________________
૧૭૩
સરળ ગુજરાતી વ્યાકરણ ઉભયાન્વયી અવ્યયો છે..
જે અવ્યયો બે નામને જોડે છે તેને ઉભયાન્વયી અવ્યય કહે છે. ઉભય એટલે બે- બે નામને જોડવાનું કામ કરે છે. ઉભયાન્વયી અવ્યય બે વાક્યને પણ જોડે છે. નીચેનાં વાક્યો જુઓ : (૧) હેતલ રમે છે અને શૈલ વાંચે છે. (૨) શ્વેતલ હોશિયાર છે પણ આળસુ છે. (૩) તમે ગયા તેથી હું આવ્યો નહીં.
ઉપરનાં વાક્યોમાં અને, પણ, તેથી અવ્યયો બે વાક્યોને જોડે છે. આ પણ ઉભયાન્વયી અવ્યયો છે.
જે અવ્યય બે નામ કે બે વાક્યને જોડે છે તેને ઉભયાન્વયી અવ્યય કહે છે. ૪. કેવળપ્રયોગી અવ્યય :
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરેની લાગણી જાગતાં જે શબ્દ મોંમાંથી આપોઆપ સરી પડે તેને કેવળપ્રયોગી અવ્યય કહે છે. આ અવ્યય વાક્યમાં હોવા છતાં એને વાક્યનાં બીજા પદો સાથે કશો સંબંધ નથી. એ અવ્યયનો કેવળ અર્થની દૃષ્ટિએ પ્રયોગ કરવામાં આવે છે. આથી એ કેવળપ્રયોગી અવ્યય કહેવાય છે.