________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૪૯
કાવ્યને સંગીત સાથે ગાઢ સંબંધ છે. શબ્દનું મૂળભૂત તત્ત્વ ધ્વનિ અથવા નાદ છે. આથી શબ્દાલંકાર દ્વારા કાવ્યમાં આ નાદમય સૌંદર્ય વૃદ્ધિ પામે છે અને ત્યાં સંગીતતત્ત્વ પણ જોવા મળે છે. દા.ત. ‘ચારુ ચંદ્રનાં ચંચલ કિરણો ખેલી રહ્યાં હતાં જલથલમાં’ ઉપર્યુક્ત પંક્તિમાં ‘ચારુ’, ‘ચંદ્ર’ અને ‘ચંચલ’ શબ્દોની જગ્યાએ ‘સુંદર’, ‘મયંક’ અને ‘અસ્થિર’ શબ્દો મૂકીએ તો સમગ્રનું સૌંદર્ય નષ્ટ થઈ જશે.
કેટલાક મુખ્ય અલંકારો હવે તપાસીએ.
(૧) અનુપ્રાસ :
જ્યાં વાક્યમાં વર્ણ એક કરતાં વધુ વખત આવે, પછી ભલે તેમાં સ્વર સમાન ન હોય ત્યાં અનુપ્રાસ અલંકાર હોય છે. આના (અ) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઈ), (બ) શબ્દાનુપ્રાસ (યમક) અને (ક) અંત્યાનુપ્રાસ એવા ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. (અ) વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ :
પ્રભુના પ્રેમનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું.’ ઉપરની પંક્તિમાં ‘પ’ વર્ણ વારંવાર આવ્યો છે. તે કાને મધુર
લાગે છે.
આમ, એકનો એક વર્ણ વારંવાર આવે તેને વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ અલંકાર કહે છે.
અન્ય ઉદાહરણ :
(૧) સાગરે ભાસતી ભવ્ય ભરતી..
(૨) કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે.
(૩) કામિની કોકિલા કેલિ કૂજન કરે. (૪) : પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
(૫) પોષે છે જે પ્રણયી પરના પ્રાણ પીયૂષ આપી. તેને મૃત્યુ વિષજનિત હા, સંભવે ના કદાપિ.
(૬) ભૂલી ભૂલીને હું તને ભાળી હો, વાલમા, ગોતી ગોતીને થાઉં ગુમ.
(૭) કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ.