________________
૧૪૮
સરળ ગુજરાતી વ્યાકરણ જ્ઞાતિ. નીતિ છે. ટૂંકમાં, વિચારોનો અને ભાવોનો વિકાસ બતાવનાર તથા વસ્તુઓનાં રૂપ, ગુણ અને ક્રિયાનો વિશેષ તીવ્ર અનુભવ કરાવવામાં ક્યારેક ક્યારેક સહાયક બનનાર ઉપાદાને તે અલંકાર છે. અલંકારના પ્રકાર :
ભારતીય કાવ્યશાસ્ત્રના સૌપ્રથમ આચાર્ય ભરતમુનિએ પોતાના સુપ્રસિદ્ધ ગ્રંથ “નાટ્યશાસ્ત્રમાં માત્ર ચાર અલંકારો-ઉપમા, રૂપક, દીપક અને યમક–નો જ ઉલ્લેખ કર્યો છે. મહર્ષિ વ્યાસે “અગ્નિપુરાણમાં અલંકારોની સંખ્યા સોળ બતાવી છે. આચાર્ય ભામહે “કાવ્યાલંકારમાં અડતાલીસ અલંકારોનો ઉલ્લેખ કર્યો છે. આ પછી અલંકારોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ઉદ્ભટ્ટ, દંડી, વામન વગેરે આચાર્યોના સમયમાં અલંકારોની સંખ્યા બાવન થઈ હતી અને રુચ્યક, ટ્વટ, મમ્મટ, ભોજ વગેરેના સમયમાં આ સંખ્યા એકસો એકાણું સુધી પહોંચી ગઈ હતી. આજે તો અલંકારો અસંખ્ય છે.
આચાર્ય રુધ્યકે તેના ‘અલંકાર-સર્વસ્વ' નામના ગ્રંથમાં અલંકારોને નીચેના સાત વિભાગોમાં વહેંચી નાખ્યા છે : (૧) સાદૃશ્યમૂલક, (૨) વિરોધમૂલક, (૩) શંખલામૂલક, (૪) ન્યાયમૂલક, (૫) વાક્યમૂલક, (૬) લોકન્યાયમૂલક અને (૭) ગૂઢાર્થમૂલક.
આચાર્ય અધ્યકનું આ વર્ગીકરણ જોકે વૈજ્ઞાનિક છે તે છતાં અન્ય આચાર્યોએ સુવિધા ખાતર નીચેના ત્રણ પ્રકારના અલંકારો વિશે વિવેચન કર્યું છે :
૧. શબ્દાલંકાર : જ્યાં અલંકારમાંની રમણીયતા શબ્દપ્રયોગ ઉપર આધારિત હોય.
૨. અર્થાલંકાર : જ્યાં અલંકારનું સૌંદર્ય અર્થમાં નિહિત હોય.
૩. ઉભયાલંકાર : જ્યાં શબ્દ અને અર્થ – બંને પ્રકારના ચમત્કાર હોય. ૧. શબ્દાલંકાર :
ભોજે “સરસ્વતી કંઠાભરણમાં શબ્દોના વૈચિત્ર્ય દ્વારા કાવ્યને અલંકૃત કરનાર ઉપાદાનોને શબ્દાલંકાર તરીકે ઓળખાવેલ છે :
'ये वृत्यत्यादिना शब्दमलंकर्तृमिहक्षमाः शब्दालंकार संज्ञास्ते।'