________________
૨૦. વાક્યરચના-રૂપાંતર વાક્યરચના :
એક કે વધારે પદો મળીને અર્થ સ્પષ્ટ કરે તેવા સમુહને આપણે વાક્ય કહીએ છીએ. વાક્યની રચના કરતી વખતે આપણે વાક્યનાં પદોને ચોક્કસ ક્રમમાં ગોઠવીએ છીએ.
નીચેના વાક્યો જુઓ : (૧) નિરવ પુસ્તક વાંચે છે. (૨) સૌરભ ફળ ખાય છે.
ઉપરનાં વાક્યમાં પ્રથમ કર્તા છે. પછી કર્મ છે અને છેલ્લે ક્રિયાપદ છે. સાદાં વાક્યોમાં પદોનો ક્રમ આ પ્રમાણે હોય છે : કત. કર્મ અને ક્રિયાપદ.
(૧) સફેદ ગાય ઘાસ ખાય છે. (૨) લાલ ઘોડો દોડે છે.
ઉપરનાં વાક્યોમાં સફેદ અને લાલ વિશેષણ પદો છે. વિશેષણો તેમના વિશેષ્યની પહેલાં આવે છે.
(૧) તે માણસ સુખી છે. (૨) આ પુસ્તક સારું છે.
અહીં “સુખી અને સારા વિધેય વિશેષણો છે. માણસ અને પુસ્તક વિશેષ્ય પદો છે. સામાન્ય રીતે વિધેય-વિશેષણો વિશેષ્ય પદો પછી અને ક્રિયાપદની પહેલાં આવે છે.
શિક્ષક વિદ્યાર્થીને અંગ્રેજી સારી રીતે શીખવે છે. ઉપરના વાક્યમાં પાંચ પદો છે. આ પદોની ગોઠવણી જુઓ. જે પદોની વચ્ચે નિકટનો સંબંધ હોય છે તેને પાસે ગોઠવાય છે.
વાક્યોમાં આપણે ઘણી વાર નીચેનાં પદોનો ઉપયોગ કરીએ છીએ :
જે-તે, જેવું-તેવું. જેમ-તેમ. જેટલું-તેટલું વગેરે.
આ જોડકાંની સાથે જ ઉપયોગ થાય છે. જેની સાથે તે વાપરવું જ જોઈએ. જેવુંની સાથે તેવું વાપરવું જોઈએ. દા.ત.
(૧) જે કરશે તે ભરશે. (૨) જેવું વાવીએ તેવું લણીએ. વાક્યોમાં પદોનો ક્રમ ગોઠવવા નીચેનાં નિયમો ધ્યાનમાં રાખવા : (૧) વાક્યમાં કર્યા પહેલાં, કર્મ બીજું અને ક્રિયાપદ ત્રીજું આવે છે.
૧૨૮