________________
૧૬૨
સરળ ગુજરાતી વ્યાકરણ (૭) દ્યુતિ જે તને જિવાડતી ઘુતિ તે તને સંહારતી,
જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી. ' (૮) જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ એના ઉરમાં ઠરે. (૯) ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મસ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. (૧૦) અપ્રસ્તુતપ્રશંસા (અન્યોક્તિ) :
પ્રસ્તુત એટલે ચાલતો વિષય, જે વસ્તુનું વર્ણન કરતા હોઈએ તે ચીજ. અપ્રસ્તુત એટલે જે વસ્તુનું વર્ણન નથી કરતા, પરંતુ કોઈક કારણસર (ઉપમા આપવા કે એવા કોઈક કારણસર) જેને વર્ણનમાં ભેળવવામાં આવે તે ચીજ. ઉપમેય પ્રસ્તુત કહેવાય, ઉપમાન અપ્રસ્તુત કહેવાય. સ્ત્રીનું મુખ જોઈ કોઈ કહે કે વક્તાને મુખનું વર્ણન કરવું છે, પણ મુખને ચંદ્ર સાથે એકરૂપ માનીને પછી મુખને બદલે ચંદ્રનું વર્ણન કરવું છે. - જ્યારે અપ્રસ્તુતના વર્ણનમાંથી પ્રસ્તુતનું વર્ણન સૂચવાય ત્યારે અપ્રસ્તુતપ્રશંસા બને. આ અલંકારમાં પ્રશંસા'નો અર્થ વર્ણન થાય છે. વખાણ નહિ. આ અલંકારને અન્યોક્તિ પણ કહે છે.
આ અલંકારના ચાર પ્રકાર છે : (અ) સાદૃશ્યમાત્ર-મૂલા-અપ્રસ્તુત પ્રશંસા (શ્લિષ્ટા) (બ) સાદશ્યમૂલા (અશ્લિષ્ટા), (ક) સામાન્યમાંથી વિશેષ સૂચવાય છે, (ડ) વિશેષમાંથી સામાન્ય સૂચવાય છે. અન્ય ઉદાહરણ :
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં,
સમજૂથ માંહે રે સમરથ ગાજે સહી. (૧૧) અતિશયોક્તિઃ
(અ) જ્યારે ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. દા.ત. કોઈ સ્ત્રીના મુખને જોઈને કોઈ કહે કે “તે તો ચંદ્ર છે ચંદ્ર.
અહીં સ્ત્રીના મુખનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી પણ તેને ચંદ્ર કહેવામાં આવેલ છે. સ્ત્રીનું મુખ ઉપમેય ગણાય છે. ચંદ્ર ઉપમાન ગણાય. આથી અહીં ઉપમેયનો ઉલ્લેખ નથી ને ઉપમાને જ ઉપમેય હોવાથી અતિશયોક્તિ અલંકાર છે.