પ્રાકૃતમાં થઈને ન આવતાં સીધેસીધા સંસ્કૃતમાંથી જ વર્ણવિક્રિયા થતાં ગુજરાતીમાં આવ્યા હોય છે. ઈસ્વીસનના નવમા-દસમા સૈકામાં બૌદ્ધ ધર્મનું જોર નરમ પડતાં બ્રાહ્મણોનું જોર વધ્યું. એમણે ભાષામાં તભવ શબ્દોને બદલે શુદ્ધ સંસ્કૃત શબ્દોનો પ્રયોગ કરવાનો આગ્રહ રાખ્યો. એ શબ્દો પાછાં લોકજીભે ફરતાં ફરતાં વિક્રિયા પામ્યા. એવા શબ્દો અર્વાચીન તદભવ કહેવાય છે. દાખલા તરીકે સંસ્કૃત ધર્મમાંથી સીધું “ધરમ થયું, એ જ રીતે કર્મનું “કરમ, મનું ‘મારગ અને વર્ષનું ‘વરસ થયું. આ બધા શબ્દો અર્વાચીન તદ્ભવ કહેવાય છે.
આ તત્સમ અને તદ્દભવ શબ્દો ઉપરાંત આપણી ભાષામાં અનેક શબ્દો એવા છે, જેનું મૂળ સંસ્કૃતમાં, પ્રાકૃતમાં કે અંગ્રેજી, ફારસી જેવી વિદેશી ભાષામાં નથી મળતું. આંર્યો આ દેશમાં આવ્યા ત્યારે પોતાની સાથે સંસ્કૃત ભાષા લાવેલા. તેને આપણા દેશમાં પ્રચાર થયો. તેમ છતાં આ દેશના મૂળ આયેતર બીજાઓની ભાષાના કેટલાક શબ્દો જળવાઈ રહ્યા. એવા શબ્દોમાંથી જે શબ્દો ગુજરાતીમાં આવ્યા તે શબ્દોને ટ્રેક્ય અથવા રેશળ કહેવામાં આવે છે, ડું, ધાંધલ, ઘુઘવાટ, ઉંબરો. પેટ, ધડાકો, દડબડાટી વગેરે દેય છે.
આપણી ભાષામાં આ રીતે ત્રણ પ્રકારના શબ્દો છે : તત્સમ, તદ્દભવ (પ્રાચીન અને અર્વાચીન) અને દેય.
આપણી ભાષામાં અંગ્રેજી, ફારસી, પોર્ટુગીઝ વગેરે ભાષાઓમાંથી પણ શબ્દો આવ્યા છે. તે શબ્દો પણ તત્સમ અને તભવ, બન્ને પ્રકારના હોય છે. ટેબલ, સ્ટેશન, પેન્સિલ વગેરે શબ્દો તત્સમ છે, હાફુસ. ઇસ્કોતરો વગેરે શબ્દો તભવ છે. તત્ એટલે તે: મૂળ ભાષા.
Page #66
--------------------------------------------------------------------------
________________
૭. લિંગ અને વચન
1. સંજ્ઞા : લિંગ અને વચન (અ) સંજ્ઞાનું લિંગ :
જે પદ વ્યક્તિ, પદાર્થ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતું હોય અને વાક્યમાં કર્તા કે કર્મને સ્થાને આવી શકતું હોય તે સંજ્ઞા કહેવાય છે. આ રીતે “સ્ત્રી, પુરુષ અને બાળક સંજ્ઞા કહેવાય.
દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી, માસા-માસી, ફુઆ-ફોઈ, ભાઈ-ભાભી એ સંજ્ઞાઓમાં દરેક પહેલી સંજ્ઞા જે વ્યક્તિનો નિર્દેશ કરે છે તે પુરુષ છે. તેથી તે સંજ્ઞાઓ પુલિંગ છે. આ સંજ્ઞાઓમાં દરેક બીજી સંજ્ઞા જે વ્યક્તિનો નિર્દેશ કરે છે તે વ્યક્તિ સ્ત્રી છે. તેથી તે સંજ્ઞાઓ સ્ત્રીલિંગ કહેવાય છે.
ઉપરનાં પુરુષ અને સ્ત્રીનાં લિંગ તો પુલિંગ અને સ્ત્રીલિંગ કહીશું. પણ “બાળકને કયા લિંગમાં ગણીશું ? જે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી છે તેની ખબર ન હોય તે નપુંસકલિંગમાં ગણાય છે. એ રીત બાળક” નપુંસકલિંગ ગણાશે.
લિંગ ઓળખવા માટે એક તરકીબ પણ અજમાવી શકાય : જેને કેવો’ વિશેષણ લગાડી શકાય તે પુંલિંગ; જેને કેવી વિશેષણ લગાડી શકાય તે સ્ત્રીલિંગ જેને કેવું વિશેષણ લગાડી શકાય તે નપુંસકલિંગ.
માણસ, પશુપંખી અને જીવોમાં પુરુષ અને સ્ત્રીનો ભેદ દેખાડનારા શબ્દો હોય છે તેને આધારે પુંલિંગ કે સ્ત્રીલિંગ નક્કી થાય છે. આ રીતે પુરુષ પુંલિંગ છે, તો સ્ત્રી સ્ત્રીલિંગ છે. બકરો પુલિંગ છે તો બકરી સ્ત્રીલિંગ છે. “ચકલો’ પુલિંગ છે તો ચકલી સ્ત્રીલિંગ છે. ઉંદર” પુંલિંગ છે તો ‘ઉંદરડી સ્ત્રીલિંગ છે. આ તો થઈ સજીવ વસ્તુઓની વાત. પણ નિર્જીવ વસ્તુઓમાં પણ આનો ભેદ ધારીને પુંલિંગ કે સ્ત્રીલિંગ નક્કી કરવામાં આવે છે. એ રીતે ‘પટારો પુલિંગ ગણીએ છીએ તો પેટી સ્ત્રીલિંગ ગણીએ છીએ.
ફૂલ, ઝાડ, પાણી વગેરે એવી સંજ્ઞાઓ છે જે નથી પંલિંગ કે નથી સ્ત્રીલિંગ. એટલે એવી સંજ્ઞા નપુંસકલિંગમાં ગણીએ છીએ.
૪૬
Page #67
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૪૭ સામાન્ય રીતે અંતે “ઓવાળી સંજ્ઞાઓ પુલિંગની હોય છે. જેમકે, ઘોડો. છોકરો, ટેકરો. છેડે દીર્ઘ 'ઈ'વાળી સંજ્ઞાઓ સ્ત્રીલિંગમાં હોય છે. જેમકે, ઘોડી, છોકરી, ટેકરી. અંતે ઉં'વાળી સંજ્ઞાઓ નપુંસકલિંગમાં હોય છે. જેમ કે- ‘છોકરું, “માથું કપડું. ઉપરાંત અંતે “અવાળી સંજ્ઞાઓ સામાન્ય રીતે પુંલિંગમાં કે નપુંસકલિંગમાં હોય છે. જેમકે, હાથ, પગ, સૂર્ય વગેરે પુંલિંગમાં છે અને નાક, ઘર, ચિત્ર વગેરે નપુંસકલિંગમાં છે. અંતે આવાળી સંજ્ઞાઓ સ્ત્રીલિંગમાં કે પેલિંગમાં સામાન્ય રીતે હોય છે. જેમકે, પૂજા, માતા, પ્રાર્થના વગેરે સ્ત્રીલિંગમાં છે અને રાજા, પિતા, દાદા વગેરે પુંલિંગમાં છે. અંતે હૃસ્વ ઇ વાળી સંજ્ઞાઓ સ્ત્રીલિંગમાં કે પુંલિંગમાં હોય છે. જેમકે, બુદ્ધિ, જાતિ, રાત્રિ વગેરે સ્ત્રીલિંગમાંથી અને પતિ, કવિ, અગ્નિ વગેરે પુંલિંગમાં છે.
આમ છતાં આ બાબતમાં નીચેના જેવો પણ તફાવત જોવા મળે છે એ ભૂલવા જેવું નથી. (૧) અંતે ‘આ’ વાળી સંજ્ઞા : ચંદ્રમા (પુલિંગ), વાર્તા (સ્ત્રીલિંગ),
- તારંગા (નપુંસકલિંગ) (૨) અંતે અવાળી સંજ્ઞા : વાઘ (પુલિંગ), વાત (સ્ત્રીલિંગ),
વહાણ (નપુંસકલિંગ) (૩) અંતે હ્રસ્વ 'ઇ'વાળી સંજ્ઞા : કવિ (પુલિંગ), જાતિ (સ્ત્રીલિંગ),
અસ્થિ (નપુંસકલિંગ) (૪) અંતે દીર્ઘ ‘ઈ’વાળી સંજ્ઞા : માળી (પુલિંગ), ઓરડી (સ્ત્રીલિંગ),
પાણી (નપુંસકલિંગ) (૫) અંતે હૃસ્વ “ઉવાળી સંજ્ઞા : ખેડુ (પુલિંગ), વહુ (સ્ત્રીલિંગ),
આંસુ (નપુંસકલિંગ) (૬) અંતે દીર્ઘ ‘વાળી સંજ્ઞા : કાબૂ (પુલિંગ), જૂ (સ્ત્રીલિંગ),
ભૂ (નપુંસકલિંગ) (૭) અંતે “ઓવાળી સંજ્ઞા : લોટો (પુલિંગ), જળો (સ્ત્રીલિંગ),
માં (નપુંસકલિંગ). બોલનારને પ્રાણીઓનાં કુદરતી લિંગની જાણ હોય છે ત્યાં તે સ્ત્રીપુરુષનો ભેદ સૂચવાતી સ્ત્રીલિંગ કે પુંલિંગ સંજ્ઞાઓ વાપરે છે. પણ
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૮
સરળ ગુજરાતી વ્યાકરણ લોટો-લોટી, વાટકો-વાટકી, પાટલો-પાટલી, ખાટલો-ખાટલી, બાટલોબાટલી, દેડકો-દેડકી, ઉંદરડો-ઉંદરડી જેવાં સ્થળે ભલે પુંલિંગ કે સ્ત્રીલિંગનું સૂચન થતું હોય પણ હકીકતમાં તો બોલનારના મનમાં લોટો, વાટકો. પાટલો, ખાટલો, દેડકો એટલે કદમાં મોટો પદાર્થ કે મોટું જંતું અને પાટલી, લોટી, વાટકી, ખાટલી, દેડકી એટલે કદમાં નાનો પદાર્થ કે નાનું જંતુ એટલો જ અર્થ હોય છે.
એ જ રીતે ગાડું-ગાડી, માટલું-માટલી, કડું-કડી જેવાં સ્થળે ગાડું. માટલું, કડું જેવી નપુંસકલિંગ સંજ્ઞાઓ કદમાં મોટી વસ્તુઓ અને ગાડી. માટલી, કડી જેવી સ્ત્રીલિંગ સંજ્ઞાઓ કદમાં નાની વસ્તુઓનો ભેદ સૂચવે
વળી, ‘અવાજ કેમ પુલિંગ અને મેદાન” કેમ નપુસંકલિંગ તેને માટે કોઈ કારણ નથી. કબાટને કેટલાક પુંલિંગ ગણે તો કેટલાક નપુંસકલિંગ ગણે કે “ચાને કેટલાક પંલિંગ ગણે તો કેટલાક સ્ત્રીલિંગ ગણે અને “ચંપલને ત્રણે લિંગમાં મૂકે ત્યારે ખાસ ખુલાસો ન પણ આપી શકાય. (બ) સંજ્ઞાનું વચન :
સંજ્ઞાના વચન બે છે : (૧) એકવચન અને (૨) બહુવચન.
જ્યારે સંજ્ઞાનું રૂપ એક વસ્તુ વિશે વાત કરતું હોય ત્યારે તે સંજ્ઞાનું રૂપ એકવચનમાં અને બહુ (એટલે કે એક કરતાં વધારે) વસ્તુ વિશે વાત કરતું હોય ત્યારે તે સંજ્ઞાનું રૂપ બહુવચનમાં મનાય છે.
એકવચનનું બહુવચન શી રીતે બને તે પણ સમજી લેવું જરૂરી છે. વાંચો : સંજ્ઞા
એકવચન બહુવચન અંતે “અ'વાળી દેવ અંતે ‘આ’વાળી
દેવતા
દેવતાઓ અંતે હ્રસ્વ ઈવાળી કવિ અંતે દીર્ઘ “ઇવાળી
ચોપડીઓ અંતે હ્રસ્વ ઉવાળી અંતે દીર્ઘ ઊ વાળી
જૂઓ
દેવો
કિવિઓ
ચોપડી
ગુરુઓ
Page #69
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
એટલે કે અંતે આ, આ, ઇ, ઈ, ઉં કે ઊવાળી એકવચનની
સંજ્ઞાઓનું બહુવચન ‘ઓ’ પ્રત્યય લગાડીને થાય છે.
અંતે ‘ઓ’વાળી સંજ્ઞા : છોકરો (એકવચન); છોકરા-છોકરાઓ (બહુવચન) એટ્લે કે અંતે 'ઓ'વાળી સંજ્ઞાઓનું બહુવચન અંતના 'ઓ'નો 'આ' કરીને અથવા તો ‘આ કરીને સાથે પાછો 'ઓ' પ્રત્યય લગાડવાથી થાય છે.
૪૯
અંતે ‘ઉ'વાળી સંજ્ઞા : બકરું (એકવચન) - બકરાં કે બકરાંઓ (બહુવચન) એટલે કે અંતે ‘ઉ’વાળી એકવચનની સંજ્ઞાઓનું બહુવચન અંતના ઉ’નો આં' કરીને અથવા તો આં કરીને સાથે પાછી 'ઓ' પ્રત્યય લગાડવાથી થાય છે. આમ છતાં
(૧) ઘણી વાર એકવચન અને બહુવચનમાં એકનું એક રૂપ પણ ચલાવવામાં આવે છે. જેમ કે,
શૈલે બધાં ફળ ખાધાં. દર્શનાએ ઘણી શાળા જોઈ. ખેડૂતે બધી ગાય આપી દીધી
(૨) ઘણી વાર સંખ્યા વધારે હોય છતાં બહુવચનની સંજ્ઞા ન વાપરતાં એકવચનની સંજ્ઞા વાપરવામાં આવે છે. જેમ કે, તમાશો જોવા કંઈ માણસ આવ્યું હતું. માણસ !
(૩) ઘણી વાર હોય એક વચન પણ એનો પ્રયોગ માનાર્થે થતો હોય તો બહુવચનનો અર્થ લઈને વાક્યરચના કરાય છે. જેમકે, પિતાજી બોલ્યા ને મોટાભાઈ ખિજાયા તે જોઈ ગુરુજી નારાજ થયા. (૪) ઘણી વાર નીચેના જેવા સંજોગોમાં એકવચન બહુવચનની જેમ વપરાય છે. જેમ કે
દેશને આજે હજારો ગાંધીની જરૂર છે.
(૫) સામાન્ય રીતે કેટલીક સંજ્ઞાઓ એકવચનમાં જ વપરાય છે. જેમ કે.
પાણી, ઘી, ખાંડ, ઘાસ, પ્રેમ, આશા, ગુસ્સો વગેરે.
છતાં એમનો બહુવચનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, એ હોશિયાર છે કારણ કે એણે ગામગામનાં પાણી પીધાં છે. રાજા એવા કંઈક ગુસ્સાઓને ઘોળીને પી જાય એવો છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૦
સરળ ગુજરાતી વ્યાકરણ (૬) કેટલીક સંજ્ઞાઓ એકવચનની હોવા છતાં હંમેશાં બહુવચનમાં જ વપરાય છે. જેમ કે,
ઘઉં, મગ, તલ, સમાચાર, સોગંદ, લગ્ન, અભિનંદન, વંદન, પ્રણામ. (૭) કેટલાક રોગની સંજ્ઞાઓ બહુવચનમાં જ વપરાય છે. જેમ કે,
ઓરી, અછબડા, શીળી. (૮) કેટલીક રમતોની સંજ્ઞાઓ બહુવચનમાં જ વપરાય છે. જેમ કે, ગિલ્લીદંડા, મોઈદાંડિયા. આટાપાટા. (૯) કેટલીક સંજ્ઞાઓનું એકવચન હોતું જ નથી. જેમ કે,
માબાપ, કાલાવાલા, ચાળા, ધમપછાડા, ફાંફાં. વલખાં, હવાપાણી, તરફડિયાં. ચરમાં.
અહીં આપણે જોયું કે સામાન્ય રીતે ‘ઓ (છોકરો) પંલિંગ એકવચનને, ઈ, (છોકરી) સ્ત્રીલિંગ એકવચનને અને “૬ (છોકરું) નપુંસકલિંગ એકવચનને સૂચવતા પ્રત્યયો છે. એ સાથે એ પણ જોયું કે ‘આ (છોકરા) પુંલિંગ બહુવચનને, “ઓ (છોકરીઓ) સ્ત્રીલિંગ બહુવચનને અને (છોકરાં) નપુસકલિંગ બહુવચનને સૂચવતા પ્રત્યયો છે.
મેં એક ચોપડી લીધી. મેં પાંચ ચોપડી લીધી.
આ બે વાક્યોમાં “ચોપડી સંજ્ઞા એમની એમ રહે છે અને તેની તેની સંખ્યા એક છે કે વધારે તે તે સંજ્ઞાને લાગેલા સંખ્યા સૂચક વિશેષણથી સમજાય છે. એટલે કે સામાન્ય ઉપયોગમાં સ્ત્રીલિંગની સંજ્ઞાનું “ઓ પ્રત્યયથી બહુવચન કરી શકાય છે પણ જો બહુવચન સુચવતું વિશેષણ એ સંજ્ઞાને લાગ્યું હોય તો તે સ્ત્રીલિંગસૂચક સંજ્ઞા એમની એમ પણ રહે છે.
આપણે આગળ એ પણ જોયું કે “ઓથી જેમનો અંત ન આવતો હોય તેવી પુંલિંગ, ‘ઈથી જેમનો અંત ન આવતો હોય તેવી સ્ત્રીલિંગ અને “ઉથી જેમનો અંત ન આવતો હોય તેવી નપુંસકલિંગ સૂચવતી સંજ્ઞાઓને પણ બહુવચનસૂચક “ઓ પ્રત્યય લાગે છે. જેમ કે કવિ. પિતા, નાગ એ પુલિંગસૂચક અથવા જંગલ જેવી નપુંસકલિંગસૂચક કે માળા જેવી સ્ત્રીલિંગસૂચક સંજ્ઞાઓને બહુવચન સૂચવતું વિશેષણ ન
Page #71
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૫૧ લાગ્યું હોય અથવા તો વાક્યરચનામાંનાં બીજાં પદો ઉપરથી એ સંજ્ઞાના બહુવચનનું સૂચન ન થતું હોય તો બહુવચનસૂચક “ઓ પ્રત્યય લાગે છે. વળી આકાશ, મન, હિંમત જેવી સંજ્ઞાઓને તો બહુવચનસૂચક ઓ ક્યારેય લાગતો નથી.
મતલબ કે, સંજ્ઞાઓના બે પ્રકાર પડી શકે :
(૧) જે સંજ્ઞાઓ રૂઢિ કે પરંપરાથી લિંગસૂચક હોય છતાં જેમને લિંગસૂચક પ્રત્યયો ન લાગતા હોય અથવા લાગે તો માત્ર બહુવચનનો “ઓ પ્રત્યય લાગે તેવી સંજ્ઞાઓ. આ સંજ્ઞાઓ વાક્યમાં ગમે ત્યાં વપરાય તો તેમના રૂપમાં કોઈ ફેરફાર કે વિહાર થતો નથી. એટલે કે એ અવિકારી સંજ્ઞાઓ છે. આકાશ, મન, માળા, પિતા વગેરે અવિકારી સંજ્ઞાઓ છે.
(૨) લિંગવચનના પ્રત્યયો લેતી સંજ્ઞાઓ. આ સંજ્ઞાઓ ભિન્ન ભિન્ન લિંગવચન અનુત્સાર રૂપો ધારણ કરતી હોવાથી આવી સંજ્ઞાઓ વિકારી સંજ્ઞાઓ કહેવાય છે. છોકરાં, છોકરી, છોકરું વગેરે વિકારી સંજ્ઞાઓ છે.
' (૨) વિશેષણ : લિંગ અને વચન નીચેનાં વાક્યો વાંચો : ૧. તેના હાથમાં ધારદાર છરો હતો. ૨. તેમના હાથમાં ધારદાર છરી હતી. ૩. તેના હાથમાં ધારદાર ચપ્યુ હતું. ૪. રસ્તો સાંકડો છે. - ૫. કેડી સાંકડી છે. ૬. કડાં સાંકડાં છે.
ઉપરનાં પહેલાં ત્રણ વાક્યોમાં વપરાયેલું વિશેષણ બધે કશા ફેરફાર વિના વપરાયું છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા વાક્યમાં વપરાયેલું વિશેષણ બધે કંઈ ને કંઈ ફેરફાર સાથે વપરાયું છે. પહેલા વાક્યમાં ‘છરો' સંજ્ઞા પુંલિંગ એકવચનસૂચક છે, બીજા વાક્યમાં છરી સંજ્ઞા સ્ત્રીલિંગ એકવચનસૂચક છે. ત્રીજા વાક્યમાં ‘ચપ્પ' સંજ્ઞા નપુંસકલિંગ એકવચનસૂચક છે છતાં એ ત્રણે જગ્યાએ ધારદાર' વિશેષણ એના એ રૂપમાં વપરાયું છે. ચોથા વાક્યમાં ‘રસ્તો સંજ્ઞા પુંલિંગ એકવચનસૂચક
Page #72
--------------------------------------------------------------------------
________________
પર .
સરળ ગુજરાતી વ્યાકરણ છે તેથી તેના વિશેષણનું રૂપ “સાંકડો એમ ‘ઓકારાન્ત થયું છે. પાંચમા વાક્યમાં કેડી સંજ્ઞા સ્ત્રીલિંગ એકવચનસૂચક છે તેથી તેના વિશેષણનું રૂપ “સાંકડી એમ ઈ કારાન્ત થયું છે. છઠ્ઠા વાક્યમાં કડાં સંજ્ઞા નપુંસકલિંગ બહુવચનસૂચક છે તેથી તેના વિશેષણનું રૂપ 'સાંકડાં એમ ‘આ’-કારાન્ત રૂપ થયું છે. આ
મતલબ કે “ધારદાર” વિશેષણ કોઈ પણ લિંગસૂચક સંજ્ઞાને લાગે તોપણ એમનું એમ રહે છે. જ્યારે ‘સાંકડો વિશેષણ જે સંજ્ઞાને લાગે છે એ સંજ્ઞા જે લિંગવચન સૂચવે એ અનુસાર લિંગવચનના પ્રત્યયો લઈને ફેરફારવાળું બને છે. આનો અર્થ એ થયો કે “ધોરદાર' અને સાંકડો જુદા જુદા પ્રકારનાં વિશેષણો છે.
કોઈ પણ લિંગવચન ધરાવતી સંજ્ઞાને લાગ્યા છતાં જે વિશેષણોમાં ફેરફાર થતો નથી તેવા વિશેષણો અવિકારી વિશેષણો કહેવાય. ધારદાર. સ્વચ્છ, સફેદ, લાલ વગેરે અવિકારી વિશેષ છે. એક, બે, ત્રણ, પ્રથમ. દ્વિતીય જેવાં અવિકારી વિશેષણ છે. પહેલો-પહેલી-પહેલું, બીજો-બીજીબીજું એ અવિકારી વિશેષણ નથી. '
સંજ્ઞાનાં લિંગવચન અનુસાર લિંગવચનના પ્રત્યયો લેતાં વિશેષણો જુદે જુદે રૂપે – ફેરફાર સાથે આવે છે અને એવાં વિશેષણોને વિકારી વિશેષણો કહે છે. સાંકડો, મોટો. માંડ્યો. રાતો. સાદો વગેરે વિકારી વિશેષણ છે.
(૩) સર્વનામ : લિંગ અને વચન નીચેનાં વાક્યો વાંચો : ૧. “એય અરુણા, તું અત્યારમાં શું ખાઈ રહી છે ?” ૨. અલ્યા પુલિન, તું કાનનને કેમ ચીડવે છે ?” ૩. પુલિન-હેતલ, તમે બંને જરા અહીં આવો તો !
ઉપરના પહેલા વાક્યમાં બોલનાર ૐકારભાઈ સાંભળનાર અરુણાને તું સર્વનામથી બોલાવે છે. અરુણા છોકરી છે. બીજા વાક્યમાં એ જ ૐકારભાઈ સાંભળનાર પુલિનને તું સવનામથી બોલાવે છે. હેતલ છોકરી અને પુલિન છોકરો એમ બંને ભેગાં બોલાવવાની અહીં વાત છે.
‘તું પુરુષવાચક સર્વનામ છે. તમે પણ પુરુષવાચક સર્વનામ છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૩
સરળ ગુજરાતી વ્યાકરણ તું એકવચન છે. “તમે બહુવચન છે. એક વ્યક્તિ માટે “તું વપરાયું છે. એકને બદલે વધુ વ્યક્તિઓ થઈ તો તેમને માટે “તમે' વપરાયું છે. અલબત્ત, છોકરી સ્ત્રીલિંગ) હોય કે છોકરો (પુલિંગ) પરંતુ તે દરેક માટે વપરાતું સર્વનામ એક જ હોય છે. એટલે કે પુરુષવાચક સર્વનામોમાં ભિન્ન ભિન્ન વચન સૂચવવા (ભિન્ન ભિન્ન સર્વનામો છે, જ્યારે ભિન્ન ભિન્ન લિંગ સૂચવતાં ભિન્ન ભિન્ન પુરુષવાચક સર્વનામો નથી.
આ ઉપરાંત દર્શક, સાપક્ષ. પ્રશ્નવાચક, અનિશ્ચિત અને સ્વવાચક સર્વનામોમાંથી એક દશક સર્વનામ ‘પેલું સિવાયનાં કોઈ સર્વનામ, કોઈ પણ લિંગવચન સૂચવતી સંજ્ઞાને બદલે આવે તોપણ એના એ રૂપમાં - કશા ફેરફાર વિના - આવે છે. માત્ર પેલું સર્વનામ પુંલિંગસૂચક એકવચનની સંજ્ઞાને બદલે આવે તો પેલો અને એકવચનની સ્ત્રીલિંગસુચક સંજ્ઞાને બદલે આવે તો પેલી રૂપે આવે છે. બહુવચનમાં આવે તો પેલાંનું પેલા રૂપ થાય છે પણ પેલીનું તો પેલી રૂપ જ કાયમ રહે છે. આમ પેલું એ એફમાત્ર સર્વનામ જ લિંગવચનના પ્રત્યયો સાથે આવે છે અને તેથી તે “વિકારી સર્વનામ’ છે. પેલું સર્વનામ વિશેષણ તરીકે આવે ત્યારે પણ તે વિકારી વિશેષણ તરીકે વપરાય છે.
અન્ય સર્વનામોમાંથી પ્રશ્નવાચક “શું અને કહ્યું તથા અનિશ્ચિત 'કશું એ સર્વનામો વિશેષણ તરીકે આવે ત્યારે તેઓ વિશેષ્ય અનુસાર લિંગવચનને સૂચક પ્રત્યયો સાથે આવે છે. એટલે એ અવિકારી સર્વનામો, વિકારી સાર્વનામિક વિશેષણો ગણાય. જેમકે, શો વાંધો, શી વેળા, શું ફળ, કઈ છોકરી, કયો છોકરો, કયું છોકરું. કયાં છોકરાં, કશો ફાયદો, કશી દવા, કશું દુઃખ. અહીં આ શું. કશું, કયું વિકારી સાર્વનામિક વિશેષણો તરીકે આવે છે કારણ કે તેઓ તેમનાં વિશેષ્ય અનુસાર લિંગવચનના પ્રત્યયો સાથે આવે છે.
૪. ક્રિયાવિશેષણ અને ક્રિયાપદ : લિંગ અને વચન (અ) ક્રિયાવિશેષણ : લિંગ અને વચન
નીચેના વાક્યો વાંચો.: ૧. પતિપત્ની હસતા ચહેરે બહાર આવ્યાં. ૨. ગાંધીજીની મુલાકાત માટે પત્ની બહાર બેસી રહી.
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૪
સરળ ગુજરાતી વ્યાકરણ
૩. પતિપત્ની વહેલાં દાખલ થયાં. ૪. પતિ વહેલો રવાના થયો.
ઉપરનાં પહેલાં બે વાક્યોમાં વપરાયેલું બહાર' ક્રિયાવિશેષણ એના એ રૂપમાં વપરાયું છે. ઉપરનાં ત્રીજા અને ચોથા વાક્યોમાં વપરાયેલું ‘વહેલું’ ક્રિયાવિશેષણ ‘વહેલાં’ અને ‘વહેલો' એમ અલગ અલગ રૂપે વપરાયું છે.
એટલે કે ‘બહાર’ જેવું ક્રિયાવિશેષણ વાક્યમાં ગમે તે લિંગવચન ધરાવતું ક્રિયાનાથ (પતિપ્રત્ની, પત્ની) પદ હોય તોપણ કોઈ ફેરફાર વિના એના એ રૂપે વપરાય છે. ‘વહેલું’ જેવું ક્રિયાવિશેષણ, વાક્યમાં વપરાયેલા ક્રિયાનાથ (પત્ની, પતિ) અનુસાર લિંગવચનના પ્રત્યયો (‘આં’, ‘ઓ’) લે છે.
જે ક્રિયાવિશેષણ ક્રિયાનાથ અનુસાર લિંગવચનના પ્રત્યયો લેતાં નથી તેમને અવિકારી અને જે ક્રિયાવિશેષણ ક્રિયાનાથ અનુસાર લિંગવચનના પ્રત્યયો લે છે તેમને વિકારી ક્રિયાવિશેષણો કહે છે. અંદર, બહાર, ઝટ, તરત, કદાચ અવિકારી ક્રિયાવિશેષણોનાં ઉદાહરણો છે. પાછું, વહેલું, મોડું વિકારી વિશેષણોનાં ઉદાહરણો છે. (બ) ક્રિયાપદ : લિંગ અને વચન :
આગળ જોયાં એ ચાર વાક્યો ફરી તપાસીએ. એમાંનાં ‘આવ્યાં’, ‘બેસી રહી’, ‘દાખલ થયાં’, ‘૨વાના થયો’ એ ક્રિયાપદો તપાસો. એ ક્રિયાપદોને પણ વાક્યમાં વપરાયેલા ક્રિયાનાથ (‘પતિપત્ની’, ‘પત્ની’, ‘પતિપત્ની’, ‘પતિ’) અનુસાર લિંગવચનના પ્રત્યયો (‘આં’, ‘ઈ’, ‘આ’, ‘ઓ’) લાગ્યા છે.
જ્યારે -ત, -ય, -ધ, -ડ, -ન, નાર, -વ એવા કોઈ પ્રત્યય સાથે આવે ત્યારે તેને વાક્યમાં વપરાયેલા ક્રિયાનાથ અનુસાર લિંગવચનના પ્રત્યયો લાગે છે.
લિંગવચન સિવાયના પ્રત્યયો લાગેલાં ક્રિયાપદોને અવિકારી અને લિંગવચનના પ્રત્યયો લાગેલાં ક્રિયાપદોને વિકારી ક્રિયાપદો કહે છે. આમ સંજ્ઞા, સર્વનામ અને વિશેષણની જેમ ક્રિયાવિશેષણ અને ક્રિયાપદ જેવાં પદો પણ અવિકારી અને વિકારી એમ બે વર્ગમાં વહેંચાયેલાં હોય છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
નામાર્થે
કમળે
૮. વિભક્તિ ગુજરાતીમાં સાત વિભક્તિઓ છે. તે વિભક્તિઓના પ્રત્યયો અને અર્થો નીચે પ્રમાણે છે : વિભક્તિ પ્રત્યય અર્થ
ઉદાહરણ પહેલી –
કર્ણાર્થે
રામ વનમાં ગયા.
અમદાવાદ મોટું નગર છે. સંબોધનાર્થે હે પ્રભુ, સૌનું ભલું કરજો.
એમણે મને ઇનામ આપ્યું.
પરિમાણવાચક આજે લીટર દૂધ વપરાયું. બીજી નથી, ને કર્માર્થે
હું કાગળ લખું છું. ગત્યર્થ
ગાંધીજી શાંતિનિકેતન ગયા. અવધિ (સમય- તે ત્રણ કલાક સૂતો.
મર્યાદા) દર્શાવવા ત્રીજી એ થી, થકી, વડે કરણાર્થે (સાધનના લોભે લક્ષણ જાય.
અર્થમાં)
પિતાએ પુત્રને ભણાવ્યો. કારણાર્થે
તે રોગે પીડાય છે. પરિમાણ દર્શાવવા તે ચાર વર્ષે પાસ થયો. અધિકરણાર્થે તેણે અખાડે જવાનું શરૂ કર્યું. સંપ્રદાનાર્થે લેખકે પાણી કળાને ઇનામ આપ્યું. કર્ણાર્થે કે મારે બહારગામ જવું છે. સંબંધાર્થે
આ ઘરને બે બારણાં છે. અપાદાનાર્થે (છૂટા તેના અવસાનને (અવસાનસમયથી પડવાને અર્થ દર્શાવવા) અત્યાર સુધીમાં) ચાર વર્ષ થઈ ગયાં. હેત્વર્થે (હેતુ કે કારણ શું તમે અહીં જોડાવાને ચાહો છો ?
દર્શાવવા). પાંચમી થી, થકી , અપાદાનાર્થે તે દિલ્હીથી મદ્રાસ ગયો.
મારાથી ત્યાં કેમ જવાય ? કરણાર્થે
તલવારથી શાંતિ સ્થપાય ખરી ?
કિર્તાર્થે
થી
ને
કર્ણાર્થે
-
પપ
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૬
શરણાર્થે
સરળ ગુજરાતી વ્યાકરણ આરંભાર્થે
અમે બાળપણથી મિત્રો છીએ. પુત્રની માંદગીથી માંદગીને કારણે)
તે દુઃખી છે. છઠ્ઠી ને, નીનું ના લયદર્શક બાળકને ભૂતનો ભય છે.
સંબંધાર્થે નરસિંહનાં પદો આજેય પ્રખ્યાત છે. સાતમી માં, અંદર, ઉપર આરંભાર્થે ગરમી સવારની પડે છે.
અધિકરણાર્થે ધનિકો મહેલોમાં રહે છે. (સ્થાન દર્શાવવા)
આટલી સારી આવકમાં (આવક વેડ)
* * કેમ કંઈ બચાવતા નથી ? નિર્ધારણાર્થે , ઋતુઓમાં વસંત કવિઓને પ્રિય
હોય છે. વાક્યોનાં રેખાંકિત પદોની વિભક્તિ ઓળખાવો : (૧) મુજ અબળાને મોટી મિરાત, બાઈ ! (૨) પટી ઘડાવું પુરુષોત્તમ કેરી. (૩) હરિજન હોય તેણે હેત ઘણું રાખવું. (૪) ભક્ત ભોજો કહે ગુરુકૃપાથી. (૫) કોકિલાનો શબ્દ હું સૂણું નહિ કાને. (૬) કપટે ભેટી પાછા ખસે, સામગ્રી જોઈ જોઈને હસે. (૭) કુંવરવહુનું ભાંગ્યું દુઃખ (૮) આ શંખ મહેતાજી ફૂંકશે, છાબમાં તુલસીપત્ર મૂકશે. . (૯) વચન વહુવરનાં સાંભળી વળતી વડસાસુ ઉચરી. (૧૦) ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ, (૧૧) છોડી પિયરની એણે પાલખી રે લોલ. (૧૨) સાગરને તીર એક ટટળે ટિંટોડી. (૧૩) ડુંગરશાં જહાજ મેં કંઈ કંઈ ડુબાળ્યાં. (૧૪) મારા વાડામાં ઘર પછવાડે રે, મોગરે મોર્યો મો રે. (૧૫) સોનલ રમતી રે ગઢડાને ગોખ જો. (૧૬) આડે આવ્યો રે સોનલ ! કાકાનો દેશ જો.
Page #77
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૧૭) સુર્યમુખીની હાંસી આંખે. (૧૮) પડછાયાથી ડરતો સુરજ. (૧૯) રજાઓ દિવાળી તણી થઈ પૂરી. (૨૦) વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. (૨૧) ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, (૨૨) એ હું જ છું, નૃપ, અને માફ કર, બાઈ ! (૨૩) રસે હવે દે ભરી પાત્ર, બાઈ ! (૨૪) ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા ! (૨૫) વેગે જતી ગાડી મહીં લપાઈ. (૨૬) બોલાવતી તાલીસ્વરેથી બાલા (૨૭) ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં. (૨૮) હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો. (૨૯) ત્યાં ત્યાં બધે કહો શું તમારું ઘર નથી ? (૩૦) જ્યાં ટપાલી પત્ર લાવે. (૩૧) હેઠો પડ્યો શ્વાસ પરંતુ યંત્રનો. (૩૨) કાંતિલાલ ત્રિકમગઢમાં કારકુન હતી. (૩૩) પેલો માણસ ગયો, એટલે બિંદુમતી અધીર પગલે મેડા પર ચડી
ગઈ. (૩૪) કોઈએ નનામી અરજીઓ કરી. (૩૫) ઠીક ચાલતું હતું, મારા ભાઈ ! (૩૬) જોખમથી લદાયેલું કબુનું શરીર જોઈને મુનીમે કહ્યું. (૩૭) હુકો એક ખૂણામાં ટેકવીને મૂકી દીધો. (૩૮) ચારણીએ ભત્રીજાને જોયો. (૩૯) પીઠાશને બાથમાં ઘાલીને છાતીએ ભીંસ્યો. (૪૦) સમજુ પદમણી-વહુ ઝપાટાભેર રસ્તો કાપવા લાગી. (૪૧) પ્રભાસથી નીકળ્યાને બારમો દહાડો હતો. (૪૨) દીપકની માતા મેના નીચી દૃષ્ટિએ અને પ્લાન વદને બેઠી છે. (૪૩) શિકારી મારા પર કાતીલ ડોળા કાઢે, પણ મારે કરવું શું ? (૪૪) અત્યારથી કુસ્તી ના હોય, કુસ્તી તો છેક છેલ્લે આવે.
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૮
સરળ ગુજરાતી વ્યાકરણ (૪૫) હું હાર્યો એમ કબૂલ કરું? તમારાથી હાર્યો એમ ? (૪૬) બાળ નરેન્દ્ર સ્વભાવે બહુ તરવરિયો અને રમતગમતનો શોખીન. (૪૭) મારા મન પરથી જડતાનાં જાળાં હઠી જાય છે. (૪૮) વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. (૪૯) ગૌરીશંકર ભટ્ટ આ પ્લોટનું સંસ્થાને દાન કર્યું. (૫૦) ગઈ કાલથી બાપુએ પોતાના પાણી પર કપડાનો કટકો ઢાંકવા
માંડ્યો. ઉત્તરો : (૧) મુજ : (મારી) સંબંધાર્થે છઠ્ઠી વિભ. ભાઈ સંબોધનાર્થે પહેલી
વિભ. (૨) પેટી કર્માર્થે બીજી વિભ. પુરુષોત્તમ : સંબંધાર્થે છઠ્ઠી વિભ. (૩) તેણે : કર્ણાર્થે ત્રીજી વિભ, હેત : કર્માર્થે પહેલી વિભ.
ભોજો : કર્નાર્થે પહેલી વિભ. ગુરુપ્રતાપે : કરણાર્થે પાંચમી વિભ. કોકિલાનો સંબંધાર્થે છઠ્ઠી વિભ. શબ્દ : કર્માર્થે બીજી વિભ. હું : કર્નાર્થે પહેલી વિભ. કાને : કરણાર્થે ત્રીજી વિભ. કપટે : કરણાર્થે ત્રીજી વિભ. સામગ્રી : કર્માર્થે ત્રીજી વિભ. કુંવરવહુનું સંબંધાર્થે છઠ્ઠી વિભ. દુઃખ : નામાર્થે પહેલી વિભ. શંખ : કર્માર્થે બીજી વિભ. મહેતાજી : કર્ણાર્થે પહેલી વિભ. છાબમાં : અધિકરણાર્થે સાતમી વિભ. . વચન : કર્માર્થે બીજી વિભ. કુંવરવહુનાં સંબંધાર્થે છઠ્ઠી વિભ.
વડસાસુ : કતાર્થે પહેલી વિભ. (૧૦) ભાવ: કર્ણાર્થે પહેલી વિભ. મને : કર્માર્થે બીજી વિભ. (૧૧) પિથરની : સંબંધાર્થે છઠ્ઠી વિભ. એણે : કર્ણાર્થે ત્રીજી વિભ. (૧૨) સાગરને સંબંધાર્થે ચોથી વિભ. ટિટોડી : કર્થે પહેલી વિભ. (૧૩) જહાજ : કર્માર્થે બીજી વિભ. મેં : કર્ણાર્થે ત્રીજી વિભ. (૧૪) વાડામાં : અધિકરણાર્થે સાતમી વિભ. મોગરો : કર્ણાર્થે ત્રીજી
વિભ. (૧૫) સોનલ : કર્ણાર્થે બીજી વિભ. ગઢડાને સંબંધાર્થે ચોથી વિભ.
ર
Page #79
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
પ૯ (૧૬) સોનલ સંબંધાર્થે પહેલી વિભ. કાકાનો સંબંધાર્થે છઠ્ઠી વિભ. (૧૭) સૂર્યમુખીની : સંબંધાર્થે છઠ્ઠી વિભ. આંખે : અધિકરણાર્થે ત્રીજી
વિભ. (૧૮) પડછાયાથી : કરણાર્થે પાંચમી વિભ. સૂરજ : કર્ણાર્થે પહેલી
વિભ. (૧૯) રજાઓ : નામાર્થે પહેલી વિભ. સંતાન : કર્માર્થે બીજી વિભ. (૨૦) બા : કર્ણાર્થે પહેલી વિભ. દિવાળી તણી : સંબંધાર્થે છઠ્ઠી વિભ. (૨૧) સુરખી : કર્માર્થે બીજી વિભ. પૂર્વમાં : અધિકરણાર્થે સાતમી
વિભ. (૨૨) નૃપ : નામાર્થે પહેલી વિભ. બાઈ : સંબોધનાર્થે પહેલી વિભ. (૨૩) રસે : કરણાર્થે ત્રીજી વિભ. પાત્ર : કર્માર્થે બીજી વિભ. (૨૪) અંધારેથી : અપાદાનાર્થે પાંચમી વિભ. તેજે : અધિકરણાર્થે
ત્રીજી વિભ. (૨૫) વેગે : કરણાર્થે ત્રીજી વિભ. ગાડી મહીં : અધિકરણાર્થે ત્રીજી
વિભ. (૨૬) તાલીસ્વરેથી : કરણાર્થે પાંચમી વિભ. બાલા : કર્ણાર્થે પહેલી
વિભ. (૨૭) છાજલીમાં : અધિકરણાર્થે સાતમી વિભ. ચીજને કર્માર્થે બીજી
વિભ. (૨૮) હૈયે : અધિકરણાર્થે ત્રીજી વિભ. ફફડાટ : નામાર્થે પહેલી વિભ. (૨૯) બધે : અધિકરણાર્થે ત્રીજી વિભ. તમારું સંબંધાર્થે છઠ્ઠી વિભ. (૩૦) ટપાલી : કર્ણાર્થે પહેલી વિભ. પત્ર : કર્માર્થે બીજી વિભ. (૩૧) શ્વાસ : નામાર્થે પહેલી વિભ. યંત્રનો : સંબંધાર્થે છઠ્ઠી વિભ. (૩૨) ત્રિકમગઢમાં : અધિકરણાર્થે સાતમી વિભ. કારકુન : નામાર્થે
પહેલી વિભ. (૩૩) માણસ : કર્ણાર્થે પહેલી વિભ. પગલે : કરણાર્થે ત્રીજી વિભ. (૩૪) કોઈએ : કર્ણાર્થે પહેલી વિભ. અરજીઓ : કર્માર્થે બીજી વિભ. (૩૫) મારા સંબંધાર્થે છઠ્ઠી વિભ. ભાઈ : સંબોધનાર્થે પહેલી વિભ. (૩૬) જોખમથી : કરણાર્થે પાંચમી વિભ. કબુનું ઃ સંબંધાર્થે છઠ્ઠી
Page #80
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
વિભ.
(૩૭) હૂકો : નામાર્થે પહેલી વિભ. ખૂણામાં : અધિકરણાર્થે સપ્તમી
વિભ.
૬૦
(૩૮) ચારણીએ : કર્તાર્થે ત્રીજી વિભ. ભત્રીજાને ઃ કર્માર્થે બીજી વિભ. (૩૯) બાથમાં : અધિકરણાર્થે સાતમી વિભ. છાતીએ : અધિકરણાર્થે ત્રીજી વિભ.
(૪૦) પદમડી-વહુ : કર્તાર્થે પહેલી વિભ. રસ્તો : કર્માર્થે બીજી વિભ. (૪૧) પ્રભાસથી : અપાદાનાર્થે પાંચમી વિભ. દહાડો : નામાર્થે પહેલી
વિભ.
:
(૪૨) દીપકની : સંબંધાર્થે છઠ્ઠી વિભ. વદને ઃ કરણાર્થે ત્રીજી વિભ. (૪૩) શિકારી : કર્તાથે પહેલી વિભ. મારે ઃ કર્તાથે ચોથી વિભ. (૪૪) અત્યારથી : આરંભાર્થે પાંચમી વિભ. છેલ્લે : અધિકરણાર્થે ત્રીજી વિભ.
(૪૫) હું : કર્તાથે પહેલી વિભ. તમારાથી : કરણાર્થે પાંચમી વિભ. (૪૬) સ્વભાવે ઃ કરણાર્થે ત્રીજી વિભ: રમતગમતનો ઃ સંબંધાર્થે છઠ્ઠી
:
:
વિભ.
(૪૭) મન પરથી ઃ અપાદાનાર્થે પાંચમી વિભ. જડતાનાં : સંબંધાર્થે છઠ્ઠી વિભં.
(૪૮) વિવાહ : નામાર્થે પહેલી વિભ. હાઈસ્કૂલમાં : અધિકરણાર્થે સાતમી વિભ.
(૪૯) ગૌરીશંકર ભટ્ટ : કર્તાથે ત્રીજી વિભ. સંસ્થાને ઃ સંપ્રદાનાર્થે ચોથી વિભ.
(૫૦) ગઈ કાલથી : આરંભાર્થે પાંચમી વિભ. બાપુએ : કર્તાથે ત્રીજી વિભ.
Page #81
--------------------------------------------------------------------------
________________
૯. વિરામચિહ્નો
આપણે જે કાંઈ લખીએ છીએ તેનો સામાન્ય હેતુ આપણા વિચારો કે આપણે જે કાંઈ કહેવું છે તે બીજાને જણાવવાનો હોય છે. આપણું એ ‘કહેવાનું’ કે આપણા ‘ભાવો’ વાચક સ્પષ્ટ રીતે સમજી શકે તે માટે સ્પષ્ટ લખાણની જરૂર હોય છે. એ સ્પષ્ટ લખાણ માટે વિરામચિહ્નોની જરૂર છે.
મુખ્ય વિરામચિહ્નો નીચે મુજબ છે : (૧) પૂર્ણવિરામ (.) (૨) અલ્પવિરામ (,)
૧. પૂર્ણવિરામ ઃ (.)
(૩) પ્રશ્નાર્થચિહ્ન (?) (૪) આશ્ચર્યવિરામ (!)
પૂર્ણવિરામ ક્યાં ક્યાં મુકાય ?
(ક) સાદા કે નિશ્ચયાત્મક વાક્યના અંતે ઃ (૧) શિક્ષક કવિતા શીખવે છે.
(૨) મોરના ટહુકા એક પારધીએ સાંભળ્યા. (૩) અશોક મહાન રાજા હતો.
(ખ) આજ્ઞાર્થ વાક્યના અંતે ઃ (૧) વર્ગમાં તોફાન ન કરો. (૨) હંમેશાં સાચું બોલો. (૩) તમે ત્યાં જાઓ.
(ગ) સંક્ષિપ્ત-ટૂંકાં રૂપોની પાછળ : (૧) મે. (મહેરબાન) મણિભાઈ
(૨) રા.રા. (રાજમાન રાજેશ્રી) પટેલ સાહેબ (૩) ચિ. (ચિરંજીવી) નેહ
(૪) લિ. (લિખીતંગ) શૈલના પ્રણામ... વગેરે. ૨. અલ્પવિરામ : (,)
અલ્પવિરામ નીચે મુજબ વાપરી શકાય : (અ) લાંબાં વાક્યોમાં અધૂરાં વાક્યોને અંતે,
(૧) વ્યાકરણ શીખવા માટે, સારા નિબંધ લખવા માટે, પત્ર
૬૧
Page #82
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ - કેમ લખવો તેની માહિતી મેળવવા માટે અને પ્રથમ નંબરે ઉત્તીર્ણ થવા માટે સતત મહેનત કરો. (બ) બેથી વધુ શબ્દો (પદો) કે શબ્દસમૂહ પછી ઃ
(૧) કાનન, સ્તુતિ, ભારતી અને સોનલ ઉજાણીએ ગયાં. (ક) કોઈને સંબોધન કર્યા પછી :
(૧) વિશાલ, તું ત્યાં જા.
(૨) શિલ્પા, તારા અક્ષર સુંદર છે. (ડ) અવતરણચિહ્ન વાપરતાં પહેલાં :
(૧) રાજાએ કહ્યું, “મારી પ્રજાનું સુખ એ જ મારું સુખ.” (૨) ગાંધીજીએ કહ્યું, “સ્વરાજ લીધા વિના હું પાછો નહિ
આવું.' ૩. પ્રશ્નાર્થચિનઃ (?)
પ્રશ્નાર્થચિન નીચે પ્રમાણે વાપરી શકાય ?
વાક્યના અર્થમાં પ્રશ્નનો અર્થ સમાયેલો હોય અથવા કોઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે (પ્રશ્નાર્થક) વાક્યને અંતે પ્રશ્નાર્થચિન મુકાય છે.
(૧) તમારું નામ શું ? (૨) તમને વેડમી ભાવે કે ગુલાબજાંબુ? (૩) બંદૂકની ગોળી કઈ બાજુથી આવી હતી ?
(૪) તમે કાલે મારા ઘેર આવશો ? ૪. આશ્ચર્યવિરામ અથવા ઉગારચિહ્ન : (!).
પ્રશંસા, શોક, આશ્ચર્ય, ધિક્કાર, હર્ષ વગેરે બતાવવા (ઉદ્ગારવાચક શબ્દ કે વાક્યને અંતે) આશ્ચર્યવિરામ મુકાય છે.
(૧) શાબાશ ! તમે ખૂબ સરસ રમ્યા ! (૨) અફસોસ ! બિચારો કંઈ ન કરી શક્યો ! ” (૩) અરે ! આવું તો મેં ક્યાંય જોયું નથી ! (૪) ખબરદાર ! જો ફરીથી આવી ભૂલ કરી છે તો ! (૫) છ ! તારા જેવો હરામખોર મેં નથી જોયો. (૬) વાહ કેવો ભવ્ય સૂર્યોદય !
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૩
સરળ ગુજરાતી વ્યાકરણ ૫. અર્ધવિરામ (3)
અલ્પવિરામ પાસે આપણે અલ્પપ્રમાણમાં રોકાઈએ છીએ. પૂર્ણવિરામ પાસે આપણે વધારે સમય રોકાઈએ છીએ. કેટલીક વાર આપણે અલ્પવિંરામ કરતાં વધારે રોકાવાની જરૂર પડે છે, જોકે પૂર્ણવિરામ જેટલું નહિ. ત્યારે એક બીજા જ ચિહ્નનો ઉપયોગ કરવો પડે છે.
નીચેનાં વાક્યો વાંચો : (૧) ભોજન પૂરું થયું; આવનારા ગયા. (૨) તે ખૂબ વાંચતો; તેથી તે પાસ થયો. (૩) જરા બેસો; તમારું કામ થઈ જશે. (૪) થોડુંક વાંચો; એટલામાં હું આવું છું.
આ વાક્યોમાં અંતે પૂર્ણવિરામ છે. વચ્ચેનું ચિહ્ન અર્ધવિરામ છે. તેની નિશાની છે. આ ચિહ્ન બે વાક્યોની વચ્ચે મુકાયું છે. એ વાક્યો સંયુક્ત વાક્યો છે.
પહેલા અને ત્રીજા વાક્યોમાં બે વાક્યોને જોડનાર કોઈ ઉભયાન્વયી અવ્યય (અને, અથવા, તેથી) નથી. સંયુક્ત વાક્યોમાંનાં બીજાં વાક્યોને જોડવા અર્ધવિરામ વપરાય છે.
બીજા અને ચોથા વાક્યોમાં “તેથી” અને “એટલામાં એ ઉભયાન્વયી અવ્યયો છે, છતાં અર્ધવિરામ આવ્યું છે. ઉભયાન્વયી અવ્યય સાથે પણ અર્ધવિરામ વપરાય છે. અર્ધવિરામ પાસે આપણે અલ્પવિરામ કરતાં વધુ રોકાઈએ છીએ.
આ અર્ધવિરામનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે : ' (૧) અર્ધવિરામનો ઉપયોગ સંયુક્ત વાક્યમાં થાય છે.
(૨) સંયુક્ત વાક્યોમાં આવેલાં બીજાં વાક્યો વચ્ચે ઉભયાન્વયી અવ્યય ન હોય ત્યારે વપરાય છે.
(૩) સંયુક્ત વાક્યોમાં ઉભયાન્વયી અવ્યય હોય તોપણ અર્ધવિરામનો ઉપયોગ થાય છે.
(૪) અર્ધવિરામ પાસે આપણે અલ્પવિરામ કરતાં વધુ વિરામ લઈએ છીએ.
(૫) અર્ધવિરામ પાસે આપણે પૂર્ણવિરામ કરતાં ઓછો વિરામ
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૪
સરળ ગુજરાતી વ્યાકરણ (અટકવું તે) લઈએ છીએ. ગુરુવિરામ : (:)
નીચેનાં વાક્યો વાંચો : (૧) ફૂલના ચાર ભાગ છેઃ વજ, ફૂલમણિ, સ્ત્રીકેસર અને પુંકેસર. (૨) વર્ણ ચાર છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. (૩) જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે : હવા, પાણી અને ખોરાક
ઉપરનાં વાક્યોમાં અલ્પવિરામ અને પૂર્ણવિરામ ઉપરાંત એક. બીજું ચિહ્ન છે, તેને ગુરુવિરામ કહે છે.
પ્રથમ વાક્યમાં આ ગુફવિરામનો ઉપયોગ ફૂલના ભાગ ગણાવતાં પહેલાં થયો છે, બીજા વાક્યમાં વર્ણના ચાર પ્રકાર ગણાવતાં પહેલાં અને ત્રીજા વાક્યમાં જરૂરી વસ્તુ ગણાવતાં પહેલાં થયો છે.
આ રીતે કહી શકાય કે ગુરુવિરામનો ઉપયોગ વસ્તુઓની ગણતરી બતાવવા માટે થાય છે.
નીચેના વાક્યો જુઓ : * અરવિંદ : કેમ હેમેન્દ્ર, ક્યારે આવ્યો ? હેમેન્દ્ર : આજે જ, ચારની ગાડીમાં. અરવિંદ : ગઈ કાલે આવવાનો હતો ને ? હેમેન્દ્ર: એક ગાડી ચૂકી ગયો.
ઉપરનાં વાક્યોમાં વક્તાના વક્તવ્યની પહેલાં ગુરુવિરામનો ઉપયોગ થયો છે. નાટક કે સંવાદમાં આપણે આવું ચિહ્ન જોઈએ છીએ.
નીચેના વાક્યો જુઓ : (૧) મારે તમારું એક જ કામ છે ? તમને મળવું. (૨) તેનો એક જ હેતુ છે આગળ વધવું. (૩) મેં એક જ નિશ્ચય કર્યો છે : ખૂબ મહેનત કરવી. ઉપરનાં વાક્યોમાં ગુરુવિરામના સ્થાનનો અભ્યાસ કરીએ.
પહેલા વાક્યમાં શું કામ છે તે ચોક્કસ નથી. પણ પછી તે કામ શું છે તે જણાવવા ગુરુવિરામ મૂકીને કામ સ્પષ્ટ કર્યું.
બીજા વાક્યમાં શું હેતુ છે તે સ્પષ્ટ કરવા ગુરુવિરામ મુકાયું અને પછી હેતુ સ્પષ્ટ કર્યો.
Page #85
--------------------------------------------------------------------------
________________
૬પ
સરળ ગુજરાતી વ્યાકરણ
ત્રીજા વાક્યમાં ગુરુવિરામ પછી સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ રીતે કોઈ બાબત સ્પષ્ટ કરવા આગળ જે કહેવાનું હોય છે ત્યારે તેનો ઉપયોગ થાય છે. ગુરુવિરામ પાસે પૂર્ણવિરામ જેટલો વિરામ લઈને આપણે આગળ વધીએ છીએ.
ગુરુવિરામનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે : (૧) ગુરુવિરામની નિશાની (૯) છે.
(૨) વસ્તુઓની ગણતરી કરવા માટે વાક્યમાં તેનો ઉપયોગ થાય છે.
(૩) કોઈના બોલેલા શબ્દો રજૂ કરવા ગુરુવિરામનો ઉપયોગ થાય છે.
(૪) કોઈ હેતુ, કામ કે નિશ્ચય સ્પષ્ટ કરવા તેનો ઉપયોગ થાય છે.
(૫) પૂર્ણવિરામ જેટલો વિરામ ગુરુવિરામ પાસે લઈએ છીએ. અવતરણચિહ્ન : (“ ').
નીચેનાં વાક્યો વાંચો : ગીતાએ શું કહ્યું ? ગીતાએ કહ્યું, “હું આવીશ.” કોણ કોને વાત કરે છે ? કોણ પૂછે છે? કોને પૂછે છે? શું પૂછે
છે ?
દિલીપ કુમારને પૂછ્યું, ‘તું ક્યાં જાય છે ?' કુમારે કહ્યું, ‘હું ઘેર જાઉં છું.'
ગીતા, દિલીપ અને કુમારના બોલાયેલા શબ્દો “' આવા ચિહ્ન વચ્ચે મુકાયા છે. આ “ ' ચિનને અવતરણચિહ્ન કહે છે. કોઈના કહેલા કે લખેલા શબ્દો રજૂ કરવા માટે અવતરણચિનનો ઉપયોગ થાય છે.
- વિરામચિહ્નો
પૂર્ણવિરામ અલ્પવિરામ અર્ધવિરામ ગુરુવિરામ પ્રશ્ચર્થચિહ્ન આશ્ચર્યવિરામ અવતરણચિહ્ન (.) () ;) (:) (?) (!) (* ') -
Page #86
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
સ્વાધ્યાય
૧. નીચેના પરિચ્છેદોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી આખા ફકરા ફરી લખો :
૬૬
(અ) રાત્રિના ભયંકર અંધકારમાં હું એ વનમાં પહોંચ્યો કોઈ જ દેખાતું ન હતું દૂર દૂરથી વાઘ વરુ સિંહ અને અન્ય વિકરાળ પશુઓના અવાજ સંભળાતા હતા મેં મારી જાતને પૂછ્યું હું ક્યાં છું એનો કોઈ જવાબ ન જડ્યો કેવું ભયંકર વન.
(બ) ગોરસમાં દૂધ પાડવા જતાં માસીને કહેવાનું મન તો થયું લાકડાના અજવાળે તે કોઈ વળી ચોખા વીણતું હશે બુન પરંતુ આવું કંઈ ન કહેતાં એમણે ચોખ્ખી જ વાત-કરી ઓરી દેને બુન પારુડામાં અને બહાર ભસી રહેલા કૂતરા તરફ ચીઢને વાળી રહ્યાં મૂઆ કૂતરાનેયે ભસભસનો જ વ્યવહાર છે.
(ક) તેણે કહ્યું તમે એમાં દિલગીર શું થાઓ છો તેણે તાર મોકલ્યો છતાં રસોઈ બરાબર ન કરાઈ તેથી ભાઈ ઘણા ચિડાઈ ગયા તેમાં તમે શા માટે દિલગીર થાઓ છો ડોસા છતાં પણ શાંત જ રહ્યા નજર પણ ન ખસેડી વસ્તુસ્થિતિનો વધારે મર્મભાગ ખોલવાની જરૂર જણાઈ.
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૦. પૂર્વ પ્રત્યય પ્રહાર (માર), સંહાર (નાશ), ઉપહાર (ભેટ), પ્રતિહાર (દ્વારપાળ)
ઉપરના શબ્દો ધ્યાનપૂર્વક જોતાં જણાશે કે તે બધા એક જ સંસ્કૃત ધાતુ હ–હરવું પરથી બનેલા છે. પણ તેની આગળ પ્ર, આ, સમ, વિ. ઉપ, પ્રતિ, ઉત્, વગેરે અવ્યય લાગતાં અર્થ ફરી ગયો છે. આવી રીતે, જે અવ્યય નામની ધાતુની કે ધાતુ પરથી બનેલ શબ્દની પૂર્વે આવી અર્થમાં ફેરફાર કરે તેને પૂર્વગ કહે છે. (પૂર્વ = પહેલાં + ગ = જનારા). એમાં જે ધાતુની કે ધાતુથી ઉત્પન્ન થયેલા શબ્દની પૂર્વે આવે છે તે ઉપસર્ગ કહેવાય છે. ઉપસર્ગ પણ પૂર્વગ છે, પણ બધા પૂર્વગ ઉપસર્ગ નથી, સંસ્કૃતમાં ૨૦ પૂર્વગને જ ઉપસર્ગ નામ આપવામાં આવ્યું છે, તે આ મુજબ છે : પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિ, દુઃ, વિ, અધિ, સુ, ઉદ્, અતિ, નિ, પ્રતિ, પરિ, અપિ, ઉપ, અભિ અને આ.
ઉપસર્ગ ૧. પ્ર : આગળ : પ્રગતિ, પ્રયાણ (યા = જવું), પ્રસ્થાન
ઘણું : પ્રતાપ, પ્રયત્ન, પ્રકોપ, પ્રચંડ, પ્રલય ૨. પરા : સામે : પરાક્રમ, પરાવર્તન
ઊલટું : પચજય અપ : ખરાબ : અપશબ્દ, અપમાન, અપકીર્તિ, અપયશ
દૂર : અપહરણ, અપનયન સમ : સાથે : સંવાદ, સંગમ, સંયોગ, સંભાષણ
સારી પેઠેઃ સંપૂર્ણ, સંયમ, સંતોષ, સમાન, સંતાપ અનુ : પાછળ : અનુચર, અનુગમન, અનુરાગ, અનુવાદ,
અનુકરણ, અનુમતિ, અનુજ અવ : નીચે : અવતાર, અવતરણ, અવલોકન, અવનતિ.
ખરાબ :અવગુણ, અવદશા, અવકૃપા, અવગતિ. - ': બહાર : નિર્ગમન, નિષ્ક્રમણ, નિરીક્ષણ.
વિનાનું : નિર્ગુણ, નિર્મળ, નિર્લજ્જ, નિર્દય.
છે
us
$
६७
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૮
૮. દુસ્
૯. વિ
૧૦. અધિ
૧૧. સુ
૧૨. ઉદ્
૧૩. અતિ
૧૪. નિ ૧૫. પ્રતિ
૧૬. પરિ
૧૭. અપિ
૧૮. ઉપ
૧૯. અભિ
૨૦. આ
સરળ ગુજરાતી વ્યાકરણ
: ખરાબ
:
દુર્ગુણ, દુરાચાર, દુર્બલ, દુર્જન મુશ્કેલીથીઃ દુર્ગમ, દુર્લભ, દુષ્કર, દુર્ભેદ્ય ઃ વિનાશ, વિજય, વિજ્ઞાન, વિનય, વિવાદ વિનાનું ઃ વિસ્મૃતિ, વિરૂપ, વિધવા, વિજન, વિમળ,
: વિશેષ
વ્યર્થ
: ઉપર
સંબંધી
ઃ સારું
ઘણું
સહેલાઈથી : સુલભ, સુગમ, સુકર, સુવાચ્ય : ઉત્કર્ષ, ઉન્નત, ઉચ્છ્વાસ, ઉડ્ડયન : ઉન્માર્ગ, ઉત્પથં
: ઊંચે
ઊલટું : ઘણું
: અતિવૃષ્ટિ, અત્યાનંદ, અત્યાચાર, અત્યંત પેલી તરફ : અતીત, અતીન્દ્રિય
ઃ સામે
: વચ્ચે-અંદર : નિપાત, નિક્ષેપ, નિમગ્ન, નિમજ્જન · પ્રતિબિંબ, પ્રત્યક્ષ, પ્રતિધ્વનિ, પ્રતિપક્ષ : પ્રતિદિન, પ્રત્યેક, પ્રતિક્ષણ
દરેક
: આસપાસ ઃ પર્યટન, પરિક્રમણ, પરિસ્થિતિ
પૂરેપૂરું
: અધિપતિ, અધિકાર, અધ્યક્ષ, અધીશ ઃ અધ્યાત્મ, અધિદેહ
: સુપાત્ર, સુજન, સુબોધ, સુશોભિત, સુકવિ સુસ્પષ્ટ, સુકુમાર, સુકોમળ, સ્વલ્પ
: ઉપર
ઃ પાસે
નાનું
: તરફ
: ઊલટું
સુધી
જરા
:
પરિપૂર્ણ, પરિત્યાગ, પરિતાપ, પરિશ્રમ : અપિધાન (ઢાંકણ)
ઉપયોગ, ઉપનયન, ઉપગમન, ઉપવાસ : ઉપવન, ઉપનામ, ઉપાચાર્ય, ઉપવાક્ય અભિમુખ, અભિનંદન, અભિગમન
:
: આગમન, આનયન
: આજીવન, આમરણ, આજન્મ, આસમુદ્ર : આકંપ, આરક્ત બીજા પૂર્વગ
૧. અ-અન્-અણ-ન : નકારવાચક : વ્યંજનથી શરૂ થતા શબ્દ પહેલાં અ કે અણ અને સ્વરથી શરૂ થતા શબ્દ પહેલાં અન્
Page #89
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૬૯ મુકાય છે. ન બંને પ્રકારના શબ્દ પહેલાં આવે છે. દા.ત. અ ઃ અન્યાય, અભાવ, અનીતિ, અજ્ઞાન, અસંખ્ય, અપૂર્વ,
અલૌકિક અનુ: અનિચ્છા, અનિષ્ટ, અનુચિત, અનુપમ, અનેક, અનાદિ અણ : અણઘટતું, અણનમ, અણબનાવ, અણસમજુ, અણઘડ
ન : નાસ્તિક, નાન્યતર, નપુંસક, નકામું, નબાપુ, નમાયા ૨. કુ, ક : ખરાબ ઃ કુકર્મ, કુવિચાર, કુતર્ક, કુટેવ, કુસંગ, કુપાત્ર ૩. અંતઃ: અંદર : અંતઃકરણ, અંતઃપુર, અંતઃસ્થ, અંતર્ગત ૪. બહિઃ : બહાર. : બહિષ્કાર, બહિષ્કૃત, બહિર્ગોળ, બહિર્મુખ પ. સ-સહ : સાથે ઃ સદેહ, સફળ, સગુણ, સતેજ, અકંપ, સજીવન
સહકુટુંબ, સહવાસ, સહગમન, સહકાર, સહયોગ ૬. અધઃઃ નીચે અધઃપાત, અધોગતિ, અધોમુખ, અધોગામી ૭. પુનઃઃ ફરીથીઃ પુનર્લગ્ન, પુનર્વિવાહ, પુનર્જન્મ, પુનરુદ્ધાર ૮. આવિસ્ : પ્રકટ : આવિષ્કાર, આવિષ્કત, આવિર્ભત, આવિર્ભાવ
અરબી અને ફારસી પૂર્વગ ૧. કમ : ઓછું ઃ કમજોર, કમનસીબ, કમઅક્કલ, કમબખ્ત
(બખ્ત = નસીબ) ૨. બે ઃ વિનાનુંઃ બેઈમાન, બેશરમ, બેદરકાર, બેશક, બેકાર, બેકદર ૩. લા ઃ વિનાનું લાચાર, લાલાજ, લાપરવા ૪. ના : નહિ : નાલાયક, નાખુશ, નાપસંદ, નામર્દ, નાદાન પ. બિન વિના : બિનજરૂરી, બિનઆવડત, બિનવાકેફ ૬. ગેર : નહિ ઃ ગેરહાજર, ગેરવાજબી, ગેરલાભ, ગેરફાયદો
ખરાબ : ગેરવહીવટ, ગેરઇન્સાફ, ગેરવલ્લે, ગેરઉપયોગ ૭. ખુશ : આનંદદાયક : ખુશખબર, ખુબો, ખુશમિજાજ ૮. બદ : ખરાબ : બદબો, બદસૂરત, બદદાનત, બદહજમી, બદદાનત ૯. હર-દર ઃ દરેક : દરરોજ, દરરોજ, હરેક, દરેક, દરસાલ ૧૦. સર : મુખ્ય : સરકાર, સરપંચ, સરદાર, સરસ્બો , સરન્યાયાધીશ
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૧. પર પ્રત્યયઃ તદ્ધિત અને કૃત્ પ્રત્યય તદ્ધિત પ્રત્યય :
નામ, સર્વનામ, અવ્યય અને વિશેષણની પાછળ જે પ્રત્યયો લગાડવામાં આવે છે તેને તદ્ધિત પ્રત્યય કહે છે. તેઓ પાછળ લાગતા હોવાથી પર પ્રત્યય તરીકે પણ ઓળખાય છે. ડૉ. કાન્તિલાલ બ. વ્યાસ જણાવે છે કે “તદ્ધિત એટલે “તતું – “તદ્ સર્વનામનું વિભક્તિ પ્રત્યયવાળું રૂપ (અર્થાત્ નામ, સર્વનામાદિકનાં રૂપ), તેને “ટિત' - યોગ્ય લાગુ પાડી શકાય તેવા (પ્રત્યય). ટૂંકમાં, નામાદિક પદોને લાગતાં પ્રત્યય તે તદ્ધિત. આ પ્રત્યયો ક્રિયાપદ(ધાતુ)ને લાગતા પ્રત્યયોથી ભિન્ન છે.'
આ પ્રત્યયોને ત્રણ વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે (૧) સંસ્કૃત પ્રત્યય, (૨) સંસ્કૃતમાંથી પરિવર્તન પાર્મેલા પ્રત્યય અને (૩) અરબીફારસી જેવા પરદેશી પ્રત્યય. આ ત્રણે વિભાગના પ્રત્યયો ગમે તે શબ્દને લાગુ પડતા નથી. તેને માટે ચોક્કસ નિયમો છે. અને એ નિયમો પ્રમાણે પ્રથમ વિભાગના પ્રત્યયો સંસ્કૃત તત્સમ શબ્દોને લગાડવામાં આવે છે. બીજા વિભાગના પ્રત્યયો તદુભવ શબ્દોને લાગુ પડે છે.
તદ્ધિત પ્રત્યયના પ્રકારો નીચે પ્રમાણે છે : (૧) સંબંધવાચક :
આ પ્રકારના પ્રત્યય દ્વારા સંબંધ ફુટ થાય છે.
(ગ) રૂચ : મદીય (મારું), ત્વદીય (તા), પર્વતીય, રાજકીય, આચમનીય
(વ) : નૈવેદ્ય, અર્થ, પાદ્ય, વધ્ય
(5) મ : પાર્થિવ. ચાન્દ્ર (ચંદ્રને લગતો), વૈદર્ભ (વિદર્ભનો રાજા), સાર્વભૌમ (સર્વ ભૂમિનો = ઈશ્વર)
(૩) રૂાઃ લૌકિક (લોકોને લાગુ પડતું), આહ્નિક (દિવસને લગતું), પારલૌકિક, આધ્યાત્મિક, માનસિક, સામાજિક (સમાજ સંબંધી), શારીરિક (શરીર સંબંધી).
(ડું) રૂથ: રાષ્ટ્રિય, શ્રત્રિય * જુઓ ડૉ.કાન્તિલાલ બ. વ્યાસકૃત ‘ગુજરાતી ભાષા', પૃ. ૧૭ર
૭૦
Page #91
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ (૨) ભાવવાચક : *
(અ) તા : ગુરુતા, લઘુતા, મધુરતા, કઠોરતા
(4) ય માધુર્ય (મધુરપણું), તાલિત્ય, પાંડિત્ય, નૈપુણ્ય, માલિન (મલિનતા) -
(5) રુમન્ : ગરિમા, કાલિમા, લધિમા, નીલિમા, મહિમા, રતિમા, પ્રદિમા, અણિમા
(૩) ૩: ગૌરવ, શૈશવ, લાઘવ, માર્દવ, યૌવન, સૌષ્ઠવ
(૬) : ક્ષત્રિયત્વ, બ્રાહ્મણત્વ, મનુષ્યત્વ, પુરુષત્વ, ગુરુત્વ (૩) વિકારવાચક : .
‘–નું બનેલું', –માંથી પરિણમેલું' એ અર્થમાં.
() ૨: દ્રવ્ય (દ્ર-વૃક્ષ, વૃક્ષનું પરિણામ તે), પયસ્ય. ગવ્યપંચગવ્ય (દૂધ, દહીં, છાણ, મૂત્ર, ઘી)
() કથઃ વાડમય (વાણીનું પરિણામ - સાહિત્ય), યવમય (જવનું પરિણામ), આશ્રમય, રસમય, સુખમય, દુઃખમય
(૪) સન્િ : આત્મસાત્, ભસ્મસાત્ (૪) ઉત્કર્ષવાચક કે તુલનાત્મક :
(મ) તર-તમ ઃ લઘુતર, લઘુતમ, ગુરુતમ, ગુરુતર, મૃદુતર, અન્યતર, પ્રિયતર, પ્રિયતમ
(4) ફે-રૂઝ: પ્રેયસ્ (વધારે પ્રિય), શ્રેષ્ઠ (સૌથી સારું), જ્યેષ્ઠ (સૌથી મોટું), લઘીયસ્ (સૌથી નાનું) .
(#) તા : દેવતા. (૫) સ્વામિત્વવાચક : :
વાળું, “યુક્ત એ અર્થમાં.
(અ) ન: (અંત્ય સ્વરનો લોપ) : પક્ષી, વિદ્યાર્થી, યોગી, રોગી, ભોગી, જોગી, સુખી, દુઃખી.
() રૂન: મલિન, ઇંગિણ (શીંગડાંવાળું), રથિત રથપતિ), ફલિન (વૃક્ષ).
(f) [: બુદ્ધિમાનું (‘બુદ્ધિમન્નું પુ.એ.વ.), મતિમાનું, નીતિમાન. શ્રીમાન, કાન્તિમાનું
Page #92
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૬) વત્ : ભગવાન, લક્ષ્મીવાન, ભાસ્યાન્ ઉદન્વાન્ (ઉદક પાણી, ઉદન્વાન્ = સમુદ્ર) (૬) જ્ઞ∞ :
ધનિક, રસિક, ક્રમિક
(Ë) આતુ : દયાળુ, માયાળુ, કૃપાળુ (વ)ન : પિચિછલ (પીંછાંવાળું), જટિલ, ફેનિલ (T) મિત્ : વાગ્ની, સ્વામી
૭૨
(૪) જ્ઞ : માંસલ, વત્સલ (પ્રેમવાન્), પાંસુલ
(૪) વિન્ : મેધાવી (મેધા = બુદ્ધિ), યશસ્વી, તેજસ્વી, માયાવી (છ) આત-આદ : વાચાલ, વાચાટ
ન) જ્ઞ : રોમશ (રૂંવાટાવાળું), લોમશ, કપિશ (જ્ઞ) વત : શિખાવલ (મોર), દન્તાવલ (હાથી)
(૫) ૬: મધુર (મધુ=માધુર્ય, મધ), ખર, કુંજર, પાંડુર (પાંડુ=શુક્લ
વર્ણ)
(7) ૩૬ : દન્તુર (ઊંચા દાંતવાળું)
(થ) મ : દ્રુમ
(૬) કૃત : પ્રતિબિંબિત, કુંઠિત, ફલિત
(૬) અપત્યાર્થવાચક :
‘અપત્ય’ એટલે સંતાન. સંતાનનો અર્થ અહીં હોય છે. (અ) રૂ : દાશથિ (દશરથનો પુત્ર), કાર્પ્સિ (કૃષ્ણપુત્ર, કામદેવ) (વ) ય : વાસ્ય, મનુષ્ય, દૈત્ય, જામદગ્ન્ય
() ૧: રાવણ, પૌત્ર, પાર્વતી, પાંચાલી, પાંડવ, કૌરવ, યાદવ, દ્રૌપદી, વૈદર્ભી, કૈકેય, ભાર્ગવ
(૩) ય : રાધેય, માર્કંડેય સૌભદ્રેય, ગાંગેય
(૭) સમૂહવાચક :
(અ) તા : જનતા, ગ્રામતા, બંધુતા
=
(૮) ભાતૃવાચક :
‘તે જાણે છે’ એ અર્થમાં.
(અ) જ્ઞ : તાર્કિક, પૌરાણિક, આલંકારિક, નૈયાયિક (વ) અન્ન : મીમાંસક (મીમાંસાનો જાણનાર)
Page #93
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૭૩ (૪) : વૈયાકરણ (વ્યાકરણનું અધ્યયન કરે કે જાણે તે) (૯) સ્વાર્થવાચક :
મૂળ શબ્દના જ મૂળ અર્થને દર્શાવે છે. (ગ) તા : દેવતા (દેવ)
(4) યઃ માલ્ય (માલા પરથી), સૌમ્ય, ચાતુર્માસ્ય. ઔપમ્ય (ઉપમા)
(૪) : વાલુકા (રેતી), મૃત્તિકા (મૃદ્-માટી), ભિક્ષુક (ભિક્ષુ), પુત્રક (પુત્ર)
() : પ્રાજ્ઞ, રાક્ષસ (‘રક્ષસ' પરથી), વાયસ (‘વોયસું પરથી), બાન્ધવ, દૈવત, દેવ
(૩) થેય: ભાગધેય (ભાગ્ય), નામધેય (નામ) (૧૦) ઇષ-ન્યૂનતાવાચક :
કંઈક ઓછપના અર્થમાં : () પ્રાય: મૃતપ્રાયઃ (મરવા જેવું)
(4) વન્ય: દ્વીપકલ્પ (દ્વીપ ધૃવામાં સહેજ બાકી) (૧૧) લઘુતાવાચક :
(અ) તર : અશ્વતર, ઋષભતર, વત્સતર (4) ૪: કુટીર (નાનું ઝૂંપડું)
(1). ૪ : અશ્વક (નિંદાવાચક), પુત્રક (દયાવાચક, બાપડો છોકરો), તૈલક (અલ્પતાવાચક, થોડું તેલ)
() ન: ભાનુલ (અનુકંપાવાચક)
() - ઉપડ-ઉપક (અનુકંપાવાચક “ઉપેન્દ્ર દત્ત પરથી) (૧૨) ઉત્પત્તિસ્થાન (=પ્રકૃતિ)વાચક :
‘ત્યાં થયેલું, બનેલું, વસેલું એ અર્થમાં. () : મધ્યમ (મધ્યમાં રહેલું), અધમ (નીચે પડેલું.
(વ) ૨ ઃ ઓક્ય (ઓઠેથી ઉચ્ચારેલું), મૂર્ધન્ય, તાલવ્ય. દંત્ય. કંઠ્ય, વન્ય, અંત્ય (અંતે રહેલું), સોદર્ય (સરખા ઉદરમાં થયેલું)
() ત્ય : દાક્ષિણ્યાત્ય, પાશ્ચાત્ય, પૌરસ્ય. અમાત્ય (૩) ફુય : અંગુલીય (આંગળીની વીંટી), વર્ગીય, જીહૂવામૂલીય
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૪
સરળ ગુજરાતી વ્યાકરણ (૧૩) સ્થળવાચક :
() ત્ર: એકત્ર, સર્વત્ર. અન્યત્ર - (૧૪) કાળવાચક :
(ગ) તા : યદા, તદા, કદા, સર્વદા (૧૫) સંબંધવાચક :
() તન: અદ્યતન, સનાન, શ્વસ્તન, પુરાતન, પ્રાતન, ચિરંતન (૧૬) રીતિવાચક :
(બ) થા : યથા, તથા, અન્યથા, સર્વથા (4) શ: : અનેકશ, બહુશઃ (૪) થા : દ્વિધા. અનેકધા (અનેક રીતે)
આ સિવાય પણ અર્વાચીન ગુજરાતીમાં તદ્ધિત પ્રત્યયો પ્રયોજાય છે. આ અર્વાચીન ગુજરાતીના તદ્ધિત પ્રત્યયોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય
(૩) મૂળ તત્સમ પ્રત્યયો (વ) સંસ્કૃત પરથી સાધિત થયેલા તદુભવ પ્રત્યયો અને (૪) જેનાં મૂળ સંસ્કૃતમાં નથી મળતાં એ પ્રત્યયો (દેશ્ય ?) - (ક) તત્સમ તદ્ધિત પ્રત્યયો : અભિમુખ : પ્રતિ, તરફ : પૂર્વાભિમુખ. મરણાભિમુખ. અધીન : તાબે
: આજ્ઞાધીન, પરાધીન. સ્વાધીન આક્રાન્ત : ગ્રસ્ત
: ભયાક્રાન્ત, દુઃખાક્રાન્ત આપત્તિ : ઘટના
: અર્થપત્તિ, ઇષ્ટાપત્તિ આર્ત : પીડિત
: તૃષાર્ત, દુઃખાર્ત, શોકાત કાર ' : કરનાર : ગ્રંથકાર, કુંભકાર, સુવર્ણકાર
: સ્વભાવવાળો : સહનશીલ, અધ્યયનશીલ
વિરોધી, દુશમન : હિતશત્રુ. જ્ઞાનશત્રુ નિષ્ઠ : પરાયણ
: કર્મનિષ્ઠ. ધર્મનિષ્ઠ : રહેલું, વસેલું : સ્વર્ગસ્થ, ધ્યાનસ્થ હીન : વગરનું
: જ્ઞાનહીન, વિદ્યાહીન, તેજહીન : કેવળ . : લેશમાત્ર, ક્ષણમાત્ર, નિમિત્ત માત્ર
શીલ
માત્ર.
Page #95
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(વ) તદ્ભવ તદ્ધિત પ્રત્યયો :
:
આળું ઃ છોગાળું, રૂપાળું, લટકાળું આળુ : દયાળુ, કૃપાળુ, ઈર્ષાળુ
ઈલું : ઝેરીલું, ખેદીલું, હોંશીલું, હઠીલું, રંગીલું, મોજીલું
ઈ : મરાઠી, ગુજરાતી, બંગાળી, મારવાડી
વટ : ઘરવટ, સગાવટ, સાચવટ આટો : સપાટો, ઝપાટો, માટો.
૫ : મોટપ, સારપ, ઊણપ, નાનપ કું : નાનકું, ટીણકું, પોટકું
ઇયો : નારણિયો, મોતિયો, નાનિયો.
વી-વો-વું : ઝાડવું, છોડવો, લાડવો, ચોરવી
( ) જેનાં મૂળ સંસ્કૃતમાં નથી એવા તદ્ધિત પ્રત્યયો (દૈશ્ય ?) : (૧) ડી : બાપડી, છોકરડી, દીકરડી, ગાવલડી, માવલડી
(૨)
ટ : ચોરાટ, ખુરાંટ, પોચટ્, વચટ
:
અરબી-ફારસી તદ્ધિત પ્રત્યયો ઃ
૭૫
યાર ઃ (ફારસી) ઃ હોશિયાર, મુખત્યાર, અખત્યાર
દાર ઃ (ફારસી) : દુકાનદાર, ફોજદાર, સૂબેદાર, હવાલદાર, જમાદાર
:
વાર ઃ (ફારસી) : તકસીવાર, ઉમેદવાર તી : (ફારસી, નારી) : જાસ્તી, કમતી ગી : (ફારસી, નારી) : તાજગી, બંદગી
કૃત્ પ્રત્યયો :
કૃત્ પ્રત્યયો એ પ્રાથમિક છે. તે પણ શબ્દની પાછળ લાગે છે, આથી તે ય પર-પ્રત્યયો છે. પરંતુ આ પ્રત્યયો ક્રિયાપદ(ધાતુ)ના મૂળ રૂપને લગાડવામાં આવે છે. કૃ પ્રત્યય લાગીને જે રૂપ તૈયાર થાય છે તેના ઉપર તન્દ્રિત પ્રત્યય લાગે છે. જે ધાતુને અંતે કૃત્ પ્રત્યય લાગ્યો હોય તેને કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં પ્રચલિત કૃત પ્રત્યયો આ પ્રમાણે છે :
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૬
સરળ ગુજરાતી વ્યાકરણ (૧) કર્ત્તવાચક :
(1) મશઃ કૃ (કરવું)-કારક, વૈ– વાચક, નૈ (ગાવું)ગાયક, પાત (પાળવું, રક્ષણ કરવું)–પાલક, નૃત્ (નૃત્ય કરવું)-નર્તક.
(4) મ : વૃત્ (ચોરવું)-ચોર, પ્રી (ખુશ કરવું)–પ્રિય, વન (ફરવું) ચલ, અચલ, (જન્મવું)–અનુજ, સરોજ ,
(3) ન: સ્થા (રહેવું)–સ્થાયી, વા (જવું)-યાયી, અનુયાયી, મન્ (મસલત કરવી)–મંત્રી
(૩) મન નન્ટ (ખુશ કરવું)-નન્દન, અર્વ (પીડવું) અદ– જનાર્દન (વિષ્ણુ), સુન્ નાશ કરવો)-સૂદન, મધુસૂદન (વિષ્ણુ)
(3) 7 : 9 (કરવું)-કર્તા, નૌ (દોરવું)–નેતા, દૃશ (જોવું)દ્રષ્ટા, વૃત્ (સર્જવું)-સટ્ટા (૨) કરણાર્થક :
(અ) ત્ર: ની (દોરવું)-નેત્ર, પ (પીવું)-પાત્ર.
(4) અનઃ ની (દોરવું)-નયન, શ્ર (સાંભળવું)-ઝવણ, વત્ (બોલવું)-વદન (૩) ભાવવાચક :
(બ) મરઃ મન્ (ભજવું)–ભજન, વૃત્ (વખાણવું)-કીર્તન, શ્રી – અપહરણ, મૃ– ભોજન, સી– શયન
(4) યા: (કરવું)–ક્રિયા શી (સૂવું)-શૈય્યા વિદ્ (જાણવું)વિદ્યા, વત્ (ફરવું)–દિનચર્યા, પરિચર્યા.
() મઃ યુન્ (જોડવું)-યોગ. છિદ્ (છેદવું)-છેદ, વિચ્છેદ, વિદ્ (દિલગીર થવું)-ખેદ, મદ્ (ગાંડા થવું)–પ્રમાદ, ઉન્માદ, વત્ (લઈ જવું)–વિવાહ, પરિવાહ
(૩) તિઃ (કરવું)-કૃતિ, પ્રી (ખુશ કરવું)–પ્રીતિ, રમ્ (રમવું)રતિ, વધુ (જાણવું)–બુદ્ધિ, વત્ (બોલવું)-ઉક્તિ, નૈ. (કરમાવું)પ્લાનિ, નૈ (કરમાવું)-ગ્લાનિ (‘તિનો ‘નિ થયો છે.) - (રૂ) ન: યક્ (યજવું)-યજ્ઞ, સ્વમ્ (સૂવું)-સ્વપ્ન, વત્ (યત્ન કરવો)-પ્રયત્ન, પ્રજી (પૂછવું)-પ્રશ્ન.
Page #97
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
() : પૂરવ (પૂજવું)-પૂજા. કેમ (કૃપા રાખવી)-કૃપા. દ્ (કહેવું)-કથા, વૃ૬ (ઇચ્છા રાખવી)–સ્પૃહા, સા (જાણવું)–પ્રજ્ઞા, સંજ્ઞા, આજ્ઞા (૪) વિધ્યર્થકઃ
(1) મનીય વળ (વર્ણવવું)-વર્ણનીય, રમ્ (રમવું)–રમણીય. તુ (વખાણવું)-સ્તવનીય
() તથ: $ (કરવું)-કર્તવ્ય, વત્ (બોલવું)- વક્તવ્ય
() યઃ (કરવું)- કાર્ય વર્ગ (વર્ણવવું)-વણ્ય,રમ્ (રમવું)રમ્ય, નભ (મેળવવું)–લભ્ય, નિસ્ (નિંદવું)–નિંદ્ય (૫) શીલાર્થક :
(બ) માનુ નિદ્રા (ઊંઘવું)-નિદ્રાળુ, ઢ (દયા ખાવી)–દયાળુ
(4) વેર : થા + (રહેવું)-સ્થાવર, મામ્ (પ્રકાશવું)–ભાસ્વર, નમ્ (નાશ પામવું)-નશ્વર
(૪) 3ષ્ણ : ૬ (સહન કરવું)-સહિષ્ણુ (૬) : વિક્ (જાણવું)-વિદુર, fમદ્ (ભાગવું)–ભિદુર
(ડુ) : નમ્ (નમવું)-નમ્ર, હિંમ્ (હિંસા કરવી)–હિંસ (૬) વર્તમાન કૃદંત ઃ (વિશેષણ બનાવે છે.)
(5) મીન: વૃ (વધવું)-વર્ધમાન, વૃત્ (હોવું)-વર્તમાન
() –મ: ના (જાગવું)–જાગ્રત. (હોવું)-સત્ (૭) ભૂતકૃદંત : (વિશેષણ બનાવે છે.)
(મ) તઃ કૃ (કરવું)-કુતું. ઉન (જિતવું)–જિત, મમ્ (નવું)ગત.fa (ખેદ પામવો) ખિન્ન (ધાતુને અંતે વ્ર હોય ત્યારે તેનો ને થાય છે.) તવ કૃત્ પ્રત્યયો : (૧) કર્કાવાચક : કેટલાક પ્રત્યયો સામાન્ય નામ બનાવે છે. આવા
. પ્રત્યયોને કર્ણવાચક પ્રત્યયો કહે છે. દા.ત.
આડી-ખેલાડી. આરો-લૂંટારો, વણજારો, નારોગાનારો, બોલનારો, ખાનારો, પીનારો
* આરી કેળ
Page #98
--------------------------------------------------------------------------
________________
७८
· સરળ ગુજરાતી વ્યાકરણ
(૨) કરણવાચક ઃ સાધનવાચક નામનું સૂચન કરનાર પ્રત્યયોને કરણવાચક કે સાધનવાચક પ્રત્યો કહે છે. દા.ત.
ડી – સારડી ણો-ણી-શું—વીંજણો, ગળણી, ગળણું,
F
આણ
પલાણ
(૩) શીલાર્થક : શીલવાચક વિશેષણ બનાવનાર પ્રત્યયને શીલાર્થક, શીલવાચક પ્રત્યયો કહે છે. તેનું બીજું નામ સ્વભાવવાચક પણ છે, કારણ કે તે સ્વભાવનું દર્શન કરાવે છે. દા.ત.
-
કર્યું–મારકણું, વઢકણું, બોલકણું આળ-ખર્ચાળ, આઉટકાઉ, ઉડાઉ
(૪) ભાવવાચક : ભાવવાચક નામ બનાવનાર પ્રત્યયોને ભાવવાચક પ્રત્યય કહે છે. El.ct.
કી–કો–ડૂબકી, કૂદકો; ત–રમત, ભરત; તી–પડતી, ચડતી; આટ–ગભરાટ, મલકાટ, ચળકાટ; આવદેખાવ, ઢોળાવ; ચૂકવર્તણૂક, નિમણૂક
અરબી–ફારસી કૃત્ પ્રત્યયો (દેશ્ય ?)
(૧) કર્તરિ : આલિ–જાણનાર, આશિક ઇચ્છનાર, જામિનજવાબ દેનાર, મુરબ્બી—રક્ષક, લાઈક—લાયક
(૨) કર્મણિ : માલૂમ—જણાયેલું, મંજૂર—જોયેલું, મશહૂર—પ્રસિદ્ધ થયેલું, મુબારક–આશીર્વાદ પામેલું, સુખી, મુરાદ–ઇચ્છિત, ઇચ્છા (૩) ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન : જહર–તેણે જોયું, શહર– તેણે પ્રસિદ્ધ કર્યું, શહદ—તેણે જોયું, સહબ—તે રહ્યો, અમલ–તેણે અધિકાર જમાવ્યો
દરેક ભાષામાં નવી નવી અર્થચ્છાયાઓ ઊભી કરવા માટે નવા નવા શબ્દો પ્રયોજાતા નથી. જો આમ બને તો ભાષામાં શબ્દો એટલા બધા વધી જાય કે ભાષાનું માળખું જ તૂટી જાય. એક અર્થને કેન્દ્રમાં રાખી તેને પ્રત્યયો લગાડી તેમાંથી વિવિધ અર્થચ્છાયાઓ ઊભી કરવાની ગુજરાતી ભાષાની આ એક રીત છે. અર્વાચીન ભાષાની આ એક ખાસિયત છે. અંગ્રેજી ભાષામાં પણ ગુજરાતીની જેમ જ પ્રત્યયો લાગે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
_પ્રત્યય
પર પ્રત્યય
પૂર્વ પ્રત્યય
તદ્ધિત કુતું | | | | | | | | | | | | | | | | સંબંધ- ભાવ- વિકાર- ઉત્કર્ષ સ્વામીત્વ-અપત્યાર્થ- સમૂહ- સાતૃ- સ્વાર્થ-ન્યૂનતા- લઘુતા- ઉત્પત્તિ- સ્થળ- કાળ- સંબંધવાચક વાચક વાચક વાચક વાચક વાચક વાચક વાચક વાચક વાચક વાચક સ્થા.વાચ. વાચક વાચક વાચક
સરળ ગુજરાતી વ્યાકરણ
રીતિ- તત્સમ તદ્ધિત અરબીવાચક ' ફારસી
-
કુતું
કર્તવાચક કરણાર્થક ભાવ- વિધ્યર્થક શીલાર્થક વર્તમાન ભૂતકૃદંત તદ્દભવ વાચક
કૃદંત
અરબી, ફારસી
કર્તવાચક કરણાર્થક શીલાર્થક ભાવવાચક
કર્તરિ, કર્મણિ
ભૂ.કા.ત્રી.પુ.એ.વ.
૭૯
Page #100
--------------------------------------------------------------------------
________________
८०
દા.ત.
સરળ ગુજરાતી વ્યાકરણ
મૅન
જેન્ટલમૅન . અનજેન્ટલમૅનલી અનજેન્ટલમૅનલીનેસ
અહીં ‘મૅન’ના એક અર્થને કેન્દ્રમાં રાખી જુદી જુદી અર્થચ્છાયાઓ જુદા જુદા પ્રત્યયો દ્વારા ઊભી કરવામાં આવી છે. ભાષા એ કરકસરવાળી યોજના છે, અને અહીં તે સાબિત થાય છે, કેમ કે એક જ શબ્દમાંથી જુદી જુદી અર્થચ્છાયાઓ, લઈ આવવામાં આવે છે, અને એ જ ભાષાની ખૂબી છે. ચીની ભાષામાં આવું નથી, કેમ કે તેમાં પ્રત્યયો લાગતા નથી.
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૨. નામ (સંજ્ઞા) પ્રાણી, પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે. નામને સંજ્ઞા પણ કહે છે.
(૧) હેતલ, અરુણા, કાનન, પુલિન, (૨) માણસ, વાઘ, સિંહ, કૂતરો, બિલાડી, (૩) પંખો, બારી, ઓશીકું, પેન, ટેબલ વગેરેને આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ.
(૪) જુદી જુદી લાગણીઓ અને જુદા જુદા ગુણોને પણ આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ. જેમ કે પ્રેમ, ક્રોધ, ડહાપણ, ઊંડાણ, ધીરજ, શાંતિ, મીઠાશ વગેરે..
(૫) એ જ પ્રમાણે જુદી જુદી જાતની ક્રિયાઓને પણ આપણે જદાં જુદાં નામથી ઓળખીએ છીએ. જેમ કે, વાચન, લેખન, ભણતર, ગણતરી. સફાઈ વગેરે.
આમ કોઈ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખાવતાં પદોને સંજ્ઞા કહેવામાં આવે છે.
નીચેનાં વાક્યો વાચો : (૧) ધીરુભાઈ અમારા આદર્શ શિક્ષક છે. (૨) ગંગા ઘણી લાંબી નદી છે. (૩) ભારત મારો દેશ છે.' (૪) કમળ એક ફૂલનું નામ છે. .
(૫) ગાય ઉપયોગી પ્રાણી છે. . ધીરુભાઈ અને શિક્ષક વચ્ચે શો ફેર જણાય છે ? “ધીરુભાઈ સંજ્ઞા કોઈ ચોક્કસ વ્યક્તિને દર્શાવે છે. શિક્ષક સંજ્ઞા કોઈપણ વ્યક્તિ માટે વાપરી શકાય. એટલે કે એ સંજ્ઞા એક આખા વર્ગ કે જાતિને દર્શાવે છે.
જે સંજ્ઞાઓ કોઈ ચોક્કસ એક જ વ્યક્તિને દર્શાવે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં ઓ છે. જેમ કે, ધીરુભાઈ, ગંગા. ભારત.
જે સંજ્ઞાઓ વર્ગ કે જાતિને કે અનેક વ્યક્તિઓને દર્શાવે છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમકે શિક્ષક, નદી, દેશ, કમળ, ફૂલ, ગાય, પ્રાણી.
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૨
સરળ ગુજરાતી વ્યાકરણ હવે, નીચેની સંજ્ઞાઓ જુઓ :
ટોળું, ઝૂમખું, ફોન, સમુદાય આ સંજ્ઞાઓ જાતિવાચક સંજ્ઞાઓ જેવી લાગે છે. પરંતુ તેઓ વ્યક્તિને નહિ પણ સમૂહને દર્શાવે છે. હાથીઓનું ટોળું, ચાવીઓનું ગુમખું, સૈનિકોની ફોજ, માણસોનો સમુદાય. આમ સમૂહ દર્શાવતી સંજ્ઞાઓને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. હવે, નીચેની સંજ્ઞાઓ જુઓ :
ઘઉં, ચોખા, ઘી, તેલ, રૂ, કાપડ, સોનું
આ સંજ્ઞાઓ પણ જાતિવાચક સંજ્ઞાઓ જેવી લાગે છે કારણ કે એ બધી વસ્તુઓની જાતિઓનાં નામ છે. પરંતુ ખરેખર તો તે વસ્તુઓ જથ્થામાં દ્રવ્યરૂપે રહેલી છે. એમનું વજન થઈ શકે છે, એમનું માપ લઈ શકાય છે. આમ દ્રવ્યરૂપે રહેલી જે વસ્તુઓ છે તે સૂત્રોની સંજ્ઞાઓને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ‘સોનું એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. પણ સોનામાંથી બનેલ વસ્તુ ઘરેણું એ જાતિવાચક સંજ્ઞા થાય. તે પ્રમાણે લાકડું દ્રવ્યવાચક સંજ્ઞા છે પણ તેમાંથી બનેલું ટેબલ જાતિવાચક સંજ્ઞા થાય. હવે, નીચેની સંજ્ઞાઓ જુઓ :
મૂર્ખાઈ, ભલાઈ, મીઠાશ, કાળાશ, વિચાર
સેવા, કામ, મદ, ઝણઝણાટ, રણકાર આ બધી સંજ્ઞાઓ નક્કર પદાર્થ દર્શાવતી નથી પણ ભાવો દર્શાવે છે. “મૂર્ખ એ ગુણ છે પણ “મૂર્ખાઈ એ મૂર્ખ હોવાનો ભાવ છે. એ બધી સંજ્ઞાઓને રૂપ નથી. રંગ નથી. આકાર નથી. એમને આંગળી ચીંધીને બતાવી શકાતી નથી. આમ ભાવોને દર્શાવતી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ભાવવાચક સંજ્ઞાઓ વિશેષણો પરથી અને ક્રિયાપદો પરથી બને છે.
આમ, સંજ્ઞાઓ પાંચ પ્રકારની છે :
(૧) વ્યક્તિવાચક, (૨) જાતિવાચકે, (૩) સમૂહવાચક, (૪) દ્રવ્યવાચક અને (૫) ભાવવાચક.
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૩. સર્વનામ
નીચેનાં વાક્યો વાંચો :
૧. હિનાએ કહ્યું, ‘હું કાલે આવીશ.’ ૨. સ્તુતિએ નીતિનને કહ્યું, તું શું કરે છે ?’
૩. એક સિંહ હતો. તે ઝાડ નીચે બેઠો હતો.
૪. મેદાન પર ઘણા છોકરા હતા. કેટલાક રમતા હતા ને બીજા બેઠા હતા.
પહેલા વાક્યમાં હિના માટે વપરાયેલ શબ્દ ‘હું’ છે.
બીજા વાક્યમાં બોલનાર અને સાંભળનાર અલગ છે. બોલનારે (સ્તુતિએ) સાંભળનાર માટે (નીતિન માટે) ‘તું વાપર્યું છે. ‘સિંહ’ માટે 'તે' શબ્દ વપરાયો છે. ‘છોકરા’ માટે ‘કેટલાક' અને ‘બીજા શબ્દો વપરાય છે.
હિના, સ્તુતિ, નીતિન, સિંહ અને છોકરા એ બધાં નામ (સંજ્ઞા છે. આ નામોને બદલે હું, તું, તે, કેટલાક અને બીજા આ શબ્દો વપરાય છે. નામને બદલે વપરાતા આ શબ્દો સર્વનામ કહેવાય છે. સર્વનામના ઉપયોગથી વાક્ય સરળ અને ટૂંકું બને છે.
સર્વનામના પ્રકાર આ પ્રમાણે છે :
૧. પુરુષવાચક સર્વનામ :
નીચેનાં વાક્યો વાંચો :
૧. કરણે પુલિનને કહ્યું. ‘હું અમદાવાદ જાઉં છું. તું આવે છે ?’ ૨. કરણે કહ્યું, નેહ આપણી સાથે આવશે ?’ ૩. પુલિને કહ્યું, ``તે જરૂર આવશે.’
ઉપરનાં વાંક્યોમાં હું, તું, તે આ સર્વનામો છે. પહેલા વાક્યમાં બોલનાર કરણ છે. કરણ માટે ‘હું' શબ્દ વપરાયો છે. સાંભળનાર પુલિન છે. પુલિન માટે ‘તું’ શબ્દ વપરાયો છે. બંને ‘નેહ’ વિશે વાત કરે છે. માટે ‘તે’ શબ્દ વપરાયો છે. ઉપરનાં વાક્યોમાં હું, તું, તે- આ બધાં સર્વનામો છે.
બોલનાર પહેલો પુરુષ કહેવાય. અહીં પહેલો પુરુષ 'કરણ' છે.
૮૩
Page #104
--------------------------------------------------------------------------
________________
८४
સરળ ગુજરાતી વ્યાકરણ સાંભળનાર બીજો પુરુષ કહેવાય. અહીં બીજો પુરુષ ‘પુલિન છે. પહેલા અને બીજા પુરુષ જેના વિશે વાત કરે છે તે ત્રીજો પુરુષ કહેવાય. અહીં ત્રીજો પુરુષ નેહી છે. પહેલા પુરુષ માટે હું'. બીજા પુરુષ માટે “તું” અને ત્રીજા પુરુષ માટે તે સર્વનામ વપરાયાં છે. આ “હું, તું, તે પુરુષવાચક સર્વનામ છે. પુરુષ બતાવતાં સર્વનામ પુરુષવાચક સવનામ કહેવાય છે.
ગીતાએ અરુણાને કહ્યું, “હું વાંચીશ, તું લખજે.'
અહીં “ગીતા માટે વપરાયેલું સર્વનામ છે, માટે હું પહેલો પુરુષ સર્વનામ છે. તું અરણા માટે વપરાયેલું સર્વનામ છે, માટે તું બીજો પુરુષ સર્વનામ છે.
નામ ગમે તે જાતિમાં હોય પરંતુ તેમને માટે વપરાયેલા શબ્દો હું, તું, તે વગેરે પુરુષવાચક સર્વનામો હોય છે. - હું, મેં, મને, તું, તને, અમે, અમને, તે, તેને, તે, તમે, તમને, તેઓ, તેઓએ, તેમને, આપ, આપને, આપે વગેરે પુરુષવાચક સર્વનામો છે. પુરુષવાચક સર્વનામોના ત્રણ પ્રકાર પાડી શકાય : (૧) પહેલો પુરુષ સર્વનામ, (૨) બીજો પુરુષ સર્વનામ અને (૩) ત્રીજો પુરુષ સર્વનામ. ૨. દર્શક સર્વનામ :
નીચેનાં વાક્યો વાંચો :
૧. શિક્ષકે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલની છબી બતાવતાં કહ્યું. આ રહ્યા ઇંગ્લેન્ડના એક યશસ્વી વડાપ્રધાન.'
૨. કેરોસીન તરફ દૂરથી આંગળી ચીંધી માતાએ કહ્યું. “એ રહ્યું પૂરતા જથ્થામાં મારી પાસે.”
૩. પુલિને દૂરથી આવતા શૈલને બતાવી હેતલને કહ્યું, પેલો કોણ આવે છે, વારું?”
પહેલા વાક્યમાં ‘આ’ સર્વનામ ચર્ચિલ માટે વપરાયું છે. બીજા વાક્યમાં એ સર્વનામ કેરોસીન માટે વપરાયું છે. ત્રીજા વાક્યમાં ‘પેલો સર્વનામ શૈલ માટે વપરાયું છે. આ ત્રણે સર્વનામ કોઈ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવાની કામગીરી
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૫
સરળ ગુજરાતી વ્યાકરણ કરે છે. એટલે એમને દર્શક સર્વનામ કહે છે. દર્શક એટલે બતાવનાર.
બહુ નજીકનાં પ્રાણી પદાર્થ માટે “આ, આનાથી જરા દૂરનાં પ્રાણી પદાર્થ માટે એ અને ઘણા દૂરનાં પ્રાણીપદાર્થ માટે ‘તે', એ કે ‘પેલું સર્વનામ વપરાય છે. ૩. સાપેક્ષ સર્વનામ :
નીચેના વાક્ય વાંચો : ૧. જે અફવા ફેલાવે તે દેશદ્રોહી ગણાય. ૨. જેણે આપી જાણ્યું તેણે જીવી જાણ્યું. ૩. જેને રામ રાખે તેને કોઈ ન ચાખે. ૪. જેવું વાવશો તેવું લણશો.
ઉપરનાં વાક્યોમાં પહેલો અડધો ભાગ બોલીએ છીએ તો તેના પછી બાકીનો અડધો ભાગ બોલવો જ પડે છે. આમ આ વાક્યોમાંનાં
જે-તે', “જેણે-તેણે’, ‘જેને-તેને, “જેવું-તેવું સર્વનામો બે જુદી જુદી ક્રિયા કરનાર એક જ અથવા અમુક જ વ્યક્તિની અપેક્ષાએ (એક હોય એટલે બીજું હોય જ એવી સમજ સાથે) વપરાયાં છે. આવાં એકબીજાની અપેક્ષાએ વપરાતાં સર્વનામોને સાપેક્ષ સર્વનામો કહે છે. “સાપેક્ષ એટલે “સ (સાથે) + અપેક્ષા (ઇચ્છા)વાળું.”
“જે અને “જે ઉપરથી થયેલાં “જેવું, “જેટલું, ‘જેવડું સાપેક્ષ સર્વનામ છે. એ પદ જ્યાં વપરાય ત્યાં તેની અપેક્ષાએ હમેશાં “તે', ‘તેવું. તેટલું, ‘તેવડું સર્વનામ અનુક્રમે આવે જ. ક્યારેક વાક્યમાં ‘જે', જેણે, જેને વગેરે ન વપરાયેલ હોય તો પણ ચાલે, પણ “તે, “તેણે , ‘તેને વગેરે તો વપરાવાં જ જોઈએ. ૪. પ્રશ્નવાચક સર્વનામ : -
નીચેનાં વાક્યો વાંચો : ૧. અહીંથી કોણ ગયું ? (દર્શન) ૨. તમારા શીશામાં શું છે ? (કેરોસીન) ૩. કોને યાદ કર્યા ? (ચર્ચિલને) . પહેલા વાક્યમાં કોણે સર્વનામ દર્શના માટે વપરાયું છે. બીજા વાક્યમાં શું સર્વનામ “કેરોસીન માટે વપરાયું છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
ત્રીજા વાક્યમાં ‘કોને’ સર્વનામ ચર્ચિલ માટે વપરાયું છે. ‘કોણ’, ‘શું’, ‘કોને’ સર્વનામો કશુંક પૂછવા માટે વપરાયાં છે. આ સર્વનામો સંજ્ઞાને બદલે વપરાઈને વાક્યોને પ્રશ્નવાક્ય બનાવે છે. આ સર્વનામ સંજ્ઞાને સ્થાને આવી વિધાનવાક્યને પ્રશ્રવાક્ય બનાવવામાં ઉપયોગી થતાં હોઈ તેમને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. પ્રશ્નવાચક’ એટલે ‘પ્રશ્ન પૂછનાર'. કોણ. કો-કઈ-કયું, શો-શી-શું, કેવું-કેટલુંકેવડું પ્રશ્નવાચક સર્વનામો છે. ‘કોણ’' સર્વનામ સાધારણ રીતે જીવંત વ્યક્તિને માટે વપરાય છે. ‘શું' સર્વનામ જીવજંતુઓ કે નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે.
૫. અનિશ્ચિત સર્વનામ :
૮૬
નીચેનાં વાક્યો વાંચો :
૧. કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય.
૨. તેં કંઈક ગુમાવ્યું હોય એમ લાગે છે. ૩. મને કશું નથી થયું. ૪. તને કાંઈ થયું છે.
ઉપરનાં વાક્યોમાંનાં કોઈ, કંઈક, કશું, કાંઈ એ સર્વનામો કોઈ વ્યક્તિ કે બાબત સૂચવતી સંજ્ઞાઓ અંગે વપરાયાં છે. એ વ્યક્તિ કોણ હશે કે બાબત શી હશે એ નક્કી નથી. આમ, જે સર્વનામ કોઈ નિશ્ચિત પ્રાણી કે પદાર્થને મટે વાપરવામાં ન આવ્યું હોય તે અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. ‘અનિશ્ચિત’ એટલે ‘નિશ્ચિત નહિ તે અર્થાત્ અનિશ્ચિતતાનો
ભાવ વ્યક્ત કરનાર,
'કોઈ', 'કોઈક' કે 'કોક' એ ત્રણે જુદે જુદે રૂપે, ‘કોઈ’, ‘કંઈક', ‘કંઈકે’, ‘કાંક’ એ ત્રણ જુદે જુદે રૂપે; 'કંઈ' અને ‘કશું’ કે ‘કશુંક’ એ બે રૂપે ‘કશું’ એ સર્વનામ વપરાય છે. ‘કંઈ’ અને ‘કશું’ એકબીજાને બદલે વાપરી શકાતાં સર્વનામ છે.
‘કેટલાક', ‘ઘણા’, ‘બીજા’, ‘બધા', ‘દરેક’, પ્રત્યેક', 'અમુક', ફલાણું વગેરે પણ અનિશ્ચિતપણાનો ભાવ બતાવતાં અનિશ્ચિત સર્વનામો છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૮૭ ૬. સ્વવાચક સર્વનામ :
નીચેનાં વાક્યો વાંચો » ૧. હું પોતે આવીશ. ૨. તમે પોતે આવજો. ૩. તે પોતે આવશે.
ઉપરનાં વાક્યોમાં “પોતે પદ “, ‘તમે’, ‘તે' જેવાં સર્વનામ સાથે વપરાયું છે. પહેલા વાક્યમાં “પોતે પદ બોલનારના પોતાના માટે વપરાયું. બીજા વાક્યમાં ‘પોતે પદ સાંભળનારના પોતાના માટે વપરાયું છે. ત્રીજા વાક્યમાં ‘પોતે' પદ ત્રીજી વ્યક્તિના પોતાના માટે વપરાયું છે. “પોતે' પદના આવી જાતના ઉપયોગથી નક્કીપણાનો અર્થ આવે છે કે ભાર દઈને કહેવાનું સમજાય છે. પોતે એકલું પણ વાપરી શકાય. જેમ કે, પોતે આવશે.”
પોતે સર્વનામ પોતાપણાનો અર્થ બતાવે છે એટલે એને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે છે. જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને તેને પોતાને ઓળખાવે તે સ્વવાચક સર્વનામ. અર્થાત્ પોતાની જાત-જેને આપણે સ્વ કહીએ છીએ તેને આ સર્વનામ સૂચવે છે તેથી તેને સ્વવાચક સર્વનામ કહે છે. “સ્વવાચક એટલે પોતાપણું સૂચવનાર. જાતે, પડે. ખુદ, નિજ, હાથે. મેળે, આપ, આપોઆપ એ આ રીતે સ્વવાચક સર્વનામો છે. ૭. સર્વનામ – વિશેષણ તરીકે :
નીચેનાં વાક્યો વાંચો : . * ૧. આ સાંભળીને ખલીફાને એ લોભી દરબારીઓ વિશે દુઃખ થયું. ૨. આ સમયે ખલીફાએ અબુની શરત કબૂલ રાખી. ૩. એને કંઈ વાત કરવી છે. ૪. આ કોઈ શાણો માણસ જણાય છે. ૫. જે ઇનામ આપો તે ઇનામ રોકડા પૈસામાં આપજો. ૬. ખલીફા પોતાની વાત ઉપર મક્કમ રહ્યા. ૭. હું કશી આજ્ઞા કરવા નથી માગતો. ૮. એવો તે શો ધડાકો કર્યો ?
પહેલા વાક્યમાં આં. અને એ દર્શક સર્વનામો છે. આ એ વાત એવી સંજ્ઞાને બદલે વપરાયું છે તેથી સર્વનામ છે, પરંતુ એ
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૮
સરળ ગુજરાતી વ્યાકરણ અહીં લોભી દરબારીઓનું વિશેષણ બનીને આવ્યું છે. ખરેખર તો લોભી એ પદ પણ દરબારીઓનું વિશેષણ છે એટલે. એ વિશેષણ દરબારીઓ એ સંજ્ઞાનું છે.
બીજા વાક્યમાં “આ સર્વનામ ‘સમયે એ સંજ્ઞાના વિશેષણ તરીકે આવ્યું છે.
ત્રીજા વાક્યમાં “કંઈ સર્વનામ “વાત એ સંજ્ઞાના. ચોથા વાક્યમાં કોઈ સર્વનામ “શાણો માણસના', પાંચમા વાક્યમાં ‘જે-તે' સર્વનામ ઇનામ સંજ્ઞાના, છઠ્ઠા વાક્યમાં પોતાની સર્વનામ “વાર્તા સંજ્ઞાના, સાતમા વાક્યમાં કશી સર્વનામ “આજ્ઞા સંજ્ઞાના, અને આઠમા વાક્યમાં શો સર્વનામ ધડાકો' સંજ્ઞાના વિશેષણ તરીકે વાપરેલ છે.
ઉપરનાં સર્વનામો સર્વનામ ઉપરાંત વિશેષણની પણ કામગીરી બજાવે છે. આવાં સર્વનામોને “સાર્વજનિક વિશેષણો' એટલે કે “સર્વનામ ઉપરથી બનેલાં વિશેષણો તરીકે ઓળખાવી શકાય.
કોણ એ પ્રશ્નવાચક સર્વનામ સામાન્ય રીતે વિશેષણ તરીકે વપરાતું નથી પણ તેને બદલે કો, કોઈ’, ‘કયું એ પદ પ્રશ્નવાચક વિશેષણ તરીકે વપરાય છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૪. સર્વનામ : જાતિ, વચન અને વિભક્તિ
૧. એક સિંહ હતો. તે ઝાડ નીચે સૂતો હતો.
૨. બગીચામાં ઘણાં ફૂલ હતાં. કેટલાંક સુંદર હતાં, ને બીજાં સાધારણ હતાં.
ઉપરનાં વાક્યોમાં તે, કેટલાંક, બીજાં—એ શબ્દો અનુક્રમે સિંહ, ફૂલ એ નામોને બદલે વપરાયા છે. આવા, નામને બદલે વપરાતા શબ્દોને સર્વનામ કહે છે. સર્વનામથી વાક્ય ટૂંકું અને સરળ બને છે. જાતિ :
નામની માફક સર્વનામને પણ જાતિ હોય છે. જે જાતિ નામની હોય તે જ જાતિ તેને બદલે વપરાતા સર્વનામની ગણાય છે–જાતિને કારણે કેટલાંક સર્વનામનાં રૂપ બદલાય છે. દા.ત.,
નારી જાતિ
નાન્યતર જાતિ
પેલી
પેલું
શી
કઈ
જેવી
નર જાતિ
પેલો
શો
કયો
કર્યું
જેવો
જેવું
વગેરે. જ્યારે કેટલાંક સર્વનામનાં રૂપમાં જાતિને કારણે ફેરફાર થતો નથી. દા.ત., હું, તું, તે, તમે, કોણ, અન્ય વગેરે.
‘તે’ સર્વનામના નારીજાતિના રૂપમાં ‘તેણી’ વાપરે છે. તે ખોટું છે. સર્વનામની જાતિનો નિર્ણય પૂર્વાપર સંબંધ ઉપરથી અથવા ક્રિયાપદના રૂપ ઉપરથી કરી શકાય છે. જેમકે,
‘હું વાંચતો હતો.’ એમાં ‘હું’ની નરજાતિ છે. ‘કોણ આવ્યું હતું ?’ એમાં ‘કોણ’ની નાન્યતરજાતિ છે. સર્વનામનાં વચન :
નામની માફક સર્વનામને પણ વચન હોય છે. જે વચન નામનું હોય છે તે જ વચન તેને બદલે વપરાતા સર્વનામનું ગણાય છે. વચનને કારણે કેટલાંક સર્વનામનાં રૂપ બદલાય છે. દા.ત.,
હું (એ.વ.) – અમે (બ.વ.), તું તમે; તે—તે, તેઓ; એ એઓ;
જે–જેઓ.
૮૯
Page #110
--------------------------------------------------------------------------
________________
૯૦
સરળ ગુજરાતી વ્યાકરણ બીજાં સર્વનામનાં રૂપ બંને વચનમાં સમાન રહે છે. માત્ર “ઉંકારાન્ત અને “ઓ'કારાન્ત સર્વનામોનાં બહુવચનનું રૂપ ‘ઉન ‘આં અને
ઓ'નો ‘આ’ થાય છે. દા.ત., શું–શાં, કયું–કયાં, શો-શા, કયોકયા વગેરે.
આપ–એ સર્વનામ બીજા પુરુષના માનાર્થે બહુવચન તરીકે વપરાય છે. ત્રીજા પુરુષનું સર્વનામ ‘તે', દર્શક સર્વનામ “એ', ‘તે' અને સાપેક્ષ સર્વનામ “જે-તે – એનાં એકવચનનાં રૂપ કેટલીક વાર બહુવચનના અર્થમાં વપરાય છે. દા.ત.,
૧. રોહિણીની સાડીઓ તમે જોઈ ? ના, મેં તે જોઈ નથી. ૨. બગીચામાં ઘણાં ફૂલ છે. જે સુંદર હોય તે જ લાવજો.
જાતિની જેમ સર્વનામના વચનનો નિર્ણય પૂર્વાપર સંબંધ ઉપરથી કે ક્રિયાપદનાં રૂપ ઉપરથી કરી શકાય છે. જેમકે,
‘તે ફરવા ગયો’ એમાં ‘” એકવચનમાં છે.
તે ફરવા ગયા” એમાં તે બહુવચનમાં છે. સર્વનામની વિભક્તિ
નામની માફક સર્વનામને પણ વિભક્તિપ્રત્યય લાગે છે અને તે જુદા જુદા અર્થ બતાવે છે. વિભક્તિના પ્રત્યય લાગતાં કેટલાંક સર્વનામનાં રૂપોમાં ઘણો ફેરફાર થાય છે, તેવાં સર્વનામનાં વિભક્તિના પ્રત્યય સાથેનાં સંપૂર્ણ રૂપો નીચે આપ્યાં છે, તે ધ્યાનમાં રાખવાથી બીજાં સર્વનામોનાં રૂપો બનાવવામાં તથા ઓળખવામાં મદદ થશે.
વિભક્તિ એ.વ. બવ. ૧લી હું અમે રજી મને અમને ૩જી મેં, મારે અમે, અમારે ૪થી મને, મારે અમને અમારે પમી મારાથી અમારાથી ૬ઠ્ઠી મારો-રી-૪ અમારો-રી- ૭મી મારામાં અમારામાં
વિભક્તિ એવ. બ.વ. ૧લી તું તમે રજી તને તમને ૩જી હૈ, તારે તમે, તમારે ૪થી તને, તારે તમને. તમારે પમી તારાથી તમારાથી ૬ઠ્ઠી તારો-રી-રું તમારો-રી૭મી તારામાં તમારામાં
Page #111
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૯૧
વિભક્તિ એકવચન બહુવચન ૧લી તે
તે, તેઓ તે, તેને તેઓને, તેમને તેણે
તેઓએ, તેમણે ૪થી તેને
તેઓને, તેમને પમી તેથી, તેનાથી તેઓથી, તેઓનાથી તેમનાથી
તેનો-ની-નું તેઓનો-ની-નું ૭મી તેમાં, તેનામાં તેઓમાં, તેઓનામાં, તેમનામાં
એ' સર્વનામનાં રૂપો પણ ઉપર પ્રમાણે થાય છે. ‘તેને-તેણે તથા “તેમને તેમણે એ સર્વનામોના ઉપયોગમાં ઘણી વાર ભૂલ થાય છે. તેણે તથા તેમણે એ સર્વનામોમાં ત્રીજી વિભક્તિનો પ્રત્યય છે અને એ કર્તા તરીકે જ વપરાય છે. તેનેતથા “તેમને એ સર્વનામોમાં બીજી વિભક્તિનો પ્રત્યય છે અને તે કર્મ તરીકે જ વપરાય છે. તેથી એ બંને રૂપોને એકબીજાને બંદલે વાપરવામાં ન જોઈએ. તેને દૂધ પીધું કે તેમને ફૂલ તોડ્યાં એ ખોટું છે: ‘તેણે દૂધ પીધું કે તેમણે ફૂલ તોડ્યાં એ સાચું છે.
આપણે વિભક્તિ બહુવચન વિભક્તિ એ.વ. તથા બ.વ. ૧લી આપણે
૧લી કોણ ? રજી આપણને
કોને આપણે
કોણે ૪થી આપણે, આપણને ૪થી કોને પામી આપણાથી
પમી કોનાથી ૬ઠ્ઠી આપણો-આપણી–ણું ૬ઠ્ઠી કોનો-ની-નું ૭મી આપણામાં ૭મી કોનામાં
Page #112
--------------------------------------------------------------------------
________________
૯૨
સરળ ગુજરાતી વ્યાકરણ આ વિભક્તિ એ.વ. બહુવચન વિભક્તિ એ.વ. . .' બ.વ. ૧લી આ આ ૧લી કયું કયાં રજી આ, આને આમને રજુ કર્યું, કયાને કયાં, કયાંની ૩જી. આણે આમણે ૩જી કયાએ, કયે કયાંએ ૪થી આને આમને ૪થી કયાને કયાંને પમી આથી, આનાથી આમનાથી પમી ક્યાંથી ક્યાંથી ૬ઠ્ઠી આનો-ની-નું આમનો-ની-નું ૬ઠ્ઠી કયાનો-ની-નું કયાંનો-ની-નું ૭મી આમાં આમનામાં ૭મી ક્યામાં, કયે કયામાં
વિભક્તિના પ્રત્યય લાગતાં પહેલાં “કયો’નું કયા થાય છે અને પછી તેને વિભક્તિના પ્રત્યય લાગે છે. પહેલી અને બીજી વિભક્તિમાં એકવચનમાં કયો રહે છે. કઈને સીધા વિભક્તિના પ્રત્યયો લાગે છે.
શો, વિભક્તિ એકવચન
બહુવચન ૧લી શો
શા રજી શો, શાને. શેને
શા, શાને, શેને શાણે, શેણે
શાણે, શેણે ૪થી શાને, શેને
શાને. શેને પમી શાથી, શેથી
શાથી, શેથી, શાનાથી, શેનાથી ૬ઠ્ઠી શાનો-ની-નું, શેનો-ની-નું શાનો-ની-નું, શેનો-ની-નું ૭મી શામાં, શેમાં
શાનામાં, શેનામાં
૩જી
એકવચનમાં ‘શા' અને બહુવચનમાં “શાં થઈ ઉપર પ્રમાણે શું'નાં રૂપો બને છે. પહેલી અને બીજી વિભક્તિમાં એકવચનમાં શું રહે છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૫.ક્રિયાપદ(ધાતુ) તેનાકાળ,અર્થઅને પ્રયોગ ક્રિયાપદના કાળ :
નીચેનાં વાક્યોનાં ક્રિયાપદો તપાસો : (૧) નેહ ચિત્ર દોરે છે. (૧) નેહે ચિત્ર દોર્યું છે–દોરેલું છે. (૨) શૈલ પત્ર લખતો હતો. (૨) શૈલે પત્ર લખ્યો છે–લખેલો છે. (૩) ઋષિ ભજન ગાતો હશે. (૩) ઋષિએ ભજન ગાયાં હશે
ગાયેલાં હશે. અહીં ‘ક’ વિભાગનાં વાક્યોમાં ક્રિયાપદો અનુક્રમે વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળમાં ક્રિયા અપૂર્ણ, એટલે કે ચાલુ રહેલી, બતાવે છે.
જ્યારે “ખ” વિભાગનાં વાક્યોમાં ક્રિયાપદો જે તે કાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે એમ સૂચવે છે. તેમાંયે દોરેલું. ‘લખેલો' અને “ગાયેલાં' એ રૂપ દૂરના સમયમાં ક્રિયા થઈ છે એમ બતાવે છે, અને “દોર્યું. “લખ્યો અને ગાયાં એ રૂપો નજીકના સમયમાં ક્રિયા થયાનું સૂચવે છે. આ રીતે નજીકનો સમય દર્શાવનારાં એટલે કે અદ્યતન કે પ્રથમ પૂર્ણ અને દૂરનો સમય બતાવનારાં એટલે કે અનદ્યતને કે દ્વિતીય પૂર્ણ રૂપો ત્રણે કાળમાં આવે છે.
હવે આ ત્રણ વાક્યો જુઓ : (૧) રામ વનમાં જવાના છે. • (૨) ભરત વનમાં જનાર છે. (૩) સીતાને વનમાં જવું હશે.
આ વાક્યોમાં વપરાયેલ ક્રિયાપદ કર્તાની ક્રિયા કરવાની ઇચ્છા દર્શાવે છે. “જવાના', “જનાર” કે “જવું એ “જા ધાતુનું ઇચ્છાવાચક રૂપ છે. બધાં ક્રિયાપદોનાં ત્રણ કાળનાં આવાં ઇચ્છાવાચક રૂપો બને છે.
આમ, બધાં જ ક્રિયાપદોનાં દરેક કાળનાં અપૂર્ણ, પ્રથમ પૂર્ણ, દ્વિતીય પૂર્ણ અને ઇચ્છાવાચક એમ ચાર પ્રકારનાં રૂપો થાય છે.
નીચેનાં બે વાક્યો જુઓ : (૧) કવિ કવિતા રચે. . . (૨) કવિ કવિતા રચે છે.
- ૯૩
Page #114
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
અહીં બંને વાક્યોમાં ક્રિયાપદો વર્તમાનકાળમાં છે, પણ બે વચ્ચે દેખીતી રીતે જ ફેર છે. એકનું રૂપ ક્રિયાપદ પરથી બન્યું છે, ત્યારે બીજાનું રૂપ ‘છે' ધાતુની સહાય લઈને બનાવવામાં આવ્યું છે. આમ, ક્રિયાપદના ધાતુ પરથી જે રૂપ બને તે શુદ્ધ કહેવાય અને ‘છે’ અથવા ‘હો’ ધાતુનાં વિવિધ રૂપોની સહાય લઈને બનાવવામાં તે સઘળાં રૂપો મિશ્ર કહેવાય. મુખ્ય ક્રિયાપદને આ રીતે સહાય કરનારાં ગૌણ ક્રિયાપદોને સાહાચ્યકારક ક્રિયાપદ કહે છે.
જે જે કાળનો અર્થ બતાવવા મિશ્ર રૂપોનો ઉપયોગ થાય છે તે તે કાળને મિશ્ર કાળ કહે છે.
૯૪
હવે દરેક કાળનાં શુદ્ધ અને મિશ્ર રૂપોની રચના અને તેમના પ્રયોગનો વિચાર કરીએ.
વર્તમાનકાળ
અમે-આપણે પાઠ વાંચીએ છીએ.
તમે પાઠ વાંચો છો.
વર્તમાનકાળ
અપૂર્ણ અથવા ચાલુ હું પાઠ વાંચું છું. પાઠ વાંચે છે. તે પાઠ વાંચે છે.
તેઓ પાઠ વાંચે છે.
આ વાક્યોમાં વાંચવાની પૂરી થઈ નથી, પણ ચાલુ હોઈ અપૂર્ણ છે એમ બતાવ્યું છે. આપણે જોયું કે શુદ્ધ વર્તમાનકાળનાં રૂપો વર્તમાનકાળમાં થતી ક્રિયા દર્શાવી શકતાં નથી. જૂની ગુજરાતી ભાષામાં તે રૂપો વર્તમાનકાળનો અર્થ બતાવી શકતાં હતાં. પણ વખત જતાં એ રૂપોનો અર્થ ઘસાઈ ગયો. એટલે શુદ્ધ વર્તમાનકાળનાં રૂપોને સાહાય્યકારક ક્રિયાપદોનાં રૂપો લગાડીને તેમાંથી વર્તમાનકાળનો અર્થ કાઢવામાં આવ્યો. વર્તમાનકાળની ક્રિયા દર્શાવવા માટે હવે શુદ્ધને બદલે આ મિશ્ર રૂપનો ઉપયોગ થાય છે.
અપૂર્ણ વર્તમાનકાળનાં રૂપો બીજા કેટલાક અર્થ પણ દર્શાવે છે : (૧) હું દ૨૨ોજ સવારમાં પ્રાર્થના કરું છું. (નિયમિત ક્રિયા કે ટેવ) (૨) મહેનત કરે છે તે સુખી થાય છે. (નીતિવચન) (૩) જહાંગીર જાય છે કે તરત શાહજહાં આવે છે. (પ્રત્યક્ષ ચિત્ર)
Page #115
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ પ્રથમ પૂર્ણ વર્તમાનકાળ : મેં પાઠ વાંચ્યો છે. તેં પાઠ વાંચ્યો છે. તેણે પાઠ વાંચ્યો છે.
· અમે-આપણે પાઠ વાંચ્યો છે. તમે પાઠ વાંચ્યો છે.
તેમણે-તેઓએ પાઠ વાંચ્યો છે.
આ વાક્યોમાંનાં ક્રિયાપદો ક્રિયા વર્તમાનમાં પૂર્ણ થઈ ગઈ છે
એમ બતાવે છે. દ્વિતીય પૂર્ણ વર્તમાનકાળ : મેં પાઠ વાંચેલો છે. તેં પાઠ વાંચેલો છે: તેણે પાઠ વાંચેલો છે.
અમે-આપણે પાઠ વાંચેલો છે. તમે પાઠ વાંચેલો છે.
તેમણે-તેઓએ પાઠ વાંચેલો છે.
આ વાક્યોમાંનાં ક્રિયાપદો પણ ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ ગઈ છે એમ બતાવે છે. પરંતુ આપણે જોઈ ગયા કે હમણાં જ પૂરી થયેલી ક્રિયા પ્રથમ પૂર્ણ વર્તમાનની ગણાય છે, અને તેનાથી વધુ વખત પહેલાં પૂરી થયેલી ક્રિયા દ્વિતીય પૂર્ણ વર્તમાનની ગણાય છે.
ક્રિયા પૂરી થઈ હોય, પણ તેની અસર વર્તમાન સુધી આવતી હોય ત્યારે તે પૂર્ણ વર્તમાનકાળમાં છે એમ કહેવું જોઈએ. દા.ત.
૯૫
(૧) ભગવાન બુદ્ધે શાંતિ અને અહિંસાનો ઉપદેશ કરેલો છે. (૨) ગાંધીજીએ આપણને વિશ્વપ્રેમની ભાવના સમજાવી છે. અહીં ઉપદેશ આપવાની અને સમજાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં તેની અસર આજે રહેલી છે.
હું પાઠ વાંચનાર-વાંચવાનો છું. મારે પાઠ વાંચવો છે.
પ્રથમ તેમજ દ્વિતીય પૂર્ણ વર્તમાનકાળનાં રૂપોમાં ભૂતકૃદંતોનાં રૂપોનો મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે અને તેને સાહાય્યકારક ક્રિયાપદ ‘છે’નાં રૂપો લાગે છે. ઇચ્છાવાચક વર્તમાનકાળ :
અમે-આપણે પાઠ વાંચનાર-વાંચવાના છીએ. અમારે-આપણે પાઠ વાંચવો છે.
તમે પાઠ વાંચનાર-વાંચવાના છો. · તમારે પાઠ વાંચવો છે.
તું પાઠ વાંચનાર-વાંચવાનો છે. તારે પાઠ વાંચવો છે.
તે પાઠ વાંચનાર-વાંચવાનો છે. તેઓ પાઠ વાંચનાર-વાંચવાના છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ તેને પાઠ વાંચવો છે. તેમને-તેઓને પાઠ વાંચવાના છે.
આમ ઇચ્છાવાચક વર્તમાન ક્રિયા કરવાની ઇચ્છા દર્શાવે છે. તેમાં વર્તમાનમાં દર્શાવેલ ઇચ્છાનો સંબંધ ભવિષ્યની ક્રિયા સાથે છે. આથી ઇચ્છાદર્શક વર્તમાનકાળનાં રૂપોમાંથી કોઈ વાર ભવિષ્યકાળને અર્થ પણ નીકળે છે. દા.ત.
બાજી બગડી ગયા પછી તમે શું કરવાના છો ?'
ઇચ્છાવાચક વર્તમાનકાળનાં રૂપોમાંથી ભવિષ્યકૃદંત (વાંચનાર, વાંચવાનો) કે સામાન્ય કૃદંત (વાંચવો) મુખ્ય ક્રિયાપદ તરીકે આવે તેને સાહાટ્યકારક ક્રિયાપદ છે નાં વર્તમાનકાળનાં રૂપો લાગે છે.
ભૂતકાળ શુદ્ધ ભૂતકાળ : પ્રથમ શુદ્ધ ભૂતકાળ : મેં પાઠ વાંચ્યો.
અમે-આપણે પાઠ વાંચ્યો. તે પાઠ વાંચ્યો. તમે પાઠ વાંચ્યો.
તેણે પાઠ વાંચ્યો. તેમણે તેઓએ પાઠ વાંચ્યો. દ્વિતીય શુદ્ધ ભૂતકાળ :
મેં પાઠ વાંચેલો. અમે-આપણે પાઠ વાંચેલો. તે પાઠ વાંચેલો. તમે પાઠ વાંચેલો. તેણે પાઠ વાંચેલો. તેમણે તેઓએ પાઠ વાંચેલો.
બંને પ્રકારનાં શુદ્ધ ભૂતકાળનાં રૂપો ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે એમ બતાવે છે. પરંતુ પ્રથમ શુદ્ધ ભૂતકાળના કરતાં દ્વિતીય શુદ્ધ ભૂતકાળ ક્રિયા દૂરના સમયમાં એટલે કે વધુ વહેલી થઈ ગયેલી હોવાનું સૂચવે છે.
પ્રથમ અને દ્વિતીય ભૂતકાળનાં રૂપોમાં પ્રથમ કે દ્વિતીય ભૂતકૃદંત મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે. તેને કોઈ ગૌણ ક્રિયાપદની સહાય લેવી પડતી નથી. નિયમિત શુદ્ધ ભૂતકાળઃ હું પાઠ વાંચતો.
અમે-આપણે પાઠ વાંચતા. તું પાઠ વાંચતો.
તમે પાઠ વાંચતા. તે પાઠ વાંચતો.
તેઓ પાઠ વાંચતા.
Page #117
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૯૭
અહીં ક્રિયા ભૂતકાળમાં થયેલી બતાવવા ઉપરાંત તે ક્રિયા નિયમિત થતી એમ સૂચવ્યું છે. નિયમિત ભૂતકાળનાં રૂપોમાં વર્તમાનકૃદંત મુખ્ય ક્રિયાપદ તરીકે આવે છે. તેને કોઈ સાહાય્યકારક ક્રિયાપદ લાગતું નથી. મિશ્ર ભૂતકાળ
અપૂર્ણ ભૂતકાળ : હું પાઠ વાંચતો હતો. પાઠ વાંચતો હતો. તે પાઠ વાંચતો હતો.
અમે-આપણે પાઠ વાંચતા હતા. તમે પાઠ વાંચતા હતા.
તેઓ પાઠ વાંચતા હતા.
અહીં ભૂતકાળમાં ક્રિયા રોજ થતી એમ દર્શાવ્યું છે. ક્રિયા ભૂતકાળમાં થઈ હોવા છતાં અપૂર્ણ છે, ચાલુ છે એવો અર્થ એમાંથી નીકળે છે. અપૂર્ણ ભૂતકાળમાં વર્તમાન કૃદંતનો મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે અને તેને સાહાયકારક ક્રિયાપદ ‘હો’નાં ભૂતકાળનાં રૂપો લાગે છે. પ્રથમ પૂર્ણ ભૂતકાળ :
મેં પાઠ વાંચ્યો હતો. તેં પાઠ વાંચ્યો હતો. તેણે પાઠ વાંચ્યો હતો.
દ્વિતીય પૂર્ણ ભૂતકાળ : મેં પાઠ વાંચેલો હતો. તેં પાઠ વાંચેલો હતો. તેણે પાઠ વાંચેલો હતો.
અમે-આપણે પાઠ વાંચ્યો હતો. તમે પાઠ વાંચ્યો હતો. તેમણે-તેઓએ પાઠ વાંચ્યો હતો.
અમે-આપણે પાઠ વાંચેલો હતો. તમે પાઠ વાંચેલો હતો.
તેમણે-તેઓએ પાઠ વાંચેલો હતો.
અહીં ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે એમ દર્શાવ્યું છે. તેમાં પ્રથમ પૂર્ણ ભૂતકાળ કરતાં દ્વિતીય પૂર્ણ ભૂતકાળમાં ક્રિયા દૂરના સમયમાં પૂરી થઈ ગયેલી સૂચવી છે. પ્રથમ કે દ્વિતીય પૂર્ણ ભૂતકાળનાં રૂપોમાં પ્રથમ કે દ્વિતીય ભૂતકૃદંત મુખ્ય ક્રિયાપદ તરીકે પ્રયોજાય છે અને તેને સાહાય્યકારક ક્રિયાપદ ‘હો’નાં ભૂતકાળનાં રૂપો લાગે છે. ઇચ્છાવાચક ભૂતકાળ :
હું પાઠ વાંચનાર-વાંચવાનો હતો.
મારે પાઠ વાંચવો હતો.
અમે-આપણે પાઠ વાંચનાર
વાંચવાના હતા.
અમારે પાઠ વાંચવો હતો.
Page #118
--------------------------------------------------------------------------
________________
૯૮
સરળ ગુજરાતી વ્યાકરણ તે પાઠ વાંચનાર-વાંચવાનો હતો. તમે પાઠ વાંચનાર વાંચવાના હતા. તારે પાઠ વાંચવો હતો. તમારે પાઠ વાંચવી હતો. તે પાઠ વાંચનાર-વાંચવાનો હતો. તેઓ પાઠ વાંચનાર-વાંચવાના
ન
હતા. તેને પાઠ વાંચવો હતો.
તેમને-તેઓને પાઠ વાંચવો હતો. અહીં ભવિષ્યની ક્રિયાને ભૂતકાળમાં થયેલી ઇચ્છા સાથે સંબંધ છે. ઇચ્છાવાચક ભૂતકાળનાં રૂપો પણ ભવિષ્યકાળનો અર્થ કોઈ વાર સૂચવે છે. દા.ત.
આભ ફાટ્યું ત્યાં તમે થીગડું ક્યાંથી મારવાના હતા ?
ઇચ્છાવાચક ભૂતકાળમાં ભવિષ્યકૃદંત કે સામાન્યકૃતનો મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે. તેને સાહાટ્યકારક ક્રિયાપદ હોનાં ભૂતકાળનાં રૂપો લાગે છે.
ભવિષ્યકાળ શુદ્ધ ભવિષ્યકાળ : .
હું પાઠ વાંચીશ. અમ-આપણે પાઠ વાંચીશું. તું પાઠ વાંચીશ. તમે પાઠ વાંચશો. તે પાઠ વાંચશે. તેઓ પાઠ વાંચશે.
અહીં હવે થનાર ક્રિયા દર્શાવી છે. તેને સાદો ભવિષ્યકાળ પણ કહે છે. એમાં ક્રિયાપદના ધાતુનું રૂપ જ આવે છે. તેને સાહાટ્યકારક ક્રિયાપદ લાગતું નથી.
મિશ્ર ભવિષ્યકાળ અપૂર્ણ ભવિષ્યકાળ :
હું પાઠ વાંચતો હોઈશ. અમે-આપણે પાઠ વાંચતા હોઈશું. તું પાઠ વાંચતો હોઈશ. તમે પાઠ વાંચતા હશો. તે પાઠ વાંચતો હશે. તેઓ પાઠ વાંચતા હશે.
ભવિષ્યમાં થનાર ક્રિયા અપૂર્ણ હોઈ ચાલુ છે એમ અહીં બતાવ્યું છે. અપૂર્ણ ભવિષ્યકાળમાં વર્તમાન કૃદંતનો મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે. અને તેને સાહાટ્યકારક ક્રિયાપદ હોનાં ભવિષ્યકાળનાં રૂપો (હોઈશ, હશો. હશે વગેરે) લાગે છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૯
સરળ ગુજરાતી વ્યાકરણ પ્રથમ પૂર્ણ ભવિષ્યકાળ :
મેં પાઠ વાંચ્યો હશે. • ' અમે-આપણે પાઠ વાંચ્યો હશે. તે પાઠ વાંચ્યો હશે. તમે પાઠ વાચ્યો હશે.
તેણે પાઠ વાંચ્યો હશે. તેમણે–તેઓએ પાઠ વાંચ્યો હશે. દ્વિતીય પૂર્ણ ભવિષ્યકાળ :
મેં પાઠ વાંચેલો હશે. અમે-આપણે પાઠ વાંચેલો હશે. તે પાઠ વાંચેલો હશે. તમે પાઠ વાંચેલો હશે. તેણે પાઠ વાંચેલો હશે. તેમણે–તેઓએ પાઠ વાંચેલો હશે.
પ્રથમના કરતાં દ્વિતીય પૂર્ણ ભવિષ્યકાળ ક્રિયાને વહેલી થયેલી બતાવે છે. પૂર્ણ ભૂતકાળની ક્રિયા નિશ્ચિત અર્થ બતાવે છે, ત્યારે પૂર્ણ ભવિષ્યકાળની ક્રિયા અનિશ્ચિતતા સૂચવે છે. પૂર્ણ ભવિષ્યકાળનાં રૂપોમાં તે તે ભૂતકૃદંત મુખ્ય ક્રિયાપદ તરીકે આવે છે. અને તેને સહાધ્યકારક ક્રિયાપદ હો'ના ભવિષ્યકાળનું રૂપ લાગે છે. ઇચ્છાવાચક ભવિષ્યકાળ : હું પાઠ વાંચનાર-વાંચવાનો હોઈશ. અમે-આપણે પાઠ વાંચનાર -
વાંચવાનાં હોઈશું. મારે પાઠ વાંચવો હશે.
અમારે-આપણે પાઠ વાંચવો હશો. તું પાઠ વાંચનાર-વાંચવાનો હોઈશ. તમે પાઠ વાંચનાર-વાંચવાના હશે. તારે પાઠ વાંચવો હશે.
- તમારે પાઠ વાંચવો હશે. તે પાઠ વાંચનાર-વાંચવાનો હશે. તેઓ પાઠ વાંચનાર-વાંચવાના
હશે. તેને પાઠ વાંચવો હશે.
તેમને-તેઓને પાઠ વાંચવો હશે. અહીં ઈચ્છા દર્શાવેલી છે. તેમાં ઇચ્છા અને ક્રિયા બંને ભવિષ્યમાં થવાનાં હોવાથી બંનેમાંથી ઘણુંખરું એક જ અર્થ નીકળે છે. ઇચ્છાવાચક ભવિષ્યકાળનાં રૂપોમાં ભવિષ્યકદંત (વાંચનાર-વાંચવાનો) કે સામાન્યકૃદંત (વાંચવો) મુખ્ય ક્રિયાપદ તરીકે આવે છે અને તેને સાહાટ્યકારક ક્રિયાપદ ‘હોના ભવિષ્યકાળનાં રૂપો લાગે છે.
આમ, એકંદરે પાંચ શુદ્ધ કળ છે અને બાર મિશ્રકાળ છે. તે દરેક કાળનાં સાધિત ધાતુનાં રૂપ પણ થઈ શકે. દા.ત.
Page #120
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૦૦
શુદ્ધ વર્તમાનકાળ : હું પાઠ વંચાવું. અપૂર્ણ વર્તમાનકાળ : હું પાઠ વંચાવું છું. પ્રથમ અને દ્વિતીય પૂર્ણ વર્તમાનકાળ : મેં પાઠ વંચાવ્યો છે - વંચાવેલો
છે.
ઇચ્છાવાચક વર્તમાનકાળ : હું પાઠ વંચાવનાર છું - વંચાવવાનો છું. મારે પાઠ વંચાવવો છે. નિયમિત શુદ્ધ ભૂતકાળ : હું પાઠ વંચાવતો.
પ્રથમ અને દ્વિતીય શુદ્ધ ભૂતકાળ : મેં પાઠ વંચાવ્યો - વંચાવેલો. અપૂર્ણ ભૂતકાળ : હું પાઠ વંચાવતો હતો. પ્રથમ અને દ્વિતીય પૂર્ણ ભૂતકાળ ; મેં પાઠ વંચાવ્યો હતો – વંચાવેલો
હતો.
ઇચ્છાવાચક ભૂતકાળ : હું પાઠ વંચાવનાર હતો - વંચાવવાનો હતો. મારે પાઠ વંચાવવો હતો.
શુદ્ધ ભવિષ્યકાળ : હું પાઠ વંચાવીશ. અપૂર્ણ ભવિષ્યકાળ : હું પાઠ વંચાવતો હોઈશ.
પ્રથમ અને દ્વિતીય પૂર્ણ ભવિષ્યકાળ : મેં પાઠ વંચાવ્યો હશે - વંચાવેલો હશે:
ઇચ્છાવાચક ભવિષ્યકાળ : હું પાઠ વંચાવનાર હોઈશ - વંચાવવાનો
હોઈશ. મારે પાઠ વંચાવવો હશે.
ક્રિયાપદના અર્થો :
ક્રિયાપદના રૂપમાંથી ક્રિયાનો નિર્દેશ થતો હોય અથવા ક્રિયા કરવાની આજ્ઞા કે ફરજ કે સંભાવના પ્રગટ થતી હોય છે, આને ક્રિયાપદના ‘અર્ધ' કહે છે. ક્રિયાપદના અર્થ છ છે :
૧. નિશ્ચયાર્થ કે નિર્દેશાર્થ ઃ ક્રિયાપદ જ્યારે ક્રિયા વર્તમાનકાળમાં થતી હોવાનો, ભૂતકાળમાં થઈ હોવાનો કે ભવિષ્યકાળમાં થવાની હોવાનો નિર્દેશ કરે ત્યારે તે ક્રિયાપદનો અર્થ નિશ્ચયાર્થ કે નિર્દેશાર્થ છે એમ કહેવાય. આ અર્થ ત્રણે કાળમાં હોય છે. દા.ત.
તે ખાય છે. તેણે ખાધું. તે ખાશે.
૨. આજ્ઞાર્થ : જે ક્રિયાપદના રૂપમાંથી આજ્ઞા, હુકમ, ફરમાન,
Page #121
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૦૧ ઇચ્છવું, શાપ, ધમકી, પ્રાર્થના કે આશીર્વાદનો અર્થ નીકળે તે આજ્ઞાર્થનાં છે એમ કહેવાય. દા.ત. • •
(અ) જતા રહો (આજ્ઞા) (બ) ઘણું જીવજે (આશીર્વાદ). (ક) પ્રભુ તમને સહાય કરે. (પ્રાર્થના)
૩. વિધ્યર્થ : જે ક્રિયાપદ ફરજ કે કર્તવ્યનો અર્થ બતાવે તે વિધ્યર્થ છે એમ કહેવાય. દા.ત.
વિદ્યાર્થીએ રોજ સ્વાશ્રય કરવો. વડીલોની આજ્ઞા પાળવી.
૪. સંશયાર્થ કે સંભવનાર્થ : જે ક્રિયાપદ સંભાવના કે શંકાનો અર્થ બતાવે તે ક્રિયાપદ સંશયાર્થ કે સંભવનાર્થ છે એમ કહેવાય. દા.ત.
હું કદાચ તમને મળું. દિલીપ આવ્યો હોય. ૫. સંકેતાર્થ : જે ક્રિયાપદ સંકેત બતાવે તે સંકેતાર્થ હોય છે. દા.ત. તમે કૉલેજે જશો તો મને ગમશે. તમે ભણશો તો પરીક્ષામાં ઉત્તીર્ણ થશો.
૬. ક્રિયાતિપ્રજ્યર્થ : ક્રિયાની અતિપત્તિ – નિષ્ફળતા – ન થઈ હોય એવા અર્થ જે ક્રિયાપદમાંથી નીકળે તે ક્રિયાપદ ક્રિયાતિપત્યર્થ છે એમ કહેવાય. દા.ત.
જો તમે તેને ભણાવ્યો હોત તો તે વિદેશ જાત. એ આ કામ જરૂર કરત.
નીચેનાં વાક્યોમાં જુદા જુદા અર્થમાં વપરાયેલાં ક્રિયાપદો જુઓ : (ક) આ લેખ ગીતાએ લખ્યો છે. (નિશ્ચયાર્થ) . (ખ) મિત્રો, શાંતિ જાળવો. (આજ્ઞાર્થ) • (ગ) સૌએ ગુરુની શિખામણ માનવી. (વિધ્યર્થ) (ઘ) વહેલા ઊઠશો તો કામ થશે. (સંકેતાર્થ) (ચ) વરસાદ પડ્યો હોત તો મુશ્કેલી ટળી જાત. (ક્રિયાતિપત્યર્થ) (છ) કદાચ સાંજે અમે તમારે ત્યાં આવીએ. (સંશયાર્થ)
દરેક વાક્યોમાંનો કાળ તમે જાણો છો. બધા જ શુદ્ધ અને મિશ્ર કાળોમાં નિશ્ચયાર્થ અને સંકેતાર્થ રહ્યા હોય છે. આજ્ઞાર્થ અને વિધ્યર્થ માત્ર શુદ્ધ વર્તમાનકાળમાં જ હોય છે. દરેકનો એકેક નમૂનો આપ્યો છે તે પરથી તેનાં બીજાં રૂપો બનાવો : .
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સરળ ગુજરાતી વ્યાકરણ (૧) શુદ્ધ વર્તમાનકાળ :
નિશ્ચયાર્થ : હું પાઠ વાંચું. આજ્ઞાર્થ : હું પાઠ વાંચું. સંકેતાર્થ : (જો) હું પાઠ વાંચું.
વિધ્યર્થ : મારે પાઠ વાંચવો. (૨) અપૂર્ણ વર્તમાનકાળ :
નિશ્ચયાર્થ : હું પાઠ વાંચું છું.
સંકેતાર્થ : (જો) હું પાઠ વાંચતો હોઉં. . (૩-૪) પ્રથમ અને દ્વિતીય પૂર્ણ વર્તમાનકાળ : "
નિશ્ચયાર્થ : મેં પાઠ વાંચ્યો છે – વાંચેલો છે.
સંકેતાર્થ : (જો) મેં પાઠ વાંચેલી હોય - વાંચ્યો હોય. . (૫) ઇચ્છાવાચક વર્તમાનકાળઃ
નિશ્ચયાર્થી હું પાઠ વાંચવાનો છું – વાંચનાર છું. મારે પાઠ વાંચવો
સંકેતાર્થ : (એ) હું પાઠ વાંચવાનો હોઉં-વાંચનાર (હોઉં).
| (જો) મારે પાઠ વાંચવો હોય. (૬-૭) પ્રથમ અને દ્વિતીય શુદ્ધ ભૂતકાળ :
નિશ્ચયાર્થ : મેં પાઠ વાંચ્યો – વાંચેલો. સંકેતાર્થ : (જો) મેં પાઠ વાંચ્યો હોત (હત) - વાંચેલો હોત (હત).
(જો) પાઠ વાંચત. (૮) શુદ્ધ ભૂતકાળ :
નિશ્ચયાર્થ : હું પાઠ વાંચતો.
સંકેતાર્થ : (જો) હું પાઠ વાંચતો (હત). (૯) અપૂર્ણ ભૂતકાળ : | નિશ્ચયર્થ હું પાઠ વાંચતો હતો.
સંકેતાર્થ : (જો) હું પાઠ વાંચતો હોત (હત). * (૧૧) પ્રથમ અને દ્વિતીય પૂર્ણ ભૂતકાળ : 'નિશ્ચયાર્થ : મેં પાઠ વાંચ્યો હતો - વાંચેલો હતો. સંકેતાર્થ (જો) મેં પાઠ વાંચ્યો હોત (હત) - વાંચેલો હોત (હત).
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૩
સરળ ગુજરાતી વ્યાકરણ (૧૨) ઇચ્છાવાચક ભૂતકાળ : નિશ્ચયાર્થ : હું પાઠ વાંચનાર હતો – વાંચવાનો હતો.
મારે પાઠ વાંચવો હતો. સંકેતાર્થ : -(જો) હું પાઠ વાંચનાર હોત (હત) – વાંચવાનો હોત
(હત).
(જો) મારે પાઠ વાંચવો હોત. (૧૩) શુદ્ધ ભવિષ્યકાળ : નિશ્ચયાર્થ : હું પાઠ વાંચીશ. સંકેતાર્થ : (જો) હું પાઠ વાંચીશ. (૧૪) અપૂર્ણ ભવિષ્યકાળ : નિશ્ચયાર્થ : હું પાઠ વાંચતો હોઈશ. સંકેતાર્થ : (જો) હું પાઠ વાંચતો હોઈશ. (૧૫-૧૬) પ્રથમ અને દ્વિતીય પૂર્ણ ભવિષ્યકાળ : નિશ્ચયાર્થ : મેં પાઠ વાંચ્યો હશે – વાંચેલ હશે. સંકેતાર્થ : (જો) મેં પાઠ વાંચ્યું હશે – વાંચેલો હશે. (૧૭) ઇચ્છાવાચક ભવિષ્યકાળ : * નિશ્ચયાર્થ : હું પાઠ વાંચનાર - વાંચવાનો હોઈશ.
મારે પાઠ વાંચવી હશે. સંકેતાર્થ : (જો) હું પાઠ વાંચનાર - વાંચવાનો હોઈશ.
| (જો) મારે પાઠ વાંચવો હશે. • ભૂતકાળનાં બધાં રૂપો સંકેતાર્થમાં મિશ્ર બની જાય છે અને ક્રિયાતિપત્યર્થ બતાવે છે. મિશ્ર વર્તમાનકાળના સંકેતાર્થનાં રૂપોને મિશ્ર ભવિષ્યકાળનાં તે જ રૂપો સાથે સરખાવી જોવાથી જણાશે કે બંનેનો અર્થ એક જ થાય છે. ક્રિયાપદના પ્રયોગ :
| ક્રિયાપદ અને વાક્યની એવી રચના થઈ શકે છે. જેમાં કર્તાની, કર્મની કે ક્રિયાભાવની પ્રધાનતા હોય. આને પ્રયોગ કહે છે. ક્રિયાપદના ત્રણ પ્રયોગ છે.
૧. કર્તરિ પ્રયોગ : ક્રિયાપદનો ઉપયોગ કર્તાને અનુલક્ષીને કરવામાં
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સરળ ગુજરાતી વ્યાકરણ આવે ત્યારે કર્તરિ પ્રયોગ થાય છે. અહીં કર્તાના પુરુષ, લિંગ અને વચનમાં જેમ જે ફેરફાર થાય તેમ તેમ ક્રિયાપદના રૂપમાં પણ ફેરફાર થાય છે. અહીં કર્તા નામાર્થે પહેલી વિભક્તિમાં હોય છે. દા.ત.
ક. હું ભણું છું. તે ભણે છે, (કર્માના પુરુષ પ્રમાણે ફેરફાર) ખ. નીરવ જમતો હતો. હિના જમતી હતી. (કર્તાના લિંગ પ્રમાણે
ફેરફાર) . ગ. પુલિન અને નેહ પરદેશ જવાના છે. કાનન અને સ્તુતિ પરદેશ જવાનાં છે. (કર્તાના વચન પ્રમાણે ફેરફાર),
૨. કર્મણિ પ્રયોગ : ક્રિયાપદનો ઉપયોગ કર્મને અનુલક્ષીને કરવામાં આવે ત્યારે કર્મણિ પ્રયોગ થાય છે. અહીં કર્મનાં લિંગ અને વચન પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થાય છે. આ પ્રયોગ ત્રીજી, ચોથી અને પાંચમી વિભક્તિમાં હોય છે. દા.ત.
(ક) મારાથી પુસ્તક વંચાય છે. (કર્તા પાંચમી વિભક્તિમાં છે અને કર્મ ‘પુસ્તક પ્રમાણે ક્રિયાપદ ત્રીજો પુરુષ એકવચનમાં છે.)
(ખ) હિના વડે પુસ્તક અપાયું નહિ. (કર્તા ત્રીજી વિભક્તિમાં છે અને ક્રિયાપદ કર્મ ‘પુસ્તક પ્રમાણે નપુંસકલિંગ એકવચનમાં છે.)
(ગ) અરુણાથી કાવ્યો વંચાયાં. (કર્તા પાંચમી વિભક્તિમાં છે અને ક્રિયાપદ કર્મ કાવ્યો પ્રમાણે નપુંસકલિંગ બહુવચનમાં છે.)
૩. ભાવે પ્રયોગ ઃ ક્રિયાપદનો ઉપયોગ કર્તરિ અને કર્મણિ પ્રયોગમાં ન થયો હોય ત્યારે ભાવે પ્રયોગ થાય છે. કર્તાની વિભક્તિ કર્મણિ, પ્રયોગ પ્રમાણે હોય છે. અહીં અકર્મક ક્રિયાપદ વપરાય છે અને ક્રિયા ભાવની પ્રધાનતા હોય છે. દા.ત.
(ક) શૈલ વડે બોલાય છે. (ખ) હિરલથી લખાયું. (ગ) કવિતાથી અવાય છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૬. (ધાતુના) ક્રિયાપદના પ્રયોગો
મૂળ ભેદ : આપણે જે ક્રિયાપદો (ધાતુ) વાપરીએ છીએ તે એક જ મૂળ ક્રિયાપદનાં જુદાં જુદાં રૂપો હોય છે. દા.ત. આવ્યો, આવશે, આવીશ, અવાશે વગેરે ક્રિયાપદો ‘આવ' એ મૂળ રૂપ ઉપરથી બનેલાં છે. ક્રિયાપદના આવા મૂળ રૂપને ધાતુ કહે છે.
આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ ધાતુ ગણાય છે. દા.ત. (તું) ખા,પી, રમ વગેરે.
હતો, હોઈશ, દશે એ ક્રિયાપદોનો ધાતુ ‘હો’ ગણાય છે. છું, છે, છો, છીએ એ ક્રિયાપદોનો ધાતુ ‘છ’ ગણાય છે. કેટલાંક ક્રિયાપદોમાં અમુક ક્રિયા કરવાનો અર્થ રહેલો છે. આવાં ક્રિયાપદોના ધાતુને મૂલ ધાતુ કહે છે. દા.ત.
પી, બોલ, ખા, શીખ, સૂ, કર, કહે, નાસ વગેરે.
પ્રેરક ભેદ : કેટલાંક ક્રિયાપદોમાંથી અમુક કામ કરાવવાનો એટલે કે ક્રિયા કરવાની પ્રેરણા આપવાનો અર્થ નીકળે છે. આવાં ક્રિયાપદોના ધાતુને પ્રેરક ધાતુ મૂળ ભેદ
કહે છે.
પ્રેરક ભેદ
૧. તું કેરી ખાય છે.
૧. તું મને કેરી ખવડાવે છે.
૨. ધ્વનિ ઊંઘે છે.
• ૨. ધ્વનિ બેબીને ઊંઘાડે છે. ૩. વિદ્યાર્થી વ્યાકરણ શીખે છે. ૩. શિક્ષક વિદ્યાર્થીને વ્યાકરણ
શિખવાડે છે.
મૂળ ભેદમાંથી ધાતુ જુદી જુદી પ્રક્રિયા દ્વારા પ્રેરક ભેદમાં ફેરવાય છે. બાળક જાગે છે. (મૂળ ભેદ) માતા બાળકને જગાડે છે. (પ્રેરક ભેદ)
અહીં મૂળ ભેદનો ધાતુ ‘જાગ’ છે. ‘આડ’ પ્રત્યય લાગતાં ‘જગાડ’ એ ક્રિયાપદનું પ્રેરક બને છે.
હવે, પ્રેરક ધાતુ કેવી રીતે બને છે તે સમજીએ :
(અ) મૂળ ધાતુને અવ, આવ, આર, આડ, એડ, વાડ વગેરે પ્રત્યયો લાગીને પ્રેરક ભેદ બને છે. દા.ત. શીખ-શીખવ, ફર-ફેરવ,
૧૦૫
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સરળ ગુજરાતી વ્યાકરણ ભણ-ભણાવ, નાચ-નચાવ, લખ-લખાવ. વધ-વધાર, જાગ-જગાડ, દેખદેખાડ, સૂ-સુવાડ, ખસ-ખસેડ વગેરે.
(બ) પૂર્વના સ્વરમાં ફેરફાર થઈને પ્રેરક બને છે. દા.ત. પડ-પાડ, મર-માર, છૂટ-છોડ, સુધર-સુધાર, તૂટ-તોડ, બૂડ-બોળ, ખૂલ-ખોલ વગેરે.
(ક) અંત્ય કે ઉપાંત્ય સ્વરમાં ફેરફાર થઈને પ્રેરક બને છે. દા.ત. પી-પા, ઊખડ-ઊખેડ, ઊછર-ઉછેર વગેરે.
કેટલાક ધાતુમાં ક્રિયા કરવાની પ્રેરણા આપવાનો જ અર્થ રહેલો છે, પણ પ્રેરક ધાતુ કરતાં પ્રત્યય તરીકે વધારે અક્ષર લાગેલા છે. આવા ધાતુઓને પુન:પ્રેરક કે પુનઃસાધિત ધાતુ કહે છે. '
મૂળ ધાતુ પ્રેરક ધાતુ પુન:પ્રેરક કે પુનઃ સાધિત ધાતુ પડ પાડ
પડાવ તર તાર
* તરાવ મરમાર
મરાવ
બળાવ પી પા
પિવડાવ સૂ ' સુવાડ
સુવડાવ ખા ખવાડ.
ખવડાવ બોલ બોલાવે
બોલાવરાવ શીખ શીખવ
શિખવાડ કહે કહાવ
કહેવરાવ ઊછર ઉછેર
ઉછેરાવ કર્તરિ પ્રયોગ : નીચેના વાક્યો વાંચો : ૧. ગાય દોડી. ૨. બળદ દોડ્યો. ૩. બકરું દોડ્યું.
ઉપરનાં વાળેયમાં, 'દોડી’, ‘દોડ્યો’, ‘દોડ્યું ક્રિયાપદ છે. ઉપરના પહેલા વાક્યમાં કર્તા ‘ગાય નારીજાતિ એકવચનમાં છે. હવે તે જ વાક્યમાં ક્રિયાપદ “દોડી નારીજાતિ એકવચનમાં છે. ક્રિયાપદ (દોડી) કર્તા(ગાય)નાં જાતિ અને વચન પ્રમાણે ચાલે છે.
આમ, ઉપરનાં વાક્યોનાં બધાં ક્રિયાપદો કર્તાની જાતિ અને વચન પ્રમાણે બદલાય છે.
બાળ •
Page #127
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૦૭ નીચેનાં વાક્યો જુઓ : ૧. શિલ્પા ડો ખાતી હતી.. ૨. જ્ઞાનેશ રોટલી ખાતો હતો. ૩. છોકસઓ વાર્તાઓ કહેતાં હતાં.
ઉપરનાં વાક્યોમાં ક્રિયાપદ પોતાના કર્તાની જાતિ અને વચન પ્રમાણે બદલાય છે. અહીં ક્રિયાપદનો પ્રયોગ (ઉપયોગ) કર્તા સાથે સંબંધ કરાવે છે. આ બધાં ક્રિયાપદો કર્તરિ પ્રયોગમાં હોય છે.
જ્યારે ક્રિયાપદ કર્તાનાં જાતિ, વચન અને પુરુષ પ્રમાણે પોતાનું રૂપ બનાવે ત્યારે ક્રિયાપદ કર્તરિ પ્રયોગમાં છે તેમ કહેવાય.
નીચેના વાક્યો કર્તરિ પ્રયોગમાં છે. કર્તા અને ક્રિયાપદનાં રૂપો વચ્ચેનો સંબંધ જુઓ :
(૧) કૂતરો શેરીમાં ભસતો હતો. (૨) હું પુસ્તક વાંચતો હતો. (૩) ઘડિયાળમાં ટકોરા પડ્યા. (૪) અમે રોટલી ખાઈએ છીએ. (૫) હું રોટલી ખાઉં છું. (૬) કૂતરાં ગાયને ભસતાં હતાં. (૭) રૂપા કેળાં ખાતી હતી. (૮) ઊંટ લીમડો ખાતું હતું.
કર્તરિ પ્રયોગમાં ક્રિયાપદ કર્તાને તાબે થાય છે. કર્તાનાં જે જાતિ, વચન અને પુરુષ હોય જ ક્રિયાપદના તરિ પ્રયોગમાં હોય છે.
કમણિ પ્રયોગ : નીચેનાં વાક્યો જુઓ : (૧) રૂપાએ રોટલો ખાધો. (૪) મામીએ રોટલા બનાવ્યા. (૨) પુલિને રોટલી ખાધી. (૫) કૃતાર્થે ચિત્રો દોર્યા. (૩) અમે ફૂલ સૂધ્યું. (૬) અમે વાર્તા કહી.
પહેલા વાક્યમાં “ખાધો ક્રિયાપદ ‘રોટલો કર્મનાં જાતિ, વચન અને પુરુષ પ્રમાણે ચાલે છે. દરેક વાક્યના ક્રિયાપદનાં રૂપ કર્મ પ્રમાણે બને છે. બીજા વાક્યમાં કર્મ (રોટલી) પ્રમાણે ક્રિયાપદ(ખાધી)નું રૂપ બન્યું છે, કર્તા (પુલિન) પ્રમાણે નહિ. - આમ, ઉપરનાં બધાં વાક્યોનાં ક્રિયાપદનાં રૂપો કર્મ પ્રમાણે થયાં છે. અહીં ક્રિયાપદનો પ્રયોગ (ઉપયોગ) કર્મ સાથે સંબંધ રાખે છે. આથી ઉપરનાં બધાં ક્રિયાપદ કર્મણિ પ્રયોગમાં છે.
જ્યારે ક્રિયાપદ કર્મનાં જાતિ, વચન અને પુરુષ પ્રમાણે પોતાનું રૂપ બનાવે ત્યારે ક્રિયાપદ કર્મણિ પ્રયોગમાં છે તેમ કહેવાય.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સરળ ગુજરાતી વ્યાકરણ કર્મણિ પ્રયોગ માટે નીચેનું તારણ ધ્યાનમાં રાખવું.
(૧) કર્તરિ ધાતુને આ (-આય) પ્રત્યય લાગતાં ધાતુનું કર્મણિ બને છે. દા.ત. લખલખા, આપ-અપા, દેખ-દેખા વગેરે. જો એકાક્ષરી ધાતુ હોય તો તેમાં કર્મણિનો વા (-વાય) પ્રત્યય લાગે છે. દા.ત. ખાખાવા, પી-પીવા, જો-જોવા વગેરે.
(૨) સકર્મક ક્રિયાપદનું જ કર્મણિમાં રૂપાંતર થાય છે, કારણ કે કર્મણિ પ્રયોગમાં કર્મ જરૂરી છે.
(૩) કર્મણિ રચનામાં કર્તરિનો કર્તા “થી પ્રત્યય લઈ કરણ વિભક્તિનો બને છે. આ કર્તા અધ્યાહાર પણ રહી શકે છે.
દા.ત.
(અ) મેં રોટલો ખાધો. (અ) મારાથી રોટલો ખવાયો. (બ) મેં વાઘને જોયો. (બ) મારાથી વાઘ જોવાયો. (ક) તેણે નવાં વસ્ત્રો પહેર્યો. (ક) તેનાથી નવાં વસ્ત્રો પહેરાયાં. (ડ) કોઈએ ઘડિયાળ ચોર્યું. (ડ) કોઈનાથી ઘડિયાળ ચોરાયું. કર્મણિ પ્રયોગની આ નવી પ્રચલિત રચના છે. ભાવે પ્રયોગ : નીચેનાં વાક્યો વાંચો : (૧) છોકરાથી દોડાયું નહિ. (૪) પ્રશાંતને ઘેર જવું છે. (૨) રાજેન્દ્રથી ચલાતું નથી. (૫) છોકરાથી વંચાતું નથી. (૩) હવે ભરતથી વંચાય છે.
ઉપરનાં વાક્યોમાં કર્મ નથી. મોટા અક્ષરવાળાં ક્રિયાપદો અકર્મક છે. કર્મ નથી માટે ક્રિયાપદ કર્મ પ્રમાણે કેવી રીતે ચાલે ? માટે ઉપરનાં વાક્યોમાં કર્મણિ પ્રયોગ નથી.
અહીં દોડાયું, ચલાતું, વંચાય છે, જવું છે, વંચાતું નથી – આ ક્રિયાપદો નાન્યતર જાતિમાં છે.
પહેલા વાક્યમાં “છોકરો નરજાતિ છે, જ્યારે દોડાયું’ નાન્યતર જાતિમાં છે. હવે, ક્રિયાપદનો પ્રયોગ કયો ? આ માટે વાક્યનો અર્થ સ્પષ્ટ કરીએ :
(૧) છોકરાથી દોડવાનું દોડાયું નથી. (૨) રાજેન્દ્રથી ચાલવાનું ચલાયું નથી.
Page #129
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૩) હવે ભરતથી વાંચવાનું વંચાયું નહિ.
હવે અર્થ સ્પષ્ટ થાય છે કે ‘દોડાયું’ ક્રિયાપદને ‘દોડવાનું’ નામ સાથે સંબંધ છે. દોડવાનું, ચાખવાનું, વાંચવાનું વગેરે ક્રિયાપદમાં રહેલી ક્રિયાનું નામ છે. ક્રિયાનું નામ એટલે ભાવ. દોડવાનું, ચાલવનું, વાંચવાનું વગેરે નામ ક્રિયાનો ભાવ બતાવે છે. આગળ આપેલાં વાક્યોનાં ક્રિયાપદો ક્રિયાના ભાવનાં જાતિ અને વચન લે છે. ક્રિયાપદ અને ક્રિયાનો ભાવ બતાવનાર નામ બધાં નાન્યતર જાતિનાં છે. એકવચનમાં છે. એ બધાં ક્રિયાપદોનો પ્રયોગ (ઉપયોગ) ક્રિયાના ભાવના સંબંધે થયો છે, એ ક્રિયાપદો ભાવે પ્રયોગમાં છે.
ક્રિયાપદનો ભાવ હંમેશાં નાન્યતર જાતિ એકવચનમાં હોય છે. તેથી ભાવે પ્રયોગનું ક્રિયાપદ નાન્યતર જાતિ એકવચનમાં હોય છે.
જ્યારે ક્રિયાપદ ક્રિયાના ભાવનાં જાતિ અને વચન પ્રમાણે પોતાનું રૂપ બનાવે છે ત્યારે તે ક્રિયાપદ ભાવે પ્રયોગમાં છે તેમ કહેવાય છે. નીચેનાં વાક્યો ભાવે પ્રયોગમાં છે તેનો અભ્યાસ કરો. (૧) નિરવથી હસાયું નહિ, (૨) તમારાથી કેમ બોલાતું નથી ? (૩) દર્દીથી ચલાયું નહિ. (૪) તમારાથી દૂર ખસાશે ? (૫) હવે મારાથી ચલાય છે.
કર્તા, કર્મ અને ક્રિયાના ભાવ આ ત્રણેમાંથી ક્રિયાપદ જેની સાથે સંબંધ રાખીને પોતાનું રૂપ તે પ્રમાણે બનાવે તેને ક્રિયાપદના પ્રયોગ (ઉપયોગ) કહે. પરિવર્તન કરો :
૧. પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી.
૨.
હિરજને હેત રાખવું જોઈએ.
બગાઈઓ શબ્દ કરે ઘણા.
3.
૪.
૫.
૬.
૭.
૮.
૧૦૯
મોસાળું લઈ આવ્યા તાત.
છોડી પિયરની એણે પાલખી.
ડુંગર શાં જહાજ મેં કંઈ કંઈ ડુબાવ્યાં. ચિતારો અજબ મિલાવટ કરે છે.
મામો સોનલને વેલ્યુ ને માફી આપે છે.
(કર્મણિ પ્રયોગ કરો.) (કર્મણિ પ્રયોગ કરો.)
(કર્મણિ પ્રયોગ કરો.)
(કર્મણિ પ્રયોગ કરો.)
(કર્મણિ પ્રયોગ કરો.) (કર્મણિ પ્રયોગ કરો.) (કર્મણિ પ્રયોગ કરો.) (કર્મણિ પ્રયોગ કરો.)
Page #130
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ (કર્મણિ પ્રયોગ કરો.) (કર્તરિ પ્રયોગ કરો)
(કર્મણિ પ્રયોગ કરો)
૧૧૦
૯. સૂરજ રણની રેતીમાં ઘર કરે છે. ૧૦. સૂરજ વડે અંધારામાં ચરાય છે. ૧૧. બા પોતાનાં બધાં સંતાનોને વળાવે છે. ૧૨. કૃષીવલોનાં નાનાં નાનાં બાળ રમત રમે છે. ( ૧૩. માતા વડે છૂરી વતી એક કાતળી કપાય છે. (કર્તરિ પ્રયોગ કરો.) ૧૪. વાંસળીવાળો વાંસળી પર મધુર સૂર છેડે છે. (કર્મણિ પ્રયોગ કરો) ૧૫. બિંદુએ કવરને ફોડ્યું.
)
!!
૧૬. પુરુષો સ્ત્રીઓને અન્યાય કરી રહ્યા છે. ૧૭. મેં તો આજે જુલાબ લીધો છે. ૧૮. જતાં જતાં એ જુવાનથી બીજો લાડુ પણ
(
(
મુકાઈ ગયો. (કર્તરિ પ્રયોગ કરો.) (કર્મણિ પ્રયોગ કરો.) (કર્મણિ પ્રયોગ કરો.)
(
૧૯. મુનીમે આપણું નાક કાપ્યું. ૨૦. મહીજીએ મુનીમને ઠપકો આપ્યો. ૨૧. સોનલા બાટીએ વંસૂર ગેલવાને મારી નાખ્યો. ૨૨. હમીર અને નાગાજણે રાવળનો વેશ લીધો. ૨૩. સજ્જન સાંઢણીને ઉત્તર દિશામાં હાંકતો હતો. ( ** ૨૪. ભોળા શંભુ મહેર કરે જ છે.
૨૫. સમજુ પદમડી-વહુ ઝપાટાભેર રસ્તો કાપવા લાગી. ૨૬. દીપક પોતાના મકાનની અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવે છે. (+ ૨૭. અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે. ૨૮. હું વ્યાયામનો વિરોધ કરતો આવ્યો છું.
(
૨૯. લેખકે મગજના દાવપેચથી કસરતબાજને હરાવ્યો. ૩૦. હું ચાલતાં ચાલતાં ચર્ચા કરું છું.
૩૧. મેં સંસ્કૃતને બદલે ફારસી વિષય લીધો છે. ૩૨. શિક્ષકે મને દસ પૈસા દંડ કર્યો.
ઉત્તરો :
( ૧ ) મારા વડે પુરુષોત્તમ કેરી પેટી ઘડાવાય (છે.) ( ૨ ) હરિજન વડે હેત રાખવું જોઈએ.
( ૩ ) બગાઈઓ વડે ઘણા શબ્દ કરાય છે.
(
**
(
(
22
""
(
( ''
( ''
~("
**
::
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૧
સરળ ગુજરાતી વ્યાકરણ (૪) તાત વડે મોસાળું લઈ અવાયું. (૫) એના વડે પિયરની પાલખી છોડાઈ. ( ૬ ) મારા વડે ડુંગરશાં જહાજ કંઈ કંઈ ડુબાવાયાં છે. (૭) ચિતારા વડે અજબ મિલાવટ કરાય છે. (૮) મામા વડે સોનલને વેલ્યુ ને માફી અપાય છે. (૯) સૂરજ વડે રણની રેતીમાં ઘર કરાય છે. (૧૦) સૂરજ અંધારામાં ચરે છે. (૧૧) બા વડે પોતાનાં બધાં સંતાનોને વળાવાય છે. (૧૨) કૃષવલોનાં નાનાં નાનાં બાળ વડે રમત રમાય છે. (૧૩) માતા છૂરી વતી એક કાતળી કાપે છે. (૧૪) વાંસળીવાળા વડે વાંસળી પર મધુર સૂર છેડાય છે. (૧૫) બિંદુ વડે કવરને ફોડાયું. (૧૬) પુરુષો વડે સ્ત્રીઓને અન્યાય કરાઈ રહ્યો છે. (૧૭) મારા વડે આજે જુલાબ લેવાયો છે. (૧૮) જતાં જતાં એ જુવાન બીજો લાડુ પણ મૂકી ગયો. (૧૯) મુનીમ વડે આપણું નાક કપાયું.' (૨૦) મહીજી વડે મુનીમને ઠપકો અપાયો. (૨૧) સોનલા બાટી વડે વેસૂર ગેવલાને મારી નંખાયો. (૨૨) હમીર અને નાગાજણ વડે રાવણનો વેશ લેવાયો. (૨૩) સજ્જન વડે સાંઢણી ઉત્તર દિશામાં હંકારાતી હતી. (૨૪) ભોળા શંભુ વડે મહેર જ કરાય છે. (૨૫) સમજુ પદમડી-વહુ વડે ઝપાટાભેર રસ્તો કપાય છે. (૨૬) દીપક વડે પોતાના મકાનની અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવાય છે. (૨૭) અખાડામાં જવાના મારા વડે ઘણી વાર અખાડા કરાયા છે. (૨૮) મારા વડે વ્યાયામનો વિરોધ કરાતો આવ્યો છે. (૨૯) લેખક વડે મગજના દાવપેચથી કસરતબાજને હરાવાયો. (૩૦) મારાથી ચાલતાં ચાલતાં ચર્ચા કરાય છે. (૩૧) મારા વડે સંસ્કૃતને બદલે ફારસી વિષય લેવાયો. (૩૨) શિક્ષક વડે મને દસ પૈસા દંડ કરાયો.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૭. ધાતુ-ક્રિયાપદ : પ્રકાર
આ દુનિયામાં દરેક વ્યક્તિ કંઈ ને કંઈ ક્રિયા કરે છે. જેમકે (૧) હું પુસ્તક વાંચું છું. (૨) છોકરો દોડે છે. (૩) છોકરી નાચે છે. (૪) ખેડૂત હળ લઈને ખેતરે જાય છે. (૫) ગાય ચરે છે. (૬) કોકિલ કૂંજે છે. (૭) ફૂલ ખીલે છે. (૮) ગીતા ઊંઘે છે. (૯) બાળકો પ્રાર્થના બોલે છે. (૧૦) શિક્ષક વ્યાકરણ શીખવે છે.
ઉપરનાં બધાં વાક્યોમાં કાળા મોટા શબ્દો કંઈ ને કંઈ ક્રિયા થતી હોય તેનું સૂચન કરે છે. ‘ગીતા ઊંઘે છે.’માં પણ ઊંઘવાની ક્રિયા થાય છે.
ક્રિયા બતાવનાર પદને ક્રિયાપદ કહે છે. વાક્યમાં ક્રિયાપદ ખૂબ જ અગત્યનું પદ છે. એના વિના પૂરું વાક્ય બને નહિ અથવા વાક્યનો પૂરેપૂરો અર્થ સમજાય નહિ. ટૂંકમાં, જે પદ દ્વારા ક્રિયાનો નિર્દેશ થતો હોય તે ક્રિયાપદ.
પ્રકાર :
:
ક્રિયાપદના બે પ્રકાર છે : સકર્મક અને અકર્મક. (અ) સકર્મક ક્રિયાપદ : નીચેનાં વાક્યો જુઓ : (૧) મીરા લાડુ ખાય છે. (૨) હું પાઠ વાંચું છું. (૩) સૂરજ પ્રકાશ આપે છે.
કહેવાય.
ઉપરનાં વાક્યોમાં બધાં ક્રિયાપદોમાં લાડુ, પાઠ, પ્રકાશ, નિબંધ, ફળ એ બધાં કર્મ છે. જે ક્રિયાપદને કર્મ હોય તે ક્રિયાપદ સકર્મક (સ+કર્મ=કર્યુ સાથેનાં) ક્રિયાપદ (બ) અકર્મક ક્રિયાપદ : નીચેનાં વાક્યો જુઓ : (૧) મેઘ ગાજે છે. (૨) મોર નાચે છે. (૩) પવન વાય છે.
૧૧૨
(૪) અમે નિબંધ લખીશું. (૫) બા ફળ લાવે છે.
(૪) ફૂલ ખીલ્યું છે. (૫) બાળક હસે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૧૩ ઉપરનાં વાક્યોમાં ક્રિયાપદને કર્મ નથી. (ક્રિયાનો કરનાર અને એમાં ફળ ભોગવનાર કર્તા જ છે.) આ ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ છે. જે ક્રિયાપદને કર્મ હોતું નથી તે ક્રિયાપદ અકર્મક (અકર્મકર્મ વિનાનું) ક્રિયાપદ કહેવાય છે.
આ ઉપરાંત, નીચેનાં વાક્યો પણ જુઓ: (૧) શિક્ષકે પુલિનને ઇનામ આપ્યું. (૨) બાએ શૈલને બોર આપ્યાં.
ઉપરના દરેક વાક્યમાં બે કર્મ છે. ક્રિયાપદ જ્યારે બે કર્મ લે છે ત્યારે તે દ્વિકર્મક (દ્ધિ+કર્મક=બે કર્મ કર્મવાળું) ક્રિયાપદ કહેવાય છે. કૃદંત :
નીચેનાં વાક્યો વાંચો : (૧) ઝાઝું દોડ્યે વહેલાં થકાય. (૨) હું મારાં મહત્ત્વનાં કામ છોડી અહીં આવ્યો છું. (૩) કેટલાક લોકો બીજા માટે કંઈ પણ કરવા તૈયાર નથી હોતા.
આમાંના મોટા અક્ષરોવાળા શબ્દો વડે ક્રિયાનો અર્થ સમજાય છે, પણ વાક્યનો અર્થ પૂરો થતો નથી. “દોડ્યું, “છોડી અને ‘કરવા એ શબ્દો વડે વાક્યનો અર્થ પૂરો થતો નથી તેમ જ તેનાથી કાળ વિશે કે કર્તા વિશે કશું જાણવા મળતું નથી. એટલે એ ક્રિયાપદ નથી. આના જેવાં, અધૂરી ક્રિયા દર્શાવનાર પદોને કદંત કહેવામાં આવે છે.
ક્રિયાપદ પૂરેપૂરી ક્રિયા દર્શાવે છે. કૃદંત અધૂરી ક્રિયા દર્શાવે છે. કાળ : - ક્રિયાપદોના મુખ્ય કાળ ત્રણ છે : ભૂત, વર્તમાન અને ભવિષ્ય. અને એકેએક ક્રિયા આ ત્રણમાંના કોઈ પણ એક કાળમાં બનતી હોય છે એ ખરું, પણ કેટલીક વાર એકના એક કાળનું રૂપ જુદા જુદા અર્થમાં વાપરવામાં આવે છે. '
(અ) વર્તમાનકાળ : નીચેના વાક્યો જુઓ : (૧) અરુણા ચિત્ર ચીતરે છે. (વર્તમાનકાળ) (૨) હું રોજ સવારે ફરવા જાઉં છું. (હંમેશ થતી ક્રિયા)
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સરળ ગુજરાતી વ્યાકરણ (૩) એક હતો ચકલો, એક હતી ચકલી. ચકલી કહે, હું દાળનો દાણો લાવું. ચકલો કહે, હું ચોખાનો દાણો લાવું, (ઐતિહાસિક વર્તમાનકાળ)
(૪) મીરાંબાઈ કહે છે, “આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી.” (અવતરણ').
(૫) હજી હમણાં જ તમે વચન આપો છો ને હમણાં) જ ફરી બેઠા? (નિકટનો ભૂતકાળ)
(૬) (અ) આવતી કાલે સવારમાં જ હું તમારે ત્યાં આવું છું. (નિકટને ભવિષ્યકાળ) *
(આ) તમે ચાલતા થાઓ, હું આવું છું. (નિકટનો ભવિષ્યકાળ)
(૭) ઊભા રહો, આ વાત હું બાપુજીને કહી દઉં છું. (નિસંશય ભવિષ્ય)
(૮) ચાલો, હું તમને એક નાટક બતાવું. (ઉદેશ)
ક્રિયા દરરોજ કે અમુક વખતે થતી હોય અથવા આજે કે અત્યારે થતી હોય એવું બતાવનાર ક્રિયાપદ વર્તમાનકાળનું છે એમ કહેવાય. એ રીતે જોતાં વર્તમાનંકાળ દરરોજની અમુક સમયની કે આજની કે અત્યારની અથવા વર્તમાનમાં થતી ક્રિયાનું સૂચન કરે છે.
(બ) ભૂતકાળ : નીચેના વાક્યો જુઓ : (૧) આ વર્ષે ટાઢ ખૂબ પડી. (ભૂતકાળ) (૨) આટલું વાંચી લીધું કે આ ઊઠ્યો. (ભવિષ્ય) (૩) તમે આગળ જાઓ; હું આ આવ્યો. (નિકટનો ભવિષ્ય) (૪) જો, આ રોહિણી આવી. (વર્તમાન) (૫) આમાં કંઈ શંકા નથી, સમજ્યો ? (પ્રશ્ન)
ઉપરનાં વાક્યોમાંનાં ગાઠા અક્ષરોમાંનાં ક્રિયાપદો – પડી. ઊઠ્યો. આવ્યો. આવી, સમજ્યો – ક્રિયા પૂરી થઈ ગયેલી કે બની ચૂકેલી હોય તેનું સૂચન કરે છે. આ ક્રિયાઓ થઈ ગઈ છે. વર્તમાનમાં કે હાલમાં થતી નથી.) ક્રિયા થઈ ગયેલી છે એના અર્થનું સૂચન કરનાર ક્રિયાપદ ભૂતકાળનું (ભૂત બનેલું, થયેલું) છે. એનો કાળ ભૂતકાળ છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૫
સરળ ગુજરાતી વ્યાકરણ
(ક) ભવિષ્યકાળ : નીચેના વાક્યો જુઓ : • • (૧) મોટાભાઈ કાલે આવશે. (ભવિષ્ય) (૨) તમે આવશો તો ચાલશે. (સંકેતો
ઉપરનાં વાક્યોમાંનાં ક્રિયાપદો – આવશે. આવશો – ક્રિયા હવે પછી બનવાની છે તેનું સૂચન કરે છે કે ક્રિયા ભવિષ્યમાં થવાની છે એવું સૂચવે છે. જે ક્રિયાપદ હવે પછી થવાની ક્રિયાનું કે હવે પછી આવવાના કાળનું સૂચન કરે છે તે ક્રિયાપદ ભવિષ્યનું છે. તેનો કાળ તે ભવિષ્યકાળ છે. શુદ્ધ અને મિશ્ર કાળ :
આ ત્રણે કાળોનાં શુદ્ધ અને મિશ્ર એવાં રૂપો હોય છે.
ક્રિયાપદના ધાતુ પરથી જ નેલું રૂપ તે શુદ્ધ દોડ્યો, દડશે. દોડત વગેરે એકલા દોડ ધાતુ પરથી બન્યાં છે. માટે એ શુદ્ધ કાળનાં રૂપ કહેવાય.
વર્તમાનકાળમાં છે અને ભૂત ભવિષ્યમાં હોં ધાતુની સહાયથી બનાવવામાં આવેલાં રૂપો તે મિશ્ર : દોડે છે. દડ્યો હતો. દોડ્યો હશે વગેરે રૂપોમાં ‘દોડ ધાતુનાં કૃદંતોની સાથે છે અથવા તો ધાતુનાં ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે એ મિશ્ર કાળનાં રૂપ કહેવાય.
. * મિશ્ર કાળમાં મૂળ ધાતુનું માત્ર કૃદંત જ વાપરવામાં આવતું હોય છે. દા.ત. 'હું દોડતો હતો. અહીં ‘દોડતો એ કૃદંત દ્વારા સૂચવાતી ક્રિયાનો અર્થ હતો એ ક્રિયાપદની સહાયથી સ્પષ્ટ થાય છે. આ રીતે મૂળ ધાતુનું કૃદંત અને હો ધાતુ પરથી તૈયાર થયેલું રૂપ હતો, એ બંનેનું મિશ્રણ થયેલું હોવાથી દોડતો હતો એ મિશ્ર કાળનું રૂપ ગણાય છે. શુદ્ધ કાળ :
ક્રિયાપદના ધાતુ પરથી જ બનેલું રૂપ તે શુદ્ધ કાળનું રૂપ છે એ આપણે જાણીએ છીએ. તે પ્રમાણે કાળનાં રૂપો જોઈએ તો
શુદ્ધ વર્તમાન : હું પુસ્તક વાંચું. પ્રથમ શુદ્ધ ભૂતકાળ : મેં પુસ્તક વાંચ્યું.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સરળ ગુજરાતી વ્યાકરણ દ્વિતીય શુદ્ધ ભૂતકાળઃ મેં પુસ્તક વાંચેલું. તૃતીય શુદ્ધ ભૂતકાળ : હું હંમેશાં પુસ્તક વાંચતો. શુદ્ધ ભવિષ્ય : હું પુસ્તક વાંચીશ.
આ વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં બધાં રૂપો એકલા ક્રિયાપદના ધાતુ પરથી જ બનેલાં હોવાથી એ શુદ્ધ કાળનાં રૂપો કહેવાય છે. મિશ્ર કાળ :
જેમાં મુખ્ય ધાતુના કૃદંતની સાથે છે અથવા તો ધાતુના કોઈ રૂપનું મિશ્રણ કરવામાં આવે છે તે મિશ્ર કાળનું રૂપ કહેવાય છે તે આપણે જાણીએ છીએ. એ મિશ્ર રૂપો પણ ત્રણે કાળનાં હોય છે.
મિશ્ર વર્તમાનકાળ :
(અ) અપૂર્ણ વર્તમાન : “હું પુસ્તક વાંચું છું. અહીં વાંચવાની ક્રિયા હજી પૂરી નથી થઈ, માટે અપૂર્ણ વર્તમાનકાળ.
(બ) પ્રથમ પૂર્ણ વર્તમાન : “મેં પુસ્તક વાંચ્યું છે. અહીં બોલતાં પહેલાં થોડી વારે ક્રિયા પૂરી થઈ ગઈ છે.
(ક) દ્વિતીય પૂર્ણ વર્તમાન : મેં પુસ્તક વાંચેલું છે. અહીં વાંચેલું દૂરના સમયે સૂચવે છે માટે દ્વિતીય પૂર્ણ. (ડ) ઇચ્છાવાચક વર્તમાન : ૧. હું પુસ્તક વાંચનાર છું.
૨. પુસ્તક વાંચવાનો છું.
૩. મારે પુસ્તક વાંચવું છે. આ ત્રણે વાક્યોમાં ક્રિયા ભવિષ્યમાં થવાની છે, પણ તેને વર્તમાનકાળમાં કહેવામાં આવી છે. આમ અહીં વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું મિશ્રણ થયેલું છે.
મિશ્ર ભૂતકાળ :
(અ) અપૂર્ણ ભૂતકાળ : હું પુસ્તક વાંચતો હતો. વાંચવાની ક્રિયા ચાલુ હતી.
(બ) પ્રથમ પૂર્ણ ભૂતકાળ : “મેં પુસ્તક વાંચ્યું હતું.” (ક) દ્વિતીય પૂર્ણ ભૂતકાળ : “મેં પુસ્તક વાંચેલું હતું.” (ડ) ઇચ્છાવાચક ભૂતકાળઃ ૧. હું પુસ્તક વાંચનાર હતો.
૨. હું પુસ્તક વાંચવાનો હતો. ૩. મારે પુસ્તક વાંચવું હતું.
Page #137
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૧૭ આ ત્રણે વાક્યોમાં જે ક્રિયા ભવિષ્યમાં થવાની હતી તે ભૂતકાળ વડે કહેવામાં આવી છે. આમ, અહીં ભવિષ્યકાળ અને ભૂતકાળનું મિશ્રણ થયેલું છે.
મિશ્ર ભવિષ્યકાળ : (અ) અપૂર્ણ ભવિષ્ય : હું પુસ્તક વાંચતો હોઈશ. વાંચવાની ક્રિયા પૂરી નહિ થઈ ગઈ હોય; ચાલુ હશે. (બ) પ્રથમ પૂર્ણ ભવિષ્ય : મેં પુસ્તક વાંચ્યું હશે. વાંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે. (ક) દ્વિતીય પૂર્ણ ભવિષ્ય : મેં પુસ્તક વાંચેલું હશે. (ડ) ઇચ્છાવાચક ભવિષ્ય ઃ ૧. હું પુસ્તક વાંચનાર હોઈશ.
૨. હું પુસ્તક વાંચવાનો હોઈશ. ૩. મારે પુસ્તક વાંચવું હશે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૮. નિપાત, સંયોજકો, અનુગો અને
નામયોગીઓ, મૂળભેદ અને પ્રેરકભેદ નિપાત :
- નિપાત એટલે અવ્યય. જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને નિપાત કે અવ્યય કહે છે. જુદા જુદા અર્થમાં એ પડે છે. (નિ + ત = પડવું), તેથી તે નિપાત કહેવાય છે.
ઉપસર્ગોનો સમાવેશ નિપાતમાં થાય છે, તો પણ તેમનો ખાસ પ્રયોગ છે. તે હંમેશાં ક્રિયાપદ સાથે જોડાયેલાં છે. ક્રિયાપદની પાસે પૂર્વે આવી ઉપસર્ગો તેના અર્થમાં ફેરફાર કરે છે.
કેટલાક નિપાતો આ પ્રમાણે છે : અને, જે, તો, જ, યા, કે, વા. હવે, તથા, પણ, પરંતુ વગેરે. નિપાત પાદપૂરક તરીકે પણ વપરાય છે. - ઉપસર્ગો : પ્ર, પરા, અપ, સમ્, અનુ, અવ, નિસ્, નિ, દુલ્સ, દુરુ, વિ. આ નિ, અધિ, અપિ, અતિ, સુ, ઉ, અભિ, પ્રતિ, પરિ, ઉપ. સંયોજકો :
બે પદસમૂહો કે વાક્યોને જોડનારને સંયોજક અથવા ઉભયાન્વયી કહે છે. “માટે” જેવાં કેટલાંક નામયોગીઓ અને તેથી જેવાં સાર્વનામિક પદો પણ સંયોજક તરીકે વપરાય છે. સંયોજકના વિવિધ પ્રકારો નીચે પ્રમાણે છે :
(ક) સમુચ્ચયવાચક : પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનારને સમુચ્ચયવાચક સંયોજક કહે છે. દા.ત. નેહ અને શૈલ શાળાએ ગયા. અહીં એક મોટો મેળો ભરાતો તથા તેમાં અનેક લોકો ભાગ લેતા.
(ખ) વિરોધવાચક : બે પદો કે વાક્યોના અર્થને વિરોધમાં મૂકે તે વિરોધવાચક સંયોજક કહેવાય છે. દા.ત. ગોપાલ ગરીબ છે, પર્ણ ઈમાનદાર છે.
(ગ) વિકલ્પવાચક : બે પદો કે વાક્યોના અર્થને વિકલ્પમાં મૂકે તેને વિકલ્પવાચક સંયોજક કહે છે. દા.ત. તમે ચા લેશો કે કૉફી ?
(ઘ) પરિણામવાચક : પાછળના વાક્યમાં પરિણામ દર્શાવે તેને પરિણામવાચક સંયોજક કહે છે. દા.ત. મીતેષ બીમાર હતો, તેથી
૧૧૮
Page #139
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૧૯ શાળામાં ગેરહાજર હતો. આનલ સાચું બોલી, તેથી તેને ઓછી સજા થઈ.
(ચ) કારણવાચક : પાછળના વાક્યમાં કારણ દર્શાવે તેને કારણવાચક સંયોજક કહે છે. દા.ત. દેવાંગ ઘરે આવ્યો, કારણ કે તેને તાવ હતો. | (છ) પર્યાયવાચક : પદ કે વાક્યનો પર્યાય એટલે કે બીજો અર્થ દર્શાવે તેના પર્યાયવાચક સંયોજક કહે છે. દા.ત. મહાવીર સ્વામીએ અહિંસાન. અર્થાત્ હિંસા ન કરવી એ બાબતને ઉપદેશ આપ્યો હતો. અનુગો અને નામયોગીઓ :
વાક્યનાં પદોમાં સંજ્ઞાનો સંબંધ ક્રિયાપદ કે બીજી સંજ્ઞા સાથે હોય છે. વાક્યનાં પદો વચ્ચે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ. અધિકરણ વગેરે પ્રકારના સંબંધો હોય છે. આ સંબંધોને વિભક્તિઓ કહે છે અને સંજ્ઞા, સર્વનામ વગેરેને લગતા એ, ને વગેરે પ્રત્યયોને વિભક્તિના પ્રત્યયો કે અનુગો કહે છે.
અનુગો ઃ એ, ને, થી, માં અને નૂ (‘નૂનાં નો, ની, નું, નાં વગેરે રૂપો થાય છે.) કશો પ્રત્યય કે અનુગ સંજ્ઞા, સર્વનામ વગેરેને ન લાગ્યો હોય ત્યારે પણ કોઈક વિભક્તિ દર્શાવતી હોય છે. દા.ત. પિતાએ નીતિનને ઇનામ આપ્યું. અહીં ઇનામ કશા પ્રત્યય કે અનુગ વિનાનું પદ છે. છતાં એ કર્મણિ વિભક્તિમાં છે એમ સમજાય છે.
નામયોગીઓ : અનુગો જેમ વિભક્તિ દર્શાવે છે તેમ નામયોગીઓ પણ વિભક્તિનો અર્થ દર્શાવે છે. દા.ત. “વાંદરી છાપરે બેઠો છે. એમ કહેવાને બદલે “વાંદરો છાપરા ઉપર બેઠો છે. એમ પણ કહી શકાય. બંનેમાં “છાપરું બેસવાની ક્રિયાનું સ્થાન છે. પણ પહેલા વાક્યમાં ક્રિયાસ્થાન બતાવવા “એ” અનુગ વપરાયો છે, જ્યારે બીજા વાક્યમાં ‘ઉતર” એ નામયોગી વપરાયું છે.
અનુગો અને નામયોગીઓ બંને પદની પાછળ આવે છે અને વિભક્તિ બતાવે છે. આથી આ બંને વચ્ચે ગોટાળો થવાનો સંભવ છે. પરંતુ અનુગો પદ સાથે જોડાઈને આવે છે, જ્યારે નામયોગીઓ છૂટાં રહે છે. અનુગોની સંખ્યા નિશ્ચિત છે : એ. ને, થી, માં અને ન.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સરળ ગુજરાતી વ્યાકરણ નામયોગીઓ આ સિવાયનાં છે : જેમ કે - વડે, વતી, થકી, દ્વારા, મારફત, સહિત, સાથે, સિવાય, વિના, લીધે, કારણે, પેઠે, માફક, માટે, કાજે, સારુ, ખાતર, કરતાં, તણું, કેરું, પાસે તરફ, સામું, અંદર, બહાર, ઉપર, નીચે. આગળ, સુધી વિશે વગેરે. મૂળભેદ અને પ્રેરકભેદ :
નીચેનાં વાક્યોમાં પદોનું કાર્ય તપાસો. કાનન દૂધ પીએ છે. માતા કાનનને દૂધ પાય છે. હેમેન્દ્ર રમે છે.. પિતા હેમેન્દ્રને રમાડે છે. દિલીપ ભણે છે.
શિક્ષક દિલીપને ભણાવે છે. અહીં પીએ છે” ક્રિયાપદનો કર્તા ‘કાનન' છે. એમાં કર્તા પોતાની ક્રિયા પોતે સીધેસીધી કરે છે. હેમેન્દ્ર જાતે રમે છે, દિલીપ જાતે ભણે છે. અહીં દરેક કર્તા પોતે જ ક્રિયાનું કર્તૃત્વ સંભાળે છે. પરંતુ પાય છે એ ક્રિયારૂપમાં મૂળનો કર્તા બીજાની પ્રેરણાથી ક્રિયા કરે છે. એમાં “માતા” ક્રિયા કરનાર નથી, પણ ક્રિયા કરવા માટે પ્રેરનાર કર્તા છે અને કાનની ક્રિયા કરવા માટે પ્રેરિત થનાર કર્મ બની જાય છે.
જે ક્રિયાપદમાં આ રીતે ક્રિયા જાતે કરવાનો નહિ પણ ક્રિયા કરવા માટે બીજાને પ્રેરવાનો ભાવ રહેતો હોય તે પ્રેરકભેદમાં છે એમ કહેવાય. ‘થાય છે'ની જેમ રમાડે છે’ અને ‘ભણાવે છે પણ પ્રેરકભેદમાં
મૂળ દાતુને (ક્રિયાપદના મૂળરૂપને) “આવ, ‘આ’’ કે ‘ડાવ પ્રત્યય લગાડવાથી પ્રેરક કે સાધિત ધાતુ બને છે. દા.ત. લખલખાવ. વાંચ-વંચાવ, બોલ-બોલાવ, રમ-રમાડ, ખા-ખવાડ કે ખવડાવ, પીપિવડાવ વગેરે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૯. વ્યુત્પત્તિ નીચેના શબ્દો તપાસો : (ક) ગૃહ, વર્ષ, દુગ્ધ, મનુષ્ય, દીપ, ઉત્સવ. (તત્સમ) (ખ) ઘર, વરસ, દૂધ, માણસ, દીવો, ઓચ્છવ. (તદુભવ) (ગ) ઝાડ. ખડકી, ટીપું, કડછી, ડુંગર, બોકડો. (દેશ્ય) (ઘ) અક્કલ, દોલત, કાયદો, દવા, ફતેહ, કેદ. (અરબી) (ચ) કાગળ, રૂમાલ, જખમ, નોકર, ચાકર, પેદાશ. (ફારસી) (છ) ટિકિટ, ટેબલ, બૂટ, નંબર, રેલવે, કૉલેજ. કંપની. (અગ્રેજી)
આ રીતે ગુજરાતી ભાષામાં તત્સમ, તદ્ભવ, દેય. અરબી, ફારસી. અંગ્રેજી વગેરે ભાષાઓમાંથી શબ્દો આવેલા છે.
(ક) જે સંસ્કૃત શબ્દો કશા ફેરફાર વગર ગુજરાતીમાં આવેલા છે. તે શબ્દો તત્સમ શબ્દો કહેવાય છે.
(ખ) સંસ્કૃતમાંથી ઉદ્ભવીને ફેરફાર સાથે ગુજરાતીમાં આવેલા છે તે તદ્ભવ શબ્દો છે. આવા શબ્દોની સંખ્યા સૌથી વધુ છે.
(ગ) જે શબ્દો દેશની મૂળ પ્રજાની ભાષામાંથી ઉદ્દભવ્યા છે તે શબ્દો દેશ્ય શબ્દો છે. તેમની સંખ્યા થોડી છે.
(ઘ-ચ) આ ઉપરાંત ગુજરાતી ભાષામાં વિદેશી મુસલમાની રાજ્યકાળ દરમિયાન અરબી-ફારસી શબ્દો પણ દાખલ થયા.
(ચ) અંગ્રેજી શાસન દરમિયાન અંગ્રેજી ભાષાનો પ્રચાર અને પ્રસાર વધતો જ ગયો અને અંગ્રેજી ભાષાના કેટલાય શબ્દો ગુજરાતી ભાષામાં દાખલ થયા.
અમુક શબ્દનું મૂળ શું ? તે કેવી રીતે બન્યો ? સંસ્કૃતમાંથી ગુજરાતી બનતાં તેમાં કેવો ફેરફાર થયો ? આ વિષય વ્યુત્પત્તિનો છે. શબ્દની વિશેષ કરીને ઉત્પત્તિ બતાવે તે વ્યુત્પત્તિ. વ્યુત્પત્તિથી શબ્દનો ચોક્કસ અર્થ નક્કી કરી શકાય છે. સંસ્કૃત શબ્દો વગર મહેનતે યાદ રાખી શકાય છે. આથી સંસ્કૃતનો અભ્યાસ સરળ થઈ પડે છે. જે શબ્દો ઉપલક દૃષ્ટિએ અર્થહીન લાગતા હોય તેની વ્યુત્પત્તિ તપાસતાં તેમાંથી ઘણું રહસ્ય જાણવા મળે છે. ઘણા શબ્દો દેશની સંસ્કૃતિ અને રીતરિવાજ
, ૧૨૧
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સરળ ગુજરાતી વ્યાકરણ
ઉપર પ્રકાશ પાડે છે. આ રીતે વ્યુત્પત્તિનો અભ્યાસ ઘણો જ રસદાયક છે. મહાવરા માટે કેટલાંક ઉદાહરણો તપાસો.
૧. પિતા (સં.પા.=રક્ષા કરવી)–કુટુંબનું રક્ષણ કરનાર. ૨. પતિ (સં.પા.)–સ્રીની રક્ષા કરનાર.
૩. દુહિતા (સં.દુ–દોહવું)–પુત્રી. ગાય દોહવાનું કામ પુત્રી કરતી. ૪. ભાર્યા (સં.ભૂ.=ભરણપોષણ કરવું)–પતિ જેનું ભરણપોષણ કરે
છે તે.
પ.
સંતાન (સં.સમ્=સારી પેઠે + તન્=ખેંચવું)જે વંશનો વેલો વધારે છે તે.
૬. ગોવાળ (સં.ગો+પાલ)–ગાયને પાળે તે.
૭. લુહાર (સં.લોહ–લોઢું+કાર–કરનાર)–લોઢાનું કામ કરનાર. ૮. દ્વિજ (દ્વિ=બે+જ=જન્મના)—જેને બે જન્મ છે તે.
૯. બજરંગ (સં.વજ+અંગ)-વજ્ર જેવું મજબૂત જેનું શરીર છે તે. ૧૦. હનુમાન (સં.હનુ=હડપચી+માન) જેની હડપચી મોટી છે તે. ૧૧. શંકર (સં.શમ્=સુખ+કર)–સુખ-કલ્યાણ કરનાર. ૧૨. શશી (સં. શસસલું + ઇનવાળું)–સસલાના આકારનું. ૧૩. કોહિનૂર (ફા. કોટ=પર્વત+અરબી નૂર=તેજ)—તેજના ભંડાર સમો હીરો.
૧૪. રૂમાલ (ફા. રૂ=ચહેરો+માલ=ઘસનાર) ચહેરાને ઘસી સાફ
રાખનાર.
૧૫. સિતાર (ફા.સં.-ત્રણ+તાર)-મૂળ સિતારમાં ત્રણ તાર રાખવામાં
આવતા.
૧૬. મુસાફર (અ.)–સફર કરનાર.
૧૭. દરજી (ડ્રા.) (દÁબળિયો)—બખિયા મારે તે દરજી.
૧૮. હમાલ (અ.) (હમ્માલ=ભાર ઊંચકનાર)–બીજાનો ભાર ઉપાડે તે. શબ્દોનાં મૂળ રૂપ :
સંસ્કૃત
અંગુલિકા કલિ
ગુજરાતી
આંગળી
કેળ
સંસ્કૃત
કજ્જલ
કુંભકાર
ગુજરાતી
કાજળ
કુંભાર
Page #143
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
સંસ્કૃત
કૂપ
ધૃત
પર્ણ
કોકિલા
ચક્ર
દુગ્ધ
પિચ્છ
ફાલ્ગુન
માનુષ
મિષ્ટ
રક્ષા
વાટિકા
શ્વસુર
શૃગાલ
હસ્ત
ઉષ્ણ
નાલિકેર
શૂન્યકમ્
ઉષ્ણકાલઃ
સત્ય
જંઘા
ચંદ્ર
બીજ
પાદ
સૌચિક
અર્બુદ
કુક્કટકઃ
કૂપ
ગુજરાતી
કૂવો
ઘી
પાન
કોયલ
ચાકડો
દૂધ
પીંછું
ફાગણ
માણસ
મીઠું
રાખ
વાડી
સસરો
શિયાળ
હાથ
ઊનું
નાળિયેર
સૂનું
ઉનાળો
સાચ
જાંઘ
ચાંદો
બી
પા
સોઈ
આબુ
કૂકડો
કૂવો
સંસ્કૃત
ઘટ
દંત
નકુલિક્કઃ
કાર્ય
તૈલ્ય
નગ્ન
પુણ્ય
બીજ
ભિક્ષા
રક્ત
લજ્જા
વાપિ
- સ્વસ્તિક
શીતકાલ
અદ્ય
લેખશાલા
શીર્ષ
ગર્ભ
કર્ણ
અષ્ટ
અંગનકમ્
અંધ
ધાત
અક્ષત
રાજિકા
કિટ
વાટિકા
વિરૂપ
ગુજરાતી
ઘડો
દાંત
નોળિયો
કાજ
તેલ
નાગું
પૂન
બી
ભીખ
રાતું
લાજ
વાવ
સાથિયો
શિયાળો
આજ
નિશાળ
શીશ
ગાભ
કાન
આઠ
આંગણું આંધળો
વા
આખું
રાઈ
કેડ
વાડી
વવું
૧૨૩
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સંસ્કૃત
ગલું
ગુજરાતી ગળનવું) પીપળો
સોંપે વંટોળ વેણ અનેરું. લુહાર ઉતાવળિયું ઉછંગ
પિપ્પલિકઃ ગ્રથિલ્લકમ્ સમર્પયાતિ વતુલ વચન અન્યતરમ્ લાહકાર ઉત્તાપ: ઉત્કંગ પૃષ્ઠકમ્ કર્પટ ઉપવિશતિ કાષ્ઠાગાર પ્રતિચ્છાયા અહમ્ ઉપવિષ્ટમ્ તેજનકમ્ પ્રસ્વેદ ભ્રમર ઘોટકઃ મર્યાદા એકાકી કૂર્દતિ ઉપરિ
કાપડ બેસે કોઠાર પડછાયો
સરળ ગુજરાતી વ્યાકરણ સંસ્કૃત ગુજરાતી મિલ્ક મળ(વું) દુબલકમ્ કોમલકમ્ કપાર
કમાડ સ્થાનકમ્ - થાણું ચૂકા ચર્મકાર ચમાર ભાગિનેય ભાણેજ પ્રતિઘોષ
પડઘો કેદાર
ક્યારો દુગ્ધ
દૂધ અષ્ટાવિંશતિ
અઠ્ઠાવીસ ભાજનકમ્ ભાણું મોડશ
સોળ આયુષ્ય આયખું પ્રરોહ પરોઢ તુટપતિ શ્લેક્ષણમ્ નાનું અંધકાર અંધાર કીર્તિ
કીતિ સમવયસ્ક સમોવડી મુગર:
મોગરો
કાંઠો અદ્ય
આજ વિલગતિ વળગે અંગનકમ્
આંગણું અક્ષતમ્
આખું મુહર્ત :
તીણું પરસેવો ભમરો ઘોડો માઝા
એકલું
કંઠ
પદાર્થ
ઉપર પદારથ તાંતણો પીંછી
તંતુ
પિચ્છિકા
મહુરત
Page #145
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
સંસ્કૃત
અશ્રુ ગર્ગરી
ઉત્સવ
બુભૂક્ષા
પ્રસ્તરઃ
મહિષી
કજ્જલમૂ
કોકાક
જામાÇકઃ
વિજ્ઞપ્તિ
ઔધાની
તીક્ષ્ણમ્
ઉપાધ્યાય
અંધ
સર્પઃ
માનુષઃ
હીનમ્
જિલ્લા
પદ્મિની
કુષ્માંડ
યોગી
ચોક્ષમ્
કથન
જલોદર
ત્વરિત
શૃંગાર
શ્રેષ્ઠી
શુષ્કમ્
ગુજરાતી
આંસુ
ગાગર
ઓચ્છવ
ભૂખ
પથરો
ભેંસ
કાજળ
ખૂણી
જમાઈ
વિનંતી
ઉજાણી
તીખું
ઓઝા
આંધળો
સાપ
માણસ
હીશું
જીભ
પોયણી
કોળું
જોગી
ચોખ્ખું
કહેણી
જલંદર
તરત
શણગાર
શેઠ
સૂકું
સંસ્કૃત
કટ્ટાર
નિરીક્ષતે
ધવલકમ્
પર્યંક
કષપટ્ટિકા
વ્યાખ્યાનમૂ
સકલમ્
મૂક
નિઃશ્વાસ
માણિક્ય
જ્ઞાતિ
સૌભાગ્યમ્
જાતિફલ
શ્લેષ્મ
ઘાત
ભ્રાતૃકઃ
શૂન્યકારઃ
સાક્ષ્ય
ગોપાળ
પ
યતિ
યજ્ઞ
સ્વકઃ
ધૈર્ય
પશ્ચાત્
જઠ
મસ્તકમ્
દેવકુલમ્
ગુજરાતી
કટારી
નિરખ
ધોળું
પલંગ
કસોટી
વખાણ
સઘળું
મૂંગું
નિસાસો
માણેક
ન્યાત
સોહાગ
જાયફળ
સળેખમ
ઘા
ભાઈ
સૂનકાર
શાખ
ગોવાળ
પાદર
જિત
જગન
સગું
ધીરજ
પાછું
ઘરડું
માથું
દેવળ
૧૨૫
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સંસ્કૃત
પશ્ચાત્તાપ
નિસરતિ
ઉત્પુરઃ
સૌવર્ણિકઃ
વિશ્રામ
વિનષ્ટકમ્ અર્પયતિ
પિપ્પલકઃ
ગ્રહિલ્લકમ્
ચક્ર
જંઘા
ચંદ્ર
ભક્ત
પાદ
યૌવન
કિટ
વાપિ
વચન
પુણ્ય
પાનીય
પુનઃ
ગુર્જરત્રા
અગરુ
નારિકેલ
તૈલ્ય
હસ્તી
ચૂર્ણકઃ
પૃષ્ટિ
ગુજરાતી પસ્તાવો
નીસરે
ઉકરડો .
સોની
વિસામો
વંધ્યું
આપે
પીપળો
ઘેલું
ચાક, ચાકડો
જાંઘ
ચાંદો
ભગત
પા
જોબન
કેડ
વાવ
વેણ
પૂન
પાણી
પણ
ગુજરાત
અગર
નાળિયેર
તેલ
હાથી
ચૂનો
પૂઠ
સંસ્કૃત
દ્વિતીય
અક્ષતમ્
દૃશ્યતે
ચાતુર્માસકમ્
આરાત્રિક
કનકદોરકઃ
કષપટ્ટિકા
દુર્બલકમ્
રક્તમ્
રક્ષા
અંગનકમ્
સૂર્ય વિકિરતિ
યાત
વાણિજકઃ
ઘટ
મૃત
સ્થાન
ઉષ્ણ
પૂર્ણિમા
લશૂન
ફાલ્ગુન
કદલી
કલ્પ
ગલ્લઃ
ગર્જ
સરળ ગુજરાતી વ્યાકરણ
ગુજરાતી
બીજું
આખું
દીસે
લક્ષ
પૃષ્ઠિ
ચોમાસું
આરતી
કંદોરો
કસોટી
દૂબળું
રાતું
રાખ
આંગણું
સૂરજ
વેર(વું)
વા
વાણિયો
ઘડો
મૂ
થાણું
ઊનું
પૂનમ
લસણ
ફાગણ
કેળ
કાલ
ગાલ
ગાજ(વું)
લાખ
પીઠ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧ ૨૭
ગુજરાતી
સરળ ગુજરાતી વ્યાકરણ સંસ્કૃત
ગુજરાતી અંક
આંક • • દંત
દાંત કાંદો
રંક
મંદ
કંદ
કાંઠો
ચિત્રકૂટ મૌક્તિકમ્ ભાગિનેય ભાજનમ્ ઉપાખ્યાનમ્ પૃથુલમ્ વિભાનમ્ શાટકઃ ખાદનમ્ હાનિ: અવમૂર્ધા કચ્છપ: કુટુંબી સિદ્ધમ્ ઉગમનમ્. ક્ષત્રમ્ વાદ્યમ્ પ્રસ્તય: નસ્કમ્
ચિતોડ મોતી ભાણેજ ભાણું ઉખાણું પહોળું વહાણું સાડલો ખાણું હાણ ઊંધું કાચબો કણબી સીધું ઉગમણું ખેતર
સંસ્કૃત
રાંક
માંદો બંધ
બાંધો કંટકઃ
કાંટોr ચણક
ચણો ભાંડાગાર: ભંડાર તેજનમ્ તીખું પ્રતિપદા પડવો તિથિવાર: તહેવાર પ્રત્યભિજ્ઞાનમ્ પિછાણ વલ્લભમ્. વિહાલું મંડપઃ
માંડવો ફેનમ્ કુમાર
કુંવર, કુંવારું ચિક્કરમ્ ચીકણું ઔષધમ્
ઓસડ લડુક:
લાડુ • ઉત્કર:
ઉકરડો અભિજ્ઞાનમ્ - અંધાણ મસ્યઃ
માછલું વંધ્યમ્
વાંઝિયું દધિસ્તરમ્
દહીંથરું
ફીણ
વાજું -
પથ્થર - નાક
Page #148
--------------------------------------------------------------------------
________________
૨૦. વાક્યરચના-રૂપાંતર વાક્યરચના :
એક કે વધારે પદો મળીને અર્થ સ્પષ્ટ કરે તેવા સમુહને આપણે વાક્ય કહીએ છીએ. વાક્યની રચના કરતી વખતે આપણે વાક્યનાં પદોને ચોક્કસ ક્રમમાં ગોઠવીએ છીએ.
નીચેના વાક્યો જુઓ : (૧) નિરવ પુસ્તક વાંચે છે. (૨) સૌરભ ફળ ખાય છે.
ઉપરનાં વાક્યમાં પ્રથમ કર્તા છે. પછી કર્મ છે અને છેલ્લે ક્રિયાપદ છે. સાદાં વાક્યોમાં પદોનો ક્રમ આ પ્રમાણે હોય છે : કત. કર્મ અને ક્રિયાપદ.
(૧) સફેદ ગાય ઘાસ ખાય છે. (૨) લાલ ઘોડો દોડે છે.
ઉપરનાં વાક્યોમાં સફેદ અને લાલ વિશેષણ પદો છે. વિશેષણો તેમના વિશેષ્યની પહેલાં આવે છે.
(૧) તે માણસ સુખી છે. (૨) આ પુસ્તક સારું છે.
અહીં “સુખી અને સારા વિધેય વિશેષણો છે. માણસ અને પુસ્તક વિશેષ્ય પદો છે. સામાન્ય રીતે વિધેય-વિશેષણો વિશેષ્ય પદો પછી અને ક્રિયાપદની પહેલાં આવે છે.
શિક્ષક વિદ્યાર્થીને અંગ્રેજી સારી રીતે શીખવે છે. ઉપરના વાક્યમાં પાંચ પદો છે. આ પદોની ગોઠવણી જુઓ. જે પદોની વચ્ચે નિકટનો સંબંધ હોય છે તેને પાસે ગોઠવાય છે.
વાક્યોમાં આપણે ઘણી વાર નીચેનાં પદોનો ઉપયોગ કરીએ છીએ :
જે-તે, જેવું-તેવું. જેમ-તેમ. જેટલું-તેટલું વગેરે.
આ જોડકાંની સાથે જ ઉપયોગ થાય છે. જેની સાથે તે વાપરવું જ જોઈએ. જેવુંની સાથે તેવું વાપરવું જોઈએ. દા.ત.
(૧) જે કરશે તે ભરશે. (૨) જેવું વાવીએ તેવું લણીએ. વાક્યોમાં પદોનો ક્રમ ગોઠવવા નીચેનાં નિયમો ધ્યાનમાં રાખવા : (૧) વાક્યમાં કર્યા પહેલાં, કર્મ બીજું અને ક્રિયાપદ ત્રીજું આવે છે.
૧૨૮
Page #149
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૨૯ (૨) જ્યાં બે કર્મ હોય ત્યાં તે પ્રત્યયવાળું કર્મ પહેલું અને પ્રત્યય વિનાનું કર્મ એની પછી મુકાય છે. દા.ત.
શિક્ષક વિદ્યાર્થીઓને વાર્તા કહે છે. (૩) અન્ય વિભક્તિવાળાં નામપદ અનુકૂળતા પ્રમાણે કર્તા અને કર્મની વચ્ચે મુકાય છે.
(૪) સંબંધક વિભક્તિના પ્રત્યયવાળું નામપદ જે નામની સાથે સંબંધ દર્શાવે તે નામની તરત જ પહેલાં મુકાય છે. દા.ત. ચકલીનું બચ્યું. પાણીનાં ટીપાં.
(૫) નામપદ એના નામયોગી અવ્યય સાથે મુકાય છે. દા.ત. તળાવ પાસે, ગામ તરફ.
(૬) વિશેષણ અને વિશેષ્ય એકબીજાની સાથે આગળપાછળ મુકાય છે. દા.ત. સમૃદ્ધ પુસ્તકાલય, ત્રણ ભવ્ય મકાનો.
(૭) આજ્ઞાર્થ વાક્યમાં, સંબોધનમાં આવતું નામ વાક્યની શરૂઆતમાં મુકાય છે, અને એને અલ્પવિરામથી જુદું પાડવામાં આવે છે. દા.ત. અરુણા, તું પાઠ વાંચ.
(૮) ક્રિયાપદની માફક કૃદંતનાં કર્તા, કર્મ વગેરે પદો કૃદંતની પહેલાં જ મુકાય છે. દા.ત. સૂર્ય ઊગતાં, લોકો પોતપોતાને કામે વળગ્યાં. | (૯) ક્રિયાવિશેષણ ક્રિયાપદની પહેલાં વાક્યની વચ્ચે અનુકૂળ સ્થળે મુકાય છે. દા.ત. (૧) તું અહી જ ઊભો રહેજે. (૨) હું ઝટ પાછો આવું છું. (૩) તમે તમારું કામ અત્યારે જ પૂરું કરી નાખજો. (૪) હાલ મારે આવવાની જરૂર નથી. (૫) પ્રભુ સદા સૌની સાથમાં હોય છે. વાક્યરૂપાંતર :
વાક્યના રૂપાંતર માટે નીચેની રીતો ધ્યાનમાં રાખો : (અ) ક્રિયાપદનું કૃદંતમાં અને કૃદંતનું ક્રિયાપદમાં રૂપાંતર : (૧) ઘંટ વાગ્યો અને વિદ્યાર્થીઓ વર્ગમાં ગયા. (ક્રિયાપદ) - ઘંટ વાગતાં વિદ્યાર્થીઓ વર્ગમાં ગયા. (કૃદંત) (૨) કામ કરનારો સૌને ગમે છે. (કૃદંત)
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સરળ ગુજરાતી વ્યાકરણ જે કામ કરે છે તે સૌને ગમે છે. (ક્રિયાપદ) (બ) કર્તરિમાંથી કર્મણિ અને કર્મણિમાંથી કર્તરિ રૂપાંતર : (૧) તમે આટલું બધું નહિ ખાઈ શકો. (કર્તરિ)
તમારાથી આટલું બધું નહિ ખવાય. (કર્મણિ) (૨) તેનાથી કામ ન થયું. (કર્મણિ)
તેણે કામ ન કર્યું. (કરિ) (ક) શબ્દનું સ્વરૂપ બદલીને રૂપાંતર : " (૧) કાનન સારું લખી શકે છે.
કાનનનું લખાણ સારું છે. (૨) તમને હવે કંટાળો આવે છે ?
તમે હવે કંટાળી જાઓ છો ?
તમારે હવે કંટાળી જવું ન જોઈએ ને ? (ડ) શબ્દસમૂહ માટે એક શબ્દ અને એક શબ્દ માટે શબ્દસમૂહ
વાપરીને રૂપાંતર : (૧) વર્ણન ન કરી શકાય એવું એક દૃશ્ય મેં જોયું.
મેં અવર્ણનીય દશ્ય જોયું. (૨) માણસ અકળ પ્રાણી છે.
માણસ એવું પ્રાણી છે કે જેને કળી શકાતું નથી. (૧) વિધાનવાક્યમાં હકીકત કે વિધાન સીધી રીતે રજૂ કરવામાં
આવે છે.
દા.ત. આ બાગ સુંદર છે. (૨) વિધિવાક્યમાં રજૂ થયેલું વિધાન કે કથન હકારમાં હોય છે.
દા.ત. વરસાદ પડે છે. (૩) નિષેધવાક્યમાં રજૂ થયેલું કથન નકારનો અર્થ બતાવે છે.
દા.ત. પિતાજી ન આવ્યા. (૪) પ્રશ્નાર્થવાક્યમાં પ્રશ્નાર્થ પૂછવામાં આવે છે.
દા.ત. તમે ક્યારે આવશો ? . (૫) આજ્ઞાર્થવાક્યમાં વિનંતી કે હુકમ કરવામાં આવે છે.
દા.ત. બહાર જાઓ. જરા દૂર ખસો.
Page #151
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૩૧ (૬) ઉગારવાક્યમાં લાગણીનો ઉદ્ગાર રજૂ થયેલો હોય છે.
દા.ત. કેવો સુંદર બાગ છે ! (ઈ) વિધિવાક્યનું નિષેધવાક્યમાં અને નિષેધવાક્યનું વિધિવાક્યમાં
રૂપાંતર
દા.ત. (૧) રમેશ ઘણો ચાલાક છે. (વિધિવાક્ય)
રમેશ ઓછો ચાલાક નથી. (નિષેધવાક્ય) (૨) કોઈ માણસ દોષ વિનાનો હોતો નથી. (નિષેધવાક્ય)
દરેક માણસમાં દોષ હોય છે. (વિધિવાક્ય) (૩) હું કોઈ કોઈ વાર ચા પીઉં . (વિધિવાક્ય)
હું વારંવાર ચા પીતો નથી. (નિષેધવાક્ય) (૪) પર્વત ઉપર ચઢવું સહેલું નથી. (નિષેધવાક્ય)
પર્વત ઉપર ચઢવું અઘરું છે. (વિધિવાક્ય) ઉપરનાં વાક્યોમાં નકારાત્મક શબ્દ મૂકીને ક્રિયાપદને નકારાત્મક બનાવ્યું છે.
(ફ) પ્રશ્રવાક્યનું નિવેદકવાક્યમાં અને નિવેદવાક્યનું પ્રશ્રવાક્યમાં રૂપાંતર : દા.ત. (૧) આકાશમાં પુષ્પો હોય ? (પ્રશ્નવાક્ય)
આકાશમાં પુષ્પો હોતાં નથી. (નિવેદકવાય) (૨) માણસ બધું જ કરી શકે છે. (નિવેદકવાક્ય)
: માણસ શું નથી કરી શકતો ? (પ્રશ્નવાક્ય) આ ઉપરથી સમજાશે કે પ્રશ્ન હકારમાં હોય તો નિવેદક નકારમાં હોય છે. પ્રશ્ન નકારમાં હોય તો નિવેદક હકારમાં હોય છે.
(ચ) નિવેદકવાક્યનું ઉદ્ગારવાક્યમાં અને ઉગારવાક્યનું નિવેદકવાક્યમાં રૂપાંતર : દા.ત. (૧) ફૂલ ખૂબ સુંદર છે. (નિવેદકવાક્ય)
કેવું સુંદર ફૂલ ! (ઉગારવાક્ય) - (૨) એ કેવો મૂર્ખ છે ! (ઉગારવાક્ય)
એ મહામૂર્ખ છે. (નિવેદકવાક્ય)
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સરળ ગુજરાતી વ્યાકરણ
(૩) દરિયાખેડુ દરિયાથી ના ડરે. (નિવેદકવાક્ય) દરિયાખેડુ દરિયાથી ડરે ! (ઉગારવાક્ય)
આ ઉપરથી સમજાશે કે ઉદ્ગારવાક્યના વિચારો નિવેદકવાક્યમાં પૂરા શબ્દોમાં રજૂ કરવાના હોય છે. ઉપરાંત ક્રિયાપદ પણ ઉમેરાય છે. રૂપાંતર કરતાં વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહિ. સ્વાધ્યાય
૧. નિષેધવાક્યમાં રૂપાંતર કરો :
(૧) તે માણસ ધનવાન છે. (૨) પેલું ટાવર ઊંચું છે. (૩) રાજેન્દ્ર દયાળુ માણસ છે. (૪) મૂર્ખ જ આવી ભૂલ કરે. (૫) ભણવું હોય તો કૉલેજે આવજો. (૬) માત્ર શામળો જ મારું સાચું ઘરેણું છે. (૭) મોગરાનાં ફૂલ ચૂંટતાં જીવ ચૂંટાય છે. (૮) કાલે બધાં જવાનાં છે. (૯) તમારી તો માત્ર આશિષ જ માગું છું. (૧૦) છાપરા પરથી બધાં પક્ષીઓ ઊડી ગયાં. (૧૧) એ તો મરદના ખેલ છે. (૧૨) ઘોઘા બાપાને વટાવવા એ બહુ મુશ્કેલ વાત હતી. ૨. વિધાનવાક્ય બનાવો :
(૧) હું શા માટે આવું ? (૨) આ દુઃખ શું મોટું નથી ? (૩) શું તે નિર્દય નથી ? (૪) લખ્યા લેખ મિથ્યા થાય ? (૫) કોલંબસને સાહસવીર કોણ ન કહે ? (૬) અમે સોનીને ઘેર શા માટે જઈએ ? (૭) સાથ એનો કેવો છે ફૂટડો ! (૮) મોસાળામાં શો છે ઉધરો ! (૯) નમાયાંનો શો અવતાર ? (૧૦) કુદરત મોઞરાને કેવા લાડ કરે છે ? (૧૧) સમગ્ર ઘરમાં કેવી શાંતિ પ્રસરી ગઈ છે ? (૧૨) સાંજે તણખા ઝરતો સૂરજ ક્યાંય દેખાય છે ? (૧૩) ઉઘાડો તો ખબર પડે નાં ? (૧૪) જે સ્ત્રી માતા નથી તે સ્ત્રી છે ખરી ? (૧૫) મારાથી રડાય જ કેમ ? (૧૬) વાઘની ચપળતા કેવી અદ્ભુત હતી ! (૧૭) પાણીકળાનો ત્યાગ કેવો અદ્ભુત હતો ! (૧૮) હોડકામાં બેસવાની કેવી મજા ! (૧૯) કેટલો મોટો હાથી ! (૨૦) શું તેનો ઉત્સાહ ! ૩. પ્રશ્રવાક્ય બનાવો :
(૧) ઠંડી સખત પડે છે. (૨) આવું દુઃખ હંમેશાં રહેતું નથી. (૩) એનો ભેદ કોઈ સમજી શકે નહિ. (૪) એમાં કાંઈ કહેવાનું નથી.
Page #153
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૩૩ (૫) એ કંઈ મોસાળું કરે એમ નથી. (૬) સૂરજ સંધ્યાને કરગરે છે. (૭) એ વાતમાં કોઈ માલ નથી. (૮) એમાં ચિંતા કરવા જેવું કાંઈ જ નથી. (૯) એમાં મારામારીની કોઈ જરૂર નથી. (૧૦) ચાલતી વખતે આપણું મન વધુ ઉદાર બને છે. (૧૧) વ્યાયામ પ્રત્યેનો અણગમો એ મારી ભૂલ હતી. (૧૨) ભગવાન સોમનાથનો દ્વેષ કરનાર રણ વટાવી આગળ વધી શકવાનો નથી. ૪. ઉગારવાક્ય બનાવો :
(૧) સાપ ઘણો લાંબો છે. (૨) આ ચિત્ર ઘણું સુંદર છે. (૩) કર્ણ ઘણો ઉદાર હતો. (૪) એ ઘણું જ ખરાબ ગણાય. (૫) સારું થયું જે આવ્યા તમે. (૬) એ દહાડા અત્યંત સુખના હતા. (૭) ચંદ્ર તદન ઝાંખો લાગતો હતો. (૮) ચારે તરફ રેતીમાં સૂર્યનાં તેજ ખૂબ ચમકતાં હતાં. (૯) સાહિત્યના શિક્ષકને મારા પ્રત્યે ખૂબ લાગણી હતી. ૫. નીચેનાં વાક્યોને સુચવ્યા પ્રમાણે રૂપાંતર કરી ફરી લખો : (૧) આ લોકોને સરળતાથી સમજાવી નહિ શકાય. (“સરળ
વિશેષણ વાપરો.) (૨) સમય થયો અને ગાડ ઊપડી. (‘થયો શબ્દ માટે કદંત
વાપરો.) (૩) તેણે કલ્પી ન શકાય તેવું સાહસ કર્યું. (‘કલ્પી ન શકાય આ શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરો.). (૪) તેણે એનું કામ પૂરું કર્યું. (કર્મણિ બનાવો.) (૫) એમની ભાષા પાણીના પ્રવાહ જેવી સરળ હતી (જેવો
પાણીનો પ્રવાહ..આ રીતે શરૂ કરો.) ૬. નીચેનાં વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યોમાં ફેરવો :
(૧) વિવાહ થયા. હું હાઈસ્કૂલમાં ભણતો હતો. (૨) મારનું દુઃખ ન હતું. હું દંડને પાત્ર ગણાયો એ વાતનું
મહાદુઃખ હતું.
તે સમજાવે છે. બધા ધર્મો ઈશ્વરને પામવાના માર્ગો છે. (૪) તેને દાવપેચ આવડે છે. દંડબેઠક તો આવડતાં જ હશે. (૫) એ મારા પર ધસી આવ્યો. એણે મને જોરથી પ્રહાર કર્યો.
' (૩)
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સરળ ગુજરાતી વ્યાકરણ
(૬) જરા પણ અતિશયોક્તિ વિના કહું છું. અમને માત્ર શ્વાસ લેવાનો જ અધિકાર હતો.
(૭) બેટા, દાક્તરકાકા પૂછે છે. હવે તને કેમ છે ?
(૮) એક રાત હાથ અડવો રહેશે. મને કાંઈ કોઈ મારી નહિ નાખે.
(૯) પિયરિયાં તો જાણતાં જાણે. આપણા જીવનું તો જોખમ ને !
(૧૦) કમાડની સાંકળ બેચાર વાર ખખડી. હંસા દરવાજા પાસે
ગઈ.
(૧૧) મેં તમને નહોતું કહ્યું ? એક દિવસ મા આવશે. (૧૨) એમને શી ખબર ? એક વખત ગયેલી મા કદી પાછી ફરતી નથી.
Page #155
--------------------------------------------------------------------------
________________
૨૧.
μέ
સામાન્ય સમજ :
કોઈ પણ ભાષાના સાહિત્યના, રચનાની દૃષ્ટિએ, બે ભાગ પડે છે ઃ ૧. ગદ્ય અને ૨. પદ્ય. જ્યારે સાહિત્યકાર પોતાના ભાવોને છંદોબદ્ધ એટલે કે યતિ, માત્રા, ગણ વગેરેના બંધનમાં બાંધે છે અને તે રીતે પ્રગટ કરે છે ત્યારે આપણે તેને ‘પદ્ય’ કહીએ છીએ. પરંતુ જ્યારે સાહિત્યકાર પોતાના ભાવોને આ બંધનમાંથી મુક્ત થઈને રજૂ કરે છે ત્યારે તેને આપણે ગદ્ય' તરીકે ઓળખીએ છીએ. કાવ્યનો સામાન્ય અર્થ પદ્ય કરવામાં આવે છે, પરંતુ કાવ્યના વિસ્તૃત અર્થના પરિઘમાં ગદ્યનો પણ સમાવેશ થાય છે. પદ્યનો સંબંધ હૃદય સાથે હોય છે, જ્યારે ગદ્યને આપણે બુદ્ધિપ્રધાન ગણીએ છીએ. પદ્ય હૃદયની રાંગાત્મક વૃત્તિઓ તરફ વિશેષે ઢળતું છે. આથી તેમાં લય ઉપર ભાર મૂકવામાં આવે છે. કલાનો સંબંધ હૃદય સાથે રહેલો છે. આથી ચિત્ર, સંગીત અને કાવ્યને પરસ્પર ગાઢ સંબંધ રહેલો છે. આ કારણે જ કાવ્યમાં ચિત્રાત્મકતા અને સંગીતાત્મકતાને આવશ્યક ગણવામાં આવે છે. 'લય' એ સંગીતનું અર્પણ છે અને છંદમાં લય જરૂરી છે. આથી છંદોબદ્ધ કવિતામાં લય અને સંગીતનો અપૂર્વ સંગમ થયેલો છે. કાવ્યમાં છંદનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમગ્ર પદ્યસાહિત્યના મૂળભૂત આધાર તરીકે છંદ છે.
કવિતા અને છંદ વચ્ચે ગાઢ સંબંધ છે. કવિતા આપણા પ્રાણનું સંગીત છે. કવિતાનો સ્વાભાવ જ છંદમાં લયયુક્ત થવાનો છે. જે રીતે નદીનો તટ પોતાના બંધન વડે નદીના પ્રવાહની ગતિને સુરક્ષિત રાખે છે – જેના વગર તે પોતાની મુક્તિમાં પોતાના પ્રવાહને ખોઈ બેસે છે - તે જ રીતે છંદ પોતાના નિયંત્રણ વડે રાગને સ્પંદન-કંપન અને વેગ આપીને નિર્જીવ કરી દે છે. વાણીના અનિયંત્રિત સ્વરો પર આનાથી નિયંત્રણ આવી જાય છે, તે સ્વરો તાલયુક્ત બની જાય છે. તેમાં સ્ફૂર્તિ આવે છે. રાગના છૂટાછવાયા સ્વરો એક વૃત્તમાં બંધાઈ જાય છે, તેમાં પૂર્ણતા આવે છે. એટલે કે, પદ્ય પોતે જ છંદોબદ્ધ છે. જે રીતે સફેદ
૧૩૫
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સરળ ગુજરાતી વ્યાકરણ ચાંદનીમાં સ્વયં શીતળતા રહેલી છે. સૂર્યનાં કિરણોમાં સ્વાભાવિક જ પ્રકાશ હોય છે, ગુલાબના પુષ્પમાં નૈસર્ગિક જ સુવાસ હોય છે એ જ રીતે એક શ્રેષ્ઠ કવિતા સ્વતઃ જ છંદોબદ્ધ હોય છે. છંદના પ્રકાર :
છંદના મુખ્ય ત્રણ પ્રકાર છે : (અ) અક્ષરમેળ, (બ) માત્રામેળ અને (ક) ગેય.
(અ) અક્ષરમેળ છંદ : જ્યાં ચરણોમાં માત્રાની ગણતરી ન થતાં અક્ષરોની (વર્ગોની) સંખ્યા અને વર્ષોના સંયોજનથી ગણ બને છે ત્યાં અક્ષરમેળ છંદ છે. .
(બ) માત્રામેળ છંદ : જ્યાં માત્રાઓના આધારે છંદની રચના થઈ હોય છે તેને માત્રામેળ છંદ કહે છે. એટલે કે ગણતરી કરવાથી જે છંદના પ્રત્યેક ચરણમાં માત્રાઓની સંખ્યા નિયમિત અને નિશ્ચિત હોય અને અક્ષરોની સંખ્યા પર આધાર રાખવામાં આવ્યો ન હોય તે છંદને માત્રામેળ છંદ કહે છે.
(ક) ગેય છંદ : આ છંદમાં માત્રા ઉપર કે વર્ષોની સંખ્યા ઉપર પણ આધાર રાખવામાં આવતો નથી. પરંતુ માત્ર લય ઉપર જ આધાર રાખવામાં આવે છે.
અક્ષરમેળ અને માત્રામેળ છંદના ત્રણ ત્રણ પેટા પ્રકારો છે.
ચરણ કે પદ : દરેક છંદ કેટલીક પંક્તિઓનો સમૂહ હોય છે. જેમકે, રોળા છંદમાં ચાર પંક્તિઓ હોય છે. આ પંક્તિઓને ચરણ કે પદ કહે છે. સામાન્ય રીતે દરેક છંદના ચાર ભાગ કે ચાર પંક્તિઓ કે ચાર ચરણ હોય છે. પરંતુ કુંડલિયા, છપ્પય વગેરે છંદોમાં ચાર કરતાં અધિક ચરણ પણ હોય છે. દોહા, સોરઠા વગેરે છંદોમાં બે જ ચરણ હોય છે. આ છંદોના પ્રત્યેક ચરણને ‘દલ કહે છે.
માત્રા : કોઈ સ્વરના ઉચ્ચારણમાં જે સમય લાગે છે તે અવધિસમયને માત્રો કહે છે. જે સમય હૃસ્વના ઉચ્ચારણમાં લાગે છે તેની એક માત્રા માનવામાં આવે છે અને દીર્ઘ સ્વરોના ઉચ્ચારણમાં જે સમય લાગે છે તેની બે માત્રા માનવામાં આવે છે. આ રીતે હ્રસ્વ સ્વર , ૩
Page #157
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૩૭
તથા રૂ લઘુ સ્વર કહેવાય છે અને આ, રૂં, ૐ હૈં, ઘે, ગો, ઔ, ગં, ઞ: ગુરુ અથવા દીર્ઘ સ્વર કહેવાય છે. માત્રા ગણતી વખતે લઘુ માટે ‘લ’ વર્ણ વપરાય છે. અને ગુરુ માટે ‘ગ’ વર્ણ વપરાય છે. લઘુ માત્રાની નિશાની ‘I’ છે અને ગુરુ માત્રાની નિશાની ‘S’ છે.
4
વ્યંજનોની માત્રાઓનો આધાર તેની સાથે જોડાયેલ સ્વર ઉપર છે. દા.ત. , ,િ ” લઘુવર્ણ અને ા, જ, ઝૂ, જે, વૈ, જો, જો, જં ગુરુ વર્ણ કહેવાશે.
વિસર્ગયુક્ત વર્ણને પણ ગુરુ ગણવામાં આવે છે. દા.ત. ‘દુઃખ’, ‘નિઃશેષ'માં ‘દુઃ’, ‘નિઃ’ને ગુરુ ગણવામાં આવે છે. 'યુધિષ્ઠિર' તથા ‘મન્દ’માં સંયુક્તાક્ષર ‘ષ્ઠિ’. તથા ‘ન્દ’ છે. તેમની પૂર્વેના ‘ધિ’ તથા ‘મ’ને ગુરુ માનવામાં આવે છે. પણ જો ઉચ્ચારણ વખતે સંયુક્તાક્ષરની પૂર્વેના વર્ણ ઉપર ભાર ન મુકાતો હોય તો તેને લઘુ જ ગણવામાં આવે છે. દા.ત. ચન્દ્રબિન્દુના ઉચ્ચારણ વખતે ભાર મૂકવામાં આવતો નથી. આથી ચન્દ્રબિન્દુવાળા વર્ગોને પણ લઘુગણી શકાય. એ જ રીતે ઉચ્ચારણના ભાર મુજબ લઘુને દીર્ઘ અને દીર્થને લઘુ પણ ક્યારેક ગણવામાં આવે છે. ક્યારેક છંદના નિયમમાં બાધા ઉત્પન્ન ન થાય તે માટે ચરણના લઘુ વર્ણને દીર્ઘ ગણી કાઢવામાં આવે છે.
ગણ : ત્રણ ત્રણ વર્ણોના સમૂહને ગણ કહે છે. વર્ષોના લઘુગુરુની દૃષ્ટિએ ગણની સંખ્યા આઠ છે. ગણનાં નામ, સ્વરૂપ અને લક્ષણ નીચે પ્રમાણે છે :
નામ
ય ગણું
માંગણ
ત ગણ
૨ ગણ
લક્ષણ
દૃષ્ટાન્ત સ્વરૂપ યશોદા I S S S S S
માતાજી
તારાર .
S S I
રામજી
S IS
આદિ લઘુ, મધ્ય ગુરુ, અંત્ય ગુરુ આદિ મધ્ય અને અંત્ય ગુરુ આદિ અને મધ્ય ગુરુ, અંત્ય લઘુ આદિ અને અંત્ય ગુરુ, મધ્ય લઘુ આદિ અને અંત્ય લઘુ, મધ્ય ગુરુ આદિ ગુરુ, મધ્ય અને અંત્ય લઘુ ।। આદિ, મધ્ય અને અંત્ય લઘુ આદિ અને મધ્ય લઘુ, અંત્ય ગુરુ
જમાલ
ISI
ભારત'
SII
II S
જ ગણ
ભ ગણ
ન ગણ
નયન
સ ગણ સજની
Page #158
--------------------------------------------------------------------------
________________
સંરળ ગુજરાતી વ્યાકરણ
અને
‘યમાતારાજભાનસલગા’– આ સૂત્ર દ્વારા પ્રથમ આઠ વર્ણ પછી ‘ગણ' શબ્દ જોડવાથી આઠેનાં નામ આવી જશે. ‘લ' વર્ણ લઘુ ‘ગા' વર્ણ ગુરુ બતાવે છે. વળી, આ સૂત્ર દ્વારા ગણનું સ્વરૂપ પણ જાણવા મળે છે. જે ગણનું સ્વરૂપ જાણવું હોય તે વર્ણની પછીના બે વર્ણ તેની સાથે જોડવાથી તે વર્ણનું સ્વરૂપ જાણી શકાય છે. દા.ત. ‘મ’ ગણનું સ્વરૂપ જાણવા માટે ‘મા’ પછીના બે વર્ણ ‘તારા’ને જોડવાથી ‘માતારા’ વર્ણસમૂહ બનશે. આમાં ત્રણે વર્ણ ગુરુ છે. આથી ‘મ’ ગણનું લક્ષણ (SSS) આદિ, મધ્ય અને અંત્ય ગુરુ થયું. એ જ રીતે સ’ ગણનું સ્વરૂપ જાણવા માટે ‘સ’ની પછી ‘લગા’ જોડતાં ‘સલગા’ થયું. આથી ‘સ’ ગણનું લક્ષણ (IIS) આદિ-મધ્ય લઘુ અને અંત્ય ગુરુ એમ થયું.
અહીં એક વાત એ ધ્યાનમાં રાખવાની છે કે આ ગણનો વિચાર માત્ર વર્ણ-વૃત્ત પૂરતો છે. માત્રામેળ છંદો ગણના બંધનમાંથી પ્રાયઃ મુક્ત છે. અક્ષરમેળ છંદના મુક્તક દંડક છંદમાં પણ ગણનો વિચાર કરવામાં આવતો નથી.
૧૩૮
ગણના અધિષ્ઠાતા દેવ અને તેમનું ફળ :
છંદશાસ્ત્રમાં પ્રત્યેક ગણના અધિષ્ઠાતા દેવ, તેમનું ફળ અને તેમના શુભાશુભનું વિવેચન કરવામાં આવ્યું છે. આને ટૂંકમાં નીચે મુજબ દર્શાવી શકાય :
નામ
દેવ
શુભ કે અશુભ
ય ગણ
શુભ
મ ગણ
શુભ
ત ગણ
અશુભ
૨ ગણ
અશુભ
જ ગણ
અશુભ
ભ ગણ
અશુભ
ન ગણ
શુભ
સ ગણ
વાયુ
અશુભ
યતિ : છંદ વાંચતી વખતે ચોક્કસ વર્ણસંખ્યા અથવા માત્રાની
જલ
પૃથ્વી
આકાશ
અગ્નિ
સૂર્ય
ચંદ્રમા
સ્વર્ગ
ફળ
આયુ
લક્ષ્મી
શૂન્ય
દાહ
રોગ
યશ
સુખ
વિદેશ
Page #159
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૩૯ વચમાં થોડી વાર માટે થોભવું પડે છે. આ થોભવાની ક્રિયાને ‘યતિ કહે છે. જો યતિ નિયમ મુજબ તેના ચોક્કસ સ્થાને ન હોય તો તેને યતિભંગ' કહે છે. આ દોષ છે. વળી, જ્યાં યતિ હોય ત્યાં પણ જો શબ્દને તોડીને વાંચવામાં આવે અને શબ્દ અર્થ વગરનો બની જાય તો
ત્યાં યતિભંગ' કહેવાય. આ રીતે સંજ્ઞા અને તેનું કારક ચિહ્ન એકસાથે રહેવાં જોઈએ. પણ જો તે બંનેની વચ્ચે યતિ આવી જાય તો તે સદોષ ગણાય છે.
ચરણ કે પદ : છંદની પૂરેપૂરા માપવાળી એક પંક્તિને ચરણ કે પદ કહે છે.
કડી કે શ્લોક : ચાર ચરણ કે પદની એક કડી કે શ્લોક બને છે. આ નિયમ ન સચવાય તો તેને “શ્લોકભંગ' કહે છે. .
શ્રુતિભંગ : એક ગુરુ અક્ષરને સ્થાને બે લઘુ અક્ષર(વર્ણ) આવે તેને શ્રુતિભંગ કહે છે. મુખ્ય છંદનાં માપ અને ઉદાહરણ : (૧) શાલિની : વર્ણસંખ્યા : ૧૧. બંધારણ : મ, ન, ત, ગા. ગા. ઉદાહરણ : દીઠાં તેણે છંદ યોગીશ્વરોનાં,
દીઠાં તેણે વૃંદ ત્યાં કામિનીનાં. (૨) ઇન્દ્રવજા : વર્ણસંખ્યા : ૧૧. બંધારણ : તે, ત, જ, ગા, ગા. ઉદાહરણ : ઇલા ! સ્મરે છે અહીં એક વેળા.
આ ચોતરે આપણ બે રમેલાં (૩) મલ્લિકા અથવા સમાની : વર્ણસંખ્યા : ૮. બંધારણ : ૨,જ,ગા,લ. (૪) ઉપેન્દ્રવજા : વર્ણસંખ્યા : ૧૧. બંધારણ : જ, ત, જ, ગા, ગા. ઉદાહરણ : સદાયે ઊંચે ચડવા વિચારો. . સદા વળી જીવન નીતિ ધારો.
ઇન્દ્રવજાનો પહેલો અક્ષર ગુરુને બદલે લઘુ હોય તે
ઉપેન્દ્રવજા. (૫) ઉપજાતિ : ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજાનું મિશ્રણ. વર્ણસંખ્યા : ૧૧. ઉદાહરણ : ભરો ભરો માનવનાં ઉરોને, (ઉપેન્દ્રવજા)
ઉત્સાહ ને ચેતનપુર રેલી. (ઇન્દ્રવજા)
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સરળ ગુજરાતી વ્યાકરણ વર્ણસંખ્યા : ૧૨. બંધારણ : જ, ત, જ, ૨.
(૬) વંશસ્થ :
ઉદાહરણ : હું માનવી માનવ થાઉં તો ઘણું. (૭) ઇન્દ્રવંશા : વર્ણસંખ્યા : ૧૨, બંધારણ : ત, ત, જ, ૨. ઉદાહરણ : લજ્જાનમેલું નિજ મંદ પોપચું, (૮) મિશ્રોપજાતિ : ઉપજાતિ, વંશસ્થ અને ઇન્દ્રવંશાનું મિશ્રણ. ઉદાહરણ : નિર્દોષ ને નિર્મળ આંખ તારી (ઇન્દ્રવજા) હતી હજી યૌવનની અજાણી, (ઉપેન્દ્રવજા) કીધો,હજી સાસરવાસ કાલ તેં, (વંશસ્થ) શૃંગાર તેં પૂર્ણ ચિતામહીં કર્યો. (ઇન્દ્રવંશા) (૯) ધ્રુતવિલંબિત : વર્ણસંખ્યા ઃ ૧૨. બંધારણ : ન, ભ, ભ, ૨. ઉદાહરણ : જીવનમાં ઝબકાર કરે જજે, હૃદયમાં બલ હે વિભુ ! પૂરજે. વર્ણસંખ્યા ઃ ૧૨. બંધારણ : સ, સ, સ, સ. ઉદાહરણ : મુજ દેહ વિષે, વળી આત્મ વિષે, જડચેતનમાં પ્રભુ વાસ વસે.
(૧૦) ત્રોટક :
(૧૧) ભુજંગી : વર્ણસંખ્યા ઃ ૧૨. બંધારણ : ય, ય, ય, ય. ઉદાહરણ: ભલો દૂરથી દેખતા દિલ ભાવ્યો, ચડી જેમ આકાશમાં મેઘ આવ્યો.
(૧૨) વસંતતિલકા : વર્ણસંખ્યા : ૧૪. બંધારણ : ત, ભ, જ, જ, ગા, ગા. ઉદાહરણ : ૧. છે માનવજીવનની ઘટમાળ એવી, દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.
૨. હા, હા, ગગા, વહુ બિચારી ખરું કહે છે. (૧૩) માલિની : વર્ણસંખ્યા : ૧૫. બંધારણ : ન, ન, મ, ય, ય. યતિ : આઠમા અક્ષરે.
ઉદાહરણ : સરલ હૃદય ઇચ્છે પાપીને પ્રેમ પાવા.
(૧૪) મંદાક્રાન્તાઃ વર્ણસંખ્યા : ૧૭, બંધારણ : મ, ભ, ન, ત, ત, ગા, ગા. યતિ : ચોથા અને દસમા અક્ષરે,
ઉદાહરણ : ૧. હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૧
સરળ ગુજરાતી વ્યાકરણ
૨. સંન્યાસી કો' શરદ-ઘન શો એકલો જાય ચાલ્યો. (૧૫) શિખરિણી વર્ણસંખ્યા : ૧૭. બંધારણ : ૫. મ. ન, સ, ભ, લ, ગા.
- યતિ : છઠ્ઠા અને અગિયારમા અક્ષરે. ઉદાહરણ : ૧. અસત્યો માંહીથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.
ઊંડા અંદારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા. ૨. મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.
૩. ઉનાળાનો લાંબો દિવસ વહેતો મંથર ગતિ. (૧૬) પૃથ્વી : વર્ણસંખ્યા : ૧૭. બંધારણ : જ, સ, જ, સ, ય, લ, ગા.
યતિ : આઠમા અક્ષરે. ઉદાહરણ : ૧. ઝગે ક્ષિતિજને તટે અમલ ઇન્દુની રેખ તે,
થતી વિકસતાં સુહાગભર પૂર્ણિમાનો શશી. ૨. ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી. ૩. ન સંસ્મરણ વા ન કો સ્વજનમેં કદી પૂરશે.
૪. ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો. (૧૭) હરિણી : વર્ણસંખ્યા : ૧૭. બંધારણ : ન, સ, મ. ૨, સ, લ, ગા.
- યતિ : છઠ્ઠા અને દસમા અક્ષરે. ઉદાહરણ : દિન દિન જતાં માસો વીત્યા અને વરસો વહ્યાં.
નગરજન ને સંબંધી એ વ્યથા વીસરી શક્યા. (૧૮) શાર્દૂલવિક્રીડિત : વર્ણસંખ્યા : ૧૯. બંધારણ : મ, સ, જ, સ,
ત, ત, ગા.
યતિ : બારમા અક્ષરે. ઉદાહરણ : (૧) ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો.
(૨) રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને (૩) ભૂલોની જ પરંપરા જગત આ એવું દીસે છે,
પિતા! (૧૯) સ્ત્રગ્ધરાઃ વર્ણસંખ્યા ૨૧. બંધારણ મ, ૨. ભ, ન, ય, ય, ય.
યતિ : સાતમા અને ચૌદમા અક્ષરે. ઉદાહરણ : ૧. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સરળ ગુજરાતી વ્યાકરણ ચોમાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. ૨. ઓચિંતો આભ ફાડ-લસલસ વીજળી જીભ ઝુલન્ત ડાચું,
કંપી ઊઠી ભયેથી રમણી રજની-અંધાર એ ઘોર વચ્ચે. (૨૦) અનુષ્ટ્રપ : આઠ આઠ અંક્ષરનો ચાર ચરણ. દરેક ચરણમાં
પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ હોય છે અને બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર
લઘુ હોય છે. ઉદાહરણ : ૧.છાયા તો મકના જેવી, ભાવ તો નદના સમ,
દેવોના ધામના જેવું, હૈયું જાણે હિમાલય. ૨. તંબૂરે તાર તૂટ્યા છે, તૂટ્યો તંબૂર આજ છે,
મૃત્યુનાં તીવ્ર સૂત્રોથી ઘેરાતી આજ સાંજ છે. (૨૧) મનહર : વર્ણસંખ્યા : ૩૧. યતિ : આઠમા, સોળમા અને
. ચોવીસમા અક્ષએ. દરેક ચરણને અંતે ગુરુ વર્ણ
આવવો જોઈએ. ઉદાહરણ : ૧. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભંડાં.
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે. ૨. આંધળી દળે ને આટો ચાર શ્વાન ચાટી જાય,
એ તે આટો ક્યારે એને આવશે આહારમાં ? (૨૨) ગુલબંકી : આમાં એક લઘુ અને એક ગુરુ વર્ણ હોય છે.
ઉદાહરણ : સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી ગુલામ ? (૨૩) વૈતાલીય (વિયોગિની): ૧લા અને ૩જા ચરણમાં સ, સ, જ.
ગા : ૧૦ અક્ષરો. ઉદાહરણ : પ્રિયા ! ચંદ્ર લલાટ કાં ધરે ?
તવ જાતે મુખ પૂર્ણ ચંદ્ર છે !' અળતો ચરણે જ બાપડો શરમાતો ચરણોની લાલીથી.
Page #163
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૪૩
માત્રામેળ છંદો :
માત્રામેળ છંદોની રચના અક્ષરોની સંખ્યા કે તેમની લઘુગુરુ પ્રમાણેની ગોઠવણીને આધારે થતી નથી. તેમાં એક ગુરુને બદલે બે લઘુ અથવા બે લઘુને બદલે એક ગુરુ ખુશીથી ચાલી શકે. લઘુની એક અને ગુરુની બે - એમ માત્રાઓ ગણતાં આખી પંક્તિની કુલ માત્રાઓનો સરવાળો નિયમ પ્રમાણે થવો જોઈએ. (૧) ચોપાઈ : માત્રા : ૧૫. ચરણ : ૪. તાલ : ૪ (૧, ૫, ૯
અને ૧૩મી માત્રાએ). દરેક ચરણમાં અંતિમ બે અક્ષરો અનુક્રમે લઘુ
અને ગુરુ હોય છે. ઉદાહરણ : લાંબા જોડે ટૂંકો જાય,
મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ,
શક્તિ વિચાર કરીએ કામ. (૨) અંજની ઃ આપણે ત્યાં આ છંદ મરાઠીમાંથી આવ્યો છે.
કવિ કાન્ત અને નાનાલાલે આ છંદને આપણે ત્યાં પ્રચલિત કર્યો છે. ચરણ : ૪ માત્રા : પ્રથમ ત્રણ ચરણમાં સોળ
સોળ અને ચોથા ચરણમાં દસ. ઉદાહરણ : આકાશે એની એ તારા !
એની એ જ્યોન્ઝાની ધારા, તરુણ નિશા એની એ ! દારા
ક્યાં છે એની એ ? (૩) દોહરો માત્રા : ૨૪. ચરણ : ૪. પહેલા અને ત્રીજા
ચરણમાં ૧૩ માત્રા, બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા. ચારે ચરણમાં ૧૧મી માત્રા લઘુ
જ હોય છે. તાલ : ૧, ૫, ૯ માત્રાએ. ઉદાહરણ : ૧. પ્રમુખસમ કો મંગલ નહિ, મૃત્યુ સમી નહીં આણ,
જગમ કો જંગલ નહિ, સત્ય સમી નહીં વાણ.
Page #164
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
અષાડ આવ્યો હે સખી; કેમ કરી કાઢું દન, નાથ નમેરા થઈ રહ્યા, હ્રદે પડિયાં 'એ રતન. ૩. કરતાં જાળ કરોળિયોં, ભોંય પડી ગભરાય. વણ તૂટેલે તાંતણે, ઉપર ચઢવા જાય. ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ, હૃદે ન ફૂલી રાધિકા ભમર કનૈયોલાલ.
૪.
(૪) રોળા : માત્રા ઃ ૨૪. ચરણ : ૪. તાલ : ૧, ૫, ૯, ૧૪, ૧૭; ૨૧ માત્રાએ.
ઉદાહરણ :
(૫) હરિગીત :
યતિ : ૧૧ અને ૧૩ માત્રાએ. અહીંયાં સહસ્રલિંગ તળાવ વિશાળ છૂતું, અહીંયાં પાટણ જૂનું અહીં આ લાંબું સૂતું. માત્રા : ૨૮. ચરણ : ૪. તાલ : ૩, ૬, ૧૦, ૧૩, ૧૭, ૨૦, ૨૪, ૨૭ માત્રાએ. ઉદાહરણ : ૧. નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી,
સુણીને પ્રશંસા હંસથી નળરાયને મનથી વરી મોટી સ્વયંવરની સભામાં સુરનરાદિકને ત્યજી, વરમાળા કોણે વહાલથી નૃપ નળ તણે કંઠે સજી. ૨. જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત ! ૩. તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી.
માત્રા : ૨૪. ચરણ : ૪. પહેલા અને ત્રીજા ચરણમાં ૧૧ માત્રા, બીજા અને ચોથા ચરણમાં ૧૩ માત્રા હોય છે. દોહરાને ઉલટાવીએ એટલે સોરઠો થાય છે. ચારે ચરણમાં અગિયારમી માત્રા લઘુ હોય છે.
તાલ : ૧, ૫, ૯, માત્રાએ. ઓ રસતરસ્યાં બાળ, રસની રીત મા ભૂલશો, પ્રભુએ બાંધી પાળ, રસસાગરની પુણ્યથી. માત્રા : ૩૭, ચરણ ઃ ૪. યતિ : ૧૦, ૨૦, ૩૦ માત્રાએ.
૧૪૪
(૬) સોરટો :
ઉદાહરણ :
(૭) ઝુલણા :
૨.
Page #165
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૪૫ 'તાલ : ૧, ૮, ૧૧, ૧૬, ૨૧, ૨૬, ૩૧ માત્રાએ. ઉદાહરણ : " જાગ ને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનમાં કોણ જાશે ? (૮) કુંડળિયો શરૂઆતમાં દોહરાનાં ચાર ચરણ, અને પછી
તેનાં ચાર ચરણને ઉલટાવીને સોરંઠાની ચાર લીટી આપવાથી તેમજ દોહરાના પ્રથમ શબ્દ
છેલ્લે લાવવાથી કુંડળિયો બને છે. ઉદાહરણ : ડોલે તરુવર ડાળીઓ, પવન ઝુલાવે પાન,
ઊડે મનોહર પંખીઓ, ગાતાં સુંદર ગાન. ગાતાં સુંદર ગાન, ધ્યાન ઈશ્વરનું ધરતાં, કરતાં વને કલોલ, રોજ આનંદે ફરતાં, સંપે રેતાં સાથ, પ્રીતનો પડદો ખોલે,
સુખિયાં પંખી રોજ, ડાળીઓ તરુવર ડોલે. (૯) છપ્પો :
છપ્પામાં કુલ છ લીટી હોય છે. તેમાંથી પહેલી ચાર લીટી રોળા છંદની અને છેલ્લી બે ઉલ્લાળા છંદની હોય છે. ઉલ્લળા છંદની દરેક લીટીમાં
૨૮ માત્રા અને ૧પ માત્રા પછી યતિ આવે છે. ઉદાહરણ : અમૃત અખંડ ઝરંત માડીની અનુપમ માયા.
ચિંતા-તાપ હરંત પિતાની પાવન છાયા, દયા ભાવભીની ભગિનીની નિત્ય નિગળતી. હૂંફ હામ દેનાર સહોદર સંગે મળતી આખી આલમ ટૂંઢતાં, પણ નહીં જ શોધ્યાં એ જડે,
ચમત્કાર સાચે જ જો એ સુભાગ્યવશ લય સાંપડે. (૧૦) સવૈયા એકત્રીસા : માત્રા : દરેક ચરણમાં એકત્રીસ. ચરણ : ૪.
તાલ : ૮. યતિ : ૧૬ ઉદાહરણ : ૧. આકાશે સંધ્યા ખીલી તી, માથે સાતમ કેરો ચાંદ,
બાગમાંહી ફરતા'તા સાથે, પૂછું હું ફૂલોનાં નામ. ૨. ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળો કેર ગયા કરનાર.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સરળ ગુજરાતી વ્યાકરણ
(૧૧) વિષમ હરિગીત : રિગીત છંદની લીટીમાંથી બે માત્રા ઓછી કરી ૨૬ માત્રાની લીટી બનાવવામાં આવે છે અને આવી લીટીઓનું મિશ્રણ હરિગીતની ૨૮ માત્રાની લીટીઓ સાથે કરવામાં આવે છે. મધ્યરાત્રિ સમે તને અલિ કોકિલા! આ શું ગમ્યું ? (૨૬ માત્રા) હાં મેહુલો વરસી રહ્યો તેણેથી તુજ મનડું ભર્યું. (૨૮ માત્રા) કાવ્યમાં ઉપર બતાવ્યાં તે સિવાય લોકગીતો અને ભજનોના ઢાળનો ઉપયોગ પણ થાય છે. ફારસી સાહિત્યના સંસર્ગથી આપણે ત્યાં ગઝલનો કાવ્યપ્રકાર પણ વિકસ્યો છે. ગઝલ છંદ નથી, પરંતુ કાવ્યપ્રકાર છે અને આપણા હિગીતને મળતું તેનું માપ છે.
ઉદાહરણ :
Page #167
--------------------------------------------------------------------------
________________
૨. અલંકાર અલંકાર એટલે શું?
સામાન્ય રીતે “અલંકાર'નો અર્થ “આભૂષણ થાય છે. એટલે કે, જેવી રીતે આભૂષણ સ્ત્રીના સૌન્દર્યમાં વધારો કરે છે તેવી રીતે કવિતાની સુંદરતા અલંકારો દ્વારા વધે છે. વાચકને સૌથી વધુ પ્રભાવિત કરે તેને આપણે ઉત્તમ કાવ્ય” કહીએ છીએ. અલંકારના પ્રયોગથી કવિના વક્તવ્યમાં અનોખી શક્તિ આવે છે. કવિનું વક્તવ્ય વાંચીને કે સાંભળીને ભાવક તેમાં તન્મય થઈ જાય છે. કાવ્યના ઉત્કર્ષમાં અલંકાર મદદરૂપ થતા હોવાથી કાવ્યમાં અલંકારનું સ્થાન અનોખું છે.
ભારતીય કાવ્યમીમાંસક ભામહની પૂર્વે કાવ્યના આંતર અને બાહ્ય બંને સ્વરૂપોને અલંકૃત કરનારાં ઉપાદાનો માટે અલંકાર પ્રયોજાતા હતા. એટલે કે, પહેલાં “અલંકારશાસ્ત્ર શબ્દ “સાહિત્યશાસ્ત્ર'નો પર્યાયવાચી શબ્દ મનાતો હતો. પરંતુ પછીથી કાવ્યના એક અંગ તરીકે અલંકારનો સ્વીકાર થયો અને તેની સાથે રસગુણ વગેરેનું પણ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું. એટલે અલંકારની વ્યાપકતા ઘટી ગઇ અને તે તેના મર્યાદિત અર્થમાં જ કાવ્યના ઉત્કર્ષના પોષક તત્ત્વ તરીકે સ્વીકારાયો.
પરંતુ મોટા ભાગના ભારતીય આચાર્યો અલંકારના મહત્ત્વથી એટલા બધા પ્રબાવિત થયા હતા કે તેમણે તો કેટલીક વાર કાવ્યના સર્વસ્વ તરીકે અલંકારોને ગણ્યા છે. મહર્ષિ વ્યાસે અગ્નિપુરાણમાં અલંકારોનું મહત્ત્વ સમજાવતાં અલંકારો વગરની કવિતાને વિધવા સમાન ગણી હતી.
| ‘અનંઋરિરહિતા વિવેવ મારતી " * આચાર્ય વામને ઉત્તમન્ના: કહીને સૌંદર્ય વધારનાર ઉપાદાનને જ અલંકાર માનેલ છે.
અલંકાર રમણીયતા જન્માવનાર છે, માત્ર ચમત્કાર ઉત્પન્ન કરનાર તત્ત્વ નથી. અલંકાર માત્ર વાણીની સજાવટ માટે નથી, તે તો ભાવની અભિવ્યક્તિના વિશેષ દ્વારરૂપ છે. ભાષાની પુષ્ટિ માટે, રાગની પરિપૂર્ણતા માટે અલંકાર આવશ્યક ઉપાદાન છે. તે વાણીનાં આચાર, વ્યવહાર,
૧૪૭
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સરળ ગુજરાતી વ્યાકરણ જ્ઞાતિ. નીતિ છે. ટૂંકમાં, વિચારોનો અને ભાવોનો વિકાસ બતાવનાર તથા વસ્તુઓનાં રૂપ, ગુણ અને ક્રિયાનો વિશેષ તીવ્ર અનુભવ કરાવવામાં ક્યારેક ક્યારેક સહાયક બનનાર ઉપાદાને તે અલંકાર છે. અલંકારના પ્રકાર :
ભારતીય કાવ્યશાસ્ત્રના સૌપ્રથમ આચાર્ય ભરતમુનિએ પોતાના સુપ્રસિદ્ધ ગ્રંથ “નાટ્યશાસ્ત્રમાં માત્ર ચાર અલંકારો-ઉપમા, રૂપક, દીપક અને યમક–નો જ ઉલ્લેખ કર્યો છે. મહર્ષિ વ્યાસે “અગ્નિપુરાણમાં અલંકારોની સંખ્યા સોળ બતાવી છે. આચાર્ય ભામહે “કાવ્યાલંકારમાં અડતાલીસ અલંકારોનો ઉલ્લેખ કર્યો છે. આ પછી અલંકારોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ઉદ્ભટ્ટ, દંડી, વામન વગેરે આચાર્યોના સમયમાં અલંકારોની સંખ્યા બાવન થઈ હતી અને રુચ્યક, ટ્વટ, મમ્મટ, ભોજ વગેરેના સમયમાં આ સંખ્યા એકસો એકાણું સુધી પહોંચી ગઈ હતી. આજે તો અલંકારો અસંખ્ય છે.
આચાર્ય રુધ્યકે તેના ‘અલંકાર-સર્વસ્વ' નામના ગ્રંથમાં અલંકારોને નીચેના સાત વિભાગોમાં વહેંચી નાખ્યા છે : (૧) સાદૃશ્યમૂલક, (૨) વિરોધમૂલક, (૩) શંખલામૂલક, (૪) ન્યાયમૂલક, (૫) વાક્યમૂલક, (૬) લોકન્યાયમૂલક અને (૭) ગૂઢાર્થમૂલક.
આચાર્ય અધ્યકનું આ વર્ગીકરણ જોકે વૈજ્ઞાનિક છે તે છતાં અન્ય આચાર્યોએ સુવિધા ખાતર નીચેના ત્રણ પ્રકારના અલંકારો વિશે વિવેચન કર્યું છે :
૧. શબ્દાલંકાર : જ્યાં અલંકારમાંની રમણીયતા શબ્દપ્રયોગ ઉપર આધારિત હોય.
૨. અર્થાલંકાર : જ્યાં અલંકારનું સૌંદર્ય અર્થમાં નિહિત હોય.
૩. ઉભયાલંકાર : જ્યાં શબ્દ અને અર્થ – બંને પ્રકારના ચમત્કાર હોય. ૧. શબ્દાલંકાર :
ભોજે “સરસ્વતી કંઠાભરણમાં શબ્દોના વૈચિત્ર્ય દ્વારા કાવ્યને અલંકૃત કરનાર ઉપાદાનોને શબ્દાલંકાર તરીકે ઓળખાવેલ છે :
'ये वृत्यत्यादिना शब्दमलंकर्तृमिहक्षमाः शब्दालंकार संज्ञास्ते।'
Page #169
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૪૯
કાવ્યને સંગીત સાથે ગાઢ સંબંધ છે. શબ્દનું મૂળભૂત તત્ત્વ ધ્વનિ અથવા નાદ છે. આથી શબ્દાલંકાર દ્વારા કાવ્યમાં આ નાદમય સૌંદર્ય વૃદ્ધિ પામે છે અને ત્યાં સંગીતતત્ત્વ પણ જોવા મળે છે. દા.ત. ‘ચારુ ચંદ્રનાં ચંચલ કિરણો ખેલી રહ્યાં હતાં જલથલમાં’ ઉપર્યુક્ત પંક્તિમાં ‘ચારુ’, ‘ચંદ્ર’ અને ‘ચંચલ’ શબ્દોની જગ્યાએ ‘સુંદર’, ‘મયંક’ અને ‘અસ્થિર’ શબ્દો મૂકીએ તો સમગ્રનું સૌંદર્ય નષ્ટ થઈ જશે.
કેટલાક મુખ્ય અલંકારો હવે તપાસીએ.
(૧) અનુપ્રાસ :
જ્યાં વાક્યમાં વર્ણ એક કરતાં વધુ વખત આવે, પછી ભલે તેમાં સ્વર સમાન ન હોય ત્યાં અનુપ્રાસ અલંકાર હોય છે. આના (અ) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઈ), (બ) શબ્દાનુપ્રાસ (યમક) અને (ક) અંત્યાનુપ્રાસ એવા ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. (અ) વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ :
પ્રભુના પ્રેમનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું.’ ઉપરની પંક્તિમાં ‘પ’ વર્ણ વારંવાર આવ્યો છે. તે કાને મધુર
લાગે છે.
આમ, એકનો એક વર્ણ વારંવાર આવે તેને વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ અલંકાર કહે છે.
અન્ય ઉદાહરણ :
(૧) સાગરે ભાસતી ભવ્ય ભરતી..
(૨) કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે.
(૩) કામિની કોકિલા કેલિ કૂજન કરે. (૪) : પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
(૫) પોષે છે જે પ્રણયી પરના પ્રાણ પીયૂષ આપી. તેને મૃત્યુ વિષજનિત હા, સંભવે ના કદાપિ.
(૬) ભૂલી ભૂલીને હું તને ભાળી હો, વાલમા, ગોતી ગોતીને થાઉં ગુમ.
(૭) કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સરળ ગુજરાતી વ્યાકરણ
( ૮ ) ધનતેરસે ધન ધોઈને, સજ્યા સોળ શણગાર. ( ૯ ) સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો !' (૧૦) પરોઢે પોઢીને પલભર, બે પાંપણ પરે (૧૧) હું બેઠી છું ને બાર વરસની,
બોલનારની બોબડી બંધ ન કરી દઉં ! (૧૨) માગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને. (૧૩) ચંચળ ચતુરા હ્રદયે ચાંપી, બેસાડે ખોળે. (૧૪) નટવર નિરખ્યાં નેન તેં.
(૧૫) કચેરીમાંહી કાજીનો નથી હિસાબ કોડીનો. (૧૬) દાખે દલપતરામ ખુદાવંત ખંડેરાવ. (૧૭) કેડિયે કોયલ ગ્રંથજો રે અમે કોમળ કોમળ. (૧૮) રે રેવા, રટણે રટણે તવ, ભારત આ રળિયાત. (બ) શબ્દાનુપ્રાસ અથવા યમક :
સમાન ઉચ્ચારવાળા પણ જુદા જુદા અર્થના શબ્દો આવે ત્યારે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે. El.d.
‘એકને જ નીચું એવી ટેક છેક રાખી એક.’
અહીં ‘એક’, ‘ટેક’, ‘છેક’, એ સરખા ઉચ્ચારવાળા પણ જુદા જુદા અર્થના શબ્દો છે. આથી શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર છે.
અન્ય ઉદાહરણ :
(૧) ચાલિયો વાટમાં જ્ઞાનના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો. (૨) છે મતવાલી, નથી નમાલી, નવાં લોહીની લાલી. (૩) રચના રચનાર રે ધણી, કરુણાળુ, કરુણા કરો ઘણી. પ્રભુતા પ્રભુ તારી તું ધરી મુજરો લૈ મુજ રોગ લે હરી. (૪) આજ મહારાજનો જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન, કુસુમવન, વિમલ,
પરિમલ ગહન નિજ ગગનમાં ઉત્કર્ષ પામે.
(૫) ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી.
(૬) કચરે ખરડ્યો, ખોળે બેઠો, વણસાડી શુભ સાડી રે. (૭) ગાયક ન લાયક, તું ફોગટ ફુલાણો છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(ક) અંત્યાનુપ્રાસ :
દરેક ચરણને અંતે સરખા ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. દા.ત.
‘વાગે બહુ જ સુકુમાર પગમાં શૂળ કાંટા કાંકરા, અતિ થાક લાગ્યો આકરો ચડતાં ઊતરતાં ટેકરા.
ઉપરોક્ત પંક્તિઓમાં અંતે ‘કાંકરા' અને ‘ટેકરા’ શબ્દો છે. તેનો ઉચ્ચાર સમાન હોવાથી મધુર લાગે છે. આથી અહીં અંત્યાનુપ્રાસ અલંકાર છે.
અન્ય ઉદાહરણ :
(૧) મધુર શબ્દ વિહંગ બધાં કરે, રસિકનાં હૃદયો રસથી ભરે.
(૨) સામસામા રહ્યા શોભે, વ્યોમ, ભોમ ને સોમ, ઇન્દુમાં બિન્દુ બિરાજે, જાણે ઉડ્ડગણ ભોમ.
(૩) નાનાં નાનાં વધુ ધરી શકે શોધમાં એ દિશામાં, રેલંતા એ રતિ વિવિધ શી ૐ શશીની નિશામાં. (૪) ફફડે ફફડે એની પાંખ,
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
(૫) હવે નજરનો ભાર, જીવનનો થઈ બેઠો આધાર.
(૬) ઉનાળે આભ નીચે, શિયાળે તાપણાં,
ચોમાસે પાણીનાં ઠેર ઠેર ખામણાં.
૧૫૧
(૭) નહિ ઉદ્વેગ તદિપ મુજને ઃ નયન નીરખે માત્ર તુજને. (૮) સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે,
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
(૯) હૃદય કો દ્રવતું નભમાં, શશી, ધવલ આ કરુણા ઢળતી કશી. (૧૦) એ હલે છે આવતાં ધીમો પવન.
થાય છે એવું જ મારા ચિત્તમાંહી યે ચલન. ૨. અર્થાલંકાર :
ભોજે અર્થગાંભીર્ય પ્રગટ કરનારને અર્થાલંકાર કહ્યા છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫ર
સરળ ગુજરાતી વ્યાકરણ अलमर्थमलंकत यध्वयुत्याद्ववाार्धाना। सेवा जात्यादयः प्रादौस्तेऽर्थालंकारः संज्ञाः ॥ .
એટલે કે જ્યાં અર્થ દ્વારા કાવ્યસૌન્દયમાં વૃદ્ધિ થાય ત્યાં અર્થાલંકાર છે. દા.ત.
‘તે રાજા સિંહની જેમ શત્રુ પર તૂટી પડ્યો.”
અહીં રાજાને શત્રુ પર તૂટી પડતો વર્ણવવામાં સિંહની જેમ એ શબ્દો વાપરવામાં આવ્યા છે. અર્થને સચોટ બનાવવાની ખૂબીથી ભાષાની સુંદરતા વધે છે. આથી આ અલંકારને અર્થાલંકાર કહે છે. હવે આપણે કેટલાક અર્થાલંકાર જોઈએ. (૧) ઉપમા :
એક વસ્તુને અમુક બાબતમાં બીજી સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર થાય છે. એટલે કે એક વર્ણવેલ (પ્રસ્તુત) વસ્તુની તેના કોઈ વિશેષ ગુણ, ક્રિયા. સ્વભાવ વગેરેની સમાનતાના આધારે અપ્રસ્તુત વગેરેની સાથે સરખામણી કરવામાં આવે ત્યારે આ ઉપમા અલંકાર બને છે. દા.ત. | ‘તે સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.'
અહીં સ્ત્રીના મુખને સુંદરતાની બાબતમાં ચંદ્રની સાથે સરખાવવામાં આવ્યું છે અને સરખામણી કરવા માટે “જેવું' શબ્દ વાપરવામાં આવ્યો
ઉપમામાં ચાર બાબતો હોય છે. (અ) ઉપમેય : જે વસ્તુને સરખાવવામાં આવી હોય તેનો ઉલ્લેખ.
દા.ત. મુખ'. (બ) ઉપમાન : તેને જે વસ્તુ સાથે સરખાવવામાં આવી હોય તેનો ઉલ્લેખ.
દા.ત. “ચંદ્ર. (ક) સાધારણધર્મ બંને વસ્તુમાં રહેલો સમાન ગુણ. દા.ત. સુંદર. (ડ) ઉપમાવાચક શબ્દ : સરખામણી દર્શાવનાર શબ્દ. દા.ત. જેવું.
કેટલીક વાર સાધારણ ધર્મનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. દા.ત. તે સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે.”
Page #173
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૫૩
ઉપમાના પ્રકાર ઃ ઉપમાના મુખ્ય બે પ્રકાર છે ઃ (અ) પૂર્ણોપમા
અને (બ) લુપ્તોપમા. અન્ય ઉદાહરણ :
(૧) સીવી રહી જે કાપડું, જીવન સમું એના.
(૨) ભમર સમો ભમતો પવન ને ભમરા સ્વયં મુજને ખીલેલા
(૩)
લાગતા.
આ અત્યારે કોઈ પૂર્ણ વિકસિત ફૂલ શી ઠરેલ યુવતી લાગે છે..
(૪) આવડી છોડી તો ફૂદાની પેઠમ ફરે તો ! (૫) માગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને ! (૬) ભર્યાં કદમ ભૂમિમાં નવજવાન શા ડોસલે ! (૭) સમૂળી ઊખડી ગયેલ મૃદુવેલ શી એ પડી ! (૮) તરલ તરણી સમી સરલ તરતી. (૯) હો સુખડ સમું ઉર મારું !
(૧૦) પાણીનાં મોજાં ઘોડાને દડાની જેમ ઉછાળે છે. (૧૧) ખોબાં જેવડાં ગુલાબ લલચાવતાં હતાં.
(૧૨) હિંદુસ્તાનનો નકશો જો ઊંધો પકડીએ તો એનો આકાર શિવલિંગ દેખાય છે.
(૧૩) કાળસમોવડ તરંગ ઉપર ઊછળે આતમનાવ. (૧૪) અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. · (૧૫) અનિલ શી ઝટ ઊપડી સાંઢણી. (૧૬) શિરીષ ફૂલ શી સુકોમળ સ્વભાવની હે ૨મા ! કઠોર મુજ સ્પર્શ જો થઈ ગયો, તું દેજે ક્ષમા. (૧૭) દેવો ને માનવોના મધુ મિલન તણા સ્થાન સંકેત જેવો,
દૈવી વૈમાનિકોના વિરતિ ભવન શો સિદ્ધ શૈલેષ ઊભો. (૧૮) ઝાકળ જેવું જીવી ગઈ તું ઃ હવે સ્મરણો ભીનાં. (૧૯) સૂર્યની જેમ સળગ્યો હું, ચંદ્રની જેમ ચોડવાયો છું. (૨૦) એની લઘુક વયની વ્હેન સરખી ઉષા.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સરળ ગુજરાતી વ્યાકરણ (૨૧) જતાં સ્વપ્ન જેવાં પણ અહીં વસે લોક.. (૨૨) પૃથ્વીના આનંદના સ્પંદન સમાં તરણાં હલે છે વારંવાર. (૨૩) વિષ સમ ગણી એની કાળી રોગાળી કાયા,
પુજન પુરબારે ફેંકી ચાલ્યા ગયા'તા. (૨૪) મધુર ઇન્દુ સમી સમતા-સુધા
વિમલ લલાટ થકી ઝરે. (૨૫) રાતરાણી-ફૂલમહીં ફૂલ બની ફોર્યો.
| ડાળથી બ્રે કીકી – એમાં મોગરો શો હોર્યો ! (૨) માલોપમા :
જ્યાં એક જ ઉપમેય માટે અનેક ઉપમાન મૂકેલા હોય ત્યાં માલોપમાં છે.
દા.ત. એનું મંજુલ મુખ શશી.સમાન સુંદર છે. કમળ સમાન મનોહર છે.'
અહીં “મંજુલ મુખ’ (ઉપમેય) માટે ‘શશી’ અને ‘કમળ ઉપમાન વાપરવામાં આવ્યાં છે. આથી અહીં માલોપમા.
અન્ય ઉદાહરણ : (૧) શ્રુતિચિંતનના સુખકાર સમું,
કવિના કંઈ કોમળ કાવ્ય સમું, પ્રણયી ઉરના શુચિ હાસ્ય સમું.
ગ્રહતી નવનીત કરે નવલું. (૨) શોભે જેવી શુચિ નીતરતી માનસેથી મરાલી.
વર્ષા કેરાં વિમળ જલમાં નાચતી વા મૃણાલી,
ઓચિંતી વા તનુ ચમકતી મેઘથી જેમ વીજ,
બાલા તેવી બની ગઈ ખરે અદ્ભુત સ્પર્શથી જ. (૩) અનન્વય :
એકની એક વસ્તુ ઉપમેય અને ઉપમાનના સ્થાને એક જ વાક્યમાં આવે ત્યારે તેને અનન્વય અલંકાર કહેવાય. અન + અન્વય = જેને અન્ય કોઈ ઉપમાન સાથે સંબંધ નથી તે. એમાં કોઈ બીજા ઉપમાન સાથે થોડા નહિ બેસતાં એનો સંબંધ એની પોતાની સાથે જ બંધાય છે. દા.ત.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૫
સરળ ગુજરાતી વ્યાકરણ
(અ) મા તે મા.
(બ) અબળાની શક્તિ તે અબળા જેવી.
આ વાક્યોમાં ઉપમેયનો સંબંધ કોઈ ઉપમાન સાથે થતો નથી, યોગ્ય ઉપમાનના અભાવે એનો સંબંધ એની પોતાની સાથે જ કરવામાં આવ્યો છે.
અન્ય ઉદાહરણ :
(૧) હીરો તે હીરો અને કાચ તે કાચ.
(૨) રામરાવણનું યુદ્ધ તે રામરાવણનું યુદ્ધ,
(૩) અપમાનિતા અપયશવતી તું, તો ય મા તે મા. (૪) વિક્રમ તે વિક્રમ જ છે.
(૫) તે સ્ત્રીનું મુખ તે એ સ્ત્રીનું જ મુખ છે, ભાઈ ! (૪) રૂપક :
જ્યારે સરખામણી છોડી દઈને બે સરખી ચીજ વચ્ચે કવિ એકરૂપતા સિદ્ધ કરે ત્યારે રૂપક અલંકાર થયો કહેવાય. બીજી રીતે કહીએ તો, ઉપમેય અને ઉપમાનનું સામ્ય તે ઉપમા અને ઉપમાનની એકરૂપતા તે રૂપક દા.ત.
‘તે સ્ત્રીનો મુખચંદ્ર અતિ સુંદર છે.’
અહીં સ્ત્રીના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું નથી, પરંતુ મુખ એ જ ચંદ્ર છે એમ કહેવામાં આવ્યું છે. આ રીતે બે જુદી જુદી વસ્તુઓ ઉપમેય અને ઉપમાન એક છે એમ કહેવાયું છે. આથી અહીં રૂપક અલંકાર છે. રૂપકના મુખ્ય બે પ્રકાર છે : (અ) અભેદ રૂપક અને (બ) તરૂપ રૂપક.
અન્ય ઉદાહરણ :
(૧) હૈયાના હોજમાંથી આ શું પાણી છલકાય છે ? (૨) રામ-રમકડું જડિયું, રાણાજી, મને રામ-રમકડું જડિયું, રૂમઝૂમ કરતું મારે મંદિરિયે પધારિયું, નહિ કોઈને હાથ ઘડિયું.
(૩) નાના મારા જીવનસરમાં દૃષ્ટિનું પદ્મ ઊગ્યું, તો યે એના સરવ દલને બંધ શો કારમો છે !
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સરળ ગુજરાતી વ્યાકરણ (૪) નીલી સાડી સરસ ફૂલની ભાતવાળી રૂપાળી ,
ને મુક્તાની રૂમઝૂમ થતી મેખલા અદ્ધિ કેરી.
હૈયે ઝીણી સરિત જળની સેરનાં મૌક્તિકોનાં - હારોવાળી લલિત અતિશે સ્ટોય સૌરાષ્ટ્રનારી. (૫) પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની. (૬) મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે, પાયો કસુંબીનો રંગ. (૭) પુલ નીચે વહેતી નદી તો સાચુકલી મા છે. (૮) તારી આંગળીઓ લાવ, તને પહેરાવું તડકાની વીંટી. (૯) આજ અલબેલડી વિમલ રસવેલડી.
સકળ સાહેલડી રાસ ખેલે. (૧૦) ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. (૧૧) બપોર એ એક મોટું શિકારી કૂતરું છે અને તે આકાશમાં
દોડે છે. (૧૨) ઉકરડો એ આપણું એક સનાતન સંસ્કૃતિકેન્દ્ર છે. (૧૩) પીત અને હરિતનો સંયોગ એ આભ અને ધરતીના મનનો
મેળ છે. (૧૪) પવનની આંગળી તૃણની સિતાર પર સારીગમ છેડી જાય છે. (૧૫) જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત ! (૧૬) પોચી તું રૂની પથારી હો, વાલમા !
શીળી તું આંબાની છાંય ! (૧૭) કામ તે કાચું નવ કીજીએ, જ્ઞાનચક્ષુએ નિરખોજી. (૧૮) જોઈને એ ક્યાંકથી મુજ દિલ મહીં, આનંદ કેરું મધ ગળ્યું. (૧૯) પરિશ્રમ અને અહિંસા સગાં ભાઈ-બહેન છે. (૨૦) ઍલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. (૨૧) મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે. ' (૨૨) ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો. (૨૩) કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ? (૨૪)સ્વાર્થજળના માછલાથી પરમાર્થબુદ્ધિની કલ્પના ન કરાઈ (૨૫) રૂપમતી અને બાઝ સંગીતના તાંતણે બંધાયાં હતાં.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૭.
સરળ ગુજરાતી વ્યાકરણ માલારૂપક : *
એક રૂપમાં જ્યારે એક જ ઉપમેયની જુદાં જુદાં ઉપમાનો સાથે એકરૂપતા બતાવવામાં આવી હોય ત્યારે તે માલારૂપક બને છે. દા.ત. ‘હિમાલય તપસ્વીઓની તપોભૂમિ, ધર્મનું પિયેર, સાધકોનું મોસાળ, અવધૂતની પથારી, ભૂલોકનું સ્વર્ગ છે.' (૫) પ્રતીપ :
પ્રતીપનો અર્થ વિપરીત થાય છે. આથી આ અલંકાર ઉપમા કરતાં વિપરીત, ઊલટો છે. ઉપમામાં ઉપમેય કરતાં ઉપમાનની શ્રેષ્ઠતા પ્રગટ થાય છે, પરંતુ આ અલંકારમાં આનાથી ઊલટું જોવા મળે છે. એટલે કે અહીં ઉપમાન કરતાં ઉપમેયની શ્રેષ્ઠતા જણાય છે. દા.ત. ઉપમામાં કહીએ કે તેનું મુખ શશી સમાન સુંદર છે. પરંતુ આપણે આનાથી ઊલટું આ પ્રતીપ અલંકારમાં એમ કદી શકીએ કે ‘શશી કોમળ મુખ સમાન સુંદર છે. અહીં શશીની સરખામણી કોમળ મુખ સાથે કરવામાં આવી છે.
પ્રતીપના પાંચ પ્રકાર છે : પ્રથમ પ્રતીપ. દ્વિતીય પ્રતીપ, તૃતીય પ્રતીથ, ચતુર્થ પ્રતીપ અને પંચમ પ્રતીપ: (૬) વ્યતિરેક :
જ્યાં ઉપમેય ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યાં વ્યતિરેક અલંકાર છે. દા.ત. *
(અ) રાજા સાગર જેવો ગંભીર છે.
(બ) ગંભીરતા એ વર્ણવું પણ અર્ણવમાં ખારાશ. . આ બે વાક્યોમાંના અર્થને વિચારીએ. પહેલા વાક્યમાં રાજાને ‘સાગર જેવો કહ્યો છે અને સાગરની ઉપમા આપી છે. હવે બીજું વાક્ય લઈએ. એમાં રાજાનું વર્ણન કરતાં કહ્યું છે કે ગંભીરતામાં એને સાગર સાથે વર્ણવું, પણ સાગરમાં ખારાશ છે, રાજામાં ખારાશ નથી. એટલે સાગર રાજાની તોલે ન આવે. આમ અહીં ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું ગયું છે. આને વ્યતિરેક અલંકાર કહે છે.
પ્રતીપ અને વ્યતિરેક બંનેમાં ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે છે. પરંતુ આ બે વચ્ચે એક મોટો ભેદ છે. પ્રતીપમાં
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સરળ ગુજરાતી વ્યાકરણ વર્ણન હેતુ વગર આપવામાં આવે છે, જ્યારે વ્યતિરેકમાં વર્ણન સાથે હેતુ પણ દર્શાવવામાં આવે છે.
અન્ય ઉદાહરણ : (૧) અળતો ચરણે જ બાપડો, શરમાતો ચરણોની લાલીથી (૨) કમળ થકી કોમળું રે વ્હેની ! અંગ છે એનું. (૩) વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે ! (૪) શીતળાએ શશી હાર્યો, મૂકી કળા પામે કષ્ટ,
તેજથી આદિત ફરી નાઠો. મેરુ કેરી પૃષ્ઠ. (૫) શિક્ષક એટલે બાપ કરતાં પણ વધારે. (૬) ગ્રહેશને શર્વરીપતિ તે ગોપ્ય ઊભા ફરે.
વૈદર્ભીના વકત્ર આગળ અમર તે આરતી કરે. (૭) શુક્રાચાર્ય નામ છે મારું, હુંથી કાળ પામે બીક જી. (૮) એ વખતે પ્રભાતનું સૌંદર્ય બિછાનાની સ્વચ્છતા કરતાં ઊતરતું
લાગે છે. (૭) ઉભેક્ષા : - એક વસ્તુ બીજી વસ્તુ હોવાની શંકા કે કલ્પના કરવામાં આવી હોય ત્યારે ઉભેક્ષા અલંકાર બને છે. આવા શબ્દો - જાણે, રમે, શકે, શું, લાગે, દીસે વગેરે છે. ક્યારેક આ શબ્દ અધ્યાહાર પણ હોય છે. દા.ત. ‘તે સ્ત્રીનું મુખ જાણે ચંદ્ર જોઈ લો.”
અહીં સ્ત્રીના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું નથી. તેમ મુખ એ જ ચંદ્ર છે એમ પણ કહેવામાં આવ્યું નથી. પરંતુ મુખ ચંદ્ર હોય એવી શંકા-કલ્પના કરવામાં આવી છે. અહીં – “જાણે શબ્દ પ્રયોજાયો છે. આ શબ્દ મુખ ચંદ્ર હોય એવી શંકા કે કલ્પના સૂચવનારો છે. આથી અહીં ઉભેક્ષા અલંકાર છે.
અન્ય ઉદાહરણ : (૧) હોડી જાણે આરબ ઘોડી. (૨) ઉપામરેણુએ આભ છાયો, શું સૈન્ય મોટું જાય. (૩) વેલ જાણે તેમની અવેવફૂલે ફૂલી.
Page #179
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૪) ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક સાધતાં, ધસી રહી શી-! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચના. (૫) નાનાં નાનાં વપુ ધરી શકે શોધતાં એ દિશામાં, રેđતા એ રતિ વિવિધ શી કૈ શશીની નિશામાં. (૬) ખૂંધ તારી શોભે કેવી - બુદ્ધિભાર - લચી જાણે નારી લતા. (૭) ગમે તે પંથની વ્હેરી જાણે પવનપાવડી.
૧૫૯
(૮) એની મૂંછોના આંકડા જાણે અત્યંત ઝેરી વીંછીના વળેલા લાલ ચટક બે ડંખ ના હોય !
(૯) એના આ શબ્દોમાં જૂનો જમાનો જ જાણે આ નવી સૃષ્ટિ નિહાળી ચકિત થઈ બોલી ઊઠે છે !
(૧૦) દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય !
(૮) દૃષ્ટાન્ત ઃ
આ અલંકારમાં ઉપમાન વાક્ય અને ઉપમેય વાક્ય વચ્ચે ‘જેમ’ ‘તેમ' જેવા સાદૃશ્યવાચક શબ્દો આવતા નથી. પણ એક વાક્યની વિગતોનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડે છે. દા.ત.
વસંતના વાયુ વાય, ફળે, ને સહકાર નમે :
સંસારનાં સફળ ફળતાં,
તેમ તેમ તમારી ડાળે નમતી : સન્માનથી સર્વદા તમે વિનયી થતા.
કવિશ્રી નાનાલાલે પોતાના ગુરુનું વર્ણન કરતી વખતે તેમની વાતને વસંતના વાયુની સાથે સરખાવી છે. આથી ‘વસંતના...નમે’ એ આખું વાક્ય ઉપમાન તરીકે આવ્યું છે અને ‘સંસારના...થતા’ સુધીનું આખું વાક્ય ઉપમેય તરીકે છે. વસંતના વાયુ વાય અને આંબા ફળતાં નમતા જાય તેમ તેમને સંસારનાં કાર્યોમાં સિદ્ધિ (ફળ) મળતી ગઈ તેમ તેમ નમ્ર થતા ગયા એમ વક્તવ્ય છે. આમ અહીં ગુરુની વાત સમજાવવા માટે વસંતની વાત દૃષ્ટાન્ત દ્વારા રજૂ કરવામાં આવી છે. આને દૃષ્ટાન્ત અલંકાર કહે છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
(૬)
૧૬૦
સરળ ગુજરાતી વ્યાકરણ અન્ય ઉદાહરણ : (૧) પીળાં પર્ણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં
ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં. (૨) ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ,
ભરતી એની ઓટ છે. ઓટ પછી જુવાળ. (૩) જે રહે કલ્પવૃક્ષની તળે, તેને શી વસ્તુ નવ મળે ?
જે જીવ જળમાં ક્રીડા કરે તે પ્રાણી ક્યમ તરસે મરે ? . મરતાં મરતાં સંતો બીજાંઓને સુખી કરે, , બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. પવનપાંખે ઊડતું હરણબચ્ચે ઓચિંતુ જ સામે શિકારીને જોતાં ફફડી ઊઠે એમ ગોવાની હાજરીમાં સંતી ફફડી ઊઠી. દાતરડું ચલાવતી હોય એમ કરપ કરતાંકને સ્નેહીજનના
સવાલને કાપી નાખ્યો. (૭) સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે. (૮) મેં તો દીઠો રાધાને સંગ ખેલંતો સાંવરો,
પીળી છે પાંદડી ને કાળવો છે બાજરો. ના, બાપ, ના. સાચો અણિશુદ્ધ ગરાસિયો કાંઈ સતીને
ભૂલે ? શંકર-પારવતીના જોગમાં કાંઈ મણા હોય ? (૧૦) કાળુ કલંક પણ ચંદ્રની શોભા વધારે છે તેમ ઉકરડો ગામની
શોભા વધારે છે. (૧૧) ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીંચીને નિસ્તબ્ધ ઊભી
રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું જ રહે છે. (૧૨) અને બધી પાછી હવામાં ઝાડ હાલે એમ વાંકી વળી વળી
હસવા લાગી. (૯) અર્થાન્તરજાસ :
સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા અથવા વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા થતું સમર્થન બતાવાય ત્યારે ત્યાં અર્થાન્તરન્યાસ અલંકાર છે. અર્થાન્તરન્યાસ એટલે બીજો અર્થ મૂકવો તે, એક વિધાનના સમર્થનમાં એ જ અર્થનું બીજું વિધાન મૂકવું તે. દા.ત.
Page #181
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૬૧ સીતા સમાણી સતી કોણ શાણી ? પતિપ્રતિજ્ઞા ય-સદા પ્રમાણી, કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી. વિનાશકાળે વિપરીત બુદ્ધિ.
અહીં સીતાની વાત પ્રથમ ત્રણ પંક્તિઓમાં કહી છે અને ચોથી પંક્તિમાં તેના સમર્થનરૂપે સામાન્ય વાત કહી છે. હવે આ પંક્તિઓ જુઓ :
પ્રભુથી સહુ કાંઈ થાય છે, અમથી થાય ન કાંઈ, રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંય. અહીં પહેલી પંક્તિમાં પ્રભુની શક્તિ વિશે સામાન્ય વાત કહી છે, એના સમર્થનમાં બીજી પંક્તિમાં રાઈ અને પર્વતની વિશિષ્ટ એટલે ખાસ વાત કહી છે.
દૃષ્ટાન્ત અલંકારમાં સામાન્ય વાતનું સામાન્ય વાત દ્વારા અથવા વિશેષ વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન થાય છે. જ્યારે અર્થાન્તરન્યાસમાં કાં તો સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા અથવા તો વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા સમર્થન થાય છે.
અન્ય ઉદાહરણ : (૧) કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.
ખફા ખંજર સનમનીમાં રહમ ઊંડી લપાઈ છે. (૨) અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં.
- ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજાયું આ અવનિમાં. (૩) ઉદ્યમે જ થતાં કાર્યો, નહીં માત્ર મનોરથે,
સૂતેલા સિંહના મુખ્ય પ્રવેશે મૃગ ના ભૂલે. નીચી દૃષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય?
શત લાંઘણ કેસરી કરે તોયે તૃણ નવ ખાય. (૫) ઊગે કમળ પંકમાં તદપિ દેવશિરે ચડે,
નહીં કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણ વડે. (૬) જેવી સંગતિમાં ભળે તે પણ તેવાં થાય.
ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થઈ જાય.
(૪) .
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સરળ ગુજરાતી વ્યાકરણ (૭) દ્યુતિ જે તને જિવાડતી ઘુતિ તે તને સંહારતી,
જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી. ' (૮) જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ એના ઉરમાં ઠરે. (૯) ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મસ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. (૧૦) અપ્રસ્તુતપ્રશંસા (અન્યોક્તિ) :
પ્રસ્તુત એટલે ચાલતો વિષય, જે વસ્તુનું વર્ણન કરતા હોઈએ તે ચીજ. અપ્રસ્તુત એટલે જે વસ્તુનું વર્ણન નથી કરતા, પરંતુ કોઈક કારણસર (ઉપમા આપવા કે એવા કોઈક કારણસર) જેને વર્ણનમાં ભેળવવામાં આવે તે ચીજ. ઉપમેય પ્રસ્તુત કહેવાય, ઉપમાન અપ્રસ્તુત કહેવાય. સ્ત્રીનું મુખ જોઈ કોઈ કહે કે વક્તાને મુખનું વર્ણન કરવું છે, પણ મુખને ચંદ્ર સાથે એકરૂપ માનીને પછી મુખને બદલે ચંદ્રનું વર્ણન કરવું છે. - જ્યારે અપ્રસ્તુતના વર્ણનમાંથી પ્રસ્તુતનું વર્ણન સૂચવાય ત્યારે અપ્રસ્તુતપ્રશંસા બને. આ અલંકારમાં પ્રશંસા'નો અર્થ વર્ણન થાય છે. વખાણ નહિ. આ અલંકારને અન્યોક્તિ પણ કહે છે.
આ અલંકારના ચાર પ્રકાર છે : (અ) સાદૃશ્યમાત્ર-મૂલા-અપ્રસ્તુત પ્રશંસા (શ્લિષ્ટા) (બ) સાદશ્યમૂલા (અશ્લિષ્ટા), (ક) સામાન્યમાંથી વિશેષ સૂચવાય છે, (ડ) વિશેષમાંથી સામાન્ય સૂચવાય છે. અન્ય ઉદાહરણ :
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં,
સમજૂથ માંહે રે સમરથ ગાજે સહી. (૧૧) અતિશયોક્તિઃ
(અ) જ્યારે ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. દા.ત. કોઈ સ્ત્રીના મુખને જોઈને કોઈ કહે કે “તે તો ચંદ્ર છે ચંદ્ર.
અહીં સ્ત્રીના મુખનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી પણ તેને ચંદ્ર કહેવામાં આવેલ છે. સ્ત્રીનું મુખ ઉપમેય ગણાય છે. ચંદ્ર ઉપમાન ગણાય. આથી અહીં ઉપમેયનો ઉલ્લેખ નથી ને ઉપમાને જ ઉપમેય હોવાથી અતિશયોક્તિ અલંકાર છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૬૩
(બ) જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ આ અલંકાર બને છે. દા.ત.
'આકાશધરા ત્યાં કંપ્યાં, ડોલ્યાં ચૌદ બ્રહ્માંડ.’
ઉપરોક્ત વાક્યમાં કોઈ બે વસ્તુની સરખામણી નથી, પણ હકીકતને ખૂબ વધારીને કહેવામાં આવી છે. આથી અતિશયોક્તિ અલંકાર છે. હવે નીચેની પંક્તિઓ જુઓ :
(૧) પડતાં પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા.
(૨) તેના ધનુષ્યટંકારની સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી.
ઉપરોક્ત પહેલા વાક્યમાં કાર્યને કારણની પહેલાં થતું બતાવવામાં આવ્યું છે. બીજી વાક્યમાં કાર્યને કારણની સાથે બનતું જણાવવામાં આવ્યું છે.
અતિશયોક્તિના મુખ્ય સાત પ્રકાર છે : (૧) રૂપાકાતિશયોક્તિ, (૨) ભેદકાતિશયોક્તિ, (૩) સંબંધાતિશયોક્તિ, (૪) અસંબંધાતિશયોક્તિ, (૫) અત્યંતાતિશયોક્તિ, (૬) અતિક્રમાતિશય્યક્તિ, (૭) ચપલાતિશયોક્તિ.
અન્ય ઉદાહરણ :
(૧) ઉપાનરેણુએ અભ્ર છાયો, જોજન કોટાનકોટ. (૨) સામસામા રહ્યા શોભે, વ્યોમ ભોમ ને સોમ; ઇન્દુમાં બિન્દુ બિરાજે, જાણે ઉડુગણ ભોમ. (૩) કાચે તે તાંતણે હરિજીએ બાંધી. (૪) કુંતી ! તારા કર્ણને પણ તું લેતી જા. (૫) જૂનું તો થયું રે દેવળ જૂનું રે થયું,
મારો દંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. (૧૨) વ્યાજસ્તુતિ ઃ
વ્યાજ એટલે બહાનું. વ્યાજસ્તુતિ એટલે કોઈ બહાના હેઠળ સ્તુતિ કરવી તે. જ્યારે દેખીતી નિંદાના બહાના હેઠળ કોઈની પ્રશંસા થતી હોય અથવા તો દેખીતી પ્રશંસાના બહાના હેઠળ કોઈની નિંદા થતી હોય ત્યારે આ અલંકાર બને છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સરળ ગુજરાતી વ્યાકરણ આ રીતે વ્યાજસ્તુતિના બે પ્રકાર પડે : (અ) નિંદામાંથી સ્તુતિ સમજાય છે અને (બ) સ્તુતિમાંથી નિંદા સમજાય છે.
(અ) નિંદામાંથી સ્તુતિ સમજાય છે.' (૧) ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટા વેરી હતા. (૨) સૂર્યદેવ ! તમારાં કિરણોએ શું ધોળું કર્યું? અંધકારનું મુખ
તો કાળું થઈ ગયું છે ! આ વાક્યોમાં દેખીતી નિંદા છે, પણ તેમાંથી સ્તુતિનો ભાવ ફુટ થાય છે. ગાંધીજીને કોઈના પણ દુમન કહેવા એ દેખીતી નિંદા છે, પણ હિંસા અને અસત્યેના દુશ્મન તરીકેનું તેમનું વર્ણન તેમને માટે શોભારૂપ છે. તે જ રીતે બીજા વાક્યમાં અંધકારનું મુખ કાળું થઈ ગયું એ ઉદ્દગાર દેખીતી રીતે સૂર્યદેવને નિંદારૂપ છે, પણ તેમાંથી અંધકારને પરાજિત કરી દીધો એ અર્થ નીકળે છે તે સૂર્યની સ્તુતિરૂપ છે.
(બ) સ્તુતિમાંથી નિંદા સમજાય છે. (૧) જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર આવો નર વસે;
કીધાં હશે વ્રતતપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર, (૨) અહો ! દુર્યોધન ! શી તમારી ન્યાયબલિહારી !
પાંડવોને એક તસુ પણ જમીન ન મળે ! આ વાક્યોમાં સ્તુતિને બહાને નિંદા કરવામાં આવી છે. સુદામાને જોઈને જાદવ સ્ત્રીઓ જે ઉદ્દગાર કાઢે છે તેમાં સુદામાના દીનદરિદ્ર વેશની સ્તુતિને રૂપે નિંદા સમજાય છે. બીજા વાક્યમાં સ્તુતિ દ્વારા દુર્યોધનના ન્યાયની અવળચંડાઈ બતાવી છે.
અન્ય ઉદાહરણ : (૧) ચાતક, ચકવા, ચતુર નાર પ્રતિદિન ફરે ઉદાસ,
ખર, ઘુવડ ને મૂર્ખ નર સુખે સૂએ નિજ વાસ.(અહીં પ્રથમ પંક્તિમાં ઉપરથી નિંદા પણ અંદરથી સ્તુતિ છે.
બીજી પંક્તિમાં ઉપરથી સ્તુતિ પણ અંદરથી નિંદા છે.) (૨) સભામાં સહુ હાસ્ય કરતા ! “આ રત્ન રથ ખેડતા.”
Page #185
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૧૩) વિરોધાભાસ :
બે ભિન્ન વસ્તુઓને એકસાથે રજૂ કરતાં વિરોધ ઉત્પન્ન થાય, પણ એ વિરોધનો.માત્ર આભાસ જ હોવાથી, તેને વિશે ઊંડો વિચાર કરતાં તે વિરોધનું શમન થઈ જાય છે. આને વિરોધાભાસ અલંકાર કહે છે. (અ) હે સિંધુ, તું ખારો છે, છતાં અમીરસભર્યો છે. (બ) જેઠ તપી રહ્યો જગમાં રે, એને શ્રવણ આંખે.
અહીં સિંધુ એકસાથે ખારો અને અમીરસભર્યો છે તે પ્રથમ દૃષ્ટિએ વિરોધ ઊભો કરે છે, પણ બીજી જ પળે વિચાર કરતાં સમજાય છે કે તેની અંદર જીવનનો અમીરસ (મીઠું) રહેલો છે.
બીજા વાક્યમાં પણ પ્રથમ નજરે જેઠ અને શ્રાવણનો વિરોધ લાગે, પણ તરત જ સમજાય છે કે જગતમાં જેઠ મહિનો ભલે તપી રહ્યો પરંતુ રડતી માની આંખમાંથી તો શ્રાવણ મહિનાની વર્ષાના જેવી આંસુની ધારા વહી રહી છે.
કેટલીક વાર વિરોધનો આભાસ શ્લેષથી ઉત્પન્ન થાય છે અને તેનું શમન પણ શ્લેષથી થાય છે. દા.ત.
‘હે શંભો, તમે શૂલવાળા છો છતાં નીરોગી છો, તમે વિષમ નેત્ર હોવા છતાં સમષ્ટિ ધરાવો છો.'
૧૬૫
અહીં ‘શૂલ’ શબ્દ પર શ્લેષ છે. તેના બે અર્થ થાય છે. (૧) પેટનો દુખાવો અને (૨) ત્રિશૂલ ઃ તે જ રીતે ‘વિષમ’ના પણ બે અર્થ થાય છે : (૧) એકી સંખ્યાવાળી (ત્રણ) અને (૨) સમતા વગરની. આમાં શબ્દનો પહેલો અર્થ વિરોધનો આભાસ ઊભો કરે છે અને બીજો અર્થ તેનું શમન કરે છે.
અન્ય ઉદાહરણ :
(૧) તમેય કેવાં છે અજબ દિયતે ! કે નયમાં અભવો ને ભાવે પણ મુજ રમી એક જ રહ્યાં !
(૨) જીત્યા જેઓ તે જ અંતે જિતાયા, જીત્યા તેઓ યુદ્ધમાં જે જિનાયા, જીત્યા જેઓ તે જ ક્લેશે મરાયા, જીત્યા તે જે ધર્મયુદ્ધે મરાયા.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૬
સરળ ગુજરાતી વ્યાકરણ (૧૪) સ્વભાવોક્તિ :
જેમાં વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્ર આપ્યું હોય તે અલંકારને સ્વભાવોક્તિ અલંકાર કહે છે. સ્વભાવોક્તિ એટલે જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું તે. દા.ત.
ન્ડાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે, વિદ્યુવલિ પ્રબળ ચમકી જ્યોતિ સાથે ભળે છે. સાહિત્યો મેં બહુ નવ દીસે એક પયંક માત્ર
થોડાં ઝીણાં રજનીવસનો પાસમાં વારિપાત્ર.
અહીં એક ઘરનો શયનખંડ રાત્રિને સમયે કેવો લાગે છે તેનું વાસ્તવિક ચિત્ર દોરેલું છે. તેને સ્વભાવોક્તિ ચિત્ર કહે છે.
શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી, શોધી કાઢે દયિત નયનો જોઈને દૃષ્ટ થાતી. ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે.
ક્રીડા એવી કંઈ કંઈ કરે મધ્યમાં દંપતી તે. અહીં ચક્રવાક અને ચક્રવાકીની પ્રેમક્રીડાનું સુંદર સ્વભાવોક્તિવાળું વર્ણન કરેલું છે.
અન્ય ઉદાહરણ : (૧) અહો ! ક્યારે ક્યારે થનનથન નાચી મૃગ રહે,
વળી એ કન્યાના ઘડીક પદ ચાટે જીભ વડે. (૨) પાડે તાળી, વજાડે ગાલ, આંતરી વળે ઉશૃંખલ બાળ. (૩) ઊંચે બધાં શિખર શ્વેત થયાં જણાય.
નીચે નદીવહનમાં તરુઓ તણાય. (૪) સાજન-મહાજન વચ્ચે ડ્રમકતો, નાચતો, નજાકતભર્યો, ચાંદીના
સામાનથી ચકમક થતો, કસાયેલો પેલો લીંબુમિયાંનો છે. (૫) મુખ નાસિકા મોહનનાં ચૂએ.
કર કપાળે દઈ આડું જુએ. (૧૫) સજીવારોપણ :
જ્યાં નિર્જીવમાં ચેતનનું આરોપણ કરવામાં આવે તેને સજીવારોપણ કહે છે. દા.ત.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૭
સરળ ગુજરાતી વ્યાકરણ
(અ) રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી. (બ) વૃક્ષાદિએ હરખથી નમી સ્વસ્તિ શબ્દો પુકાર્યા.
અહીં વૃક્ષ, પૃથ્વી વગેરે નિર્જીવ પદાર્થો પાસે તે સજીવ હોય તે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. આથી અહીં સજીવારોપણ, અલંકાર છે.
અન્ય ઉદાહરણ : (૧) નિશાને ઘોર અંધારે પુષ્પની પાંદડી રહે,
- પ્રભાતે સૂર્યના દર્શને નવા તેજે હસી પડે. (૨) આછી ઘેરી પુર ઉપરની ધૂમ્રની ધૂંધળીમાં,
ધીરે ધીરે અશ્વ ઊતરે અંધકાર. (૩) આકાશના અંચળ લગી ભર મેદિનીને માપતો,
આ ભ્રમિત પંથ પ્રલંબ પોઢે દેવના કરદંડ- શો, કાંઠે ભજન કરથી કરીને તાપ તનનો ટાળતી,
આશ્વાસ પળપળ અર્પતી, શી વાડ વિલસે વ્હાલથી. (૪) એના આ શબ્દોમાં જૂનો જમાનો જ જાણે આ નવી સૃષ્ટિ
નિહાળી ચકિત થઈ બોલી ઊઠે છે.
સીમમાં ઊભી, વાટ એકલી, રુએ, આખી રાત. (૬) લીલાં. ચરણાં અવનિએ ધયાં, તરુવર ઘેર ગંભીર.
શહેરની સડક સેજ વાત નવી જાય કહી. (૮) ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં,
ઝીણાં શિલ્પ કૈ કોતરી જાય પીછું.. (૯) નદી દોડ, સોડે ભડ ભડ બળે, ડુંગરવનો. (૧૦) નામવર ! તાકાત વધારે પડતી ઉદારતાથી શરમિંદી પડે છે. (૧૧) ઊભા. અવાબે છોડ મેં દૂરે રહીને દેખતાં,
અતિ ચપલકો સુરબાળને શા જોઈ વિસ્મય પામતાં ! કરના અનવરત કંપથી એ બાળને બોલાવતાં,
ને નીરનાં પણ નયન જો ! આશાભર્યા અવલોકતાં. (૧૨) વૃક્ષોએ પણ ખંખેરી નાખ્યાં હતાં ને નાગાપૂગાં થઈ
ઊભાં ઊભાં હવામાં નહાતાં હતાં. (૧૩) બહુ જ થોડા રવિવારો પોતાના આયુષ્યની અવધિ- ૨૪
જે તે
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સરળ ગુજરાતી વ્યાકરણ કલાકની – પૂરી કરી શકે છે.' (૧૪) સાંજવેળા તેજ, છાયા, ઘાસ - સૌ સાથે મળીને ખેલતાં. (૧૬) શ્લેષ :
- દ્વિઅર્થી શબ્દોને કારણે વાક્યના બે કે તેથી વધુ અર્થ થાય ત્યારે લેષ અલંકાર બને છે. દા.ત.
ચોમાસું આવતાં સૃષ્ટિ નવું જીવન મેળવે છે.' અહીં “જીવન” શબ્દના બે અર્થ થાય છે. (૧) જિંદગી અને (૨) પાણી.
એમનું હતું હૃદય કામ વિષે ડૂબેલું.” અહીં ‘કામ શબ્દના બે અર્થ (૧) કાર્ય અને (૨) વિષયવાસના થતાં હોઈ વાક્યના બે અર્થ થાય છે: (૧) એમનું હૃદય કાર્યમાં ડૂબેલું હતું. અને (૨) એમનું હૃદય વિષય વાસનામાં ડૂબેલું હતું.
અન્ય ઉદાહરણ : (૧) એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને.
(૨) રવિને પોતાનો તડકો ન ગમે તો તે જાય ક્યાં ? (૧૭) અપવ્રુતિઃ
ઉપમેયનો એક વાર નિષેધ કરીને પછી તેના પર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તેને અપવ્રુતિ અલંકાર કહે છે. અપત્તુતિ એટલે છુપાવવું તે. દા.ત.
આ ન શહેર, માત્ર ધૂમ્રના ધુંવા, * ન શહેર આ, કુરૂપની કથા,
ન આ શહેર, વિરાટ કો વ્યથા. અહીં ઉપમેય “શહેર’ છે તે “શહેર નથી' એમ કહીને નકારવામાં આવ્યું છે. આ રીતે ઉપમેયનો એક વખત નિષેધ કર્યા પછી તેના પર ઉપમાનનું આરોપણ કરવામાં આવ્યું છે.
રૂપક અને અપવ્રુતિ વચ્ચેનો તફાવત ધ્યાનપાત્ર છે.
અપવ્રુતિમાં પણ રૂપકની માફક ઉપમેય અને ઉપમાનની એકરૂપતા સધાય છે. પણ રૂપકમાં તે સીધેસીધી સધાય છે, જ્યારે અપહૃતિમાં ઉપમેયને પ્રથમ નકારવામાં આવે તે પછી જ તેના ઉપર
Page #189
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૬૯ ઉપમાનનું આરોપણ કરવામાં આવે છે. ઉપરના દૃષ્ટાન્તને રૂપક બનાવવું હોય તો આ પ્રમાણે લખવું જોઈએ ?
આ શહેર ધૂમના ધૂવા છે. કુરૂપની કથા છે, કોઈ વિરાટ વ્યથા છે. અન્ય ઉદાહરણ : (૧) ન હોય એ અભ્ર. એ તો ગરવો ગિરનાર છે. (૨) નહિ તે કંઈ દોષભર્યા નયનો. પણ નિર્મલ નેહસરોવર સારસ.
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ, એ જખમી દિન • શયનો ! (૩) ને સાંભળો જે સ્વર આ ફૂલેકે,
તે ના વાજાં બેન્ડનાં, કિંતુ મારી ભૂંડા દર્દે આમળા લે ગયેલી
આંતરડીઓ ત્રાસની ચીસ નાખે. (૪) નારી તારી નાસિકાનો ગો, નોય ભૂષણ ચિત્તનો ચોર,
રક્ત અધર હસે મંદ મંદ, નહિ હાસ્ય એ મોહનો ફંદ.
આ સિવાય પણ અર્થાલંકારના અન્ય પણ કેટલાક પ્રકાર છે. જેમ કે બ્રાન્તિમાન અથવા ભ્રમ, સંદેહ, સ્મરણ, ઉલ્લેખ, પ્રતિસ્તૂપમા, ઉદાહરણ, સમાસોક્તિ. અત્યુક્તિ, પરિકર, પરિકરાંકુર, વિષમ, વિસંગતિ, વિશેષોક્તિ. વિભાવના, યથાસંખ્યા કે ક્રમ, અન્યોન્ય, સાર, પર્યાય, કાવ્યાથપત્તિ, કાવ્યલિંગ, તણ, અતગુણ, મૌલિત, ઉન્મોલિત, મુદ્રા, પરિસંખ્યા, લોકોક્તિ, વ્યાજોક્તિ, ગૂઢ્યક્તિ, એકોક્તિ, વિનોક્તિ, પરિણામ, આક્ષેપ, અસંભવ, સમ, વિચિત્ર, અધિક, અલ્પ, વિશેષ, વ્યાઘાત, કારણમાલા, એકાવલિ, પરિવૃત્તિ, વિકલ્પ, સમુચ્ચય, સમાધિ, પ્રત્યેનીક, મિથ્યાધ્વસિત, લલિત, પ્રહર્ષણ, વિષાદન, ઉલ્લાસ, અવજ્ઞા, તિરસ્કાર, લેશ, રત્નાવલી, સામાન્ય પ્રશ્ન, ઉત્તર પ્રતિપ્રેધ, હેતુ વગેરે.
Page #190
--------------------------------------------------------------------------
________________
ર૩. અવ્યય : પ્રકાર નામ,સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદ એ એવી જાતનાં પદો છે કે જુદે જુદે વખતે તેમનાં રૂપોમાં કંઈ ને કંઈ ફેરફાર થાય છે. જેમ કે,
સર્વનામ : અમ-અમારું-અમારાં, તું-તને, તમે-તમને, તે-તેણેતેમાં, આપણે-આપણો-આપણાથી.
નામ છોકરો-છોકરી-છોકરું, છોકરા-છોકરાઓ, છોકરાં, છોકરાને, છોકરાથી, છોકરામાં વગેરે.
વિશેષણ : સારો સારી-સારં-સારા-સારાં વગેરે.
ક્રિયાપદ : આવે છે-આવ્યો-આવશે-આવું છું-અવાય છે-આવશેઆવ વગેરે.
આમ, નામ, સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદ એ ચારમાં ફેરફાર થાય છે. આ ફેરફાર માટે વ્યયી” શબ્દ વપરાય છે.
હવે નીચેનાં વાક્યો તપાસો : પુલિન જલદી આવો. કાનન જલદી આવી. પંખી જલદી આવ્યું.
ઉપરનાં વાક્યોમાં ‘આવ્યો, ‘આવી’, ‘આવ્યું એમ ફેરફાર થાય છે. પરંતુ “જલદી શબ્દ તો એમનો એમ જ રહે છે. એમાં ફેરફાર થતો નથી.
જે શબ્દમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તે અવ્યય કહેવાય છે.
અવ્યયના ચાર પ્રકાર છે : (૧) ક્રિયાવિશેષણ અવ્યય, (૨) નામયોગી અવ્યય, (૩) ઉભયાન્વયી અવ્યય અને (૪) કેવળપ્રયોગી અવ્યય. ૧. ક્રિયાવિશેષણ અવ્યય :
જે પદ નામના અર્થમાં વધારો કરે તે પદ વિશેષણ કહેવાય છે. વિશેષણનું કાર્યનામના અર્થમાં વધારો કરવાનું છે. પણ જે પદ ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને ક્રિયાવિશેષણ કહે છે. નીચેનાં વાક્યો જુઓ :
૧૭૦
Page #191
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૧) તે જલદી દોડ્યો. (૩) અરુણા સીડી પાસે ઊભી છે.
(૨) હું રોજ આવીશ.
બીજા વાક્યમાં ‘આવીશ' ક્રિયાપદનો સમય ‘રોજ’ અવ્યય બતાવે છે. ‘રોજ’ અવ્યય ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. ‘પાસે’ અવ્યય ‘ઊભી છે’ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. આ બધા અવ્યયો ક્રિયાવિશેષણનું કાર્ય કરે છે. તેઓ ક્રિયાવિશેષણ અવ્યય છે.
જે અવ્યયો ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે તેને ક્રિયાવિશેષણ અવ્યય કહે છે.
નીચેનાં વાક્યો વાંચો :
(૧) અહીં એક દૂરબીન છે. (૨) ત્યાં જશે નહીં. (૩) દિલીપ ઉપર છે.
૧૭૧
(૫) અમે અંદર બેઠા.
(૪) ચાવી નીચે પડી ગઈ. (૬) હું પાછળ ચાલીશ. ઉપર મોટા અક્ષરે છાપેલા અવ્યયો પોતાના ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. આ બધા ક્રિયાવિશેષણ અવ્યયો છે. અહીં, ત્યાં, ઉપર, નીચે, અંદર, પાછળ વગેરે સ્થળ બતાવે છે. ‘ઉપર’ અવ્યય 'છે' ક્રિયાપદનું સ્થળ બતાવીને ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. ઉપરના બધા જ અવ્યયો ક્રિયા ક્યાં થાય છે તે બતાવે છે. આમને સ્થળવાચક ક્રિયાવિશેષણ કહે છે. નીચેનાં વાક્યો જુઓ :
(૧) ગાડી હમણાં જ આવશે. (૩) સદા સાચું બોલો. (૫) સાંજે ફરવા જાઓ.
હું રોજ શાળાએ જાઉં છું.
કાલે રજા હતી. સવારે વાંચો.
(૨)
(૪) (૬)
ઉપરનાં વાક્યોમાં મોટા અક્ષરે છાપેલા શબ્દોમાં કદી ફેરફાર થતો
-
નથી. હમણાં જ, રોજ, સદા, કાલે, સાંજે, સવારે આ બધા ક્રિયાવિશેષણ અવ્યયો છે. આ બધા અવ્યયો ક્રિયાનો સમય દર્શાવે છે. ક્રિયા ક્યારે થાય છે તે બતાવે છે. આ બધાં પદો કાળવાચક ક્રિયાવિશેષણ અવ્યયો છે. નીચેનાં વાક્યો જુઓ :
(૧) નેહ ધીમે ચાલે છે.
(૩) ઉતાવળે ન ખાઓ. (૫)
ટ્રેન એકદમ ઊપડી.
(૨) તમે જલદી કરો. (૪) હળવે દોડો. (૬) સ્તુતિ ઝડપથી ચાલી.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સરળ ગુજરાતી વ્યાકરણ ઉપરનાં વાક્યોમાં ધીમે, જલદી, ઉતાવળે, હળવે, એકદમ, ઝડપથી – આ બધા ક્રિયાવિશેષણ અવ્યયો ક્રિયા કેવી રીતે થાય છે તે બતાવે છે. ક્રિયાની રીત બતાવીને ક્રિયાના અર્થમાં વધારો કરે છે. આ બધાં પદો રીતિવાચક ક્રિયાવિશેષણ અવ્યયો છે. ૨. નામયોગી અવ્યય :
નીચેનાં વાક્યો વાંચો : | (૧) ગામ બહાર તળાવ છે. (૨) રામ સાથે સીતા ગયાં..
(૩) ટેબલ પર પુસ્તક મૂકો. (૪) મંદિર પાસે વૃક્ષ છે. (૫) છરી વડે શાક કાપો. (૬) ઝાડ નીચે બેસો.
ઉપરનાં વાક્યોમાંનાં બહાર, સાથે. પર, પાસે, વડે. નીચે – આ બધાં પદોનાં સ્વરૂપમાં કદી ફેરફાર થતો નથી. આ બધાં પદો અવ્યય છે. આ બધાં પદો ગામ બહાર, રામ સાથે, ટેબલ પર, મંદિર પાસે, છરી વડે એમ નામ સાથે વપરાય છે. આ બધાં નામયોગી અવ્યય છે. નીચેનાં વાક્યો જુઓ : (૧) મારી ખાતર આટલું કરો. (૨) તેની પાસે એક બંગલો છે. (૩) આપણી આજુબાજુ શું ચાલે છે ?
ઉપરના ખાતર, પાસે, આજુબાજુ અવ્યયો વાક્યમાં વપરાયા છે. મારી, તેની, આપણી આ બધાં સર્વનામો છે. આ પણ નામયોગી અવ્યયો છે.
જે અવ્યય નામ કે સર્વનામ સાથે વપરાય છે તે નામયોગી અવ્યય કહેવાય છે. ૩. ઉભયાન્વયી અવ્યય :
નીચેનાં વાક્યો જુઓ : (૧) નેહ અને પુલિન જાય છે. (૨) ગાય તથા ભેંસ ચરે છે. (૩) ચા કે કૉફી ચાલશે.
ઉપરનાં વાક્યોમાં અને, તથા કે વગેરે અવ્યય છે. અહીં અને અવ્યય નેહ અને પુલિનને જોડે છે. તથા અવ્યય-ગાય અને ભેંસને જોડ છે; કે અવ્યય ચા અને કેફીને જોડે છે. નેહ, પુલિન: ગાય, ભેંસ: ચા, કૉફી – આ બધાં પદો નામ છે. ઉપરના અવ્યયો નામને જોડે છે. આ અવ્યયો
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૩
સરળ ગુજરાતી વ્યાકરણ ઉભયાન્વયી અવ્યયો છે..
જે અવ્યયો બે નામને જોડે છે તેને ઉભયાન્વયી અવ્યય કહે છે. ઉભય એટલે બે- બે નામને જોડવાનું કામ કરે છે. ઉભયાન્વયી અવ્યય બે વાક્યને પણ જોડે છે. નીચેનાં વાક્યો જુઓ : (૧) હેતલ રમે છે અને શૈલ વાંચે છે. (૨) શ્વેતલ હોશિયાર છે પણ આળસુ છે. (૩) તમે ગયા તેથી હું આવ્યો નહીં.
ઉપરનાં વાક્યોમાં અને, પણ, તેથી અવ્યયો બે વાક્યોને જોડે છે. આ પણ ઉભયાન્વયી અવ્યયો છે.
જે અવ્યય બે નામ કે બે વાક્યને જોડે છે તેને ઉભયાન્વયી અવ્યય કહે છે. ૪. કેવળપ્રયોગી અવ્યય :
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરેની લાગણી જાગતાં જે શબ્દ મોંમાંથી આપોઆપ સરી પડે તેને કેવળપ્રયોગી અવ્યય કહે છે. આ અવ્યય વાક્યમાં હોવા છતાં એને વાક્યનાં બીજા પદો સાથે કશો સંબંધ નથી. એ અવ્યયનો કેવળ અર્થની દૃષ્ટિએ પ્રયોગ કરવામાં આવે છે. આથી એ કેવળપ્રયોગી અવ્યય કહેવાય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
ર૪. વિશેષણઃ પ્રકાર (૧) રાતો ઘોડો સૌથી આગળ દોડે છે. (૨) આ વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ છે.
ઉપરનાં વાક્યોમાં રાતો', “ત્રીસ – એ શબ્દો અનુક્રમે “ઘોડો', “વિદ્યાર્થીઓ' એ નામોના અર્થમાં વધારો કરે છે, એટલે કે એ નામો વિશે વિશેષ હકીકત કહે છે. નામના અર્થમાં વધારો કરનાર આવા શબ્દોને વિશેષણ કહે છે. જે નામના અર્થમાં વિશેષણ વધારો કરે છે તેને વિશેષ્ય કહે છે. ઉપરના પહેલા વાક્યમાં “રાતો' વિશેષણ છે, ઘોડો’ તેનું વિશેષ્ય છે. વિશેષણના પ્રકાર : ૧. ગુણવાચક વિશેષણ :
ભલો છોકરો. દયાળુ રાજા. સસ્તું અનાજ. ધર્મિષ્ઠ શેઠ.
ઉપરના મોટા અક્ષરવાળું દરેક વિશેષણ તેની નજીકના નામ (વિશેષ્ય)નો ગુણ બતાવી તેના અર્થમાં વધારો કરે છે. આવાં વિશેષણોને ગુણવાચક વિશેષણ કહે છે. ૨. સંખ્યાવાચક વિશેષણ : ૧. એક પ્રધાન, ચાર પુસ્તકો. ૨. બીજો છોકરો, ચોથું ઘર. ૩. ડઝન કેરી, કોડી પતંગ. ૪. પા રૂપિયો. સવા શેર. ૫. એકવડું કપડું, બમણા રૂપિયા. ૬. થોડાં માણસો, કેટલાંક ફૂલ.
ઉપરના મોટા અક્ષરવાળું દરેક વિશેષણ સંખ્યા બતાવી તેની નજીકના નામ(વિશેષ્ય)ના અર્થમાં વધારો કરે છે. આવાં વિશેષણોને સંખ્યાવાચક વિશેષણ કહે છે.
ઉપરનાં ઉદાહરણ ૧ થી ૫ નાં સંખ્યાવાચક વિશેષણો નિશ્ચિત એટલે ચોક્કસ સંખ્યા બતાવે છે. આવાં વિશેષણોને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ ૬નાં વિશેષણ, નિશ્ચિત સંખ્યા દર્શાવતાં નથી, આવાં વિશેષણોને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. થોડું ઘણું, પુષ્કળ, સઘળું, બધુંવસું, સર્વ. ઓછું અલ્પ જરા, બાકીનું, કેટલુંક અન્ય, કંઈક, કોઈ અમુક વગેરે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણો છે.
૧૭૪
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૫
સરળ ગુજરાતી વ્યાકરણ
નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણો – (૧). પૂર્ણ સંખ્યા બતાવતો હોય છે – એક, બે, દસ, સો વગેરે. (૨) ક્રમ બતાવતાં હોય છે – પહેલું, દસમું, સોમું, વચલું, છેલ્લું વગેરે. (૩) સંખ્યાનો સમૂહ બતાવતાં હોય છે – દસકો, સૈકો, સેંકડો વગેરે. (૪) સંખ્યાનો ભાગ બતાવતાં હોય છે – અધું, અઢી, સાડા ત્રણ વગેરે. (૫) સંખ્યા કેટલા ગણી છે તે બતાવતાં હોય છે – એકવડું, સવાયું, દોઢે, બેવડું, બમણું, ત્રણ ગણું વગેરે. ૩. પરિમાણવાચક વિશેષણ : (૧) થોડું દૂધ. બધું કામ. જરા મીઠું. વધારે ઘી. (૨) પ્યાલો દૂધ. ખોબો પાણી. મણ બાજરી.
ઉપરનાં મોટા અક્ષરવાળાં વિશેષણો સંખ્યા નહિ, પણ માપ બતાવે છે. આવાં વિશેષણોને માપવાચક એટલે કે પરિમાણવાચક વિશેષણો કહે છે.
ઉપરના ઉદાહરણ ર માં પ્યાલો', “ખોબો', “મણ” એ દરેક નામ છે. પણ અહીં પરિમાણવાચક વિશેષણ તરીકે વપરાયેલ છે.
પરિમાણવાચક વિશેષણ તરીકે વપરાતા શબ્દ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે પણ વપરાય છે. એટલે આ બંને પ્રકારનાં વિશેષણ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. આવો કયો શબ્દ અર્થ સૂચવે છે તે પરથી તે નક્કી કરી શકાય. દા.ત., (૧) મેં ઘણી ચા પીધી છે. (પરિમાણવાચક વિશેષણ) (૨) ત્યાં ઘણી છોકરીઓ રમે છે. (અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ) ૪. દર્શક વિશેષણ : (૧) આ ચિત્ર જુઓ. (૨) એ શાક લાવશો નહિ. (૩) તે છોકરો વાંચે છે. (૪). પેલું ઝાડ ઘણું ઊંચું છે.'
‘આ’, ‘એ. તે’, ‘પેલું એ શબ્દોને દર્શક સર્વનામ તરીકે વપરાયેલા આપણે જોઈ ગયા છીએ. ઉપરનાં વાક્યોમાં એ વિશેષણ તરીકે વપરાયાં છે. તેથી તેમને દર્શક વિશેષણ કહે છે. દર્શક સર્વનામો વિશેષણ તરીકે વપરાય છે ત્યારે તે દર્શક વિશેષણ કહેવાય છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૬
૫.
પ્રશ્નવાચક વિશેષણ : (૧) કયો માણસ આવ્યો હતો ? (૨) તમે શો જવાબ લાવ્યા છો ? (૩) કેવી વાત કરો છો ?
સરળ ગુજરાતી વ્યાકરણ
‘કયો', ‘શો’, ‘કેવી’ - એ શબ્દો પ્રશ્નવાચક સર્વનામ તરીકે વપરાય છે, પણ ઉપરનાં વાક્યોમાં વિશેષણ તરીકે અને પ્રશ્ન પૂછવા માટે વપરાયા છે. પ્રશ્ન પૂછવા માટે વપરાતાં આવાં વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહે છે.
સાપેક્ષ વિશેષણ :
૬.
(૧) જેવાં બી વાવશો તેવાં ફળ મળશે.
(૨) જે કામ કરો તે જોઈ વિચારીને કરજો.
ઉપરનાં વાક્યોમાં સાપેક્ષ સર્વનામ વિશેષણ તરીકે વપરાયાં છે. આવાં વિશેષણને સાપેક્ષ અથવા સંબંધક વિશેષણ કહે છે. વિશેષણનું વિશેષણ :
૭.
(૧) તે ઘણો પરોપકારી માણસ છે.
ઉપરના વાક્યમાં ‘પરોપકારી’ એ ‘માણસ’નું વિશેષણ છે, અને ‘ઘણો’ એ ‘પરોપકારી’નું વિશેષણ છે. આ રીતે વિશેષણને પણ વિશેષણ હોય છે. તે અગાઉ જણાવેલા પ્રકારોમાંથી એકાદ પ્રકારનું હોય છે. આ રીતે અર્થ પ્રમાણે વિશેષણના સાત પ્રકાર છે. વાક્યમાં તેના સ્થાન પ્રમાણે પણ તેના પ્રકાર પડે છે. તે નીચે મુજબ છે : અનુવાદ્ય વિશેષણ :
૧.
(૧) પેલું સુંદર ફૂલ લાવો.
ઉપરના વાક્યમાં ‘સુંદર’ એ વિશેષણને વિશેષ્યની આગળ મૂકવામાં આવ્યું છે. આ રીંતે જે વિશેષણને વિશેષ્યની આગળ મૂકવામાં આવ્યું હોય તેમને વિશેષણ કહે છે. અનુવાદ ર. વિધેય વિશેષણ :
(૧) પેલું ફૂલ સુંદર છે.
ઉપરના વાક્યમાં વિશેષણને વિશેષ્ય પછી મૂકવામાં આવ્યું છે. આવાં વિશેષણને વિધેય વિશેષણ કહે છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧.
જાતિ
વિશેષણના રૂપ પ્રમાણે પણ બે પ્રકાર પડે છે. તે નીચે મુજબ છેઃ
વિકારી વિશેષણ : -એકવચન
નર
નારી
નાન્યતર
બહુવચન સારા છોકરાઓ સારી છોકરીઓ
સારો છોકરો
સારી છોકરી સારું છોકરું
સારાં છોકરાંઓ
ઉપરનાં ઉદાહરણોમાં વિશેષ્યનાં જાતિ - વચન પ્રમાણે ‘સારું’ એ વિશેષણના રૂપમાં ફેરફાર થયા છે. આ પ્રમાણે જે વિશેષણના રૂપમાં વિશેષ્યનાં જાતિ - વચન પ્રમાણે ફેરફાર થાય છે તેને વિકારી વિશેષણ કહે છે.
ર.
અવિકારી વિશેષણ : હોશિયાર છોકરો
હોશિયાર છોકરી
હોશિયાર છોકરું
૧૭૭
હોશિયાર છોકરાઓ હોશિયાર છોકરીઓ
હોશિયાર છોકરાંઓ
ઉપરનાં ઉદાહરણોમાં વિશેષ્યનાં જાતિ અને વચનને કારણે ‘હોશિયાર’ એ વિશેષણના રૂપમાં કોઈ ફેરફાર થયો નથી. આ રીતે જે વિશેષણના રૂપમાં વિશેષ્યનાં જાતિ-વચનને કારણે કંઈ ફેરફાર થતો નથી તેને અવિકારી વિશેષણ કહે છે. -
આમ, સ્થાન પ્રમાણે વિશેષણના બે પ્રકાર છે : અનુવાદ્ય અને વિધેય. રૂપ પ્રમાણે તેના બે પ્રકાર છે ઃ વિકારી અને અવિકારી. દરેક વિશેષણ બેમાંથી એક પ્રકારનું હોય છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
રપ. રૂઢપ્રયોગો અને કહેવતો રૂઢપ્રયોગો : નીચેના વાક્યો વાંચો : ૧. મને તો એમ હતું કે રમણભાઈના હાથ આભે પહોંચ્યા છે. ૨. મોટા ભાઈના કાન કોઈકે ફૂંક્યા લાગે છે. ૩. હિતેશે કાકાની આંખમાં ધૂળ નાખી. ૪. ધૂળ પડી તારા નામ પર ! ૫. કેરીની સોડમ આવી અને સ્તુતિના મોંમાં પાણી છૂટ્યું.
આવા કાળા અક્ષરે છાપેલા શબ્દોનો અર્થ આપણે વાચ્યાર્થ પ્રમાણે નથી કરતા, પણ ચાલતી આવેલી રૂઢિ પ્રમાણે જ કરીએ છીએ. “આભે હાથ પહોંચવા એટલે બહુ જ મોટા અને બળવાન હોવું; કાન ફૂંકવા એટલે મનમાં વહેમ પેસાડી દેવો; “આંખમાં ધૂળ નાખવી એટલે છેતરવું; ધૂળ પડવી એટલે ધિક્કાર હોવો; “મોંમાં પાણી છૂટવું એટલે ખાવાનું મન થઈ જવું એવો અર્થ જ આપણે સમજતા હોઈએ છીએ.
રૂઢપ્રયોગો દરેક ભાષામાં હોય છે અને ભાષાનો અર્થ અભિવ્યક્ત કરવાની શક્તિને એ ઘણા ઉપકારક નીવડે છે. ઘણી વાર એકાદ સમુચિત રૂઢપ્રયોગ દ્વારા ભાવ જેટલી સચોટતાથી વ્યક્ત થઈ શકે છે તેટલો અનેક વાક્યો દ્વારા થઈ શકતો નથી. દાખલા તરીકે “જ્ઞાનેશે વાંચી વાંચીને લોહીનું પાણી કરી નાખ્યું, પણ એના ભાગ્યમાં જ જશ નહિ એટલે બીજું શું થાય ?" એમ આપણે કહીએ ત્યારે “લોહીનું પાણી કરી નાખ્યું” એ ચાર શબ્દો દ્વારા જે અસાધારણ મહેનતનો ભાવ સૂચવાય છે તે બીજી રીતે સૂચવાવો મુશ્કેલ હોય છે.
રૂઢપ્રયોગો અને કહેવતો એ બેની વચ્ચે તફાવત છે. કહેવતો પરેપરો અર્થ વ્યક્ત કરનારાં વાક્યો છે; તેથી સ્વતંત્ર વાક્ય તરીકે એને વાપરી શકાય છે. રૂઢપ્રયોગો ઘણુંખરું ક્રિયાપૂરક કે વિશેષણ તરીકે વપરાય છે. એટલે તેમને એકલાં વાપરી શકાતા નથી, અને ક્રિયાપૂરક તરીકે વપરાય ત્યારે પણ અમુક વિશિષ્ટ ક્રિયાપદની સાથે જ એ વપરાતાં હોય છે. દાખલા તરીકે લોહીનું પાણી” એ શબ્દો પછી “કરવું” કે “થઈ જવું” ક્રિયાપદ જ મૂકી શકાય. આમ, ઘણાખરા રૂઢપ્રયોગો અમુક ખાસ ક્રિયાપદ સાથેનાં રૂઢપ્રાપ્ત
૧૭૮
Page #199
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૭૯ ક્રિયાપૂરકો હોય છે અને એનો રૂઢાર્થ લેવાથી જ વાક્યનું તાત્પર્ય સમજી શકાય છે.
જે શબ્દો જે ક્રમમાં વાપરવાની ભાષાની રૂઢિ હોય તે જ શબ્દો તે જ ક્રમમાં વાપરવા જોઈએ. દા.ત. આપણે ત્યાં ‘પેટ પકડીને હસ્યો' એમ કહેવાની રૂઢિ છે. તેને બદલે ‘ઉદર પકડીને હસ્યો’ એમ ન કહેવાય. તેમ જ ઢોરઢાંખર, વાસણકુસણ, ચીજવસ્તુ વગેરે શબ્દોની ઊલટસૂલટ કરીને ઢાંખરઢોર, કૂસણવાસણ, વસ્તુચીજ એમ કહેવાય નહિ.
નીચે થોડા પ્રયોગો આપ્યા છે તેનો અભ્યાસ કરો : (૧) એના તો અગત્યના વાયદા હોય છે.
(એની મુદત કદી પૂરી થતી જ નથી હોતી.) નાની બહેન તો બાની આંખની કીકી છે. - (બહુ જ વહાલી છે.) એ એમ એકનો બે થાય તેમ ક્યાં છે ? .
(પોતાની હઠ છોડે તેમ ક્યાં છે ?) (૪) ભાઈનો સ્વભાવ જ એક ઘા ને બે કકડા કરવાનો હતો.
(તડ ને ફડ, ચોખેચોખ્ખું કહી દેવાનો હતો.) પુલિનને તો બા મળી એટલે ગોળનું ગાડું મળ્યું. (વધુમાં વધુ ગમતી વસ્તુ મળી.) અનિલ અંદર આવ્યો કે તરત જ અધિકારીએ તેનો ઉધડો લઈ નાખ્યો.
(એકદમ ધમકાવી જ કાઢ્યો.) (૭) એમ જીવતી માખ ન ગળાય.
(જાણી બુઝીને એવું જોખમી કામ ન કરાય.) આટલામાં થાકી ગયા? આ તો હજી પાશેરામાં પહેલી પૂણી છે.
(શરૂઆત જ છે.) (૯) દિલીપ જાનગરો છે.
(જીવનને જોખમે મળી શકે તેવો છે.) (૧૦) રમેશથી શેકેલો પાપડ ભાંગી શકાય તેમ નથી.
(એ તદન નબળો ને નકામો છે.)
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સરળ ગુજરાતી વ્યાકરણ કહેવતોઃ
કહેવત લોકજીવનના ડહાપણ અને અનુભવનો અર્ક છે. ભાષાનો ઉપયોગ કરતાં કરતાં સ્વાભાવિક રીતે જ દરેક દેશ અને કાળના લોકો જમાને જમાને કહેવતો જોડીને કામ ચલાવતા હોય છે.કહેવતો અને રૂઢિપ્રયોગોથી ભાષા સમૃદ્ધ અને શક્તિશાળી બને છે. લોકજીવન અને સાહિત્યનો સંપર્ક જેને હોય છે તે સ્વાભાવિક રીતે જ સંખ્યાબંધ કહેવતો જાણી શકે છે અને તેનો યોગ્ય ઉપયોગ પણ કરી શકે છે. સમાનાર્થી કહેવતો : (૧) કાંકરે કાંકરે પાળ બંધાય.
ટીપે ટીપે સરોવર ભરાય. નાને કોળિયે ઝાઝું જમાય. દાઝયા ઉપર ડામ. પડ્યા ઉપર પાટુ.
જશ ઉપર જૂતિયાં. (૩) કરે ચાકરી તે પામે ભાખરી.
કરે સેવા તેને મળે મેવા. ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે. છાશ લેવા જવી ને દોણી સંતાડવી? હસવું ને લોટ ફાકવો એ બે બને ? નાચવા જવું ને ઘૂંઘટો તાણવો ?
ભીખ માગવી ને ભરમ રાખવો ? વિરુદ્ધાર્થી કહેવતો: (૧) પારકી આશ સદા નિરાશ. વાડ વગર વેલો ન ચડે. (૨) ઝાઝા હાથ રળિયામણા. એકડે એક ને બગડે છે. (૩) મોટા એટલા ખોટા. ઘરડાં ગાડાં વાળે.
બોલે તેના બોર વેચાય. ન બોલ્યામાં નવ ગુણ. (૫) જર ચાહ્ય સો કર. જર, જમીન ને જોરુ,
ત્રણ કજિયાના છોરુ. (૬) અક્કર્મીનો પડિયો કાણો. ભાગ્યશાળીને ભૂત રળે.
(૪)
Page #201
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૮૧ (૭) ઓળખાણ મોટી ખાણ છે. ઓળખીતો સિપાઈ જેલમાં પૂરે. (૮) ચેતતા નર સદા સુખી. વધુ ડાહ્યો વધુ ખરડાય. (૯) બાપ તેવા બેટા ને દીવા પાછળ અંધારું.
વડ તેવા ટેટા. (૧૦) પંચ બોલે તે પરમેશ્વર. ગામને મોંએ ગરણું ન બંધાય. અન્ય ઉદાહરણો :
રંગ રહેવો – વાહવાહ થવી; આબરૂ વધવી, મુખ મરડવું – તિરસ્કાર કે અણગમો સૂચવવો. મૂલ આંકવું - કદર કરવી, સોળે શણગાર સજવા – પૂરેપૂરો ઠાઠ કરવો, પેટમાં આગ ભડકવી – આકુળવ્યાકુળ થઈ જવું,હાથે કરીને કૂવામાં પડવું – જાણીજોઈને દુઃખ વહોરી લેવું. ઘેલું લગાડવું – ધૂન લગાડવી, જળ મૂકવું - પ્રતિજ્ઞા લેવી, માથું મારવું – દરમિયાનગીરી કરવી, સારા દહાડા લઈને – સગર્ભાવસ્થામાં, ઘા વેઠવા - સહન કરવું, દીઠાનું ઝેર હોવું - જોવાથી દાનત બગડવી, નાક કપાવું – આબરૂ જવી, આંખ લાલ થવી - ગુસ્સે થવું, બની જવું – ભોંઠા પડવું, માએ સવાશેર સૂંઠ ખાવી - તાકાત હોવી, આંખનું ઊંડાણમાપવું - તાકાત વિશે ખ્યાલ બાંધવો, પેંગડામાં પગ ઘાલવો – ની બરોબરી કરવી, મોં ચકાસી જવું – સામનો ન કરી શકવો, નામ જવું – આબરૂ જવી, પાણી જોવું – શક્તિની કસોટી કરવી, ફાટી આંખે – ચકિત થઈને. આડે પડખે થવું સૂવું. નામ કાઢવું – કીર્તિ મેળવવી, ખાલી ઘૂંક ઉડાડવું - વ્યર્થ બકવાટ કરવો, મોરનાં ઈંડા ચીતરવા ન પડે – માબાપનાં લક્ષણો બાળકમાં સહજ ઊતરે, જીભમાં પાણી છૂટવું - ખાવાની તીવ્ર ઇચ્છા થવી, હલાલ કરવું - મારી નાખવું, હૈયે ચડવું – યાદ આવવું, હૈયામાં લખી લેવું - ખૂબ ધ્યાનથી નોંધ લેવી. એકના બે ન થવું - પોતાની વાતને વળગી રહેવું, નીચી મૂછ કરવી - હાર કબૂલવી, ભૂત ભરાવું - કોઈ ધૂન વળગવી, પડતું મૂકવું – છોડી દેવું, મિજાજ બગડવો - ગુસ્સે થવું, અખાડા કરવા – બહાનાં બતાવવાં. પરસેવો પડવો – સખત પરિશ્રમ કરવો. રોટલો રાખવો - રોજી મેળવવી, ઊતરેલ ચહેરે - ઉદાસ ભાવે, જીતી લેવું - પ્રભાવિત કરવું. ડંકો વગાડવો - જયજયકાર કરવો, ઊજળું કરી દેખાડવું – નામના વધારવી, હળવા થવું – ચિંતામુક્ત થવું, લાગી આવવું - દુઃખ થવું, નહાવા-નિચોવવાનું ન હોવું - કોઈ સંબંધ ન હોવો, હાથપગ ઢીલા થવા - નાહિંમત થઈ જવું.
Page #202
--------------------------------------------------------------------------
________________
ર૬. કૃદંતના પ્રકાર કૃદંત એટલે શું? ૧. તે જાય છે. ૧. મેં તેને જતો જોયો. ૨. તેણે બારી ઉઘાડી. ૨. ઉઘાડી બારી મેં બંધ કરી.
ઉપરના પહેલા ખાનાનાં વાક્યોમાં જાય છે, ઉઘાડી – એ દરેક શબ્દ ક્રિયા બતાવે છે અને વાક્યનો અર્થ પુરો કરે છે – તે દરેક ક્રિયાપદ છે. બીજા ખાનાનાં વાક્યોમાં જતો-ઉઘાડી - એ શબ્દો ક્રિયા બતાવે છે, પણ તેમનાથી વાક્યનો અર્થ પૂરો થતો નથી. આ રીતે જે શબ્દ ક્રિયા બતાવે પણ ક્રિયાપદની જેમ વાક્યનો અર્થ પૂરો ન કરે તેને કૃદંત
કહે છે.
કંદતના પ્રકાર : ૧. વર્તમાન કંદત:
૧. ઊગતા સૂર્યને સૌ પૂજે. ૨. જીવતો નર ભદ્રા પામે.
ઉપરનાં વાક્યોમાં ઊગતા', જીવતો એ દરેક કૃદંત છે. એ બધાં વર્તમાનકાળમાં થતી ક્રિયા સૂચવે છે. આ પ્રમાણે જે કૅદત ક્રિયાવર્તમાનકાળમાં બને છે એમ સૂચવે છે તેને વર્તમાન કૃદંત કહે છે. દોડ ધાતુ ઉપરથી આટલાં વર્તમાન કૃદંત બની શકે : દોડતું, દોડતો દોડતી દોડતા દોડતાં. ૨. ભૂત કૃદંતઃ
૧. ગાજ્યા મેઘ વરસે નહિ. ૨. વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ.
ઉપરનાં વાક્યોમાં કૃદંત ભૂતકાળમાં થયેલી ક્રિયા સૂચવે છે. આ પ્રમાણે જે કૃદંત ક્રિયા ભૂતકાળમાં બની છે એમ સૂચવે છે તેને ભૂતકૃદંત કહે છે. બોલ ધાતુ પરથી આટલાં ભૂતકૃદંત બનાવી શકાય : બોલ્યું, બોલી, બોલ્યો, બોલ્યા, બોલ્યાં, બોલેલું, બોલેલી. બોલેલો, બોલેલા, બોલેલાં. ૩. ભવિષ્ય કૃદંત :
૧. પ્રથમ આવનારને ઇનામ મળશે. ૨. અમે મળવાનું કાલે રાખ્યું છે.
૧૮૨
Page #203
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૮૩ ઉપરનાં વાક્યોમાંના કૃદંત ભવિષ્યકાળમાં થનારી ક્રિયા સૂચવે છે. આ પ્રમાણે જે કૃદંત ક્રિયા ભવિષ્યકાળમાં બનવાની છે એમ સૂચવે છે તેને ભવિષ્ય કૃદંત કહે છે. ૪. સામાન્ય કૃદંત :
૧. કહેવું સરળ છે પણ કરવું કઠણ છે. ૨. કવિતા વાંચવી એ જીવનની મજા છે.
ઉપરનાં વાક્યોમાંના કૃદંત કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતાં નથી. આ પ્રમાણે જે કૃદંત કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતાં નથી તેને સામાન્ય કૃદંત કહે છે. “કર' ધાતુ પરથી આટલાં સામાન્ય કૃદંત બની શકે : કરવું. કરવી, કરવો, કરવા, કરવાં. ૫. સંબંધક ભૂતકૃદંતઃ.
૧. આટલું વાંચીને હું ફરવા જઈશ. . ૨. ગીત સાંભળી સૌ ખુશ થઈ ગયા.
ઉપરનાં વાક્યોમાંના દરેક કૃદંત પછીથી બનતી બીજી સંબંધ બતાવતી ક્રિયા સૂચવે છે. “વાંચીને ‘એટલે વાંચ્યા પછી (ફરવા જઈશ). સાંભળી એટલે સાંભળ્યા પછી. આ પ્રમાણે જે કદંત પછીથી બનતી બીજી ક્રિયા સાથે સંબંધ બતાવતી ક્રિયા સૂચવે છે તેને સંબંધક ભૂતકૃદંત કહે છે. ૬. હેત્વર્થક કૃદંત:
૧. તે જમવા ગયો. ૨. તેની પાસે રહેવાને ઘર નથી.
ઉપરનાં વાક્યોનાં કૃદંત હેતુનો અર્થ સૂચવે છે. “જમવા એટલે જમવા માટે. “રહેવાને એટલે રહેવા માટે. હેતુનો અર્થ સૂચવનાર કૃદંતને હેત્વર્થક કૃદંત કહે છે.
આ રીતે કૃદંતના છ પ્રકાર છે. કૃદંતના ઉપયોગ : ૧. વિશેષણ તરીકે :
વિશેષણ નામના અર્થમાં વધારો કરે છે. નીચેનાં વાક્યો જુઓઃ ૧. દોડતી છોકરી પડી ગઈ. ૨. છાપેલી ચોપડી વાંચો.
Page #204
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૩. પીવાનું પાણી ચોખ્ખું રાખો, ઉપરનાં વાક્યોમાં ‘દોડતી’, ‘છાપેલી’, ‘પીવાનું’ - એ પદો ફૂંદત છે. ‘દોડતી’ પદ ‘છોકરીના અર્થમાં વધારો કરે છે’, ‘છાપેલી’ પદ ‘ચોપડી’ના અર્થમાં વધારો કરે છે’ અને ‘પીવાનું’ પદ ‘પાણી’ના અર્થમાં વધારો કરે છે.’ ઉપર ‘દોડતી’, ‘છાપેલી’ ને ‘પીવાનું’ એ પદો વિશેષણ તરીકે છે. વળી, એ જ પદો કૃદંત છે. આ પદો કૃદંત છે અને વિશેષણ તરીકે વપરાયાં છે કારણ કે તે પદો વિશેષણના અર્થમાં વધારો કરે છે. આ રીતે કૃદંત વિશેષણ તરીકે પણ વપરાય છે. જ્યારે કૃદંત નામના અર્થમાં વધારો કરે છે ત્યારે તેનો ઉપયોગ વિશેષણ તરીકે થાય છે. ર. નામ તરીકે :
નીચેનાં વાક્યો વાંચો :
૧૮૪
૧. કવિતા ગૂંથતાં શીખે છે. ૨. કહેવું સહેલું છે. છાપેલું વાંચી શકાય છે.
3.
ઉપરનાં વાક્યોમાં ‘ગૂંથતાં’, ‘કહેવું’, ‘છાપેલું’ એ પદો કૃદંત છે. પહેલા વાક્યમાં ‘કવિતા’ કર્તા છે. કર્મ શું છે ? ક્રિયાપદને પૂછો, કવિતા શું શીખે છે ? એટલે કર્મ જડશે. અહીં ‘ગૂંથતાં’ કર્મ છે. કર્તા અને કર્મ તરીકે હંમેશાં નામ જ હોય છે.
બીજા અને ત્રીજા વાક્યમાં ‘કહેવું’ અને ‘છાપેલું’ કર્તા છે. કર્તા હંમેશાં નામ જ હોય છે. અહીં આ બંને કૃદંતોનો ઉપયોગ નામ તરીકે થયો છે. ‘ગૂંથતાં’ કર્મ છે. કર્મ હંમેશાં નામ જ હોય છે. ‘ગૂંથતાં' કૃદંતનો ઉપયોગ અહીં નામ તરીકે થયો છે. ટૂંકમાં, કૃદંત વાક્યમાં કર્તા અને કર્મને સ્થાને આવે ત્યારે તેનો ઉપયોગ નામ તરીકે થાય છે.
૩.
અવ્યય તરીકે :
જે પદમાં જાતિ, વચન કે વિભક્તિના કારણે કોઈ જ ફેરફાર થતો નથી તેને અવ્યય કહે છે.
નીચેનાં વાક્યો વાંચો :
૧.
જયેશ જમવા ગયો. ૩. બાળકો જમવા ગયાં.
૨.
જ્યોતિ જમવા ગઈ.
આજે જમવામાં મજા આવી.
૪. ઉપરનાં વાક્યોમાં ‘જમવા` પદ કૃદંત છે. ઉપરનાં વાક્યોમાં નામો
જુદી જુદી જાતિનાં છે, વચનમાં પણ ફેરફાર છે. છેલ્લા વાક્યમાં કૃદંતને
Page #205
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૮૫
જે
વિભક્તિનો પ્રત્યય પણ લાગ્યો છે. “જમવા પદમાં કોઈ ફેરફાર થયો નથી. તેથી તેને અવ્યય કહે છે. “જમવા' પદ કૃદંત છે અને તેનો ઉપયોગ અવ્યય તરીકે થયો છે.
નીચેનાં વાક્યોમાં કૃદંતનો ઉપયોગ અવ્યય તરીકે થયો છે. ૧. વિદ્યાર્થીઓ ભણીને ગયા.
છોકરીઓ લખીને સૂતી. ૩. તમને મળીને સૌ ખુશ થયા. ૪. મારી પાસે રહેવા ઘર નથી. ૫. રમવાથી સારી કસરત મળે છે.
જ્યારે કૃદંત કોઈ ફેરફાર વિના વાક્યમાં વપરાય છે ત્યારે તેનો ઉપયોગ અવ્યય તરીકે થાય છે. ઉપરનાં વાક્યોમાં અવ્યય તરીકે કૃદંતનો ઉપયોગ થયો છે. કદેતના જાતિ અને વચન :
આપણે આગળ જોયું કે નર, નારી અને નાન્યતર ટાણ જાતિ છે. એકવચન અને બહુવચન એમ વચનના બે પ્રકાર છે. વિભક્તિ સાત છે.
જાતિ, વચન ને વિભક્તિ તો નામને કે સર્વનામને હોય છે. કૃદંતને આ બાબતો હોય ખરી ? હા.'
નીચેનાં વાક્યો વાંચો : , ૧. ધોયેલાં કપડાં સૌને ગમે છે. ૨. ગાતી ગીતા અટકી ગઈ. ૩. હાંફતો કૂતરો ભસવા લાગ્યો. ૪. દોડતાં બકરાં વચ્ચે ગોવાળ છે.
ઉપરનાં વાક્યોમાં “ધોયેલાં, “ગાતી', “હાંફતો, ‘દોડતાં એ કદંતો છે. ધોયેલાં નરજાતિ બહુવચનમાં છે. ‘ગાતી' નારીજાતિ એકવચનમાં છે. હાંફતો નરજાતિ એકવચનમાં છે. “દોડતાં નાન્યતર જાતિ બહુર્વચનમાં છે. '
આમ કૃદંતને જાતિ અને વચન બંને હોય છે. ઉપરનાં કૃદંતો વિશેષણ તરીકે વપરાયાં છે. તેથી તે પોતાનાં વિશેષ્યનાં જાતિ અને વચન લે છે. કપડાં', 'ગીતા', કૂતરો’, ‘બકરાં એ પદો વિશેષ્ય છે. તેમનાં જાતિ અને
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સરળ ગુજરાતી વ્યાકરણ
વચન વિશેષણને લાગે છે. અહીં આ વિશેષણો કૃદંત છે. વિશેષણ તરીકે કૃદંત વપરાય છે ત્યારે તેને જાતિ અને વચન હોય છે. નામ તરીકે પણ કૃદંતને
જાતિ અને વચન હોય છે. કૃદંતની વિભક્તિ ઃ
નીચેનાં વાક્યો વાંચો : તરવામાં ઘણી કસરત મળે છે. તેને મારવાનો કોઈ હેતુ નથી. તમને રોકવાથી શું ફાયદો ?
ઉપરનાં વાક્યોમાં ‘તરવા’,‘ મારવા’ અને ‘રોકવા’ એ કૃદંતો છે. આ કૃદંતોને ‘માં’, ‘નો’, ‘થી’ પ્રત્યયો લાગ્યા છે. અહીં કૃદંતો નામ તરીકે
વપરાયાં છે.
૧.
૨.
૩.
પહેલાં વાક્યમાં ‘તરવામાં' કૃદંત સાતમી વિભક્તિમાં છે. બીજા વાક્યમાં ‘મારવાનો' કૃદંત છઠ્ઠી વિભક્તિમાં છે. ત્રીજા વાક્યમાં ‘રોકવાથી’ કૃદંત ત્રીજી વિભક્તિમાં છે. નામ તરીકે જ્યારે કૃદંત વપરાય છે ત્યારે તેને વિભક્તિનો પ્રત્યય પણ લાગે છે.
કૃદંતનાં કર્તા અને કર્મ :
જેમ ક્રિયાપદને કર્તા અને કર્મ હોય છે તેમ કૃદંતને પણ કર્તા અને કર્મ હોય છે.
અમે લતાને ગીત ગાતી જોઈએ છીએ.' ·
ઉપરના વાક્યમાં ‘જોઈએ છીએ’ ક્રિયાપદ છે. ‘અમે' કર્તા છે અને ‘લતાને’ કર્મ છે. અહીં ‘ગાતી’ એ કૃદંત છે. કોણ ગાતી ? ‘લતા’ કૃદંતનો કર્તા છે. શું ગાતી ? ‘ગીત’ કૃદંતનું કર્મ છે. આમ, ‘ગાતી’ કૃદંતને ‘લતા’ કર્તા છે અને ‘ગીત' કર્મ છે.
‘ગાતી’ કૃદંત ‘ગાવું’ ક્રિયાપદ પરથી બન્યું છે. રંગાવું’ ક્રિયાપદ સકર્મક છે. કૃદંતની ક્રિયા સકર્મક હોય તો તેને કર્મ પણ હોય છે.
લતાએ અમિતાભને દોડતો જોયો.”
અહીં ‘દોડતો’ કૃદંતનો કર્તા ‘અમિતાભ’છે પણ કર્મ નથી, કેમ
Page #207
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૮૭
કે ‘દોડતો’ અકર્મક ક્રિયા છે. કૃદંતની ક્રિયા અકર્મક હોય તો તે કૃદંતને કર્તા
હોય પણ કર્મ ન હોય.
સ્વાધ્યાય
૧.
૨.
3.
કૃદંતના વિવિધ ઉપયોગો જણાવો.
કૃદંતના જુદા જુદા પ્રકારોનો પરિચય આપો.
નીચેનાં વાક્યોમાંનાં કૃદંત ઓળખાવી તે દરેકનાં કામ લખો : કોઈનું આપેલું ક્યાં સુધી રહે ?
૧.
૨.
વહેલા ઊઠીને ફરવા જાઓ.
છાપેલી કિંમતે પુસ્તકો મળશે.
પ્રથમ આવનાર વિદ્યાર્થીને ઇનામ મળશે.
ઘણાંને ખાતાં ખાતાં વાત કરવાની ટેવ હોય છે.
3.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧. ફરતાનું નસીબ ફરતું, અને બેઠેલાનું બેઠેલું. ૧૨. સાંભળેલું ભૂલી જવાય છે, જોયેલું ભુલાતું નથી. જનારાને ઝાલી શર્કનાર કોણ ?
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૯.
૨૦.
૧૮. ચેતતા નર સદા સુખી. પરીક્ષામાં બધું બેઠું આવ્યું છે. ગીત સાંભળીને સૌ ખુશ થઈ ગયા. ૨૧. આવી મળવા પણ બેસાડી દળવા. એ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ૨૩. મુંબઈ જવાની ગાડી રાત્રે આવશે.
૨૨.
કૃષ્ણનાં વચન સાંભળી અર્જુન યુદ્ધ કરવા તૈયાર થયો. નદીનું મૂળ શોધવું અને જોવું એ એક લહાવો છે. હું મોટર ચલાવતાં શીખી ગયો.
ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં.
ઊગતા સૂર્યને સૌ કોઈ પૂજે. ગાજ્યા મેઘ વરસે નહિ.
પ્રમાણિક ધંધો કરવામાં શરમ શાની ? હદ ઉપરાંત ખાવાથી તબિયત બગડે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સરળ ગુજરાતી વ્યાકરણ ૨૪. તેની પાસે રહેવાને ઘર નથી.
૨૫. ઊંઘતો બોલે પણ જાગતો બોલે નહિ. ૪. નીચેનાં વાક્યોમાંનાં કૃદંતની વિભક્તિ કહો :
૧. તમને કહેવામાં મને શો વાંધો ? ૨. ગરીબને આપવાથી આનંદ આવે છે. ૩. અહીં આવવાનો તમારો હેતુ શો છે ?
મારા કહ્યાથી તમે અહીં આવ્યા છો ? આ તે હસવામાંથી ખસવું થયું. પહેલાં આવનારને ઇનામ મળશે.
એ વાત કહેવામાં કંઈ સાર નથી. ૮. ઘણા લોકોને ખાવાનાં પણ સાંસાં છે.
ભણનારે ધ્યાનથી વાંચવું.
j j ૪ M $ $ $
Page #209
--------------------------------------------------------------------------
________________
ર૭. ક્રિયાવિશેષણના પ્રકાર ક્રિયાવિશેષણ એટલે શું?
નીચેનાં વાક્યો વાંચો : ૧. છોકરો દોડ્યો.
૨. છોકરી દોડી. ૩. છોકરાં દોડ્યાં.
ઉપરનાં વાક્યોમાં ક્રિયાપદનાં ત્રણે રૂપો બદલાયાં છે. જે પદોના રૂપમાં જાતિવચન પ્રમાણે ફેરફાર થાય તેમને વ્યયી પદો અથવા વિકારી પદો કહે છે.
હવે નીચેનાં વાક્યો વાંચો : ૧. ગાયો ત્યાં ઊભી છે. ૨. બળદ ત્યાં ઊભો છે. ૩. ઊંટ ત્યાં ઊભું છે.
વાક્યમાં જે પદના રૂપમાં કદી પણ ફેરફાર થતો નથી તેવાં પદોને અવ્યય કહે છે.
હવે નીચેનાં વાક્યો વાંચો :* ૧. છોકરો ત્યાં ઊભો છે. ૨. છોકરી ત્યાં ઊભી છે. ૩. વીણા રોજ વાંચે છે. ૪. અરવિંદ સાંજે વાંચે છે.
પહેલા વાક્યમાં ઊભો છે એ ક્રિયાપદ છે. ત્યાં ઊભો છે. આમ ‘ત્યાં શબ્દ ક્રિયાનું સ્થળ બતાવે છે. સાથે સાથે ત્યાં શબ્દ ક્રિયાપદનાઅર્થમાં વધારો કરે છે.
ત્રીજા વાક્યમાં વાંચે છે એ ક્રિયાપદ છે. ક્યારે વાંચે છે? રોજ. આમ રોજ' શબ્દ ક્રિયાપદનો સમય બતાવે છે. સાથે સાથે રોજ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર શબ્દને ક્રિયાવિશેષણ કહે છે. ત્યાં અને “રોજ ક્રિયાવિશેષણ છે.
ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરતું હોવાથી વાક્યમાંથી તેને લઈ લેવામાં આવે તો વાક્યનો અર્થ અધૂરો લાગતો નથી. ઉપરનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણો લઈ લેવાથી આ હકીકત સમજાશે.
કોઈ વાર વાક્યમાં ક્રિયાવિશેષણના અર્થમાં વધારો કરનાર શબ્દ વપરાય છે. દા.ત. અનિલ બહુ-ઘણો મોડો આવ્યો. આવા શબ્દને
૧૮૯
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ક્રિયાવિશેષણનું વિશેષણ કહે છે.
પ્રકાર :
(૧) રીતિવાચક ક્રિયાવિશેષણ : ૧. કલ્પેશ ઉતાવળો દોડે છે.
૨.
સરળ ગુજરાતી વ્યાકરણ
રાગિણી બેઠી બેઠી ગાયા કરે છે.
ઉપરનાં વાક્યોમાં આવેલાં ક્રિયાવિશેષણ ક્રિયાની રીત બતાવે છે. ‘ઉતાવળો' એ ક્રિયાવિશેષણ દોડવાની રીત બતાવે છે. અેઠી બેઠી ગાવાની રીત બતાવે છે. આવાં ઠરીત બનાવનાર ક્રિયાવિશેષણને રીતિવાચક ક્રિયાવિશેષણ કહે છે.
(૨) કાળવાચક ક્રિયાવિશેષણ :
૧.
કલ્પેશ વહેલો આવ્યો. ૨. પુલિન મોડો ગયો.
ઉપરનાં વાક્યોમાંના ક્રિયાવિશેષણ ક્રિયાનો કાળ બતાવે છે. આવાં કાળ બતાવનાર ક્રિયાવિશેષણને કાળવાચક ક્રિયા-વિશેષણ કહે છે.
(૩) સ્થળવાચક ક્રિયાવિશેષણ :
૧. નેહ હેઠો બેઠો છે. ૨. શૈલ નીચે ઊભો છે. ઉપરનાં વાક્યોમાંનાં ક્રિયાવિશેષણ ક્રિયાનું સ્થળ બતાવે છે. આવાં સ્થળ બતાવનાર ક્રિયાવિશેષણને સ્થળવાચક ક્રિયા-વિશેષણ
કહે છે.
(૪) પરિમાણવાચક ક્રિયાવિશેષણ :
૧. સાકેત ઘણું રડ્યો. ૨. હેમેન્દ્રને થોડું વાગ્યું છે. ઉપરનાં વાક્યોમાં ક્રિયાવિશેષણ પ્રમાણ-માપ એટલે પરિમાણ બતાવે છે. આવાં ક્રિયાવિશેષણને પરિમાણવાચક ક્રિયાવિશેષણ કહે છે. (૫) ક્રમવાચક ક્રિયાવિશેષણ :
૧.
દિલીપ પહેલો આવ્યો.
૨.
દિવ્યા છેલ્લી આવી.
ઉપરનાં વાક્યોમાં ક્રિયાવિશેષણ ક્રિયાનો ક્રમ બતાવે છે. આવાં ક્રિયાવિશેષણને ક્રમવાચક ક્રિયાવિશેષણ કહે છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
આ રીતે ક્રિયાવિશેષણના પાંચ પ્રકાર છે ઃ રીતિવાચક, કાળવાચક, સ્થળવાચક, પરિમાણવાચક અને ક્રમવાચક.
સ્વાધ્યાય
૧.
નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધી તેમના પ્રકાર જણાવો :
1. તમે વહેલા આવો તો કામ પતી જાય.
૨..
3.
૪.
પ.
૬.
૧૯૧
ઉતાવળે આંબા પાકતા નથી.
ઉપેન્દ્ર ઓચિંતો પડી ગયો.
તાવથી દરદી ધ્રૂજે છે.
દોડવાની હરીફાઈમાં પ્રજ્ઞા પ્રથમ આવી. ઊંચીનીચી ફર્યા કરે જીવનની ઘટમાળ.
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૮. પદપ્રકારોની કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓ
કેટલાંક પદો પોતાના મૂળ પદપ્રકારથી જુદા પદપ્રકારમાં પણ આવી શકે છે, જેમકે, સંજ્ઞા-પદ વિશેષણ તરીકે વપરાયું હોય કે વિશેષણ-પદસંજ્ઞા તરીકે વપરાયું હોય. સંજ્ઞા-પદોનો અન્ય પદપ્રકાર તરીકે પ્રયોગ : સંજ્ઞા વિશેષણ તરીકે :
નીચેના વાક્યો વાંચો :
૧. “આ પ્રશ્ન શિક્ષણ ખાતાને લગતો ગણાય. અહીં શિક્ષણ એ સંજ્ઞા છે, પણ “શિક્ષણ ખાતું એમ કહીએ ત્યારે શિક્ષણની બાબતો અંગે કામ કરતું ખાતું એવો અર્થ થાય છે. આમ, ‘શિક્ષણની બાબતો અંગે કામ કરતું એ પદસમૂહનો અર્થ ‘શિક્ષણ પદથી દર્શાવાયો છે. એટલે આ વાકયમાં શિક્ષણ સંજ્ઞા વિશેષણ તરીકે વપરાઈ છે.
૨. “ભાવનગરનું બોર તળાવ આ વર્ષે છલકાઈ ગયું. અહીં બોર સંજ્ઞા “બોર નામનું એ અર્થમાં વિશેષણ તરીકે વપરાઈ છે.
૩. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. અહીં પાટનગર એ સંજ્ઞા ગાંધીનગર એ સંજ્ઞા-પદની વિશેષતા બતાવે છે. એટલે તે વિશેષણ તરીકે વપરાઈ છે.
૪. આ ડબામાં એક કિલો ઘી છે. અહીં ‘કિલો સંજ્ઞાનો અર્થ ‘કિલો જેટલું થાય છે. તે ઘીની વિશેષતા બતાવે છે એટલે તે વિશેષણ તરીકે વપરાઈ છે. વિશેષણ-પદોનો અન્ય પદપ્રકારમાં પ્રયોગ : (૧) વિશેષણ સંજ્ઞા તરીકે :
નીચેનાં વાક્યો વાંચો :
૧. ‘તમારી પાસે દસ રૂપિયાની હોય તો પાંચ આપો. અહીં પાંચ વિશેષણનું વિશેષ્ય રૂપિયા અધ્યાત છે એટલે એ વિશેષણ સંજ્ઞા તરીકે વપરાયું છે.
૨. “નાના મોટાને અનુસરે એ દુનિયાનો ક્રમ છે.” અહીં નાનો અને મોટો એટલે અનુક્રમે “નાનો માણસ અને મોટો માણસ: માણસ
૧૯૨
Page #213
--------------------------------------------------------------------------
________________
- ૧૯૩
સરળ ગુજરાતી વ્યાકરણ વિશેષ્યરૂપ પદ અધ્યાત છે એટલે “નાનો અને મોટો એ વિશેષણો સંજ્ઞા તરીકે વપરાયાં છે.
૩. “આ ડૉક્ટરની દવાથી એને સારું થઈ ગયું. અહીં “સારું વિશેષણ થઈ ગયું' ક્રિયાપદના કર્તા તરીકે આવ્યું છે, એટલે કે સંજ્ઞા તરીકે વપરાયું છે. “સારું' એટલે “સારી સ્થિતિ. (૨) વિશેષણ ક્રિયાવિશેષણ તરીકે :
નીચેનાં વાક્યો વાંચો :
૧. “મેં એને ખૂબ સમજાવ્યું. પણ એ માન્યો નહિ. અહીં ખૂબ વિશેષણ ‘સમજાવ્યું ક્રિયાપદના વિશેષણ તરીકે કામ કરે છે એટલે તે ક્રિયાવિશેષણ તરીકે આવ્યું છે.
૨. ‘હું તમારું કામ ચોક્કસ કરીશ'.અહીં “ચોક્કસ વિશેષણ કરીશ ક્રિયાપદના વિશેષણ તરીકે કામ કરતું હોવાથી ક્રિયા-વિશેષણ છે.
૩. “અમારા શિક્ષકે અમને વ્યાકરણ સરસ સમજાવ્યું. અહીં સરસ વિશેષણ “સમજાવ્યું ક્રિયાપદના વિશેષણ તરીકે આવ્યું હોવાથી જ્યિાવિશેષણ છે. (૩) વિશેષણ સંયોજક તરીકે :
- નીચેનાં વાક્યો વાંચો : ,
૧. “જેવું કામ કરીએ તેવું ફળ મળે. અહીં જેવું-તેવું એ પદો વિશેષણ તરીકે રહીને સંયોજક તરીકેની કામગીરી પણ બજાવે છે.
૨. જેટલું ધન કમાઈશું તેટલું વાપરીશું. અહીં જેટલું-તેટલું એ વિશેષણો સંયોજક તરીકે પણ વપરાયાં છે.
૩. “જે માણસે કદી પાપન કર્યું હોય તે પહેલો પથરો ફેકે. અહીં જે-તે એ વિશેષણો સંયોજક તરીકે પણ આવ્યાં છે. સર્વનામનો અન્ય પદપ્રકારમાં પ્રયોગ : સર્વનામ સંયોજક તરીકે :
નીચેનું વાક્ય વાંચોઃ
જે ખાડો ખોદે તે પડે. અહીં જે-તે એ સર્વનામો છે અને સાથે સાથે સંયોજક તરીકે બે વાક્યોને જોડવાનું કામ પણ કરે છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સરળ ગુજરાતી વ્યાકરણ ક્રિયાવિશેષણનો અન્ય પદપ્રકારમાં પ્રયોગ : ક્રિયાવિશેષણ સંયોજક તરીકે
નીચેનાં વાક્યો વાંચોઃ
૧. વાડીમાં મેં જ્યાં જોયું ત્યાં બધે ગુલાલ જ ગુલાલ હતાં. અહીં જ્યાં-ત્યાં એ અધિકરણવાચક ક્રિયાવિશેષણો છે અને સાથે સાથે બે વાક્યોને જોડતાં હોવાથી સંયોજક પણ છે.
૨. “જ્યારે એનાથી ઊભા ન રહેવાયું, ત્યારે એનું લડવાનું જોર ઘટ્યું. અહીં “જ્યારે-ત્યારે એ સમયવાચક ક્રિયાવિશેષણો છે અને સાથેસાથે બે વાક્યોને જોડતાં હોવાથી સંયોજક પણ છે. એકથી વધુ પ્રકારનાં પદો : -
કેટલાંક પદો એકથી વધુ પદપ્રકારમાં આવે છે. આવાં પદોનો આપણે પરિચય મેળવીએ સર્વનામ અને વિશેષણ તરીકે આવતાં પદો :
‘આ’, ‘એ', “જે’, ‘તે', “', “કશું, કઈ’, ‘કોઈ’ – આ પદો સંજ્ઞાને બદલે વપરાયાં હોય ત્યારે સર્વનામ હોય છે અને સંજ્ઞાના અર્થમાં વધારો કરતાં હોય ત્યારે “વિશેષણ હોય છે; જેમકે,
૧. “આ જાણીને મને ખૂબ આનંદ થયો. (સર્વનામ) પરંતુ, આ વાત જાણીને મને ખૂબ આનંદ થયો. (વિશેષણ)
૨. “જે ખરીદીએ તેની ગુણવત્તા તપાસી લેવી જોઈએ. (સર્વનામ) પરંતુ, “જે ચીજ ખરીદીએ તેની ગુણવત્તા તપાસી લેવી જોઈએ. (વિશેષણ) વિશેષણ અને નામયોગી તરીકે આવતાં પદો :
સામું, ‘વિરુદ્ધ વગેરે કેટલાંક પદો સંજ્ઞાના અર્થમાં વધારો કરતાં હોય ત્યારે વિશેષણ' હોય છે અને સંજ્ઞા કે સર્વનામ પછી આવતાં હોય ત્યારે નામયોગી હોય છે જેમકે. ૧. “સામું ઘર કોનું છે ?" (વિશેષણ) પરંતુ, -
‘હું એના ઘરની સામું જોતો નથી. (નામયોગી)
૨. “વડીલો સમક્ષ કરણ કદી વિરુદ્ધ વચન બોલતો નથી'. (વિશેષણ) પરંતુ કરણ કોઈની વિરુદ્ધ કશું બોલે એવો નથી.’ (નામયોગી)
આ વિશેષણોને ક્રિયાવિશેષણ તરીકે પણ વાપરી શકાય છે જેમકે,
Page #215
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧. ‘લશ્કર સામે આવ્યું’. (ક્રિયાવિશેષણ) ૨. ‘ઘરમાં તે કદી વિરુદ્ધ વર્તો નથી'. (ક્રિયાવિશેષણ) ક્રિયાવિશેષણ અને નામયોગી તરીકે આવતાં પદ :
૧.
‘ઉપર’, ‘નીચે’, ‘અંદર’, ‘બહાર’ વગેરે કેટલાંક પદો ક્રિયાપદના અર્થમાં વિશેષતા બતાવતાં હોય ત્યારે ‘ક્રિયાવિશેષણ’હોય છે અને સંજ્ઞા કે સર્વનામ પછી આવતાં હોય ત્યારે ‘નામયોગી' હોય છે; જેમકે, ‘જરા ઉપર આવો’. (ક્રિયાવિશેષણ) પરંતુ, જરા છાપરાની ઉપર આવો'. (નામયોગી) ‘તે નીચે ગયો’. (ક્રિયાવિશેષણ) પરંતુ, ‘તેણે ટેબલ નીચે જોયું”. (નામયોગી) વિશેષણ અને નિપાત તરીકે આવતું પદ :
‘ખરો’, ‘ખરી’, ‘ખરું’ એ પદ સંજ્ઞાના અર્થમાં વધારો કરે ત્યારે ‘વિશેષણ’ હોય છે અને ક્રિયાપદને ભારપૂર્વક રજૂ કરે ત્યારે ‘નિપાત’ હોય છે: જેમકે,
૧
૨.
૧૯૫
મારી પાસે ખરી વાત આવી છે.’ (વિશેષણ) પરંતુ, મારી પાસે વાત આવી છે ખરી.’ (નિપાત) હવે ખરો આરંભ થાય છે.’ (વિશેષણ) પરંતુ, હવે આરંભ થાય છે ખરો.’ (નિપાત)
નામયોગી અને સંયોજક તરીકે આવતાં પદ :
‘છતાં’, ‘માટે જેવાં કેટલાંક પદો સંજ્ઞા કે સર્વનામ પછી આવે ત્યારે ‘નામયોગી હોય છે અને બે વાક્યોને જોડતાં હોય ત્યારે ‘સંયોજક' હોય છે; જેમ કે,
૧.
પિતાજીની વાત સાચી હોવા છતાં કોઈએ માની નહિ.’ (નામયોગી) પરંતુ, પિતાજીની વાત સાચી હતી છતાં કોઈએ માની નહિ.’ (સંયોજક) આ હીંચકો બાળકો માટે છે.' (નામયોગી) પરંતુ, બાગમાં હીંચકો છે માટે બાળકો રમવા આવે છે.’ (સંયોજક) સંયોજક અને નિપાત તરીકે વપરાતાં પદો :
‘ને’, ‘તો' અને ‘પણ' એ પદો બે વાક્યોને જોડતાં હોય ત્યારે
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સરળ ગુજરાતી વ્યાકરણ સંયોજક હોય છે અને ક્રિયાપદને ભારથી રજૂ કરતાં હોય ત્યારે નિપાત હોય છે; જેમકે, ૧. “વાંચશો તો પાસ થશો.” (સંયોજક) પરંતુ,
એ અંતે પાસ તો થયો.” (નિપાત) ‘તું ભણ્યો પણ ગણ્યો નહિ.” (સંયોજક) પરંતુ,
“તું ભણ્યો પણ નહિ ને ગણ્યો પણ નહિ.” (નિપાત) . ૩. મોટા ભાઈ આવ્યા ને સમાધાન થઈ ગયું. (સંયોજક) પરંતુ,
મોટા ભાઈ આવ્યા તેથી સમાધાન થઈ ગયું ને ?” (નિપાત) સ્વાધ્યાય (૧) નીચેનાં વાક્યોમાંથી વિશેષણ તરીકે વપરાયેલાં સંજ્ઞા-પદો
તારવી બતાવો : મારી પુત્રી કાનને દાળભાત તૈયાર કર્યા. - “પુત્રી સંજ્ઞા વિશેષણ તરીકે. બે મીટર કાપડ તમારે માટે પૂરતું છે. - મીટર' સંજ્ઞા વિશેષણ તરીકે, અમદાવાદ શહેરમાં માણેકનાથ બાવો રહેતો હતો. અમદાવાદ
અને “માણેકનાથ સંજ્ઞાઓ વિશેષણ તરીકે. ૪. ગાડી પાંચ મિનિટ મોડી છે. - ‘મિનિટ સંજ્ઞા વિશેષણ તરીકે.
આપણે પાંચ કિલોમીટર રસ્તો બાંધવાનો છે. - કિલોમીટર
સંજ્ઞા વિશેષણ તરીકે. (૨) નીચેનાં વાક્યોમથી વિશેષણ પદો તારવી બતાવો અને એ
વિશેષણ તરીકે, સંજ્ઞા તરીકે, ક્રિયાવિશેષણ તરીકે કે સંયોજક
તરીકે વપરાયેલ છે તે કહો : ૧. તને એકાવન પ્રકારની ઊડ આવડે છે પણ મને એક જ આવડે છે. ઉત્તર : અહીં એકાવન એ પદ “પ્રકાર સંજ્ઞાના વિશેષણ તરીકે અને
પ્રકારની’ એ પદ ઊડ' સંજ્ઞાના વિશેષણ તરીકે તથા “એક વિશેષણ સંજ્ઞા તરીકે છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૯૭ ૨. આવી ટીકાથી મને માઠું લાગ્યું. ઉત્તરઃ અહીં ‘આવી એ પદ ‘ટીકા સંજ્ઞાના વિશેષણ તરીકે અને માઠું
એ વિશેષણ સંજ્ઞા તરીકે આપ્યું છે. ૩. બરાબર બેસજે, હોં ! ઉત્તર : અહીં બરાબરવિશેષણ ક્રિયાવિશેષણ તરીકે આવ્યું છે. ૪. કેટલીક વાર પાંદડું જેટલું જોઈએ તેટલું મોટું નથી હોતું. ઉત્તર : અહીં ‘જેટલું-તેટલું વિશેષણો સંયોજક તરીકે અને “મોટું
વિશેષણ સંજ્ઞા તરીકે આવ્યો છે. ૫. બૂટ પહેરતી વખતે મારે પિતાશ્રીને પૂછવું પડતું કે જમણો ક્યો
અને ડાબો ક્યો. ઉત્તર : અહીં ‘પહેરતી’ એ સંજ્ઞાના વિશેષણ તરીકે અને ડાબો તથા
‘જમણો' એ વિશેષણો સંજ્ઞા તરીકે આવ્યાં છે. ૬. ભગવાન તમારું ભલું કરો ! ઉત્તર : અહીં ‘ભલું વિશેષણ સંજ્ઞા તરીકે આવ્યું છે. ૭. જેવું કરીએ તેવું પામીએ. ઉત્તર : અહીં જેવું-તેવું એ વિશેષણ - પદો સંયોજક તરીકે આવ્યાં છે. ૮. મૂઢ લોકો બીજાની બુદ્ધિ વડે જ ચાલે છે. ઉત્તર : અહીં મૂઢ એ પદ વિશેષ તરીકે અને બીજાની' એ વિશેષણ
પદ સંજ્ઞા તરીકે આવ્યાં છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
ર૯. વાક્ય પ્રકારો અને પરિવર્તન
અર્થ અને રચનાની દૃષ્ટિએ વાક્યના જુદા જુદા પ્રકારો ગુજરાતી ભાષામાં જોવા મળે છે. આ જુદા જુદા પ્રકારોની વાક્યરચનાની ખાસિયતો ટૂંકમાં નીચે પ્રમાણે છે : વિધાનવાક્ય અને પ્રશ્નવાક્ય :
જે વાક્ય કોઈ હકીકતનું નિવેદન કરે તેને નિવેદનવાક્ય કે વિધાનવાક્ય કહે છે; જેમકે, નર્મદ સુધારાવાદી હતો.
જે વાક્યમાં હકીકતવિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેને પ્રશ્રવાક્ય કહે છે; જેમકે, ‘(શું) નર્મદ સુધારાવાદી હતો ?
પ્રશ્રવાક્ય વિશે એક વાત ખાસ નોંધપાત્ર છે. કેટલાંક પ્રશ્રવાક્યો ખરેખર પ્રશ્નનો અર્થ ધરાવતાં નથી હોતાં. વાક્યની રચના પ્રશ્રવાક્યની હોય, છતાં તાત્પર્ય પ્રશ્ન પૂછવાનું ન હોય પણ કશુંક વિધાન કરવાનું હોય; જેમકે, ૧. “એને શાનું દુઃખ છે ?'
આ પ્રશ્રવાક્ય છે. કોઈના દુઃખ વિશે જાણવા માટે એ વપરાયું નથી; ઊલટું એમ કહેવા માટે વપરાયું છે કે “એને કશાનું દુઃખ નથી, એટલે કે એનું તાત્પર્ય વિધાનવાક્યનું જ છે. ઉપરના પ્રશ્રવાક્યને વિધાનવાક્યમાં આમ ફેરવી શકાય ?
એને કશાનું દુઃખ નથી.” ૨. “એક આંખે કામ કરવું શી રીતે ફાવે?” (પ્રશ્રવાક્ય)
એક આંખે કામ કરવું ન ફાવે.” (વિધાનવાક્ય) ૩. “દેવોની પણ ઓછી દુર્દશા છે ?” (પ્રશ્રવાક્ય) -
‘દેવોની પણ ઓછી દુર્દશા નથી. ઘણી દુર્દશા છે.” (વિધાનવાક્ય) ૪. “શું ભારતમાં વાણીસ્વાતંત્ર્ય નથી ?” (પ્રશ્રવાક્ય) “ભારતમાં વાણીસ્વાતંત્ર્ય છે.” (વિધાનવાક્યો
પ્રશ્નવાક્યને વિધાનવાજ્યમાં ફેરવતી વખતે આપણે પ્રશ્નસૂચક પદો દૂર કર્યા, વાક્યમાં નકાર હતો તે દૂર કર્યો અથવા કોઈ પદને સ્થાને વિરુદ્ધ અર્થનું પદમૂક્યું. ટૂંકમાં, વિરોધી અર્થ આપતું વાક્ય બનાવવા માટે જે કરવું
જોઈએ તે કર્યું.
૧૯૮
Page #219
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
પ્રશ્રવાક્યને વિધાનવાક્યમાં ફેરવતી વખતે પ્રશ્નવાક્ય હકારાત્મક હોય તો વિધાનવાક્ય નકાસત્મક બને છે અને પ્રશ્નવાક્ય નકારાત્મક હોય તો વિધાનવાક્ય હકારાત્મક બને છે.
૧૯૯
વિધાનવાક્ય, પ્રંશ્રવાક્ય અને ઉદ્ગારવાક્ય ઃ
જે વાક્યમાં કોઈ હકીકત વિશે આનંદ કે આશ્ચર્ય કે એવો કોઈ ભાવ પ્રગટ થતો હોય તેને ઉદ્ગારવાક્ય કહે છે. ઉદ્ગારવાક્ય કેટલીક વાર રચનાની દૃષ્ટિએ વિધાનવાક્ય કે પ્રશ્નવાક્ય જેવું જ હોય છે; જેમકે, ૧. ‘તે બધું જ ખાય છે.’ (વિધાનવાક્ય) ૨. તે બધું જ ખાય છે ?' (પ્રશ્રવાક્ય) ૩. તે બધું જ ખાય છે !' (ઉદ્ગારવાક્ય)
ઉપરનાં ત્રણે વાક્યોની પદરચના સરખી છે. ત્રણે વાક્યોને જુદાં પાડવા ત્રણ જુદાં જુદાં વિરામચિહ્નો વપરાયાં છે. પરંતુ બોલવામાં શું થાય ? આ વાક્યો બોલાય છે ત્યારે બધાં વાક્યોના આરોહ-અવરોહ જુદા પડે છે. ઉદ્ગારવાક્યના આરોહ-અવરોહ વિધાનવાક્ય અને પ્રશ્રવાક્યના આરોહ-અવરોહથી જુદા હોય છે અને એ તો ‘તે બધું જ ખાય છે !’ એ વાક્ય આશ્ચર્યના ભાવ સાથે બોલાય ત્યારે જ સમજાય.
પરંતુ ઉદ્ગારવાક્યોમાં, ઘણી વાર ‘કેવું’, ‘કેટલું’, ‘શું’ વગેરે ગુણવાચક અને પ્રમાણવાચક પદો આશ્ચર્ય વગેરે ભાવને પ્રગટ કરવા માટે વપરાય છે; જેમકે,
૧. ‘નર્મદ કેવો સુધારાવાદી હતો !'
૨. “પ્રભુની આ સૃષ્ટિ કેટલી આશ્ચર્યથી ભરેલી છે !’. ૩. ‘શું તેનું સૌન્દર્ય !'
ઉદ્ગારવાક્યો કેટલીક વાર ક્રિયાપદ વગરનાં અને કેટલીક વાર એક શબ્દનાં પણ હોય છે; જેમકે,
૧. કેવું ભયાનક દશ્ય !’
૨. ‘શાબાશ એની બહાદુરીને !' ૩. ‘અફસોસ !'
વિધાનવાક્યને ઉગારવાક્યમાં અને ઉદ્ગારવાક્યને વિધાન
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સરળ ગુજરાતી વ્યાકરણ વાક્યમાં ફેરવવું હોય તો તેમાં કેવા ફેરફાર થાય છે તે સમજવા નીચેનાં વાક્યો તપાસો : ૧. મારી પાસે ઘણું સરસ ચિત્ર છે. વિધાનવાક્ય)
મારી પાસે કેવું સરસ ચિત્ર છે ! (ઉદ્ગારવાક્ય) ૨. એની ત્રાડ અત્યંત ભયંકર છે. (વિધાનવાક્ય)
કેવી ભયંકર એની ત્રાડ ! (ઉગારવાક્ય) ૩. આ માણસ કેટલો હોશિયાર છે ! (ઉદ્ગારવાક્ય)
આ માણસ બહુ હોશિયાર છે. (વિધાનવાક્ય) ૪. શું સોહામણું એ દશ્ય ! (ઉદ્ગારવાક્ય)
એ દશ્ય ખૂબ જ સોહામણું હતું. (વિધાનવાક્ય). ઉપરનાં વાક્યો જોતાં સ્પષ્ટ થાય છે કે વિધાનવાક્યને ઉદ્ગારવાક્યમાં ફેરવતી વખતે અતિશયતાસૂચક પદો હોય તો તે દૂર કરી, “કેવું,
કેટલું, “વગેરે ગુણવાચક કે પ્રમાણવાચક પદો મૂકવાં પડે છે. ઉદ્ગારવાક્યમાંથી વિધાનવાક્ય બનાવવું હોય તો એથી ઊલટો ફેરફાર કરવો પડે અને ક્રિયાપદ ન હોય તો ઉમેરવું પડે છે. વિધિવાક્ય અને નિષેધવાક્ય :
હકારવાળું વાક્ય તે વિધિવાક્ય અને નકારવાળું વાક્ય તે નિષેધવાક્ય કહેવાય છે જેમકે,
‘તમે સાચું બોલો છો. આ વિધિવાક્ય છે. ‘તમે સાચું બોલતા નથી. આ નિષેધવાક્ય છે.
વિધિવાક્યનું નિષેધવાક્યમાત્રછેડે નહિ ઉમેરવાથી જ થતું નથી. એની બીજી પણ રીતો છે. નિષેધ માટે નહિ ઉપરાંત અન અને આશ્ચર્યમાં મા” પણ વપરાય છે.
‘મા’ સામાન્ય રીતે વાક્યાને આવે છે; જેમકે,
એની સાથે વાત કર. આ વિધિવાક્ય છે. . તેને નિષેધવાક્યમાં આમ ફેરવી શકાય : એની સાથે વાત કર મા. . • ની ક્રિયાપદની કે વિધેયખંડની પહેલાં કે વાક્યની શરૂઆતમાં પણ
Page #221
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૦૧ આવી શકે છે. નહિ પણ ક્રિયાપદની પહેલાં આવી શકે છે; જેમકે, ૧. એ સભામાં રોજ જાય. (વિધિવાક્ય)
એ સભામાં રોજ ન જાય. (નિષેધવાક્ય) ૨. આજે વરસાદ પડ્યો. ( વિધિવાક્ય)
આજે વરસાદ પડ્યો નહિ. (નિષેધવાક્ય)
ન હતો નું “નહોતો થાય છે અને “નહોતો સહાયકારક ક્રિયાપદ તરીકે હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ તેમજ પાછળ બંને રીતે આવી શકે છે; જેમકે, ૧. એ દોડી શકતો હતો. (વિધિવાક્ય).
એ દોડી શકતો નહોતો. (નિષેધવાક્ય)
એ દોડી નહોતો શકતો. (નિષેધવાક્ય) ૨. હું એ કામ કરવા માગતો હતો. (વિધિવાક્ય)
હું એ કામ કરવા માગતો નહોતો. (નિષેધવાક્ય)
હું એ કામ કરવા નહોતો માગતો. (નિષેધવાક્ય) વિધિવાક્યમાં નું (છું છે. છો, છીએ પૈકી) કોઈ રૂપ હોય તો નિષેધવાક્યમાં તેની જગ્યાએ ‘નથી મુકાયે; જેમકે,
૧. તે પુસ્તકો કામનાં છે. (વિધિવાક્ય)
તે પુસ્તકો કામનાં નથી. (નિષેધવાક્ય) ૨. તમે જમ્યા છો ? (વિધિવાક્ય)
તમે જમ્યા નથી ? (નિષેધવાક્ય) -
અત્યાર સુધી આપણે વિધિવાક્યને નિષેધવાક્યમાં ફેરવતી વખતે ફક્ત હકારાત્મક અર્થને નકારાત્મક અર્થમાં બદલ્યો અને એમ કરતાં મૂળ વાક્યનો અર્થ બદલાઈ જાય છે, એ જોયું. પરંતુ વાક્ય-રૂપાન્તરના નિયમ પ્રમાણે વિધિવાક્યને નિષેધવાક્યમાં ફેરવવું હોય તો મૂળ અર્થ કે ભાવ બદલાય નહિ તે ધ્યાનમાં રાખવું પડે છે. '
- નીચેનાં વાક્યોને નિષેધવાક્યમાં કેવી રીતે ફેરવ્યાં છે તેનો અભ્યાસ કરો :
૧. તમે સાચું બોલો છો. (વિધિવાક્ય) •
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સરળ ગુજરાતી વ્યાકરણ - તમે ખોટું બોલતા નથી. (નિષેધવાય) ૨. એ દોડી શકતો હતો. (વિધિવાક્યો .
એ દોડવા અશક્ત નહોતો. (નિષેધવાક્ય) ૩. મારા પિતાજી નિર્વ્યસની છે. (વિધિવાક્ય) | મારા પિતાજીને કશું વ્યસન નથી. (નિષેધવાક્ય) ૪. આ વાત દાદાજી જ જાણે છે. (વિધિવાક્ય) " આ વાત દાદાજી સિવાય બીજું કોઈ જાણતું નથી. .
(નિષેધવાક્ય) ૫. કમલેશ અશાંત રહ્યો. (વિધિવાક્ય)
કમલેશ શાંત થયો નહિ. (નિષેધવાક્ય) ૬. હું સાચું જ કહું છું. (વિધિવાક્ય) . " હું ખોટું કહેતો જ નથી. (નિષેધવાક્ય)
ઉપરનાં વાક્યો જોતાં સમજાશે કે વિધિવાક્યને નિષેધવાક્યમાં તેમજ નિષેધવાક્યને વિધિવાક્યમાં, અર્થાત્ ભાવ બદલાય નહિ એ રીતે. ફેરવતી વખતે હકારાત્મક યિાપદને નકારાત્મક ક્રિયાપદમાં કે નકારાત્મક ક્રિયાપદને હકારાત્મક ક્રિયાપદમાં બદલવામાં આવે છે અને વાક્યમાંના અમુક શબ્દને બદલે વિરોધી અર્થવાળો શબ્દ મુકાય છે. વર્તમાનકાળ અને ભૂતકાળની રચના : નીચેનાં વાક્યો વાંચો : ૧. હું બાપુજીની પાસે નખ કપાવું છું. (વર્તમાનકાળની વાક્યરચના)
મેં બાપુજી પાસે નખ કપાવ્યા. (ભૂતકાળની વાક્યરચના) ૨. તું બહેનને વાત કહે છે. વર્તમાનકાળની વાક્યરચના)
તે બહેનને વાત કહી. (ભૂતકાળની વાક્યરચના)
ઉપરનાં વાક્યોમાં વર્તમાનકાળની વાક્યરચનામાં હું અને તું કર્તાઓ છે. એ કોઈ જાતના અનુગ લાગ્યા વિનાનાં અનુક્રમે પહેલા પુરુષ એકવચન અને બીજા પુરુષ એકવચનનાં સર્વનામ-રૂપો છે. કપાવું છું અને ‘કહે છે એ ક્રિયાપદો છે. એ પણ અનુક્રમે પહેલો પુરુષ એકવચન અને
Page #223
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૦૩ બીજો પુરુષ એકવચન બતાવે છે. એટલે કે કર્તાને અનુલક્ષીને ક્રિયાપદો આવેલાં છે.
હવે ભૂતકાળની વાક્યરચના જુઓ. એમાં મેં અને તેં કર્તા-પદો છે. એટલે કે “એ-અનુગવાળાં સર્વનામ-રૂપો છે. કપાવ્યા અને કહી ક્રિયાપદો છે. એ અનુક્રમે પુંલ્લિંગ બહુવચન અને સ્ત્રીલિંગ એકવન બતાવે છે. નખ કર્મ છે. અને તે પુંલ્લિંગ બર્વચનમાં છે. વાત કર્મ છે અને તે સ્ત્રીલિંગના એકવચનમાં છે. આમ અહીં ક્રિયાપદો કર્મને અનુલક્ષીને આવેલાં છે.
વર્તમાનકાળની.વાક્યરચનાને ભૂતકાળમાં ફેરવવી હોય તો કર્તાને ‘એ અનુગ લગાડવો પડે અને ક્રિયાપદ તરીકે કર્મનાં લિંગ-વચન લેતું ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે વાપરવું પડે.
- ભૂતકાળની વાક્યરચનાને વર્તમાનકાળમાં ફેરવવી હોય તો કર્તાનું ‘એ અનુગ વિનાનું રૂપ વાપરવું પડે અને ભૂતકૃદંતની જગ્યાએ કતાના પુરુષવચન પ્રમાણેનું ક્રિયાપદ-રૂપ વાપરવું પડે. સાદી અને પ્રેરક વાક્યરચના :
ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા પ્રેરવાનો અર્થ હોય ત્યારે વાક્યરચના પ્રેરક બને છે. બાળક દૂધ પીએ છે.” એ સાદી વાક્યરચના છે, પણ માતા બાળકને દૂધ પાય છે. એ પ્રેરક વાક્યરચના છે. પહેલા વાક્યમાં બાળક પીવાની ક્રિયા કરે છે એટલો જ અર્થ છે. બીજા વાક્યમાં માતા બાળકને પીવાની ક્રિયા કરવા પ્રેરે છે એવો અર્થ છે. .
સાદી અને પ્રેરક વાક્યરચનામાં એટલી જ ફેર છે કે પ્રેરક વાક્યરચનામાં ક્રિયાપદ પ્રેરકવાળું હોય છે.
નીચે સાદી વાક્યરચનાઓને પ્રેરક વાક્યરચનાઓમાં કઈ રીતે ફેરવેલ છે તે જુઓ : (૧) હું વાર્તા વાંચું છું હું વાર્તા વંચાવું છું. (૨) સ્તુતિએ ગીત ગાયું ઃ સ્તુતિએ ગીત ગવડાવ્યું.
અહીં મૂળ કર્તાને જ પ્રેરક કર્તા બનાવી દીધો છે. (૩) હું વાર્તા વાંચું છું. હું પુલિન પાસે વાર્તા વંચાવું છું. (૪) સ્તુતિએ ગીત ગાયું ઃ સ્તુતિએ હેતલને ગીત ગવડાવ્યું.
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૪
સરળ ગુજરાતી વ્યાકરણ આ વાક્યમાં પ્રેરક રચના કરતી વખતે “પ્રેરિત કર્તાઓ ઉમેરેલ છે. પ્રેરિત કર્તા એટલે જેની પાસે કામ કરાવ્યું હોય તે. ઉપરની પ્રેરક વાક્યરચનાઓમાં ‘પુલિન' અને હેતલે પ્રેરિત કર્તાઓ છે. પ્રેરિત કર્તા ‘પાસે નામયોગીથી કે તેને અનુગથી દર્શાવેલ છે. (૫) હું વાર્તા વાંચું છું પિતાજી મને વાર્તા વંચાવે છે..
પિતાજી મારી પાસે વાર્તા વંચાવે છે. (૬) સ્તુતિએ ગીત ગાયું ઃ હિનાએ સ્તુતિને ગીત ગવડાવ્યું.
હિનાએ સ્તુતિ પાસે ગીત ગવડાવ્યું.
અહીં કર્તા હું અને “સ્તુતિએને ને અનુગ તથા “પાસે નામયોગી લગાડીને પ્રેરિત કર્તા બનાવેલ છે. તેમજ પિતાજી અને હિનાએ એ નવા પ્રેરક કર્તાઓ ઉમેરેલ છે. (૭) ઝાડ પડ્યું : માળીએ ઝાડ પાડ્યું. (૮) બાળક હસે છે : માતા બાળકને હસાવે છે.
અહીં પડવું” અને “હસે છે' એ અકર્મક ક્રિયાપદો પ્રેરક વાક્યરચનામાં સકર્મક બન્યાં છે અને પ્રેરિત કર્તાઓએ કર્મનું સ્થાન લીધું છે. (૯) ઝાડ પડ્યુંઃ માળીએ ઝાડ પાડ્યું.
શેઠે માળી પાસે ઝાડ પડાવ્યું. (૧૦) અરુણા પત્ર લખે છે : મા અરુણાને પત્ર લખાવે છે.
પિતાજી મા મારફત અરુણાને પત્ર લખાવડાવે છે.
ઉપરથી પ્રેરક વાક્યરચના પરથી પુન:પ્રેરક વાક્યરચના થયેલી છે. ‘પડવુંનું પ્રેરક ક્રિયાપદ પાડવું અને પુનઃ પ્રેરક ક્રિયાપદ ‘પડાવવું થાય છે, તેમજ લખવુંનું પ્રેરક ક્રિયાપદ લખાવવું અને પુન:પ્રેરક ક્રિયાપદ ‘લખાવરાવવું થાય છે.
ટૂંકમાં, સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતી વખતે મૂળ કર્તાને જ પ્રેરક કર્તા બનાવી શકાય છે. પ્રેરક વાક્યમાં જેની પાસે કામ કરાવવું હોય તે પ્રેરિત કર્તા ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે. પ્રેરિત કર્તા અને અનુગથી કે 'પાસે', ‘દ્વારા, ‘મારફત જેવાં નામયોગીઓથી દર્શાવાય છે. મૂળ કર્તાને પ્રેરિત કર્તા બનાવી દઈ, નવો પ્રેરક કર્તા ઉમેરીને પણ પ્રેરક વાક્ય બનાવી શકાય છે. અકર્મક ક્રિયાપદો પ્રેરક વાક્યરચનામાં સકર્મક બને છે અને પ્રેરિત ર્તા કર્મનું સ્થાન લે છે. પ્રેરક વાક્યરચના પરથી બીજી
Page #225
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૦૫ પ્રેરક વાક્યરચના - પુન:પ્રેરક વાક્યરચના પણ બનાવી શકાય છે. કર્તરિ, કર્મણિ અને ભાવે રચનાઓ :
જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય એટલે કે કર્તાની સક્રિયતા દર્શાવાઈ હોય તેને કર્તરિવાક્ય કહે છે. કર્તરિવાજ્યમાં કેટલાંક ક્રિયાપદ રૂપો કર્તાને અનુસરે છે, તો કેટલાંક કર્મને અનુસરે છે : વર્તમાનકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થ, વર્તમાન કૃદંતનાં રૂપો કર્તાલક્ષી છે; તો ભૂતકાળ, ભૂતવૃંદ અને વિધ્યર્થ કૃદંતનાં રૂપો કર્મલક્ષી છે; જેમકે,
કર્તાલક્ષી કર્તરિવાક્ય કર્મલક્ષી કર્તરિવાજ્ય (૧) હું તને પુસ્તક આપું છું. (૧) મેં તને પુસ્તક આપ્યું.
તું મને પુસ્તક આપે છે. તે મને પુસ્તક આપ્યું. (૨) તું ગીત ગાજે.
(૨) તારે કર્મ કરવું. તમે ગીત ગાજો. તમારે વાર્તા કહેવી.
જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય એટલે કે કર્મ કર્તાને સ્થાને હોય તેને કર્મણિવાક્ય કહે છે. કર્મણિવાક્યમાં ક્રિયાપદ કર્મને અનુસરે છે; જેમ કે, કર્તરિ વાક્ય
કર્મણિ વાક્ય (૧) હું કવિતા ગાઉં છું. મારાથી કવિતા ગવાય છે. (૨) મેં દિલીપને વાત કહી. મારાથી દિલીપને વાત કહેવાઈ. (૩) તું તારી ફરજ બજાવવાનો- તારાથી તારી ફરજ બજાવાની નથી.
નથી. (૪) એ લોકો વહેમને પોષી એ લોકોથી વહેમ પોષાઈ • રહ્યા છે.
રહ્યો છે. કર્મ ન હોવાને કારણે જે વાક્યમાં ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય અને કર્તા ક્રિયાને સહેનાર હોય તેને ભાવેવાક્ય કહે છે. ભાવેવાક્યમાં ક્રિયાપદ કર્તાથી સ્વતંત્ર રીતે ત્રીજો પુરુષ એકવચન અને નપુંસકલિંગમાં આવે છે; જેમ કે, કર્તરિવાક્ય
ભાવેવાક્ય ૧. ધીરજ હવે લખશે.. . ધીરજથી હવે લખાશે. ૨. નેહ દોડે છે.
નેહથી દોડાય છે. ૩. હું જઈશ નહિ.'
મારાથી જવાશે નહિ. ૪. તું હસ્યો.
તારાથી હસાયું.
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સરળ ગુજરાતી વ્યાકરણ કર્મણિરચનામાં કે ભાવેરચનામાં કર્તા કેટલીક વાર તરફથી સાથે આવે છે, તો ક્યારેક ને અનુગ લે છે. જેમકે, ર્તરિવાક્ય
કર્મણિવાક્યભાવેવાક્ય ૧. એ સંસ્થા દરરોજ ગરીબોને . એ સંસ્થા તરફથી દરરોજ ભોજન આપે છે.
ગરીબોને ભોજન અપાય છે. ૨. તું સમજ્યો નહિ.
તને સમજાયું નહિ. હવે, નીચેના વાક્યો જુઓ : ૧. સરકારે સચિન તેંડુલકરનું બહુમાન કર્યું. (કર્તરિવાક્ય)
સરકાર તરફથી સચિન તેંડુલકરનું બહુમાન કરવામાં આવ્યું.
(કર્મણિવાક્ય). ૨. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યાં. (કર્તરિવાક્ય) રાજા તરફથી ગરીબો માટે કેન્દ્રો ખોલવામાં આવ્યાં. (કર્મણિવાક્ય)
ઉપરનાં વાક્યો જોતાં જણાશે કે કર્મણિવાક્યમાં ક્યારેક વિધ્યર્થ કૃદંતને “માં અનુગ લગાડીને, સાથે આવવું)' ક્રિયાપદનું રૂપ વાપરવામાં આવે છે.
કર્મણિવાક્યમાં ક્યારેક કર્તા હોતો નથી, ત્યાં કર્મની પ્રધાનતાને લીધે કર્તાની અપેક્ષા હોતી નથી. આવું હોય ત્યારે એની કર્તરિ-રચના કરતી વખતે કોઈ કર્તા-પદ ઉમેરવાનું રહે છે, જેમ કે, કર્મણિ વાક્ય
કર્તરિ વાક્ય ૧. યુદ્ધ માત્ર લડાઈના
કોઈ પણ દેશ યુદ્ધ માત્ર મેદાન પર નથી લડાતું. લડાઈના મેદાન પર નથી
લડતો. ૨. બૂટ કાંઈ ખાસ
મેં / તેં/ તેણે બૂટ કંઈ ખાસ ઘસાયાં નહોતાં.
ઘસ્યાં નહોતાં. ટૂંકમાં કર્મણિરચના અને ભાવેરચનામાં ક્રિયાપદનું આ પ્રત્યયવાળું ખાસ રૂ૫ વપરાય છે; જેમ કે, કર + આ + = ‘કરાશે, કર્તરિરચનાનો કર્તા કર્મણિરચના અને ભાવેરચનામાં થી અનુગ સાથે આવે છે, જેમ કે, નેહથી, ધીરજથી, મારાથી વગેરે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૩૦. વાક્ય : વિશ્લેષણ અને સંયોજન
વાક્યો ત્રણ પ્રકારનાં હોય છેઃ (૧) સાદું વાક્ય, (૨) સંયુક્ત વાક્ય અને (૩) સંકુલ અથવા મિશ્ર વાક્ય.
(૧) સાદું વાક્ય : જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદેશ્યવિધેયવાળી રચના હોય તેને સાદું વાક્ય કહે છે; જેમ કે,
(અ) થોડા દિવસ હું મથુરા રહીને વૃંદાવન પહોંચ્યો. (બ) વિનોબા દૂબળા-પાતળા તો પહેલેથી હતા. (ક) શૈલભાઈની ઑફિસમાં એક કારકુન હતો. (ડ) હું આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. (ઈ) તમે બહુ ડાહ્યા. (ફ) ધાંધલિયો છોકરો હવે નિશાળે જવાની હા પાડવા લાગ્યો.
ઉપરના દરેક વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદેશ્ય-વિધેયવાળી રચના છે; (ઈ) વાક્ય ક્રિયાપદ વગરનું છે. આમ, આ બધાં સાદાં વાક્યો છે.
(૨) સંયુક્ત વાક્ય: જોડાયેલાં વાક્યો વ્યાકરણની દૃષ્ટિએ સમાન મોભાનાં હોય, એટલે કે એકબીજાંથી સ્વતંત્ર રીતે ટકી શકે તેવાં હોય, એક વાક્ય બીજા વાક્યનું ગૌણ વાક્ય ન હોય ત્યારે એ સંયુક્ત વાક્ય કહેવાય છે. સંયુક્ત વાક્યોમાં વાક્યોને જોડનારસંયોજકો ('ઉભયાન્વયીઓ) તરીકે આ પદો આવે છે : ને, અને, પણ છતાં, તો પણ, છતાં પણ, તેમ છતાં, કે, અથવા, અથવા તો, યા, વા, કાં તો. એટલે, માટે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે, વગેરે; જેમ કે,
- (અ) ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાતો ખાય. (બ) હું મારા અમુક મિત્રની કોઈ પણ વસ્તુને છેડું છું એટલે એ વસ્તુ તદન બગડી જાય છે. (ક) નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસાં ખાય છે અને આવા હૈયાફૂટાઓ હોમાયછે. (ડ) તેને ન આવડેકાણે જતાં કે ન આવડે આશ્વાસન દેતાં. એટલે ધીરજકાકાની મદદ માગી. (ઈ) ગુજરાત, તારી ધરતીમાં ફેંક રત્નો પાક્યાં છે. પણ તને એની કિંમત રહી નથી.
ઉપરનાં વાક્યોમાં, બે કે ત્રણ સમાન મોભાનાં કે એકબીજાંથી સ્વતંત્ર રીતે ટકી શકે તેવાં વાક્યો “પણ”, ને વગેરેથી જોડાયેલાં છે. એટલે એ બે કે ત્રણ વાક્યો જોડાતાં બનેલાં વાક્યો “સંયુક્ત વાક્યો' છે.
૨૦૭
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સરળ ગુજરાતી વ્યાકરણ (૩)સંકુલ અથવામિશ્રવાક્ય જોડાયેલાં વાક્યોમાંથી એક મુખ્ય વાક્ય અને બીજું ગૌણ વાક્ય હોય, એ બીજું વાક્યમુખ્ય વાક્યના વિશેષણવાક્ય, ક્રિયાવિશેષણ-વાક્ય કે કર્મ-વાક્ય તરીકે આવતું હોય, ત્યારે આખું વાક્ય સંકુલ કે મિશ્ર વાક્ય કહેવાય છે. સંકુલ વાક્યોમાં સંયોજકો તરીકે “કે” તથા “જે-તે', “જ્યારે-ત્યારે, ‘જેમ-તેમ, ‘જેવુંતેવું, “જ્યાં-ત્યાં’, ‘જોતો', “જ્યાં સુધી - ત્યાં સુધી વગેરે સાપેક્ષ (સંબંધી) સર્વનામો કે ક્રિયાવિશેષણો આવે છે; જેમ કે,
(અ) દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. (બ) જ્યાં આજે ગાંધીસંગ્રહન આધુનિક છતાં સાદી ઢબનાં મકાન છે, ત્યાં ત્યારે ખેતર હતું. (ક) આમ જ એ (રેવા) અમરકંટકના પહાડોમાંથી નીકળે છે ત્યારથી ઘણે સ્થળે કૂદતી, ભૂસકા મારતી ચાલે છે. (ડ) હું મરી જાઉં તો માને મળાય. (ઇ) માણસમાં જ્યારે યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઘેંસ જેવું થઈ જાય છે. (ફ) ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે.
ઉપરનાં વાક્યોમાં, પ્રત્યેકમાં મુખ્ય વાક્યને ગૌણ વાક્યનો સંબંધ છે. અને તે બધાં કે', ‘જ્યારે-ત્યારે, “જેમ-તેમ વગેરે સંયોજકોથી જોડાયેલાં છે, એટલે એ આખાં વાક્યો “સંકુલ કે મિશ્ર વાક્યો છે. વાક્ય-વિશ્લેષણ : - સંયુક્ત કે સંકુલ વાક્યોમાં જોડાયેલાં વાક્યોને જુદા પાડી બતાવવાં, સંયોજક ઓળખાવવા અને વાક્યોને સમાનતાનો કે મુખ્ય-ગૌણ પ્રકારનો સંબંધ સ્પષ્ટ કરી બતાવવો તે પ્રક્રિયા વાક્ય-
વિશ્લેષણ કે વાક્ય-પૃથક્કરણ કહેવાય છે; જેમ કે, (૧) “ઉપર શ્વેત વાદળો વચ્ચે આકાશનો નીલ રંગ ડોકાય છે
અને આંખમાં ફરફરે છે દૂરનાં મંદિરોના શિખર પરની ધજાઓ.’ આ સંયુક્ત વાક્યનું વિશ્લેષણ નીચે મુજબ થશેઃ (અ) ઉપર શ્વેત વાદળો વચ્ચે આકાશનો નીલ રંગ ડોકાય છે. (આ) આંખમાં ફરફરે છે દૂરનાં મંદિરના શિખર પરની ધજાઓ. આ બંને સંયુક્તપણે જોડાયેલાં મુખ્ય વાક્યો છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ સંયોજક : અને
(૨) ‘ભાભાને ત્રણચાર દીકરા હતા, પણ વૃક્ષોને પાણી ભાભા પોતે
જ પાતા.’
આ સંયુક્ત વાક્યનું વિશ્લેષણ નીચે મુજબ થશેઃ (અ) ભાભાને ત્રણચાર દીકરા હતા. (આ) વૃક્ષોને પાણી ભાભા પોતે જ પાતા. આ બંને સંયુક્તપણે જોડાયેલાં મુખ્ય વાક્યો છે. સંયોજક : પણ
૨૦૯
(૩) ‘હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊભું લાગ્યું હતું. આ સંકુલ વાક્યનું વિશ્લેષણ નીચે મુજબ થશે : (અ) મને શરીર જરા ઊભું લાગ્યું હતું. (મુખ્ય વાક્ય) (આ) હું નવરાવતી હતી. (ગૌણ વાક્ય)
(૪)
અહીં ‘હું નવરાવતી હતી’ એ વાક્ય ‘મને શરીર જરા ઊભું લાગ્યું હતું'નો સમય બતાવનારું વર્ધક વાક્ય છે. સંયોજક : ‘(જ્યારે)-ત્યારે...
અમારા નાવિક છનાલાલને (અમે) પૂછ્યું કે અહીં પાણી કેટલું ઊંડું છે.
આ સંકુલ વાક્યનું વિશ્લેષણ નીચે મુજબ થશે : (અ) અમારા નાવિક છાલાલને (અમે) પૂછ્યું. (મુખ્ય વાક્ય) (આ) અહીં પાણી કેટલું ઊંડું છે. - (ગૌણ વાક્ય)
‘અહીં પાણી કેટલું ઊંડું છે’ એ મુખ્ય વાક્યના ‘પૂછ્યું’ ક્રિયાપદનું કર્મ હોવાથી આ વાક્ય કર્મ-વાક્ય છે. સંયોજક : ‘કે’
(૫) બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને કહી ગઈ ને કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે.' આ સંકુલ વાક્યનું વિશ્લેષણ નીચે મુજબ થશે :
(અ) તું આવીને મને કહી ગઈ. (મુખ્ય વાક્ય) (આ) બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. (ગૌણ વાક્ય)
(ઈ) બપોરે બા જરા સૂઈ ગઈ. (ગૌણ વાક્ય)
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૦.
સરળ ગુજરાતી વ્યાકરણ
આમાં ત્રણ વાક્ય જોડાયેલાં છે. “તું આવીને મને કહી ગઈ એ વાક્ય બપોરે બા જરા સૂઈ ગઈ'નો સમય બતાવનારું વર્ધક વાક્ય છે, અને બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. એ મુખ્ય વાક્યના કહી ગઈ” ક્રિયાપદનું કર્મ હોવાથી કર્મ-વાક્ય છે.
સંયોજક : ‘(જ્યારે) - ત્યારે, કે” વાક્યસંયોજન :
સાદાં વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યોરૂપે જોડવાં તેનું નામ વાક્યસંયોજન. સાદાં વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યોરૂપે જોડતી વખતે
(૧) એ વાક્યોનો અર્થ ધ્યાનમાં લેવો. (૨) સાદાં વાક્યોના અર્થ પરસ્પર ઉમેરાઈ શકે તેવા હોય
અથવા બંને વાક્યોનું મહત્ત્વ સમાન હોય તો ને, “અને', ‘તથા’, ‘તેમજ જેવાં ઉભયાન્વયી પદોનો ઉપયોગ કરીને વાક્યો જોડવાં. . સાદાં વાક્યોના અર્થ પરસ્પર વિરુદ્ધ કે વિકલ્પરૂપે હોય તો “પણ”, “પરંત'. ‘કિત. ‘છતાં, છતાં પણ. “તો પણ', ‘તેમ છતાં, કે’, ‘અથવા', “યા. ‘વા”, “અગર, કાં તો', ‘જો કે જેવાં ઉભયાન્વયી કે સંયોજક વાપરીને વાક્યો
જોડવાં. (૪) એક વાક્યમાં જે કહેલું હોય તેનું કારણ કે પરિણામ બીજા
વાક્યમાં જણાવ્યું હોય ત્યારે તેથી'; “એથી'. “એટલે,
‘માટે, કે જેવાં સંયોજક વાપરી વાક્યો જોડવાં. (૫) એક વાક્યના અર્થનો વધારો કે અર્થની પૂર્તિ બીજા વાક્યમાં
હોય ત્યારે “એટલે’, ‘એટલે કે, ‘અર્થાત્ જેવાં સંયોજક દ્વારા
વાક્યો જોડવાં. (૬) એક વાક્યમાં કોઈ સંજ્ઞા કે સર્વનામ હોય અને બીજું વાક્ય
તેના અર્થમાં વધારો કરતું હોય ત્યારે જે-તે, જ્યારે-ત્યારે
વગેરે સંયુક્ત સંયોજકો વાપરીને વાક્યો જોડવાં. (૭) એક વાક્યની ક્રિયાનો સમય બીજા વાક્ય દ્વારા દર્શાવાતો
હોય ત્યારે ‘જ્યારે-ત્યારે’, ‘જ્યાં સુધી ત્યાં સુધી જેવાં સંયુક્ત સંયોજકો દ્વારા વાક્યો જોડવાં.
Page #231
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૧૧
(૮) એક વાક્યની ક્રિયા માટે બીજું વાક્ય શરતરૂપે આવે ત્યારે ‘જો-તો' સંયુક્ત સંયોજકના ઉપયોગ કરીને વાક્યો જોડવાં. નીચેનાં ઉદાહરણોનો અભ્યાસ કરવાથી સાદાં વાક્યોનું સંયુક્ત કે સંકુલ વાક્યરૂપે કેવી રીતે સંયોજન થાય છે તેનો ખ્યાલ આવશે : (૧) ‘ગુજરાત, તારી ધરતીમાં કૈંક રત્નો પાક્યાં હૈં, તને એની કિંમત રહી નથી.’
આ બંને વાક્યોના અર્થમાં વિરોધનો ભાવ છે. પહેલા વાક્યમાં ગુજરાતની ધરતીમાં રત્નો પાક્યાં હોવાની વાત છે અને બીજા વાક્યમાં ગુજરાતને એની કિંમત ન હોવાની વાત છે. એટલે આ બંને વાક્યોને ‘પણ’, ‘પરંતુ’, ‘જો કે’ જેવાં સંયોજકોથી જોડીને સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવી શકાશે :
`ગુજરાત, તારી ધરતીમાં કૈંક રત્નો પાક્યાં છે. પણ(પરંતુ) તને એની કિંમત રહી નથી.’ (સંયુક્ત વાક્ય)
‘ગુજરાત, જો કે તારી ધરતીમાં કૈંક રત્નો પાક્યાં છે, છતાં પણ તને એની કિંમત રહી નથી.' (સંકુલ વાક્ય)
(૨) ખેડૂત ડરીને દુઃખ વેઠે છે. તે જાલિમની લાતો પણ ખાય છે.'
ખેડૂતની ‘દુઃખ વેઠવાની’ વાતની સાથે ‘જાલિમની લાતો' ખાવાની વાત ઉમેરાઈ શકે એવી છે, એટલે આ વાક્યોને ‘ને’, ‘અને’ જેવા ઉભયાન્વયીથી જોડીને સંયુક્ત વાક્યબનાવી શકાય છે. જુદાં જુદાં વાક્યોમાં જે પદો બે વાર આવે તેમને બે વાર મૂકવાની જરૂર નથી, એટલે બીજા વાક્યનું ‘તે’ કર્તા-પદ સંયોજક તરીકે વપરાશે નહિ :
ખેડૂત ડરીને દુઃખ વેઠે છે ને(અને) જાલિમની લાતો ખાય છે.’ (સંયુક્ત વાક્ય) (૩) 'હું મારા અમુક મિત્રની કોઈ પણ વસ્તુને છેડું છું. એ વસ્તુ તદ્દન બગડી જાય છે.’
અહીં પહેલા વાક્યમાં કારણ છે અને બીજા વાક્યમાં તેનું પરિણામ દર્શાવ્યું છે. તેથી આ વાક્યોને ‘એટલે, ‘તેથી’ જેવાં સંયોજકો વડે જોડી સંયુક્ત વાક્ય બનાવી શકાશે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સરળ ગુજરાતી વ્યાકરણ “મારા મિત્રની કોઈ પણ વસ્તુને છડું ... એટલે (તેથી, માટે) એ વસ્તુ તદન બગડી જાય છે.' (સંયુક્ત વાક્ય)
(૪) “મુદલ કરતાં કેટલુંયે વધારે એ આપી ચૂક્યો હતો. પેલા શાહુકારના રાતા ચોપડામાં તેનું દેવું પાંચગણું બોલતું હતું.”,
આ બંને વાક્યોમાં અર્થો એકબીજાથી ઊલટા જણાય છે. એ મુદલ કરતાં ઘણું વધારે આપી ચૂક્યો હતો તેમ છતાં શાહુકારના ચોપડામાંથી તેના કરજમાં ઘટાડો થવાને બદલે તેમાં વધારો જ થતો બતાવાયો છે. આમ, આ વિરોધ બતાવનાર વાક્યનું તોયે’, ‘તો પણ', “છતાં' જેવાં સંયોજકો વડે જોડી સંયુક્ત વાક્ય બનાવી શકાશેઃ
“મુદલ કરતાં કેટલુંયે વધારે એ આપી ચૂક્યો હતો. (તોયે, તો પણ, છતાં) પેલા શાહુકારના રાતા ચોપડામાં તેનું દેવું પાંચગણું બોલતું હતું.' (સંયુક્ત વાક્ય)
(૫) “તેને કાણે જતાં આવડતું નહોતું. તેને આશ્વાસન દેતાં પણ આવડતું નહોતું. આ કારણે તેણે ધીરજકાકાની મદદ માગી.”
અહીં ત્રણ વાક્યોને જોડવાનાં છે. પહેલાં બે વાક્યોના અર્થ એકબીજામાં ઉમેરાય એવા છે એટલે તેમને અને આથી જોડી શકાશે. વળી અહીં કે પણ “અને'ના જેવું જ કામ આપશે, અને આ રીતે સંયુક્ત વાક્ય બનશે. પહેલાં બે વાક્યો કારણ દર્શાવે છે અને છેલ્લું ત્રીજું વાક્ય પરિણામ દર્શાવે છે, માટે પહેલાં બે જોડેલાં વાક્યો સાથે ત્રીજાને જોડવા એટલે,
માટે’, ‘તેથી જેવાં સંયોજકો વાપરીને ત્રણે વાક્યો જોડાતાં સંયુક્ત વાક્ય તૈયાર થશે ? | ‘તેને ન આવડે કાણે જતાં અને (ક) ન આવડે આશ્વાસન દેતાં; એટલે (માટે, તેથી) ધીરજકાકાની મદદ માગી.” (સંયુક્ત વાક્ય)
(૬) “ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય છે. ચોમાસામાં અનેક ઝરણાં ફૂટી નીકળે છે.”
અહીં બે વાક્યો વચ્ચે સરખામણીનો સબંધ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એટલે એમને “જેમ-તેમ'થી જોડી સંકુલ વાક્ય બનાવી શકાશે :
ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે.”
(સંકુલ વાક્ય)
Page #233
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૭)
૨૧૩
‘લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ વાત દેવાત સમજતો
હતો.’
આ બે વાક્યો જોતાં સમજાશે કે દેવાત જે વાત સમજતો હતો તે હતી લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. દેવાત શું સમજતો હતો ? લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. આમ, ‘સમજતો હતો’ ક્રિયાપદનું કર્મ પહેલું વાક્ય છે. એટલે બીજું વાક્ય પહેલાં લઈ ‘કે’ સંયોજકથી પહેલા વાક્યને જોડતાં સંકુલ વાક્ય બનશે :
દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. (સંકુલ વાક્ય) (૮) 'માણસમાં યાચનાવૃત્તિ જાગે છે. તે વખતે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલાં ઘેંસ જેવાં થઈ જાય છે.’
આ વાક્યો વચ્ચે એક સમયનો સંબંધ કલ્પી શકાય તેમ છે. એટલે આ વાક્યોને ‘જ્યારે-ત્યારે કે ‘ત્યારે’થી જોડી સંકુલ વાક્ય બનાવી શકાશેઃ ‘માણસમાં જ્યારે યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલાં ઘેંસ જેવાં થઈ જાય છે.’ (સંકુલ વાક્ય)
(૯) ‘આજે આ સ્થળે ગાંધીસંગ્રહનાં આધુનિક છતાં સાદી ઢબનાં મકાન છે. ત્યારે તે સ્થળે ખેતર હતું.’
અહીં બે વાક્યો વચ્ચે સ્થાનનો સંબંધ છે. તેથી આ બંને વાક્યોને જોડવા ‘જ્યાં-ત્યાં’ એ સંયુક્તસંયોજકો વાપરી સંકુલ વાક્ય બનાવી શકાશે. ‘જ્યાં આજે ગાંધીસંગ્રહનાં આધુનિક છતાં સાદી ઢબનાં મકાન છે, ત્યાં ત્યારે ખેતર હતું.' (સંકુલ વાક્ય)
(૧૦) ‘હું મરી જાઉં. મારાથી માને ળાય.'
અહીં પહેલું વાક્ય બીજા વાક્યની ક્રિયાની શરત સૂચવે છે એટલે બંને વાક્યોને જોડવા ‘જો-તો' એ સંયુક્તસંયોજકોનો ઉપયોગ કરીને સંકુલ વાક્ય બનાવી શકાશે :
‘જો હું મરી જાઉં તો મારાથી માને મળાય.’ (સંકુલ વાક્ય)
Page #234
--------------------------------------------------------------------------
________________
૩૧. જોડણી આપણી ગુજરાતી ભાષામાં શબ્દો ત્રણ પ્રકારના છે : તત્સમ, તદ્ભવ અને દેશ્ય.
તત્સમ એટલે તેના જેવા. મૂળમાં હોય તેવા જ શબ્દોને તત્સમ શબ્દો કહે છે. દા.ત. ‘સરિતાં સંસ્કૃત શબ્દ છે. તે ગુજરાતીમાંય આપણે વાપરીએ છીએ. આવા શબ્દોની જોડણી મૂળ સંસ્કૃતમાં હોય તેવી જ ગુજરાતીમાં થાય છે. - તદ્ભવ એટલે તેમાંથી ઉત્પન્ન થયેલ, જન્મેલ. જે શબ્દોનાં મૂળ સંસ્કૃતમાં છે, પણ અર્વાચીન ગુજરાતીમાં ફેરફારો પામીને આવ્યા છે તે શબ્દોને તદ્દભવ શબ્દો કહે છે. દા.ત. કઠણ શબ્દ, આ શબ્દનું મૂળ સંસ્કૃત કઠિન શબ્દમાં છે. આથી કઠણ શબ્દ એ તદ્ભવ શબ્દ કહેવાય.
દેશ્ય શબ્દો એટલે જેનું મૂળ શોધાતું ન હોય તેવા શબ્દો. દા.ત. ઢેડું, રોડું, હોળાયો, ટીપું, ચણોઠી વગેરે. જોડણીના નિયમો : (અ) તત્સમ શબ્દો (૧) સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. દા.ત.
વિદ્યાર્થિની, મતિ, ગુરુ, વૃદ્ધ, પ્રીતિ, સ્થિતિ, ગતિ, સંપત્તિ. (૨) તત્સમ ઉપરાંત તદ્ભવ રૂપ પ્રચલિત હોય તો તે બંને
રૂપો ચલાવવાં. દા.ત. કઠિન-કઠણ, હૂબહૂ-આબેહૂબ નહિ-નહીં, કાલ-કાળ. ગુજરાતી પ્રત્યય લેતા વ્યંજનાં શબ્દો ખોડા સ્વર વગરના ન લખવા. દા.ત. “જગતું નહીં પણ ‘જગત લખવું - વિદ્વાન, પરિષદ, પશ્ચાતું. કિંચિત્. ક્વચિત્ અર્થાત્ આ શબ્દો ખોડા લખવા. પરંતુ તેમની પછી જો જ' આવતો હોય તો
તમને સ્વર સાથે લખવા. દા.ત. 'ક્વચિત જ'. (૫) અંગ્રેજી શબ્દોના ‘એ અને “ઔને સાંકડા અને પહોળા ઉચ્ચારમાં ભૂલ ન થાય તે માટે તે દર્શાવવા ઊંધી માત્રાનો
૨૧૪
Page #235
--------------------------------------------------------------------------
________________
૨ ૧૫
(૬)
સરળ ગુજરાતી વ્યાકરણ
ઉપયોગ કરવો. દા.ત. બેંક, ફેશન, કૉફી, ઑગસ્ટ. માન પ્રત્યયથી વિશેષણ બને છે. પરંતુ તે શબ્દના અંતે કે છેલ્લાની પહેલાના અક્ષરમાં અ, આ કે મૂ હોય તો વાન' લગાડવો. દા.ત. ધનવાન, વિદ્યાવાન. પરંતુ નીચેના શબ્દોમાં “માન પ્રત્યય લાગશે કે શ્રીમાન,
નીતિમાન, બુદ્ધિમાન વગેરે. (૭) ‘ઈક પ્રત્યયમાં ઈહંમેશાં હ્રસ્વ હોય છે. તે લાગતાં
શબ્દના આગળના સ્વરની વૃદ્ધિ થાય છે અને છેવટનો સ્વર લોપાય છે. દા.ત. સમાજ + ઇક = સામાજિક, અહીં સના અનો આ થયો. ઉદ્યોગ + ઇક = ઔદ્યોગિક. અહીં ઉનો ઔ થયો છે. (૮) ઈત પ્રત્યય હૃસ્વ છે તે ખાસ ધ્યાનમાં રાખવું. દા.ત.
ગણિત, આનંદિત, રચિત. સ્થગિત, પરિચિત વગેરે. (૯) “ઈય અનીય ‘કીય અને “ઈન પ્રત્યયોમાં ‘ઈ' દીર્ઘ.
દા.ત. દેશીય, મનનીય. રાજકીય. નવીન, અર્વાચીન
વગેરે. રાષ્ટ્રિય-રાષ્ટ્રીય બંને રૂપો ચાલે છે. તભવ શબ્દો : (૧૦) પથ્થર, ચોખું, ચિઠ્ઠી. સુધ્ધાં, ઝભ્ભો - આ પ્રમાણે લખાય
છે. પત્થર. ચિટ્ટી, ઝભો ખોટું છે. (૧૧) કહાડવું. વહાડવું જ લખાય, પણ કાઢવું, વાઢવું. કાઢ,
વાઢ; કઢી, અઢાર એમ લખવું. જ્યારે લઢવું, દાઢમ એમ
- ન લખતાં લડવું, દાડમ એમ લખવું. ' (૧૨) ગુજરાતના કેટલાક ભાગોમાં જાય, આંખ્ય, દ્યો, લ્યો,
લાવ્ય વગેરે બોલાય છે. પરંતુ લખવામાં જાત, આંખ,
દો. લો, લાવ એ પ્રમાણે લખવું. (૧૩) ડોશી-ડોસી, ભેંશ-ભેંસ. એશી-એસી. વિશે-વિષે, માસી
માશી, બારસ-બારશ, આમલી-આંબલી, લીમડો-લીંબડો, કામળી-કાંમળી, ચાંલ્લો-ચાંદલો, સાલ્લો-સાડલો એમ બંને રૂપો ચાલે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સરળ ગુજરાતી વ્યાકરણ
(૧૪) શબ્દના બંધારણમાં ‘‘ પછી સ્વર આવતો હોય તો તે ‘ઈ’ ને હ્રસ્વ રાખી સ્વરની પહેલાં ‘ય’ ઉમેરીને લખવું. દા.ત. દરિયો, કડિયો, રૂપિયો, ધોતિયું, પિયર, સહિયર, કાઠિયાવાડ વગેરે.
(૧૫) બહેન, વહાલું, પહોળું, મહાવત, પહેરણ, રહેઠાણ, મહેરબાન, કહે, મહોર એવા શબ્દોમાં ‘હ’ને આગળના અક્ષર સાથે જોડીને લખવો નહીં, પણ જુદો પાડીને લખાય. ‘વ્હેન’ ‘વ્હેરણ’ખોટું છે.
(૧૬) સજા, જિંદગી, સમજ એમાં ‘જ’ લખવો. તેમ જ ‘ગોઝારું’, ‘મોઝાર’માં ‘ઝ' લખવો. સાંજ-સાંઝ, મજા-મઝા બંને ચાલે છે.
(૧૭) ભૂલ-ભૂલાવું. મૂક-મુકાવું, મુકાવવું, શીખ-શિખાઉ,નીકળનિકાલ, ઊઠ-ઉઠાડ, પૂછવું-પુછાવવું, જીવવું, જિવાડવું એ પ્રમાણે લખવું. પરંતુ અનુસ્વારવાળા શબ્દોમાં આ નિયમ ભાગ્યે જ લાગુ પડે છે. દા.ત. ગૂંથવું-ગૂંથાવવું, ચૂંથવું-ચૂંથાવવું, ભૂંસવું-ભૂંસાવવું.
(૧૮) ચાર કે તેથી વધુ અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરમાં ઇ કે ઉ હ્રસ્વ લખાય છે. દા.ત. હિલચાલ, હિમાચલ, હુલામણું, ખિસકોલી, શિખામણ, કિલકિલાટ, ટિપણિયો વગેરે.
જોડણીદોષ :
વ્યાકરણના અજ્ઞાનને લીધે વિદ્યાર્થીઓ જોડણીમાં વિવિધ દોષો કરે છે. આ દોષોથી દૂર રહીએ તો ભાષા શુદ્ધ બને. ૧. અક્ષરદોષ :
વિદ્યાર્થીઅક્ષર કેમ લખવો તે જાણતો નથી તેથી તેમ જ ઉચ્ચારંણના અજ્ઞાનને લીધે આ દોષનો ભોગ બને છે. દા.ત.,
અશુદ્ધ : મને સંસંગ ગમતો નથી.
शुद्ध : મને સંસર્ગ ગમતો નથી.
અશુદ્ધ : સારી વ્યક્તિથી સૌ આર્દ્રષિત થાય છે.
શુદ્ધ
: સારી વ્યક્તિથી સૌ આકર્ષિત થાય છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૧૭ અશુદ્ધ બુધ્ધિ
બુદ્ધિ અશુધ્ધ .
અશુદ્ધિ ચિન્ડ
ચિહ્ન મરવું
મળવું માતા સાંભળી છે. માતા સાંભરી છે. હાથીની સૂંઠ હાથીની સૂંઢ પોરમાં ન રમો પોળમાં ન રમો ઉજવળ
ઉજ્વળ યાદદાસ
યાદદાસ્ત હૃદય
હૃય (ઝ અને ૨ નો ફેર ન જાણવાથી).
દૃષ્ટિ ગ્રહસ્થ
ગૃહસ્થ
પૃથંકુ બ્રામ્હણ
બ્રાહ્મણ * આલ્હાદ
આહૂલાદ વૃતાંત
વૃત્તાંત નાળિયેળ
નાળિયેર ૨. સંધિદોષ ઃ સંધિના નિયમોનું પાલન ભાષાશુદ્ધિ માટે જરૂરી છે.
અશુદ્ધ પુનરાવલોકન
પુનરાવલોકન (પુનર્ + અવલોકન) પુનરોદ્ધાર પુનરુદ્ધાર (પુનર્ + ઉદ્ધાર) જાત્યાભિમાન જાત્યભિમાન (જાતિ + અભિમાન) નિરાભિમાન નિરભિમાન (નિર્ + અભિમાન) અધમોઅધમ અધમાધમ (અધમ + અધમ) ઈશ્વરીચ્છા ' ઈશ્વરેચ્છા (ઈશ્વર + ઇચ્છા) નિષ્કપટ
નિષ્કપટ (નિસ + કપટ) દુસ્કાળ
દુષ્કાળ (દુસ + કાળ)
પ્રથ
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સરળ ગુજરાતી વ્યાકરણ ૩. જાતિવાંચન દોષ?
જાતિને લગતો દોષ ન હોવો જોઈએ. અશુદ્ધ તેણે ઘણા ફળ ખાધા. તેણે ઘણાં ફળ ખાધાં. તમે બહાદુરીના કામ કરો. તમે બહાદુરીનાં કામ કરો.
સંતોના ચરણોમાં સુખ છે. સંતોનાં ચરણોમાં સુખ છે. . ૪. શબ્દઘટનાદોષ :
વ્યાકરણના નિયમોનું પાલન જરૂરી છે. અશુદ્ધ વૈર્યતા ધીરતા અથવા ધર્મ (બેવડો ભાવવાચક પ્રત્યય) આરોગ્યતા આરોગતા અથવા આરોગ્ય ( ? ) ઐક્યતા એકતા અથવા ઐક્ય સૌંદર્યતા સુંદરતા અથવા સૌંદર્ય મર્ણ મરણ
(કઢંગાને અશુદ્ધપ્રત્યયો) સ્મર્ણ સ્મરણ બુદ્ધિવાન બુદ્ધિમાન અશુદ્ધ શુદ્ધ
અશુદ્ધ શુદ્ધ તત્ત્વ પ્રમાણિક પ્રામાણિક મહત્વ મહત્ત્વ નિસર્ગિક નૈસર્ગિક સ્થિતી સ્થિતિ સ્વભાવીક સ્વાભાવિક
નીતિ પ્રાથમીક પ્રાથમિક પ્રીતી પ્રીતિ ધાર્મીક ધાર્મિક
ભીતિ સામાજીક સામાજિક ઉન્નતી ઉન્નતિ ઇતિહાસીક ઐતિહાસિક દૃષ્ટી
માસીક માસિક
દૈનીક દૈનિક ગ્લાની ગ્લાનિ વાસ્તવીક વાસ્તવિક
હાનિ પ્રાચિન પ્રાચીન
તત્વ
નીતી
ભીતી
સૃષ્ટી
- સૃષ્ટિ
હાની
Page #239
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
વિનતિ
સ્વિકાર
શુદ્ધિકરણં
ઉચીત
પ્રેરીત
૫. જોડણીદોષ :
અશુદ્ધ હમે, હમે
અમ્હારે
હર્ષિત
શબ્દકોશમાન્ય જોડણીમાં ભૂલ ન થાય તે જરૂરી છે.
શુદ્ધ
અમે, તમે
અમારે
જ્યારે
ત્યહારે
વ્હેન,હોળું
દરીઓ
કાઠીઆવાડ
કડીઓ
આંખ્ય, લાવ્ય
લ્યો, ધ્રો
ચોખ્ખું, ચિટ્ઠી
પત્થર
કરીયે,ખાઈયે
ધોઈયે
થયલું, થએલું
ગયલું, ગએલું
વિનંતી
સ્વીકાર
શુદ્ધીકરણ
ઉચિત
પ્રેરિત
૬. પ્રાંતીય દોષ :
સ્પષ્ટિકરણ સ્પષ્ટીકરણ
અર્વાચિન
અર્વાચીન
કલંકીત
કલંકિત
ઈપ્સીત ઈપ્સિત
હર્ષાંત
જ્યારે
ત્યારે
બહેન, પહોળું
દરિયો
કાઠિયાવાડ
કડિયો
આંખ, લાવ
લો, દો
ચોખ્ખું, ચિઠ્ઠી
પત્થર
કરીએ, ખાઈએ
ધોઈએ
થયેલું
ગયેલું
૨૧૯
બોલીને કારણે, બ્રાહ્મણ-વાણિયા, મોચી ને ભીલ- વિવિધ કોમોની ભાષાને કારણે આ દોષ પ્રવેશે છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૨ ૨૦
સરળ ગુજરાતી વ્યાકરણ
પેલો
અશુદ્ધ
અશુદ્ધ , શુદ્ધ લંમડો લીમડો પંપળો પીપળો કર્ય કિર
ઊઠય ઊઠ ગયેલ ગયેલો ' દીધેલ દીધેલો ઓલ્યો
જઉં છું જાઉં છું હેર શેર
શાક અમ વળી કેમ વળી ક્યમ કેમ છે ? કેલાં કેળાં જોયેલ જોયેલું
કરેલ કરેલું છોડી છોકરી ૭. વિરામચિહ્નનો દોષ ઃ
ખોટા વિરામચિંતનો ઉપયોગ કરીએ તો આ દોષ આવે છે.
ئای
.
અશુદ્ધ
મૃત્યુને કોણ અટકાવી શકે છે !મૃત્યુને કોણ અટકાવી શકે છે? તમે કોણ છો. એ તેણે પૂછ્યું ?તમે કોણ છો, એ તેણે પૂછયું. નગર કેવું સુંદર છે !!! નગર કેવું સુંદર છે ! જુઓ જુઓ ત્યાં કાનન છે. જુઓ જુઓ, ત્યાં કાનન છે.
આ ઉપરાંત અનેક દોષો છે. પણ મુખ્ય દોષો લક્ષમાં રાખીએ તો ભાષાશુદ્ધિ, લેખનશુદ્ધિ આવે.
અટપટી જોડણી-રચના ધરાવતા શબ્દોની જોડણી : અટૂલું ઊર્મિલા
ગિરિશંગ અનુકૂળતા ક્વચિતું
ગૃહિણી અભિમન્યુ કદાપિ
ઘુવડ અશ્વત્થામાં કુતૂહલ
છિન્નભિન્ન અંજલિ ક્ષિતિજ અંતરિક્ષા ક્ષુદ્રતા
જીર્ણશીર્ણ આર્તનાદ ખિસકોલી
જુનવાણી આહુતિ ખિસ્ (ખીસું)
તપશ્ચર્યા ઉજ્જવલ ખુશનુમા
તસવીર ઉદધિ ગંજીફો
દિગ્વિજય
છૂંદણું
Page #241
--------------------------------------------------------------------------
________________
૨ ૨૧
. સુરીલું
કદાપિ અભિમન્યુ ભૂરિશ્રવા અર્જુન અશ્વત્થામાં દોહ્યલી યોદ્ધો પદ્ય : ૬ વીજળી
સૂબો
સરળ ગુજરાતી વ્યાકરણ
દિનચર્યા - સૂનમૂન દીવાલ દીવાસળી
સૃષ્ટિ ધવંતરિ
સ્વાથ્ય ધુમાડો
હરિયાળું નારિયેળ ધોરણ : ૧૦ ના નિયમિત પાઠ્ય-પુસ્તકમાંથી નિશદિન
પદ્ય : ૧ પરિચારિકા .
ભૂતળ પરિચિત
કુંડળ પરિસ્થિતિ
રત્નજડિત પુરુષ
પદ્ય : ૨ પૂતળી
શામળિયો પ્રતિકૃતિ
ગિરધર બીમારી
પદ્ય : ૩ ભિક્ષુણી
બ્રહ્મા ભિસ્તી
કલ્પનારોપિત મગરૂરી
કૃત્તિકા મિલિટરી
નિર્વાણ મૃત્તિકા
પદ્ય : ૪
કૃત્ય યામિની
કષાય - રત્નજડિત
ઘુવડ રમિ
પદ્ય : ૫ વિમાસણ
સૌભદ્ર વિપરીત વ્યુત્પત્તિ
સહસ્ત્ર શિક્ષિકા : :
પ્રત્યંચા શુશ્રુષા
અંતરિક્ષ
પદ્ય : ૭ ચંદ્રબિંબ સમીપ શશમુખ પદ્ય : ૮ દિનચર્યા ગિરિશંગ પુણ્ય શુશ્રુષા પદ્ય : ૯ ઊર્મિલા આર્તનાદ
મૂર્તિ
વૃધ્ધિ
સ્વાથ્ય મૂર્શિત પદ્ય : ૧૦. ફૂલડાં
સારથિ
કટોરી
અંજલિ
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ચાળણી
પદ્ય : ૧૧
ધૂર્ત
ઉદધિ
ભોમિયો
પદ્ય : ૧૨
મૂર્તિ
સૃષ્ટિ
મહોત્સવ
પૌરુષ
પદ્ય : ૧૩
સમષ્ટિ
રશ્મિ
છિન્નભિન્ન
મૃત્યુઘેરું
જન્મસિદ્ધ
ઉજ્જ્વળ
પદ્ય : ૧૪
મરજીવો
વિમાસણ
ઝાઝેરું
પદ્ય : ૧૫
મૂળિયાં
હરિયાળું
પદ્ય : ૧૬
ખિસકોલી
પરોઢિયું
કૂંપળ
કોડિયું
નખશિખ
નિયમિત
ઊનું
પુલક
પદ્ય : ૧૭
મૃદુ
તિમિર
ડોકિયું
નીરખી
પદ્ય : ૧૮
અંધત્વ
સ્પંદન
ચંદન
પદ્ય : ૧૯
પોયણું .
જૂઈ
કિરણ
ઝૂલ
પદ્ય : ૨૦
પથ્થર
ઈશ્વર
નિશાની
ગંજીપો
પદ્ય : ૨૧
ટહુકો
સૂરજ
જીર્ણશીર્ણ
તિરાડ
શેઢો
સરળ ગુજરાતી વ્યાકરણ
ટુકડો
અસ્તવ્યસ્ત ભોંય
પદ્ય : ૨૨
મોરપીંછ
પરબીડિયું
નિશદિન
ચિઠ્ઠી
પદ્ય : ૨૩
જિંદગી
ઢોલિયો
અંધારું
પદ્ય : ૨૪
પતંગિયું
ક્વચિત્
સુરભિ
સ્થગિત
દીવાલ
પદ્ય ઃ ૨૫
દુહો
મુક્તક
ઝૂઝવું
દૃષ્ટિ
ઝાંઝવાં
યુક્તિ
મુક્તિ
અટૂલું
જૂઠું (જુદું)
Page #243
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(સઘન અધ્યયન).
ગદ્ય : ૧.
ભિસ્તી
ઝૂંપડું
દુર્ગંધ
ભિખારી
ખુશનુમા
ખૂણો
ગૃહસ્થાઈ
ખાબોચિયું
ગદ્ય : ૨
વિચિત્ર
રૂંવાડું
નારિયેળ
મૂર્ખવિદ્યા
ગુસપુસ
સૂનમૂન
ઝૂમખું
ગદ્ય : ૩
ગ્રંથિ
હ્રષ્ટપુષ્ટ
શ્રદ્ધા
પૂરેપૂરું
નિમિત્ત
સ્થિતિ
પરિચારિકા
આશ્વાસન
સાક્ષાત્કાર
પ્રતિજ્ઞા
ગદ્ય : ૪
થીગડું
ક્ષિતિજ
પાણિયારું
નિઃસ્તબ્ધ
અનુકૂળતા
દીવાસળી
નિષ્ફળ
કુતૂહલ
ચિરાયુ
ગદ્ય : ૫
શ્રુતિ
સ્મૃતિ
હોશિયાર
ખૂબસૂરત
સુશીલ
ગૃહસ્થી
પરિચિત
પ્રતિકૃતિ
શિક્ષિકા :
ગદ્ય : ૬
રૂપિયા
સાસરિયાં
રુશવત
મગરૂરી
સ્વર્ગસ્થ
તસવીર
સુરીલું દયામણું
સન્નાટો
તિજોરી
પ્રમાણિકતા
(પ્રામાણિકતા)
ચારિત્ર્ય
ખિસ્સું
(ખીસું)
ગદ્ય : ૭
પૃથિવીવલ્લભ
દિગ્વિજય
વ્યક્તિત્વ
મંદોન્મત્ત
સૌંદર્ય
ક્ષુદ્રતા
સિંહાસન
૨૨૩
નીતિ
અંકુશ
પૂંછડું
ગદ્ય : ૮
અહિંસા
પ્રચલિત
શાશ્વત
શ્વાસોચ્છવાસ
(શ્વાસોશ્વાસ)
તપશ્ચર્યા રત્નચિંતામણિ
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સરળ ગુજરાતી વ્યાકરણ
જિજ્ઞાસુ મુશ્કેલી ગદ્ય : ૯ મધ્યાન કૂતરું ગ્રીષ્મ વિશ્વામિત્ર મ્યુનિસિપાલિટી , ઉપયોગિતા ' લેખિની શાંતિનિકેતન રવીન્દ્રનાથ શિકારી મિજબાની હરિશ્ચંદ્ર નિસ્તબ્ધ
પ્રતિષ્ઠિત સાવિત્રી પાટાપિંડી ધન્વન્તરિ અર્વાચીન સ્વાભાવિક અઠવાડિયું ઉધરસ ગદ્ય : ૧૧. ચીવટપૂર્વક પૂર્વ-પશ્ચિમ ઉત્સુકતા અનિમેષ સમૃદ્ધિ દક્ષિણાભિમુખ
કાળજું જોબનિયું નિસાસો (સ્વ-અધ્યયન) પદ્ય : ૧ વિપ્રલ સુધાતુર નિશા કાષ્ઠપૂતળી પલ્લું
સ્તુતિ પ્રત્યક્ષ પદ્ય : ૨ દુંદાળા
પ્રકૃતિ
ભંડા
સૃષ્ટિ
સંસ્કૃતિ
વ્યક્તિત્વ
છીંકણી પદ્ય : ૩ તરુવર દીપક દુનિયાદારી
વૃષ્ટિ
અર્ધચંદ્રાકૃતિ ગદ્ય : ૧૨
રૂખ
ઊંઘણશી પ્રશાંત ગદ્ય : ૧૦ તબીબી વિદ્યાર્થીજીવન પરિસ્થિતિ કીર્તિ ખાતરી વૈદ્યકીય ધિંગાણું
ទំហ
સુસવાટો દિવાળી ઘુઘવાટ ઋષિ
ગમતીલી પદ્ય : ૪ સ્મૃતિભ્રમ ભાથું ભૂલેશ્વર
Page #245
--------------------------------------------------------------------------
________________
૨ ૨૫
દિંપતી નિષ્ફર બેફિકરાઈ અલિપ્ત અહર્નિશ વિવાહિતા ગૃહિણી
વ્યાધ્ર
સરળ ગુજરાતી વ્યાકરણ
ગર્ભગૃહ , વિદિત પદ્ય : ૫ મૂલ્યપત્રિકા ધુમાડો દિગ્ગજ બિચારો -
દુગ્ધસમુદ્ર ગૂંચવાનું આર્તસ્વર (સ્વ-અધ્યયન) ગદ્ય-૧
આચ્છાદિત ખિન્ન
ગદ્ય : ૩ અનિમેષ ભિક્ષુણી વિલીન વિભૂતિ સાન્નિધ્ય
ક્રાન્તિવાદી. (સાંનિધ્ય) . જાલિમ અકથ્ય
સ્વપ્નસૃષ્ટિ વિહ્વળ ધર્મરૂઢિ વિરક્તિ
સુશીલ
આકાંક્ષા મૃત્યુ
સાગરૃત રાગદ્વેષ
પુરાણી - લખલૂટ
હૃદયદ્રાવક કુલીન' વિધિનિર્મિત અનુચિત બલિ . ધૂમ્રગોટ
ગદ્ય : ૪ ચિત્કાર
ક્ષણિક ગદ્ય : ૨ . વિંચિત
કારણભૂત
મૂલ્યવાન *
તંદ્રિત
ઊર્મિ
સદ્ગતિ ઉન્મત્ત સ્વાશ્રયી વનિતા
સ્મરણાર્થે શિક્ષણાનુભવ દુખિયારું ગદ્ય : ૫ મૂકેશ યામિની માયાળુ હરખઘેલું વસમું અલગારી આસક્તિ યુગલ સમૂહ મૂંઝવણ ગૂંગળાવું
કરુણ
મલિન
વૃત્તિ
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રેક્ટિસ
નર્સ
૨૨૬
સરળ ગુજરાતી વ્યાકરણ કેટલાક અંગ્રેજી શબ્દોની શુદ્ધ ગુજરાતી જોડણી સિમેન્ટ ટ્રેજેડી . પેરિસ
ટાઇફોઇડ . યુથ
સ્પેશિયાલિસ્ટ * સિગ્નલ ચેક-અપ
અપ ટુ ડેટ ડૉક્ટર
ડિસ્પેન્સરી રિયલિટી
આસિસ્ટન્ટ મૅજિસ્ટ્રેટ ફેકલ્ટીઝ
કમ્પાઉન્ડ વોર્ડ ડેવલપ
સ્ટેથોસ્કોપ મેન ચેલેન્જ
રીલે વર્નાક્યુલર ડેફ એન્ડ ડમ્બ
રીફલેક્સ ફાઇનલ કૉન્શિયસ
એશન મિલિટરી હોમવર્ક
એસોસિએશન બર્થ ડે અંકલ
રિસેપ્શનિસ્ટ પ્રેઝન્ટ
લિપ-રીડિગ રિપોર્ટર પ્રોગ્રામ " કોમા
શૉક-બેટરી ઑફિસ કન્ટ્રોલ
રૂમ ટેલિફોન હેમરેજ
કમ્પાઉન્ડર એટેચી ટાઇમ
ક્રિકેટ ટ્રાન્સફર
બેબી મોટરસાઇકલ સિગારેટ
હોરર હોસ્પિટલ મિનિટ
એન્જિન સ્કૂલ કેસ
જંકશન બૂટ
વેઇટિંગ રૂમ ફર્સ્ટ ક્લાસ બ્રીફકેસ
ગ્રાંટ સેડા રિપોર્ટ મ્યુનિસિપાલિટી મિડ ટ્રેનિંગ બિસ્કિટ
. • પોર્ટર ઑપરેશન ફીસ્ટ
ફોર્થસીલ
ફિટ
મૅટ્રિક
Page #247
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨ ૨૭
થેંક યુ
ટેબલ સૂપ
રશિયન , ડૉઇગ-રૂમ
જ્યુસ ગ્રાન્ડ ચૂક
ડાઇનિંગ રૂમ મોસ્કો
પોટેટો યુનિવર્સિટી
ચિપ્સ બાઇબલ
સેન્ડવિચ
જોક્સ ઇલિઝાબેથ
કટલેસ
ફિોરિન ઇંગ્લેન્ડ
થર્મોસ
બાઉન્સ વિકટોરિયા
કોલ્ડ કૉફી ફેન્ટાસ્ટિક ગવર્નર બાઉલ
સોરી બોમ્બ લિફટ
બસ-સ્ટોપ લોકલ બોર્ડ બેન્ક
મ્યુનિસિપલ કમિટિ
બોસ
મિનિટ ટાઇપરાઇટિંગ ફૂટ્સ
માર્કેટ સિનેમા
પ્લીઝ
- પપ્પા કેટલાક પ્રચલિત અંગ્રેજી શબ્દો ઇલેક્ટ્રિક
ગ્રેજ્યુએટ પાલમેન્ટ એંજિનિયર ટિકિટ
પૉઝિટિવ એરોપ્લેન
ટેલિવિઝન પૉલિસી કમિશન
ટ્રાફિક
પ્રિન્ટિંગ કલેકટર | ડિગ્રી
પ્રિન્સિપાલ કંપની ડિપોઝિટ
પ્લેટફોર્મ કંપોઝિટર ડિરેકટર
ફર્નિચર કાઉન્સિલ
થરમૉમિટર ફાયરબ્રિગેડ કારકુન
થરમોસ
ફિલ્ડિંગ . કાર્બન
થિયરી
ફિસ્ટ કાર્બોનિક
થિયેટર
ફિઝિક્સ કિલોગ્રામ
થિયોસોફી ફૂટબોલ કોમ્યુટર .
પબ્લિક
ફેબ્રુઆરી
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ફોટોગ્રાફી ફૉર્મ્યુલા મનીઑર્ડર મ્યુઝિયમ યુનિફૉર્મ
હટ
સરળ ગુજરાતી વ્યાકરણ સર્ટિફિકેટ
હાઈસ્કૂલ સર્વિસ , હાર્મોનિયમ સલૂન
હિસ્ટીરિયા સાઈકલોસ્ટાઇલ સિન્ડિકેટ
હેન્ડલ સુપ્રિન્ટેન્ડેન્ટ હોકી સેક્રેટરી
હોટ(ટે)લ સેક્રેટરિયેટ
હોમિયોપથી સેનેટોરિયમ હૉર્ન સેન્ટિમીટર
હોલ સ્કોલરશિપ
હોલ્ડર
રિલીફ
રિવોલ્વર રેફ્રિજરેટર લાઇબ્રેરી વિટામિન સપ્ટેમ્બર સબમરીન સમન્સ
સુડિયો *
સ્પિરિટ
Page #249
--------------------------------------------------------------------------
________________
૩ર. શબ્દસમૂહ માટે એક શબ્દ
ભૂમિકા ઃ જગતની અનેક ભાષાઓની જેમ આપણી માતૃભાષા ગુજરાતીનું શબ્દભંડોળ પણ સમૃદ્ધ અને સુસંસ્કૃત છે. આપણી માતૃભાષામાં એવા સેંકડો સામાજિક શબ્દો છે જેમનો અર્થ સમજી લઈને યથાર્થ ઉપયોગ કરવાથી આપણે લખવામાં અને બોલવામાં શબ્દોની ભારે કરકસર કરી શકીએ છીએ. ઘણા બધા શબ્દો ભેગા કરીને બોલવાથી યા લખવાથી, જે કહેલું હોય તે યા જે લખવું હોય તે, જોઈએ તેવું સચોટ રીતે અભિવ્યક્ત થઈ શકતું નથી. પરંતુ જો આવા ઘણા બધા શબ્દસમૂહને માટે કોઈ એક ચોક્કસ સામાસિક શબ્દ વાપરીએ તો અર્થની સ્પષ્ટતા અસરકારક ને અર્થપૂર્ણ બને છે. દા.ત.,
ન
મેં એક એવું દૃશ્ય જોયું કે જેનું શબ્દમાં વર્ણન ન થઈ શકે અને જેને ઉપમા પણ ન આપી શકાય એવું હતું.’ આ વાક્યને બદલે આમ કહીએ કે લખીએ કે ઃ
કેટલી સચોટ અભિવ્યક્તિ થઈ ગણાય !
૧.
૨.
3.
૪.
મેં એક એવું દૃશ્ય જોયું કે જે અવર્ણનીય અને અનુપમ હતું.’ તો
نیند
નીચે આવા કેટલાક સામાસિક શબ્દો આપ્યા છે ઃ
:
અકથ્ય
અકલ્પ્ય
અકળ
પ. અખૂટ અગોચર
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
અક્ષયપાત્ર :
:
અચળ
:
અચૂક
:
:
અજાતશત્રુ :
અનવ
:
અનિમેષ : અનિર્વાચ્ય
:
કહી શકાય નહિ તેવું કલ્પી ન શકાય તેવું
ન સમજાય તેવું (ગૂઢ) જેમાંથી વસ્તુ ખૂટે નહિ તેવું પાત્ર ખૂટે નહિ તેવું (અણખૂટ) પગ મૂકી શકાય નહિ તેવું ન ચળે એવું
ચૂકે નહિ એવું જેને કોઈ શત્રુ નથી તે
પાપ વગરનું (નિષ્પાપ) મટકું પણ માર્યા વગર
જેનું શબ્દોમાં વર્ણન થઈ ન શકે એવું
(અનિર્વચનીય)
૨૨૯
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૪.
૧૮.
૧૯.
RO.
૨૪.
૨૩૦
સરળ ગુજરાતી વ્યાકરણ ૧૩. અનુપમ : ઉપમા આપી ન શકાય એવું
અન્યમનસ્ક : જેનું મન બીજે ગયું હોય એવું ૧૫. અપૂર્વ : પહેલાં કદી ન બન્યું હોય એવું (અભૂતપૂર્વ) ૧૬. .
અફર : ફરી જાય નહિ તેવું ૧૭. અભક્ષ્ય : ખાઈ શકાય નહિ તેવું : અમરપદ : ફરી જન્મમરણ ધારણ કરવાનાં રહે નહિ
તેવું સ્થાન અમરફળ :* અમર બનાવે તેવું ફળ અમીદષ્ટિ : અમૃત જેવી મીઠી નજર
અવર્ણનીય : વર્ણન ન કરી શકાય તેવું રર. અશક્ય : કરી ન શકાય તેવું
અસહ્ય : સહન ન કરી શકાય તેવું અંકુશ : હાથીને કાબૂમાં રાખવા માટેનું સાધન આણું : પિયરથી વધૂને વિધિસર સાસરે વળાવી
આણવી તે આપકર્મી : આપબળે વિકાસ સાધનાર આપાદમસ્તક : પગથી માથા સુધીનું આરોગ્યાલય : દર્દીને રહેવા માટેનું નિવાસસ્થાન આર્તનાદ : દુઃખભર્યા પોકાર
આશ્ચર્યમુગ્ધઃ નવાઈથી મુગ્ધ થયેલું ૩૧. આસ્તિક : ઈશ્વરમાં માનનાર ઈસ : ખાટલાના પાયા સાથે જોડાયેલું કિનારાનું
લાકડું ઉતરડ : એક ઉપર બીજું એમ ઉપરાઉપરી ગોઠવીને
કરેલી ઢગલી ૩૪. ઉલાળો : બારણું વાસવા ઠેકા ઉપર ઊલળતું
બારણાની બહાર હાથાવાળું લાકડાનું સાધન ૩૫. કઠો : મસાલા ભરવાની ખાનાંવાળી લાકડાની પેટી
(લક્કડિયું).
D
30.
૩૩.
Page #251
--------------------------------------------------------------------------
________________
૩૭.
૪૩.
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૩૧ ૩૬.
કબર : મડદાને દાટીને ઉપર કરેલું ચણતર
કબ્રસ્તાન : મડદા દાટવાનું સ્થળ ૩૮. કર્તવ્યપરાયણ : ફરજ બજાવવામાં તલ્લીન કલ્પવૃક્ષ : નીચે બેસનાર જેનો સંકલ્પ કરે તે વસ્તુ
આપે એવું સ્વર્ગનું એક કલ્પિત ઝાડ કામધેનુ : મનોકામના પૂરી કરતી યા ઇચ્છેલું આપતી
એક કલ્પિત ગાય ૪૧. કિંકર્તવ્યમૂઢ : કર્તવ્ય શું છે તે પ્રશ્ન મૂંઝાયેલું
કુંડળી : ગ્રહોની સ્થિતિ દર્શાવતી ખાનાવાળી રચના
કુંભ : મકાનની આધારભૂત થાંભલી ૪૪. કેડિયું : કેડ સુધી આવે તેવી બંડી ૪૫. કેસરિયાળ : સિંહની ગરદન પરના વાળ ૪૬. કૃતજ્ઞ : કરેલા ઉપકારને જાણનાર -
કૃતજ્ઞ : ઉપકાર પર અપકાર કરનાર ૪૮. કતાપરાધ : અપરાધ કર્યો હોય એવો ૪૯. ક્ષિતિજ : પૃથ્વી આકાશ સાથે મળતી હોય એવું આંખને
જણાય છે તે કલ્પિત રેખા ખખડધજ : વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું ખાંપણ : મડદા ઉપર ઓઢાડવાનું કપડું
ખિલખિલ : ખિસકોલીનો ધીમો અવાજ ૫૩. ગદબ : ઢોરને ખવડાવવામાં આવતી એક જાતની
આ વનસ્પતિ ૫૪. ગર્ભગૃહ : મંદિરની અંદરનો મૂર્તિવાળો ભાગ પપ. ગંજીફો : રમવાનાં પત્તાંનો જથ્થો પ૬. ગૂઢ : ન સમજાય તેવું
ગોઝારું : કોઈનો જીવ લે તેવું ગોરેજ ' : ' ગાયોના ચાલવાથી ઊડતી રજ ઘાણી : તેલીબિયાં પીલવાનું સાધન ઘેંશ : ' છાશમાં કોદરા કે ચોખા રાંધીને બનાવવામાં
આવતી એક વાનગી
પત
પી.
પ૭.
Page #252
--------------------------------------------------------------------------
________________
૬૧.
૬૪.
૬૮.
૭ર.
૨૩૨
સરળ ગુજરાતી વ્યાકરણ ચિકિત્સા : રોગનું નિદાન કરવું તે , . ' ૬૨. ચિત્તભેદક : ચિત્તને ભેદી નાખે તેવું ૬૩. ચિરાયુ : દીર્ઘ આયુષ્યવાળું
ચીંથરેહાલ : ફાટ્યાં-તૂટ્યાં વસ્ત્ર પહેર્યા હોય તેવું ૬૫. છાપકું : હથેળીમાં સમાય એટલું ૬૬. જતી : મિલ્કત જપ્ત થવી તે (ટાંચ) ,
જન્મસિદ્ધ : જન્મથી જ પ્રાપ્ત થયેલું
જિજ્ઞાસુ ? જાણવાની ઇચ્છાવાળું ૬૯. ઝાંઝવાં રેતાળ જમીન પર સૂર્યનાં કિરણ પડવાથી
દૂરથી દેખાતો જળ જેવો આભાસ (મૃગજળ) 'ટંકારવ : ધનુષ્યની પણછનો અવાજ ૭૧. ટંડેલ : વહાણનો મુખ્ય ખલાસી
ડમણિયું : બે બળદ વડે ખેંચાતું ગાડું ૭૩. ડૂમો : છાતીમાં ભરાતી લાગણીનો આવેશ ૭૪.
ભેંસ માટે વપરાતો તિરસ્કારવાચક શબ્દ ૭૫. તલ્લીન : એકબીજામાં પરોવાયેલું
તાદશ : આંખ આગળ ખડું થઈ જાય તેવું દક્ષિણાભિમુખ : દક્ષિણ તરફ મોં હોય તેવી સ્થિતિ દામ્પત્ય : પતિ-પત્નીનું લગ્નજીવન દિગ્વિજય : ચારે દિશાઓમાં મેળવેલો વિજય દેશનિકાલ : દેશમાંથી કાઢી મૂકવું તે ધર્મસંકટ : ધર્મનું કે કર્તવ્યનું પાલન કરવામાં ઊભી થતી
મુશ્કેલ પરિસ્થિતિ નખશિખ : પગથી માથા સુધી નરહરિ : મનુષ્યના સ્વરૂપે અવતરેલા ઈશ્વર નારાચ : લોઢાનું બાણ. • નાસ્તિક : ઈશ્વર કે પરલોકમાં ન માનનાર
નિખાલસ : ખુલ્લા – શુદ્ધ દિલવાળું ૮૭. નિદાન : રોગના મૂળ કારણની તપાસ
(ત
9
.
૦૮.
૭૯.
૮૦.
૮૧
૮૩.
૮૪.
૮૫.
૮૬.
Page #253
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૩૩
છે
ઇ
છે
૯૪.
છે
ઇ
છે
૮૮. નિષ્કર્મ : જેને કોઈ કર્મ સ્પર્શતાં નથી તે ૮૯. નીક : • પાણી જવાનો રસ્તો
નીરવ : અવાજ વગરનું પલ્લું : વર તરફથી કન્યાને અપાતા દાગીના પારસમણિ : જેનો સ્પર્શ કરવાથી લોખંડ સોનું બની જાય
એવો મણિ ૯૩. પોયણું : રાત્રે ચંદ્રપ્રકાશમાં ખીલતું કમળ-પ્રકારનું
એક ફૂલ પ્રાણતરસ્યા : પ્રાણ નીકળી જાય એવી તરસથી પીડાતા બરતરફી : નોકરીમાંથી રુખસદ મળવી બલિ : ભોગ આપવા માટે કાઢેલો ભાગ
ભંડારી : વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર ૯૮. ભિસ્તી : પખાલ(મશક)માં પાણી ભરી લાવી લોકોને
પહોંચાડનાર (પખાલી) ૯૯. ભોમિયો : માર્ગ બતાવનાર (માર્ગદર્શક) ૧૦૦. મજિયારી : સહુની સરખી માલિકીની ૧૦૧. મનોહર : મનને હરી લે એવું ૧0૨. મરજીવો : ડૂબકી મારી સમુદ્રમાંથી મોતી કાઢનાર ૧૦૩. મરણપોક : સ્વજનના મરણ વખતે મુકાતી પોક
(મોટેથી રુદન) . * ૧૦૪. મશક : પાણી ભરવાનું ચામડાનું સાધન ૧૦પ. મહાવત : હાથીનો ચાલક (અંકુશમાં રાખનાર) ૧૦૬. રણચંડી : યુદ્ધે ચડેલી વીરાંગના ૧૦૭. રત્નચિંતામણિ : ચિંતવેલું આપે એવો અલૌકિક મણિ ૧૦૮. રથી : રથ પર આરૂઢ થયેલો ૧૦૯, રસાતલ : ચૌદ પાતાળમાંનું પાંચમું પાતાળ ૧૧૦. રાધેય : રાધાનો પુત્ર ૧૧૧. રાહતકાર્ય : ' આર્થિક રાહત આપવા માટે ચલાવાતું કાર્ય ૧૧૨. લઘુતાગ્રંથિ : પોતે ઊતરતો છે તેવો મનોભાવ
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૪
સરળ ગુજરાતી વ્યાકરણ ૧૧૩. લક્ષાધિપતિ : લાખોની સંપત્તિનો માલિક ૧૧૪. વજૂ : ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર ૧૧૫. વજ્રહૃદયી : વજૂ જેવા મજબૂત હૃદયવાળું ૧૧૬. વજાઘાત : વજૂ પડ્યું હોય એવો આઘાત ૧૧૭. વનમાળા : વનનાં ફૂલોની માળા ૧૧૮. વલોણું : દહીં વલોવવા માટેનું સાધન ૧૧૯. વાઢી : ઘી પીરસવા માટેનું વાસણ ૧૨૦. વાળુ : સાંજનું ભોજન ૧૨૧. વિજયયાત્રા : વિજય મનાવવા માટે કાઢવામાં આવતી
યાત્રા યા સરઘસ ૧રર. વિધિનિર્મિત : ભાગ્યમાં નક્કી થયેલું ૧૨૩. વિરક્તિ : મોહમાયા પ્રત્યે ઉદાસીનતા ૧૨૪. વૈરાગ્ય : સંસારની આસક્તિનો અભાવ ૧૨૫. વ્યુત્પત્તિ : શબ્દની મૂળ ઉત્પત્તિ ૧૨૬, શરણાગતિ : કોઈ વ્યક્તિને શરણે આવવું તે ૧૨૭. શબ્દવેધી : માત્ર શબ્દ (અવાજ)ને આધારે ધાર્યું બાણ
મારનાર ૧૨૮. શબ્દાળુ : શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું ૧૨૯. શશીવદની : ચંદ્ર જેવા મુખવાળી ૧૩૦. શહીદ : દેશ યા ધર્મ માટે કુરબાની આપનાર ૧૩૧. શિલાલેખ : પથ્થર ઉપર કોતરેલો લેખ ૧૩૨. શીઘ્રકવિ : પૂર્વતૈયારી વિના ગમે ત્યારે જોઈએ તેવી
કવિતા રચનાર ૧૩૩. શેખચલ્લી : હવાઈ કિલ્લા ચણનાર ૧૩૪. શેઢો : બે ખેતરની હદ વચ્ચેની વણખેડેલી
જમીનની પટ્ટી ૧૩૫. સન્નાટો : બેચેનીભરી શાંતિ ૧૩૬. સમકાલીન : એક જ સમયમાં થઈ ગયેલું ૧૩૭. સમગ્ર : સહુ તરફ સમાન દૃષ્ટિ (સમત્વ)
Page #255
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૩૮. સંપેતરું
સાક્ષાત્કૃાર
સાખ
સાથિ
૧૩૯.
૧૪૦.
૧૪૧.
૧૪૨.
૧૪૩.
૧૪૪.
૧૪૫. સ્મારક
૧૪૬. સ્વયંપાક
૧૪૭. સ્વયંવર ૧૪૮. સ્વયંસેવક :
૧૪૯. સ્વાશ્રયી
૧૫૦.
૧૫૧. હત્યાકાંડ
સૂંથ
સૌભદ્ર સ્નેહશોક
:
૧૫૫. . હસ્તપ્રત
૧૫૬.
૧૫૭.
૧૫૮.
૧૫૯.
૧૬૦.
૧૬૧.
૧૬૨.
:
હૈયાફાટ હોકાયંત્ર
: રથ હાંકનાર
સ્વૈરવિહાર :
:
૧૫૨. હમદર્દી : હરામખોર
૧૫૩.
૧૫૪.
હસ્તઉદ્યોગ :
:
: . સુભદ્રાનો પુત્ર
:
:
હાકલ હાજરજવાબી હૃદયભેદક ::
હૃષ્ટપુષ્ટ
:
હેલ
::
કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી ભેટસોગાદની ચીજવસ્તુ પરમતત્ત્વ કે ઈશ્વરનો સાક્ષાત્ અનુભવ
ઝાડ પર આપમેળે પાકતું ફળ
CO
પાણીની અંદર ભળેલો કાદવ
૨૩૫
સ્નેહીના સહવાસનું સુખ ન મળવાનો શોક યાદગીરી રૂપે રચાયેલી ઇમારત જાતે રાંધીને ખાવું તે
કન્યા પોતે વર પસંદ કરે તે . જાતે સેવા આપનાર કોઈની પણ મદદ ન લે તે . ઇચ્છા મુજબ ફરવું તે પ્રાણીઓનો મહાવિનાશ
સમાન દર્દની અનુભૂતિ
બરાબર કામ કર્યા વિના બદલો મેળવનાર યંત્ર વજ્રર હાથથી ચાલતો ઉદ્યોગ (હાથઉદ્યોગ)
હાથથી લખેલું લખાશ
બોલાવવા માટે પાડેલી મોટેથી બૂમ સાંભળતાંવેંત જ જવાબ આપે એવું હૃદયને ભેદે એવું તંદુરસ્ત અને ભરાવદાર માથે લીધેલું બેડું હૈયું ફાટી જાય એવું દરિયામાં દિશા જાણવાનું સાધન
Page #256
--------------------------------------------------------------------------
________________
૩૩. સમાનાર્થી (પર્યાયવાચી શબ્દો
એકસરખા અર્થવાળા શબ્દો “સમાનાર્થી અથવા પર્યાયવાચી' શબ્દો કહેવાય છે. જોકે અર્થની દૃષ્ટિએ એમાં થોડો ઘણો તફાવત તો રહેવાનો જ. હિંદુઓ જેને “મંદિર' કહે એને માટે જ ખ્રિસ્તીઓ સમાનાર્થી શબ્દ દેવળ' વાપરે, તો જેનો એને જ માટે સમાનાર્થી શબ્દ “દેરાસર' પણ વાપરે. કોઈ કામ અઘરું કે “કઠણ' કહેવાય અને એવી જ રીતે દાખલો ગણવો મુશ્કેલીવાળો હોય ત્યારે કઠણ' કહેવા કરતાં “અઘરો' કહેવામાં વધુ ઔચિત્ય જણાવાનું. અગત્યના સમાનાર્થી શબ્દો : અદેખાઈ - અસૂયા, ઈર્ષ્યા અચરજ - અચંબો, અજાયબી, આશ્ચર્ય, હેરત, વિસ્મય,
નવાઈ, તાજુબી અક્કલ - બુદ્ધિ, મતિ, મેધા અચળ - દૃઢ, સ્થિર અણગમો - અરુચિ, કરાગ અખિલ - આખું, સમગ્ર, સકળ, નિખિલ અગ્નિ - આગ, અનલ, પાવક, હુતાશન અચાનક - એકાએક, એકદમ, અણધાર્યું અતિશય - પુષ્કળ, ઘણું વધારે, અત્યંત, અધિક અદ્ભુત - અલૌકિક, અજાયબ, આશ્ચર્યકારક અનાદર - તિરસ્કાર, ધિક્કાર, અવહેલના, અવજ્ઞા અનિલ - વાયુ, સમીર, મહુત, પવન, વાયરો અરજ - વિનંતી, વિજ્ઞપ્તિ, વિનવણી અવાજ - નાદ, ઘોષ, સાદ, ધ્વનિ અંધકાર - અંધારું, તિમિર, તમ આકાશ - આભ, આસમાન, નભ, ગગન, અંબર, વ્યોમ આત્મજા - પુત્રી, દીકરી, તનયા આનંદ - હર્ષ, ઉમંગ, ઉલ્લાસ, ખુશી
૨૩૬
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૭
ઇન્દ્ર
ઈશ્વર
સરળ ગુજરાતી વ્યાકરણ આશા - મનોરથ, વાંછા. કામના, ઉમેદ આંખ - લોચન. નયન. નેત્ર, નેણ, ચક્ષુ ઇન્કાર - નામંજૂરી, મના. નિષેધ
- મઘવા, શક, પુરંદર, સુરપતિ, શચીપતિ, શચીશ
- પ્રભુ, પરમેશ્વર, ભગવાન, પરમાત્મા, વિષ્ણુ, ઈશ ઉપકાર - આભાર, અહેસાન. કૃતજ્ઞતા, પાડ. ઉપકૃતિ ઊંચું - ઊર્ધ્વ, ઉપલું ઉત્તરીય - ઉપવસ્ત્ર, ખેસ, પછેડી આળસુ - એદી, પ્રમાદી ઉપવાસ - અનશન અંબાર - ભંડાર ઉગ્ર - આકરું, જલદ. ઉષ્મા - ગરમી, આતશ. અગ્નિ ઇશારો - ટકોર, સૂચના - ઇચ્છા - તૃષ્ણા, અપેક્ષા. મનીષા, લાલસા. અવસર - ટાણું ઉપયોગ - ખપ ઉકળાટ - બફારો ઊપજ - આવક, પેદાશ નીપજ, ઉત્પન્ન , કમળ :- કુવલય, ઉત્પલ, પદ્મ, નલિન: અરવિંદ અંભોદ,
સરસિજ, સરોજ, રાજીવ, શતદલ. પંકજ, પુંડરીક (ધોળું કમળ), પોયણું (રાત્રે ખીલતું કમળ), કૈરવ
| (ધોળું કમળ), ઇદીવર (ભૂરું કમળ) કલ્યાણ ભદ્ર, શિવ, મંગલ, શુભ, લેમ કામદેવ - મદન, મન્મથ, માર, મીનકેતન, કંદર્પ, અનંગ,
કામ, પંચશર, સ્મર, મનસિક, પુષ્પન્વા, કુસુમાયુધ કાયમ - નિત્ય રોજ, હંમેશાં, સનાતન, સદા
- કૃષ્ણ, શ્યામ. શ્યામલ કોમળ - મૃદુ, મૃદુલ, સુકુમાર, નાજુક, મુલાયમ
કાળું
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૮ કોયલ ક્રોધ ગણપતિ ગરીબ ઘર
ઘાતકી
ઘોડો
ચતુર
ચંદ્ર
ચાંદની જગત
સરળ ગુજરાતી વ્યાકરણ - કોકિલ, કોકિલા, પિક, પરમૃતા - ગુસ્સો, કોપ, રોષ - લંબોદર, એકદંત, ગજાનન ગણાધિપ, વિનાયક - દીન, દરિદ્ર, નિર્ધન, કંગાલ, અકિંચન, પામર, રંક - ગૃહ, સદન, ભવન, આગાર, સધ, આલય, મકાન,
ધામ, રહેઠાણ, નિવાસસ્થાન, મંદિર - નિર્દય, નિષ્ફર, ક્રૂર - હય, અશ્વ, વાજી, તુરગ, તુરંગ, તુરંગમ - ચાલાક, હોશિયાર, ચકોર, ચપળ, બાહોશ, નિપુણ - ચંદ્રમા. હિમાંશુ, ઇન્દુ, વિધુ, સુધાંશુ, શીતાંશુ, નિશાકર, નિશાપતિ, સોમ, મૃગાંક, શશાંક, શશિયર,
શશી, મયંક, કુમુદપતિ. ચાંદ, ચાંદલિયો - ચંદ્રિકા, જ્યોત્સના, કૌમુદી - દુનિયા. વિશ્વ, લોક, ભુવન, સંસાર, સૃષ્ટિ, જહાં,
જહાન, ખલક, આલમ - પુરાણું, પ્રાચીન, પુરાતન, ચિરંતન, જીર્ણ, જર્જરિત - જોમ, કૌવત, તાકાત, શક્તિ, બળ, સામર્થ્ય, જોસ - વૃક્ષ, કુમ, પાદપ, તરુ, તરુવર - સાગર, સમુદ્ર, રત્નાકર, ઉદધિ, જલધિ, અબ્ધિ.
અંબુધિ, વારિધિ, જળાબ્ધિ, જળનિધિ, સિંધુ, અર્ણવ,
મહાસાગર, સાયર, પોધિ, પાયોનિધિ, મહેરામણ - દિન, વાસર, અત્ન - પીડા, કષ્ટ, વ્યથા, સંકટ, વિપત્તિ, અડચણ, વિપદા,
આપદા, આફત, આપત્તિ - શત્રુ, અરિ, રિપુ, વૈરી - અમર, સુર, વિબુધ, નિર્જર - દાનવ, દનુજ, અસુર, રાક્ષસ, નિશાચર - દોલત, પૈસો. પુંજી, નાણું, સંપત્તિ, સમૃદ્ધિ, દ્રવ્ય.
વિત્ત, વસુ, અર્થ, મિરાત
જોર
ઝાડ
દરિયો
દિવસ
દુઃખ
દુમન
દૈત્ય ધન
Page #259
--------------------------------------------------------------------------
________________
નાકર
પગ
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૩૯ નજરોનજર - પ્રત્યક્ષ, રૂબરૂ, સમક્ષ, મોઢામોઢ નદી - સરિતા, તરંગિણી, શૈવલિની, તટીની, સ્રોતસ્વિની,
_નિર્ઝરિણી નવું - અભિનવ, નવીન, નવ, નૂતન. નવલું
- સેવક, ચાકર, ભર્ય. દાસ, કિંકર, પરિચારક
- પદ, પાદ, પાય, ચરણ પતિ - સ્વામી, માલિક, ભર્તા, ભરથાર, ધવ, ધમી, કંથ,
પ્રાણેશ, હૃદયેશ, જીવનેશ, જીવનાધાર, પ્રાણપતિ,
પ્રાણનાથ, વર, જીવનસાથી, પ્રીતમ, વલ્લભ પત્ની - વધુ. ભાર્યા. હૃદયેશ્વરી, પ્રાણેશ્વરી, અર્ધાંગના જાયા.
પ્રિયા. ગૃહલક્ષ્મી પરાક્રમ - શૌર્ય, બહાદુરી, શૂરાતન. વીરતા પર્વત - પહાડ, અદ્રિ, ગિરિ, અચલ, શૈલ, ભૂધર, નગ, ડુંગર પંખી - પક્ષી, ખગ, અંક . શકુન્ત, જિ. વિહંગ, વિહંગ.
વિહંગમ પંડિત - વિદ્વાન, પ્રાજ્ઞ, શાસ્ત્રી પાણી - જળ, નીર, વારિ, સલિલ, તોય. અંબુ, ઉદક પિતા - જનક, બાપ, તાત પુત્ર - - દીકરો, તનય, સુત, તનુજ
: - દીકરી. તનયા, સુતા તનુજા, દુહિતા પૃથ્વી - ભૂ. મહી, ધરા, ધરિત્રી, ધરણી, વસુધા, વસુમતી પ્રકાશ - તેજ, ઘુતિ, પ્રભા, ઉજાશ, અજવાળું
- ઉષઃકાળ, મળસકું, મોંસૂઝણું, પરોઢ ફૂલ - પુષ્પ, સુમન. કુસુમ, પ્રસૂન બગીચો - બાગ, ઉદ્યાન, ઉપવન, વાટિકા બાણ - તીર, શર" બાળક - શિશુ. બાળ, બચ્યું. અર્ભક ભમરો - ભ્રમર, મધુકર, અલિ, દ્વિરેફ, ભૂંગ. પપદ ભયંકર - દારુણ, ભીષણ, ઘોર, ભયાનક
પુત્રી
પ્રભાત
Page #260
--------------------------------------------------------------------------
________________
મરણ.
૨૪૦
સરળ ગુજરાતી વ્યાકરણ ભૂલ - ચૂક, દોષ, ખામી . •
- મૃત્યુ, નિધન, પંચત્વ, મૌત, દેહાન્ત, કાળધર્મ,
શ્રીજીશરણ માણસ - માનવી, મનુષ્ય, જન, શમ્સ, ઇન્સાન. માતા - જનની, બા, મા, માવડી મિત્ર - સુહૃદ, સખા, સહચર, દોસ્ત, ભેરુ મુખ - વદન, માં, આનન, ચહેરો મુસાફર - વટેમાર્ગ, પાન્થ, પથિક, પ્રવાસી, રાહદારી મોક્ષ - મુક્તિ, કૈવલ્ય, નિર્વાણ મોજું - તરંગ. ઊર્મિ, વીચિ - યુદ્ધ - લડાઈ, સંગ્રામ, સમર, વિગ્રહ રસ્તો - માર્ગ, રાહ, પથ, પંથ રાક્ષસ - અસુર, દૈત્ય, દાનવ, નિશાચર રાજા - પાર્થિવ નૃપ, નૃપતિ, નૃપાલ, ભૂપ, ભૂપતિ, ભૂપાલ.
મહીપતિ, નરેશ, નરપતિ રાત્રિ (ત્રી) - શર્વરી, નિશા, રજની, વિભાવરી લોહી - રક્ત, રુધિર, લોહિત, શોણિત, ખૂન વરસાદ - વૃષ્ટિ, પર્જન્ય, મેહ, મેહૂલો, મેઘરાજા
- કાપડ, પટ, વચન, અંબર, લૂગડું વાદળ - મેઘ, જીમૂત. અંબુદ, વારિદ, ઘન, નીરદ,પયોદ વાવટો - ધ્વજ, ધજા, પતાકા વાવાઝોડું - વાઝડી, વંટોળ, તોફાન વ્યર્થ
- મિથ્યા વીંટી
- મુદ્રા, અંગૂઠી વસુધા - પૃથ્વી, ધરા, વસુંધરા, ઉર્વી વિભુ - દેવ, ભગવાન, ઈશ્વર
- વાદાન, વેવિશાળ, સગપણ, સગાઈ, ચાંલ્લો વીરતા - બહાદુરી, શૂરાતન. શૌર્ય, પરાક્રમ, બળ, શક્તિ,
કૌવત, તાકાત, હિંમત
વસ્ત્ર
વિવાહ
Page #261
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૪૧
શહેર
સમૂહ
શરીર - તન, દેહ, કાયા, અંગ, કલેવર, ગાત્ર. વધુ
- નગર. નગરી, પુર, પુરી, પત્તન સદરહુ - સદર, મજકૂર, પૂર્વોક્ત સફેદ - શુક્લ, શુભ્ર, શુચિ, શ્વેત, ગૌર, ધવલ, ધોળું
- સમુદાય, સમવાય, ગણ સરખું - સમ. સમાન, તુલ્ય, સદશ, સરીખું, સરસું સાપ - - સર્પ, ભુજંગ. નાગ, અહિ, ફણાધર, દ્વિજિવા
ચક્ષુઃશ્રવા, ઉરગ, પન્નગ સિંહ - મૃગેંદ્ર, વનરાજ, હરિ, કેસરી, શેર, સાવજ સુંદર ચાર, કાન્ત, મનોજ્ઞ, ખૂબસૂરત, રૂપાળું. ફૂટડું, મનોહર સુંદરતા - સૌન્દર્ય. કાન્તિ, દ્યુતિ. ખૂબસૂરતી, સુષમા. ચારુતા સૂર્ય - સૂરજ, સૂર, રવિ, માતંડ, દિવાકર, દિનકર, દિનમણિ,
દિનનાથ, પ્રભાકર, ભાસ્કર, સવિતા, ભાનુ, ભાણ.
સહસ્રાંશુ, આદિત્ય મિહિર - સુવર્ણ, કાંચન, હિરણ્ય, હેમ, કનક, કુંદન - અબળા, નારી, વામા, વનિતા, મહિલા, લલના.
અંગના, ઓરત, માનિની, ભામિની, ભામા. રામા,
કામિની. અમદા, રમણી સ્વચ્છ સાફ, નિર્મળ, ચોખું, વિમળ, વિશદ, વિશુદ્ધ હરણ - કુરંગ, હરિણ, મૃગ, સારંગ હાથ - હસ્ત, કર. પાણિ, ભુજ, બાહુ હાથી - મતંગજ. ગજ, કંજર, દ્વિરદ હોડી - નૌ, નૌકા, નાવ, તરણી, વહાણ, પનાઈ. મછવો.
હોડકું, તરી
- હવન હોશિયાર - કુશળ, દક્ષ, ચાલાક, બુદ્ધિશાળી, ચપળ હવસ - વાસના, કામેચ્છા હળવે ધીમે. આસ્તે હસ્ત - કર, હાથ હેત - સ્નેહ, પ્રીતિ, રાગ, મમતા, માયા
સોનું
સ્ત્રી
હોમ
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સરળ ગુજરાતી વ્યાકરણ
સ્વાધ્યાય પ્રશ્ન ૧ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ૧. લાલ ર. ધોળું ૩. ઊંડું ૪. ઝીણું ૫. જરૂરિયાત ૬, લાભ ૭. હાનિ ૮. લડાઈ ૯. સગવડ ૧૦. વરસાદ ૧૧. ઝાડ ૧૨. પવન ઉત્તર : ૧. રાતું ૨. સફેદ ૩. ગહન ૪. બારીક, સૂક્ષ્મ પ. આવશ્યકતા, જરૂરત ૬. ફાયદો ૭. નુકસાન, હાણ ૮. યુદ્ધ સંગ્રામ, વિગ્રહ ૯. સુવિધા ૧૦. પર્જન્ય, વૃષ્ટિ, મેહ ૧૧. વૃક્ષ, તરુ. તરુવર ૧૨. વાયુ પ્રશ્ન ૨ : નીચેના શબ્દોનાં સમાનાર્થી શબ્દો આપો. ૧. બારણું ૨. વાનર ૩. અભિયાન ૪. ઘરડું ૫. સાધુ ૬. કુદરત ૭. પૂર્તિ ૮. નાલાયકી ૯. ખલીતો ૧૦. સંગ ૧૧. ફડક ૧૨. સગું , ઉત્તર : ૧. દ્વાર, કમાડ ૨. કપિ, વાંદરો, પ્લવંગમ ૩. ગુમાન, અહંકાર, ગર્વ, હુંપદ ૪. વૃદ્ધ, જરઠ ૫. સંન્યાસી, બાવો, ફકીર, વૈરાગી, ત્યાગી ૬. નિસર્ગ, પ્રકૃતિ ૭. ઉમરણ, વધારો ૮. નાલેશી ૯. લખોટો, પરબીડિયું ૧૦. તાણેલું, કસેલું, ચુસ્ત ૧૧. ફડક, બીક, ધાસ્તી ૧૨. સંબંધી, સ્વજન પ્રશ્ન ૩ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ૧. ભાઈ ૨. નિસ્બત ૩. રદ ૪. બારી ૫. હોડી ૬. ડાંગર ૭. બોધ ૮. ચહેરો ૯. સમસ્ત ૧૦. શરીર ૧૧. લગામ ૧૨. મોતી ઉત્તર ઃ ૧. બાંધવ, બંધુ ૨. સંબંધ ૩. બાતલ, નકામું ૪. વાતાયન, ખિડકી ૫. નૌકા, તરણી ૬. શાળ, શાલિ ૭. જ્ઞાન, શિક્ષા ૮. મુખાકૃતિ, સૂરત ૯. સર્વ, સંપૂર્ણ, સમગ્ર ૧૦. કાયા, તન ૧૧. રાશ ૧૨. મુક્તા પ્રશ્ન ૪ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ૧. સૂર્ય ૨. સવાર ૩. દ્રવ્ય ૪. આનંદ ૫. સાગર ૬. આંખ ૭. વાવટો ૮. સોનું ૯. મોર ૧૦. કોયલ ૧૧. કૂતરો ૧૨. દેડકો
Page #263
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૪૩
૩. ધન,
ઉત્તર ઃ ૧. સૂરજ, દિનકર, પ્રભાકર, ભાસ્કર, દિવાકર, ભાનુ. આદિત્ય, માર્તંડ ૨. પ્રભાત, પરોઢ, પ્રાતઃકાળ, મળસકું દોલત, નાણું. પુંજી ૪. હર્ષ, ઉમંગ, ઉલ્લાસ ૫. સમુદ્ર, રત્નાકર, જલધિ, ઉદ્ધિ, વારિધિ, પયોનિધિ, સિંધુ, અર્ણવ, દરિયો, મહેરામણ ૬. નેત્ર, નયન, લોચન, નેણ, ચક્ષુ ૭. ધ્વજ, પતાકા, ધજા ૮. સુવર્ણ, હેમ, કનક, કાંચન ૯. મયૂર ૧૦. કોકિલ, પરભૃતિકા ૧૧. શ્વાન ૧૨. મેડક, દર્દુર
પ્રશ્ન ૫ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો.
૧. સમૂહ ૨. સરોવર ૩. ઊપજ ૪. શહેર ૫. વાદળ ૬. શત્રુ ૭. રાજા ૮. શરી૨ ૯. કાંટો ૧૦. શ્વાસ ૧૧. સાપ ૧૨. સંમેલન ઉત્તર ઃ ૧. વૃંદ, ટોળું, સંઘ ૨. કાસાર, સર ૩. આવક, પેદાશ ૪. નગર, પુરી, નગરી ૫. પયોદ, નીરદ ૬. અરિ, દુશ્મન, રિપુ, વેરી ૭. નૃપ, ભૂપ, ભૂપતિ, ભૂપાળ, નૃપતિ, ૮. કાયા, તન ૯. શૂળ, કંટક ૧૦, દમ, હાંફ ભુજંગ ૧૨. મેળાવડો
નૃપાલ, પ્રજાપાલક ૧૧. સર્પ, નાગ,
પ્રશ્ન ૬ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ૧. ઉપકાર ૨. પોપટ ૩. બહાદુર ૪. સંકોચ ૫. સઘળું ૬. સૂચન ૭. હસીન ૮. હવડ ૯.કોમળ ૧૦. સ્ત્રી ૧૧. હાર ૧૨. સાફ ઉત્તર ઃ ૧. આભાર, અહેસાન, ઉપકૃતિ ૨. કોટ, શુક ૩. વીર, શૂરો ૪. મલાજો, લાજ પ. સમસ્ત, બધું ૬. ઇશારો ૭. સુંદર ૮. અવાવરું ૯. મુલાયમ, મૃદુ ૧૦. વનિતા, કામિની, ભામિની, મહિલા, નારી ૧૧. પરાજય ૧૨. સ્વચ્છ, ચોખ્ખું પ્રશ્ન ૭ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો.
૧. સફેદ ૨: ભૂલ ૩. બંદગી ૪. ભાગ્ય ૫. ભ્રમ ૬. રસ્તો ૭. લોહી ૮. સાર્થક ૯. .આબરૂ ૧૦. શ્રમ ૧૧. સાળવી
૧૨. શૌહર
ઉત્તર ઃ ૧. શ્વેત, ધોળું ૨: ચૂંક, વાંક, ગુનો ૩. પ્રાર્થના ૪. કિસ્મત, નસીબ ષ. સંદેહ, ભ્રાન્તિ ૬. માર્ગ, રાહ, પંથ ૭. રક્ત, રુધિર ૮. સફળ, કૃતાર્થ ૯. પ્રતિષ્ઠા ૧૦. થાક, મહેનત ૧૧. વણકર ૧૨. પતિ, ધણી, સ્વામી
Page #264
--------------------------------------------------------------------------
________________
૩૪. વિરુદ્ધાર્થી શબ્દો વિરુદ્ધાર્થી માટે વિરોધાર્થી શબ્દપ્રયોગ પણ કરાય છે. વિરુદ્ધ એટલે ઊલટો અર્થ બતાવે તે વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા માટે નીચેની એકાદ રીતનો ઉપયોગ કરી શકાય. (૧) મૂળ કરતાં સાવ જુદો જ શબ્દ આપી શકાય; જેમ કે, ઊંચ
નીચે, ઊઠવું-બેસવું, આવરો-જાવરો (૨) શબ્દની આગળ “અ”, “અન” કે “અણ' જેવો પૂર્વગ લગાડાય;
જેમ કે, છત-અછત, આચાર-અનાચાર, આવડત-અણઆવડત (૩) નકારનો અર્થ બતાવતો પૂર્વગ કે ઉપસર્ગ વપરાય; જેમ કે,
કૃપા-અવકૃપા, માન-અપમાન (૪) જાતિ (લિંગ) બદલવામાં આવે; જેમ કે,
રાજા-રાણી, સોની-સોનારણ, પતિ-પત્ની કેટલાક અગત્યના વિરુદ્ધાથી શબ્દો : અદ્વૈત x દ્વત .
'બાહ્ય X આંતરિક અખંડ x ખંડિત
ભરતી X ઓટ અગમબુદ્ધિ x પચ્છમબુદ્ધિ ભૂચર X ખેચર અનધિકૃત x અધિકૃત
માલિક X સેવક અથ X ઇતિ
ઉન્નતિ x અવનતિ અર્વાચીન x પ્રાચીન
ઉલાળ x ધરાળ અધોગતિ X ઊર્ધ્વગતિ
એકદેશીય x સર્વદેશીય આપકર્મી x બાપકર્મી
કાયમી X કામચલાઉ આરોગ્ય x અનારોગ્ય
કાલ્પનિક X વાસ્તવિક આરોહ x અવરોહ
કૌતુકપ્રિય x સૌષ્ઠવપ્રિય આસુરી x દૈવી
કૃતજ્ઞ x કૃતઘ્ન. આસ્તિક x નાસ્તિક
ક્રિયાશીલ x નિષ્ક્રિય ઇષ્ટ x અનિષ્ટ
ક્ષણિક x શાશ્વત ઉત્તરાર્ધ X પૂર્વાર્ધ
ખંડન X મંડન ઉદય x અસ્ત
ખાનગી x જાહેર ૨૪૪
Page #265
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
તાણો X વાણો
તેજ X મંદી
દેવ X દાનવ નફો ૪ તોટો
નિમકહલાલ X નિમકહરામ
નિરક્ષર X સાક્ષર
નિર્દેતુક X સહેતુક નેકી X બદી
પરાધીન X સ્વાધીંન
પરોક્ષ X પ્રત્યક્ષ પાછોતર X આગોતર
પ્રવૃત્તિ x નિવૃત્તિ
પ્રાપ્ય x અપ્રાપ્ય મરજિયાત X ફરજિયાત
વિધિ X નિષેધ
વિનીત X ઉદ્ધત
વિપત્તિ X સંપત્તિ વિભક્ત X અવિભક્ત
વિયોગ X સંયોગ
વ્યષ્ટિ X સમષ્ટિ
શાશ્વત X ક્ષણિક
શાંતિ x અશાંતિ
શિખર X તળેટી
શીત X ઉષ્ણ
સંધિ X વિગ્રહ સજાતીય X વિજાતીય
વૈયક્તિક X સામુદાયિક સજીવ x નિર્જીવ
સરલ - X કઠિન
અનુકૂળ X પ્રતિકૂળ અસંગત X સુસંગત અંતરંગ X બહિરંગ
અંતર્મુખ X બહિર્મુખ આગેકૂચ X પીછેહઠ
આઘાત X પ્રત્યાઘાત
પુરુષાર્થ x પ્રારબ્ધ પુરોગામી X અનુગામી
પ્રસ્તુત X અપ્રસ્તુત
ફળદ્રુપ x ઉજ્જડ
સવાર x સાંજ
વખાણ X નિંદા
શાપ X આશીર્વાદ
સગવડ X અગવડ ભરતી X ઓટ બંધન X મુક્તિ
છત X તંગી જાહેર X ખાનગી ચડતી X પડતી
અધિક X ન્યૂન આવિર્ભાવ X નિરોભાવ
ઇન્સાનિયત X હેવાનિયત
ઇન્કાર X સ્વીકાર
જોબન X ઘડપણ
ઊંધું X ચત્તું સગુણ X નિર્ગુણ સ્વસ્થ x બેચેન રાજાશાહી X લોકશાહી ફૂલવું x સંકોચાવું
૨૪૫
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સતેજ x નિસ્તેજ
સ્વદેશી X વિદેશી સધન X નિર્ધન
ખુશકી X તરી ખુશબો X બદબો ગૌણ X પ્રધાન
ચલ X અચલ
ચાહના X ધૃણા
છત X અછત
છૂત x અછૂત જન્નત X જહન્નમ
જ્યેષ્ઠ X કનિષ્ઠ
તત્સમ X તભવ જમા X ઉધાર
ઉધાર x રોકડ
કાયર x શૂર
લીલું x સૂકું જૂનું X નવું તાજું X વાસી
ફરજિયાત X મરજિયાત
ભલાઈ x બૂરાઈ
જીત X હાર
અનુગામી X પુરોગામી
આસ્થા X અનાસ્થા ઉગ્ર X સૌમ્ય ઊછરતું x પીઢ તાલ X બેતાલ જયંતિ X સંવત્સરી ઘર X બેઘર
સરળ ગુજરાતી વ્યાકરણ
વૃદ્ધિ X ક્ષય સહધર્મી X વિધર્મી
સહાયક X વિરોધી
સુપથ X કુપથ રચનાત્મક X ખંડનાત્મક
રાત્રિચર્યા X દિનચર્યા
રિસામણાં X મનામણાં
લઘુમતી X બહુમતી
લઘુતા X ગુરુતા
વકીલ X અસીલ
લેખિત X મૌખિક
વામન X વિરાટ
વાસ્તવિક X કાલ્પનિક વિદ્વદ્ભોગ્ય X લોકભોગ્ય રાય X ફેંક
આવક X જાવક
પહેલું x છેલ્લું મોંઘારત X સોંઘારત
સારું x નરસું
હિત X અહિત
મર્દ x નામર્દ
જશ X અપજશ
સુલભ x દુર્લભ અમીર X ગરીબ આર્દ્ર x શુષ્ક આદર્શ X વ્યવહાર
કજાત X જાતવાન
સુરીલું x બેસૂરું જન્મદિન X મૃત્યુદિન
Page #267
--------------------------------------------------------------------------
________________
સરળ ગુજરાતી વ્યાકરણ
છત X અછત
મર્ત્ય X જીવિત
વકીલ X અસીલ
સગુણ X નિર્ગુણ
સાધક X બાધક
સુપાત્ર X કુપાત્ર સધુર X વિધુર સંક્ષિપ્ત X વિસ્તૃત સાપેક્ષ X નિરપેક્ષ
સુકર X દુષ્કર સુપ્ત X જાગ્રત સ્તુતિ x નિંદા
સ્વાવલંબી X પરાવલંબી હરામખોર X હલાલખોર
હંગામી X કાયમી
હિંસા X અહિંસા
હાણ X વૃદ્ધિ ઉદય X અસ્ત નિર્દય X દયાળુ નિર્મળ X મલિન
સંયોગ X વિયોગ
સપૂત X કપૂત સુડોળ x બેડોળ અસલી X નકલી
અકિંચન X શ્રીમંત
અગ્રજ X અનુજ આસુરી x દૈવી
આદ્ય x અંત્ય
આદાન X પ્રદાન લે X વેચ
ખોફ X મહેર
પથ્ય X અપથ્ય
પાપ X પુણ્ય યજમાન X અતિથિ
રફેદફે X વ્યવસ્થિત ન્યાયી X અન્યાયી
સાજું x માંદું
હકાર X નકાર
હર્ષ X શોક .
૨૪૭
સ્વાધ્યાય
પ્રશ્ન ૧ : નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. ૧. આવક ૨. પૂર્વાર્ધ ૩. આહાર ૪. ખુશકી પ. આબાદી ૬. ભૂચર ૭. રાય ૮. શુકન ૯. સંપ ૧૦. હા ૧૧. સંધિ
૧૨. સજ્જન
ઉત્તર : ૧. જાવક ૨. ઉત્તરાર્ધ
પ. બરબાદી
૬. ખેચર ૭. ૨ક ૮. અપશુકન ૧૦. ના ૧૧. વિગ્રહ ૧૨. દુર્જન પ્રશ્ન ૨ : નીચેના શબ્દોના વિરુધાર્થી શબ્દો આપો.
૧. જમા ૨. જડ ૩. પાશ્ચાત્ય ૪. સાક્ષર
૩. વિહાર ૪. તરી
૯. કુસંપ
૫. વિયોગ
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૮
આ સરળ ગુજરાતી વ્યાકરણ
૬. ખંડન ૭. સ્વકીય ૮. પ્લાન ૯. આયાત ૧૦. દેવ ૧૧. જંગમ ૧૨. વિધિ ઉત્તર : ૧. ઉધાર ૨. ચેતન ૩. પૌરમ્ય ૪. નિરક્ષર ૫. સંયોગ ૬. મંડન ૭. પરકીય ૮. પ્રફુલ્લ ૯. નિકાસ ૧૦. દાનવ ૧૧. સ્થાવર ૧૨. નિષેધ પ્રશ્ન ૩ : નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો.
૧. સંપ ર. નાસ્તિક ૩. ઉચિત ૪. સર્જન ૫. નીરસ ૬. કૃપા ૭. સુપાત્ર ઉત્તર ઃ ૧. કુસંપ ૨. આસ્તિક ૩. અનુચિત ૪. વિસર્જન ૫. રસિક ૬. અવકૃપા ૭. કુપાત્ર પ્રશ્ન ૪ : નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. '
૧. વિદ્યા ૨. ઈમાન ૩. ફરમાન ૪. ઇલાજ ૫. આશા ૬. જય ઉત્તર ઃ ૧. અવિદ્યા ૨. બેઈમાન ૩. નાફરમાન ૪. નાઈલાજ ૫. નિરાશા ૬. પરાજય , પ્રશ્ન - ૫ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો.
૧. અનાદર ૨. ઇષ્ટ ૩. બુદ્ધિ ૪. પ્રગતિ પ. સજ્જન ૬. પ્રવૃત્તિ ઉત્તર : ૧. આદર ૨. અનિષ્ટ ૩. કુબુદ્ધિ ૪. અધોગતિ ૫. દુર્જન ૬. નિવૃત્તિ પ્રશ્ન ૬ : નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો.
૧. નિરક્ષર ૨. પ્રત્યક્ષ ૩. સદાચાર ૪. લાભ પ. ઉદય ૬. પ્રશંસા ઉત્તર ૬ ઃ ૧. સાક્ષર ૨. પરોક્ષ ૩. દુરાચાર ૪. હાનિ ૫. અસ્ત ૬, તિરસ્કાર પ્રશ્ન - ૭ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો. આપો.
૧. દુરાચાર ૨. જરૂરી ૩. સજ્જન ૪. અવતરણ પ. નાસ્તિક ૬. અનુચિત • ઉત્તર : ૧. સદાચાર ૨. બિનજરૂરી ૩. દુર્જન ૪. ઊધ્વરોહણ પ. આસ્તિક ૬. ઉચિત
Page #269
--------------------------------------------------------------------------
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી. ઘર દહેરાસરજી
Diodopodololololol
100000
JOE
a
Page #271
--------------------------------------------------------------------------
________________
શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી ઘર દહેરાસરજી
| શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત ૩૯૫ ૦૦૩ મૂલનાયક : શ્રી આદિનાથ-પંચતીર્થી-પંચધાતુના ઊંચાઈ ૭”. પહેલાં નીલમના પ્રતિમાજી હતા. જિનાલયની સ્થાપના : વિ. સં. ૧૮૧૬ સ્થાપિત કરનાર : સંઘવી ઝવેરચંદ ફતેચંદ કીકાભાઈ. જીર્ણોદ્ધાર સ્થાપના : વિ. સ. ૨૦૪૩, વૈશાખ સુદ-૬. જીર્ણોદ્ધાર કરાવનાર : શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી. જીર્ણોદ્ધાર નિશ્રાદાતા : અમારા કુળદીપક – પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરિશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરિશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી સોમચંદ્ર વિજયજી ગણી મહારાજ આદિ તથા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી યશસ્વિનીશ્રીજી મહારાજ સાહેબ વિશેષ: સ્ફટિક (રત્ન)ના ૮” ઈંચના -૨ પ્રતિમાજી ૩૭૦ વર્ષ પ્રાચીન છે. ૯” ઈંચના પાષાણના શ્રી ગૌતમસ્વામીજી ચાંદીના ૨ પ્રતિમાજી, ૫ સિદ્ધચક્ર ધાતુના, ૧૦ પ્રતિમાજી, ૧ સિદ્ધચક્ર. વિશિષ્ટ ઇતિહાસ : મૂલનાયકની અંજનશલાકા વિ.સ. ૧૫૮૪, જેઠ સુદ૧૩ના શ્રી જિનમાણિજ્યસૂરિ કરાવેલ છે. પ્રભાવક શ્રી સુવિધિનાથજી પંચતીર્થીની અંજનશલાકા તપાગચ્છીય દાન વિજય ગણીએ તથા પાર્શ્વનાથજીની અંજનવિધિ શ્રી ઉત્તમવિજયજી ગણીએ કરેલ છે. દહેરાસર બંધાવનારની આઠમી પેઢીએ એટલે કે શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવીએ ઘર તથા દહેરાસરજીનો આમૂલચૂલ જીર્ણોદ્ધાર કરાવી, પ્રાચીન દહેરાસરની લાકડાની તમામ કલાકારીગરી - ગભારો, છત, દરવાજા વગેરે એના એ જ સ્વરૂપે મૂળસ્થાને ફરી ગોઠવેલ છે. હાલ નવમી પેઢી ભક્તિ કરે છે.
Page #272
--------------------------------------------------------------------------
________________ જેનાં સ્વામી, ચાર સુપુત્રો, પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી સંયમઘર બન્યા એવા પરમ પાવનીય તીર્થસ્વરૂપ મા કમળા