________________
૨. અલંકાર અલંકાર એટલે શું?
સામાન્ય રીતે “અલંકાર'નો અર્થ “આભૂષણ થાય છે. એટલે કે, જેવી રીતે આભૂષણ સ્ત્રીના સૌન્દર્યમાં વધારો કરે છે તેવી રીતે કવિતાની સુંદરતા અલંકારો દ્વારા વધે છે. વાચકને સૌથી વધુ પ્રભાવિત કરે તેને આપણે ઉત્તમ કાવ્ય” કહીએ છીએ. અલંકારના પ્રયોગથી કવિના વક્તવ્યમાં અનોખી શક્તિ આવે છે. કવિનું વક્તવ્ય વાંચીને કે સાંભળીને ભાવક તેમાં તન્મય થઈ જાય છે. કાવ્યના ઉત્કર્ષમાં અલંકાર મદદરૂપ થતા હોવાથી કાવ્યમાં અલંકારનું સ્થાન અનોખું છે.
ભારતીય કાવ્યમીમાંસક ભામહની પૂર્વે કાવ્યના આંતર અને બાહ્ય બંને સ્વરૂપોને અલંકૃત કરનારાં ઉપાદાનો માટે અલંકાર પ્રયોજાતા હતા. એટલે કે, પહેલાં “અલંકારશાસ્ત્ર શબ્દ “સાહિત્યશાસ્ત્ર'નો પર્યાયવાચી શબ્દ મનાતો હતો. પરંતુ પછીથી કાવ્યના એક અંગ તરીકે અલંકારનો સ્વીકાર થયો અને તેની સાથે રસગુણ વગેરેનું પણ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું. એટલે અલંકારની વ્યાપકતા ઘટી ગઇ અને તે તેના મર્યાદિત અર્થમાં જ કાવ્યના ઉત્કર્ષના પોષક તત્ત્વ તરીકે સ્વીકારાયો.
પરંતુ મોટા ભાગના ભારતીય આચાર્યો અલંકારના મહત્ત્વથી એટલા બધા પ્રબાવિત થયા હતા કે તેમણે તો કેટલીક વાર કાવ્યના સર્વસ્વ તરીકે અલંકારોને ગણ્યા છે. મહર્ષિ વ્યાસે અગ્નિપુરાણમાં અલંકારોનું મહત્ત્વ સમજાવતાં અલંકારો વગરની કવિતાને વિધવા સમાન ગણી હતી.
| ‘અનંઋરિરહિતા વિવેવ મારતી " * આચાર્ય વામને ઉત્તમન્ના: કહીને સૌંદર્ય વધારનાર ઉપાદાનને જ અલંકાર માનેલ છે.
અલંકાર રમણીયતા જન્માવનાર છે, માત્ર ચમત્કાર ઉત્પન્ન કરનાર તત્ત્વ નથી. અલંકાર માત્ર વાણીની સજાવટ માટે નથી, તે તો ભાવની અભિવ્યક્તિના વિશેષ દ્વારરૂપ છે. ભાષાની પુષ્ટિ માટે, રાગની પરિપૂર્ણતા માટે અલંકાર આવશ્યક ઉપાદાન છે. તે વાણીનાં આચાર, વ્યવહાર,
૧૪૭