________________
૧૫૦
સરળ ગુજરાતી વ્યાકરણ
( ૮ ) ધનતેરસે ધન ધોઈને, સજ્યા સોળ શણગાર. ( ૯ ) સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો !' (૧૦) પરોઢે પોઢીને પલભર, બે પાંપણ પરે (૧૧) હું બેઠી છું ને બાર વરસની,
બોલનારની બોબડી બંધ ન કરી દઉં ! (૧૨) માગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને. (૧૩) ચંચળ ચતુરા હ્રદયે ચાંપી, બેસાડે ખોળે. (૧૪) નટવર નિરખ્યાં નેન તેં.
(૧૫) કચેરીમાંહી કાજીનો નથી હિસાબ કોડીનો. (૧૬) દાખે દલપતરામ ખુદાવંત ખંડેરાવ. (૧૭) કેડિયે કોયલ ગ્રંથજો રે અમે કોમળ કોમળ. (૧૮) રે રેવા, રટણે રટણે તવ, ભારત આ રળિયાત. (બ) શબ્દાનુપ્રાસ અથવા યમક :
સમાન ઉચ્ચારવાળા પણ જુદા જુદા અર્થના શબ્દો આવે ત્યારે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે. El.d.
‘એકને જ નીચું એવી ટેક છેક રાખી એક.’
અહીં ‘એક’, ‘ટેક’, ‘છેક’, એ સરખા ઉચ્ચારવાળા પણ જુદા જુદા અર્થના શબ્દો છે. આથી શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર છે.
અન્ય ઉદાહરણ :
(૧) ચાલિયો વાટમાં જ્ઞાનના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો. (૨) છે મતવાલી, નથી નમાલી, નવાં લોહીની લાલી. (૩) રચના રચનાર રે ધણી, કરુણાળુ, કરુણા કરો ઘણી. પ્રભુતા પ્રભુ તારી તું ધરી મુજરો લૈ મુજ રોગ લે હરી. (૪) આજ મહારાજનો જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન, કુસુમવન, વિમલ,
પરિમલ ગહન નિજ ગગનમાં ઉત્કર્ષ પામે.
(૫) ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી.
(૬) કચરે ખરડ્યો, ખોળે બેઠો, વણસાડી શુભ સાડી રે. (૭) ગાયક ન લાયક, તું ફોગટ ફુલાણો છે.