SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ગુજરાતી વ્યાકરણ ૧. જાતિ વિશેષણના રૂપ પ્રમાણે પણ બે પ્રકાર પડે છે. તે નીચે મુજબ છેઃ વિકારી વિશેષણ : -એકવચન નર નારી નાન્યતર બહુવચન સારા છોકરાઓ સારી છોકરીઓ સારો છોકરો સારી છોકરી સારું છોકરું સારાં છોકરાંઓ ઉપરનાં ઉદાહરણોમાં વિશેષ્યનાં જાતિ - વચન પ્રમાણે ‘સારું’ એ વિશેષણના રૂપમાં ફેરફાર થયા છે. આ પ્રમાણે જે વિશેષણના રૂપમાં વિશેષ્યનાં જાતિ - વચન પ્રમાણે ફેરફાર થાય છે તેને વિકારી વિશેષણ કહે છે. ર. અવિકારી વિશેષણ : હોશિયાર છોકરો હોશિયાર છોકરી હોશિયાર છોકરું ૧૭૭ હોશિયાર છોકરાઓ હોશિયાર છોકરીઓ હોશિયાર છોકરાંઓ ઉપરનાં ઉદાહરણોમાં વિશેષ્યનાં જાતિ અને વચનને કારણે ‘હોશિયાર’ એ વિશેષણના રૂપમાં કોઈ ફેરફાર થયો નથી. આ રીતે જે વિશેષણના રૂપમાં વિશેષ્યનાં જાતિ-વચનને કારણે કંઈ ફેરફાર થતો નથી તેને અવિકારી વિશેષણ કહે છે. - આમ, સ્થાન પ્રમાણે વિશેષણના બે પ્રકાર છે : અનુવાદ્ય અને વિધેય. રૂપ પ્રમાણે તેના બે પ્રકાર છે ઃ વિકારી અને અવિકારી. દરેક વિશેષણ બેમાંથી એક પ્રકારનું હોય છે.
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy