________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૬૩
(બ) જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ આ અલંકાર બને છે. દા.ત.
'આકાશધરા ત્યાં કંપ્યાં, ડોલ્યાં ચૌદ બ્રહ્માંડ.’
ઉપરોક્ત વાક્યમાં કોઈ બે વસ્તુની સરખામણી નથી, પણ હકીકતને ખૂબ વધારીને કહેવામાં આવી છે. આથી અતિશયોક્તિ અલંકાર છે. હવે નીચેની પંક્તિઓ જુઓ :
(૧) પડતાં પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા.
(૨) તેના ધનુષ્યટંકારની સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી.
ઉપરોક્ત પહેલા વાક્યમાં કાર્યને કારણની પહેલાં થતું બતાવવામાં આવ્યું છે. બીજી વાક્યમાં કાર્યને કારણની સાથે બનતું જણાવવામાં આવ્યું છે.
અતિશયોક્તિના મુખ્ય સાત પ્રકાર છે : (૧) રૂપાકાતિશયોક્તિ, (૨) ભેદકાતિશયોક્તિ, (૩) સંબંધાતિશયોક્તિ, (૪) અસંબંધાતિશયોક્તિ, (૫) અત્યંતાતિશયોક્તિ, (૬) અતિક્રમાતિશય્યક્તિ, (૭) ચપલાતિશયોક્તિ.
અન્ય ઉદાહરણ :
(૧) ઉપાનરેણુએ અભ્ર છાયો, જોજન કોટાનકોટ. (૨) સામસામા રહ્યા શોભે, વ્યોમ ભોમ ને સોમ; ઇન્દુમાં બિન્દુ બિરાજે, જાણે ઉડુગણ ભોમ. (૩) કાચે તે તાંતણે હરિજીએ બાંધી. (૪) કુંતી ! તારા કર્ણને પણ તું લેતી જા. (૫) જૂનું તો થયું રે દેવળ જૂનું રે થયું,
મારો દંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. (૧૨) વ્યાજસ્તુતિ ઃ
વ્યાજ એટલે બહાનું. વ્યાજસ્તુતિ એટલે કોઈ બહાના હેઠળ સ્તુતિ કરવી તે. જ્યારે દેખીતી નિંદાના બહાના હેઠળ કોઈની પ્રશંસા થતી હોય અથવા તો દેખીતી પ્રશંસાના બહાના હેઠળ કોઈની નિંદા થતી હોય ત્યારે આ અલંકાર બને છે.