________________
ર૪. વિશેષણઃ પ્રકાર (૧) રાતો ઘોડો સૌથી આગળ દોડે છે. (૨) આ વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ છે.
ઉપરનાં વાક્યોમાં રાતો', “ત્રીસ – એ શબ્દો અનુક્રમે “ઘોડો', “વિદ્યાર્થીઓ' એ નામોના અર્થમાં વધારો કરે છે, એટલે કે એ નામો વિશે વિશેષ હકીકત કહે છે. નામના અર્થમાં વધારો કરનાર આવા શબ્દોને વિશેષણ કહે છે. જે નામના અર્થમાં વિશેષણ વધારો કરે છે તેને વિશેષ્ય કહે છે. ઉપરના પહેલા વાક્યમાં “રાતો' વિશેષણ છે, ઘોડો’ તેનું વિશેષ્ય છે. વિશેષણના પ્રકાર : ૧. ગુણવાચક વિશેષણ :
ભલો છોકરો. દયાળુ રાજા. સસ્તું અનાજ. ધર્મિષ્ઠ શેઠ.
ઉપરના મોટા અક્ષરવાળું દરેક વિશેષણ તેની નજીકના નામ (વિશેષ્ય)નો ગુણ બતાવી તેના અર્થમાં વધારો કરે છે. આવાં વિશેષણોને ગુણવાચક વિશેષણ કહે છે. ૨. સંખ્યાવાચક વિશેષણ : ૧. એક પ્રધાન, ચાર પુસ્તકો. ૨. બીજો છોકરો, ચોથું ઘર. ૩. ડઝન કેરી, કોડી પતંગ. ૪. પા રૂપિયો. સવા શેર. ૫. એકવડું કપડું, બમણા રૂપિયા. ૬. થોડાં માણસો, કેટલાંક ફૂલ.
ઉપરના મોટા અક્ષરવાળું દરેક વિશેષણ સંખ્યા બતાવી તેની નજીકના નામ(વિશેષ્ય)ના અર્થમાં વધારો કરે છે. આવાં વિશેષણોને સંખ્યાવાચક વિશેષણ કહે છે.
ઉપરનાં ઉદાહરણ ૧ થી ૫ નાં સંખ્યાવાચક વિશેષણો નિશ્ચિત એટલે ચોક્કસ સંખ્યા બતાવે છે. આવાં વિશેષણોને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ ૬નાં વિશેષણ, નિશ્ચિત સંખ્યા દર્શાવતાં નથી, આવાં વિશેષણોને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. થોડું ઘણું, પુષ્કળ, સઘળું, બધુંવસું, સર્વ. ઓછું અલ્પ જરા, બાકીનું, કેટલુંક અન્ય, કંઈક, કોઈ અમુક વગેરે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણો છે.
૧૭૪