________________
૧૩૨
સરળ ગુજરાતી વ્યાકરણ
(૩) દરિયાખેડુ દરિયાથી ના ડરે. (નિવેદકવાક્ય) દરિયાખેડુ દરિયાથી ડરે ! (ઉગારવાક્ય)
આ ઉપરથી સમજાશે કે ઉદ્ગારવાક્યના વિચારો નિવેદકવાક્યમાં પૂરા શબ્દોમાં રજૂ કરવાના હોય છે. ઉપરાંત ક્રિયાપદ પણ ઉમેરાય છે. રૂપાંતર કરતાં વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહિ. સ્વાધ્યાય
૧. નિષેધવાક્યમાં રૂપાંતર કરો :
(૧) તે માણસ ધનવાન છે. (૨) પેલું ટાવર ઊંચું છે. (૩) રાજેન્દ્ર દયાળુ માણસ છે. (૪) મૂર્ખ જ આવી ભૂલ કરે. (૫) ભણવું હોય તો કૉલેજે આવજો. (૬) માત્ર શામળો જ મારું સાચું ઘરેણું છે. (૭) મોગરાનાં ફૂલ ચૂંટતાં જીવ ચૂંટાય છે. (૮) કાલે બધાં જવાનાં છે. (૯) તમારી તો માત્ર આશિષ જ માગું છું. (૧૦) છાપરા પરથી બધાં પક્ષીઓ ઊડી ગયાં. (૧૧) એ તો મરદના ખેલ છે. (૧૨) ઘોઘા બાપાને વટાવવા એ બહુ મુશ્કેલ વાત હતી. ૨. વિધાનવાક્ય બનાવો :
(૧) હું શા માટે આવું ? (૨) આ દુઃખ શું મોટું નથી ? (૩) શું તે નિર્દય નથી ? (૪) લખ્યા લેખ મિથ્યા થાય ? (૫) કોલંબસને સાહસવીર કોણ ન કહે ? (૬) અમે સોનીને ઘેર શા માટે જઈએ ? (૭) સાથ એનો કેવો છે ફૂટડો ! (૮) મોસાળામાં શો છે ઉધરો ! (૯) નમાયાંનો શો અવતાર ? (૧૦) કુદરત મોઞરાને કેવા લાડ કરે છે ? (૧૧) સમગ્ર ઘરમાં કેવી શાંતિ પ્રસરી ગઈ છે ? (૧૨) સાંજે તણખા ઝરતો સૂરજ ક્યાંય દેખાય છે ? (૧૩) ઉઘાડો તો ખબર પડે નાં ? (૧૪) જે સ્ત્રી માતા નથી તે સ્ત્રી છે ખરી ? (૧૫) મારાથી રડાય જ કેમ ? (૧૬) વાઘની ચપળતા કેવી અદ્ભુત હતી ! (૧૭) પાણીકળાનો ત્યાગ કેવો અદ્ભુત હતો ! (૧૮) હોડકામાં બેસવાની કેવી મજા ! (૧૯) કેટલો મોટો હાથી ! (૨૦) શું તેનો ઉત્સાહ ! ૩. પ્રશ્રવાક્ય બનાવો :
(૧) ઠંડી સખત પડે છે. (૨) આવું દુઃખ હંમેશાં રહેતું નથી. (૩) એનો ભેદ કોઈ સમજી શકે નહિ. (૪) એમાં કાંઈ કહેવાનું નથી.