________________
૧૭૨
સરળ ગુજરાતી વ્યાકરણ ઉપરનાં વાક્યોમાં ધીમે, જલદી, ઉતાવળે, હળવે, એકદમ, ઝડપથી – આ બધા ક્રિયાવિશેષણ અવ્યયો ક્રિયા કેવી રીતે થાય છે તે બતાવે છે. ક્રિયાની રીત બતાવીને ક્રિયાના અર્થમાં વધારો કરે છે. આ બધાં પદો રીતિવાચક ક્રિયાવિશેષણ અવ્યયો છે. ૨. નામયોગી અવ્યય :
નીચેનાં વાક્યો વાંચો : | (૧) ગામ બહાર તળાવ છે. (૨) રામ સાથે સીતા ગયાં..
(૩) ટેબલ પર પુસ્તક મૂકો. (૪) મંદિર પાસે વૃક્ષ છે. (૫) છરી વડે શાક કાપો. (૬) ઝાડ નીચે બેસો.
ઉપરનાં વાક્યોમાંનાં બહાર, સાથે. પર, પાસે, વડે. નીચે – આ બધાં પદોનાં સ્વરૂપમાં કદી ફેરફાર થતો નથી. આ બધાં પદો અવ્યય છે. આ બધાં પદો ગામ બહાર, રામ સાથે, ટેબલ પર, મંદિર પાસે, છરી વડે એમ નામ સાથે વપરાય છે. આ બધાં નામયોગી અવ્યય છે. નીચેનાં વાક્યો જુઓ : (૧) મારી ખાતર આટલું કરો. (૨) તેની પાસે એક બંગલો છે. (૩) આપણી આજુબાજુ શું ચાલે છે ?
ઉપરના ખાતર, પાસે, આજુબાજુ અવ્યયો વાક્યમાં વપરાયા છે. મારી, તેની, આપણી આ બધાં સર્વનામો છે. આ પણ નામયોગી અવ્યયો છે.
જે અવ્યય નામ કે સર્વનામ સાથે વપરાય છે તે નામયોગી અવ્યય કહેવાય છે. ૩. ઉભયાન્વયી અવ્યય :
નીચેનાં વાક્યો જુઓ : (૧) નેહ અને પુલિન જાય છે. (૨) ગાય તથા ભેંસ ચરે છે. (૩) ચા કે કૉફી ચાલશે.
ઉપરનાં વાક્યોમાં અને, તથા કે વગેરે અવ્યય છે. અહીં અને અવ્યય નેહ અને પુલિનને જોડે છે. તથા અવ્યય-ગાય અને ભેંસને જોડ છે; કે અવ્યય ચા અને કેફીને જોડે છે. નેહ, પુલિન: ગાય, ભેંસ: ચા, કૉફી – આ બધાં પદો નામ છે. ઉપરના અવ્યયો નામને જોડે છે. આ અવ્યયો