________________
૧૬૪
સરળ ગુજરાતી વ્યાકરણ આ રીતે વ્યાજસ્તુતિના બે પ્રકાર પડે : (અ) નિંદામાંથી સ્તુતિ સમજાય છે અને (બ) સ્તુતિમાંથી નિંદા સમજાય છે.
(અ) નિંદામાંથી સ્તુતિ સમજાય છે.' (૧) ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટા વેરી હતા. (૨) સૂર્યદેવ ! તમારાં કિરણોએ શું ધોળું કર્યું? અંધકારનું મુખ
તો કાળું થઈ ગયું છે ! આ વાક્યોમાં દેખીતી નિંદા છે, પણ તેમાંથી સ્તુતિનો ભાવ ફુટ થાય છે. ગાંધીજીને કોઈના પણ દુમન કહેવા એ દેખીતી નિંદા છે, પણ હિંસા અને અસત્યેના દુશ્મન તરીકેનું તેમનું વર્ણન તેમને માટે શોભારૂપ છે. તે જ રીતે બીજા વાક્યમાં અંધકારનું મુખ કાળું થઈ ગયું એ ઉદ્દગાર દેખીતી રીતે સૂર્યદેવને નિંદારૂપ છે, પણ તેમાંથી અંધકારને પરાજિત કરી દીધો એ અર્થ નીકળે છે તે સૂર્યની સ્તુતિરૂપ છે.
(બ) સ્તુતિમાંથી નિંદા સમજાય છે. (૧) જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર આવો નર વસે;
કીધાં હશે વ્રતતપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર, (૨) અહો ! દુર્યોધન ! શી તમારી ન્યાયબલિહારી !
પાંડવોને એક તસુ પણ જમીન ન મળે ! આ વાક્યોમાં સ્તુતિને બહાને નિંદા કરવામાં આવી છે. સુદામાને જોઈને જાદવ સ્ત્રીઓ જે ઉદ્દગાર કાઢે છે તેમાં સુદામાના દીનદરિદ્ર વેશની સ્તુતિને રૂપે નિંદા સમજાય છે. બીજા વાક્યમાં સ્તુતિ દ્વારા દુર્યોધનના ન્યાયની અવળચંડાઈ બતાવી છે.
અન્ય ઉદાહરણ : (૧) ચાતક, ચકવા, ચતુર નાર પ્રતિદિન ફરે ઉદાસ,
ખર, ઘુવડ ને મૂર્ખ નર સુખે સૂએ નિજ વાસ.(અહીં પ્રથમ પંક્તિમાં ઉપરથી નિંદા પણ અંદરથી સ્તુતિ છે.
બીજી પંક્તિમાં ઉપરથી સ્તુતિ પણ અંદરથી નિંદા છે.) (૨) સભામાં સહુ હાસ્ય કરતા ! “આ રત્ન રથ ખેડતા.”