________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૧૩) વિરોધાભાસ :
બે ભિન્ન વસ્તુઓને એકસાથે રજૂ કરતાં વિરોધ ઉત્પન્ન થાય, પણ એ વિરોધનો.માત્ર આભાસ જ હોવાથી, તેને વિશે ઊંડો વિચાર કરતાં તે વિરોધનું શમન થઈ જાય છે. આને વિરોધાભાસ અલંકાર કહે છે. (અ) હે સિંધુ, તું ખારો છે, છતાં અમીરસભર્યો છે. (બ) જેઠ તપી રહ્યો જગમાં રે, એને શ્રવણ આંખે.
અહીં સિંધુ એકસાથે ખારો અને અમીરસભર્યો છે તે પ્રથમ દૃષ્ટિએ વિરોધ ઊભો કરે છે, પણ બીજી જ પળે વિચાર કરતાં સમજાય છે કે તેની અંદર જીવનનો અમીરસ (મીઠું) રહેલો છે.
બીજા વાક્યમાં પણ પ્રથમ નજરે જેઠ અને શ્રાવણનો વિરોધ લાગે, પણ તરત જ સમજાય છે કે જગતમાં જેઠ મહિનો ભલે તપી રહ્યો પરંતુ રડતી માની આંખમાંથી તો શ્રાવણ મહિનાની વર્ષાના જેવી આંસુની ધારા વહી રહી છે.
કેટલીક વાર વિરોધનો આભાસ શ્લેષથી ઉત્પન્ન થાય છે અને તેનું શમન પણ શ્લેષથી થાય છે. દા.ત.
‘હે શંભો, તમે શૂલવાળા છો છતાં નીરોગી છો, તમે વિષમ નેત્ર હોવા છતાં સમષ્ટિ ધરાવો છો.'
૧૬૫
અહીં ‘શૂલ’ શબ્દ પર શ્લેષ છે. તેના બે અર્થ થાય છે. (૧) પેટનો દુખાવો અને (૨) ત્રિશૂલ ઃ તે જ રીતે ‘વિષમ’ના પણ બે અર્થ થાય છે : (૧) એકી સંખ્યાવાળી (ત્રણ) અને (૨) સમતા વગરની. આમાં શબ્દનો પહેલો અર્થ વિરોધનો આભાસ ઊભો કરે છે અને બીજો અર્થ તેનું શમન કરે છે.
અન્ય ઉદાહરણ :
(૧) તમેય કેવાં છે અજબ દિયતે ! કે નયમાં અભવો ને ભાવે પણ મુજ રમી એક જ રહ્યાં !
(૨) જીત્યા જેઓ તે જ અંતે જિતાયા, જીત્યા તેઓ યુદ્ધમાં જે જિનાયા, જીત્યા જેઓ તે જ ક્લેશે મરાયા, જીત્યા તે જે ધર્મયુદ્ધે મરાયા.