________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૨૯ (૨) જ્યાં બે કર્મ હોય ત્યાં તે પ્રત્યયવાળું કર્મ પહેલું અને પ્રત્યય વિનાનું કર્મ એની પછી મુકાય છે. દા.ત.
શિક્ષક વિદ્યાર્થીઓને વાર્તા કહે છે. (૩) અન્ય વિભક્તિવાળાં નામપદ અનુકૂળતા પ્રમાણે કર્તા અને કર્મની વચ્ચે મુકાય છે.
(૪) સંબંધક વિભક્તિના પ્રત્યયવાળું નામપદ જે નામની સાથે સંબંધ દર્શાવે તે નામની તરત જ પહેલાં મુકાય છે. દા.ત. ચકલીનું બચ્યું. પાણીનાં ટીપાં.
(૫) નામપદ એના નામયોગી અવ્યય સાથે મુકાય છે. દા.ત. તળાવ પાસે, ગામ તરફ.
(૬) વિશેષણ અને વિશેષ્ય એકબીજાની સાથે આગળપાછળ મુકાય છે. દા.ત. સમૃદ્ધ પુસ્તકાલય, ત્રણ ભવ્ય મકાનો.
(૭) આજ્ઞાર્થ વાક્યમાં, સંબોધનમાં આવતું નામ વાક્યની શરૂઆતમાં મુકાય છે, અને એને અલ્પવિરામથી જુદું પાડવામાં આવે છે. દા.ત. અરુણા, તું પાઠ વાંચ.
(૮) ક્રિયાપદની માફક કૃદંતનાં કર્તા, કર્મ વગેરે પદો કૃદંતની પહેલાં જ મુકાય છે. દા.ત. સૂર્ય ઊગતાં, લોકો પોતપોતાને કામે વળગ્યાં. | (૯) ક્રિયાવિશેષણ ક્રિયાપદની પહેલાં વાક્યની વચ્ચે અનુકૂળ સ્થળે મુકાય છે. દા.ત. (૧) તું અહી જ ઊભો રહેજે. (૨) હું ઝટ પાછો આવું છું. (૩) તમે તમારું કામ અત્યારે જ પૂરું કરી નાખજો. (૪) હાલ મારે આવવાની જરૂર નથી. (૫) પ્રભુ સદા સૌની સાથમાં હોય છે. વાક્યરૂપાંતર :
વાક્યના રૂપાંતર માટે નીચેની રીતો ધ્યાનમાં રાખો : (અ) ક્રિયાપદનું કૃદંતમાં અને કૃદંતનું ક્રિયાપદમાં રૂપાંતર : (૧) ઘંટ વાગ્યો અને વિદ્યાર્થીઓ વર્ગમાં ગયા. (ક્રિયાપદ) - ઘંટ વાગતાં વિદ્યાર્થીઓ વર્ગમાં ગયા. (કૃદંત) (૨) કામ કરનારો સૌને ગમે છે. (કૃદંત)