________________
૧૩૦
સરળ ગુજરાતી વ્યાકરણ જે કામ કરે છે તે સૌને ગમે છે. (ક્રિયાપદ) (બ) કર્તરિમાંથી કર્મણિ અને કર્મણિમાંથી કર્તરિ રૂપાંતર : (૧) તમે આટલું બધું નહિ ખાઈ શકો. (કર્તરિ)
તમારાથી આટલું બધું નહિ ખવાય. (કર્મણિ) (૨) તેનાથી કામ ન થયું. (કર્મણિ)
તેણે કામ ન કર્યું. (કરિ) (ક) શબ્દનું સ્વરૂપ બદલીને રૂપાંતર : " (૧) કાનન સારું લખી શકે છે.
કાનનનું લખાણ સારું છે. (૨) તમને હવે કંટાળો આવે છે ?
તમે હવે કંટાળી જાઓ છો ?
તમારે હવે કંટાળી જવું ન જોઈએ ને ? (ડ) શબ્દસમૂહ માટે એક શબ્દ અને એક શબ્દ માટે શબ્દસમૂહ
વાપરીને રૂપાંતર : (૧) વર્ણન ન કરી શકાય એવું એક દૃશ્ય મેં જોયું.
મેં અવર્ણનીય દશ્ય જોયું. (૨) માણસ અકળ પ્રાણી છે.
માણસ એવું પ્રાણી છે કે જેને કળી શકાતું નથી. (૧) વિધાનવાક્યમાં હકીકત કે વિધાન સીધી રીતે રજૂ કરવામાં
આવે છે.
દા.ત. આ બાગ સુંદર છે. (૨) વિધિવાક્યમાં રજૂ થયેલું વિધાન કે કથન હકારમાં હોય છે.
દા.ત. વરસાદ પડે છે. (૩) નિષેધવાક્યમાં રજૂ થયેલું કથન નકારનો અર્થ બતાવે છે.
દા.ત. પિતાજી ન આવ્યા. (૪) પ્રશ્નાર્થવાક્યમાં પ્રશ્નાર્થ પૂછવામાં આવે છે.
દા.ત. તમે ક્યારે આવશો ? . (૫) આજ્ઞાર્થવાક્યમાં વિનંતી કે હુકમ કરવામાં આવે છે.
દા.ત. બહાર જાઓ. જરા દૂર ખસો.